________________
અઈમુમાં રહેલી આહત્ય શક્તિ છે. તે આઈન્ય શક્તિ એ જ શુદ્ધ ચૈતન્યશક્તિ છે. તે દરેક આત્મામાં સત્તાએ આત્મ-દ્રવ્યની શુદ્ધતા રહેલી છે તેથી તેના જ એક સ્વરૂપને ચૈતન્ય શક્તિ કહેવાય છે, તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેને ઉપર કહ્યા પ્રમાણે અહમાંથી નીકળતા પ્રકાશના ફેલાવાથી તે જ ચૈતન્ય શક્તિનું દર્શન કરવું અને આપણા દેહનું વિસર્જન કરીને તેમાં આપણે આપણી ચેતન્ય શક્તિને ભેળવી દેવી.
વિશ્વમાં ફેલાયેલો અહમાંથી નીકળેલો પ્રકાશ તે એક ચૈતન્ય શક્તિનો મહાસાગર છે, તેમાં આપણે ચૈતન્યશકિતરૂપ આત્માને ડુબકી મરાવવી અને તેની સાથેના અભેદનો આનંદ અનુભવવો.
આપણે જયારે ચૈતન્ય મહાસાગરમાં ડુબકી મારીએ છીએ ત્યારે વિભાવમાં પડેલી આપણી ચેતના સ્વભાવ દશા તરફ જવા પ્રેરાય છે અને બધું ભૂલીને આત્મ સ્વરૂપનો આનંદ મેળવવા તલસે છે.
તેથી આગળ જવા માટે બીજો પ્રયોગ :
મેરુ પર્વતના શિખર ઉપર બેઠેલા આપણે ચારે તરફ નજર કરીએ તો વિશ્વની કોઈ પણ વસ્તુ દેખાતી નથી. કેવળ આકાશ જ નજરે પડે છે. તે આકાશ-ખાલી જગ્યા ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત છે એક પ્રદેશ પણ તે શક્તિના અભાવવાળો નથી. તે શક્તિના દર્શન માટે પ્રકાશ કલ્પવાનો નથી પણ અરૂપી એવું આકાશ જેમ નિરાકાર, નિરંજન, નિષ્પકંપ, નિસ્તરંગ છે તેવું જ આ શક્તિમાં પણ તે જ સ્વરૂપની કલ્પના કરવાની છે પણ સાથે તેમાં ચૈતન્યની કલ્પના કરવી. કેમકે તે જ્ઞાનાદિ ગુણવાળી છે. જયારે આકાશ તો અરૂપી છે પણ જડ છે તેનો ગુણ અવગાહન શક્તિવાળો છે. ચૈતન્ય શક્તિ અરૂપ છે પણ ચેતન છે. જ્ઞાનાદિ ગુણ શક્તિયુક્ત છે.
આવી ચૈતન્ય શક્તિમાં આપણા શુદ્ધાત્મ દ્રવ્યને (આકાશ જેવું અરૂપી તત્ત્વ) તેમાં ભેળવીને શુદ્ધ આત્મ સ્વરૂપને જોવું-કલ્પવું. આ ધ્યાનથી છેવટે કર્મનો હ્રાસ થતાં આત્મ સ્વરૂપનો આનંદ અનુભવી
શકાય.
૧૦. ચૈતન્યશક્તિનું સ્વરૂપ
આ.શુ. ૯, સં. ૨૦૪૯ ચૈતન્ય શકિત કદી અવરાતી નથી, શક્તિ માત્ર આવૃત્ત થતી નથી. એ જ રીતે ભાવ પણ કદી અવરાતો નથી. શક્તિ એ તો આત્માનું અમૃત છે, પ્રાણ છે. તે અવરાય તો આત્માનું અસ્તિત્વ જ ન રહે. અર્થાતું, આત્માની સત્તા અનુભવાય નહિ. ચૈતન્ય શક્તિ એટલે જ આત્માનું અસ્તિત્વ. જેને મહાસત્તા કહેવાય છે ભાવ એટલે હોવાપણું તે અવરાતું નથી. અવરાય છે તે સ્વભાવ. સ્વનું હોવાપણું અવરાય છે. ભાવ તે તો શુદ્ધ જ છે, તેને કોઈ મલિનતા સ્પર્શતી નથી. “વલ્થ સદાવો દખ્ખો” વસ્તુનો સ્વભાવ તે વસ્તુનો ધર્મ છે, તે સ્વભાવ, પરભાવમાં કે વિભાવમાં જાય છે તે તેની મલિનતા છે. કેમકે સ્વભાવ છે તો પર-ભાવ કે વિ-ભાવ હોઈ શકે. પરંતુ કેવળ ભાવ તેને કોઈ સ્પર્શે નહિ દા.ત. શાકભાવ વિગેરે. પરંતુ સ્વભાવ એ તો વસ્તુનો ધર્મ છે, તે પોતાનામાં ન રહે ત્યારે તે સ્વ ધર્મને
સાધકનો અંતર્નાદ
119
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org