________________
આપ્યો. મહારાજશ્રીએ પછાત વર્ગો, ગામડાં અને નારી સમાજના પ્રશ્નો વિશે કહ્યું હતું. નારીસમાજને પ્રતિષ્ઠા શા માટે આપવી તે અંગે લંબાણથી કહ્યું હતું.
બીજે દિવસે સવારમાં ભંગીવાસમાં બધા ગયા હતા. ત્યાં ભંગીઓએ ખેતીનો જે પ્રયોગ કર્યો છે તે અંગે આવક-જાવકના આંકડા જોવા હતા. તેઓ અંદરોઅંદરના મતભેદને લીધે અલગ અલગ પડી, ખેતી કરવાની તૈયારી કરતા હતા. તેમને સમજાવ્યા કે જો અલગ પડી જશો તો ખેતીખર્ચ પોસાશે નહિ, કાર્યકરો ખસી જશે. એટલે દેવાવાળા તકાદો કરશે. પરિણામે તમારી દશા જેવી હતી તેવી જ થઈ જશે સમજાવ્યું હતું. ગામના વેઠવા૨ા અંગે તેમને મતભેદ હતો. તેના વાસ, માસવાર નક્કી કરી આપ્યા હતા. આ કામના બદલામાં ગામ તરફથી ખોરાક-અનાજ વગેરે મળે છે. બાદમાં તેમના ઘરો વગેરે જોવા ગયા હતા. ભૂદાનની મળેલી ૭૨ વીઘા જમીન તેમને આપી છે. બળદ અને ગાયો પણ અપાવી છે. વાછરડા પણ અપાવ્યા છે. ઝાંપથી બળદેવભાઈ આવ્યા હતા. કાર્યકરો આજે ગયા.
આપણા દેશની અંદર લોકશાહીનો પ્રયોગ જૂના વખતથી ચાલ્યો આવે છે. જો એમ ન હોત તો ધોબીના વચનથી સીતાને વનમાં ન મોકલ્યાં હોત. અલબત્ત, તે દિવસે ચૂંટણી નહોતી પણ ક્ષત્રિયોને પૂરેપૂરી ગાદી અપાતી પણ ક્ષત્રિય માટે ભાગે પડતા ગયા તેમ રૂપાંતરો થતા ગયા. પછી તો પરદેશી સરકાર આવી. જ્યાં સુધી અમુક વર્ગના હાથમાં કાંઈ ચાલતું હોય છે ત્યાં સુધી કોઈને ફેરફરક કરવાની ફુરસદ હોતી નથી. ધર્મગુરુઓ પણ પોતાની ફરજ ચૂકે છે.
છેલ્લાં કેટલાંય વરસોથી આપણે ત્યાં કૉંગ્રેસ કામ કરે છે. લોકાભિપ્રાય ઓળખવો શી રીતે ? ધોબીના વચનથી સીતાને વનમાં મોકલવાં તે યોગ્ય હતું કે નહીં તેનો જવાબ કોણ આપે ? રાજયાભિષેક વખતે દશરથ ગુરુ વસિષ્ઠની સલાહ પૂછે છે. વસિષ્ઠ મહારાજને બોલાવી અભિપ્રાય લે છે. આજના યુગે ગ્રામસંગઠનરૂપી મહાજનનું બળ ઊભું કરવું પડશે, જેમ તે વખતે ક્ષત્રિય વર્ગ હતો તેમ રચનાત્મક કાર્યકર વર્ગ - ઋષિમુનિઓ હતા. તેઓ મહાજન, રાજા, લોકો સૌને દોરવણી આપતા. આ બધા પ્રશ્નો બતાવી આપે છે કે તે વખતે લોકશાહી હતી. આજે પ્રકાર બદલાયો છે પણ લોકશાહી છે. ભારતનો વતની હોય, અમુક પ્રકારના ગુનાહિત કાર્યોવાળો સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૫૭