________________
સાધના એટલે જ યોગોને શુભ બનાવી ઉપયોગને નિર્મળ બનાવવો.
૩. યોગ સાધના
મ.શુ. ૧૪ યોગ અનેક પ્રકારના છે, જેમાં મન, વચન, કાયારૂપ યોગ એટલે કે એ ત્રણેનું જોડાણ થાય તેને પણ યોગ શબ્દથી સંબોધાય છે. અર્થાત્ ઉપચારથી તેને પણ યોગ કહેવાય છે. દા.ત. જપ યોગ, પ્રતિક્રમણ યોગ, નમસ્કાર યોગ, ધ્યાન યોગ, સ્વાધ્યાય યોગ. જપ આદિ મન વગેરે સાધન દ્વારા થતાં હોવાથી અર્થાત્ મંત્રાદિ સાથે મનાદિ દ્વારા આત્માનું-ઉપયોગનું જોડાણ થતું હોવાથી તે જાપાદિને યોગ કહેવાય છે.
યોગ શબ્દનો મૂળ અર્થ તો જોડી આપવું તેટલો જ થાય છે. કોની સાથે ? આત્માને મુક્તિ-મોક્ષ એટલે કે નિજ સ્વરૂપમાં જોડી આપે તે યોગ. આ રીતે યોગ શબ્દનો અર્થ જાણ્યા પછી તેની સાધના કરવી તે કઈ રીતે ? તે સમજવું જરૂરી છે.
આપણે ત્યાં અનુષ્ઠાન માત્ર યોગ સ્વરૂપ છે પણ તેને સમજયા વિના અનુષ્ઠાનની આરાધના સેવના યોગ પૂર્વક થતી નથી તેથી યોગ સાધના સિદ્ધ થતી નથી.
અનુષ્ઠાનના આલંબનમાં મન આદિને જોડવા માટે ઉપયોગ કરવા માટે છે.
તે અનુષ્ઠાનોનો વારંવાર પરિચય, સેવના, આરાધના જ્ઞાની પુરુષોએ ફરમાવી છે. હંમેશા તેની સેવના કરતાં મન આદિ જે અન્યત્ર જોડાયેલા રહેતા હતા, પુદ્ગલ સંગી રહેતા હતા તેને વળાંક આપવા માટે ખૂબ જ જરૂરી છે.
અનાદિ કાળથી પુદ્ગલ રુચિ જીવને આત્મા તરફ વાળવા માટે ચંચળ અને અસ્થિર મન વગેરેને સમજાવીને આત્મરુચિ બનાવવા માટે આ બધાં અનુષ્ઠાનોનું આયોજન છે. પ્રમાદમાં પડીને જીવ એક વખત કરીને છોડી દે તો યોગ સિદ્ધ થતો નથી, માટે જ વારંવાર અને દરરોજ તે પ્રેક્ટીશ ચાલુ રાખવા માટે કૃપાળુ જ્ઞાની પુરુષોએ જિન મતનું આલંબન લેનાર હોય કે કોઈ પણ મતવાળો હોય પણ અનુષ્ઠાન નિત્યનું જ જણાવેલું છે. ફરજ પાડીને પણ જીવોને સાધનામાં જોડવા માટે અનુષ્ઠાનો નક્કી કરી આપ્યાં છે. આ તેઓની અતિકૃપાળુતા છે. અન્યથા પ્રમાદથી ટેવાએલો જીવ સીધા રસ્તે ચાલતો નથી.
હંમેશનાં અનુષ્ઠાન મુકરર કરી આપ્યા છે એટલે આત્મા સાથે વારંવાર પરિચય સાધવાનો, સેવના કરવાનો સુંદર રસ્તો બતાવ્યો છે અને પ્રમાદ ખંખેરાવ્યા છે. પરંતુ તે અનુષ્ઠાનો કરતાં લક્ષ્ય ચૂકી જવાય તો અનેક ભવ સુધી પણ યોગ સાધના થતી નથી. મુખ્ય લક્ષ્ય અનુષ્ઠાનો દ્વારા મન વગેરે યોગોને શુભ અને આગળ વધીને શુદ્ધમાં જોડવાનું છે. પણ અનુષ્ઠાનો કરતાં મન અને ઉપયોગ બીજે ફરતાં હોય તો ધ્યેય સિદ્ધ થતું નથી.
અનુષ્ઠાનોનો વારંવાર પરિચય એટલા માટે જ છે કે મન દ્વારા ઉપયોગની બહાર ફરવાની ટેવ સાધકનો અંતર્નાદ
142
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org