________________
તેને ઓળખે ત્યારે. તેને ઓળખવા માટે તેનાં ચારે બાજુનાં પાસાં તપાસવાં પડે.
એક તો તે શાશ્વત છે, જડ નશ્વર છે. જડ અને ચેતનનું ભેદ જ્ઞાન હોવું જરૂરી છે. ભેદ જ્ઞાન તે બને ઓળખવાથી થાય છે. માટે જ્ઞાની પુરુષોએ જડ અને ચેતનના સ્વરૂપને ઓળખવા માટે અનેક શાસ્ત્રો રચ્યાં છે. આપણને એમ થશે કે ઓળખવાની આટલી બધી જરૂર કેમ? અને તેનું સ્વરૂપ સમજીને શું કરવાનું ?
સ્વરૂપ એટલા માટે સમજવાનું કે આ પદાર્થોથી ભરેલું જગત છે એમાં તમારું શું છે? તમને કયો પદાર્થ ગુણકારી છે? તમે તેના અજ્ઞાનથી કયાં ભૂલા પડયા છો ? તેમાંથી કઈ રીતે બહાર નીકળી શકો? તમારું નથી તેને તમારું માની ખોટી વળગણ ઊભી કરીને કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છો? આવું કાંઈ વિચાર્યું છે ? પરમાત્માએ આટલા માટે જ શાસનની સ્થાપના કરી અને આપણને ભૂલા પડેલાને ભાનમાં લાવીને રસ્તો ચિંધ્યો. જે રસ્તો ચિંધ્યો તે જ આપણા સ્વરૂપને ઓળખવાનો રસ્તો છે. પણ તેમાંય સીધા રસ્તે જતાં અટકાવનારા લુંટારા ઘણા. જો તેમાં ગાફેલ બન્યા તો તે રસ્તામાં જ આમ તેમ અટવાયા કરીએ, લૂંટાઈએ અને પાછા હતા ત્યાંને ત્યાં જ આવીને ઊભા રહીએ માટે નિર્ભયતા જોઈએ.
તે માટે કરુણાસાગર પરમાત્માને શરણે રહીને રસ્તો પસાર કરીએ તો શીધ્ર સ્વરૂપની સમજ મળે અને પ્રાપ્તિ કરી શકીએ. નિર્ભયતા માટે પરમાત્માનું શરણ, આલંબન લેવું એ જ સ્વરૂપ પ્રાપ્તિનો સરળ માર્ગ છે.
૪. પરમગુરુ
કા.સુ. ૧૧ પરમગુરુ પરમાત્મા છે. પરમાત્મામાં દેવત્વ છે તેમ ગુરુત્વ પણ છે. કેમકે પરમાત્માએ નિજ સ્વરૂપે પ્રગટ કર્યું એ સ્વ પુરુષાર્થથી અને પુરુષાર્થ કર્યો એ પણ પોતાની સમજથી. એટલે પોતાનો ધર્મ (આત્મ સ્વભાવ) પ્રગટ કરવા માટે તેમને કોઈની પાસેથી બોધ લેવાની જરૂર પડી નથી. એવી આત્મશક્તિ પૂર્વના પુણ્યથી પ્રગટી અને સ્વયં સંબુદ્ધ થયા. પણ પરમાત્મા સ્વયં બોધ પામીને આત્મ સ્વરૂપ પ્રગટ કરવા માટે તૈયાર થયા, પુરુષાર્થ કર્યો અને નિજ સ્વરૂપ પ્રગટ કર્યું. નિજ સ્વરૂપ પ્રગટ કરીને બેસી ન રહ્યા પણ તીર્થકર નામ કર્મના ઉદયથી સઘળી ઈચ્છાઓ શાંત થવા છતાં ભવ્યજીવોને આત્મસ્વરૂપ પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યા વિના રહી શકે તેમ ન હતા. માટે ભવ્ય જીવોના ગુરુ બન્યા.
સ્વરૂપ પોતાનું જ પ્રગટ કરવાનું છે, પુરુષાર્થ પણ પોતાનો જ, છતાં માર્ગદર્શક વિના પુરુષાર્થ કરવાની સૂઝ જીવને કયાંથી આવે ? માટે માર્ગદર્શક એ જ પરમગુરુ છે. એ પરમગુરુ જ જગતગુરુ બન્યા છે. આપણા માટે એ પરમગુરુ છે તેમ જગતની પ્રત્યેક વ્યક્તિના એ પરમગુરુ છે માટે જગતગુરુ પણ એ પરમાત્મા જ છે.
પરમાત્માએ સ્વ સ્વરૂપ પ્રગટ કરવા માટે જે પુરુષાર્થ આદર્યો છે એ પુરુષાર્થ કોઈનાય પ્રતિબોધ સાધકનો અંતનદ
175
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org