________________
તા. ૧૦-૯-પ૭ :
બાપુના ગયા પછી સાધનોનો જરૂરી વિચાર કરવામાં આવતો નથી. તેમણે કહ્યું. સાધનનો વિચાર પણ કરવો જોઈએ કારણ કે જે સાધન પ્રગટ કરવા ઇચ્છે છે તેમાં સાધનની અસર પડવાની. સાધન અશુદ્ધ હોય તો સાધ્ય અશુદ્ધ બનવાનો સંભવ છે.
માઉન્ટ બેટન બ્રિટનના પ્રતિનિધિ હતા પણ એ જ માઉન્ટ બેટન ભારતના ધ્વજને વંદન કરે એ સ્થિતિ વિચારવી જોઈએ. લશ્કરી હકૂમત એ બધું શુદ્ધ સાધનોને આધારે મલી ગયું. જોકે આપણી સ્થિતિ તકસૂરા હતી, પણ એક નાયક એવા મળ્યા હતા કે રાષ્ટ્રની ભૂલ પોતાને માથે લઈને ફરતા હતા. આ ઇતિહાસ ફરીથી આપણે યાદ કરવાનો વખત આવી ગયો છે. સાધન શુદ્ધિના કારણે આપણે કોમનવેલ્થમાં રહી શક્યા. બ્રિટનના મિત્ર પણ રહ્યા, આ બધો પ્રતાપ સાધન-શુદ્ધિનો છે. જો સાધન શુદ્ધિ ના હોત તો શું પરિણામ આવત એ પણ આપણે જોયું છે. ઈટલી, જર્મની વગેરે રાજયોનો ઇતિહાસ આપણે જોયો. હીરોશીમા, નાગાશાકી ગયાં. કાયમી ગુલામી આવી. હવે આપણે સાધન-શુદ્ધિ સાથે સાધકનો પણ વિચાર કરવો પડશે.
સાધ્ય, સાધન અને સાધક ત્રણ બળોથી પૂર્ણ વસ્તુ બને છે. સાધકનો આશય બુરો હશે તો સાધન અને સાધ્ય બંને ખરાબ બની જવાનાં. ભાગવતમાં કેટલીક વાતો આપી છે. એક બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામ્યો. તે લઈને જંગલમાં દાટવા ગયો. ત્યાં બે જીવ આવ્યા. એક કહે ભૂદેવ તમો દીકરાને મૂકીને ચાલ્યા જશો ? આજ સુધી તમારે ત્યાં રહ્યા. હવે થોડીવાર તો તેના આત્માનું કલ્યાણ થાય તે માટે થોડી પ્રાર્થના કરો ! શું સ્વાર્થની દુનિયા છે ? બ્રાહ્મણે વિચાર કર્યો કે, વાત સાચી છે. લાવ ત્યારે થોડું ચિંતન કરું. ત્યાં બીજું પ્રાણી આવે છે. કહે છે, ભૂદેવ તમે આટલા બધા આસક્તિવાળા છો ? શબને પણ છોડી શકતા નથી. આસક્તિ તો બંધનકારક છે. તમારે વળી માર્ગ શો, આત્મા તો મરતો જ નથી. બ્રાહ્મણને એની વાત પણ સાચી લાગી. આ ઉપદેશ આપનાર બન્ને સાચા હતા પણ બંનેનો આશય ખોટો હતો. એક ગીધ હતું એક શિયાળ, ગીધ એમ મનાતું કે રાત પડી જાય તો મારું ખાજ ચાલ્યું જશે. અને શિયાળ એમ માનતું કે રાત પડે તો મારું કામ થાય અને ગીધ એમ માનતું કે બ્રાહ્મણ જાય તો મને લાભ મળે. બંનેની ઈચ્છા માંસના લોચા ખાવામાં હતી. વિચારો બહુ ઊંચા આપે છે, પણ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૯૨