________________
અને પુરુષની સભા માટે લડાઈ થશે; તો ભારે નુકસાન થશે. એક જગ્યાએ ગ્રામપંચાયતમાં બહેનને લીધાં તો ધણી કહે, આના કરતાં હું વધારે સારું કામ કરીશ. આપણે સ્ત્રીઓને તક આપતાં નથી. જો તક મળે છે તો તેઓ ઘણાં આગળ નીકળી જાય છે. રાજયને અહિંસક બનાવવા ઈચ્છતા હોઈશું તો લોકોએ પહેલાં અહિંસક પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. રાજય તો દંડશક્તિથી કામ લેવાનું. એ શાંતિસેનાની વાત નહીં કરે, પણ જનતા જો એ ક્રિયા અમલમાં મૂકે, તો રાજય જરૂર આવકારશે.
શાંતિસેનામાં એક જ પત્ની પતિ બંને તૈયાર થયાં તે ઓછું પ્રશંસનીય નથી. દામોદરભાઈ, જગુભાઈ જેવા પણ તૈયાર થઈ ગયા. શહેરનાં ગાંડપણની સામે અહિંસક પ્રતિકાર કર્યો. બહેનોના સાડલા ખેંચાયા. તેને છાવરમાં માટે હલકા પ્રયત્નો થયા, શરમાયા. આ પ્રસંગે એક યજમાને સૌને જમાડ્યાં. તો તેની સામે સત્યાગ્રહ કરવાની તૈયારી થાય છે. ધોળકા જૂનું છે. વિરાટ છે. તે પાટનગર બને, ગામડાનું સમર્થક પાટનગર બને. કસ્બા ગામડાંનાં સાજીદાર બને. અને શહેરોને દોરવણી આપે. તમે બધાંયે આ ચાતુર્માસ દરમિયાન જે સહન કર્યું તે માટે તમારા સૌની કદર કરું છું.
આજે નડિયાદથી મધુભાઈ વગેરે સારંગપુરના પ્રશ્ન અંગે વાતચીત કરવા સવારના આવવાના હતા, પણ સાંજે જિનમાં આવ્યા. સાથે તેમના ભાઈ વિનુભાઈ અને બીજા બે જણ હતાં. ઘણી વાતો થઈ. પ્રથમ તો મધુભાઈએ કહ્યું, હમણાં હમણાં આચાર્ય મહારાજના વ્યક્તિગત જીવનને ઉદ્દેશીને પત્રિકાઓ બહાર પડે છે. પ્રથમ જમીનનો પ્રશ્ન હતો. હવે આ રીતે નાક દબાવી મોઢું ઉઘાડવાનું થાય છે. તે બરાબર નથી. એટલા માટે હું સમાધાન કરવા આવ્યો છું. મહારાજશ્રીએ કહ્યું, વ્યક્તિ તરફ કોઈને પણ દ્વેષ નથી. તેમ તેમની વગોવણી કરવાનો કોઈ આશય પણ નથી. પણ જે પત્રિકાઓ બહાર પડે છે તે કેટલાક પુસ્તકોમાંથી ઉતારા લેવાય છે. એમાં વ્યક્તિનું નામ નથી આવતું; પણ કેટલીક વાતોમાં બંધ બેસતી પાઘડી આવી જાય. તેનો શું ઉપાય. એટલે તમે જો કોઈ ભયથી સમાધાન કરવા આવ્યા હો તો તેમાં અધૂરાંશ રહેશે. કાં તો તમે પછી કોઈ દિવસ અમારા પાસે આવશો નહિ. પછી મધુભાઈએ બરોએ તંત મૂકી દેવાની વાત કરી. અંબુભાઈએ ખુલાસો કર્યો કે, અમારો ક્યાં તંત છે ? તે બતાવો અમે તો
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું