________________
અરિહંત પર્યાયનું પ્રાગટ્ય કરાવી સિદ્ધ પર્યાય પ્રગટ કરાવે કોઈને આચાર્ય ઉપાધ્યાય સાધુ પર્યાય પ્રગટ કરાવી સિદ્ધ પર્યાય પ્રગટ કરાવે. આ પર્યાયો પ્રગટ તો તે તે કાળે જ થાય છે પરંતુ કોઈને ભૂત પર્યાય કોઈને ભાવિ પર્યાય કોઈને વર્તમાન પર્યાય આ પ્રમાણે ત્રણે કાલના પર્યાયો તે દ્રવ્યમાં રહેલા છે માટે જ નમો અરિહંતાણં' આદિ કહેતાં ત્રણે કાળના અરિહંતાદિ ભગવંતને નમસ્કાર થાય છે.
ફા.વ. ૮, અજાહરા
શુદ્ધાત્મ દ્રવ્ય નિષ્ક્રિય છે તે કાંઈ કરતું નથી, કારણ કે તે અવિચલિત છે, જે ચલિત થતું નથી તો સક્રિય કેવી રીતે બની શકે ?
જે ત્રિકાલાબાધિત છે તેને ક્રિયાથી થતી બાધા કેવી રીતે હોય ? જે અસ્ખલિત છે, તરંગ રહિત છે તે ક્રિયાથી થતી સ્કૂલના કેવી રીતે પામી શકે ? જે નિઃપ્રકંપ છે તેને ક્રિયાનો કંપ કેવી રીતે થાય? જે નિરાકાર છે તેને ક્રિયાથી થતો આકાર કેમ હોય ? જે નિરંજન છે તે ક્રિયાથી થતા અંજનને કેવી રીતે પામે ? માટે અવિચલિત, અસ્ખલિત એવા શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન દ્રવ્યની નિષ્ક્રિયતાના લક્ષ્યથી કરવું. દ્રવ્યની સક્રિયતા છે તે તેના પર્યાયના લીધે છે કારણ કે પર્યાય વિચલિત છે, સ્ખલિત છે, પ્રકંપિત છે, સાકાર છે.
અહીં દ્રવ્યનો ગુણ-સ્વભાવ તે જ દ્રવ્યના પર્યાયરૂપને ધારણ કરે છે, તે સક્રિય છે. કારણ કે દ્રવ્યનો ગુણ-સ્વભાવ (સ્વ-દ્રવ્ય-તેનો ભાવ-અસ્તિત્વ) દ્રવ્યનું અસ્તિત્વ ગુણથી જણાય છે. તે ગુણસ્વભાવ દરેક દ્રવ્યના ભિન્ન ભિન્ન છે.
આત્મ દ્રવ્યનો સ્વભાવ ચેતન દ્રવ્ય હોવાથી જોવું-જાણવું છે. જોવું જાણવું એ ક્રિયા છે અને એ ક્રિયાથી આત્મદ્રવ્યની સત્તા-અસ્તિત્વ જણાય છે.
દ્રવ્ય અરૂપી છે સાથે શૂન્યવત્ છે તે અરૂપી છતાં બીજાં કોઈ સાધનો દ્વારા કદાચ કળી શકાત એટલે કે અનુમાન કરી શકાત. પરંતુ તેનું અસ્તિત્વ બતાવનાર સાધન તો ફકત પર્યાયની સક્રિયતા જ છે. અગર દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે.
દરેક વસ્તુનો સ્વભાવ હોય છે, સ્વભાવ વિનાની વસ્તુ અભાવરૂપ હોય છે. અર્થાત્, તેનું અસ્તિત્વ જ ન હોય. માટે જ ‘“શુળ પર્યાયવત્ દ્રધ્વમ્” કહ્યું છે અને તે દ્રવ્ય, ઉત્પાદ વ્યય ધ્રોવ્યયુક્ત સત્ છે. પ્રભુ ! તારું ધ્રુવસત્તા સ્વરૂપ શુદ્ધાત્મદ્રવ્યને નમું છું ! પરંતુ તારું અવાન્તર સત્તારૂપ દ્રવ્ય તો કોઈ અનોખું છે. તે સત્તાને પામનાર દ્રવ્યો પણ અસંખ્યમાં એક જ છે આવી તારી તે સત્તાને પણ કોટિ કોટિ નમસ્કાર કરું છું.
તારી અવાન્તર સત્તાએ (તીર્થંકર બનવાની યોગ્યતાવાળું દ્રવ્ય) તો કરોડો જીવોને કર્મથી મુક્ત થવાનો સુખનો માર્ગ દેખાડયો, તે દેખાડવાની ભાવના પ્રગટરૂપે તો ત્રીજા ભવમાં જ હૃદયને હચમચાવીને એવી થઈ કે જેના કારણે તે સત્તાને પ્રગટ થવા અરિહંત પર્યાય ધારણ કરનારું કર્મ બંધાવીને જગતના જીવોને આનંદ વિભોર બનાવી દીધા જયારે આ પૃથ્વીતલ પર તેની નજીકની ક્ષણો આવી ત્યારે તો
સાધકનો અંતર્નાદ
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org