________________
છે. આત્મા જ્ઞાનરૂપ જ છે, અભેદતાથી સદા સાથે જ છે. પણ ચૈતન્ય શક્તિ એ શું છે તે સમજાવવા માટે જ્ઞાનને આત્માને જાણવા માટેનું અભેદ સાધન કહ્યું અને ચૈતન્ય શક્તિ ને આત્માના પ્રાણ કહ્યા. જેમ શરીર પ્રાણ હોય ત્યાં સુધી જ જીવંત પ્રકાશે છે. તેમ ચૈતન્ય એ પોતાની હાજરીથી આત્માને સદા પ્રકાશિત રાખે છે અને જ્યોતિરૂપે ફેલાઈને રહે છે. આ આત્મ જ્યોતિ આહ્લાદકારી છે. શાંત જ્યોતિ, શીતલ જ્યોતિ મન દ્વારા પણ દર્શન કરનારને આહ્લાદ ઉત્પન્ન કરે છે, શાંતિ આપે છે અને જીવનમાં શીતળતાનો અનુભવ કરાવે છે. ચૈતન્ય શક્તિ એ જ આત્માનું અમૃત છે. તેનું હંમેશાં પાન કરો, તે સદા ઝર્યા કરે છે. ચૈતન્ય શક્તિને અનેક ઉપમાઓ અપાય છે તે લાઈટના ગોળાની જેમ (જો કે તે ચંદ્ર જેવો શીતળ પ્રકાશ આપે છે પણ લાઈટના ગોળાની જેમ તેજસ્વી છે) સદા પ્રકાશિત તેજસ્વી શીતળ પ્રકાશથી લોકાલોકને ભરી દે છે. પ્રકાશ કયાંય અટકતો નથી. તે આત્માનું તેજ હોવાથી તેના પર પ્રીતિ કરો. આ તો મારું પોતાનું જ તેજ છે, પ્રકાશ છે, જ્યોતિ છે. તેના દર્શનથી તૃપ્ત થાઓ, બાહ્ય પુદ્ગલથી મનનો વિરામ કરો અને આત્માના પ્રાણમાં સુરતા કરો.
કા,શુ. ૧૧ ચૈતન્ય શક્તિ એ આત્માના પ્રાણ છે, શ્વાસોશ્વાસ છે, તે નિરંતર ધબકી રહ્યા છે તેથી આત્માની ક્રિયા-જાણવું, જોવું, આનંદ પામવું વિગેરે ચાલુ જ છે.
યોગીઓ આત્મદર્શન-આત્માનુભવ માટે આ ચૈતન્ય શક્તિ-આત્મ જયોતિનું ધ્યાન કરે છે જયારે તેમાં આત્મા સ્થિર થાય છે ત્યારે સોડહં સોડહં ના જાપનો અસ્ખલિત પ્રવાહ ચાલે છે તેના અજપાજાપથી આત્માનુભવ કરે છે. શરીરને જીવાડવા માટે જેમ પ્રાણ શક્તિ છે તેમ ચૈતન્યશક્તિ આત્માનું જીવન છે. આત્માને જીવાડનાર ચૈતન્ય શક્તિ છે.
ચૈતન્યશક્તિ
કા.શુ. ૧૨
ચૈતન્ય શક્તિ આત્મામાં કેન્દ્ર સ્થાને છે. આત્માના સ્વભાવ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એ બધા પ્રવાહો આત્માના વીર્યમાંથી (ચૈતન્ય શક્તિમાંથી) નીકળે છે.
ચૈતન્ય શક્તિ વ્યાપક હોવાથી દરેક આત્માની ચૈતન્ય શક્તિ સમગ્ર વિશ્વમાં મિલન પામે છે. આ રીતે શક્તિ દ્વારા દરેક આત્મા સાથે મળે છે. માટે જગતના જીવો અને આત્મા (સ્વનો) દરેક્ને અભેદ મિલન નિરંતર રહેલું છે તે ચૈતન્ય શક્તિથી જગતના જીવો સાથે અભેદ સધાય છે. અભેદ મિલન એ આનંદ આપનારું છે. ચૈતન્ય એ શક્તિ સ્વરૂપ હોવાથી આત્માનું વીર્ય કહેવાય છે. અને જ્યોતિ રૂપે પ્રકાશી રહી છે માટે આત્માનું તેજ કહેવાય છે. સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે, માટે આત્માનું વિભુત્વ કહેવાય છે. એ શક્તિમાંથી એક નાદ નિરંતર નીકળે છે તેથી આત્માની બંસરી કહેવાય છે. સોડહંથી સુરતા આવે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
125
www.jainelibrary.org