________________
૨૮
અમરેલી. ધર્મલાભ !
હાલ મનની શુદ્ધિ રહે તે માટે પૂર્વના જે કાંઈ મન, વચન, કાયાથી થયેલા પ્રભુની આજ્ઞા વિરુદ્ધના વર્તાવની પ્રભુ પાસે માફી માંગી લેવી, બીજા બધાં સ્વજન વગેરે સર્વની સાથે થયેલી આપણી ભૂલોની માફી માગવી. જેને આપણે ક્ષમાપના કહીએ છીએ તે કરી લેવું. વૈર વિરોધ કોઈનામ પર થઈ ગયો હોય તેને ભૂલી જવો અગર તેની પાસે ક્ષમા માંગી લેવી. આ એક આરાધનાનું અંગ છે.
આ એક નાનકડું પુસ્તક છે તે વાંચી તમારા આત્માને યોગ્ય દોરવણી મળશે એ આશયથી મોકલું છું. જે ભાઈનો અનુભવ છે તેને અમે સાંભળેલા છે.
પ્રભુના નામ સ્મરણમાં શું ચમત્કાર છે તે એમાં જાણવા મળશે, પણ સાથે જે ચાર વસ્તુ લખેલી છે તેની ખામી આપણને એ અનુભવ થવા દેતી નથી.
ઘેર ફોટા આગળ ચૈત્યવંદન વગેરે વિધિ કરી કૃતાર્થતા અનુભવવી. અનુકંપાદાન કોઈ પણ જૈન - જૈનેતર ગમે તે ગરીબ, દુઃખી, દીનને આપી શકાય છે.
૨૯
કા.શુ. ૪ ધર્મલાભ !
માનસિક સ્વસ્થતા કેવી છે ? દર્દ એવું આવ્યું છે એટલે પીડા તો થવાની જ. એમાં આશ્ચર્ય નથી. માત્ર આશ્ચર્ય, પીડા હોવા છતાં ચિત્તને પીડામાંથી ખેંચી ધર્મમાં જોડો તેમાં છે તમારે એવો વિચાર ન કરવો કે એકાગ્રતા થતી નથી. આવી શરીરની વિષમ અવસ્થામાં કર્મ ચિત્તને પીડા બાજુ ખેચે અને ધાર્મિક લાગણી ધર્મ તરફ ભગવાનમાં ખેચે, એમાં આશ્ચર્ય છે. અને એકાગ્રતા તો એમ પ્રયત્ન કરતાં કરતાં ઓચિંતી સહજભાવે આવશે. ગમે તેવી પીડા આવે પણ બીજાને કહી રાખવું અરિહંતનું નામ યાદ કરાવે. પા કલાક ધૂન મચાવવી એમાં ખૂબ લયલીનતા આવશે.
30
મા.શુ. ૬, જુનાગઢ ધર્મલાભ ! તમારી સમાધિના સમાચાર જાણવાની ઈતેજારી છે તો જણાવશો.
અનંત ઉપકારી અરિહંત પરમાત્માને એક ક્ષણ પણ ન વિસરશો. દર્દની પીડામાં રાહત હશે. પીડામાં ચિત્ત જવાનું પણ તેને પુરુષાર્થ કરી પરમાત્માના નામ સ્મરણમાં જોડવાનું. આ કાર્ય નિરંતર પ્રયત્નપૂર્વક કરવાની જરૂર છે. નરકનાં દુઃખો કરતાં કંઈ ગુણી ઓછી પીડા આ છે. આ જીવ નારકી સાધકનો અંતર્નાદ
224
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org