________________
કરે તેવી સ્થિતિ સર્જવી જોઈએ. ત્યારે આપણે ગામડાંનું વ્યક્તિત્વ ખીલવવા અને શુદ્ધ થાય તેવી પ્રક્રિયા ઊભી કરી પછી કૉંગ્રેસમાં જાય તેમ ઇચ્છીએ છીએ. વળી આપણે કૉંગ્રેસ વિરોધી પક્ષોને ઠેકાણે ત્રીજો પ્રેરક પક્ષ ઊભો કરવામાં માનીએ છીએ. આ બધી વાતો થઈ. એક બાજુ ખૂબ આનંદથી વાતો કરતા હતા. ઘણા નજીક આવવાનું બન્યું. જો કે સમય ઓછો હતો નહીં તો ઘણા ખુલાસા થઈ શકત. ગેરસમજ દૂર થઈ શકે અને એકબીજાના દષ્ટિબિંદુ સમજી નજીક આવી શકાય. ફરી કોઈવાર મળવા બધાએ ઇચ્છા રાખી છે.
બપોરના જમીને બધા ગયા. મિટિંગ હોવાથી કાશીબહેન પણ અમદાવાદ જઈને સાંજે પાછા આવી ગયાં. ચચમાં અંબુભાઈએ ભાગ લીધેલો. તેઓ પણ એ જ મોટરમાં બગોદરા ગયા. સાંજના કમિજલાથી બે ભાઈઓ મળવા આવ્યા હતા. તા. ૧૯-૪-પ૭ :
આજે દિવસે મહારાજશ્રીએ વિશ્વવાત્સલ્યના લેખો લખવાનું કામ કર્યું. સાંજના મામલતદાર ને ગાંગડ દરબારના કારભારી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ગણોતધારા ને પટ અંગે ઠીક વાતો થઈ. રાત્રે ગાંસદના દામોદરભાઈના પ્રશ્ન અંગે શનાભાઈ તથા તેમના પંચ, ઈશ્વર મહારાજ પાસે આવ્યા. કહે, મહારાજ આ પ્રશ્ન તમે હાથમાં લો તો જ પતશે. મહારાજે તેમને સમજાવ્યા કે મારી કેટલીક મર્યાદા છે. હું વ્યક્તિને મહત્ત્વ આપતો નથી. લોકો દ્વારા કામ લેવામાં માનું છું એટલે એમાં પંચ નિમાયું છે. પંચે એ કામ કરવું જોઈએ.
આજે બધાનું જમવાનું કેશુભાઈને ત્યાં હતું. કાશીબહેને સાંજના શ્રીખંડ-પુરી બનાવ્યાં. સવારના પહેલા મીરાંબહેન અને બીજા માટે ઢોકળાં બનાવી દીધાં. કાશીબહેન આખો દિવસ હસતે મોઢે ભારે કામગીરી બજાવી રહ્યાં છે. રાત્રે અને દહાડે દર્દી માટે “કાશીબા ચાલો” અને કાશીબા તૈયાર જ હોય. રસોઈ બનાવવી, પાણી ભરવાનું, કપડાં ધોવાં અને દવાખાનું ચલાવવું – બધું જ કામ જાતે જ કરે છે. ભાઈલાલભાઈ કંપાઉન્ડર પણ સારા મળ્યા છે. તે પણ હોંશથી બધામાં મદદ કરે છે. અહીં કાશીબહેન નામે એક ભરવાડ બાઈ છે, તે ભલી છે. મંદિર બનાવ્યું છે. એક રાવળબહેન જીવીબહેન પણ ભક્ત છે. બંને પવિત્ર બાઈઓ છે. ગામડાગામમાં પણ ભક્તિનાં બીજ કેવાં ફોરે છે તે આવા દૃષ્ટાંતોથી જાણી શકાય છે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૫૫