________________
મૂડીનું વિકેન્દ્રીકરણ થશે. હવે સત્તાનું વિકેન્દ્રીકરણ કેવી રીતે થાય? દિલ્હીને બદલે ગામડાંથી રાજય ચાલવું જોઈએ. કાયદાને બદલે સમાજનો કાયદો કામે લગાડવો જોઈએ. આ બન્નેને માટે સહકારી મંડળી ને પંચાયત રચવી જોઈએ.
આમ પ્રવચનો થઈ રહ્યા પછી ચાર વાગે શુદ્ધિપ્રયોગના નિમિત્તરૂપ જે પાંચ ભાઈઓ હિંમત રાખી ટકી રહ્યા તેને અભિનંદવાનો પ્રોગ્રામ શરૂ થયો. વીરાભાઈએ અને ફૂલજીભાઈએ તેમને ફૂલહાર કર્યા. બાદમાં નાનચંદભાઈએ શુદ્ધિપ્રયોગ અને અન્યાયના પ્રતિકાર વિશે કહ્યું. નવલભાઈએ કહ્યું કે દુનિયાનો ઇતિહાસ મોટી લડાઈઓથી અંકાતો નથી. પણ નાના નાના બનાવોથી લખાય છે. અન્યાય સામે કેવી રીતે લડાય તેથી ઇતિહાસ લખાય છે. સારંગપુર શુદ્ધિપ્રયોગે એક શાસ્ત્ર રચ્યું છે. આજે એ પાંચ કુટુંબોને ફૂલહાર મળ્યા પણ એક દિવસ એમના ઉપર પથ્થર પડતા હતા. ગાળોનો વરસાદ વરસતો હતો. મોટી સંસ્થા તેમની સામે હતી, છતાં વિજય થયો છે. વિજય ન્યાયનો થયો છે. કાયદાથી કેટલું બની શક્યું હોત તે સવાલ છે. સમાજમાં અન્યાય ચાલે છે. તેનું કારણ સમાજ તેને નિભાવી લે છે. એક મોટી શક્તિ સામે એક વ્યક્તિ સામનો નહીં કરી શકે પણ વધારે માણસો ભેગા થઈને સહકાર આપી સામનો કરે તો ન્યાય જરૂર મળે છે. અહીં કદાચ કિંમતની દૃષ્ટિએ જેટલો ફાયદો થયો હશે તેના કરતાં ઘણી મોટી કિંમત આવનાર ભાઈઓને ભાડાં-સમય વગેરેની ખર્ચવી પડી છે. ગુજરાતમાં કોઈ ખેડૂતની જમીન જાય, તે કોઈ પણ ખેડૂત કેમ જોઈ શકે ?
સુરાભાઈએ કહ્યું : અહીંનો શુદ્ધિપ્રયોગ ખેડૂતોનો નહોતો, પણ અન્યાય સામેનો હતો. આ પાંચ ભાઈઓને સન્માનીએ છીએ તે ખેડૂત જનતાનાં પ્રતિનિધિ તરીકે સન્માનીએ છીએ. આવા પ્રશ્નો અનેક ઠેકાણે બનવાના છે. તેવા વખતે ન્યાય અને નીતિની રીતે આવા પ્રયોગથી સંપૂર્ણ ન્યાય અપાવી શકીશું.
જયંતીભાઈએ કહ્યું, કહેવાનું કહેવાઈ ગયું છે. બે વાત કહું. પંદરેક વરસ પહેલાં મહારાજશ્રી માણકોલ હતાં ત્યારે એક ભાઈને પત્ર લખેલો કે, બહારવટું કરવું સહેલું છે. હલ્વે અંતરવટું કરવું જોઈએ. એ અંતરવટું શું ? એ હું અહીં સમજયો, જમીનો માટે ઘણા બહારવટે ચડ્યાં. બહારવટામાં ભાગ્યે જ નીતિ, ન્યાય જળવાતાં હોય. અહીં અંતરવટું ખેલાયું. અન્યાય કરવો એ પાપ છે. તેમ અન્યાય વેઠવો એ પણ પાપ છે. માણસ હિંસાથી
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું