Book Title: Sadhakno Antarnad Part 2
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 251
________________ જબ્બર શકિત છે કે સર્વ પાપનો, દુઃખનો, વિપત્તિનો નાશ થાય. પણ સમર્પિત ભાવે ગણનારને એની શક્તિનો અનુભવ થઈ શકે. સર્વસ્વ મારું તે જ છે એવું આપણું અંતઃકરણ બોલે ત્યારે આપણા આત્મામાં સમર્પણનો ભાવ જાગી શકે. મૃત્યુથી તો હવે તમે ડરતા નથી એટલું તો તમારું મનોબળ દઢ આ પરમેષ્ઠિ ભગવંતોએ બનાવી દીધું છે. હવે ફકત શરીર કામ ન કરી શકે તેવું છતાં હજુ મન સંસારનાં કાર્યોમાં રસ લે છે તેને ફેરવવાનું છે. ઘર વ્યવસ્થિત તમે રાખી શકો તેમ નથી છતાં મન ફકત વિચારો કરી કર્મ બાંધે છે. હવે કયાં સુધી ઘર અને કમ્પાઉન્ડમાં ચિત્ત રાખવું છે? આંખ બંધ થશે પછી તેમાંની એક પણ વસ્તુ તમારી નથી એ વસ્તુ સારી રીતે સમજયા પછી એની અનિત્યતા ઉપર વૈરાગ્ય નથી આવતો ? વ્યવસ્થિત આપણું રાખેલું કશું ય રહ્યું નથી. તમારું શરીર પણ વ્યવસ્થિત રહ્યું નથી તો બીજી વસ્તુ માટે તો શું કહેવું? ડોકટરે તમને ગઈ સાલમાં જવાનું થશે એવું કહી દીધેલું. પણ અરિહંત પરમાત્માની કૃપાથી તમે બચી ગયા છો તો આ આખું વર્ષ તમને વધુ જીવવાનું મળ્યું. એ વર્ષના દિવસો, કલાકો, મિનિટો, કેટલા કિંમતી છે એમ તમને ન લાગ્યું? એ દિવસોનો ઉપયોગ શેમાં કરવાની ફરજ પડે છે ? એક એક મિનિટને પ્રભુના નામ સ્મરણથી, દર્શનથી, પૂજનથી સફળ બનાવવી એ તમારા હાથમાં છે. દર્શન કરવા જવાય છે? કર્મ તો મહેરબાની ત્યારે કરે કે ધર્મ તરફ તમારું મન ઝૂકે. આપણે ત્યાં તો સૂતાં સૂતાં પણ મહામંત્રના સ્મરણાદિથી તમારા મનને ભરી દો તો પણ ધર્મ થઈ શકે તેવું છે. અશક્ત ન કરી શકે તેમ નહિ. શક્તિશાળીએ યથાશક્તિ શરીરથી અનુષ્ઠાનો દ્વારા મનને ધર્મથી પુષ્ટ બનાવવાનું છે. - શરીરમાં અને સંસારમાં મન વધુ જતું રહે તો પણ બહુ મૂંઝાવાની જરૂર નથી. ગયેલાને પાછું લાવીને પરમાત્મામાં જોડવું. પરમાત્માની સાથે મળવામાં જે આનંદ છે તે અનુભવ્યો? ત્યાં આનંદ આવશે ત્યારે સંસારમાંથી ઓછું થશે. હમણાં તો રાજાલા મણીબહેનમાં છે. તમારી પાસે સાધર્મિક કોણ ? નવકારની સોબત વધુ કરો. સંયોગો ધર્મ માટેના અનુકૂળ બની જશે. સારી ઝંખના છે એટલે ફળશે. સાધકનો અંતનદ 231 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256