________________
વિઘ્નો આવશે. આ પ્રયોગમાં હજુ કેટલાંકને શ્રદ્ધા નથી. ઉપવાસો કરીને જાતને ખોઈ નાખવાનો પ્રશ્ન નથી પણ પ્રાણ-પ્રતિષ્ઠાનાં ત્યાગની તૈયારી તો રાખવી જ પડશે. ગ્રામરાજ્યની આજે પૂર્ણાહુતિ થાય છે પણ બીજી રીતે પૂર્ણાહુતિ નથી. આવતી કાલનો પ્રારંભ થશે. દુનિયા ટૂંકી થઈ ગઈ છે એટલે દેશ અને દુનિયાનો વિચાર આપણે કરવો પડશે. જે કુટુંબીઓએ જાતત્યાગ કરી છે તેમને એક કુટુંબ માનીને આપણે નિભાવવાના છે. પ્રેરણા અંતઃકરણમાંથી મળવાની છે. ખૂબ જ કામ કરવાનું છે. માર્ગ વિકટ છે પણ સાચા કામમાં ભગવાન મદદ કરે જ છે. ચારેક કુટુંબે જમીન છોડ્યા પછી પણ કાંઈ બદલાની આશા રાખી નથી. તેને જાતે નિભાવી લેશે પણ આપણે તો આપણાં કુટુંબીજન ગણવાં પડશે. અમેરિકા પાસે જમીન આપણે કઈ રીતે માગીશું ? ત્યાગ અને બલિદાનથી જ એ શક્ય બનશે.
તા. ૨, ૩-૪-૫૭ : ગાંફ
ઉમરગઢથી નીકળી ગાંફ આવ્યા. અંતર સવા માઈલ હશે. સાથે ત્રણ-ચાર ભાઈઓ આવ્યા હતા. ગામલોકોએ સ્વાગત કર્યું. આવીને પ્રાસંગિક કહ્યું. ફૂલજીભાઈ આગળથી જ આવી ગયા હતા. બપોરના મહાગુજરાત ચૂંટણીમાં પસંદગી સિદ્ધાંત અને વ્યવહાર એ અંગે સારી એવી ચર્ચા ચાલી. તા. ૭, ૮-૪-૫૭ : ખડોલ
હિરપરથી નીકળી ખડોલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. સાંજે અંબુભાઈ અને હરિવલ્લભભાઈ આવ્યા હતા. પ્રતાપભાઈ અહીં જ હતા. રાત્રે જાહેરસભા થઈ હતી. તેમાં ગામની સર્વે કરવા અંગે સમજણ આપી હતી. પ્રતાપભાઈ અને અંબુભાઈએ એ વિશે ખાસ કહ્યું.
તા. ૧૦-૪-૫૭ : ખસ
રોજકાથી નીકળી ખસ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો મંદિરમાં રાખ્યો. ગામે સ્વાગત કર્યું. પ્રાસંગિક કહ્યું. સવારના કુરેશીભાઈ, હરભાઈ, ભીમજીભાઈ આવ્યા હતા. ચૂંટણીના પ્રત્યાઘાતો અંગે વાતો થઈ. કુરેશીભાઈ એક વાર તાલુકાનાં બધા ગામોમાં ફરી આવે, એવો મહારાજશ્રીએ આગ્રહ કર્યો છે કારણ કે જેમણે મત આપ્યાં છે તેમના ઉપર ખોટો પ્રત્યાઘાત ન પડે. વળી, હવે પછી થનાર બીજી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ વગેરેમાં પણ સારી અસર થાય.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૫૦