________________
તેમણે કહ્યું, ૧૦મી તારીખે એ અમરસિંહભાઈનો છોકરો સાંતીએથી આવતો હતો ત્યારે એક કાઠીના છોકરાએ તેનો પરોણો ઊંચકી લીધો. આ ઉપ૨થી છોકરાનો ૬૨ વરસનો બાપ ઠપકો આપવા જતો હતો. હાથમાં કંઈ હતું નહિ, માથું ઉઘાડું હતું. ત્યાં જ રસ્તામાં એક કાઠીના છોકરે માથામાં લાઠી ફટકારી ડોસા પડી ગયા. એટલે તેમના છોકરા જે નજીક હતા તેઓ દોડ્યા. પછી તો હોહા થઈ. બંને પક્ષો એકઠા થયા અને મારામારી ચાલી. ચાર ચાર માણસો બંને પક્ષના ઘવાયા. આમ વેરઝેર આગળ ચાલ્યું.
આજે ખાંભડાવાળા અમરસીભાઈ આવ્યા હતા. તેમને કાઠીઓ સાથેની તકરારમાં વાગ્યું હતું. માથામાં ઘા થયો પણ હવે રૂઝ આવી જશે એમ લાગે છે. તેઓએ ત્યાંના બનાવનું બયાન આપ્યું. કાઠીના છોકરાએ પોતાના દીકરાનો પરોણો ખૂંચવી લીધો. તકરાર જેમતેમ કરાવવી હતી. છોકરો ઘેર આવ્યો. પોતાને ગુસ્સો ચઢ્યો એટલે ધારિયું લઈને બહાર નીકળ્યો પણ તેમના બાપુએ અટકાવ્યો. કહ્યું, હું જઈને ઠપકો આપી આવું છું. કાઠી મોડાભાઈની વહુએ કહ્યું, ત્યાં જવા જેવું નથી. પણ બાપાએ કહ્યું, મારે કોઈની સાથે વેર નથી એટલે ઉઘાડે માથે ગયા. રસ્તામાં જ એક કાઠીના છોકરાએ માથામાં ડાંગ ફટકારી, બાપા પડી ગયા. એટલે હું (અમરસીભાઈ) દોડ્યો. મારો છોકરો આવ્યો તો તેના માથામાં પણ વાગ્યું, તે પડી ગયો. મને માથામાં ધારિયું વાગ્યું, ચક્કર આવી ગયાં પણ સ્થિર થઈ ગયો. પછી તો મેં ધારિયું વીંઝવા માંડ્યું. આવી જાઓ જેને આવવું હોય તે... ને પછી તો લોકો આવી પહોંચ્યા. કાઠીઓ પણ બંદૂક વગેરે લઈને આવ્યા અને પડકાર્યાં કે, આમેય મરવું તો છે જ. આવી જાવ.. જેને આવવું હોય તેને પછી છૂટા પડ્યા. ઘાયલોને દવાખાને લાવ્યા.
નાનચંદભાઈએ ખાંભડાની શુદ્ધિ અર્થે ત્રણ ઉપવાસ સારંગપુરમાં શરૂ કર્યાં.
આજે જવારજથી કાનભાઈ જાદવ સહકારી મંડળીનો હેવાલ છાપવામાં મહારાજશ્રીનો સંદેશો લેવા આવ્યા હતા.
આજે બપોરના અંબુભાઈ, ફૂલજીભાઈ, વીરાભાઈ, જયંતીભાઈ, રંભાબા, ભડિયાદના બે ભાઈઓ કેસુભાઈ, હરિભાઈ વગેરે આવ્યા. તો ગુજરાત પ્રદેશ સમિતિની કાર્યવાહી મહારાજશ્રીને મળી તેનો અહેવાલ ગુજરાત
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૭૫