________________
પરમાત્મ સ્વરૂપ એ આત્મ સ્વરૂપને ઓળખવા માટે અને તેના પ્રત્યે પ્રીતિ જગાડવા ઓળખવું જોઈએ અને તેમાં પ્રીતિ લગાડવી જોઈએ.
મ.વ. ૧૨
પરમાત્મ સ્વરૂપને ઓળખી તેમાં પ્રીત કરીને જડ પ્રીતિ વિસારી.
હવે પરમાત્મ પ્રીતિ થતાં આત્મા જે સાધ્ય છે તેને સ્મરણમાં લાવીને તેનું સ્વરૂપ કેવું છે તેનો વિચાર કરવો. તેનાં બે સ્વરૂપો છે શુદ્ધ અને અશુદ્ધ, નિશ્ચયથી તે શુદ્ધ છે અર્થાત્ સત્તા એની શુદ્ધ છે અને વ્યવહારથી અનુભવ વર્તમાન કાળે અશુદ્ધતાનો છે. તે અશુદ્ધતાનાં કારણો જાણ્યાં અને તે કારણોને છોડવા પોતાની સત્તા સ્મરવી જોઈએ. શુદ્ધતાનું વિસ્મરણ થવાથી જ અશુદ્ધતાને છોડવા પ્રયત્ન કર્યો નથી. જો આપણી પાસે પરમાત્મા જેવી જ ગુણ સંપત્તિ છે, નિર્મળતા છે તો તેને કેમ ન મેળવવી? અને જાણ્યા પછી તે સંપત્તિને મેળવવા કોણ ઉદ્યમ ન કરે ?
એ સંપત્તિને ઓળખવા પરમાત્માના સ્વરૂપને ઓળખવું. હવે તેમના આલંબને સ્વ સંપત્તિ, નિર્મળતા, શુદ્ધતાના ક્યા ઉપાયો લેવા તે હવે વિચારીશું.
મ.વ. ૧૩ આત્મ સ્વરૂપ સત્તાએ પરમાત્મા જેવું જ છે એવી અચલ શ્રદ્ધા પ્રગટી અને તે સ્વરૂપની રમણતાનું સુખ અનુપમ છે એવું જાણ્યું પછી તો તે સ્વરૂપ પ્રત્યે પ્રીતિ ગાઢ બની અને તેને પ્રગટ કરવા ઝંખના તીવ્રભાવે જાગી. આવી સ્થિતિ મનની થાય ત્યારે જડ પદાર્થોના વૈષયિક સુખ પ્રત્યેની નારાજી ઉત્પન્ન થાય છે એટલે કે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને આત્મ સ્વરૂપની ઝંખના તીવ્ર બને છે. પછી તેની શરીર ઉપરની પ્રીતિથી માંડીને સઘળા જડ વિષયો તરફ પ્રીતિ ઘટતી જાય છે. તેથી બાવીશ પરિષહોને જીતવા દુષ્કર લાગતા નથી અને ઉપસર્ગોને સહન કરવા સહેલા લાગે છે. ઉપસર્ગ કરનાર તરફ પણ અનુકૂળમાં રાગ નથી થતો અને પ્રતિકૂળમાં દ્વેષ નથી થતો.
સ્વરૂપ ઝંખના જેટલી તીવ્ર, તેટલી સહવાની સરળતા. પણ સ્વરૂપ ઝંખના માટે સ્વરૂપની પ્રીતિ, સ્વરૂપની પ્રીતિ માટે પરમાત્મ સ્વરૂપને જાણવું અને તેની પ્રીતિ કરવી જરૂરી છે. હવે આત્માનું સ્વરૂપ કેવું છે, તેને પરમાત્મા સાથે કેવી રીતે સમાનતાથી જોવો, અનુભવવો વગેરે વિચારીશું.
મ.વ. ૧૪ હે ભવ્ય જીવો ! જગતનું સ્વરૂપ ઓળખો તેના સ્વરૂપમાં અનેક પ્રકારના તરંગો વહી રહ્યા છે. જેને જોવામાં અનંત કાળ ચાલ્યો જાય, જો તેને જોવાને કેવળજ્ઞાન ચક્ષુ ખુલી જાય તો. પરંતુ જો તે નથી ખૂલ્યાં તો કેવળજ્ઞાનીએ બતાવેલું સ્વરૂપ જો. તે જોવામાં પણ પૂર્વ કોડ વહી જાય તો ય ખબર પડતી નથી. માટે સાધુ દેશોન પૂર્વે ક્રોડ સુધી પદાર્થોના સ્વરૂપના ચિંતનમાં જતા કાળને જાણતા નથી. એવું
સાધકનો અંતર્નાદ
154
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org