________________
આપવાનો આવે ત્યારે કેટલાય બીજા સવાલો ઊભા થાય છે. તમે વ્રત લીધું અને વ્રત લીધા પછી બીજા અનેક પ્રશ્નો ઊભા થાય છે. મૌન લીધું અને પછી કોઈ પ્રસંગ એવો આવે કે, જો મૌન ના તોડો તો અનેક જાનહાનિ થવાનો સંભવ છે. તો આવા વખતે વિવેક વાપરવો પડે. આ બધી વાતો માણસને વિસ્તારથી સમજાવવી જોઈએ. “અશ્વત્થામા હણાયો” બોલાવ્યું ત્યારે સામો સવાલ આવે છે. “કયો અશ્વત્થામા ?' તો જવાબ મળે છે, નરો વા, કુંજરો વા....' સત્ય હતું છતાં સત્યને ઝાંખું બનાવ્યું. તમે વિચાર કરો. ખુદ ભગવાન હોય છતાં આ દ્વિઅર્થી સત્ય બોલાય ત્યારે શું સમજવું? ધર્મરાજા કે જેઓ કદી જૂઠું બોલતાં નથી તેઓ કહે છે. રાજય ચાલ્યું જાય, મારું શિર કપાય, મારે હાથે તીક્ષ્ણ હથિયારની ધારાઓ પડે, છતાં સત્યથી ચૂકું નહિ. તેવો માણસ જૂઠું બોલે અને તે વળી ભગવાન બોલાવે તે બહુ વિચાર કરવા જેવો છે. એક તરફથી વિચાર કરીએ તો અન્યાયની જીત થઈ જાય. અન્યાયની જીત. દાંડાઈની જીત એ મહાહાની થાય. આખા સમાજનું પતન થાય. સત્ય પણ સમાજ માટે છે તેમ અન્યાય નિવારણ પણ સમાજ અર્થે છે. એક બાજુ સમાજ હતો અને બીજી બાજુ વ્યક્તિગત સાધના હતી. સમાજનું મૂલ્ય કામથી અંકાય છે. સાધક જાગૃત રહીને જે કંઈ કરે તે યોગ્ય જ કરતો હશે. ધર્મરાજા પોતાના સ્વાર્થ માટે જૂઠું બોલ્યા નથી. ભગવાને સુદર્શન પોતાના સ્વાર્થ માટે વાપર્યું નથી. પણ જે બુદ્ધિ શક્તિ મળી છે તે સમાજના ધારણ-પોષણ માટે કરે છે. તે વસ્તુનું આપણે અનુકરણ નહિ કરીએ પણ એવા મહાપુરુષોને અધિકાર છે. તેમની એક પણ ક્રિયા નકામી નથી હોતી. એવી કોઈપણ વાતને એકાંતિક રીતે નહીં વિચારવી જોઈએ. કહેવા એ માગું છું કે સાદી સીધી વાતથી માણસ સમજી શકતો નથી. તેને જુદી જુદી રીતે સમજાવવો પડે છે.
જૂઠું ન બોલવું, હિંસા ન કરવી, આટલું સમજી લઈએ એટલે બધાં નકામાં શાસ્ત્રો શું વાંચવા ? ઉપદેશો શું સાંભળવા ? આ વાત કહેવામાં સહેલી છે, પણ આચરવામાં અઘરી છે. દોષ આગળથી ન પેસી જાય તે જોવું જોઈએ. ઢોર ઘાસ ખાય છે પણ પછી તે વાગોળે છે. આપણે પણ વાંચ્યા, સાંભળ્યા પછી ચિંતવવું જોઈએ. ન સમજાય ત્યાં શ્રદ્ધેય પુરુષને પૂછવું જોઈએ. સાર એ છે કે આપણે ઘણી વાર ચડવા ઇચ્છીએ છીએ કે લાંબી લાંબી પૈડ કરવી તેના કરતાં ટૂંકામાં કહી દેવું, સમજી લેવું પણ આમ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૮૯