________________
તા. ૧૪-૧૨-૫૬ : સરગવાળા
બોરથી સરગવાળા આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો એક સામાન્ય ગૃહસ્થને ઘેર રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. જયંતીભાઈ અમારી સાથે જ હતા. રાત્રે તેમણે અને પ્રતાપભાઈએ પણ થોડું કહ્યું હતું. અમે નિશાળ અને હરિજનવાસની મુલાકાત લીધી હતી. ભંગીને, હરિજન કૂવે પાણી ભરવા દેવા સમજાવ્યા. તેઓ કબૂલ થયાં. હરિજનો જમીન માગે છે.
સાબરકાંઠાથી બે કાર્યકરો ખેડૂત મંડળની કાર્યવાહી જોવા આવી ગયા. મહારાજશ્રી સાથે ઠીક ઠીક વાતો કરી. કોંગ્રેસનું રાજકીય માતૃત્વ શાથી તે સમજાવ્યું. તે બંને જણ ગૂંદી બે દિવસ રોકાયા. ખેડૂત મંડળ મધ્યસ્થ સમિતિની મિટિંગની કાર્યવાહી જોઈ ખુશ થયા. તા. ૧૫-૧૨-૫૬ : ગૂંદી આશ્રમ
સરગવાળાથી નીકળી ગંદી આવ્યા. લોથલનો ટેકરો જોતા આવ્યા. અહીં પુરાતત્ત્વ વિભાગ તરફથી ખોદકામ ચાલે છે. જૂની સંસ્કૃતિના નમૂના મળ્યા છે. લક્ષ્મીપુરા થોડું રોકાવાની ઈચ્છા હતી પણ માંડી વાળ્યું. સીધા ગંદી આવ્યા. વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું. પછી મહાદેવ આવ્યા. આશ્રમવાસીઓએ સ્વાગત કર્યું.
આજે પ્રાયોગિક સંઘની મિટિંગ મળી. દરેક સંસ્થાના બજેટની મંજૂરી આપી. ખાસ કરીને જયંતીભાઈને કાર્યકરો સાથે અસંતોષ હતો. તેની સ્પષ્ટતા કરવાની હતી. જયંતીભાઈએ અને કાર્યકરોએ પોતપોતાના ખુલાસા કર્યા. છેવટે જયંતીભાઈએ પોતાનો પત્ર પાછો ખેંચી લીધો અને માનદ્ કાર્યકર તરીકે કામ કરવાનું સ્વીકાર્યું. કોને જવાબદાર રહેવું તે નક્કી થશે. મિટિંગ રાત્રે પણ ચાલી. મગનભાઈ સંબંધમાં ઠીક ઠીક ચર્ચા થઈ. શાંતિભાઈ અને મહારાજશ્રી વચ્ચે સહેજ ટપાટપી જેવું થઈ ગયું. શાંતિભાઈનો અને જયંતીભાઈનો સ્વભાવ અમુક જ પ્રકારનો છે. શાંતિભાઈ, કુરેશીભાઈ રાતના ગયા. મણિબહેન સવારના ગયાં. તા. ૧૬-૧૨-૫૬ : ગૂંદી આશ્રમ
ભાલ નળકાંઠા ખેડૂત મંડળ મધ્યસ્થ પ્રતિનિધિ મંડળની સભા બપોરના શરૂ થઈ. પ્રથમ વીરાભાઈએ કહ્યું કે ગયે વખતે મળ્યા ત્યાર પછી કેટલાંક સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧
૫