________________
જુઠ્ઠાણું ચલાવે છે. વાડીભાઈએ દ્વિભાષીના પ્રચાર અંગે બહેનોની ટુકડીને જમાડેલી. તેથી પોળવાળાઓએ સત્યાગ્રહ-બહિષ્કાર કરેલ પણ તેમનું વધારે ચાલ્યું નહિ. હમણાં પતંગ ઉડાવવાને નામે થોડા પથ્થર ઘર ઉપર નાખ્યાં. પાડોશીઓને વાગ્યા એટલે એ લોકો જ ખીજવાયાં. તારાબહેને પાડોશી સાથે એ પથ્થરો મંગાવી રાખ્યા છે. પોળની બદનામી કરી એ નામે કશું કરવાની વાતો પણ કરી છે.
આજે બપોરના અંબુભાઈ અને ફલજીભાઈ મુંબઈ જઈને વળતાં અહીં આવ્યા. તેમાં મહેસૂલ પ્રધાન શ્રી રસિકભાઈને ગણોતધારા અંગે તેમના સેક્રેટરીનો તાર આવવાથી ગયા હતા. તેમણે ત્યાંની મુલાકાતની વાતો કરી. રસિકભાઈએ પોતાના ઘેર ૧-૪૫ મિનિટ વાતો કરી. બીજે દિવસે સવારમાં પણ કલાકેક વાત કરી. ખાસ કરીને તે વખતે ઘનશ્યામભાઈ પણ હાજર રહ્યા હતા. રસિકભાઈએ હજી કાયદાનો અભ્યાસ કર્યો નથી પણ ખેડૂત મંડળના મુદ્દાઓ વિશે સારી રીતે ચર્ચાઓ કરી અને નોંધો પણ કરી. સિલિંગ વધારવામાં તેઓ માનતા નથી. વળી રૈયતવારી અને તાલુકદારીમાં પટમાં ફેર હોવો જોઈએ, ભાઈઓ ભાગ પડવા જોઈએ. ઘનશ્યામભાઈ સરકારને ભાગ આપવામાં માનતા નથી. તેમનું કહેવું એ છે કે, ગણોતિયાને લાભ થાય છે. નામનું વળતર અપાવે છે તો પછી બીજી પ્રજા એમાં નાણાં શું કામ આપે છે ? ઘનશ્યામભાઈ મહેસૂલ ખાતાના સારા અભ્યાસી છે. રસિકભાઈ તેમની સલાહ લે છે.
રસિકભાઈ હજી લાલાકાકા, મગનભાઈ ર. વગેરેને આ મુદ્દા અંગે પૂછશે, પછી દરેક વિભાગના આ પ્રશ્નના અભ્યાસીને ચર્ચા માટે બોલાવશે, પછી ધારાસભામાં સુધારો લાવશે. જરૂર પડશે તો અંબુભાઈને ફરીથી બોલાવશે.
ચૌહાણની મુલાકાત પણ તેમણે ગોઠવી આપી. ચૌહાણ મળ્યા. પ્રથમ ખૂબ વાતો કરી. તેમને ભાલ નળકાંઠામાં આવવા આમંત્રણ આપ્યું. તો તેમણે કહ્યું કે, તા. ૨૮મી સુધી તો મારી તારીખ ભરાઈ ગઈ છે. જાન્યુઆરીમાં મને સમય મળશે અને મારે એ પ્રદેશમાં એક દિવસ આપવો છે. મને ત્યાં આવતાં આનંદ થશે, વગેરે કહ્યું. મને ફરી લખવાની જરૂર નથી, મારા ખ્યાલમાં છે. તમારો પત્ર પણ મળ્યો છે. વગેરે વાતો થઈ. ૧૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું