________________
કેળવણી પણ બંધ થશે અને ગુજરાતીની ફી ૮ આના છે તેને બદલે અંગ્રેજીની ફી ત્રણ રૂપિયા થશે. વળી, ગુજરાતી, હિંદી ભાષાની પ્રતિષ્ઠા વધશે નહિ.
(૨) દારૂબંધી રદ્ કરવા માટે વિરોધ પક્ષો જોરશોરથી પ્રચાર કરે છે. ઘેર ઘેર ગણાય છે. એ બહાનું બતાવે છે પણ જાહેર રીતે તો બંધ છે જ. એટલે તે કોઈ રીતે બંધ ન થવી જોઈએ.
- બીજા કામોમાં સાણંદના ભાઈએ ખેડૂત મંડળની શિસ્ત નહીં પાળેલી. તેથી તેમને રાજીનામું આપવા કહેલું. છતાં તેમણે ના આપ્યું એટલે એવું ઠરાવ્યું કે, નવા વરસમાં બળદેવભાઈને ખેડૂત પ્રતિનિધિ તરીકે છે. પ્ર. તરીકે ન લેવા અને મંડળ સામે જે અશિસ્તભર્યું વલણ લીધું તે બધા ઠપકાની નોંધ લઈ મંડળના મુખ્ય કાર્યકરો તેમને પત્ર લખે. એક-એક ઉપવાસનો શુદ્ધિપ્રયોગ કરશે.
મંડળની ઑફિસમાં ચોરી થઈ. તે બાબતમાં નિર્ણય લેતાં ખૂબ ચર્ચાઓ થઈ. બધાંને વહેમ .......... ઉપર આવે છે. મહારાજશ્રીને પણ એમના ઉપર શંકા છે. ભૂતકાળમાં તેમણે આવી ઘણી ભૂલો કરેલી છે, પણ ચોક્કસ પુરાવા સિવાય દોષિત કેમ ઠેરવવા ? એટલે બે વિકલ્પ સૂચવાયાં : એક તો તેમને નિર્દોષ માની અમર્યાદિત મુદતનો આશ્રમવાસીઓએ શુદ્ધિપ્રયોગ કરવો. અગર તો તેમને ઑફિસ કામથી છૂટા કરવા. છેવટે શુદ્ધિપ્રયોગ કરવાનું ઠરાવ્યું.
સાંજના ત્રણેક વાગે લોકલ બોર્ડના પ્રમુખ ડૉ. છોટાભાઈ અને ચિલોડાવાળા મોહનભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા. શ્રી ઢેબરભાઈ પણ આવવાના છે એટલે રસ્તો જોઈ લેવાય એ દૃષ્ટિ પણ હતી. બેએક કલાક મહારાજશ્રી સાથે ઘણી વાતો થઈ. ડૉક્ટરો પોતાના સ્વાર્થ માટે કેટલી ખરાબ દવાઓ વાપરે છે તે કહ્યું. પીંપળજ અને શાહવાડી ગામો, જે અમદાવાદના ગટરના પાણીથી હેરાન થતાં હતાં તેઓએ શ્રી શાંતિલાલ શાહને નજરે બતાવ્યું અને તેઓના પ્રયત્નથી એ ગામોને બીજે ફેરવવાની વ્યવસ્થા થઈ.
શ્રી ઢેબરભાઈ સોમનાથ મેલમાં આવવાના હતા એટલે ચાર વાગે ઊતરે તો કદાચ વહેલા આવી શકે અને આરામ લઈને આવે તો આઠ વાગે આવે. ગામલોકો, ખેડૂત મંડળના આગેવાન પ્રતિનિધિઓ, હરિજનો વગેરે સૌ તૈયાર થઈને તળાવની પાળ ઉપર બેઠાં હતાં. લગભગ આઠ વાગે
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું