________________
નાનું છે, પણ તેની ભાવના મોટી છે. તમારી ભક્તિ જોઈને અહીં તમને પૂછ્યા વગર આવવાનું મન થાય છે. અહીંથી ગણોતધારા શુદ્ધિપ્રયોગનો નિર્ણય બનાવેલો. ગઈ ચૂંટણી પછી ગુજરાતના ધારાસભ્યોને નોતરેલા અને
આ આગમને ગ્રામસંગઠન અને કૉંગ્રેસ વચ્ચેના સમન્વય માટે ઐતિહાસિક નિર્ણય લેવાશે. તા. રપ-૧-પ૭ :
આજે ભીખુભાઈનો પત્ર આવવાનો હતો. ખસથી ટપાલ આવી પણ તેમાં પત્ર ના નીકળ્યો. સાંજના હરિભાઈની ટપાલ આવી. મગનભાઈનું કાર્ડ હતું. તેમાં ખસનાં સરનામે વિગતવાર ટપાલ લખી છે તેમ જણાવ્યું છે. મહારાજશ્રીએ ઉપવાસનો નિર્ણય લેવો કે નહિ, એ પત્ર ઉપર અવલંબિત હતું એટલે હરિભાઈએ એક ભાઈને મોકલેલો કે સાઈકલ ઉપર અહીંથી જાય અને રાત્રે પત્ર લઈને પાછો આવે. પણ સાંજના ચારેક વાગ્યે ચોગઠવાળા ધારાસભ્ય ઘનશ્યામભાઈ પટેલ અને બોરીદય બચુભાઈ વગેરે આગેવાનો મોટર લઈને મહારાજશ્રીને મળવા આવ્યા. ઘણે દૂરથી આવ્યા. તેમણે કહ્યું કે અમે ખસ જઈને બાબુભાઈને કહી આજની ટપાલ સાઈકલસવાર મારફતે તુરત મોકલી આપીશું. એટલે અહીંથી માણસ ના મોકલ્યો પણ ખસથી સ્ટેશન માસ્તરે તારમાં તગડી કહેવડાવ્યું કે, મોટર પહોંચી ગઈ છે. મહારાજશ્રીની ટપાલ આજે આવી નથી એટલે મૂંઝવણ થઈ કે, હવે નિર્ણય કેવી રીતે લેવો ? ૨૬મી તારીખે ઉપવાસ કરવાનું વિચારેલું પણ પત્રની અપેક્ષા ઉપર આધાર હતો. ત્યાં કુદરતી રીતે જ અંબુભાઈ આવી ગયાં તેઓ મગનભાઈ પાસેથી એ પત્રની નકલ લેતા આવ્યા. પત્ર વાંચ્યો. એમાં ઉપવાસ કરવા પડે તેવી સ્થિતિ હતી. મગનભાઈ જે ફોર્મ્યુલા લઈને ગયા હતા, તેનો અમલ જ ના કર્યો અને જે દલીલ રૂબરૂ કરેલી તે જ કાગળમાં લખ્યું હતું. કુરેશીભાઈ, હરિભાઈ અને છોટાલાલભાઈ રાત્રે આવ્યા. બધાંએ સાથે બેસી કાગળ ઉપર વિચાર કર્યો. છેવટે ઉપવાસ સવારથી શરૂ કરવા એમ નક્કી થયું.
રાત્રે પ્રાર્થનામાં અંબુભાઈએ, “તું તારા દિલનો દીવો થાને રે..” એ ગીત ગાતાં ખૂબ લાગણીવશ થઈ ગયા. થોડીવાર બોલી શક્યા નહીં. મહારાજશ્રીની અગ્નિકસોટી તેમની સન્મુખ હતી એટલે આમ બન્યું. રાત્રે બાર વાગ્યા સુધી ઉપવાસ, મગનભાઈ, કોંગ્રેસ ગ્રામસંગઠન, ચૂંટણી વગેરે અંગે વાતો ચાલી. “વિશ્વવાત્સલ્ય” માટે લખેલો લેખ વંચાયો. તેમાં સુધારા३४
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું