________________
તા. ૧૬-૧-૫૭ થી ૨૨-૧-૮૭ : ખસ
ગંદીથી નીકળી ખસ આવ્યા. ગામલોકોને ખબર નહોતી એટલે સામે બે-ત્રણ ભાઈઓ આવ્યા હતા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો મનસુખભાઈની મેડીએ રાખ્યો હતો. રાત્રે માત્ર પ્રાર્થના જ રાખી હતી. કેટલાક ખેડૂતો આવ્યા હતા. તેમની સાથે વાતો કરી.
મગનભાઈ ૨. પટેલ અને બીજા કુરેશીભાઈ, અંબુભાઈ, ફૂલજીભાઈ વગેરે કૉંગ્રેસી અને ગ્રામસંગઠનના સંબંધો અંગે મહારાજશ્રી ઉપવાસ કરવાનું વિચારતા હતા તે અંગે વાતચીત કરવા આવેલાં. તેમને આનુસંગિક પ્રવચન કહેલું.
રાત્રે ટ્રોલીમાં મગનભાઈ ૨. પટેલ અને પ્રાયોગિક સંઘના કાર્યકરો છોટુભાઈ, કુરેશીભાઈ, અંબુભાઈ અને હરિભાઈ, પ્રાણભાઈ, જયંતીલાલ વગેરે આવ્યાં. બનાસકાંઠાથી ગલબાભાઈ અને ભાયચંદભાઈ પણ મહારાજશ્રીને મળવા આવ્યા. રાત્રે જમીને પછી પ્રાસંગિક વાતો કરી સૌ સૂઈ ગયાં. દિવસે તો મહારાજશ્રીનું મૌન હતું. તા. ૨૧-૧-પ૭ :
આજે સવારતી મગનભાઈ ર. પટેલ સાથે બધાની હાજરીમાં મહારાજશ્રી સાથે વાતોની શરૂઆત થઈ. ખાસ કરીને મહારાજશ્રી ગ્રામસંગઠન અને કોંગ્રેસના સંબંધો કેમ સારા રહે, તેને માટે ખૂબ ઇન્તજાર હોય છે કારણ કે, કોંગ્રેસને શુદ્ધ અને બળવાન બનાવનાર એક માત્ર ગામડાં જ છે. જયારે ગામડાંને બળ જો કોઈ હોય તો તે કોંગ્રેસનું છે. બન્નેની અરસ-પરસ સહાય હોય તો જ દેશ અને દુનિયા અહિંસક પ્રગતિ અને ક્રાંતિ કરી શકે. આ બેમાંથી જો એકની પણ રૂકાવટ થાય તો ધર્મ માટે પણ મોટી હાનિ થાય. આ કારણે જયારે જયારે બેમાંથી કોઈની પણ ક્ષતિ થાય, ત્યારે મહારાજશ્રીને ભારે દુઃખ થાય છે. પાલનપુરના ચાતુર્માસ વખતે પ્રાયોગિક સંઘ અને મગનભાઈ ૨. પટેલ વચ્ચે લેખિત સમાધાન થયેલું કે કોંગ્રેસના રાજકીય માતૃત્વની વાત ઉપરથી નક્કી થઈ ન આવે, ત્યાં સુધી તાલુકાની સપાટીએ ખેડૂત મંડળ અને કૉંગ્રેસ કાર્યકરોએ હળીમળીને ચાલવું અને એકબીજાને કાયોંમાં મદદ કરવી. સામાજિક, આર્થિક બાબતોમાં ગ્રામસંગઠનોની સ્વતંત્ર નીતિ હોય, બૅન્ક એ આર્થિક વિકાસનું સાધન હોઈ ખેડૂત મંડળ તેમાં કોઈપણ કોંગ્રેસી કે વ્યક્તિ સામે ઊભા રહી શકે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૩૧