________________
તો ભારે જિજ્ઞાસુ. નાનામાં નાના બાળકની વાતો સાંભળ્યા કરે. મહારાજશ્રીનું માંગલિક સાંભળ્યા પછી ચરણસ્પર્શ કરી ગદ્ગદિત અવાજે વિદાય લીધી.
બપોરના અહીં બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. બહારગામના લોકો પણ આવ્યા હતા. ઝમરાળાના લોકો તથા ડૉક્ટર પણ આવ્યા. ગોધાવટાથી કેટલાક ચારણ ભાઈઓ અને એક સ્વામીજી પણ આવી ગયા. હરિપર જે ઘણે દૂર છે ત્યાંના એક ભાઈ મહારાજશ્રીનું દર્શન ઝંખતા હતા. તેઓ પૂછપરછ કરતાં કરતાં આવ્યા. લોકો સાથે ગ્રામસંગઠન, સહકારી પ્રવૃત્તિ, પંચાયત વગેરે અંગે વાતો કરી. રાત્રે જાહેરસભા થઈ. તેમાં બહુ મોટી સંખ્યામાં લોકો, સ્ત્રીઓ વગેરે આવ્યા હતા. ભરવાડો, વાઘરીઓ જમીનની માગણી કરતા હતા. સભામાં મહારાજશ્રીએ સાચો ધર્મ કોને કહેવાય ? વ્યસન નાબૂદી અને સ્ત્રી ઉન્નતિ વિશે પ્રવચન કર્યું. તા. ૧૫-૧-૫૭ :
બપોરના વજેલી ગામના ખેડૂતો આવ્યા. તેમણે કાઠી દરબારોને બોલાવ્યા પણ તેઓ આવ્યા નહીં.
ગામનો એક ઝઘડો હતો. તેને ઘરમેળે પતાવવા મહારાજશ્રીએ વિનંતી કરી. બપોરના ૩ થી ૪ બહેનોની સભા થઈ. તેમાં રામકથા વિશે કહેવાયું. બહેનોની સંખ્યા તો હતી જ પણ પુરુષોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. લોકો બહુ જ શ્રદ્ધાળુ લાગ્યા. સતત હાજરી રહેતી હતી.
રાત્રે સભામાં પોતે જુગાર રમતા નહોતા. પત્તા રમતા હતા. ચા પાવાની શરત મૂકતા હતા. લોકો વહેમ ખાતા હતા. તેનો ખુલાસો કર્યો અને જિદગીપર્યત પત્તાં નહિ પકડવાં અને ૩૫ વરસથી ચાનું બંધાણ હોવા છતાં તેને છોડી દેવા પ્રતિજ્ઞા કરી. બીજા ઘણાંએ ચા-જુગાર છોડ્યો.
જાળિલાવાળા તલાટી અને સ્વામીજી પણ મળવા આવ્યા. તલાટી વિરુદ્ધ લાંચ-રૂશ્વતની અને દારૂ, માંસની વાતો આવેલી તેથી તેઓ ખુલાસો કરવા આવી ગયા હતા. તેમને મહારાજશ્રીએ કેટલીક શિખામણ આપી છે. અગાઉ એ ભાઈએ ભૂલો કરેલી અને લોકોને લાંચ પાછી અપાવેલી. હવેથી એવું ન કરવા જણાવ્યું છે. ગામને પાદરમાં જ નદી છે પણ પાણી નથી રહેતું. ૩૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું