________________
તા. ૮-૫-૫૭ : વિંછીયા
મખિયાવથી નીકળી વિંછીયા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો એક કોળી ભાઈને ત્યાં રાખ્યો હતો. આ બાજુના ગામોમાં દરબારોની વસ્તી વધારે છે અને લોકો બહુ જાગૃત નથી. તેમ છતાં સભામાં સારી સંખ્યાની હાજરી હતી.
તા. ૯-૫-૫૭ : ગોરજ
વિંછીયાથી ગોરજ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં જૈન મંદિર છે, પણ જૈનોનું એક પણ ઘર નથી. તા. ૧૦, ૧૧, ૧૨-૫-૫૭ : સાણંદ
ગોરજથી નીકલી સાણંદ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો ડૉ. શાંતિભાઈના મેડે રાખ્યો હતો. કાર્યકરોએ તથા ગામલોકોએ સ્વાગત કર્યું.
આવીને થોડુંક પ્રાસંગિક કહ્યા પછી મણિબહેન સાથે હરિજનવાસમાં ગયા. અહીં હરિજન છાત્રાલય ચાલે છે. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘે બાલમંદિર માટે સાડા ત્રણ વીઘા જમીન ખરીદી છે. હમણાં તે જમીન ઉપર ૧૦,૦૦૦ના ખર્ચે સંસ્કાર મંદિર ચણાઈ ગયું છે. આ બધું જોયું. સાંજના પ્રાયોગિક સંઘ સંચાલિત ઇસ્પિતાલ અને પ્રસૂતિગૃહ જોવા ગયા. અમદાવાદથી પાંચ ડૉક્ટરો દર રવિવારે આવે છે અને જુદા જુદા દર્દીની તપાસ કરી દવા આપે છે.
સવારમાં પ્રાર્થના પછી મહારાજશ્રીએ જણાવ્યું કે પ્રાચીન કાળમાં ક્ષત્રિયો, બ્રાહ્મણો દ્વારા જનતાનાં કામ થતાં. તો તે કામ સુંદર અને સંસ્કૃતિને સાચવનારું બનતું. આજે એ રીતે કામ કરવું જોઈએ.
કૉંગ્રેસ ક્ષત્રિય સંસ્થા છે, રચનાત્મક કાર્યકરો બ્રાહ્મણો છે અને ગામડાં એ જનતા છે. સાધુઓ પ્રેરક છે. આ બધાંએ કડી બની સંસ્કૃતિ સાચવવાની છે.
એક દિવસ અમદાવાદથી લક્ષ્મીચંદ સંઘવી, વાડીભાઈ જમનાદાસ અને રસિકભાઈ મોદી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. છેલ્લા દિવસે જુદી જુદી સંસ્થાઓની મિટિંગ રાખી હતી. તેમાં કુરેશીભાઈ, ફૂલજીભાઈ, હરિવલ્લભભાઈ, પ્રતાપભાઈ, અંબુભાઈ, નવલભાઈ, છોટુભાઈ વગેરે આવ્યા હતા. ગ્રામઉદ્યોગો વિશે વાતો થઈ. પ્રાયોગિક સંઘના પ્રમુખ તરીકે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૧