________________
હોય, ગાંડો ન હોય, તેનો ઉમેદવાર ઊભો ન રહી શકે. આવતી કાલે એવો વિચાર આવે કે અમુક સંપત્તિ હોય અથવા અમુક પ્રકારે સંપત્તિ એકટા કરતો હોય તેવી વ્યક્તિ ઉમેદવાર નહિ પસંદ કરાય. આ પ્રશ્ન જરૂરી છે. ગઈ કાલે જમીનનો પ્રશ્ન ચર્ચાયો. કોઈ કહે છે - જમીનની ટોચમર્યાદાનો કાયદો થાય છે તો રૂપિયાની ટોચમર્યાદા કેમ ન બાંધે ? તેની મિલકત કેમ લઈ લેવામાં આવતી નથી ? ધંધાનો વિચાર કરીએ તો દરેકને ધંધો મળવો જોઈએ. પછી તે શિક્ષક, ગ્રામ ઉદ્યોગ કે બીજી રીતે. તો તો કોઈપણ પ્રશ્ન રહેતો નથી. આ બધું રાજ્ય એકલું કરી શકે ખરું ? ચીન જેવું કરીએ તો રાજય કરી શકે પણ એ રસ્તો ખોટો છે. વહાણમાં બેઠાં હોય તો ડગુમગુ થાય ત્યાં જાન બચાવવા બચકો છોડવો જોઈએ. દરિયામાં નાખવો જોઈએ. ન હોય તેને તો કંઈ નાખવાનું છે જ નહિ. આવું અત્યારે છે. બધાને રોટલો કેમ મળે તે જ સવાલ છે. પોતાની સલામતી માટે પણ બીજાને રોટલો આપવો જોઈએ. નહિ તો લોકશાહીમાં રૂપિયા વગરના લોકો પોતાનું રાજય સ્થાપી પોતાને ગમે તેવા કાયદા કરી શકે છે. આ સ્થિતિમાં આપણે ગ્રામસંગઠનરૂપી મહાજનો ઊભાં કરી કાયદા કરતાં સમાજનો કાયદો ઊભો થાય તે જ કામ આપણે કરવાનું છે. તા. ૨૭-૪-૫૭ : દેહગામડા
આદરોડાથી નીકળી દેહગામડા આવ્યા. વચ્ચે રાણિયાપરા આવ્યું હતું. અંતર ચાર માઈલ હશે. ઉતારો પ્રાયોગિક સંઘના મકાનમાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું. દિવસે ખેડૂતો સાથે જમીન અંગે વાતો કરી. એક મુદ્દો એ નીકળ્યો કે, ક્યારીનો આકાર પીયતના દર ભેગો ગણાતો હોય તો સરકારને ભરવામાં વાંધો નથી પણ જમીનદારને એ ગણતરીએ ચાર ગણા ભરવાના આવે તો વધુ જાય. સરકારી નિયમ આકારની (પીયતમાં) ચાર પટ ભરવાના છે નહિ કે પીયતદર સાથે ચાર પટ ભરવાના. આનો ખુલાસો કરવા મામલતદાર ઉપર કાગળ લખી અંબુભાઈને મોકલ્યા.
રાત્રે વીરાભાઈ આવ્યા હતા. જાહેરસભા રાખી હતી. મહારાજશ્રીનું ગળું બેસી ગયું હતું એટલે મેં અને વીરાભાઈએ વાતો કરી હતી. દેહગામડાની વસ્તી પ૭પની છે.
અહીં સર્વોદય યોજના તરફથી સંઘના મકાનમાં શાળા ચાલે છે.
૫૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું