________________
નિમિત્તે ભૂદાન આંદોલન આવ્યું. સૌને આશાનું કિરણ લાધ્યું. હું પણ ખુશ થયો પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. પહેલી ચૂંટણી આવી. ઢેબરભાઈએ ઉલ્લેખ કર્યો તેમ હું સૌરાષ્ટ્રમાં ગયો. રવિશંકર મહારાજ પણ સાથે હતા. મને લાગ્યું, હવે કોંગ્રેસને મદદ કરવી જોઈએ. ભડિયાદમાં દાદા મળ્યા. કહ્યું, આપણે રાજયરચનામાં ભાગ લેવો જોઈએ. ભાગ લીધા વિના આપણે ટીકા નહીં કરી શકીએ. તેઓ એક વડીલ રહ્યા છે. આત્મીયતા પણ ખૂબ છે અને વધતી રહી છે. પહેલી ચૂંટણી વખતે તેઓએ પણ મદદ કરી. કિશોરભાઈ (મશરૂવાળા) કહેતા હતા. લોકસેવકોએ તટસ્થ રહેવું. દાદા ધીમે ધીમે તટસ્થ થતા ગયા, પણ મેં કહ્યું, આપણે શુદ્ધિ માટે ભાગ લેવો જોઈએ. પણ પછી તો તેઓ ચીન ગયા. ત્યાંથી આવીને વિનોબાજીને મળી ભૂદાનમાં સક્રિય બન્યા અને તટસ્થ થતા ગયા. ચીન જતાં પહેલાં મને લાગેલું કે આ ભૂલ થાય છે. મેં તેમને ચેતવ્યા કે, શાંતિ પરિષદ જેમના દ્વારા રચાઈ છે અને જે લોકો આપને ચીનનું આમંત્રણ આપે છે તે વિશે વિચાર કરવો જોઈએ. આપની પ્રતિષ્ઠાનો લાભ એ લોકો લઈ જાય છે, તે ઠીક નથી. પણ તેમની તીવ્ર ઈચ્છા હતી. એમણે કહ્યું કે હું કોઈના દબાણમાં નહીં આવું. મારે તો ગામડાંનો અભ્યાસ કરવો છે. શાંતિ સમિતિ પત્રિકા ઉપર દાદાએ સહી કરેલી મારી પાસે પણ સહી માટે આવ્યા. મેં વિચાર્યું. જે શાંતિનો ફિરસ્તો છે તે પંડિતજી (જવાહરલાલ)ની સહી ન હોય તો કંઈ કારણ હોવું જોઈએ. એટલે મેં મહાસમિતિની મિટિંગ ચાલતી હતી તે વખતે પંડિતજીને ચિઠ્ઠી લખી પુછાવ્યું. તો તેમણે કહ્યું, આપણે શાંતિ જ ચાહિએ છીએ. હું કહેવા એ જાઉં છું કે દાદા ચીનથી આવ્યા પછી બબલભાઈ ચેતી ગયા અને એમને સીધા વિનોબાજી પાસે લઈ ગયા અને એ ભૂદાનના કામમાં લાગ્યા. ભૂદાનમાં સર્વ પક્ષના માણસો હોય છે. પણ ગમે તેવા પક્ષના માણસો એ પ્રકારે એમની પ્રતિષ્ઠા લઈ જાય તે બરાબર નથી. પણ વિનોબાજી સંતપ્રકૃતિના પુરુષ છે. તેમને તો બધે જ આત્મા દેખાય, પારડીનો પ્રસંગ આવ્યો. મુંબઈનો પ્રશ્ન આવ્યો. ત્યારે મેં લખ્યું. તમે નિવેદન બહાર પાડો, પણ ના બન્યું. સંત વિનોબાજી પવિત્ર પુરુષ છે. બાપુના અનુગામી છે પણ ગમે તેટલી વ્યક્તિગત પવિત્રતા હોય તો પણ સામાજિક કામોમાં ચારિત્ર્યનિર્માણ માટે ખૂબ જાગૃતિ રાખવી જોઈએ. મોરારજીભાઈને હું લખ્યા કરતો હતો. તમે આખા કાર્યક્રમમાં ઓતપ્રોત થઈ જાઓ અગર તો દેશને ઊંચે લઈ જવાય તેવા કાર્યક્રમ થાય તેવું વાતાવરણ
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૭૯