________________
અંતમાં નારાયણભાઈએ પૂર્ણાહુતિ પ્રવચન કરી વંદે માતરમ્ ગાઈ સભા બરખાસ્ત કરી.
રાત્રે જાહેરસભા થઈ. તેમાં નેમિચંદ્રજી મહારાજે, નવલભાઈએ અને મહારાજશ્રીએ ખાસ કરીને ગ્રામસંગઠન અને અન્યાયના પ્રતિકાર વિશે કહ્યું હતું. એ અન્યાય આપણા જીવનમાં નાનામોટાં પ્રસંગોમાં પણ કરીએ છીએ. દા.ત., ભંગીને બીજા માણસની જેમ ઘેર આવવા દેતા નથી, તેને ઘેર જતાં નથી, તેમના ધંધા ભાંગીએ છીએ, રોટલો ઝૂંટવાઈ જાય છે. એ કેટલું દુઃખદ કહેવાય ? તા. ૧૦-૧-૫૭ :
આજે સાંજના ચાર વાગ્યે શાંતિસેના અંગે અને તેના બંધારણ ઘડવા અંગે એક મિટિંગ બોલાવી હતી. તેમાં સૌરાષ્ટ્રમાંથી નરસિંહભાઈ, માટલિયા વગેરે અને બીજા ડૉ. શાંતિભાઈ, કુરેશીભાઈ, કાશીબહેન વગેરે આવ્યાં હતાં.
પ્રથમ છોટુભાઈએ આ પ્રદેશમાં ચાલતાં કાર્યોનો ખ્યાલ આવી શુદ્ધિપ્રયોગો અંગે ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ શાંતિસેના અંગેનો પ્રશ્ન આવ્યો. તે પહેલાં અમદાવાદમાં તા. ૧૧ થી ૩૦ સુધી ખેડૂત ટુકડીઓ મોકલી. છેલ્લે તા. ૧લીએ શાંતિસેના મુનિશ્રીના આશીર્વાદ સાથે ગઈ. સદ્ભાગ્યે કાંઈ ખરાબ બનાવ બન્યો નહોતો. સંદેશાવાચનમાં અમુલખભાઈ ખીમાણી, મોહનભાઈ પરીખ, ગોવિંદ રાવળ વગેરેના વીસેક સંદેશા આવ્યા હતા.
ચર્ચાને અંતે બંધારણ તૈયાર થયું. નવ સભ્યોનો પાયો છોટુભાઈ, કાશીબહેન, નાનચંદભાઈ, અંબુભાઈ, જયંતીભાઈ, નરસિંહભાઈ, બળવંતરાય મહેતા, હરિભાઈ, પ્રાણલાલ તોફાનોમાં બલિદાનની તૈયારી બતાવનાર આ વીરોને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકાતું નથી.
ભોજન બાદ પ્રાયોગિક સંઘની મિટિંગ બેઠી. તેમાં બીજા કાયોની સાથે સાથે મગનભાઈ ર. પટેલના પ્રશ્ન અંગે મહારાજશ્રી ઉપવાસ કરવા વિચારે છે તે અંગે ખૂબ ખૂબ ચર્ચા ચાલી. તેમનો અને મહારાજશ્રીની વચ્ચેનો પત્રવ્યવહાર વંચાયો. મહારાજશ્રીને તો લાગતું જ હતું કે હવે મળવાથી ખાસ કંઈ ફેર પડશે નહિ. તેમણે પ્રાયોગિક સંઘ જોડે જે કરાર કર્યો છે તેનો ભંગ કર્યો છે. અને આજ સુધી મંડળ તરફ જે જાતનું વલણ ૨૮
સાધુતાની પગદંડી પુસ્તક – છડું