________________
વધારા થયા. નવું પણ લખાયું. મોડી રાતે કુરેશીભાઈ વગેરે ધંધૂકા ગયા. સવા૨ના અંબુભાઈએ પ્રાર્થનામાં ‘વૈષ્ણવજન’ ગીત ગાયું. મહારાજશ્રીએ ઉપવાસને લગતું પ્રાસંગિક કહ્યું.
સવારના ૬-૧૫ મિનિટે આજે સ્વાતંત્ર્યદિન હોવાથી પ્રભાતફેરી, સફાઈ અને ધ્વજવંદન રાખ્યાં હતાં. ૮-૩૦ વાગે ધ્વજવંદન છોટુભાઈના હાથે થયું. તેમાં મહારાજશ્રીએ ઉપવાસની જાહેરાત કરી અને શા માટે તેનો મર્મ સમજાવ્યો.
તા. ૨૮-૧-૫૭ :
આજે બપોરના છોટુભાઈએ મહારાજશ્રીને માલીશ, સ્પંજ કર્યું. આજે ત્રીજો ઉપવાસ છે. જૈન સ્થાનક ગુરગાંવ (પંજાબ) ‘આનંદઘન એકવીસી’ બુક બીજી અને ‘મહાવીર જીવન' વિશે ૧૦૦૦ શ્લોકોની બુક અને જિ. બુકપોસ્ટથી રવાના કર્યાં.
કુરેશીભાઈ મોટર લઈને મળવા આવ્યા હતા. ચૂંટણી અંગે વાતો ક૨ી, કેટલીક વ્યવસ્થા વિચા૨ી. તાલુકાની સ્થિતિનો ખ્યાલ લીધો. તેઓ ગયા. આજે ગામડેથી લોકો આવવા શરૂ થયા છે. સાંજથી ચૂંટણી અંગેનો તાલુકાનાં મુખ્ય ખેડૂતોનો એક વર્ગ શરૂ થશે.
પ્રાર્થના બાદ વર્ગની શરૂઆત થઈ. પ્રથમ મહારાજશ્રીએ પોતાના ઉપવાસ શા માટે તે અંગે કહ્યું. ગામડાં અને કૉંગ્રેસ એ બે સંસ્થાની હસ્તી અને સંધિ થઈ દેશ અને દુનિયામાં શાંતિ લાવી શકાશે. ગામડાંએ જાતે આજે આગળ આવીને બતાવી આપવાનું છે કારણ કે રાજકીય માતૃત્વ તેણે કૉંગ્રેસને આપ્યું છે. ખરા દિલની વેદનાપૂર્વક તેમણે પ્રસંગો વર્ણવીને બીજી વિગતો કહી હતી.
બપોરના મહારાજશ્રીએ છોટુભાઈ, મણિભાઈ, અંબુભાઈ, નાનચંદભાઈ અને પ્યા૨અલીભાઈ સમક્ષ કેટલીક ગંભીર વાતો કરી. પ્રથમ તો એકલપંડે ચૂંટણીનું કામ મને ઢીલું લાગશે, તો તા. ૯મીએ પા૨ણાં થશે. અગિયારમીએ હું પ્રવાસ શરૂ કરી દઈશ. થોડાં ભાઈઓ સાથે હશે. તેઓ ચારેક ગામ જઈને આવે અને ખબર આપે. રાણપુર અને કનેરે વિભાગ કાચો છે. ધંધૂકા તાલુકામાં આપણી ફરજ વગેરે કહ્યું. બીજી વાત એ કરી કે, ગ્રામસંગઠન અને કૉંગ્રેસનું જોડાણ ઘણું અગત્યનું છે. એ સિવાય બેમાંથી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૩૫