________________
છોકરાનું જે પંચ છે તેમાં ૧૦ ગામના લોકો છે. એ પંચની રૂબરૂ હરિપરના મોહન ગટોરે ૨૦૦ રૂપિયા વાર્ષિકની કબૂલાત આપી. માલિક ધોળકાના વિઘા ૧૦૦ જાંતરડાના ઓછું દેવાને ૨૦૦ રૂપિયા થાપણ તરીકે પૂરવાળા પાસે છે, તેમાંથી દોઢી-અધોઢી સાડા ચાર લેખે આપી છે. ઘઉં બી લીધેલું તે પાછું આપ્યું. ઘઉં ના વેચ્યાં. જણસ બે છે. છોકરાના મામા પાસે રંગપુરના મકાન માનસંગ સગીરોના મામા થાય છે, તેમના નામે જમીન છે.
રાત્રે જાહેરસભા થઈ હતી. સારી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. સહકારી મંડળી વિશે સમજાવ્યું. આ ગામ સાથે દશ ગામની સંયુક્ત મંડળી ચાલે છે.
ગુંદીથી હરિભાઈ ટપાલ લઈને આવ્યા. ગુજરાત સમિતિના પ્રમુખ મગનભાઈ, શ. બાપુ ૧૭મી આસપાસ મળવા ઇચ્છે છે તેનો જવાબ લખ્યો. દાદાને પત્ર વાંચીને પાછો આપ્યો. તા. ૧૨-૪-૫૭ : આણંદપુર
ધોળીથી નીકળી આનંદપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયત ઑફિસમાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું. આ ગામ સૌરાષ્ટ્ર વિસ્તારનું છે. બલોલથી પાનાચંદભાઈ આવ્યા હતા. ગામે પ્રગતિ સારી કરી છે. નિશાળનું મકાન દીવાલ સાથે સુંદર બાંધ્યું છે. રમતના સાધનો ગોઠવ્યા છે. નાળાં, કૂવા વગેરે જોઈને સૌરાષ્ટ્રની પ્રગતિનો ખ્યાલ આવે છે. તા. ૧૩-૪-પ૭ : મીઠાપુર
આનંદપરથી નીકળી મીઠાપુર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અમારી સાથે એક માણસ અને દંપરાના એક ભરવાડ ભાઈ વાલા જોધા હડાલા આવ્યા હતા. એમણે છ જણે ૧૨૦ એકર ભાઠો જમીન ખેડી છે. સરકારે આપી છે પણ સાધન નહીં હોવાથી ખેડી શકતાં નથી. બાર જપાએ ફરી આવ્યા. એમને જો વાર્ષિક સો રૂપિયા હપતે ૧૨00ની લોન મળે, અગર ભૂદાનમાંથી એક-એક જોડ બળદ મળે, અગર કોઈ ખાતામાંથી પાંચસો રૂપિયા સબસીડી મળે. આ પ્રમાણે પુષ્પાબહેન મહેતાને અમે પત્ર લખ્યો છે.
મીઠાપુર ગામમાં કોળી અને ભરવાડ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. સામસામા દાવા થયા છે. આવો પ્રશ્ન આજુબાજુના ગામોમાં પણ બનશે એમ ૫૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું