________________
મુનિઓનું પ્રથમ મિલન પણ આજ ગામે નવ માસ પહેલા થયેલું. ગામનો આટલો બધો પ્રેમ જોઈને સૌને ખૂબ આનંદ થયો. સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. પછી મહારાજશ્રીએ જણાવ્યું કે,
લગભગ સાડા નવ મહિના પછી અહીં આવવાનું થયું છે. યોગ એવો થયો છે કે આ મુનિઓ પાછળથી આવ્યા હતા અને આ વખતે પણ સાથે છે. તેઓ મારવાડથી આવે છે. અહીં જ પ્રથમ સંમેલન થયું હતું. અહીં જ શુદ્ધિપ્રયોગ ક૨વા સંબંધી વિચાર થયેલો. વ્યક્તિગત કરવો કે સામુદાયિક કરવો તેની વિચારણા થઈ કારણ કે તાજેતરમાં કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈ ભડિયાદ મળી ગયા હતા અને વાતો થઈ હતી. પછી ભલગામડા મળ્યા અને શુદ્ધિપ્રયોગ કરવાનું નક્કી થયું. ત્યારપછી નાનચંદભાઈ અહીં આવ્યા અને તમોએ એ પ્રયોગમાં જોડાવાનું નક્કી કર્યું. ૨૧ જણને લીધાં. તેમને ત્યાગવીર કહેવામાં આવે છે. બીજા તપ કરનારાં હોય છે. એ રીતે આ બાજુ પ્રયોગ કર્યો છે. તમારામાંથી ઘણા બહાર ગયા છે. છતાં તમો બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો કે તમારો પ્રશ્ન બતાવી આપે છે. ક્યારે ગાશું, ‘સબસે ઊંચી પ્રેમસગાઈ' ? એ પ્રેમ કેવી રીતે સફળ થાય ? રોટલો પ્રેમથી મળે. તમો આટલા બધા ઊંડા ગામડામાં રહો છો. દુઃખમાં પણ સુખ માનો છો તે જોઈને આનંદ થયો. ઉત્સાહ પણ થાય છે. ભારતમાં આવાં ગામડામાં રહેતી પ્રજાય છે. તે જ તેની વિશેષતા છે. મુનિએ અને મને થયું કે એક તો ત્યાગ કરાવીએ છીએ, તપ કરાવીએ છીએ, છતાં આટલી બધી ભક્તિ અને ઉત્સાહ કેમ થાય છે ? નહિ તો લોકો દૂર ભાગે પણ તમે આ રીતે વર્તો છો, તેમાં ભગવાનની ઇચ્છા હશે. તપ અને ત્યાગ તરફ વળીશું ત્યારે આપણું કલ્યાણ છે. વધારે તમે પ્રેમભક્તિ બતાવ્યાં છે તેની અમારા મન ઉપર ઊંડી છાપ પડી છે. તમો બધાં આ વરસે સુખમાં છો, ખેતી સારી છે તેથી સંતોષ થાય છે. બહાર ગયેલા પણ સુખી હશે એમ લાગે છે. એક જ પ્રાર્થના, તમો ભક્તિ અને પ્રેમ આ બે રાખ્યાં કરો અને જે સારાં કામો જગતમાં થઈ રહ્યાં છે તેમાં નવું ગામ પણ હિસ્સો નોંધાવે છે. તેવું થાય તેમ કરજો. વ્રજમાં જયારે લાલજી પધાર્યા ત્યારે કંઈ કાલીયા નાગને નાથ્યો નહોતો પણ કંસની બીકે નંદરાજાએ નાની કુમારીને આપી દીધી. વરુણદેવે તેને સ્વીકાર્યો. માતા જશોદાએ પણ વાત્સલ્યનું પૂર રેડ્યું. કોઈ સ્વાર્થ નહીં, ઊલટું ત્યાગ કર્યો. ત્યારે કાલીયો નાગ નાથ્યો. દેશનું કલ્યાણ કર્યું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૦