Book Title: Sadhakno Antarnad Part 2
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi
Catalog link: https://jainqq.org/explore/004898/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાધકનો અંતનદિ ' રી ભાગ-૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનાર Page #3 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થ lain Faucat international " Page #4 -------------------------------------------------------------------------- ________________ 533Hi ગુરૂ -૩૨ ઝંખે સદી, ગુરૂ દલપ ફુ સમ હોય, જેટના ધોમ વિના નધિ, પ1મીએ માર સોય. રાત૩૨ ખાયિયા , ધન્ય તે શુભ ગુરૂ રાય, ભવ અટકીને ઉતર ત ર , જેટ ની અનુપમ સય. For Privale & Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સાધકનો અંતનદિ ભાગ-૨ • લેખિકા ૦ ૫.પૂ. વિદૂષી સાધ્વીજીશ્રી પ્રભાશ્રીજી મ.સા. ના શિષ્યા પ.પૂ. અધ્યાત્મમગ્ન સાધ્વીજીશ્રી પદ્મલત્તાશ્રીજી મ.સા. ૦ પ્રકાશક છે ડ. અશ્વિનભાઈ પ્રવિણચંદ્ર શાહ હ. રાજુલાબહેન તથા જસુબેન શાંતિલાલ પટેલ અરૂણાબેન મયુરભાઈ પટેલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ડૉ. અશ્વિનભાઈ પ્રવિણચંદ્ર શાહ હ. રાજુલાબહેન તથા જસુબેન શાંતિલાલ પટેલ અરૂણાબેન મયુરભાઈ પટેલ પુસ્તકનું નામ સાધકનો અંતર્નાદ પ્રથમ આવૃત્તિ ઃ ઇ.સં. ૨૦૧૦ વી.સં. ૨૫૩૬ વિ.સં. ૨૦૬૬ નકલ : ૧૦૦૦ પ્રાપ્તિ સ્થાન : લાલભાઇ ફૂલચંદ ઘીચા ૧૪, ભાવિક સોસાયટી, ફતેહપુરા પોલીસ સ્ટેશન સામે, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૪ ૩૩૬૪ પ્રકાશભાઇ એચ. શાહ એફ/૨, સિદ્ધાંત એપાર્ટમેન્ટ, મેઘદૂત એપાર્ટમેન્ટની બાજુમાં, રાજકોટ બેંકની સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. ફોન : (૦૭૯) ૨૬૪૪૭૨૧૧ ટાઇપ સેટીંગ તથા મુદ્રકઃ શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ ૨૩૭-૨૩૮, પહેલેમાળે, ગંજબજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૧ ૨૧ ૦૨૧ - Page #7 -------------------------------------------------------------------------- ________________ અર્પણ - સમર્પણ ગિરનાર ગિરિનો મહિમા મહાન, ૧ થયા નેમપ્રભુના કિલ્યાણ; એવા તીર્થનું પાવન સ્પર્શન, કરતાં નેમીપ્રભુનું લાધ્યું દર્શન; નિર્મળ દરિસને ચિત્ત પ્રસન, શુભ ધ્યાને ઉપયોગ સઘન; શુદ્ધ સ્વરૂપને ઝંખતુ મન, નેમી પસાથે લહ્યો અનુભવ કણ; સ્વરૂપ ચિંતન બન્યું લેખન, તેહનું આ પુસ્તક પરિણમન; હે ગુરુમા આપનું આ અર્પણ, કરું નેમીપ્રભુ ચરણે સમર્પણ. Page #8 -------------------------------------------------------------------------- ________________ (भीत हुनियामा सा 06 - 4.जति - १)तो +11 24 २ २ २ २ . जनतिन स्५९ - nिce या Anmitra ना त्या 445) हाय २५७५. न लिnिi ... 4 २.५ र त1. art 2 ५२ + बार सर जोडी यूर दातमा) यात +२ वा विकास - सामगो का - भाई - 24 २९+) 21HI10 स 0 Hi होय. माजी न है । यात) मोस या २१२७ लापn ofars . . on ५) २ 40 है ० ००-))) ३५ ) . २०६६0 0-१0 2020 २०६६ २०६नान नीत. स२३) १०२ -1) - ५२ ५s NGO माला तिने पास 2 +2+2241627 Efc2 . '*fis (Pilani and EF- ) किया मैतन्य Page #9 -------------------------------------------------------------------------- ________________ jan in 2011 . निविषय सान्द याने * 400 01६ '.. २६ २०६१ सू न ते 414+ने नया सार २ . नाने 559 6414) ५) 241 10 11 -2+२ मत।2। ।" (Af-५) गाव त्याचे १५ २५१ २१५ म (+) 2046+1 २.' (५.१.१०) +4 न nika 2411) 21 सरस मा u/च्यूइ ) दियो : १) (२+९५) २५ २० •ny 24111 २ य. 14 m५ याय. मन १५) ५२ 3d on 20 (4+cuो नी ति लूट. +4 21२१ । २१ds२ 1 +)ी गति छ ५०, ५(e) (वलपोतो २ . . १४ +२५ १(२) witya) व्यूहनी जी-3 viedo t .. +) 210) २६५। .. २६+ २२ Nो न ले. मात्र द६4ने नि+ ६१ सन 14 ) सी बात ५२ +२ -2 +२ / +ए , (५. २१८) ' शते ना Micrt , ११३ amanna नि05 21ाने यामातूं मन स । 21 can m4 , त्या नि त। म स० NE et 4.24ति १ty ... EN. 4. न २7 ngn44 ... Page #10 -------------------------------------------------------------------------- ________________ २०६५ २१२स २५२८.) 14.25 । : ng १८ नुं 17 (104 न, ds) Sasa an) विय, racked cub, सह- Mare . मानने या साल 2106010 (५५ ति, ५ ( 77 ) १) ६) साह ni) १५) ११४ aan) + ६ २ ~ 2011. सन 2) - 1 tan ३८ , मन में 12] .यु, न् ने सापक २५३१ + स्५० मा ६०यो, a t - ६. ५m on ९, 4 2014 ५. ६५५- 2 (12 ५५५न म) 17 ) AHAMMAD): ' निGि+८५ २४० २, ६) पाय..' +26 त स२2) मे पण ना जाने Ra त aai ति ५१५ २स हाय (ल), ५१) २२१ मा२) (1२ ५०) 6 ( ५२ नम GEGI ५११५ २ अनूति ६ ५४५ (१८ ). 2n And onChe) : 2171 - 27E. Page #11 -------------------------------------------------------------------------- ________________ 2414) ५० ५५ ५९१२ - ५ 2nो - स६17) - 1) - +8+14) 2172) .. सहित ) ५१तत 911 म९२० nuMD51) पित) n o 4m त ) -2 . +) मा . ५.० ५.६, सं५५५९२ ६६ ०/० ६५ On Parn सि सू) 27 भए।२१009 है oner 2011 सा६. 0 g६२ Aory ) 04fन मना न 20 (ort 60१) २८ । तभी in min 221 out Yसा है) एमे +८५000 ५६.) या can'. - 21204 4)/404 0R - १९, २०५६ बा५५+ ६ CGL 21. 1 । , 060 ank) Page #12 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વ જગતઃ મૈં નમઃ ચેતન ! જ્ઞાન અજુવાળીએ... પરમોપકારી મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજીમહારાજાએ અમૃતવેલની સજઝાયમાં મજાની વાત કરી.... હે ચેતન ! તું જ્ઞાનને પ્રગટ કર. આત્મા પોતે જ્ઞાનમય છે, તો પછી જ્ઞાનને પ્રગટ કરવાનું કેમ કહ્યું? શુધ્ધ નિશ્ચયનયથી આત્મા શુધ્ધ-બુધ-મુક્ત છે પણ તેની ઉપર કર્મના આવરણ હોવાના કારણે આત્માનુ પોતાનું મૂળ સ્વરૂપ દબાઈ ગયું છે. તેથી જ કહ્યું કે, હે આત્મા ! તું જ્ઞાન ને પ્રગટ કર. જ્ઞાન ગુણને પ્રગટ કરવા માટે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા આ પાંચ પ્રકાર છે. તેમાં કર્મ નિર્જરા માટે, આત્માનુસંધાન માટે અનુપ્રેક્ષા અત્યંત ઉપયોગી છે. ચિંતન, મનન, નિદિધ્યાસન એ અનુપ્રેક્ષાના ભાવો છે. આવા ભાવોથી જયારે આત્મા ભાવિત બને ત્યારે એની કેવી ઉચ્ચ આત્મદશા હોય તેનું પ્રત્યક્ષપ્રમાણ આ ગ્રંથ છે. પરમકૃપાળુ, પવિત્રનામધેય, પૂજયપાદ્ બાયજીમહારાજ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની અર્દશ્ય પરમકૃપા પ્રાપ્ત કરીને, પરમપૂજય અધ્યાત્મયોગસંપન્ન, અમારા પરમગુરૂદેવ, પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય પાસેથી અધ્યાત્મયોગના દિવ્યભાવોને સ્પર્શીને સતત આત્મ ચિંતનમાં રહેનાર, વિદૂષીભાવથી આગળ વધેલા, અધ્યાત્મભાવથી ભાવિત, આત્માના ગુણોથી યુક્ત સાધ્વીવર્યાશ્રી પદ્મલતાશ્રીજી મહારાજ, દરરોજ ચિંતન-અનુપ્રેક્ષા કરતા. પૂજયશ્રીના સાનિધ્યથી પ્રાપ્ત કરેલ ચિંતનશક્તિ દ્વારા પૂજયશ્રીનાં જ સમાધિ સ્થળે અંતિમ શ્વાસ લીધો ત્યાં સુધી ચિંતન, મનન, અનુપ્રેક્ષા કરતા જ રહ્યા. આ ચિંતનો આત્મ જાગૃતિ માટે શબ્દસ્થ પણ કરતા જ ગયા, કરતા જ ગયા. સેંકડો ચિંતનોના સેંકડો પાનાઓ ભરાતા રહ્યા. પ્રભુની કરૂણા, ગુરૂદેવ પ્રત્યેની અવિહડ ભક્તિ, સમર્પણ ભાવના કારણે ચિંતનોની ઉંડાઈ ગજબની છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આવા ઉત્તમ આત્માઓ કયારેય પણ પોતાની જાતને પ્રગટ કરતા નથી. બસ એમનું કામ હોય છે ઉંડાણ સુધીની સ્પર્શના-અભેદ સ્પર્શના. તેથી જ એમના હાથે લખાયેલ ચિંતનો એમની હાજરીમાં પ્રગટ થવાનું ન બન્યું. પણ એમની વિદાય પછી સૌને એમની ચિંતન પ્રસાદી મળી રહે તે માટે પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય, ગુરૂ પાસે સાચા શિષ્યની અદાથી આજીવન અંતેવાસી બનનાર, સાધ્વીજી ભાવપૂર્ણાશ્રીજી મહારાજની પ્રેરણાથી સાધ્વીજી નિર્વાણ શ્રીજી મહારાજના પ્રયત્નોથી ઉદયમાં આવ્યું. ફળ સ્વરૂપે આજે આપણા સૌના હાથમાં આ દળદાર ગ્રંથ, વિશાળ બે વોલ્યુમ શોભી રહ્યો છે. આ વોલ્યુમમાં પાને-પાને આત્મા-ચૈતન્ય-અહમ્-ગુરૂતત્ત્વ વગેરે ભાવોની સ્પર્શના થઈ રહી છે. સરળશૈલીમાં સમાધિ માટે લખાયેલ તત્ત્વચિંતન, તત્ત્વજિજ્ઞાશુ આત્માઓ, આત્માના ઉંડાણ સુધી પહોંચવા સમર્થ બનશે તેમાં કોઈ વિકલ્પ નથી. સાધ્વીજીએ ગુરૂભક્તિથી તૈયાર કરાવેલ આ શ્રુતજ્ઞાનનો ખજાનો.. આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવનાર બને, આ ચિતનો દ્વારા આત્મિકભાવોને પામી, આત્માને ચૈતન્ય ને પરમચૈતન્ય સુધી પહોંચાડવા સમર્થ બનીએ એજ શુભભાવના..! સિદ્ધગિરી પ્ર વૈ. સુ. ૮, ૨૦૬૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ મારો અંતર ભાવ વિનીત સુનંદાબહેન સાધકનો અંતર્નાદ ગ્રંથાકારે આપ સૌના વરદ હસ્તમાં અર્પણ થયો, હૃદયમાં ધારણ થશે, ચેતનામાં ગુંજશે અને આખરે ભવ્યજનોને અંતરજગતમાં તેનો પ્રતિસાદ મળશે એવું રહસ્ય પ્રસ્તુત ગ્રંથમાં ઘણી વિશદતાથી પ્રગટ થયું છે. એવા આ ગ્રંથ વિષે મારે હૃદયના ભાવ આલેખવાના છે. તે પહેલા કેટલુંક પ્રાસંગિક જણાવું કે જે અગાઉ ગ્રંથ નવપદ અનુભૂતિ માં જણાવ્યું છે. છતાં પુનરૂક્તિ દોષ નથી કહેવાતો. પ્રસ્તુત ગ્રંથમાં જે લેખન છે તે સ્વાભાવિક આનંદનો - અંતઃચેતનાનો નાદ છે. તેમના અંતેવાસીની પુણ્યધરામાં છીપમાંથી મોટી પ્રગટ થાય તેમ કુમુદ નામની કુલદીપીકા (શાસનદીપીકા)નો જન્મ થયો. જન્માંતરીય સાધના સાથે અવતરેલા ઉત્તમજીવોની બાલ્યાવસ્થા જ્ઞાનવૃધ્ધ હોય છે. તેમ આ કન્યારત્નના જીવનમાં બન્યું અને તે પવિત્ર ચારિત્ર વડે ચરિતાર્થ થયું. યુવાનીમાં સાધેલો સર્વસંગ પરિત્યાગ શીઘ્રતાથી પરમાર્થને સાધે છે તેમ કુમુદ નામાંતર પામ્યું અને પાલતાશ્રીજી સાધ્વીપણે સંયમમાર્ગમાં સ્થિર થયા. ચારિત્ર ગ્રહણ પછી તેઓને બાહ્ય કોઈ વિશેષ ક્રિયાકલ્પની રૂચિ ન હતી. બાહ્યાડંબરથી તે વિમુક્ત હતા. મોટાઈ તો તેમને ધૂળ સમાન લાગતી. કોઈ પ્રસંગવિશેષથી પ્રગટ થવું તેમને માટે બાધક હતું. યદ્યાપિ જિનશાસનની સેવા હૃદયે વરેલી હતી...પણ તેનો પ્રકાર અલગ હતો. અલગારીનો હતો. મહાપુણ્યયોગે કેટલાયે ગુરૂવર્યનું યોગદાન મેળવ્યું હતું. તે સર્વ ગુરૂજનો પ્રત્યે તેમની અર્પણતા અને વિનમ્રતા જ તેમના જ્ઞાનના ક્ષયોપશમ, અંતર પવિત્રતા, સંયમ જીવનનું પ્રેરક બળ હતું. સૌ જીવો પ્રત્યે તેમનો વાત્સલ્યભાવ તે તેમની આંતરવાચા હતી. જે લેખનમાં પ્રગટ થઈ. આમ તેઓ સમગ્રમાં જીવતા હતા. જો કે મારો પુણ્યયોગ કંઈક ઓછો કે તેમની ત નજીક હતી છતાં દૂર રહી. બહુ મોડા મોડા નામ શ્રવણ થયું. બે-ત્રણ વાર મેળાપ થયો પરંતુ તેમનું અલ્પભાષીપણું પ્રારંભમાં તેમની અવસ્થા પારખવામાં ઝાંખુ પડયું. પરંતુ એમ કંઈ હીરો ચમકયા વગર રહે? ત્રણેકવાર તેમના સાનિધ્યમાં જવાનું થતા, તેમની સૌમ્ય, પા જેવી નિર્મળ મુખમુદ્રાએ ઘણુંબધું કહ્યું અને મારું મન અહોભાવથી ભરાઈ ગયું. પછી વળી શ્રી શત્રુંજય તીર્થે દર્શન થયા ત્યારે તેમના અંતરની ઉંચાઈ માપી ન શકી પણ જાણી શકી કે આ અલ્પભાષી છે પણ આત્મબળ વિશાળ છે. મને લાગે છે ગુપ્તતાતે તેમનો મનોભાવ હતો. તે સાચા સાધકની અંતરભાવના છે છતાં આપણા પુણ્યયોગ પણ ખરા કે આપણને આવા ઉત્તમ અનુભવ અને ભાવથી રસાયેલા, આત્મસાધક જિનવાણીનો અનુપમ આલ્હાદક લાભ મળ્યો. પૂ. શ્રી નિર્વાણ શ્રીજીની નિશ્રામાં અચાનક તેમના હસ્તાક્ષરનો એક માત્ર, માત્ર કાગળનો નાનો ટૂકડો મારે હાથે ચઢયો તે તેમના અંતરને સ્પર્શવા પૂરતો થયો, તો પછી આ પૂરા ગ્રંથ વિષે શું લખી શકું? છતાં સૌને પ્રેરણાદાયી બને તે માટે તેમના જ લેખનમાંથી અવતરણ કરૂ છું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ભગવાને કહ્યું જગત, જીવ અને તું એકજ છે. આ બધું દ્રશ્ય છે તે તો તે જે શરીર ધારણ કર્યું છે તેને માટે જીવન જીવવાના વ્યવહારો છે. પોતાની ઉભી કરેલી ધમાલ છે. તેમાંથી છૂટવું હોય તો જગતને તારા જેવું માનીને વ્યવહાર કરી અને મારું ધ્યાન કર. પરમાર્થ માર્ગ છે સર્વથી વિરામ પામવું. કેમ? જે તારું નથી તેને અનાદિકાળથી વળગી પડયો છું અને તેમાંય રાચે છે, માચે છે અને વ્યસ્ત રહે છે એજ આડો માર્ગ છે. સીધો માર્ગ છે તારું જે છે તે તારી પાસે છે...અહિં થોભી જા અને પાછો વળ. સર્વ પાપથી વિરામ પામ. સર્વથી મોટું પાપ મિથ્યાત્વ છે, જે બધા પાપને નોતરે છે.” આત્મામાં રહેવું તે સ્વભાવ. જડમાં રહેવું તે પરભાવ. ચૈતન્ય શક્તિ એટલે શુધ્ધાત્મ દ્રવ્ય, તેમાં કોઈ વિકૃતિ નથી. કર્મના સ્પર્શથી વિકૃત નહીં બનેલું આત્મદ્રવ્ય તે શુધ્ધાત્મ દ્રવ્ય. આત્મા સત્ ચિત્ આનંદ સ્વરૂપ છે. બીજા દ્રવ્યોમાં સત્પણું છે પણ ચિત્ અને આનંદપણું નથી. જ્ઞાન એટલે જાણવું. આનંદ પામવો. એ બે ક્રિયા બીજા દ્રવ્યોમાં નથી. પૂર્વના પરમાર્થમાર્ગના ઋણાનુબંધથી આ જીવનમાં કોઈ અણઉકલ્યા યોગ મળી જાય છે. પૂજ્યશ્રી પદ્મલતાશ્રીજીનો યોગ અલ્પ મળ્યો. પરંતુ પૂજ્ય સાધ્વી શ્રી ભાવપૂર્ણાશ્રીજી અને પૂજ્ય સાધવી શ્રી નિર્વાણશ્રીજીએ પૂજ્યશ્રીના શ્રુતનો ખજાનો જે વિશ્વાસથી મને સુપ્રત કર્યો અને આવા સત્કાર્ય માટે અવસર આપ્યો તે માટે હું તેમની ઋણી છું. પૂજ્યશ્રી નું મૂળ લખાણ સુંદર અક્ષરે લખાયેલું છે તે જેમ છે તેમ છપાવવું વધુ ઉત્તમ હતું. પરંતુ તે બધી ડાયરી સપ્રમાણ નથી, એટલે ગ્રંથાકારે આમ કરવું સરળ બન્યું. છતાં આ બધી ડાયરીઓના લખાણને વ્યવસ્થિત ગોઠવી, વિભાગો પાડી, દરેકની ઝેરોક્ષ નકલો કરાવવા શ્રી પ્રીતમબેન સીંઘવી એ પરિશ્રમ કરવાથી આ કાર્ય સરળ બન્યું છે. તેઓ લેખિકા અને તત્ત્વ જિજ્ઞાસુ હોવાથી આ કાર્યમાં તેમની સુઝ ઘણી ઉપયોગી બની છે. છતાં મૂળ વાત તો પૂજ્યશ્રીના પવિત્ર અંતઃચેતનાથી આલેખાયેલા આ તત્ત્વોનીજ વિશેષતા છે. તેમાં યત્કિંચિત્ લાભ મળ્યો તે અમારા સૌનું પુણ્ય છે. આ ગ્રંથ તમારા સૌના વરદ હસ્તમાં આવશે. તેની પવિત્રતા જાળવજો તેને વાંચજો, વિચારજો, માણજો. “મહિ પડ્યા મહા સુખ માણે” એવું સૌને થશે તેની ખાત્રી છે. આપણો શ્રમ એટલો જ કે આપણે આ વચનોને આત્મસાત્ કરીએ. આપણા ઘણા જન્મોનું બાકી રહેલું એક મહાન પરમાર્થ કાર્ય આ નિમિત્તે સફળ બને તેજ અભ્યર્થના. - તેમના અંતેવાસીની પૂજ્ય સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજીએ પૂજ્યશ્રી પાસેથી ઘણું મેળવ્યું છે. સ્વયં વિદ્વતાપૂર્ણ શ્રુતજ્ઞાનમાં પારંગત છે. તેમનો પરિચય પણ સાધકો માટે આત્મશ્રેયરૂપ છે. તેઓ સૌ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી વિરમું છું. આ જ્ઞાનયાત્રાના સહભાગી થવા બદલ ઋણી છું. લી. સુનંદાબહેન વોહોરા Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સાગરના તટ ઉપર શીતળ લહેર મળે છે, ઉદ્યાનમાં વિવિધ ફૂલોની મહેક મળે છે, સરિતા પાસે શીતલ જળ મળે છે. વૃક્ષ પાસે ઘટાદાર છાંયો મળે છે. મેઘ જીવસૃષ્ટિને જીવાડે છે. ધન મનુષ્યની જીવાદોરી બને છે તેમ ગુરૂમાનું જીવન સંસ્કાર આપે છે અને ગુરુમાની વાણી સદ્ગુણ આપે છે. ગુરુમા માત્ર દેહથી સાધ્વી પર્યાયને ધારણ કરતાં હતાં. પરંતુ તેમનું જીવન એક સંતની ભૂમિકાની મહેક પ્રસરાવતું હતું. કારણકે તેઓ આત્મતત્વ સાથે જોડાયેલા હતા. લઘુવયથી તેમની જીવનચર્યા, વાણીની મૃદુતા, સરળતા, ગંભીરતા, ઉદારતા, વિચક્ષણતા, પરોપકારવૃત્તિ, કુમુદ નામ પ્રમાણે ગુણથી સુવાસીત બનેલી હતી. તેમાં સહજ વિરાગદશા જાતિમાન સુવર્ણની જેમ જન્માન્તરીય આવેલી હતી. તેથી જ કુટુંબમાં, સમાજમાં, ગામમાં, શ્રી સંઘમાં સુસંસ્કારો તથા સદ્ગુણોથી યુક્ત તેમનું વૈરાગી જીવન ચમત્કૃત કરનારું હતું. વળી, ભરયૌવનવયમાં આત્માને પીછાનવા, આજ્ઞાધર્મનું પાલન કરવા જીવનને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું અને સદ્ગુરૂએ તેમને સમર્પણગુણ ખૂબ છૂટાવ્યો. આત્માભિમુખ એવી નિર્મળ આચારસંહિતાના ઝરણામાં ખળખળ વહેતાં સદ્ગુરૂના કૃપાપ્રવાહથી પ્રાપ્ત થયેલી નિર્મળ અંતઃકરણની ચાદર ઉપર શુદ્ધાત્મદશાની અનુભવ પ્રાપ્તિનો માર્ગ સદ્ગુરૂએ શક્તિપાત રૂપે ક્ષેપ કર્યો. તેમને કેવો ઝીલ્યો ? તે આપણે તેમના જ એક-એક શબ્દોનું પાન કરતાં-કરતાં અનુભવીશું અને પરમતૃપ્તિને પામીશું. બેશકઃ મહાપુરુષોના પગલે ચાલતાં-ચાલતાં તેમણે જે મેળવ્યું તેના સહભાગી બનીશું. મહાપુરૂષોના હૃદયમાં જે અનુભવધન હતું તે મહાપુરુષોના હ્રદયંગમી બની તેમની પાસેથી સહજતાથી સુપાત્રપદ પામીને હૃદયસ્થ કર્યું. આત્મસમદર્શિત્વભાવથી સર્વજીવસૃષ્ટિ તેમની આત્મજન હતી, પરમાત્મભક્તિમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિની તડપનતા હતી, સદ્ગુરૂને સમર્પિત જેમનું જીવન હતું, વ્યવહારશુધ્ધિ ઔચિત્યપૂર્ણ હતી, જડ-ચેતનના ભેદમાં વિવેકયુક્ત જાગૃતિ હતી, જેમની ગુણદૃષ્ટિ સ્વ-પર સર્વને ઉજાળતી હતી, તેમની તત્વદૅષ્ટિ અસિમિત હતી, શુધ્ધસ્વરૂપની ખોજ અપર્યાપ્ત હતી, તેમનો શુદ્ધાત્મ ગુણસંવેદનનો અનુભવ પર્યાપ્ત હતો. જેથી જીવો સાથે જીવ્યા તો પણ નિરાળા રહ્યા, દેહ સાથે પ્રતિક્ષણ રહેવા છતાં દેહથી નિસ્પૃહી રહ્યા, સદ્ભાવ અને સદ્વિચારયુક્ત ચિંતનમાં નિરાભીમાની રહ્યા. આવા અગણ્ય ગુણોમાં વિહરતા ગુરૂમાએ જડભાવને ઉવેખીને આત્મતત્વને પામી સતત અનુભવ ચિંતન પોતાના સ્વાધ્યાય માટે કંડાર્યું. તેને આપણે તેમનાં જ શબ્દોમાં નિહાળીયે..... Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરુમા જે સગુરૂજનોનાં સાંનિધ્યથી, તેમની વાણીના પાનથી, તેમની કૃપાદૃષ્ટિથી આંશિક સહજ અવસ્થાને પામ્યા તે જ સદ્ગુરૂના નામ સ્મરણથી આપણે પણ તેમના માર્ગે આગળ વધીયે..... - કુટુંબના કુલગુરૂ પરમપૂજય યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. - પરમપૂજય સંઘસ્થવર દાદાગુરૂદેવશ્રી આ. સિદ્ધિસૂરીશ્વરની મ.સા. (બાપજી મ.સા.) - દિક્ષાપ્રદાતા પરમપૂજય સરળ સ્વભાવી શ્રી મનોહરસૂરીશ્વરજી મ.સા. સંયમજીવનનું ઘડતર કરનારા પરમપૂજય મુનીમહંત શ્રી સુમિત્રવિજયજી મ.સા. જેમણે પૂજયગુરૂમાને પોતાના હૃદયમાં ચોથાઆરાના સાધ્વીજી સદૃશ સ્થાન આપ્યું છે તેવા સંયમના પાલનહારા પરમપૂજય વર્ધમાનતપોનિધિ, શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. અધ્યાત્મધન આપનાર પરમપૂજય પં. પ્ર. અધ્યાત્મયોગી શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પરમપૂજ્ય તપસ્વીસમ્રાટ શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. - તત્વજ્ઞાનગોષ્ઠી કરાવનારા પરમપૂજય શાંતસ્વભાવી શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.સા. - પરમપૂજય શ્રુતપ્રવર્તક મુનીરાજ શ્રી જંબુવિજયજી મ.સા. આ ચિંતનકર્ણિકાને શ્રી સંધ સમક્ષ પ્રદાન કરવાની પ્રેરણા કરનાર પરમપૂજય ભક્તિયોગાચાર્ય આ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. - સગુણોની સુવાસથી સુવાસિત પરમપૂજય પં.પ્ર. શ્રી વ્રજસેનવિજયજી મ.સા. - પરમપૂજય પ્રખરપ્રવચનકાર શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. - સંયમદાતા ગુરૂમાતા પરમપૂજય વિદૂષી સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજી મ.સા. જન્માતરીય સાધનાને નિખારવાનું કાર્ય ઉપયુકત સ ગુરૂભગવંતોને કર્યું. સ્વસામર્થ્ય, ધરખમપુરુષાર્થ, સતત જાગૃતિ અને સ્વસ્વરૂપના ચિંતન, મનન, ધ્યાનના સતત અભ્યાસના કારણે પ્રાપ્ત થયેલા આત્માનુભવને કારણે મહાપુરુષોએ ગુરૂમાને “ચિંતન, મનન, ધ્યાનની પેલે પાર અનુભૂતિનાક્ષેત્રને પામેલા યોગીજનોના માર્ગમાં પ્રવેશેલા કહ્યા છે” પરમપૂજય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા.ની પાવનપ્રેરણાથી પ્રકાશીત થનાર આ પુસ્તકને પૂજયશ્રીએ શાસનના અગણીત કાર્યોની વચ્ચે પણ બરાબર રીતે અવલોકીને કૃપા કરીને પ્રસ્તાવના લખી આપી અમોને કૃતકૃત્ય કર્યા છે. તથા પરમપૂજય અધ્યાત્મયોગી પં.પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. ના અનન્ય કૃપાપાત્ર પરોપકારાદિગુણોપેત પરમપૂજય પં. પ્ર. શ્રી વજસેનવિજયજી મ.સા. દ્વારા પૂજય ગુરુમાના આ પુસ્તક અંગેનું લખાણ જોઈને આત્મીય ભાવે બે બોલ લખાયા છે. તે માટે અમો પૂ. પં. પ્ર. ભદ્રંકરવિજયજી મ.સા. હતા ત્યારથી તેમના ઋણી છીએ અને આ પ્રસંગે વધુ ઋણી બન્યા છીએ. આ સાથે પરમપૂજય સ્વસંમનિષ્ઠ પ.પૂ. શ્રી હરિશ્ચંદ્રવિજયજી મ.સા. તથા અધ્યાત્મપ્રવચનકાર Page #18 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય આ. હેમસુંદરસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોનું પણ સ્મરણ કરું છું. પૂજય ગુરૂમાએ આત્માનું સાધીને આશ્રિતોનું યોગ-ક્ષેમ કર્યું. શ્રી સંઘને સુસંયમ, સદ્ગુણ, સાધના, સમાધિમયજીવનનો આદર્શ આપ્યો અને સાથે સાથે ચિંતનનો ખજાનો આપીને સ્વજીવનને કૃતકૃત્ય કર્યું. ગુરુમાના આ ચિંતનના ખજાનાને શ્રી સંઘની સમક્ષ ખુલ્લો મૂકતા સહભાગી યાત્રીઓને કેમ ભૂલી શકાય !!!! ૮૫ વર્ષની જૈફવયે સ્વસાધના, સ્વાધ્યાય, જ્ઞાનદાનમાં રત રહેવા છતાં ગુરૂમાના સ્વહસ્તે લખેલા લેખોને વ્યવસ્થિત કરીને આ પુસ્તક તરીકેનો પ્રકાશ આપવામાં પ્રધાનભોગ આપનારા સુશ્રાવિકા સુનંદાબહેનના સહકાર બદલ અમે એમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ તથા સાથો સાથ ડૉ. પ્રિતમબહેનની સહાયકતાને પણ કેમ ભૂલી શકાય ? તેઓના પણ અમે ઋણી છીએ. આ સાથે પરાગભાઈએ ગત બે પુસ્તક નવપદ અનુભૂતિ તથા એ ગિરિવરને સેવતાં આતમ નિર્મલ થાય તથા આ ચાલુ પુસ્તકમાં તૈયાર કરવામાં અમને ખૂબ જ સાથ-સહયોગ આપ્યો છે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીયે છીએ. વળી પ્રગટ-અપ્રગટ સહાય કરનાર સર્વેના અમો ઋણી છીએ આ પુસ્તકના પ્રૂફરીડીંગમાં અનભિજ્ઞપણે જે કાંઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા આપશો તથા ક્ષતિ પ્રત્યેનું ધ્યાન દોરવા કૃપા કરશો. આ પુસ્તકના વાંચન દ્વારા આત્માના અનુભવના ઉજાસમાં પરમપદને પ્રાપ્ત કરે એ જ શુભાભિલાષા. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તેની ક્ષમા યાચું છું. પ.પૂ. અધ્યાત્મમગ્ન ગુરૂમાતા પદ્મલતાશ્રીજી મ.સા. ની ચરણસેવિકા ભાવપૂર્ણાશ્રીજી Page #19 -------------------------------------------------------------------------- ________________ | ભાગ-૨) વિષચાનકમ (સંવત ૨૦૪૬-૪૭-પાના નં. ૧ થી ૩૩ ૧. ગિરનાર તળેટીએ ધર્મશાળામાં ૪ દ્રવ્યની ધૃવસત્તા તથા અવાન્તર સત્તા ૬. શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન ૨. આત્મ તત્ત્વ ચિંતન ૫ દ્રવ્યની વ્યાપકતા ૭. પર્યાયની વિચારણા ૩. શુદ્ધાત્મદ્રવ્યમેવાડહં, જ્ઞાન દર્શન ગુણો મમ: 'સંવત ૨૦૪૭-પાના નં. ૩૪ થી ૩૯ ૧. ચૈતન્ય શક્તિ - શુદ્ધાત્મદ્રવ્ય ૩. શુદ્ધાત્માની પૂજા ૨. અઈમ્ એ શુદ્ધાત્માનો શબ્દદેહ છે ૪. સૃષ્ટિ દર્શન સંવત ૨૦૪૫-૪૬-૪૭-પાના નં. ૪૦ થી ૫૭ ૧. સિદ્ધચક્ર સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય ૫. ચિદાનંદરૂપી પરબ્રહ્મ લીલા, ૯. નેમિપ્રભુનો દીક્ષાદીન ૨. શુદ્ધાત્મ દ્રવ્ય નું ધ્યાન વિલાસી વિભો ત્યકત કામાગ્નિકિલા ૧૦. શુદ્ધ સંયમ ૩. શુદ્ધાત્મ દ્રવ્યમાં નવપદનું ધ્યાન સમન્વય ૧૧. નિહિત્વ ગુણ (સિદ્ધ ભગવંતનો) અર્થાત્ આત્મામાં નવપદ ૭. પ્રશમરતિ ૧૨. છંદ - હરિગીત ૪. ચિંતન-યોગવીર્ય અને ઉપયોગ વીર્ય ૮. પ્રાણાયામની વિધિ સંવત ૨૦૪૮-પાના નં. ૫૮ થી ૬૬ ૧. જગતની પ્રકૃતિ અને પ્રવૃત્તિ ૩. સામાયિક ૫. સ્વરૂપ પ્રાપ્તિમાં પાંચ પદનું આલંબન ૨. નમસ્કાર ૪. અજીતનાથ ભગવાનનું સ્તવન 'સંવત ૨૦૪૮-પાના નં. ૬૭ થી ૧૦૪ ૧ દ્રવ્યનું સ્વરૂપ ૧૧. એસો પંચ નમુક્કારો ૧૬, બહિરાત્મભાવ ૨. આત્માનો સહજ સ્વભાવ ધ્યાન ૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૧,૨,૩,૪,૫ ૧૭. અહિંસક ભાવ ૩. જ્ઞાન પંચમી ૧. સ્વરૂપ અને સ્વભાવ ૧૮. ધર્મ ૧,૨,૩,૪,૫,૬,૭,૮ સંયમ ૧, ૨ ૨. સ્વરૂપ અને સ્વભાવ ૧૯. ધર્મ (અહિંસા) ૧,૨,૩,૪ સ્યાદ્વાદ ૩. સ્વરૂપ અને સ્વભાવ ૨૦. ધર્મ (સંયમ, ૧,૨,૩,૪,૫ ૬. આત્મ રમણતા ૪, શક્તિ સ્વરૂપ અને સ્વભાવ) ૨૧. ધર્મ (૫) ૭. જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા ૫. સ્વરૂપને સ્વભાવ ઔદાસીન્ય ભાવ ૨૨. યમ-નિયમ તથા વ્રત નિયમ ૮. ઉપયોગ શૂન્યતા તથા ઉપયોગ સ્થિરતા ૧૩. આત્માને જગત સાથે સંબંધ ૨૩. આત્મ સ્વરૂપ ૯. ભક્તાવસ્થા ૧૪. જ્ઞાયક ભાવ ૨૪. ચાર વાણી (ભાષા) ૧૦. પરમાત્માનું શરણ ૧૫. પરમાત્મ ભાવ ૨૫. સમતા સંવત ૨૦૪૯-૫૦-પાના નં. ૧૦૫ થી ૧૨૧ ૧. ઔચિત્ય ૭. સારભૂત વસ્તુ ૧૩. દોષા: પ્રાંતુ નાશ ૨. આત્મ દર્શન ૮. સારભૂત વસ્તુ પ્રાપ્ત કરવાની ૧૪. સર્વત્ર સુખી ભવતુ લોક: ૩. તત્ત્વ દર્શન-સમ્યગ દર્શન ચાવી – ઉપાય ૧૫. ચૈતન્ય સાથે અભેદ સાધના માટે પ્રથમ ૪. શબ્દ બ્રહ્મ અહંમ દ્વારા અભેદ ૯. શિવતરુ સુખના કંદ પ્રયોગ દયાન ૧૦. ચેતન્ય શક્તિનું દર્શન ૧૬. ચૈતન્ય શક્તિનું સ્વરૂપ ૫. અહમ્ અથવા શુદ્ધાત્મા ૧૧. શિવમસ્તુ સર્વ જગતઃ ૧૭. ચૈતન્ય શક્તિ ૬. પરમ તત્વ – પરમાત્મા ૧૨. પરહિત નિરતા ભવંતુ ભૂતગણાઃ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ 'સંવત ૨૦૫૦ પાના નં. ૧૨ ૨ થી ૧૩૫ ૧. ચૈતન્ય શક્તિ એ શું છે? ૧ એ, ૫. ચૈતન્ય શક્તિ યાને આત્મજ્યોતિ ૯. ઉપયોગ શુદ્ધિ - મન શુદ્ધિ ૧ બી, ૧ સી ૬. જ્યોતિ ઝગમગે રે લોકાલોક પ્રમાણ ૧૦.આત્મિક પુરુષાર્થ ૨. ચૈતન્ય શક્તિ ૭. અહમના ધ્યાનમાં ૧૧. શબ્દ બહ્મ - પરબ્રહ્મ ૩. ચૈતન્ય શક્તિના સૌદર્યથી આનંદ ક્યો? ૮. આત્માનું દર્શન - યાને આત્મ ૧૨. અરિહંત પરમાત્માની રહસ્યમય વાણી ચૈતન્ય શક્તિનું દર્શન અને આનંદ સ્વરૂપની ઝાંખી ૧૩. ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ નિર્વિષય આનંદ યાને સહજાનંદ | સંવત ૨૦૫૧-પાના નં. ૧૩૬ થી ૧૭૧ ૧. આત્માનું સ્વરૂપ ૫. અભેદ ભાવે સાધના કેવી રીતે? ૮. ક્ષમા ૨. જડનું આંતર સ્વરૂપ ૬. અભેદોપાસના સમીપતા ૩. યોગ – સાધના ૭ પરમપ્રભુ અરિહંત પરમાત્મા (નવપદ) ૧૦. સંસારનું સ્વરૂપ ૪. જીવ પ્રત્યે પ્રેમ ૧. શુદ્ધાત્માનું સ્વરૂપ ૨. ઉપયોગ ૩. જિન, જગત, જીવાત્મા 'સંવત ૨૦૫૪-૫૫ પાના નં. ૧૭૨ થી ૧૭૮ ૪. પરમ ગુરૂ ૭. આત્મતત્ત્વ ૫. અન્વેષણ ૬. સર્વજ્ઞતા પરિશિષ્ટ-૧-પાના નં. ૧૭૯ થી ૨૦૦ 'પરિશિષ્ટ-૨-પાના નં. ૨૦૧ થી ૨૩૧ | Page #21 -------------------------------------------------------------------------- ________________ સાધકનો અંતર્નાદ સંવત ૨૦૪૬-૪૭-પાના નં. ૧ થી ૩૩ ૧. ગિરનાર તળેટીએ ધર્મશાળામાં * અનુક્રમણિકા * ૨. આત્મ તત્ત્વ ચિંતન ૩. શુદ્ધાત્મદ્રવ્યમેવાડહં, જ્ઞાન દર્શન ગુણો મમ । ૪. દ્રવ્યની ધ્રુવસત્તા તથા અવાન્તર સત્તા ૫. દ્રવ્યની વ્યાપકતા ૬. શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન પર્યાયની વિચારણા ૭. 1 Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧. ગિરનાર તળેટીએ ધર્મશાળામાં પો.વ. OIL ચૈતન્ય જગત વ્યાપી છે. કારણ કે આત્મ દ્રવ્ય એ વસ્તુ સત્ છે. આત્મદ્રવ્યનું અસ્તિત્વ (સત્તા) એ જ શક્તિ, શક્તિ કઈ? આત્માના અસ્તિત્વ-એટલે કે સત્તા-હોવાપણાની શક્તિ અર્થાતું, હોવાપણું એ જ શક્તિ છે એ શક્તિરૂપ જે વસ્તુ છે તે દ્રવ્ય છે. એટલે કે દ્રવ્ય એ શક્તિ છે, પર્યાય એ વ્યક્તિ છે. તે દ્રવ્ય (આત્મ દ્રવ્ય) કેવું છે? સમગ્ર જગતમાં આત્મદ્રવ્યનું હોવાપણું (સત્તા) વ્યાપક છે. વસ્તુની સત્તા એ જ દ્રવ્ય. સત્તા એ જ શક્તિ. શક્તિ એજ દ્રવ્ય. તે આત્મ દ્રવ્યની સત્તા જગતમાં વ્યાપીને રહેલી છે. તે આત્મ દ્રવ્યની સત્તા ચૈતન્ય તરીકે ઓળખાય છે. દ્રવ્ય માત્ર શક્તિરૂપ છે. દા.ત. ઘડો જોઈને અનેક ઘટમાં મૃદુ દ્રવ્યની શક્તિ હોવાથી એકાકારતાની પ્રતીતિ થાય છે. એકાકારતા એટલે એક આકાર એવો અર્થ નહિ પણ અહીં આકારનો અર્થ મયર્ પ્રત્યયથી જે અર્થ થાય તે લેવાનો છે. એકાકારતા એટલે એકમયતા, એકતા, એકપણું. દરેક ઘટમાં એકપણાની પ્રતીતિ થાય છે. તે મૃદ્રવ્યની શકિતથી થાય છે કે આ ઘડો છે આ પણ ઘડો છે વિગેરે કેમકે વ્યકિતરૂપ ઘડામાં મૃદ્ધવ્યની શક્તિ રહેલી છે. તે એકનું ભાન કરાવે છે એકલા દ્રવ્યની વિચારણા (પર્યાયની ગૌણતા) જ એકાકારતાની પ્રતીતિ કરાવે છે. માટે કેવળ આત્મ દ્રવ્યની વિચારણા (પર્યાયની વિચારણા રહિત) તે સમગ્ર જગતમાં રહેલી વ્યકિતરૂપ આત્માના પર્યાયોમાં આત્મ શક્તિ રહેલી છે જેને ચૈતન્ય શક્તિ કહેવાય છે. (અહીં ચૈતન્ય એટલે જ્ઞાનરૂપ ગુણ એવો અર્થ નહિ કરવો પરંતુ આત્મદ્રવ્યની સત્તારૂપ શક્તિ ગ્રહણ કરવી.) તેથી આ પણ જીવ છે આ પણ જીવ છે એવી દરેક વ્યક્તિમાં એકપણાની પ્રતીતિ થાય છે. કેમકે વ્યક્તિરૂપ પ્રાણીમાં ચૈતન્ય શક્તિ રહેલી છે તે દરેક વ્યક્તિમાં એકાકારતાની પ્રતીતિ કરાવે છે. સમગ્ર જગત જયારે એક શકિતરૂપ લાગે છે ત્યારે તેમાં મળી જતું આપણું ચૈતન્ય. જેને આજ સુધી જુદી સત્તા સ્થાપીને સમગ્ર જીવરાશિથી ભેદ વડે-અલગ વ્યક્તિત્વ વડે રહીને દુઃખનો અનુભવ કર્યો છે, તે વ્યક્તિત્વનો ત્યાગ કરી શક્તિરૂપ પોતાની સત્તાનું ભાન થતાં તેમાં પોતાની વાસ્તવિકતા અનુભવાય છે અને સમગ્ર જીવરાશિ સાથે ચૈતન્ય શક્તિથી મિલનનો અભેદ આનંદ અનુભવાય છે. સતુરૂપ શકિતને જણાવનારું આત્મદ્રવ્ય છે અને તે દ્રવ્ય ઓળખાવનાર ગુણ અને પર્યાય છે. દરેક પદાર્થો સત્ છે તે સત્ પણું (સત્તા) જણાવનાર તે પદાર્થો છે અને તે તે પદાર્થોને ઓળખાવનાર તે તે પદાર્થના ગુણ-પર્યાયરૂપ શક્તિ છે અર્થાતુ, દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે શક્તિરૂપ છે અથવા સતપણે છે. પરંતુ ગુણ-૫ર્યાયની શક્તિ દ્રવ્યને આધીન છે. પરંતુ દ્રવ્યની શકિત-સતુપણું સ્વતંત્ર છે. તે શક્તિ અન્ય કોઈ શકિતને આધીન નથી. તે શક્તિને આશ્રિત ગુણ-પર્યાયાદિ શક્તિઓ રહેલી છે. તેથી તે સર્વતંત્ર-સ્વતંત્ર એવી શક્તિ-સત્તા તે જ આત્મ દ્રવ્ય છે અને શક્તિની એકતા, એકાકારતા તે ચૈતન્ય શક્તિ કહેવાય છે. સાધકનો અંતર્નાદ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુણ અને પર્યાયનું સતુપણું એટલે કે સમતાગુણ છે તે સપણે જગતમાં રહેલો છે. તે સમતાગુણની શક્તિ સમભાવ જળવાવે છે. તેવી રીતે પર્યાય જેમકે મનુષ્ય ભવની પર્યાય મનુષ્યના સંસ્કારો પ્રમાણે વર્તન કરાવે છે મનુષ્યત્વ શક્તિ તે પર્યાયની છે. આ રીતે ગુણ પર્યાયની શક્તિઓનો આશ્રિત અદ્વિતીય શક્તિ-સતુપણું તે આત્મ દ્રવ્ય છે. ૨. આત્મ તત્ત્વ ચિંતન મ.વ. ૧૩, ૨૦૪૬, ગીરનાર શુદ્ધાત્મ દ્રવ્ય ચિંતન એટલે ગુણ-પર્યાયને ગૌણ કરીને મુખ્યતાએ કેવળ દ્રવ્યની વિચારણા. શુદ્ધાત્મ દ્રવ્ય આકાશ જેવું અરૂપી તત્ત્વ છે જેમ આકાશ નિસ્તરંગ છે એટલે કે તરંગની જેમ કયાંય અલતા પામતું નથી. સ્કૂલના એ વસ્તુની વિકૃતિ છે. શુદ્ધાત્મ દ્રવ્ય અસ્મલિત છે માટે નિતરંગ છે. વળી આકાશની જેમ નિષ્પકંપ છે. દીપકની જ્યોત જેમ વાયુથી કંપ્યા કરે છે, ઝબુક-ઝબુક થયા કરે છે તેમ શુદ્ધાત્મ દ્રવ્ય કંપતું નથી પરંતુ આકાશની જેમ નિષ્પકંપ છે. વળી આકાશની જેમ નિરંજન, નિરાકાર છે. આકાશને કયાંય અંજન લાગતું નથી. તેમ શુદ્ધાત્મ દ્રવ્યને કોઈ વસ્તુ સ્પર્શીને અંજન કરી શકતું નથી. અર્થાત્, અંજન રહિત, સ્પર્શ રહિત આકાશને આપણે હાથથી સ્પર્શ કરવો હોય તો થઈ શકતો નથી, અથવા તે પકડી શકાતું નથી તેમ શુદ્ધાત્મ દ્રવ્ય અંજન રહિત છે. નિરંજન હોવાથી તેને કોઈ વસ્તુનો સ્પર્શ થતો નથી. તથા આકાશમાં કોઈ આકાર નથી તેમ શુદ્ધાત્મ દ્રવ્ય નિરાકાર છે, આકાર વિનાનું છે. આવું શુદ્ધાત્મ દ્રવ્ય ઉપયોગથી જોતાં જણાય છે. તે અરૂપી તત્ત્વ છે માટે તે વખતે જયારે અનુભવાયું ત્યારે આ શુદ્ધાત્મ દ્રવ્ય તે હું છું આવી “' પણાની સ્થાપના આજે બુદ્ધિથી સચોટ થઈ આનું નામ “સોડહં'ની પ્રતીતિ છે. આ પ્રથમ જે પ્રતીતિ છે તે જ “સોડહં'નું સ્વરૂપ અનુભવાયું. અત્યાર સુધી તો હું કોણ છું? તેનું ભાન શરીરમાં હતું હવે શુદ્ધાત્મ દ્રવ્ય તે હું છું તે સચોટ થયું. હવે તેના પર પ્રીતિ કરવાની છે. પ્રીતિ થયા પછી તે સ્વરૂપ હું છું ‘તતૂપોડહં તે પ્રતીતિ થાય છે ત્યારે જે આનંદ થાય છે તે સ્વરૂપાનંદ, સ્વરૂપ રમણતા છે. સોડહં'ની પ્રતીતિ સુધી પણ આત્મા ઉપર પ્રીતિ નથી, ફકત આત્માને ઓળખ્યો. પોતાને ઓળખ્યો. તે પહેલાં શરીરમાં હું પણાની બુદ્ધિ હતી ત્યારે પણ તેને હું (શરીર) પર પ્રીતિ નથી. પરંતુ ઓધે ઓધે જીવન જીવાય છે. જો પુદ્ગલની પ્રીતિ હોય તો પુદ્ગલની વિરુદ્ધ આપણે ન ચાલીએ. પુદ્ગલનું કુદરતી જીવન પણ આપણે વિરુદ્ધતાથી વર્તીએ છીએ તેનું કારણ પુગલ પર પણ પ્રીતિ નથી. પરંતુ મદિરાના પાનથી ઉન્મત્તને કાંઈ ભાન ન હોય તેમ મોહથી ઉન્મત્ત આ જીવને વિષયો ઉપર પ્રીતિ મોહના ભરમાવાથી થાય છે. ત્યારે પાંચ ઈન્દ્રિયો દ્વારા વિષયોને મેળવી સુખ અને તૃપ્તિ મેળવે છે. હું પુદ્ગલને ધારણ કરી તેના દ્વારા સુખ મેળવું છું એવો પણ વિચાર નથી હોતો કેવળ ઈન્દ્રિયો અને સાધકનો અંતર્નાદ ઇ/ Page #24 -------------------------------------------------------------------------- ________________ તેના દ્વારા વિષયોના સુખમાં મસ્ત છે તેથી વિષયોની પ્રીતિ છે. તેથી વિષયોના ભોગથી થતી પુદ્ગલની ખરાબીનો પણ વિચાર નથી હોતો, માટે પુદ્ગલ પર પણ પ્રીતિ નથી. પુદ્ગલમાં પણ જયાં સુધી રહેવું પડે ત્યાં સુધી તેની વિરુદ્ધ નહિ ચાલવારૂપ પ્રીતિ રાખવી પડે છે. યોગાત્માને શુદ્ધાત્મ દ્રવ્ય સમજાયું, ઓળખાયું, જોયું કે આ જેને હું જોઉં છું તે ‘હું’ છું ત્યારે ‘સોડહં’ની પ્રતીતિ થાય છે અર્થાત્, શુદ્ધાત્મામાં ‘હું’ પણાની સ્થાપના થઈ. ‘હું’ પણાની બુદ્ધિ થવાથી પ્રીતિ થઈ ત્યારે તે સ્વરૂપ હું છું (તદ્રુપોડહં) એ પ્રતીતિ થાય છે. આમ તો ‘સોડહં’ ‘તદ્રૂપોડહં' એ બંનેમાં તો જ પ્રયોગ છે, સઃ એટલે તે અને તદ્રુપ એટલે તે રૂપ, આ બેમાં ખાસ ફરક પડતો નથી. છતાં સોડહં અને તદ્રુપોડહં નો અનુભવ યોગાત્માઓએ બતાવ્યો છે, તે આ રીતનો ભેદ દેખાય છે. ‘સોડહં’ શુદ્ધાત્મ દ્રવ્યને પહેલી નજરે જોતાં થયેલો અનુભવ છે, પછી તેની રઢ ચાલતાં તેની પ્રીતિથી પ્રગટ થયેલો અનુભવ છે ‘તદ્રુપોડહં’. શુદ્ધાત્મ દ્રવ્ય એટલે ગુણ અને પર્યાયની ગૌણતા રાખીને કલ્પેલું આત્મ દ્રવ્ય. ફા.વ.પ્ર. ૭, સં. ૨૦૪૬, અજાહરા તીર્થ હે પાર્શ્વપ્રભુ ! અજાહરા ! તારું સ્વરૂપ એટલે પ્રગટ શુદ્ધાત્મ દ્રવ્ય. (હું તારા શુદ્ધ આત્મદ્રવ્યને ભાવથી નમસ્કાર કરું છું.) અને મારું અશુદ્ધ પર્યાયમાં રહેલું આત્મ દ્રવ્ય જે છે જયારે તેની સત્તા જોઉં છું ત્યારે કાંઈ જ ફેર નથી લાગતો. એક જ સરખા દેખાય છે તેને નિહાળી નિહાળીને આનંદ વિભોર બની જાઉં છું પરંતુ જયાં મારી દૃષ્ટિ તેને વળગેલા અશુદ્ધ પર્યાયમાં પડે છે ત્યારે તે દ્રવ્યનું સ્વરૂપ કદરૂપું બની ગયેલું દેખાય છે અને નિરાશ હતાશ થઈ જાઉં છું. જો કે તારે પણ પર્યાય તો છે પણ તારી પર્યાય એ તો તારો સ્વભાવ છે. સ્વ એટલે પોતાનું, ભાવ એટલે અસ્તિત્વ, તેને બતાવનાર જ્ઞાન અને દર્શન છે. શુદ્ધાત્મ દ્રવ્યનું અસ્તિત્વ બતાવનાર આ જ્ઞાન, દર્શન સ્વભાવ છે જે સ્વભાવ સહજ છે. અર્થાત્, વસ્તુ અને તેનો સ્વભાવ કદી અલગ રહી શકતા નથી. કેરી અને તેનો સ્વભાવ મીઠાશનો છે તે ભિન્ન રહી શકતા નથી તેમ તું અને તારો સ્વભાવ જ્ઞાનદર્શન અભિન્ન છે. તે સ્વભાવ જાણવા, જોવાનો છે. નિરંતર સક્રિય છે. એક સમય પણ ક્રિયા વિના બેસી રહેલો નથી. જેમ કેરી મીઠાશ બતાવ્યા વિના રહેતી નથી, તેમ આત્મા જાણ્યા જોયા વિના રહી શકતો નથી. કારણ કે તેનો સ્વભાવ છે. જયા૨ે શુદ્ધઆત્મ સ્વરૂપ પ્રગટ થાય છે ત્યારે તેના જાણવા, જોવામાં કોઈ વિષય બાકી રહેતો નથી. તે સમગ્ર વિશ્વના સકલ પર્યાયોને જાણી જોઈ શકે છે અને તે જાણી જોઈને તેમાં વિશ્રાંતિ શક્તિ વડે સુખ અનુભવે છે. જયારે જે મારી પ્રગટ પર્યાય છે તે મારા શુદ્ધાત્માનો સ્વભાવ નથી, તે તો પર-ભાવ છે. તે આત્માથી ભિન્ન એવા જડનું અસ્તિત્વ બતાવીને રંગમાં ભંગ કરે છે. વળી હે પ્રભુ ! તારી પર્યાયને સમયે સમયે પલટાવવાની રીત પણ જુદી છે. તારે તો શેયના સાધકનો અંતર્નાદ 4 Page #25 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તનથી પલટાતી સહજ સ્વભાવની પર્યાય છે, જે તને આનંદ અને સુખ ઉપજાવવામાં જ નિમિત્ત બને છે. મારી પર્યાય તો અસ્થિર, અનિત્ય છે. તેથી તે પલટાય ત્યારે સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જવાનો ભ્રમ પેદા કરી દુ:ખી કરે છે, અને પોતાની વસ્તુ ખોવાઈ જવાનો દેખાવ કરે છે. વળી સમયે સમયે પલટાતી તે પર્યાયથી આત્માના સ્વરૂપને પ્રગટ કરવાનો ઉદ્યમ મંદ પડે છે. કારણ કે ક્ષણમાં એવી વિરૂપ બને કે આત્માની શક્તિ જાણે હણાઈ ગઈ હોય તેમ માયકાંગલો નિર્બળ બનીને બેસી રહે, ક્ષણમાં રંગમાં લાવીને કંઈક આત્માના સ્વાદને ચખાડીને લલચાવે. તે લાલચમાં તેની પ્રાપ્તિની આતુરતામાં દિવસો વર્ષો વ્યતીત થતાં કાળ નિર્ગમન કરે છે. હવે તારી કૃપાદૃષ્ટિ થઈ છે, તો આશા છે કે તારા જેવું સ્વરૂપ-સહજ સ્વભાવરૂપ પર્યાય પ્રગટ થશે. ત્યારે હું પણ તારા જેવા જ આનંદમાં મહાલીશ પ્રભુ ! હે પ્રભુ ! પહેલાં તો આપ પણ મારા જેવા હતા. પરંતુ તારું દ્રવ્ય જે અવાન્તર સત્તાથી યુક્ત હતું પણ અનુપમ હતું. જે અવાન્તર સત્તાના કારણે તીર્થંકર નામ કર્મ અને તેને લગતાં શુભ કર્મો વળગેલાં હતાં માટે જ તારું તો ચ્યવન, જન્મ વિગેરે બધું જ અનુપમ થયું. જેથી ચ્યવન વખતે પણ અલૌકિક એવા સ્વપ્નને તારી માતાએ નિહાળ્યા, જન્મ વખતે તો ઈન્દ્રો અને દેવોનાં ટોળેટોળાં તારા ઘેર આવ્યાં. ફા.વ.પ્ર. ૭, અજારા શ્રી અરિહંત ભગવાન સમવસરણમાં બેઠેલા છે તેમાં પ્રથમ તો અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત પરમાત્માની શોભા અચિંત્ય શક્તિ, અચિંત્ય સામર્થ્ય, અચિંત્ય પુણ્ય પ્રકર્ષ જોઈ આત્મા આનંદિત થયો અને પરમાત્મા પ્રત્યે ખેંચાયો એટલે કે અનાદિ કાલીન મિથ્યાત્વ નષ્ટ થયું અને પ્રભુ ગમ્યા જેથી પરમાત્માને જોતાં ધરાતો નથી. પ્રભુ દેશના આપી રહ્યા છે. શુદ્ધ આત્મ દ્રવ્યની ઓળખાણ કરાવે છે. તે દેશ । સાંભળી આત્મા તેમાં જ લીન બને છે. શુદ્ધાત્મ દ્રવ્ય શું છે ? પરમાત્મા જેવું જ શુદ્ઘ દ્રવ્ય મારું છે એવી ઓઘે ઓઘે ઓળખ થઈ. એટલું જ નહિ પણ શુદ્ધા દ્રવ્યને પ્રગટ કરવાની ઈચ્છા થઈ. પ્રભુને પૂછ્યું કે શુદ્ધ આત્મ દ્રવ્ય શું ? પ્રભુએ કહ્યું કે નિરંજન, નિરાકાર, નિઃસંગ, અરૂપ એવું શુદ્ધ આત્મ દ્રવ્ય છે. જેમાં આત્મા સદા આપ રૂપે પોતાને જુએ છે એટલે વેદે છે-અનુભવે છે. આ પ્રમાણે તત્ત્વ એટલે શુદ્ધ આત્મ તત્ત્વની ઓળખ કરાવવી. હવે તે શુદ્ધ તત્ત્વ પામવું કેવી રીતે? પર્યાયનો આધાર લીધા સિવાય સીધું જ નિરાકાર આત્માને પામવો ગહન છે. માટે પર્યાયનું આલંબન લેવું. શુદ્ધ પર્યાય શ્રી અરિહંત પર્યાય છે. તેનું આલંબન લઈ અરિહંત ભગવાનમાં લીન થતાં તેમની સાથે સમાપત્તિ થાય ત્યારે આત્મા સ્વયં (આગમથી ભાવ નિક્ષેપે) પરમાત્મારૂપ બની જાય ત્યારે સાધકનો અંતર્નાદ 5 Page #26 -------------------------------------------------------------------------- ________________ પર્યાયનું વદન હોતું નથી, માત્ર શુદ્ધ આત્મતત્ત્વનું જ વેદના થાય છે, તે જ શુદ્ધાત્મ દ્રવ્યની પ્રાપ્તિ છે. ફા.વ.કિ. ૭, અજારા તીર્થ શુદ્ધાત્મદ્રવ્યોડહં” સકલ જગતમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે. વ્યક્તિરૂપ આત્માનું શક્તિ સ્વરૂપ એક છે. તેથી અખિલ બ્રહ્માંડમાં શક્તિ સ્વરૂપ અર્થાતુ, ચૈતન્ય શક્તિ વ્યાપીને રહેલી છે. કોઈ એવી જગ્યા નથી કે જયાં વ્યક્તિરૂપે પણ આત્મા ન હોય તેથી વ્યક્તિરૂપે સર્વત્ર છે શક્તિરૂપ પણ સર્વત્ર છે. પરંતુ શકિતરૂપે જોઈએ ત્યારે દરેક આત્માની ભિન્નતા અનુભવાતી નથી. કેમકે તે સર્વ આત્માઓ સ્વરૂપે એક જ છે. સ્વરૂપ બધા આત્માનું સરખું હોવાથી એક જ છે. તેથી આખું જગત ચૈતન્યનો એક મહાસાગર છે. તેમાં (આપણા વ્યકિતત્વને છોડીને) બિંદુરૂપ આપણે ભળી જવાથી અપૂર્વ ઉલ્લાસ-આનંદ થાય છે. તે ચૈતન્ય કેવું છે ? નિતરંગ-અખલિત-કોઈ ઠેકાણે સ્કૂલના પામતું નથી. નિષ્પકંપ-નિર્ગતિક-કંપન નથી. ગતિને-ગમનને પામતું નથી. નિરંજન-નિરાકાર તેનો આકાર નથી તેમજ સ્પર્શ થઈ શકતો નથી. એવા ચૈતન્યમાં ભળી જવાથી શુદ્ધાત્મ દ્રવ્યોડહં છું તે ચૈતન્ય કિદુક? નિતરંગ-નિપ્રકંપ નિરાકાર નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ, આકાશ જેવું નિરાકાર નિરંજન છતાં સત્ છે તેને અશુદ્ધ પર્યાયમાં રહેલો હું ઉપયોગ (જ્ઞાન-દર્શન)થી જોઉં છું. મારું સ્વરૂપ છે છતાં હું તેનાથી ભિન્ન રહીને તેની પ્રતીક્ષા કરું છું. કેવું સુંદર આ સ્વરૂપ છે ! “યમ્ યાત્મr” ? “રૂટું શુદ્ધાત્માä'? અહો ! કેવું અનુપમ ! તેને જોતાં વિકલ્પો શમી જાય છે. કારણ કે તેનો કોઈ આકાર નથી, આકાશ જેવું શૂન્યવતું તે સ્વરૂપને જોતાં હું શૂન્ય થઈ જાઉં છું. જેથી અપૂર્વ શાંતિ અનુભવાય છે. નિર્વિકલ્પદશાનો સ્પર્શ થાય છે ત્યારે વિકલ્પો શમવાથી પ્રથમ તો મન નિસ્તરંગ બને છે, નિપ્રકંપ બને છે, નિરાકાર બને છે, અર્થાતું, મનમાં કોઈ તરંગ ઊઠતો નથી. કંપ વિનાનું સ્થિર રહે છે, અને મનમાં કોઈ આકાર પડતો નથી તેથી માનસિક શાંતિ અનુભવાય છે, કારણ કે આલંબન જેવું હોય તેવું મનને પ્રથમ બનવું પડે છે. મનમાં ઉપયોગમાં (જિહાં જેવી વસ્તુ દેખીયે, હોય તેવું સ્વરૂપ રે) જેવું સામે સ્વરૂપ હોય તેવો આકાર પડે છે, તેથી ઉપયોગ શુદ્ધાત્મ દ્રવ્યનું સ્વરૂપ ચિંતન વખતે તેવો આકાર ધારણ કરે છે ત્યારે જેને હું જોઉં છું તે જ હું છું “મોદ સોદ્ર સોદ''. પ્રીતિ લાગી તે હું તે હું તે હું. ત્યારે તે શુદ્ધાત્મદ્રવ્યનું સ્વરૂપ સ્મરણમાં આવતાં “તદ્રુપદ” નિતરંગાદિ રૂપ હું પોતે જ છું. આ છે શુદ્ધાત્મ દ્રવ્યનું ચિંતન. જયારે તે દ્રવ્ય જોઈએ છીએ ત્યારે તે સ્વરૂપે નિષ્ક્રિય છે. દ્રવ્યરૂપે સામાન્યજ્ઞાન અર્થાતું, દર્શન સાધકનો અંતર્નાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ થયું, પરંતુ દ્રવ્ય પર્યાય વિનાનું નથી હોતું. “તુળ પર્યાય વત્ દ્રવ્યમ્’ જયારે તે દ્રવ્યનું વિશેષજ્ઞાન કરવું હોય ત્યારે તેના ગુણને-સ્વભાવને ઓળખવા માટે વિચાર કરવાનો હોય છે. દ્રવ્ય એકલું કાંઈ કરતું નથી, ક્રિયા પર્યાય કરે છે, પરંતુ શુદ્ધાત્મ દ્રવ્યનું દર્શન (સામાન્ય જ્ઞાન) હોય છે માટે નિર્વિકલ્પતા હોય છે. દર્શનમાં વિકલ્પ હોતા નથી. નિર્વિકલ્પ બનવા માટે શુદ્ધાત્મ દ્રવ્યનું (પર્યાયની ગૌણતા) ધ્યાન છે. પરંતુ વસ્તુ માત્રનો સ્વભાવ હોય છે. જેમ કેરી સામે પડી છે તેને જોતાં વિકલ્પ રહિત ‘કેરી’ એવું સામાન્ય જ્ઞાન થયું, પરંતુ કેરી એ મીઠાશને બતાવતી નથી, પરંતુ કેરીનો સ્વભાવ મીઠાશને બતાવે છે. કેરીનો ગુણ છે તેના રસની મીઠાશ. તે કેરીનો સ્વભાવ જ આપણને મીઠાશનો અનુભવ કરાવે છે તેમ આત્મ દ્રવ્ય કાંઈ કરતું નથી પરંતુ તેનો ગુણ-સ્વભાવ જોવા-જાણવાનો છે તેથી આત્માનો સ્વભાવ છે તે જગતના વિષયોને જણાવે છે, દેખાડે છે અર્થાત્, જોવા-જાણવાની ક્રિયા દ્રવ્યનો સ્વભાવ કરે છે. દરેક દ્રવ્યનો સ્વભાવ ક્રિયા કરે છે અર્થાત, સ્વભાવ દ્રવ્યને ક્રિયા કરવા પ્રેરે છે. તે ક્રિયાથી જ દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ જણાય છે. માટે શુદ્ધાત્મ દ્રવ્યને શૂન્યવત્ જોવા છતાં તે પોતે અસત્ અથવા અભાવરૂપ નથી, પરંતુ સત્ છે, ભાવરૂપ છે, માટે જ સક્રિયતા દેખાડનાર ગુણને સ્વ-ભાવ કહેવાય છે. દ્રવ્યનું સ્વ એટલે પોતાનો ભાવ એટલે અસ્તિત્વ સત્તા સત્ પણું તે ગુણથી જણાય છે અર્થાત્, ગુણ દેખાડે છે. (ક્રિયા દેખાડે છે) ગુણ એ જ પર્યાય છે કેમ કે જયારે તે ગુણ-સ્વભાવ (જોવું-જાણવું) ક્ષયોપશમ ભાવનો હોય છે ત્યારે વધ-ઘટરૂપે ફેરફાર થાય છે અને જયારે ક્ષાયિક ભાવનો હોય ત્યારે શેયના પરિવર્તનથી જોવા જાણવારૂપ પર્યાય પલટાયા કરે છે. જો કે એકલું દ્રવ્ય હોતું નથી, અને એકલી પર્યાય પણ હોતી નથી પરંતુ એકલા શુદ્ધાત્મ દ્રવ્યની વિચારણા આપણને નિર્વિકલ્પ બનવા માટે ઉપયોગી છે અને એકલા પર્યાયની વિચારણા નિર્મોહી બનવા માટે ઉપયોગી છે. જગતનું સ્વરૂપ પર્યાયના કારણે પલટાતું હોય છે તે પલટાતા જગતના પદાર્થોમાં અનિત્યતા વિગેરે ભાવોથી ભાવિત આત્મા વૈરાગ્ય વાસિત બનીને આત્માની પ્રીતિ જગાડે અને નિજ સ્વરૂપની પ્રીતિ જાગતાં તેમાં જ તન્મયતા, તદ્રુપતા કરીને નિજાનંદની મસ્તી માણી શકે. ફા.વ.વિક્ર. ૭, અજાહરામાં હે પ્રભુ ! તારું શુદ્ધાત્મ દ્રવ્ય અવિચલિત છે. ત્રિકાલાબાધિત છે. અસ્ખલિત છે. આ સ્વરૂપ તારી ધ્રુવ સત્તાને બતાવે છે અને તારી અવાન્તર સત્તાથી પ્રગટ થયેલી પર્યાયે તો ગજબ ઉપકાર કર્યો છે. તે પર્યાય તો પ્રગટ થયા પહેલાં ત્રણ ત્રણ ભવ પહેલાં જગતના સર્વ જીવો પ્રત્યે કરુણાથી ઉભરાઈ ગયેલા હૃદયમાંથી ભાવ પ્રગટ થયા કે હું સર્વ જીવોને મોક્ષનો માર્ગ દેખાડું, સમકિત પમાડું વિગેરે. જો કે અવાન્તર સત્તા દરેક જીવોને રહેલી છે અને તેમાં ભવ્યત્વની સત્તાના પ્રભાવે કોઈને સાધકનો અંતર્નાદ 7 Page #28 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પર્યાયનું પ્રાગટ્ય કરાવી સિદ્ધ પર્યાય પ્રગટ કરાવે કોઈને આચાર્ય ઉપાધ્યાય સાધુ પર્યાય પ્રગટ કરાવી સિદ્ધ પર્યાય પ્રગટ કરાવે. આ પર્યાયો પ્રગટ તો તે તે કાળે જ થાય છે પરંતુ કોઈને ભૂત પર્યાય કોઈને ભાવિ પર્યાય કોઈને વર્તમાન પર્યાય આ પ્રમાણે ત્રણે કાલના પર્યાયો તે દ્રવ્યમાં રહેલા છે માટે જ નમો અરિહંતાણં' આદિ કહેતાં ત્રણે કાળના અરિહંતાદિ ભગવંતને નમસ્કાર થાય છે. ફા.વ. ૮, અજાહરા શુદ્ધાત્મ દ્રવ્ય નિષ્ક્રિય છે તે કાંઈ કરતું નથી, કારણ કે તે અવિચલિત છે, જે ચલિત થતું નથી તો સક્રિય કેવી રીતે બની શકે ? જે ત્રિકાલાબાધિત છે તેને ક્રિયાથી થતી બાધા કેવી રીતે હોય ? જે અસ્ખલિત છે, તરંગ રહિત છે તે ક્રિયાથી થતી સ્કૂલના કેવી રીતે પામી શકે ? જે નિઃપ્રકંપ છે તેને ક્રિયાનો કંપ કેવી રીતે થાય? જે નિરાકાર છે તેને ક્રિયાથી થતો આકાર કેમ હોય ? જે નિરંજન છે તે ક્રિયાથી થતા અંજનને કેવી રીતે પામે ? માટે અવિચલિત, અસ્ખલિત એવા શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન દ્રવ્યની નિષ્ક્રિયતાના લક્ષ્યથી કરવું. દ્રવ્યની સક્રિયતા છે તે તેના પર્યાયના લીધે છે કારણ કે પર્યાય વિચલિત છે, સ્ખલિત છે, પ્રકંપિત છે, સાકાર છે. અહીં દ્રવ્યનો ગુણ-સ્વભાવ તે જ દ્રવ્યના પર્યાયરૂપને ધારણ કરે છે, તે સક્રિય છે. કારણ કે દ્રવ્યનો ગુણ-સ્વભાવ (સ્વ-દ્રવ્ય-તેનો ભાવ-અસ્તિત્વ) દ્રવ્યનું અસ્તિત્વ ગુણથી જણાય છે. તે ગુણસ્વભાવ દરેક દ્રવ્યના ભિન્ન ભિન્ન છે. આત્મ દ્રવ્યનો સ્વભાવ ચેતન દ્રવ્ય હોવાથી જોવું-જાણવું છે. જોવું જાણવું એ ક્રિયા છે અને એ ક્રિયાથી આત્મદ્રવ્યની સત્તા-અસ્તિત્વ જણાય છે. દ્રવ્ય અરૂપી છે સાથે શૂન્યવત્ છે તે અરૂપી છતાં બીજાં કોઈ સાધનો દ્વારા કદાચ કળી શકાત એટલે કે અનુમાન કરી શકાત. પરંતુ તેનું અસ્તિત્વ બતાવનાર સાધન તો ફકત પર્યાયની સક્રિયતા જ છે. અગર દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે. દરેક વસ્તુનો સ્વભાવ હોય છે, સ્વભાવ વિનાની વસ્તુ અભાવરૂપ હોય છે. અર્થાત્, તેનું અસ્તિત્વ જ ન હોય. માટે જ ‘“શુળ પર્યાયવત્ દ્રધ્વમ્” કહ્યું છે અને તે દ્રવ્ય, ઉત્પાદ વ્યય ધ્રોવ્યયુક્ત સત્ છે. પ્રભુ ! તારું ધ્રુવસત્તા સ્વરૂપ શુદ્ધાત્મદ્રવ્યને નમું છું ! પરંતુ તારું અવાન્તર સત્તારૂપ દ્રવ્ય તો કોઈ અનોખું છે. તે સત્તાને પામનાર દ્રવ્યો પણ અસંખ્યમાં એક જ છે આવી તારી તે સત્તાને પણ કોટિ કોટિ નમસ્કાર કરું છું. તારી અવાન્તર સત્તાએ (તીર્થંકર બનવાની યોગ્યતાવાળું દ્રવ્ય) તો કરોડો જીવોને કર્મથી મુક્ત થવાનો સુખનો માર્ગ દેખાડયો, તે દેખાડવાની ભાવના પ્રગટરૂપે તો ત્રીજા ભવમાં જ હૃદયને હચમચાવીને એવી થઈ કે જેના કારણે તે સત્તાને પ્રગટ થવા અરિહંત પર્યાય ધારણ કરનારું કર્મ બંધાવીને જગતના જીવોને આનંદ વિભોર બનાવી દીધા જયારે આ પૃથ્વીતલ પર તેની નજીકની ક્ષણો આવી ત્યારે તો સાધકનો અંતર્નાદ 8 Page #29 -------------------------------------------------------------------------- ________________ આખું જગત (દુ:ખી, સુખી, અજ્ઞ સર્વ) ને આનંદથી ઉલ્લસિત બનાવી દીધાં. બાળકો સાથે ક્રીડા કરતા પ્રભુની રમત પણ અલૌકિક અને ગંભીર હતી, તેમાં કેવળ વ્યવહારોચિતતાનાં જ દર્શન થતાં હતાં. જગતના બધા ભાવો પ્રત્યે ઉદાસીનભાવે રહેતા એવા પ્રભુ ઔચિત્યના ભંડાર હતા. વ્યવહાર સમયે ઉચિતતા ટોચની હતી, જેથી સર્વને પ્રિય હતા. પોતાનું ભોગાવલી કર્મ જાણી માતા-પિતાના ઔચિત્યથી તેમના વચનમાં બદ્ધ થયા. ઉદાસીન ભાવે સંસારમાં રહ્યા. ત્રણ જ્ઞાનના ધણી-સ્વામી સંસારના સ્વરૂપને જાણવા છતાં ઉપેક્ષિતભાવે સર્વ કાર્યો કરતા. ભોગાવલી કર્મ ક્ષીણ થયું એટલે રાજ્ય રમણીનો ત્યાગ કરી પ્રભુ પ્રવ્રજ્યા લેવા તૈયાર થયા. બધું અલૌકિક જ હતું. લોકાંતિક દેવો પણ પોતાનો આચાર જાણીને વિનંતી કરવા આવ્યા. “શુદ્ધાત્મ દ્રવ્યમેવાડતું, જ્ઞાન દર્શન ગુણો મમ'' ફા.વ. ૯, અજારા હું શુદ્ધાત્મ દ્રવ્ય છું. મારો સ્વભાવ જાણવું-જોવું તે છે. શુદ્ધાત્માના ધ્યાનમાં આત્માનું સ્વરૂપ નિતરંગ, નિપ્રકંપ, નિરાકાર, નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ જોવું. કેમકે દ્રવ્ય પોતે નિષ્ક્રિય છે. અર્થાતું, દ્રવ્ય એકલું ક્રિયા કરતું નથી. કારણ કે તે અવિચલિત છે, જે વિચલિત નથી તેમાં ક્રિયા કેવી રીતે ઘટે ? માટે તેના અસ્મલિત વિગેરે સ્વરૂપનું ચિંતન કરતાં ઉપયોગ તદાકાર બને છે, ત્યારે તે વિકલ્પ રહિત બને છે. નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધાત્મ દ્રવ્યનું આલંબન લેવું જેથી નિષ્ક્રિય એવા શુદ્ધાત્મ દ્રવ્યના ધ્યાનથી ચિત્ત પણ નિષ્ક્રિય અર્થાત્, નિર્વિકલ્પ બને. બીજું સવિકલ્પ ધ્યાન શુદ્ધ “જ્ઞાન સન 1 જા” અહીં ગુણ એટલે સ્વભાવ. દરેક ઠેકાણે વ્યવહારમાં ગુણને સ્વભાવ કહેવાય છે. જલનો ગુણ શીતળતાનો છે, તો કહેવાય છે કે જલનો સ્વભાવ શીતળ છે, ક્ષમા ગુણવાળા આત્માને ક્ષમાશીલ કહેવાય છે. આ રીતે શુદ્ધાત્મ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાન(જાણવું) દર્શન (અને જોવું) છે. અહીં શુદ્ધ જ્ઞાન-દર્શન મારા ગુણો છે એમ કહીને અશુદ્ધ જ્ઞાન-દર્શન તે શુદ્ધાત્મ દ્રવ્યનો સ્વભાવ નથી. તેમાં મોહ ભળેલો છે માટે અશુદ્ધ જ્ઞાન-દર્શન તે પરભાવ છે. કેમ કે સ્વ-ભાવ સ્વથી આત્મા લેવો અને ભાવ (ભાવ શબ્દ ભૂ સત્તાયામ્ ! ભૂ ધાતુ સત્તા એટલે હોવું-થવું અર્થમાં છે)થી અસ્તિત્વ લેવું એટલે સ્વભાવનો અર્થ થયો પોતાની સત્તા. દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ (સ્વભાવ) તે જ્ઞાન-દર્શન દ્વારા જણાય છે. અર્થાતુ, જોવા-જાણવારૂપ ક્રિયાથી જણાય છે. જો જોવા-જાણવારૂપ ક્રિયા ન હોત તો દ્રવ્યનું અસ્તિત્વ સમજવા માટે બીજું કોઈ સાધન નથી. સાધકનો અંતર્નાદ Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ જ્ઞાન દર્શન દ્વારા સક્રિય છે. માટે કેવલ શુદ્ધાત્મદ્રવ્યની ચિંતવનામાં નિષ્ક્રિયતા જોવાની છે. શુદ્ધ સ્વભાવ-ગુણો જે છે તે દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ દેખાડે છે તેમાં પર્યાય સહિત દ્રવ્યની ચિંતવના હોવાથી સક્રિયતા જોવાની છે. કેવળ શુદ્ધાત્મ દ્રવ્યની ધૃવસત્તા છે. પરંતુ શુદ્ધાત્મ દ્રવ્યની સક્રિયતા જે સહજ ભાવની નિર્મળ છે અર્થાતુ, આત્મદ્રવ્યની સદા માટે જે નિત્ય સ્વરૂપે વળગેલી પર્યાય છે તે શુદ્ધ પર્યાય છે. તે નિર્મળ પર્યાયને સ્વભાવ કહેવાય છે માટે “જ્ઞાન રન Turn મમ” એમ કહ્યું છે. આ સ્વભાવ અવાનાર સત્તા બતાવે છે. એ સ્વ-ભાવમાં (જાણવા-જોવામાં) વિકૃતિ ભળે છે, ત્યારે તે વિભાવ, પરભાવ અને શુભભાવ કે જે પરોપકારાદિ ગુણ યુક્ત છે તે બને છે. વિકૃતિ એટલે કર્મના સંબંધથી જાણવા-જોવામાં થતો ફેરફાર. જે સ્વભાવ છે તે કર્મના ક્ષયથી જન્ય છે. વિભાવ છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ જન્ય છે. પરભાવ મોહનીય કર્મ જન્ય છે. શુભ ભાવ એ શુભ-પુણ્યકર્મ ઉદય જન્ય છે. પંચ પરમેષ્ઠિમાં ૧. સિદ્ધ પર્યાય કર્મક્ષય જન્ય છે. ૨. અરિહંત પર્યાય-ઉત્કૃષ્ટ પુણ્યકર્મ જન્ય તથા ઘાતિ કર્મના ક્ષય જન્ય છે. ૩. આચાર્ય પર્યાય-મોહનીય કર્મના ક્ષયોપશમ અને પુણ્યકર્મ જન્ય છે. ૪. ઉપાધ્યાય પર્યાય-મોહનીય કર્મના ક્ષયોપશમ અને પુણ્યકર્મ જન્ય છે. ૫. સાધુ પર્યાય-મોહનીય કર્મના ક્ષયોપશમ અને પુણ્યકર્મ જન્ય છે. આ પંચ પરમેષ્ઠિમાં આત્મદ્રવ્યની અવાર સત્તા છે. દ્રવ્યની ધૃવસત્તા એટલે કદી ચલિત ન થાય, ત્રિકાલાબાધિત દ્રવ્યની અવાત્તર સત્તા એટલે અમુક પર્યાય ઉત્પન્ન કરવાની યોગ્યતા ધરાવતું દ્રવ્ય. આ યોગ્યતા અનાદિકાલીન છે. દ્રવ્યમાં આ બે સત્તા નિત્ય રહેલી છે. અર્થાતુ, અનાદિકાલીન છે. તેમાં ધૃવસત્તા એ કેવળ દ્રવ્યની વિચારણામાં કામ લાગે છે. પર્યાયયુક્ત વિચારણામાં અવાસ્તર સત્તા. અવાન્તર સત્તા એ સક્રિયતા દેખાડનારી સત્તા. અર્થાત્, દ્રવ્ય સક્રિય છે એવું તેની અવાતર સત્તાથી જ જાણી શકાય છે. ધ્રુવસત્તાથી તો નિષ્ક્રિય અને શૂન્યવત્ દ્રવ્ય જણાય તે સત્તા પણ નિત્ય છે, સત્ય છે, શાશ્વત છે સનાતન છે. દ્રવ્યમાં અવાનાર સત્તા ભવ્યત્વની રહેલી છે તે સિદ્ધિની યોગ્યતારૂપ હતી. શુદ્ધાત્મ દ્રવ્યને ઢાંકી દેનાર જે કર્યો છે તેનો મૂળથી ક્ષય થઈ જાય છે ત્યારે શુદ્ધ જ્ઞાન-દર્શન પ્રગટે છે અને ત્યારે તે સિદ્ધ પર્યાયને પામે છે. જે સહજ સ્વભાવરૂપ છે, નિર્મળ છે. આ પર્યાય જોવા-જાણવાનું કાર્ય પોતે નિર્મળ હોવાથી શુદ્ધ દ્રવ્યને જોવા-જાણવાનું કામ કરે છે. અર્થાતુ, કર્મના ક્ષયથી ઉત્પન્ન (પ્રગટ) થયેલો સ્વભાવ પોતાનું અસ્તિત્વ જેવું છે તેવું જ જુએ છે, જાણે છે, અને આનંદ પામે છે. આ રીતે જ્ઞાન-દર્શન અને આનંદ એટલે કે સ્વભાવને (પોતાના અસ્તિત્વને) સાધકનો અંતર્નાદ Page #31 -------------------------------------------------------------------------- ________________ જાણવો, જોવો અને સ્વભાવમાં રમવું. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મરમણતારૂપ છે, તે જ નિશ્ચયથી રત્નત્રયી છે. જે પ્રગટરૂપે સિદ્ધ પરમાત્માને હોય છે. તથા અરિહંત પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ, જે ભવ્યત્વ ઘાતિ કર્મના ક્ષયથી જન્ય નિશ્ચયથી રત્નત્રયીને પામેલા સ્વભાવને જાણે છે, જુએ છે અને તેમાં રમે છે. ઉપરાંત વિશિષ્ટ પુણ્ય પ્રગટ થવાની યોગ્યતારૂપ પણ આ અવાન્તર સત્તા તે કેવળ અરિહંત થનારા આત્મામાં જ અનાદિકાલીન છે, જેથી ત્રણે કાલના અરિહંતોમાં તે અવાન્તર સત્તાથી જ (આત્મામાં રહેલા અરિહંતત્વથી જ) તેઓ અરિહંતરૂપે પૂજાય છે, નમસ્કાર કરાય છે અને ભવ્ય જીવોને આલંબન આપીને ઉપકાર કરવાનો શરૂ થઈ જાય છે. જે અનાદિ નિગોદની સ્થિતિમાં રહેલા તેમણે કોઈ એવું પરોપકાર કરી શકે તેવું વિશિષ્ટ પુણ્યકર્મ પણ બાંધ્યું નથી અને પરોપકાર કરી પણ શકતા નથી છતાં એવા અવાન્તર સત્તાવાળા દ્રવ્યની વિશિષ્ટતાથી ત્રિભુવન ઉપર તે દ્રવ્યરૂપે પરોપકાર કરી રહ્યું છે. આ જ તે આત્મદ્રવ્યની વિશિષ્ટતા છે. દરેક દ્રવ્યમાં વૈકાલિક પર્યાય પડેલી છે પરંતુ જયારે તે પ્રગટ થાય છે ત્યારે સ્વ-રૂપે પરોપકાર આદિ કરી શકે છે. બાકી તો અવાન્તર સત્તા તે દ્રવ્યમાં ત્રૈકાલિક અર્થાત્, નિત્ય છે. તે અરિહંતનું દ્રવ્ય ત્રણે કાળ પરોપકાર કરે છે. જયારે ઘાતિ કર્મનો ક્ષય થાય છે ત્યારે સ્વ-ભાવને જાણે છે, જુએ છે અને તેમાં રમણતા કરે છે તે સાથે જ પ્રકૃષ્ટ (તીર્થંકર નામ કર્મ) પુણ્ય કર્મનો ઉદય થાય છે તે ભોગવવા માટે જગતના જીવો ઉપર ઉપકાર થાય છે. તે ઉપકાર માટે વિશિષ્ટ એવા અતિશયો, લબ્ધિઓ, વિશિષ્ટ એવી ભોગ સામગ્રીઓ પુણ્યના ઉદયથી ભેગી થાય છે જે તેમના શુદ્ધાત્માને સ્પર્શતી નથી કેમકે તે સ્વ-ભાવમાં છે અને તે સામગ્રી દ્વારા પરોપકાર સહજભાવે થાય છે. એ રીતે સિદ્ધ પરમાત્માની અવાન્તર રસ્તા જે સિદ્ધ પર્યાય પ્રગટ થવાની યોગ્યતા ધરાવે છે. તે પણ ત્રૈકાલિક નિત્ય છે. ભવ્યજીવો અનાદિકાળથી જે નિગોદમાં છે તે પણ અવાન્તર સત્તાથી જ ત્રણે કાળના સિદ્ધોમાં પૂજાય છે, નમસ્કાર કરાય છે અને ભવ્યજીવોને ત૨વામાં આલંબનરૂપ બને છે. આચાર્ય પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ, સાથે વિશિષ્ટ મોહનો ક્ષયોપશમ તથા તેમને યોગ્ય વિશિષ્ટ પુણ્ય પ્રગટ થવાની યોગ્યતારૂપ પણ તથાભવ્યત્વથી અવાન્તર સત્તામાં તે તે પર્યાયો પડેલી હોય છે. જે પર્યાય પ્રગટ થતાં સ્વયોગ્ય (આચારનો ઉપદેશ તથા પાલન દ્વારા) પરોપકાર કરે છે. માટે ત્રણે કાળના પર્યાયો જેમાં રહેલા છે એવું દ્રવ્ય (દ્રવ્યમાં રહેલી આચાર્ય પર્યાય જે અપ્રગટ છે તે) અવાન્તર સત્તાથી પૂજાય છે આ રીતે ભવ્ય જીવો પર તે દ્રવ્ય ઉપકાર કરી રહ્યું છે. ઉપાધ્યાય પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ, તે સાથે તેમને યોગ્ય વિશિષ્ટ પુણ્યકર્મ તથા તથાવિધ મોહનો ક્ષયોપશમ થવાની યોગ્યતારૂપ તથાભવ્યત્વથી પણ તે તે પર્યાયો અવાન્તર સત્તામાં પડેલી છે જે પર્યાય પ્રગટ થતાં, વિશિષ્ટ પુણ્યોદય થતાં અને ક્ષયોપશમ થતાં પ્રભુની વાણીનું દાન ભવ્યજીવોને કરવારૂપ પરોપકાર કરે છે. અર્થાત્, ભણાવવા દ્વારા ઉપકાર કરે છે. જે સાધકનો અંતર્નાદ 11 Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદાનથી પથ્થર જેવા જડને પણ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તેમના વિશિષ્ટ પુણ્યથી થઈ જાય છે, અને અવાન્તર સત્તામાં પડેલી ઉપાધ્યાય પર્યાય દ્વારા ત્રણે કાળ પૂજનીય નમસ્કરણીય બનવા દ્વારા ભવ્યજીવો ઉપર ઉપકાર કરે છે. સાધુ પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ તે સાથે તથાવિધ મોહનો ક્ષયોપશમ થવાની યોગ્યતારૂપ તથાભવ્યત્વથી તે સાધુ પર્યાય પ્રગટ થાય છે ત્યારે ત્રણે જગતના જીવોને અભયદાન આપવારૂપ ઉપકાર કરે છે. જીવોને સાધુ બનવામાં આલંબનરૂપ બને છે. આ રીતે અવાન્તર સત્તામાં પડેલી સાધુ પર્યાય ત્રણે કાળમાં ભવ્ય જીવો ઉપર ઉપકાર કરે છે, કારણ કે સાધુ પર્યાયને પ્રગટ કરવાની યોગ્યતા ધરાવતું અવાન્તર સત્તા દ્રવ્ય ત્રણે કાળ નમસ્કરણીય છે, પૂજનીય છે. સ્વ-ભાવ TM પોતાનું (શુદ્ધાત્મદ્રવ્યનું) અસ્તિત્વ બતાવે છે. પર-ભાવ ૪ પરનું (જડનું) અસ્તિત્વ પોતાનામાં બતાવે છે. વિ-ભાવ ≈ વિરુદ્ધ (મિથ્યા) અસ્તિત્વ પોતાનામાં બતાવે છે. શુભ-ભાવ જ શુભનું (પુણ્યનું) અસ્તિત્વ પોતાનામાં (આત્મદ્રવ્યમાં) બતાવે છે. નવપદમાં પાંચ પરમેષ્ઠિ અને ચાર ગુણો છે. આ નવે પર્યાય છે. પાંચ પરમેષ્ઠિ પર્યાય ઉપર કહ્યા પ્રમાણે જાણવી અને ચાર ગુણો છે તે પણ ક્ષાયિક ભાવની પર્યાય છે જે ઘાતિ કર્મના ક્ષયથી પ્રગટ થાય છે. ૪. દ્રવ્યની ધ્રુવસત્તા તથા અવાન્તર સત્તા પ.પૂ. હીર સૂ.મ.સા.ની સમાધિએ પૂ. હીર સૂ.મ.સા. આરાધના કરાવી હતી. દ્રવ્યનું અસ્તિત્વ એ જ શકિત. ધ્રુવસત્તાનું કાર્ય જ અસ્તિત્વ બતાવવાનું છે, તે સિવાયનું સમગ્ર કાર્ય અવાન્તર સત્તા કરે છે. ધ્રુવસત્તા શક્તિમાં રહેલી છે, અવાન્તર સત્તા વ્યક્તિમાં રહેલી છે. માટે શક્તિનું કાર્ય જુદું છે, વ્યક્તિનું કાર્ય જુદું છે. અર્થાત્, દ્રવ્યનું કાર્ય જુદું છે, પર્યાયનું કાર્ય જુદું છે. પર્યાય પણ દ્રવ્ય સહિત જ છે માટે પર્યાયયુક્ત દ્રવ્યની વિચારણામાં તે દ્રવ્યની અવાન્તર સત્તા મનાય છે. અભવ્ય જીવ. જેનું પંચ પરમેષ્ઠિમાં સ્થાન નથી, જેમાં ત્રૈકાલિક પાંચે પર્યાયનો સદ્ભાવ નથી તેમાં પણ અવાન્તર સત્તા રહેલી છે માટે જ તેને અભવ્ય કહેવાય છે જે આત્મદ્રવ્ય મગના કોરડા જેવું છે, અર્થાત્, તેના તથાભવ્યત્વનો પરિપાક થતો નથી તેથી તેની અવાન્તર સત્તા અભવ્યની કહેવાય છે. તે સદા અપરિપકવ દશામાં રહેનારું દ્રવ્યની સત્તા ધરાવે છે. ધ્રુવસત્તાનું કાર્ય જ એ છે કે પોતાનું અસ્તિત્વ બતાવવું. આત્મ દ્રવ્ય એ અસ્તિત્વ ધરાવે છે તેનું નામ જ શક્તિ. અર્થાત્, સત્તા અને શક્તિ, બે એક જ છે. શક્તિ વિના અસ્તિત્વ જ ન હોય અર્થાત્, અસ્તિત્વ પણ તે રૂપ શક્તિથી રહેલું છે. દ્રવ્ય તે એ જાતની શક્તિની હયાતિ ધરાવે છે. જો અસ્તિત્વ સાધકનો અંતર્નાદ ફા.વ. ૧૧, ઉના 12 Page #33 -------------------------------------------------------------------------- ________________ ધરાવવાની શક્તિ ન હોત તો તેની સત્તા આ જગતમાં ન હોત માટે દ્રવ્ય કહો અગર એક જાતની શક્તિ કહો કે સત્તા કહો તે બધું એકજ છે. - તે (દ્રવ્ય) નિષ્ક્રિય છે પરંતુ તે પોતાનું અસ્તિત્વ ધરાવે છે એટલું તે આપણા માટે શય તરીકે કાર્ય કરે છે. શેય છે તેને આપણે જ્ઞાનમાં પ્રતિબિંબિત કરીએ છીએ તો જ તે શેય બને છે, માટે તે કાર્યશીલ નથી એ નક્કી છે. કાર્ય માત્ર સ્વભાવ કરે છે. આ સ્વભાવ પણ જો સત્તા દ્રવ્ય ન હોય તો કાર્ય ન કરી શકે. સ્વભાવ પણ એકલો હોઈ શકતો નથી, દ્રવ્યની હાજરીમાં જ સ્વભાવ રહેલો છે અને તે કાર્ય કરે છે. પરંતુ ધ્યાન અને ચિંતનમાં અર્થાતુ, સમજવા-બોધ માટે તેનો (દ્રવ્ય અને સ્વભાવ બંનેનો) ભેદ અને અભેદ સમજવાનો છે. ભેદ અને અભેદ બન્ને વાસ્તવિક છે, માટે કથંચિત્ ભેદ કથંચિત્ અભેદની વિચારણા છે. કારણ કે દ્રવ્યનું અને સ્વભાવનું (પર્યાયનું) સ્વરૂપ જ એવા પ્રકારનું છે. જો કોઈ પણ એક પ્રકારનો એકાંત પકડીશું તો પદાર્થનું (અહીં આત્મા નામના પદાર્થનું) સંપૂર્ણ સ્વરૂપ સમજાશે નહિ અર્થાતું, તેની વાસ્તવિકતા નહિ પામી શકાય, પરંતુ અપૂર્ણતા રહેશે અને તે કારણથી જ તેના માટે વાદ-વિવાદની પરંપરા આમાંથી જ ઊભી થઈ છે. ભેદ પણ એટલો જ સાચો છે અને અભેદ પણ એટલો જ સાચો છે. પરંતુ દ્રવ્ય અને પર્યાય બને પોત પોતાના સ્વરૂપમાં હોય છે તે વિચારીએ ત્યાં સુધી તે ભિન્નતા બરાબર છે, પણ બંને (દ્રવ્ય અને પર્યાય) એક બીજા વિના રહી શકતા નથી તો જો બન્નેનું એક સ્વરૂપ વિચારવામાં આવે ત્યારે તો કોણ જુદું છે એ વિચારણા થઈ શકે નહિ અર્થાતુ, જુદા પાડયા પાડી શકાતા નથી ત્યારે અભિજ્ઞતાથી વિચારણા કરવામાં આવે છે. જો કે પદાર્થનું સ્વરૂપ બંને રીતે વિચારવાનું આપણને ઉપકારક છે માટે જયારે ભેદની સાધના કરવાની હોય ત્યારે એકલા ભેદનો વિચાર કરવો, અમેદની સાધના કરવાની હોય ત્યારે એકલા અભેદનો વિચાર કરવો. જેથી દ્રવ્યની સાધના વાસ્તવિક આત્માનું સ્વરૂપ પકડી શકાય અને અનુભવી શકાય એટલા માટે વિચારવાનું છે. પર્યાયની સાધનાથી આત્માનું જે વિકૃત સ્વરૂપ છે તેને ઓળખીને તેનાથી છૂટા થવાનો પ્રયત્ન કરી શકાય એટલા માટે વિચારવાનું છે. ફા.વ. ૧૨+૧૩, શાહબાગ સમાધિએ, ઉના અઈમાં આહત્ત્વ રહેલું છે. તેને ચૈતન્ય કહેવાય છે તે ચૈતન્ય જગતમાં વ્યાપીને રહેલું છે એટલે શું? દ્રવ્ય એ સામાન્ય અને વિશેષ ધર્મ યુકત છે. તે બંને ધર્મ શાશ્વત છે. અર્થાતુ, નિત્ય સંબંધે રહેલા છે. આ બે ધર્મમાંથી તે એકે ધર્મથી ટ્યુત દ્રવ્ય થતું નથી. તેમાં જે સામાન્ય ધર્મ છે તે જગતમાં વ્યાપીને રહેલો છે. ચૈતન્ય એ આત્મદ્રવ્યનો સામાન્ય ધર્મ છે. તેથી ચૈતન્ય વ્યાપીને રહેલું છે, એમ કહેવાય છે. સાધકનો અંતર્નાદ Page #34 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય ધર્મ એ દરેક વ્યક્તિમાં એકતા બતાવનાર છે. આ આત્મા છે, આ આત્મા છે. એમ દરેક વ્યક્તિ-આત્મામાં એકત્વ બતાવનાર આ ધર્મ છે. તે દરેક વ્યક્તિમાં એકજ રૂપે રહેલો છે માટે તેથી અનેક વ્યક્તિ આત્માના આ ધર્મથી એકમાં સંગ્રહ થઈ શકે છે. તેથી બધાને એકમાં લાવનાર આ ધર્મ કહેવાય છે. ચૈતન્યનું ધ્યાન કરવું એટલે આત્મ દ્રવ્યના સામાન્ય ધર્મનું ધ્યાન કરવું અને ભિન્ન વ્યક્તિમાં રહેલા આત્માનું ધ્યાન કરવું એટલે આત્મ દ્રવ્યના વિશેષ ધર્મનું ધ્યાન કરવું. આ જ કારણથી શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન એટલે પણ દ્રવ્યના સામાન્ય ધર્મનું ધ્યાન. આ ધ્યાન તે પોતાના આત્માનું (વ્યક્તિનું) કરે તો પણ ધ્યાન સમયે તે ભિન્ન નથી, અનંત આત્મદ્રવ્યની એકતાને પામેલું શુદ્ધાત્મ દ્રવ્ય જ છે. સામાન્ય ધર્મ દ્રવ્યની ધ્રુવસત્તા બતાવે છે, વિશેષ ધર્મ દ્રવ્યની અવાક્તર સત્તા બતાવે છે. જો કે તે બંને ધર્મો દ્રવ્યમાં જ રહે છે. પરંતુ જયારે દ્રવ્યના એક સ્વરૂપનું ધ્યાન કરવું હોય ત્યારે તેના સામાન્ય ધર્મનું આલંબન લેવામાં આવે છે. ભિન્ન-ભિન્ન આત્મા-અર્થાતું, ભેદરૂપે આત્માનું ધ્યાન કરવું હોય ત્યારે તેના વિશેષ ધર્મનું આલંબન લેવામાં આવે છે. જેમ સાત નયમાં પદાર્થને જોવાની જુદી જુદી દષ્ટિ રહેલી છે અર્થાતુ, જે દૃષ્ટિની જયારે જરૂર પડે ત્યારે તે દૃષ્ટિને મુખ્ય રાખવી. આત્માને કઈ દૃષ્ટિ હાલના સંયોગોમાં ઉપકારક છે તે દૃષ્ટિને મુખ્ય રાખીને પદાર્થને જોવો. સામાન્ય વિશેષ ધર્મ તે એક જ દ્રવ્યના બે સ્વભાવ છે સામાન્ય સ્વભાવથી તેનું મૂળ અસ્તિત્વ બતાવે છે. મૂળ અસ્તિત્વ દરેક દ્રવ્યનું સરખું છે. તેથી તે ધર્મમાં દ્રવ્યનો ભેદ પડતો નથી. તથા વિશેષ સ્વભાવથી ભેદ પાડનાર દ્રવ્યમાં જે વિકૃતિ છે તે વિકૃતિરૂપ અસ્તિત્વ બતાવે છે. આ ભેદ પાડનાર પણ તે દ્રવ્યનો જ ધર્મ છે. જેને વિશેષ કહેવાય કે આ ધર્મને પણ ટાળ્યો ટળાય તેમ નથી. અર્થાતુ, તે દ્રવ્યમાં જ રહેલો છે, માટે જ જયારે સિદ્ધાવસ્થા થાય છે ત્યારે પણ ભિન્ન ભિન્ન સિદ્ધ ભગવંતો અર્ધાતુ, અનંત સિદ્ધ ભગવંતો એમ બતાવનાર વિશેષ ધર્મ જ છે. આપણે જયારે ઐક્ય ભાવના-એક સ્વરૂપનું ધ્યાન કરવું હોય ત્યારે દ્રવ્યનું સામાન્ય ધર્મથી ધ્યાન કરવું. ફા.વ. ૧૪, ઉના દ્રવ્યો જ છે. તે છએ જગતમાં વ્યાપ્ય છે. જેમ આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ચૌદ રાજલોક વ્યાપી છે તેમ આત્મદ્રવ્ય પણ ચૌદ રાજલોક વ્યાપી છે. જેમ આકાશદ્રવ્ય અરૂપી-અદેશ્ય છે તેમ આત્મદ્રવ્ય પણ અરૂપી છે તેથી અદેશ્ય છે. જેમ ખાલી જગ્યામાં (આકાશમાં) ઘડો મૂકીએ ત્યારે આકાશનું દર્શન આકાશની પર્યાયરૂપ ઘટાકાશ તરીકે થાય છે તે રીતે વ્યાપ્ય આત્મદ્રવ્યમાં દેહ છે તે (તે વખતે) તેની પર્યાય બને છે તેથી તે મનુષ્યનો આત્મા છે એ રીતે દર્શન થાય છે. આત્મદ્રવ્ય કયાં નથી ? જગતમાં સર્વત્ર છે. તેની પર્યાયોના દર્શનથી તે અમુક અમુક ભેદથી દેખાય છે. બરાબર જે રીતે આકાશ છે તેવી જ રીતે આત્મદ્રવ્ય પણ ચૌદ રાજલોકમાં છે. તે અખંડ છે, અવિચલિત સાધકનો અંતર્નાદ 14 Page #35 -------------------------------------------------------------------------- ________________ છે, એક છે, અસ્મલિત છે, નિરંજન છે, નિરાકાર છે. દ્રવ્ય સ્વરૂપે તો પાંચે (છ) દ્રવ્યો એક રીતે જ રહેલાં છે. જેમ આકાશ, ધર્મ, અધર્મ દ્રવ્યો છે તેમ આત્મદ્રવ્ય, પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્ય. આ બધાં દ્રવ્યોની અસ્તિત્વની રીત સરખી છે. તેઓ સત્તારૂપ શક્તિ છે. તે દરેકના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જેમ આકાશ છે, તે અરૂપી છે તેને આપણે સત્તા માત્રથી આકાશ દ્રવ્ય છે તેમ વિચારીએ છીએ. તેનો સ્વભાવ અવગાહરૂપ છે તેથી તેને ઓળખીએ છીએ કે આ આકાશ દ્રવ્ય છે. આ રીતે દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે તે એક છે, અખંડ છે, અવિચલિત છે, સત્તા માત્ર છે. દરેક દ્રવ્યને આ સ્વરૂપ લાગુ પડે છે. સ્વરૂપે દૂધ એક છે છતાં જુદા જુદા વાસણમાં રહેલું તેની વાસણના ભેદથી ભિન્નતા જણાય છે. તેમ સ્વરૂપે આત્મ દ્રવ્ય એક છે તે જુદા જુદા દેહ ભાંડના ભેદથી ભિન્ન જણાય છે. પરંતુ જયારે કર્મ મુક્ત બને છે. ત્યારે તેનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન રહે છે તે પણ શુદ્ધ પર્યાયરૂપ છે, પરંતુ સ્વરૂપે તો એક છે. આ રીતે કેવળ દ્રવ્ય (પર્યાયની ગૌણતાવાળું)નું સ્વરૂપ બુદ્ધિથી અગમ્ય છે, ન સમજી શકાય એવું છે. તેને આકાશ દ્રવ્યની સરમણીથી નિતરંગાદિ સ્વરૂપ ચિંતવી તેમાં લીન થવું, જેથી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય. નિર્વિકલ્પ દશામાં તેને અનુભવી શકાય છે. તે અનુભવથી અગણિત કર્મોનો સંહાર થાય છે. ફા.વ. ofી, ઉના સામે કેરી દેખાય છે એ શું છે? પર્યાય. તો તેમાં દ્રવ્ય કર્યું? આ કેરી છે એવું કેરીનું અસ્તિત્વ બતાવવાની જે શક્તિ છે તે જ દ્રવ્ય ! એવી જ રીતે આ આત્મા છે એવું બતાવવાની શક્તિ છે તેનું નામ જ દ્રવ્ય. જે દ્રવ્યને આપણે આત્મા તરીકે માનીએ છીએ. - એ શક્તિ એના ગુણ (સ્વભાવ)થી પ્રગટ થાય છે, અથવા તે દ્રવ્યનું પ્રાગટ્ય દેખાડનાર સ્વભાવ છે, અને દ્રવ્ય તો તે (દ્રવ્ય) ‘છે' એમ માનવા-સમજવા માટે છે. માનવા સ્વરૂપ છે, તે કોઈ વસ્તુરૂપે સ્પષ્ટ ભાસતી નથી પણ છે એ વાત સત્ય છે. એ કોઈ પદાર્થ તરીકે વ્યકત-સ્પષ્ટ નથી જે અવ્યક્ત છે તે જ દ્રવ્ય છે. શક્તિ અવ્યક્ત છે, વ્યકિત વ્યક્તિ છે અને શક્તિ છે તેમાં જ દેવત્વ છે. આ શક્તિ (દ્રવ્ય) વ્યાપક છે. તે એ રીતે સમજાય છે અથવા એનું કારણ એ છે કે ચૌદ રાજલોકમાં કોઈ પણ એવું સ્થળ (સ્થાન-જગ્યા) નથી કે જયાં કોઈ પણ વ્યક્તિ નજરે પડે તો આ અમુક છે (દ્રવ્ય છે અથવા આત્મા છે) એવું બતાવવાની શક્તિ હાજર ન હોય ! એ શક્તિની હાજરી એ જ દ્રવ્ય. જેમ ઘડો દેખીએ એની સાથે આ મૃદુ દ્રવ્ય છે અર્થાતું, માટીનો છે અગર માટીપણાની શક્તિ છે એવો અનુભવ થાય છે. ગમે તેટલા એટલે કે અનેક વ્યક્તિમાં પણ તે દ્રવ્ય (મૃ૬)ની હાજરી બતાવે છે તે સાધકનો અંતર્નાદ Page #36 -------------------------------------------------------------------------- ________________ જ મૃત્ શક્તિ છે. તેને આપણે મૃત્ દ્રવ્ય કહીએ છીએ અર્થાતું, હું મૃદુ છું એમ બતાવે છે. દ્રવ્ય-શક્તિ હાજર છે છતાં આ માટી છે એવું પ્રગટપણું તો વ્યક્તિ દેખાડે છે. વ્યક્તિ-પ્રગટપણું તે જ પર્યાય છે. પ્રગટપણાથી સતુનો ખ્યાલ કરાવે તે પર્યાય. ચે.શુ. ૯, પ્રભાસપાટણ ધ્રુવસત્તા દર્શન કરવા લાયક છે. અવાન્તર સત્તા પ્રગટ કરવા લાયક છે. ધ્રુવસત્તા-તેનું દર્શન કરીને આનંદ પામવા માટે છે અવાન્તર સત્તા પ્રગટ કરીને અનુભવવા લાયક છે અને ભોગ્ય છે. ધ્રુવસત્તા-નિરાવરણ છે માટે નિષ્ક્રિય છે. અવાર સત્તા-કર્મના આવરણને દૂર કરવાથી પ્રગટ થનારી છે માટે સક્રિય છે. ધ્રુવસત્તા-એટલે આત્માનું નિરાવરણ સ્વરૂપ-તેને જો. અવાર સત્તા-આત્માનું આવરણ ખસવાથી પ્રગટ થાય છે. સ્વરૂપ જોવું. ધ્રુવસત્તા અને અવાન્તર તે બંને નિરાવરણ આ રીતે છે છતાં અવાનાર આવરણ ખસવાથી પ્રગટ થયેલું સ્વરૂપ તે પર્યાય કહેવાય અને જે ધ્રુવસત્તાથી શુદ્ધ દ્રવ્ય છે તે નિરાવરણ એવું દ્રવ્ય સદા અવસ્થિત રહેલું છે, તે દ્રવ્ય છે. ધ્રુવસત્તા અને અવાન્તર સત્તા. બંને સત્તા દ્રવ્યથી જ સમજવી. દ્રવ્યની ધ્રુવસત્તા કેવળ દ્રવ્યનું સ્વરૂપ બતાવે છે. દ્રવ્યની અવાર સત્તા ગુણ પર્યાય સહિત દ્રવ્યનું સ્વરૂપ બતાવે છે. દ્રવ્ય-ગુણ પર્યાય રહિત હોતું નથી, છતાં દ્રવ્ય તે દ્રવ્ય છે અને ગુણ પર્યાય તે ગુણ પર્યાય છે. દ્રવ્ય અને પર્યાયનાં સ્વરૂપ ભિન્ન છે, બંન્નેનું કાર્ય ભિન્ન છે. બંને બધી રીતે જુદા છે. લક્ષણથી, સ્વરૂપથી, સ્વભાવથી અને જાતિથી જુદા છે. આ ગુણ પર્યાયની સાથે જ સદા રહેનાર હોવાથી દ્રવ્ય અને ગુણ-પર્યાયનો કથંચિત્ અભેદ કહેવાય છે અને લક્ષણથી, સ્વરૂપથી, સ્વભાવથી જુદા છે માટે કથંચિત્ ભેદ કહેવાય છે. આ રીતે બંને (દ્રવ્ય અને પર્યાય) સ્વરૂપથી, સ્વભાવથી, લક્ષણથી જુદા છે, તો તે બંને જુદા જુદા વિચારીએ તો કેવા છે ? તો કહ્યું છે કે દ્રવ્યનું સ્વરૂપ અવિચલિત, નિસ્તરંગ, સ્વિમિનોદધિ જેવું, નિષ્પકંપ મેરૂ જેવું, આકાશ જેવું નિરાકાર નિરંજન છે. જેને દ્રવ્યની ધ્રુવસત્તા કહેવાય છે, અને ગુણ પર્યાયનું સ્વરૂપ વિચલિત છે, સક્રિય છે. તે ક્ષણે ક્ષણે શેયના પરિવર્તનથી પલટાય છે એવા જે જ્ઞાનદર્શન રૂપ ગુણ-સ્વભાવ-વિચલિત, સક્રિય હોવાથી ગુણપર્યાયવાળા દ્રવ્યની અવાનાર સત્તા કહેવાય છે. અવાસ્તર સત્તામાં ગુણ પર્યાય અને દ્રવ્યનું ભેદસ્વરૂપ જોવાય છે. ધુવસત્તામાં દ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ સ્વરૂપ જોવાય છે. દ્રવ્યનું લક્ષણ વ્યાપક છે. પર્યાયનું લક્ષણ વ્યાપ્ય છે. સાધકનો અંતર્નાદ 16 Page #37 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનું સ્વરૂપ નિરંજન, નિરાકાર, નિષ્ક્રિય છે. પર્યાયનું સ્વરૂપ સાકાર સક્રિય છે. દ્રવ્યનો સ્વભાવ અવ્યકત છે. પર્યાયનો સ્વભાવ વ્યકત છે. દ્રવ્યની જાતિ દ્રવ્યત્વ રૂપ છે તે દ્રવ્યમાં જ રહે છે. પર્યાયની જાતિ પર્યાયત્વરૂપ છે તે પર્યાયમાં જ રહે છે. પ્ર. દ્રવ્યનું પ્રગટ સ્વરૂપ કેવું હોય ? જ. તે શુદ્ધ છે છતાં તેને જોવા માટેનું સ્વરૂપ જુદું છે, તે જોવા માટે દ્રવ્યની અવાન્તર સત્તાનો વિચાર કરી પુરુષાર્થ દ્વારા પ્રગટ થયેલી જે શુદ્ધ પર્યાય છે તે જ દ્રવ્યનું પ્રગટ સ્વરૂપ છે, જેને સ્વ-ભાવ કહી શકાય. સ્વ એટલે દ્રવ્ય તેનો ભાવ એટલે અસ્તિત્વ-તેને જે બતાવે છે તેનું નામ પર્યાય કહેવાય છે. જોવાનું સ્વરૂપ આ રીતે છે. દ્રવ્યનું અપ્રગટ સ્વરૂપ તે શુદ્ધ જ છે છતાં તેને નિષ્ક્રિય પડી રહેલી એક વસ્તુને જોતા હોઈએ તે રીતે જોવાનું છે. અથવા મૂળ તેનું જેવું સ્વરૂપ તે સ્વરૂપને જોવાનું છે. જયારે પ્રગટ થયેલું સ્વરૂપ તો છે તો મૂળ સ્વરૂપ જે છે તે જ. પરંતુ શેયના પરિવર્તનથી પરિવર્તન પામતું સ્વરૂપ જોવાથી તે સ્વરૂપ મૂળ સ્વરૂપ કરતાં જુદું લાગે છે. કેમકે શેયને આધીન તે જ્ઞાન (સ્વભાવ) ગુણથી સ્વભાવને પ્રગટ કરે છે, તેથી કેવળ દ્રવ્ય સ્વાધીન છે. પર્યાયયુક્ત દ્રવ્ય પ્રત્યક્ષ પરાધીન છે, શેયાધીન છે. ૫. દ્રવ્યની વ્યાપકતા ચૈ.વ. ૨, વેરાવળ દ્રવ્ય જગત વ્યાપી છે તે ઉર્ધ્વતા સામાન્યની જેમ ધટતા જાતિમાં છે, તિર્યક્ સામાન્યથી દરેક વ્યક્તિમાં, સોના, રૂપા, માટીરૂપ વિગેરે પર્યાયમાં છે. તેમ આત્મ દ્રવ્ય નિષ્ક્રિય છે અને સક્રિય છે એમ બે વિરોધી વસ્તુ એક વસ્તુમાં કેવી રીતે રહે ? જેમ ભેદ અને અભેદ એક વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ વિચારીએ છીએ, તેવી જ રીતે દ્રવ્યરૂપ એક જ વસ્તુમાં સક્રિયતા નિષ્ક્રિયતા આપેક્ષિક છે ? જેમ કોઈ વ્યક્તિને સમાચાર પૂછીએ કે દેવદત્ત છે ? હા, છે, અગર કોઈ તેને ઘરમાં જોઈને તે કાર્ય કરતો હોય તો પણ ‘તે ઘરમાં છે’ એટલું જે તેને જ્ઞાન થાય છે તે કેવળ તેની સત્તાનું જ જ્ઞાન થયું ત્યારે તેની ક્રિયા જોવાતી નથી. અથવા કોઈ ઘરની બહારથી ડોકિયું કરીને જોઈ લે એટલે તે બોલે કે હા, તે અંદર છે. આ રીતે તેની સત્તા માત્રનું જ્ઞાન તેની નિષ્ક્રિયતાનું જ ભાન કરાવનાર છે. અગર કેવળ સત્તાની જિજ્ઞાસાથી જોનારને તેની ક્રિયાનું ભાન હોતું નથી. તેથી કેવળ દ્રવ્યનું નિરીક્ષણ કરનાર નિષ્ક્રિયતા જુએ છે. જેમ કેવળ વ્યક્તિની હાજરી જોનારને તેની નિષ્ક્રિયતાનું ધ્યાન હોય છે, સક્રિયતાનું ભાન હોતું નથી. સાધકનો અંતર્નાદ 17 Page #38 -------------------------------------------------------------------------- ________________ પરંતુ દ્રવ્ય કદી પર્યાય વિનાનું હોતું નથી માટે દ્રવ્યનું વિશેષ જ્ઞાન કરવામાં તેની પર્યાય સક્રિય છે તે દેખાય છે. તેથી કેવળ દ્રવ્ય પોતે કાંઈ ક્રિયા કરતું નથી છતાં સક્રિયતાનું જ્ઞાન થાય છે. અર્થાત્, દ્રવ્ય પર્યાયથી એકમેક છે તેથી તેની સક્રિયતા દ્રવ્યની કે પર્યાયની છે ! એમ ભેદ પાડી શકાતો નથી. માટે દ્રવ્ય સક્રિય પણ આ અપેક્ષાએ છે. ચૈ.વ. ૩ આત્માની ધ્રુવસત્તાનું જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. તેની અવાન્તર સત્તાનું જ્ઞાન તે વિશેષજ્ઞાન છે. ધ્રુવસત્તા નિષ્ક્રિય છે, અવાન્તર સત્તા સક્રિય છે. વસ્તુ ‘છે’ એટલું માત્ર જોઈએ છીએ તે તે વસ્તુનું દર્શન છે, તે ‘સક્રિય છે’ એ જોઈએ છીએ ત્યારે વસ્તુનું જ્ઞાન થાય છે. દર્શન તે સામાન્ય બોધ, જ્ઞાન તે વિશેષ બોધ. દ્રવ્યમાં સક્રિયતા નિષ્ક્રિયતા અપેક્ષિત છે, જયારે તેની સત્તાનું જ્ઞાન કરીએ છીએ ત્યારે તેની નિષ્ક્રિયતાના બોધ હોય છે. જયારે તે શું કાર્ય કરે છે ! તે જોઈએ છીએ ત્યારે તેની સક્રિયતાનો બોધ હોય છે. જેમ કોઈ વ્યક્તિ ઘરમાં હોય અને કોઈને પૂછીએ કે તે વ્યક્તિ છે તો કહે કે હા, આટલા જ્ઞાનથી કેવળ તેની સત્તાનું જ્ઞાન થયું. તે વ્યક્તિ નિષ્ક્રિય ન હતી છતાં તેની હાજરી છે કે નહિ તેટલા જ્ઞાનની અપેક્ષામાં ક્રિયાની ગૌણતા હોવાથી તેનું જ્ઞાન હોતું નથી. એ જ રીતે આત્મા નામની વસ્તુ છે એટલા બોધથી તેનું સામાન્યનું જ્ઞાન થયું તે નિર્વિકલ્પક હોવાથી તેમાં સ્થિરતા પામેલું ચિત્ત નિર્વિકલ્પક બને છે. આત્મ દ્રવ્યને નિસ્તરંગાદિ સ્વરૂપે જોવો, તેમાં સ્થિર થયેલું ચિત્ત નિર્વિકલ્પક બને છે. કેમકે કેવળ આત્માનું સામાન્ય સ્વરૂપ જોતાં જે જ્ઞાન થાય છે તે દર્શન છે. આને જ આત્મદર્શન કહેવાય છે. જેમાં “સોડ ં’ની પ્રતીતિ થાય છે તે જ આત્મદર્શન છે. હું, તું અને તે એ ત્રણે સર્વનામ છે. જે નામમાં સર્વની પ્રતીતિ થાય તે સામાન્ય છે. ‘તે’ એમાં કોઈ વિશેષ નથી કારણ કે ‘તે’ એટલે કોણ ? એવો ભેદ પાડ્યો નથી. સોડહં ‘તે હું’ અહીં હું માં કોણ? એવો ભેદ પાડ્યો નથી. હું એટલે જે કોઈ આવું દ્રવ્ય છે તે. જો તેવું દ્રવ્ય તારો આત્મા છે ? તો ‘તું’! મારો આત્મા છે ? તો ‘હું' ! આ પ્રમાણે જો કોઈ આવું દ્રવ્ય આ પ્રમાણે (સત્તા ધરાવતું) હોય તે તે સર્વ હું અને તું છે તેમાં કોઈ વિશેષ નથી. માટે જ હું, તું અને તેનો અભેદ આ સામાન્ય દર્શનથી થઈ શકે છે. ત્યાર પછી વિશેષ-જે અવાન્તર સત્તા દ્રવ્યની ધરાવે છે. તે કોણ છે ? સક્રિય છે. જે દ્રવ્યમાં અરિહંત બનવાની યોગ્યતા રહેલી છે તે દ્રવ્ય કેવું છે ? ભવ્યત્વની યોગ્યતા છે તે દ્રવ્ય કેવું છે ? જગત વાત્સલ્ય યુક્ત કઈ ક્રિયા કરવા ને યોગ્ય છે ? જવાબમાં કહ્યું છે કે જગત ઉપર પ્રેમ કરુણા ગુણ યુક્ત છે તેથી તેવી પર્યાય ધારણ કરે છે, ત્યારે સક્રિયતા પ્રત્યક્ષ થાય છે. સાધકનો અંતર્નાદ 18 Page #39 -------------------------------------------------------------------------- ________________ હવે ભવ્યત્વની યોગ્યતા છે તે દ્રવ્ય કેવું છે? નિતરંગાદિ સ્વરૂપ તે દ્રવ્ય કઈ ક્રિયા કરવા માટે યોગ્ય છે? જગતનું દર્શન-જ્ઞાન (જાણવા-જોવારૂપ) ક્રિયા કરે છે. ચૈ.વ. ૬, સં૨૦૪૬, વેરાવળ શુદ્ધાત્મ દ્રવ્ય જગતમાં આકાશની જેમ વ્યાપીને રહેલું છે, આકાશની જેમ તે એક છે, અખંડ છે, અવિચલિત છે, અમ્મલિત છે, અભેદ્ય છે, નિસ્મકંપ છે, સ્તિમિત છે, નીરવ છે, તેનું જ ચિંતન કરવું, તેને જ ઉપયોગમાં ધારણ કરવો, તેને જ ઉપયોગરૂપ ચક્ષુથી જોવા પ્રયત્ન કરવો. તે સ્ફટિક જેવું નિર્મળ છે અર્થાતું, તેને જોવામાં કોઈ વસ્તુ આડે આવી શકતી નથી, પડદો કરી શકતી નથી. માટે જ સદા તેનું દર્શન અવિચ્છિન્નપણે થઈ શકે છે. ઉપયોગથી કરેલું દર્શન તેના સંવેદન સુધી લઈ જાય છે. તેનું સંવેદન તે જ શુદ્ધાત્મ દ્રવ્યનો અનુભવ છે, તેમાં આનંદની ઊર્મિઓ વહે છે. કેવળ દ્રવ્યના ચિંતનમાં-તે (દ્રવ્ય) એક અખંડ વિગેરે રૂપે જોવાય છે જેમ આકાશ દ્રવ્ય. પરંતુ જયારે તે આકાશમાં ઘટ રહેલો છે તે આકાશ જોઈએ છીએ ત્યારે ઘટાકાશ દેખાય છે ત્યારે અનેક આકાશ-ખંડરૂપ આકાશનું દર્શન થાય છે તેમ આત્માની (આત્મ દ્રવ્યની) પર્યાયો હોય છે, તેમાં ભિન્ન ભિન્ન આત્માનું દર્શન થાય છે. જે મનુષ્ય દેહમાં રહેલો છે, પશુ દેહમાં, દેવ દેહમાં, નારકી દેહમાં રહેલો છે. એમ કર્મના સંબંધથી વિકૃત પર્યાય ધારણ કરીને રહેલો છે ત્યારે તો તેનું સ્વરૂપ એવું કદરૂપું લાગે છે કે આવું શુદ્ધ દ્રવ્ય ! અને એણે આને ક્યાં સ્વીકાર્યું ? સુખ-દુઃખરૂપ મિશ્રિત આ પર્યાય અને તે (સુખ-દુઃખ) પણ આભાસરૂ૫ અનુભવે છે. તે દ્રવ્યમાં જ પોતે અશુદ્ધ પર્યાયને ધારણ કરીને પોતાની જુદી દુનિયાને અનુભવતો એકલતાનો અનુભવ કરે છે અને તે એકતાનો પોતાનો મૂળ સ્વભાવ છે તેથી એકલા નહિ રહી શકતો પર્યાયોમાં એકતા કરવા ઝંખના કરે છે અને એકતા કરવા ફાંફા મારે છે, અને દુઃખી થાય છે, ત્યારે શુદ્ધ વ્યવહાર ધર્મનો આશ્રય લેતો શાંતિ અનુભવે છે. આત્મા અને આકાશમાં એટલો તફાવત છે કે આત્મા ચેતન છે, આકાશ જડ છે. ચેતન હોવાથી કર્મ (જડ)ની અસર ગ્રહણ કરે છે તેથી લેપાય છે અને ગંદો થાય છે. જયારે આકાશને ઘટાદિના સંપર્કથી પર્યાય ગ્રહણ થાય છે પણ તે તેનાથી અલિપ્ત છે કારણ કે તેમાં ચેતના નથી. ચેતના અશુદ્ધ દ્રવ્ય (કર્મ)ને આધીન થયેલા આત્માને રંગે છે, ત્યારે તેમાં સારા ખરાબ રંગોનાં ચિત્રો પડે છે તે જ તેની અશુદ્ધ પર્યાય છે. જયારે આત્મા કર્મ રહિત હોય છે ત્યારે તેની ચેતના કેવળ જ્ઞાન-દર્શનરૂપ પર્યાયને ધારણ કરે છે, જે પોતાના ભાવને સ્વભાવને) જ જુએ છે, જાણે છે અને તેમાં લીન રહે છે તેથી ત્યાં કેવળ શુદ્ધ સુખનો અનુભવ-આનંદ કરે છે. આ રીતે આકાશ અને આત્મામાં જડતા અને ચૈતન્યનો ભેદ હોવાથી શુદ્ધ અશુદ્ધ પર્યાયોના ભેદમાં તરતમતાના કારણે સુખ-દુઃખની લાગણી વિગેરે આત્મામાં છે, આકાશમાં નથી. સાધકનો અંતર્નાદ Page #40 -------------------------------------------------------------------------- ________________ ચે.વ. ૮, વેરાવળ દ્રવ્ય એ સામાન્ય છે, પર્યાય એ વિશેષ છે. આત્મ દ્રવ્યના સામાન્યનું જ્ઞાન કહો કે સત્તાનું જ્ઞાન કહો કે દર્શન-શુદ્ધાત્મ દ્રવ્યનું દર્શન કહો એ એક જ છે. જયારે સામાન્યનું સત્તાનું જ્ઞાન હોય ત્યારે વિશેષ ગૌણરૂપે હોય છે. અર્થાતું, દ્રવ્ય અને પર્યાય હોય તો સાથે જ પરંતુ જયારે કેવળ સત્તાનું સામાન્યનું જ્ઞાન હોય ત્યારે વિશેષ ગૌણ રહે છે. ધ્રુવસત્તા એ સામાન્ય છે અને અવાસ્તર સત્તા વિશેષ છે. અવાસ્તર સત્તા છે તો દ્રવ્યનીજ. પણ દ્રવ્ય અને પર્યાય એ બંનેમાં કોઈ ગૌણ-મુખ્ય નહિ. બંનેની સત્તા તે અવાસ્તર સત્તા. પરંતુ દ્રવ્ય વિનાની પર્યાય હોતી નથી છતાં સત્તા દ્રવ્યની મનાય. પર્યાયનું અસ્તિત્વ મુખ્ય નથી માટે. આમ તો દ્રવ્ય સત્ છે, ગુણ પણ સત્ છે અને પર્યાય પણ સત્ છે. જે સત્ છે તેમાં સતું પણું એટલે સત્તા છે. એ પ્રમાણે જેટલા પદાર્થો અને પર્યાયો છે તે સત્તારૂપે જ રહેલા છે. પરંતુ મુખ્યતા દ્રવ્યની છે. માટે શક્તિરૂપે સત્તા તેની માનીને નિર્વિકલ્પતા સાધવાની છે અને પર્યાયરૂપે તે વખતે ગૌણતા છે માટે વ્યક્તિરૂપે તે સત્તાનો વિકલ્પ નથી હોતો. જયારે પર્યાયરૂપે સત્તાને મુખ્ય રાખીએ છીએ ત્યારે દ્રવ્યની સત્તા ગૌણ છે. કેવળ વ્યક્તિની સત્તા માનીને પંચ પરમેષ્ઠિ જે આત્મામાં રહેલ પર્યાયને પ્રગટ કરવા માટે ધ્યેયરૂપ બનાવવા માટે છે. શક્તિરૂપે ધ્યેય શુદ્ધાત્મ દ્રવ્યને બનાવવાનું છે તે નિર્વિકલ્પ ધ્યાન માટે અર્થાતુ, નિર્વિકલ્પ દશામાં જઈને કર્મ નિર્જરા માટે છે જેને શુકલ ધ્યાન કહેવાય છે. તેનાથી કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન અને મોક્ષ તરફ જવાની પ્રક્રિયા થાય છે અને પંચપરમેષ્ઠિરૂપ પર્યાયની મુખ્યતા રાખીને વ્યક્તિરૂપે ધ્યેયરૂપ બનાવવાનું છે તે સવિકલ્પક ધ્યાન માટે છે તેથી ધર્મધ્યાન થાય છે અને તે ધ્યેયની પ્રાપ્તિ માટે શુભ (પુણ્ય)નો બંધ કરાવી અંતે શુદ્ધાત્મ દ્રવ્યના ધ્યાનથી સોડાંની પ્રતીતિ થાય છે અને તેમાં તદ્રુપ થયેલો આત્મા શુકલ ધ્યાનની શ્રેણિએ ચઢી સકલ કર્મનો ક્ષય કરી સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે. ચે.વ. ૧૧ અખિલ બ્રહ્માંડમાં એક ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય વ્યાપીને રહેલું છે તે તેની (દ્રવ્યની) ધ્રુવ સત્તા છે અવાન્તર સત્તામાં બે પ્રકાર પડે છે. તેમાં (૧) શુદ્ધ પર્યાય પ્રાપ્ત કરે છે (૨) શુભ-અશુભ પર્યાય ગ્રહણ કરે છે. પંચ પરમેષ્ઠિ છે તેમાં શુદ્ધ પર્યાય પ્રગટ છે તે સિદ્ધ પર્યાય. શુભ પર્યાય ગ્રહણ કરે છે તે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક તથા સમકિતી જીવો. તે સિવાયના જીવદ્રવ્યો શુભ-અશુભ પર્યાય ગ્રહણ કરે છે. અરિહંત પરમાત્માની પર્યાય શુભ કર્મના બંધ જનિત અને કર્મક્ષય જનિત છે. આચાર્ય પર્યાય શુભ કર્મના બંધ જનિત અને કર્મના ક્ષયોપશમ જનિત છે, ઉપાધ્યાય સાધુ ભગવંત પર્યાય પણ શુભકર્મ સાધકનો અંતર્નાદ 20 Page #41 -------------------------------------------------------------------------- ________________ બંધ જનિત અને જ્ઞાનાવરણીય આદિ ક્ષયોપશમ જનિત, શ્રાવક, સમકિતી પણ મોહ સાથે જ્ઞાનાવરણીય ક્ષયોપશમ જનિત પર્યાય પ્રગટ છે. તે સિવાયના જીવો શુભ-અશુભ કર્મભનિત પર્યાય ગ્રહણ કરે છે પરંતુ સાથે મોહનીયાદિનો ક્ષયોપશમ ન હોવાથી સંસારમાં રખડે છે. વૈ.શુ. ૫, ૨૦૪૬, નવપલ્લવ પાર્શ્વનાગ ભગવાનનું સાનિધ્ય, માંગરોલ પરમાત્માનું મુખારવિંદ જોતાં કેવળ વિતરાગતા નીતરતી હતી, ત્યાં વિચાર આવ્યો કે, હે પરમાત્મા પાર્થપ્રભુ ! તારું સ્વરૂપ નિરંજન, નિરાકાર છે. ત્યાં વિતરાગતા કયાંથી આવી? ઓહ! સમજાયું. સ્વરૂપ તો તારું અને મારું ભેદ પાડતું નથી. તારું આત્મ દ્રવ્ય કેવળ છે (શુદ્ધ છે) તે તો તારું કહો કે મારું કહો ત્યાં ભેદ જ ક્યાં છે? જે નિરાકાર, નિરંજન દ્રવ્ય છે તે હું છું. પછી તારું દ્રવ્ય હોય કે મારું ! તારું દ્રવ્ય મારું દ્રવ્ય તો પેલી પર્યાયો ભેદ પાડે છે. દ્રવ્યના સ્વરૂપનો તો ભેદ પાડ્યો પડે તેમ નથી. નિરંજન, નિરાકારતા જયાં છે તે દ્રવ્ય. અરે ! છ દ્રવ્યોમાં પણ આત્મ દ્રવ્ય (ચેતન દ્રવ્ય) આ છે એવો ભેદ પાડનાર પણ સહજ પર્યાય જે સદા સાથે જ રહે છે, કદી જુદી પડતી નથી તે જ્ઞાન (સ્વભાવ) જ પર્યાય છે. જેને ચેતન્ય કહેવાય છે. આપણે બધા ચેતન્ય સ્વરૂપી આત્મદ્રવ્ય છીએ પણ તેમાં ભેદ પાડનાર પર્યાયની વિકૃતિ છે. મારી પર્યાય વિકૃત છે પણ હે પ્રભુ ! તારી પર્યાય શુદ્ધ છે. જે પર્યાયમાં પણ વિકાર નથી, દ્રવ્યમાં તો નથી અને પર્યાય પણ તારી નિર્વિકાર છે. જેમાં કર્મજન્ય કોઈ રાગાદિ વિકાર નહિ હોવાથી શુદ્ધ નિર્વિકાર નિર્મળ તારી પર્યાય છે. જે પર્યાયમાં કેવળ વિતરાગતા ઝળહળે છે. નિહિતા પ્રસરેલી છે. ઉદાસીનતા શોભી રહી છે, જે તારા સ્વરૂપના આભૂષણરૂપ છે. તારા સ્વરૂપને શોભાવી રહી છે. તારો ને મારો ભેદ પાડનાર પર્યાય છે. તારી કર્મ વિયોગજન્ય પર્યાય છે, મારે કર્મ સંયોગ જન્ય પર્યાય છે. કર્મ વિયોગ જન્ય પર્યાયમાં કર્મનો અભાવ હોવાથી કોઈ કર્મનો વિકાર નથી. આ પર્યાય સહજ છે. મારે કર્મ સંયોગ જન્ય પર્યાય તારાથી વિરુદ્ધ પર્યાય છે જે નવી ઉત્પન્ન થયેલી છે, વળી જે સહજ પર્યાયને ઢાંકનારી છે. રાગાદિ વિકારવાળી હોવાથી આત્મગુણોનો ઘાત કરનારી છે. વળી એ રાગાદિ પર્યાયથી યુકત આત્માએ પોતાની જાત જાતની પર્યાય બનાવી નવાં નવાં નાટક કરી જગતમાં ભટકતો ભિખારીની જેમ પોતાનો સ્વાંગ બતાવે છે. આ પર્યાયોમાં ઔદયિક ભાવની પર્યાયો કેવળ રાગ-દ્વેષ પર્યાયને ઉત્પન્ન કરાવે છે અને રાગાદિ પર્યાય સુખ-દુઃખના અનુભવ કરાવે છે. માટે આ ઘાતિ કર્મના ક્ષયોપશમ જન્ય અને અઘાતિના ઉદય જન્ય પર્યાયોને તેનાથી પર એવો તું હે આત્મન્ ! શુદ્ધાત્મ દ્રવ્ય સ્વરૂપને નિહાળી ઉપયોગરૂપ આંખથી જો. આ તારી પર્યાય નથી, તે તો કર્મની ઊભી કરેલી છે. તું તેનાથી તદ્ન ભિન્ન છે, કર્મના કારણે તેનો સંયોગ થયેલો છે માટે તેને તું વોસિરાવી દે અને તારી જે સહજ પર્યાય છે તેને તું ભોગવ અને સાધકનો અંતર્નાદ 21. Page #42 -------------------------------------------------------------------------- ________________ તેમાં રહીને તારા સ્વરૂપમાં રમ. આ પ્રમાણે હે પાર્થપ્રભુ ! તારા પર્યાયના દર્શનથી, ધ્યાનથી મારા આત્માને ભાન થયું. વૈ.શુ. ૬, નવપલ્લવ પાર્થપ્રભુ, માંગરોલ હે પરમાત્માનું ! તારું આત્મદ્રવ્ય નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ એટલે કે આકાશ જેવું છે તેવું જ મારું આત્મ દ્રવ્ય. જયારે હું અશુદ્ધ પર્યાયમાં રહેલો આત્મા (સાધક) યોગને સંવરીને કવચિત્ ઉપયોગ દ્વારા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હું જ શુદ્ધાત્મ દ્રવ્ય રૂપ પરમાત્મા છું અર્થાતું, મને તારામાં ને મારામાં કોઈ ભેદ દેખાતો નથી. પરંતુ સ્વરૂપની એકતા અનુભવતો હું જયારે ઉપયોગની અસ્થિરતાથી નિજ સ્વરૂપમાંથી બહાર આવું છું ત્યારે વિચાર આવે છે કે મારામાં ને તારામાં ભેદ તો છે, કયાં તારું વિરાટ સ્વરૂપ અને કયાં મારું વામણું સ્વરૂપ ! કયાં તું વિતરાગ ! અને કયાં હું રાગ-દ્વેષથી ભરેલો ! કયાં તારી સમતા અને પ્રશાંતતા અને કયાં હું વિષમ ભાવથી ભરેલો અશાંત ! કયાં તારી પ્રથમ મુદ્રા ને કયાં વિકૃત મારી મુદ્રા ! મેરું અને સરસવ જેવું અંતર, અર્થાત્ તારામાં અને મારામાં મોટો ભેદ છે. એ ભેદ પાડનાર આત્મ દ્રવ્ય નથી પરંતુ આત્મ દ્રવ્ય સાથે જોડાયેલ કર્મની વર્ગણા છે. તારે પણ પર્યાય તો છે પણ સહજ શુદ્ધ પર્યાય પ્રગટ છે. કેમકે અનાદિનો જે સહજમલ હતો તેનો હાસ થઈ જવાથી તથા ભવ્યત્વ-મુક્તિગમન યોગ્યતાના પ્રભાવે કર્મના વિયોગજન્ય પર્યાય પ્રગટ છે. સહજ પર્યાય તો મારે પણ છે કેમકે પર્યાય વિનાનું દ્રવ્ય જ હોતું નથી પરંતુ મારે સહજમલનો હાસ નહિ થવાથી કર્મનો સંયોગ થવાની યોગ્યતાના પ્રભાવે સમયે સમયે કર્મનો બંધ છે તે કારણે કર્મજન્ય જે કૃત્રિમ પર્યાય છે તેણે સહજ પર્યાયને ઢાંકી દીધી છે, અર્થાતુ, તેનું સ્વરૂપ સંતાડીને કૃત્રિમ (સ્વ)રૂપનો સ્વાંગ સજ્યો છે, તેને પોતાની પર્યાય માનીને તેના ઉપર મમત્વ કરીને જગતમાં ભિખારીની જેમ ભટકે છે કૃત્રિમ પર્યાયમાં કાંઈ પણ ઊણપ ન આવી જાય તેની કાળજી રાખતો તે ઊણપની પૂર્તિ માટે જગતના ચોગાનમાં ફરે છે. આ પૂર્તિ કૃત્રિમ હોવાથી કદી થતી નથી. એટલે તેની ભિખારી વૃત્તિ પણ જતી નથી. કોઈ સમજુ (જ્ઞાની) ગુરુ ભગવંત મળી જાય તો ખ્યાલ કરાવે અને કાળ પાક્યો હોય તો સમજી જાય ત્યારે પોતાની સહજ પર્યાયને સ્મરી પ્રગટ કરવા માટે ઉદ્યમ કરે અને આ કૃત્રિમ પર્યાયમાં અલિપ્ત રહે અર્થાતુ, મમત્વ છોડે. કર્મના સંયોગ જન્ય પર્યાય બે જાતની છે, કર્મ બે જાતનાં છે માટે. ૧. કર્મ સીધા આત્માના ગુણોને ઢાંકે છે અર્થાતુ, હણે છે માટે તેને ઘાતિ કહેવાય છે. ૨. બીજાં એવાં કમ છે કે આત્મા ઉપર આવરણ કરે છે પરંતુ આત્માને (ગુણોને) હણતા નથી. તેથી જયારે આત્મા ઘાતિ કર્મના નાશથી જીવંત બને છે-ગુણ પુષ્ટ બને છે ત્યારે તે આવરણ પાતળું એવું છે કે તેનો સમય (મુદત) પુરો થાય એટલે પોતાની મેળે નાશ પામે છે. આ બે જાતનાં કર્મ (ઘાતિ-અઘાતિ) છે. તેમાં ઘાતિ કર્મ ઉદય જન્ય પર્યાય તે ક્રોધ, માન, માયા, સાધકનો અંતર્નાદ 22 Page #43 -------------------------------------------------------------------------- ________________ લોભ, મિથ્યાત્વ, મોહ વિગેરે પર્યાયને જીવ ધારણ કરે છે. ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય પર્યાય છે તેને ક્ષાયોપથમિક ગુણ કહેવાય છે. ઘાતિકર્મ ઉદય જન્ય તથા ઘાતકર્મ ક્ષયોપશમ જન્ય, કે ઘાતિકર્મ ક્ષય જન્ય પર્યાય જે છે તેને અઘાતિકર્મ ઉદય જન્ય પર્યાયથી ભિન્ન (જુદી જાતની) સમજવા માટે પર્યાય શબ્દથી નહિ ઓળખતાં, ગુણ શબ્દથી ઓળખાય છે અને અઘાતિકર્મ ઉદય જન્ય પર્યાય પર્યાય શબ્દથી ઓળખાય છે. તેમાં ઘાતિકર્મ ઉદય જન્ય પર્યાય છે તે અશુભ પર્યાય છે. ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય પર્યાય છે તે શુભ પર્યાય છે, પરંતુ કર્મસંયોગ હોવાથી અશુદ્ધ છે. અને ઘાતિકર્મના વિયોગ જન્ય (ક્ષય જન્ય) પર્યાય છે તે શુદ્ધ પર્યાય છે જો કે આ શુદ્ધ પર્યાય પણ ગુણ નામરૂપે જ ઓળખાય છે પણ છે તો પર્યાય જ. - હવે અઘાતિકર્મ ઉદય જન્ય પણ બે પ્રકારની પર્યાય છે. શુભ અને અશુભ. પુણ્યકર્મ, પાપકર્મ ઉદય જન્ય પર્યાયને શુભ-અશુભ નામ આપવામાં આવે છે તે કેવળ તેના વિપાકને અનુલક્ષીને, તે શુભ પર્યાય કાંઈ આત્માના ગુણનું દર્શન કરાવનારી નથી. પરંતુ શુભ-અશુભ વિપાકને આધારે શુભ-અશુભ કહેવાય છે. તે તો શુભ હોય કે અશુભ હોય ! તે આવરણ તો ઘાતકર્મના ક્ષય પછી તેનો કાળ પાકી જવાથી મુદત પૂરી થાય એટલે સ્વયં નિર્મૂલ, નાશ પામી જાય છે. માટે હે પ્રભુ! તારાથી ભેદ પડયો છે. પર્યાયથી. મારી પર્યાય, પર (જડ) વસ્તુને ગ્રહણ કરીને કૃત્રિમ ઊભી કરી છે એટલે આત્માને તેની સહજ શુદ્ધ પર્યાય જે ઢાંકી દીધી છે તેને ભોગવવા દેતી નથી. અર્થાતું, આત્મા પોતે કૃત્રિમ પર્યાયને પોતાની માની લઈને તેમાં જ રમે છે પરંતુ શુદ્ધ પર્યાયને વિસરી ગયો છે. હે પરમાત્મન્ ! આજે તારી વિતરાગતા, સમતા, શાંતતા, પ્રશાંતતા વિગેરે તારી પર્યાય (મુદ્રા) નિહાળતાં મારી સહજ પર્યાયનું સ્મરણ થયું કે જો તારું દ્રવ્ય અને મારું દ્રવ્ય સ્વરૂપે એક જ છે અર્થાતું, એક જ સરખા છે તો મારી સહજ પર્યાય પણ તારા જેવી જ છે માટે આજથી હું ઘાતિ અઘાતિ કર્મ સંયોગ જન્ય ઉદ્ભવેલી જે બધી પર્યાયો છે તેને મારી માનીશ નહિ અર્થાતું, હું તેના ઉપરનું મમત્વ ઉઠાવી લઉં છું અને તેનું ચિત્તથી વિસર્જન કરું છું. હું શુદ્ધાત્મ દ્રવ્ય છું. તે સંયોગ સંબંધે એક આકાશ પ્રદેશ પર રહેલા કર્મ પુગલો સાથે રહેલો છે તેથી પાડોશમાં રહેલી અવળચંડી જાત તેને પોતાનું સહજવિલાસી જીવન જીવવા દેતી નથી, પરંતુ તે છે તો પર. મારું નથી એમ માનીને તેનાથી માનસિક સંબંધ છોડી દઈએ તો સુખેથી જીવી શકાય અને પોતાનું જે છે તેના તરફ પ્રીતિ જાગતાં આ પાડોશીથી તદ્દન અલિપ્ત બની ઉદાસીનભાવે નિહાળતાં આત્મા પોતાના સ્વરૂપમાં મહાલે પછી તેનું જોર પણ ઓછું થતાં ધીમે ધીમે પાડોશ છોડીને ચાલ્યા જાય. જો આપણે પાડોશીને પણ પોતાના માની લીધા તો તે તો તેના શુભ-અશુભ સ્વભાવ પ્રમાણે. તેના મર્મ પ્રકાશ તો આત્માને મૂંઝાવીને સ્વ સ્વરૂપનું ભાન પણ ભૂલાવી દે. માટે હવે તો ભૂતકાળની શુભાશુભ પર્યાયોનું વ્યસર્જન, વર્તમાન કાળની પર્યાયનું સંવરણ અને અનાગત પર્યાયનું પ્રત્યાખ્યાન કરવું છે. સાધકનો અંતર્નાદ 23 Page #44 -------------------------------------------------------------------------- ________________ હું પૂર્વ પર્યાયોને વોસિરાવી દઉં છું, વર્તમાન પર્યાયોને (ઉદયની) ભોગવીને ખલાસ કરું છું, અનુદીકનું સંવરણ કરું છું અર્થાતું, ભાવિમાં આ પર્યાયોને નહિ ભોગવવી એવું પ્રત્યાખ્યાન કરું છું. તેથી હું કોણ છું? આ સમયે સૈકાલિક પર્યાયોનો ભોગવટો છોડી દેનાર હું શુદ્ધ પર્યાયને ભોગવનાર આત્મા છું તેનું ભાન થયું. તે વખતે સહજ વિલાસી સહજાનંદ સ્વરૂપમાં લીન એવા આત્માનું દર્શન અનુભવાય. વૈ.શુ. ૬, દેરાસરમાં, માંગરોલ સ્વરૂપ આત્માનું એક જ છે પરંતુ તેની અવસ્થા બે છે. તેમાં જે નિષ્ક્રિય અવસ્થા છે તેને દ્રવ્ય કહેવાય છે અને સક્રિય અવસ્થા છે તેને પર્યાય કહેવાય છે. આમાં પ્રશ્ન થાય કે એક વસ્તુમાં વિરોધી બે અવસ્થા કેવી રીતે હોઈ શકે ? જવાબ : દ્રવ્યાર્થિક નય - નિશ્ચયનયથી નિષ્ક્રિય છે અને પર્યાયાર્થિક નય - વ્યવહાર નથી સક્રિય છે. અર્થાતું, જેમ દ્રવ્ય અને પર્યાયનો એક દૃષ્ટિએ ભેદ છે અને બીજી દષ્ટિએ તે અભેદ છે. તે ભેદ અભેદ બંને પણ ઉપચરિત નથી, સત્ છે કારણ કે જોવાની દૃષ્ટિ ભિન્ન છે. નિશ્ચયથી ભેદ વ્યવહારથી અભેદ, તેમ નિશ્ચયથી નિષ્ક્રિય વ્યવહારથી સક્રિય આ પ્રમાણે આત્માનું નિષ્ક્રિય સ્વરૂપ તે આત્મ દ્રવ્ય. આત્માનું સક્રિય સ્વરૂપ તે આત્માની પર્યાય. - આ બે વસ્તુ હોવાનું કારણ આત્મા પરિણામી છે એટલે કે પરિણામ પામવાના સ્વભાવવાળો છે. માટે મેદાભેદ અને નિષ્ક્રિય સક્રિયતા રહેલી છે. વે.શુ. ૭ વસ્તુ સ્વરૂપે આત્મા એક છે પરંતુ આત્મ દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. કેમકે પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી તેથી આત્મ દ્રવ્યો અનંત છે, એમ કહી શકાય. આત્મા નામની વસ્તુ એક છે કારણકે દ્રવ્યો સ્વ સરખા છે માટે વસ્તુ એક કહેવાય. જેમ દૂધ નામની વસ્તુ ગમે તેટલા ઠામમાં ભરી હોય તો પણ દૂધ નામે વસ્તુ એક છે. એમ કહેવાય. જુદા જુદા ઠામમાં રહેલું દ્રવ્ય ભિન્ન ભિન્ન છે માટે બધા જુદા જુદા ઠામનાં દ્રવ્યો જુદાં છે તે ભેદ પાડનાર જેમ ઠામ છે તેમ જુદા જુદા ઠામરૂપ શરીરમાં રહેલું દ્રવ્ય જુદું જુદું છે કેમકે તે દ્રવ્યને જુદું પાડનાર શરીર છે. પરંતુ વસ્તુ સ્વરૂપે દરેક ઠામરૂ૫ શરીરમાં આત્મા એક છે. આ પ્રમાણે વસ્તુ અને દ્રવ્ય એ શબ્દથી એક અને અનેક આત્મા કહેવાય છે. વસ્તુથી સ્વરૂપની મુખ્યતા આવે છે, દ્રવ્યથી પર્યાય યુકતતાથી અન્ય સ્વરૂપનું સાહચર્ય પણ આવે છે. માટે વસ્તુ એક છે, દ્રવ્ય અનેક છે. માટે જ કહ્યું છે કે “વષ્ણુ સદાવો થwો” પણ “ દાવો ઘમ' ન કહ્યું. વસ્તુને બતાવનાર-જણાવનાર ધર્મ છે. અર્થાતું, સ્વનું-વસ્તુનું અસ્તિત્વ બતાવવા માટે જે વસ્તુ છે તેને ધર્મ કહેવાય છે તે જ શુદ્ધ પર્યાય છે. જેને આત્મ સ્વરૂપ પ્રાગટ્ય કહેવાય છે. તે ધર્મ સાધકનો અંતર્નાદ 24 Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરવા માટે એટલે શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે પુરુષાર્થ એટલે ઉપાદાન તૈયાર કરવાનું છે. ઉપાદાનમાં કારણતા-પુરુષાર્થ પ્રગટ કરવા માટે પુરાલંબન નિમિત્ત તો જેમને તે સ્વરૂપે પ્રગટ થયું છે તે છે. આત્મ દ્રવ્યનું સ્વરૂપ નિષ્ક્રિય છે તેમાં સક્રિયતા અરિહંતાદિ પર્યાયની પડેલી છે. અરિહંત પરમાત્માનું દ્રવ્ય કરુણા સ્વભાવવાળું છે. જેથી તે પરોપકાર સ્વભાવવાળું છે તેથી તે પરાર્થવ્યસનીતા વિગેરે ગુણોપર્યાય છે તે ઘાતિ કર્મના ઉત્કૃષ્ટ ક્ષયોપશમ જન્ય છે. તીર્થકરત-અઘાતિ કર્મના ઉદય જન્ય પર્યાયનો ભોગવટો કરે છે ત્યારે સમવસરણમાં બેસીને શાસનની સ્થાપના કરે છે, દેશના આપે છે. આ પર્યાયનો ભોગવટો પોતે પરોપકાર દ્વારા કરે છે કારણકે અરિહંત દ્રવ્યનો સ્વભાવ કરુણાયુક્ત પરોપકાર છે. અર્થાત્, અરિહંત દ્રવ્ય-પોતાનું અસ્તિત્વ પરોપકારથી દેખાય છે. દ્રવ્યના સમૂહને આ વસ્તુ છે એમ કહેવાય છે. એક વચનથી સમજાવાય છે. દુકાનમાં એક જ જાતનો માલ હોય તો જેમ ઘણા દ્રવ્યોનો સમૂહ હોવા છતાં અમારી દુકાનમાં એક જ માલ છે એમ કહેવાય છે તેમ આત્મા વસ્તુ સ્વરૂપે એક છે પરંતુ દ્રવ્યરૂપે ભિન્ન ભિન્ન છે કેમકે દ્રવ્યનો ભેદ પાડનાર પર્યાય તેની સાથે વળગેલી છે. માટે વસ્તુ સ્વરૂપે આત્મા એક છે. વૈશુ. ૮, માંગરોલ કેવળ દ્રવ્યનું ધ્યાન તે નિર્વિકલ્પ ધ્યાન અને પર્યાયનું ધ્યાન તે સવિકલ્પ ધ્યાન. કેવળ દ્રવ્યનું ધ્યાન કરવામાં વિકલ્પો શમી જાય છે. તે દ્રવ્યની નિષ્ક્રિય અવસ્થાનું ધ્યાન હોવાથી તેમાં મનની ક્રિયા પણ અટકી જાય છે. પર્યાય એ દ્રવ્યની સક્રિય અવસ્થા છે તેનું ધ્યાન કરવામાં ચિંતન હોય છે માટે તેમાં મનનની ક્રિયા ચાલુ હોય છે. વસ્તુની ધ્રુવસત્તા છે, દ્રવ્યની અવાર સત્તા છે. જયારે અવાર સત્તાની વિચારણા કરીએ છીએ ત્યારે પર્યાય સહિત દ્રવ્યની વિચારણા હોય છે કારણ કે દ્રવ્ય પર્યાય સહિત હોય છે, જયારે વસ્તુની વિચારણામાં પર્યાય ગૌણ બની જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં દ્રવ્યના સંઘાતરૂપ વસ્તુ તરીકે કેવળ દ્રવ્યનું ધ્યાન હોય છે. અરિહંતનું દ્રવ્ય કેવું છે ? કરુણાયુકત. કરુણાયુક્ત દ્રવ્ય હોવાથી તેનો સ્વભાવ કેવો છે ? કરુણાનું પ્રાગટ્ય કરનાર કયો સ્વભાવ (ગુણ) છે ? સ્વાર્થોપસર્જન, પરાર્થવ્યસનીયતા, પરોપકાર, કૃતજ્ઞતા. કરુણાયુક્ત દ્રવ્યની સક્રિયતા કેવી ? પરોપકાર. પરનો ઉપકાર કરવો તે. અરિહંત પરમાત્માની સક્રિયતા-સમવસરણમાં બેસીને ભવ્ય જીવોને કરુણા સક્રિય હોવાથી કર્મમુકિત-સુખ પ્રાપ્તિના ઉપાયરૂપ (દેશના માર્ગદર્શન) આપતી દેશના આપે છે તે છે. સાધકનો અંતર્નાદ 25 Page #46 -------------------------------------------------------------------------- ________________ વૈ.શુ. ૧૨ શક્તિની વ્યક્તિ કરે, સ્પષ્ટતા કરે તે પર્યાય. માટે દ્રવ્યને શક્તિરૂપ અને પર્યાયને વ્યક્તિરૂપ કહ્યું છે. તે પર્યાય ઉપચરિત અને નિરૂપચરિત એમ બે પ્રકારે છે. જે શુદ્ધ પર્યાય છે તે નિરૂપચરિત છે, જે અશુદ્ધ પર્યાય છે તે ઉપચરિત છે. ઉપચરિતમાં શુભ-અશુભ એમ બે પ્રકાર છે. ઉપચરિત પણ છે સત્ય, આ ઉપચાર ખોટો નથી પણ જે સત્ય છે તે રૂપે રહીને દ્રવ્યનું અસ્તિત્વ બતાવે છે જો તેમ ન હોય તો ઉપચરિતમાં દ્રવ્યનું સત્પણું ન દેખાય અને દ્રવ્ય ન હોય ત્યારે અસતુપણું (અભાવ) ન દેખાય. માટે પરમાત્માની મૂર્તિમાં પરમાત્મ તત્ત્વને બતાવનાર વિતરાગતાનો અનુભવ થવાથી આપણા આત્માને વિતરાગત્વની અસર થાય છે. વૈ.વ. ૭, ૨૦૪૬, વંથલી શુદ્ધાત્મ દ્રવ્ય આવૃત્ત છે. તેને પ્રગટ કરવા માટે તેની શુદ્ધ સત્તા છે તેનું ધ્યાન કરવાનું છે. દ્રવ્ય આવૃત્ત છે તેમ શુદ્ધ પર્યાય પણ આવૃત્ત છે. તેને પ્રગટ કરવા માટે શુદ્ધ પર્યાયનું ધ્યાન કરવાનું છે. દ્રવ્ય જેમ આવૃત્ત અને નિરાવૃત્ત છે તેમ પર્યાય પણ આવૃત્ત અને નિરાવૃત્ત છે. આવૃત્ત છે તેને અપ્રગટ કહેવાય છે નિરાવૃત્તને પ્રગટ કહેવાય છે. આપણું આત્મ દ્રવ્ય આવૃત્ત છે તે અશુદ્ધ કહેવાય છે. નિરાવૃત્ત છે તે શુદ્ધ છે. નિશ્ચયથી તો તે અશુદ્ધ કે મલિન થતું નથી. પરંતુ કર્મના આવરણ તળે દબાયેલું તે મલિન દેખાય છે, અનુભવાય છે માટે વ્યવહારથી તે અશુદ્ધ છે. આત્મ દ્રવ્યની વાસ્તવિકતા અનુભવવા માટે તેની શુદ્ધ સત્તાનું ધ્યાન કરવું તેથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે શુદ્ધ છે તે અનુભવાય છે. તેવી રીતે સહજ પર્યાય શુદ્ધ છે તે આવૃત છે અશુદ્ધ પર્યાયને ધારણ કરનાર આપણા આત્માએ તેને પ્રગટ કરવા માટે તે સહજ પર્યાયનું ધ્યાન કરવું તેથી તે વાસ્તવિક પર્યાયને ભોગવતા શુદ્ધાત્મ, દ્રવ્યનો અનુભવ થાય છે. સારાંશમાં - દ્રવ્ય - શુદ્ધ અશુદ્ધ - પર્યાય - શુદ્ધ અશુદ્ધ દ્રવ્ય અને પર્યાય અશુદ્ધ પ્રગટ છે જેનો નિરંતર આપણે અનુભવ કરી રહ્યા છીએ. પર્યાય પ્રગટ અને અપ્રગટ એ બે પ્રકારની છે. તેમાં અપ્રગટ પર્યાય ઘાતી-અઘાતિ બંને કર્મના ક્ષયથી પ્રગટે છે. પ્રગટ પર્યાય - ઘાતકર્મના ઉદય જન્ય. - ઘાતકર્મના ક્ષયોપશમ જન્ય. - અઘાતી કર્મના ઉદય જન્ય. આ ત્રણ પ્રકારની પર્યાય આપણો આત્મા ભોગવી રહ્યો છે, જેમાંની એક પણ પર્યાય તેની વાસ્તવિક નથી પરંતુ કૃત્રિમ છે. માટે તેનાથી હું પર - ભિન્ન શુદ્ધાત્મા છું તેનું ભાન નિરંતર રહેવું તેનું સાધકનો અંતર્નાદ 26 Page #47 -------------------------------------------------------------------------- ________________ નામ સમ્યગૃષ્ટિ-સાચી સમજ. આ ઘાતિ અઘાતિ કર્મ જન્ય પર્યાયના જ્ઞાતા-દ્રષ્ટા બનીને પોતાની વાસ્તવિક પર્યાયને સ્મરે, અર્થાતું, સમ્યગુ દષ્ટિ આત્મા સદા ઝુરતો હોય ! શા માટે? પોતાની વાસ્તવિક પર્યાયના સ્મરણથી, તેનું મમત્વ જાગ્યું છે, પ્રીતિ જાગી છે અને જે પર્યાય વર્તમાનમાં ભોગવી રહ્યો છે તેને ઓળખી ગયા છે કે આ બધી બનાવટ છે મારી પોતાની વસ્તુ આ નથી પરંતુ નવપદ આદિ પર્યાય મારી છે. આ રીતે નવપદના દર્શન, વંદન, ચિંતન, ધ્યાનથી વાસ્તવિક પર્યાયનું સ્મરણ થયું, અને વર્તમાન પર્યાયને પરાયાની જેમ ભોગવવા છતાં જ્ઞાતા-દ્રષ્ટાભાવથી વ્યવહાર કરે છે અને સદા સિદ્ધ પર્યાયને સ્મરે છે, જે અપ્રગટરૂપે આત્મામાં જ રહેલી છે. આવી નવ પર્યાયો આત્મામાં અપ્રગટ રહેલી છે. તેને પ્રગટ કરવા માટે નવપદનું સ્મરણ, દર્શન, વંદન, પૂજન, ધ્યાન કરવું. તેથી પોતાની તે પર્યાયને ઓળખે છે અને ધ્યાન વખતે ઉપયોગથી અનુભવે છે, ત્યારે પરમ આનંદ પામે છે તે સમયે કઠિન કર્મોનો ક્ષય કરે છે અને તે પર્યાય પ્રગટ કરવાની સમીપમાં આત્મા પહોંચી જાય છે. ૬. શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન વૈ.વ. ૮, ૨૦૪૬, વંથલી શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન - પર્યાયને ગૌણ રાખીને કેવળ દ્રવ્યને મુખ્યપણે જોવું. અહીં જોવું એટલે પ્રથમ મનથી જોવું, મનથી જોવામાં પણ આકાર ઉપસ્થિત કરવાનો હોય છે. પરંતુ આત્મ દ્રવ્ય તો નિરાકાર છે, અરૂપી છે, તેને કયો આકાર આપવો? તેને બાહ્ય આકાર આપી શકાતો નથી માટે મનથી તેને જોવા અંતરાત્મામાં ઉપયોગને લઈ જઈને કલ્પના કરવી. કલ્પનાનો આકાર - ‘તે નિસ્તરંગ છે' એવો લાવવો. “તે નિર્મળ છે' એવો લાવવો. નિતરંગઆકાર આપવા માટે તિમિત સમુદ્રની સ્થિતિ વિચારવી, નિર્મળતાનો આકાર આપવા માટે સ્ફટિકની જેમ આરપાર જોઈ શકાય તેવી સ્વચ્છતા વિચારવી. જેમ સ્ફટિક હોય છતાં તેની પાછળની વસ્તુ સ્પષ્ટ દેખાતી હોવાથી સ્ફટિકનું અસ્તિત્વ આંખથી જણાતું નથી. છતાં તે “છે' એ નક્કી છે, કેમકે તેની આરપાર કોઈ વસ્તુ ગતિ કરી શકતી નથી. પરંતુ તે વચ્ચે અથડાય છે તેથી આત્મ દ્રવ્યને તો ફકત તેની નિર્મળતાની સદેશતા વિચારવા માટે સ્ફટિકની જેમ નિર્મળ છે એવો આકાર આપવો. પરંતુ આત્મ દ્રવ્ય તો નિસ્તરંગ છે તરંગો અથડાતા-અથડાતા ઉત્પન્ન થાય છે માટે તરંગ રહિત એવો આત્મા અમ્મલિત છે. સ્ફટિકની જેમ અલિત નથી. પરંતુ અખ્ખલિત છે માટે નિસ્તરંગ છે અર્થાતુ, સ્થિર સમુદ્ર (તેના મધ્યભાગ) જેવો છે. તેમ જોવો. વળી આકાશની જેમ આકાર વિનાનો એટલે નિરાકાર છે તથા આકાશની જેમ નિરંજન છે. આત્માને અંજન લાગી શકતું નથી તેવો જોવો. આ પ્રમાણે તે તે દેશ્ય પદાર્થો - સમુદ્રની સ્તિમિતતા, સ્ફટિકની નિર્મળતા, આકાશની નિરાકારતા, નિરંજનતાથી સદેશતા વિચારવી, કલ્પવી. અર્થાતુ, કલ્પનાથી-મનથી જોવી. મનથી જોઈએ ત્યારે આંખથી સાધકનો અંતર્નાદ Page #48 -------------------------------------------------------------------------- ________________ જેમ આકાશને આપણે એક ખાલી જગ્યારૂપ જોઈએ છીએ. અર્થાતુ, ૦ શૂન્ય જોઈએ છીએ, કોઈ વસ્તુને નથીના રૂપમાં જોઈએ તેવી જોવી. તે રીતે જોવા છતાં તે સત્ છે માટે તેની હયાતિ કેવી જોવી? નિતરંગ, નિષ્પકંપ વિગેરે રૂપે જોવી. એક આકાશ દ્રવ્યની સાથે બધી રીતે સરખામણી કરી શકાય એવું આત્મદ્રવ્ય છે. ભેદ એટલો છે કે આકાશ દ્રવ્ય જડ છે, આત્મ દ્રવ્ય ચેતન છે. બાકી બધું સરખું છે. નિસ્તરંગ, નિષ્પકંપ, નિર્વિકાર, નિરાકાર, નિરંજન છે, એક છે. અખંડ છે. જેમ આકાશ દ્રવ્યનો ભેદ પાડનાર જેમ ઘટ વિગેરે છે. તેમ આત્મદ્રવ્યનો ભેદ પાડનાર દેહ, પુદ્ગલ, શરીર છે. જે ભેદ પાડનાર છે તે પર્યાય કહેવાય છે. શુદ્ધાત્મ દ્રવ્ય નિષ્ક્રિય એટલે કે કોઈ પણ ક્રિયા વગરનું માત્ર “સતું' છે તેમ જોવું. તે રીતે ઉપયોગથી જોતાં નિષ્ક્રિય દ્રવ્યનું આલંબન લેનારનું મન નિષ્ક્રિય બને છે. મનનું કાર્ય વિકલ્પો કરવાનું છે. સામે આલંબન નિષ્ક્રિય છે માટે તેમાં સ્થિર થતાં નિષ્ક્રિય-અર્થાતું, નિર્વિકલ્પ બને છે. મન સ્થિર થતાં સ્થિર થયેલો ઉપયોગ પણ નિષ્ક્રિય થતાં નિર્વિકલ્પ ધ્યાન થાય છે. નિર્વિલ્પ થવા માટેના આ સિવાયના જે ઉપાયો છે તેમાં આલંબન નહિ આપીને નિર્વિકલ્પ બનાવવામાં આવે છે. મનની સામે કોઈ દ્રવ્યને નહિ ધરવાથી બનેલું નિરાલંબનપણું છે, તે વાસ્તવિક નિરાલંબનતા નથી પરંતુ આધારને બળ જબરીથી ખસેડી દઈને મનને દબાવવાનો, રૂંધવાનો, વિચારથી અટકાવવાનો પ્રયત્ન છે તેથી તે દબાણ ઓછું થતાં અશુદ્ધ આલંબનો મન સામે ખડાં થઈ જાય છે અને તેમાં લેપાઈ જાય છે. વિચારોને દબાવવાથી થયેલી નિર્વિચારિતામાં તેટલો સમય બળતું, ઝળતું ચિત્ત શાંત થવાથી શાંતિનો અનુભવ કરે છે, તે શુષ્ક ધ્યાન છે. કેમકે ચિત્તમાંથી વિચારને ઉત્પન્ન કરે તે પદાર્થોને ધકેલીને દૂર કરવામાં આવે છે તેટલો સમય. તે વિયારો ખસી જાય છે પછી તે ડબલ વેગથી આવીને મન ઉપર સવાર થઈ જાય છે. જો કે એમ વારંવાર અભ્યાસ કરવાથી વિકલ્પો લાંબા સમયે ઓછા થાય પણ ઓછા થયેલા વિકલ્પો પણ શુભ જ હોય એમ નહિ. પરંતુ જે બાહ્ય પદાર્થોમાં પૂર્વે લેપાયેલું મન જે સ્થિતિ અનુભવતું હતું તે ફરી ઉપસ્થિત થાય છે. આ નિરાલંબનતા આઠમા ગુણસ્થાનકની નથી. આઠમા ગુણસ્થાનકે તો તે પૂર્વે આલંબનમાં સ્થિર થયેલું ચિત્ત આલંબનની સાથે અભેદપણાને પામીને એકાકારતા પામે છે એટલે આલંબન છૂટી જાય છે અને આત્મા એ જ પરમાત્મા એ ભાવમાં સ્થિર થાય છે. આ રીતે સ્વાત્મામાં સ્થિરતા પામવાથી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાની બને છે. - આ રીતે શુભના આલંબનથી-શુદ્ધના આલંબનથી નિષ્ક્રિયતાને પામેલું મન સહેલાઈથી શાંત બની જાય છે, ત્યારે નિર્વિ૫તામાં આત્મિક સહજાનંદ હોય છે અર્થાતુ, શુષ્કતા નથી હોતી પરંતુ આનંદરસ અનુભવાય છે. તેમાં તૃપ્તિનો અનુભવ કરતો આત્મા બાહ્ય પદાથોથી વિમુખતાને પામેલો વળી પાછો જયારે નિર્વિલ્પતા છૂટી જાય છે ત્યારે શુદ્ધાત્માનું સ્મરણ થાય છે, તેના જ ગુણો, તેની જ પર્યાયના ચિંતનથી ચિત્ત પ્રફુલ્લિત રહે છે પણ શુષ્કતાને પામતું સાધકનો અંતર્નાદ 28 Page #49 -------------------------------------------------------------------------- ________________ નથી. કારણ કે આ નિર્વિલ્પતા વિચારોને ધકેલીને ઊભી કરેલી નથી, પણ આનંદના મહાસાગરમાં ચિત્તને ડુબાડીને તેના આસ્વાદથી તૃપ્ત બનેલો આત્મા નિર્વિલ્પતાને પામેલો હોય છે, તેથી બાહ્ય પદાર્થોથી વિમુખ બનેલું ચિત્ત વિક્લ્પ દશામાં પણ તે સ્વરૂપને સ્મરણ કરતો વિચરે છે. તેના જ ગુણો, તે જ શુદ્ધ પર્યાય, તે જ પર્યાયના ભોગનો આનંદ રસ સ્મરે છે, વારંવાર ચિત્ત તેમાં જ જવા તદ્રુપ થવા લલચાય છે. ‘સોડë' ‘સોડહં'નું રટણ રહે છે અને જગતના બાહ્ય ભાવોથી ઉદાસીનતા સેવે છે અને અંતરાત્મામાં રમે છે. તે સુખનો ભોગવટો સાધુ કરી શકે છે તે અનુત્તર વિમાનવાસી દેવના સુખ કરતાં પણ ચડિયાતું છે. વળી વર્તમાન અવસ્થામાં રહેલો આત્મા અશુદ્ધ પર્યાયના ભોગથી અશુદ્ધ બનેલો છે તેને પોતાની શુદ્ધ પર્યાયનું સ્મરણ પણ નથી. જે પર્યાય વર્તમાનમાં પણ છે, આત્માની સાથે જ છે, જે સહજ છે, શુદ્ધ છે. પરંતુ અપ્રગટ છે. પ્રગટ અશુદ્ધ પર્યાયને જ પોતાનું પૂર્ણ સ્વરૂપ માનવાનો મિથ્યા ભ્રમ છે તે જ મિથ્યાત્વ છે. તે ભ્રમિત મતિથી જ સંસાર વૃદ્ધિ કરે છે. માટે અપ્રગટ પોતાની શુદ્ધ પર્યાયને સ્મરવી અને તેને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરવો, પરમાત્માએ તે માટે સર્વવિરતિ ધર્મ બતાવ્યો છે. તેના પાલનથી શુદ્ધ પર્યાય ઉપર આવેલા આવરણો (અજ્ઞાનનું-મોહનું) છે તે જીર્ણ થાય છે ત્યારે તે પર્યાયને સ્મરવા માટે આલંબનભૂત નવપદો જે આપણા આત્મામાં અપ્રગટ પર્યાયરૂપે રહેલા છે તેને સ્મરવા, તેને જોવા, તેનું વંદન, પૂજન, ધ્યાન કરવું. અર્થાત્, તે આપણા આત્માની જ પર્યાયો છે તેમ જોવું અને આપણી અપ્રગટ પર્યાયો જે નવપદ છે તેમાં લીન થવું. તે માટે સામે નવપદનું આલંબન રાખવું. આત્મામાં તે અપ્રગટ પર્યાયોનો ધ્યાનમાં અનુભવ કરવા આ સાલંબન ધ્યાન છે. અપ્રગટ પર્યાયને નવપદના આલંબનથી પ્રગટરૂપ પર્યાય હોય તેવી જ રીતે જોવી, અનુભવવી, તેમાં લીન થવું, હું તેવો જ છું એમ પર્યાયના ભોગવટાનો આનંદ અનુભવવો. જેટલો સમય તેમાં સ્થિરતા રહે તેટલો સમય પોતાનો આત્મા અરિહંત સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ વિગેરે અનુભવાય છે ત્યારે કઠિન કર્મોની નિર્જરા થતાં તે સ્વરૂપ પ્રગટે છે. પર્યાયનો ભોગવટો કરવો એ દ્રવ્યની સક્રિયતા છે. તે ભોગવટો નિરંતર ચાલુ જ છે છતાં તેની મૂળ અવસ્થા નિષ્ક્રિય છે. પર્યાયયુક્ત દ્રવ્યના ધ્યાનમાં દ્રવ્યની સક્રિયતા વિચારવી, પર્યાયની ગૌણતામાં દ્રવ્યની નિષ્ક્રિયતા વિચારવી નિષ્ક્રિયતા સક્રિયતા અપેક્ષિત્ છે. નિશ્ચયથી દ્રવ્ય નિષ્ક્રિય. વ્યવહારથી દ્રવ્ય સક્રિય. નિષ્ક્રિય દ્રવ્યનું ધ્યાન-નિર્વિકલ્પ માટે છે, માટે તેના ધ્યાનથી નિર્વિકલ્પક ધ્યાન થાય છે. સક્રિય દ્રવ્યનું ધ્યાન-પર્યાયનું ધ્યાન છે, તે સક્રિય છે માટે તેના આલંબનથી સવિકલ્પક ધ્યાન થાય છે. સવિકલ્પક ધ્યાનથી વર્તમાનમાં કર્મની નિર્જરા થાય છે પુણ્યબંધ થાય છે અને અનુક્રમે પછી તે સાધકનો અંતર્નાદ 29 Page #50 -------------------------------------------------------------------------- ________________ તે શુદ્ધ-શુભ પર્યાય પ્રગટે છે. નિર્વિકલ્પક ધ્યાનથી આત્મ સ્વરૂપ અનુભવાય છે. આત્માનુભવનો આનંદ ચાખવા મળે છે અને અંતે કર્મની નિર્જરા અને તે સમૂળ ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે અંતે મુક્તિને મેળવે છે. છે. પર્યાયની વિચારણા વૈ.વ. ૧૧, ૨૦૪૬, વંથલી પર્યાયો બે પ્રકારની છે. ૧. કૃત્રિમ ર. અકૃત્રિમ. ૧. કૃત્રિમ પર્યાય - સમયે સમયે પલટાતી છતાં એક સ્વરૂપે પર્યાય જાવજજીવ રહે છે તે અઘાતિ કર્મ જન્ય. ઘાતિકર્મ જન્ય નાના પ્રકારની જાવજજીવ રહે છે. ૨. અકૃત્રિમ પર્યાય અનાદિ અનંત કાળ સુધી રહે છે તે પણ પ્રગટ ઘાતિકર્મ ક્ષય જન્ય છે તેથી તે પછી અનંતકાળ સુધી રહે છે. અપ્રગટ અનાદિ સાંત છે. વૈ.વ. ૧૧ પર્યાયો બે પ્રકારની ૧. કૃત્રિમ ૨. સ્વાભાવિક તે બંને પર્યાયો બે પ્રકારે ૧. પ્રગટ ૨. અપ્રગટ ૧. કૃત્રિમ પર્યાય - ૧. પ્રગટ ૨. અપ્રગટ ૧. કૃત્રિમ પ્રગટ - દા.ત. મનુષ્ય પર્યાય તે ભવપૂરતી છે, તે પણ સૈકાલિક છે. વર્તમાન, અનાગત, અતીતકાલીન દા.ત. બાલ્યકાળની, યૌવનકાળની, વૃદ્ધ કાળની. ૨. કૃત્રિમ અપ્રગટ - દા.ત. દેવ-નારક-તિર્યંચ ભવ સંબંધી. આ બધી કૃત્રિમ પર્યાયો પ્રગટઅપ્રગટ બંને ઉદયજનિત છે. ૨. સ્વાભાવિક પર્યાય ૧. પ્રગટ ૨. અપ્રગટ. ૧. સ્વાભાવિક પ્રગટ પર્યાય - ઘાતિ અઘાતિ કર્મક્ષય જન્ય જે શુદ્ધ પર્યાય છે તે. આ પર્યાય કેવળ સિદ્ધાત્માને જ પ્રગટ હોય છે. તે સિવાય સકલ જીવરાશિને આ શુદ્ધ પર્યાય અપ્રગટ હોય છે. ૨. અપ્રગટ પર્યાય બે પ્રકારે - ૧. પ્રગટ થવાને યોગ્ય ૨. પ્રગટ થવાને અયોગ્ય. ૧. જે ભવ્ય જીવ છે તેને પ્રગટ થવાને યોગ્ય અપ્રગટ પર્યાય છે. ૨. જે અભવ્ય જીવ છે તેને કોરા મગની જેમ કદી શુદ્ધ પર્યાય પ્રગટવાની નથી, માટે પ્રગટ થવાને અયોગ્ય છે. (અપ્રગટ પર્યાય) ભવ્ય જીવને પ્રગટ પર્યાય બે પ્રકારે - ૧. સંપૂર્ણ પ્રગટ. ૨. યત્કિંચિત્ - યથાયોગ્ય પ્રગટ. ૧. સંપૂર્ણ પ્રગટ - સિદ્ધાત્માને હોય છે. તે ઘાતિકર્મ ક્ષયજન્ય છે. ૨. યત્કિંચિત્ પ્રગટ - તે સંસારી જીવને ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય છે. સંસારી જીવમાં પણ ભવ્ય-અભવ્ય બે પ્રકારે જીવો છે. ભવ્યને શુદ્ધ પર્યાય પ્રગટ થવાને યોગ્ય અપ્રગટ પર્યાય છે. જે ઘાતિકર્મયોપશમ જન્ય છે. (તે પ્રગટ અંશ છે.) સાધકનો અંતર્નાદ Page #51 -------------------------------------------------------------------------- ________________ અભવ્યને શુદ્ધ પર્યાય પ્રગટ થવાને અયોગ્ય ઘાતિ કર્મ ક્ષયોપશમ જન્ય છે. ઘાતિ કર્મનો ક્ષયોપશમ-ભવ્ય જીવને શુદ્ધ હોય છે. માટે શુદ્ધ પર્યાયને યોગ્ય અપ્રગટ પર્યાય. ઘાતિ કર્મનો ક્ષયોપશમ-અભવ્ય જીવને અશુદ્ધ હોય છે. માટે શુદ્ધ પર્યાયને અયોગ્ય અપ્રગટ પર્યાય છે. ઘાતિ કર્મના ક્ષયોપશમ જન્ય અપ્રગટ પર્યાય અસંખ્ય છે. કેમકે અધ્યવસાય સ્થાનક અસંખ્ય છે માટે જીવને યથાયોગ્ય છે તે પર્યાયો અધ્યવસાય પ્રમાણે ઘાતિ કર્મ ક્ષયોપશમ જન્ય યત્કિંચિત્ સ્વાભાવિક પર્યાય પ્રગટ હોય છે. સ્વાભાવિક પર્યાય ભવ્ય-અભવ્ય સકલ જીવોને અપ્રગટ પડેલી છે. ભવ્યને તે યથાયોગ્ય કાલે તે પ્રગટે છે અને અભિવ્યને અનંતકાલે પણ તે પ્રગટતી નથી. અર્થાતુ, તે પર્યાય પ્રગટ થવાને અયોગ્ય છે. આટલું લાંબું ચિંતન પર્યાયમાં છે. દ્રવ્યમાં કોઈ ચિંતા નથી. માટે પર્યાયનું ધ્યાન સવિકલ્પક છે. દ્રવ્યનું ધ્યાન નિર્વિકલ્પક છે. ભાંજગડ માત્ર પર્યાયમાં છે તેની વિચારણા વૈરાગ્ય અને ગુણાનુરાગ માટે છે, તેથી તે વિચારણાથી સંસારના પદાર્થોમાં વૈરાગ્ય અને ક્ષયોપશમ જન્ય ગુણનો અનુરાગ થાય છે. દ્રવ્યમાં કોઈ જાતની ભાંજગડ નથી. કારણ તેનું સ્વરૂપ નિષ્ક્રિય છે. તેની વિચારણામાં પ્રશાન્તવાહિતા છે, શાંત સરિતાની જેમ શાંતતાનો પ્રવાહ ચિત્તમાં રેલાય છે. પર્યાયમાં દીર્ઘ સંસારનો-ભવોનો અનુભવ છે. તેનું દર્શન, સ્મરણ, ચિંતન, ધ્યાન વૈરાગ્ય જનક છે, અઘાતિ કર્મ જન્ય સારી નરસી પર્યાયોના અનુભવમાં સમભાવી બનવાનો અભ્યાસ છે, જ્ઞાતાદ્રષ્ટાભાવે રહેવાનો પુરુષાર્થ છે. ઘાતિકર્મ ઉદય જન્ય પર્યાયના અનુભવમાં ક્રોધાદિ વિકૃત નિગ્રહ કરી નિષ્ફળ બનાવવાનો પ્રયાસ છે. ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય શુભ પર્યાયોના ધ્યાનથી તે પર્યાયોની સહાય લઈ શુદ્ધ પર્યાય પ્રગટાવવાનો પ્રયાસ છે. આ બધુંય વિકલ્પરૂપ હોવાથી પર્યાયનું ધ્યાન સવિકલ્પક છે. શુભ પર્યાયો સ્વ અને પરની બંને આત્મ વિકાસમાં શુદ્ધ પર્યાય પ્રગટાવવામાં આલંબનરૂપ છે. બંનેના આલંબનથી આપણો મોક્ષ થાય છે. સ્વની-ઘાતિકર્મ ક્ષયોપશમ જન્ય શુભ પર્યાય-ક્ષમા, નમ્રતા આદિ. પરની-શુભ પર્યાય-જેને ક્ષમા. નમ્રતા સંપૂર્ણ પ્રગટ થયા છે તે દેવ. જેમ ક્ષમા, નમ્રતા અપૂર્ણ છે પણ શુદ્ધ પ્રગટાવવાના અવંધ્યકારણભૂત બની ચૂકેલા છે, જે શુદ્ધની સન્મુખ થઈ નજીક પહોંચી ગયા છે એવા તે ગુરુ. આ રીતે દેવ-ગુરુની શુભ પર્યાયોના આલંબનથી શુદ્ધ પર્યાય જે સહજ ભાવની છે તે પ્રગટાવવા માટેનો પ્રયાસ પર્યાયના ધ્યાનથી થાય છે તે ધ્યાન સવિકલ્પક ધ્યાન છે. ભૂત અશુભ પર્યાયનું વિસ્મરણ થઈ શકતું નથી તેથી ધ્યાન પણ ધર્મનું ટકતું નથી તથા દેષ્ટિ પણ વસ્તુને જોવાની બદલાઈ જવાથી મિથ્યા થઈ જાય છે. સાધકનો અંતર્નાદ 31 Page #52 -------------------------------------------------------------------------- ________________ ગુણ તે આત્માની ક્રિયા છે, અને સ્વરૂપ એ આત્માની સત્તા છે. સત્તા નિષ્ક્રિય છે. નિસ્તરંગ વિગેરે આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ છે તે તેનો સ્વભાવ બતાવે છે કે સ્વનું અસ્તિત્વ આ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ગુણો છે. તે આત્માની જોવારૂપ, જાણવારૂપ અને આનંદ પામવારૂપ ક્રિયા છે. આત્મા કેવો છે ? નિતરંગ છે એમ કહેવાથી તેનું સ્વરૂપ જણાવ્યું, તેની સત્તા કેવા પ્રકારની છે તે બતાવ્યું. આત્મા કેવો છે ? જ્ઞાનવાન છે, દર્શનવાન છે, ચારિત્રવાન છે એમ કહીને તેની ક્રિયા શું છે તે બતાવ્યું. સ્વરૂપ અને ગુણ બંને આત્માથી જુદા નથી માટે આત્માના ધ્યાનમાં આ બંને આવી જાય. પણ જયારે સ્વરૂપનું ધ્યાન કરાય છે ત્યારે તેની સત્તા માત્રનું ધ્યાન થાય છે. અને જયારે આત્માના સ્વભાવનું ધ્યાન કરવામાં આવે છે ત્યારે તેના ગુણનું ધ્યાન થાય છે. જેમાં આત્માની સક્રિયતા છે. જોવ જાણવારૂપ ક્રિયા તે જ ગુણો છે, ક્રિયા તે જ તેનો સ્વભાવ છે. દ્રવ્ય એ સ્વરૂપ માત્રની સત્તારૂપ છે. સ્વરૂપમાં સત્તામાત્ર જોવાની હોય છે. તે નિષ્ક્રિયતા છે. સત્તા માત્ર છે તેટલું જ જોવાનું હોવાથી તેની નિષ્ક્રિયતાને જોતાં નિર્વિકલ્પતા સધાય છે જેમાં શુકલ ધ્યાનનો બીજો પાયો છે. જોવા-જાણવારૂપ ક્રિયા ગુણ છે તેના ધ્યાનથી સવિકલ્પ ધ્યાન જે શુકલ ધ્યાનનો પહેલો પાયો છે. કા.શુ. ૮, ૨૦૪૭, ગીરનાર સામે ધ્યાનમાં, જુનાગઢ જગતમાં બે સ્વરૂપે વસ્તુ રહેલી છે. શક્તિ અને વ્યક્તિ, સમષ્ટિ અને વ્યષ્ટિ. દ્રવ્ય અને પર્યાય આ ત્રણે એક જ વસ્તુ છે. શક્તિ કહો, સમષ્ટિ કહો, કે દ્રવ્ય કહો એ ત્રણે એક જ છે. વ્યક્તિ કહો વ્યષ્ટિ કહો, કે પર્યાય કહો એ ત્રણે એક જ છે. વસ્તુ એક છે પણ તેનાં સ્વરૂપ બે છે. જયારે તે વસ્તુનું શક્તિ સ્વરૂપ વિચારીએ અર્થાત્ તે વસ્તુ શક્તિ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે માત્ર અસ્તિરૂપ સત્તારૂપ અદેશ્ય હાજર હોય છે અને વ્યક્તિ સ્વરૂપ ધારણ કરે છે અર્થાતુ, તે વસ્તુનું વ્યક્તિ સ્વરૂપ વિચારીએ ત્યારે તે દશ્યરૂપે હાજર હોય છે. આવા પ્રકારની વસ્તુ જગતમાં બે છે. જીવ-ચેતન, અજીવ-જડ-પુગલ. જગતની તમામ વસ્તુઓનો આ ચેતન અને જડ અર્થાતુ, જીવ અને પુદ્ગલમાં સમાવેશ થાય છે. - ચેતન પદાર્થ એક જ છે અને જડમાં બીજા ચાર પદાર્થ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય. આ ચારે જડ પદાર્થનું પણ દ્રવ્ય સ્વરૂપ અદેશ્ય છે, જે શક્તિરૂપ અસ્તિત્વ ધરાવે છે. તેની સત્તારૂપે હાજરી હોય છે. તેમનામાં કઈ શક્તિ છે? સત્તારૂપે શું રહેલું છે? તે તો વ્યક્તિમાં અનુભવાય છે. સાધકનો અંતર્નાદ Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાયની શક્તિ જયારે જીવ અને પુગલ ગતિ કરે છે ત્યારે અનુભવાય છે કે ધર્માસ્તિકાયની અહીં સત્તા છે, હાજરી છે. તે રીતે અધર્મ, આકાશ વગેરેની શક્તિ તે તે વ્યક્તિમાં હાજરી બતાવે છે. પુલની શકિત પણ તે તે જડ પદાર્થની વ્યક્તિમાં અદેશ્યરૂપે હાજર હોય છે. હવે ચેતન માટે વિચારીએ. ધર્માસ્તિકાયાદિ ચૌદ રાજલોકમાં વ્યાપક છે. તેમ પુદ્ગલ અને જીવ ચૌદ રાજલોકમાં વ્યાપક છે. ધમસ્તિકાય જેમ અખંડ, એક, દ્રવ્યરૂપે, સત્તારૂપે, શકિતરૂપે છે તેમ પુદ્ગલ અને જીવ પણ એક અખંડ દ્રવ્યરૂપે, સત્તારૂપે, શકિતરૂપે છે. ભિન્નતા જે દેખાય છે તે વ્યક્તિની છે. હવે ચેતન એક કેવી રીતે પ્રતીત થાય? જેમ આકાશ ચૌદે રાજમાં છે તેમ ચૈતન્ય એ શક્તિરૂપે ચૌદે રાજમાં છે. શક્તિ-જડ શક્તિ કે ચૈતન્યશક્તિ હોય ! શક્તિનો સ્વભાવ વ્યાપવાનો છે તેથી તે વ્યાપીને રહે છે. તે જયારે વ્યક્તિરૂપે પ્રગટ થાય છે ત્યારે દેશ્ય બને છે. મનુષ્ય આદિ વ્યક્તિથી શક્તિ છે. (આ કૃત્રિમ પર્યાય છે તેથી) એમ ચક્ષુથી પણ પ્રતીત થાય છે. વ્યક્તિ એ શક્તિને બતાવે છે. અર્થાતુ, વ્યક્તિમાં હું આત્મા છું એમ શક્તિ બતાવે છે. જો તે ન હોય તો વ્યકિત જ ન હોય. માટે શક્તિ હોય ત્યાં વ્યક્તિ હોય અને વ્યક્તિ હોય ત્યાં શક્તિ હોય જ. જો જડ વ્યક્તિ હોય તો જડ શક્તિ હોય, ચેતન વ્યક્તિ હોય તો ચૈતન્ય શક્તિ હોય. ચૈતન્ય શકિત જ્ઞાનની ઉબોધક છે, જડ શક્તિ જડત્વની ઉબોધક છે. દ્રવ્ય અને પર્યાય સાથે જ રહે છે. પર્યાય હોય ત્યાં દ્રવ્ય હોય જ. અને દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય જ. શક્તિ અવિનાભાવી વ્યક્તિ છે અને વ્યક્તિ અવિનાભાવી શક્તિ છે. પરંતુ ચેતન દ્રવ્યમાં એ ભેદ છે કે વ્યક્તિરૂપ પ્રગટ પર્યાય કેવળ કર્મકૃત છે, તેથી તેનો અંતનાશ થાય છે અને જે સહજ છે તે પ્રગટ થાય છે પણ વ્યક્તિરૂપે દશ્ય નથી. પરંતુ પર્યાય નામથી ઓળખાય છે. કર્મના નાશથી કેવળ દ્રવ્ય-સત્તા-શક્તિરૂપે છે. વ્યક્તિનો અંત આવે છે તે દ્રવ્યને શુદ્ધ કહેવાય છે. મલિનતા નાશ પામવાથી વ્યક્તિરૂપે જે સ્વાંગ ધારણ કર્યો હતો તે ઉતારી નાખે છે અને દ્રવ્ય તથા પર્યાય ભિન્ન છતાં બંને એકરૂપે ભાસે છે. આવી ચૈતન્યશક્તિ આકાશ દ્રવ્યની જેમ નિર્મળ, નિરાકાર અને અખંડ ચૌદ રાજલોક વ્યાપી છે. તેમાં જે વ્યક્તિ છે તેમાં તે શક્તિ વ્યક્તિમાં અનુમાનથી દેશ્ય બને છે. સાધકનો અંતર્નાદ 33 Page #54 -------------------------------------------------------------------------- ________________ * અનુક્રમણિકા : સંવત ર૦૪૦-પાના નં. ૩૪ થી ૩૯) ૧. ચૈતન્ય શક્તિ - શુદ્ધાત્મ દ્રવ્ય ૨. અહમ્ એ શુદ્ધાત્માનો શબ્દદેહ છે ૩. શુદ્ધાત્માની પૂજા ૪. સૃષ્ટિ-દર્શન સાધકનો અંતર્નાદ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧. ચેતન્ય શક્તિ - શુદ્ધાત્મ દ્રવ્ય કા.શુ. ૧૨, ૨૦૪૭, દેરાસરમાં, જુનાગઢ ચૈતન્ય શક્તિ એ જ શુદ્ધાત્મ દ્રવ્ય. શુદ્ધ આત્મદ્રવ્ય એટલા માટે કહ્યું કે તેમાં કોઈ વિકૃતિ નથી. કર્મના સ્પર્શથી વિકૃત નહિ બનેલું આત્મ દ્રવ્ય તે શુદ્ધાત્મ દ્રવ્ય. ચેતન્ય શક્તિ એ શું છે? તે આત્મ દ્રવ્યમાં રહેલી વસ્તુ છે, આત્મ દ્રવ્ય કર્મના સ્પર્શથી મલિન, બેડોળ, વિકૃત બની ગયેલું હોય ત્યારે પણ આ શકિત તો એવીને એવીજ રહેલી છે તે વિકૃત થતી નથી. તે નિર્મળ, શુદ્ધ અને નિર્વિકાર છે. શક્તિ એ શું ચીજ છે? તે નથી માટે તેને સમજવા અનુમાનનો ઉપયોગ કરવો રહ્યો. જેમ ધર્માસ્તિકાયની શક્તિ જીવ પુગલને ગતિમાં સહાયક છે તેમ આત્માની શક્તિ ચિદ્ છે-જ્ઞાન છે. તે આત્માને જ્ઞાત કરવામાં સહાયક છે, તે શક્તિ ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી છે. ધમસ્તિકાય લોક વ્યાપી છે માટે કોઈ પણ સ્થળેથી જીવ, પુગલ ગતિ કરી શકે છે કેમકે જે સ્થળેથી ગતિ કરે છે ત્યાં પણ ધર્માસ્તિકાય છે, તે શક્તિરૂપે વ્યાપક છે અને વ્યક્તિરૂપે તો જે સ્થળે જે જીવ પુદ્ગલ ગતિ કરે તે ધર્માસ્તિકાય જુદો, બીજા સ્થળે બીજી વ્યક્તિ ગતિ કરે તે ધર્માસ્તિકાય જુદો. આ પ્રમાણે ધર્માસ્તિકાયની વ્યાપક શક્તિ ભિન્ન ભિન્ન વ્યક્તિને સહાયક બનવા દ્વારા તે પણ ભિન્ન-ભિન્ન વ્યક્તિરૂપે પ્રગટ થાય છે. તેમ ચૈતન્ય શક્તિ ચૌદ રાજલોકમાં કોઈ પણ ઠેકાણે જ્ઞાન કરે -ભિન્ન વ્યક્તિરૂપ આત્મામાં શક્તિ સ્વરૂપ એક જ છે. દરેક આત્મામાં જ્ઞાનશક્તિમાં કોઈ પણ તરતમતા નથી. દૂધની અંદરથી શક્તિ સમાન જ છે. પ્યાલાના દૂધમાં કે તપેલીના દૂધમાં જે શક્તિ છે તેમાં તરતમતા નથી માટે દૂધ શક્તિથી એકજ સરખું હોવા છતાં તપેલી કે પ્યાલારૂપે વ્યવધાન આવવાથી દૂધ ભિન્ન ભિન્ન વ્યતિરૂપે નજરે પડે છે. તેમ ચૈતન્ય શક્તિ આત્મામાં સમાન જ છે ફકત ભિન્ન ભિન્ન શરીરના વ્યવધાનથી ભિન્ન ભિન્ન આત્મા વ્યક્તિરૂપે નજરે પડે છે. આત્મા સત્-ચિતુ-આનંદ સ્વરૂપ છે. બીજાં દ્રવ્યોમાં સત્પણું છે પણ ચિ અને આનંદ, જ્ઞાન અને ક્રિયા, જાણવું અને આનંદ પામવો એ બે ક્રિયા નથી. આ બે ક્રિયા કેવળ આત્મામાં જ છે. બીજાં દ્રવ્યો વ્યક્તિરૂપે પણ નિષ્ક્રિય છે. આત્મ દ્રવ્ય વ્યક્તિરૂપે સક્રિય છે. જ્ઞાન અને ક્રિયા મુક્તિમાં પણ ચાલુ છે. કેમકે તે તેનો સ્વભાવ છે. બીજી દૃષ્ટિએ વિચારીએ તો જ્ઞાન પણ જાણવાની આત્માની ક્રિયારૂપ છે અને આનંદ પામવું એ પણ ક્રિયા છે. તેથી આત્માની શુદ્ધ પર્યાય મુક્તિમાં આ રીતે સક્રિયતાથી અનુભવાય છે. જયારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નિષ્ક્રિય છે, જડ છે. તેની પર્યાય સક્રિયપણું બતાવે છે, તે પણ ચેતન એવા દ્રવ્યથી જ. પોતાનામાં સક્રિયતા નથી માટે તેની પર્યાય પણ સઘળી પરને આધીન છે, માટે અશુદ્ધ પર્યાય છે. તેની શુદ્ધ પર્યાય ચૌદ રાજલોકનો આકાર છે તે, આત્માની પર્યાય પણ જે અશુદ્ધ છે તે પરને આધીન છે. સાધકનો અંતર્નાદ Page #56 -------------------------------------------------------------------------- ________________ શક્તિ આત્મામાં ચૈતન્યરૂપ છે. ચૌદ રાજલોકમાં કોઈ એવી જગ્યા બાકી નથી કે જયાં આ શક્તિની સત્તા ન હોય. માટે ભિન્ન ભિન્ન વ્યક્તિરૂપે રહેલ સકલ આત્મામાં દ્રવ્યની શક્તિ ચૈતન્ય, તે એકજ સરખી છે માટે તે આત્માઓ એક રૂપે જો શક્તિથી ઓળખાય છે તેનું નામ ચૈતન્ય શક્તિ. ૨. અહમ્ એ શુદ્ધાત્માનો શબ્દદેહ છે કા.શુ. ૧૪, ૨૦૪૭, જુનાગઢ આહત્ય સ્વરૂપ શુદ્ધાત્માનો શબ્દ દેહ છે “અહમ્'. કારણકે અઈમ્માં આહત્ય શક્તિ રહેલી છે. અહમ્ એ શુદ્ધાત્માનું રૂપ છે, શુદ્ધાત્માનો દેહ છે. પરંતુ શબ્દ દેહ છે. જેમ જીવાત્માને (મનુષ્યને) દારિક પુદ્ગલોનો અમુક રીતનો કમેં બનાવેલો આકાર તેને મનુષ્ય કહીએ છીએ. અમુક રીતના કર્મે બનાવેલા આકારને તિર્યંચ વિગેરે કહીએ છીએ. કારણ કે જીવાત્મા સકર્મા છે માટે તે કર્મો તેવા આકાર (રૂપ) બનાવી દે છે. અરૂપી એવો પણ આત્મા કર્મના સહયોગ રૂપી આકાર બનાવી મનુષ્ય આદિરૂપ દેહ (અથવા દારિક, વૈક્રિય વિગેરે દેહો.) ધારણ કરે છે. તેથી દેહ દ્વારા આત્મા (કર્મ યુક્ત આત્મા) ઓળખાય છે કે આ જીવાત્મા છે તેમ પરમાત્મા-શુદ્ધાત્મા (એકમ)નું સ્વરૂપ ચૈતન્યઆઈન્ય છે તેનો દેહ અહમ્ શબ્દ છે. માટે શુદ્ધાત્મા “અહમ્' શબ્દ દેહથી ઓળખાય છે. અર્થાત્ અહમ્ આ કર્મ રહિત અવસ્થાવાળા આત્માનો બનેલો આકાર કમેં બનાવેલો નથી પણ સહજ છે, અનાદિ છે. તે પુગલોનો બનાવેલો નથી, પણ આઈન્ય સ્વરૂપમાંથી ઉદ્ભવેલો-પ્રગટ થયેલો છે માટે શુદ્ધાત્માનું અહમ્ સ્વરૂપ શાશ્વત છે, અનાદિ છે, અનંત છે. તે સ્વરૂપ શુદ્ધાત્મામાં સ્થાયી છે, પરંતુ શુદ્ધાત્માને ભજવા માટે તેનો શબ્દ દેહ અહમ્ આકારરૂપે પ્રગટ થયેલો છે તે પણ અનાદિ છે, શાશ્વત છે. અર્હમ્ આકાર-શબ્દ દેહને ભજવાથી વંદન, નમન, ધ્યાન કરવાથી અરૂપી એવા શુદ્ધાત્માની ભક્તિ, સેવા, નમન, વંદન, ધ્યાન થાય છે. કારણ કે તે શુદ્ધાત્માનો જ શબ્દ-આકારવાળો દેહ છે, તેનું સ્પર્શન એટલે શુદ્ધાત્માનું સ્પર્શન. તેનું વંદન, નમન, ધ્યાન એટલે શુદ્ધાત્માનું ધ્યાન. આ સિવાય બાહ્ય સેવા અરૂપી એવા આત્માની કરવા માટે કોઈ ઉપાયથી થઈ શકે તેમ નથી. માટે જયારે જયારે શુદ્ધાત્માનું સ્મરણ કરાય ત્યારે તેના દેહને પ્રથમ નમન, વંદન, ધ્યાવન કરવા. તે આપણા હૃદય મંદિરમાં કમલાસનમાં બેઠા જ છે, તેને કદી ભૂલવા ન જોઈએ. ‘અહં' એ વિશ્વનું તત્ત્વ છે. પરમાત્મા શુદ્ધાત્મા તે જગત સૃષ્ટિમાં રહેલું એક તત્ત્વ છે. તે ભિન્ન ભિન્ન વ્યકિતમાં ભલે ભિન્નતા બતાવતું હોય પણ તે જગતનું તત્ત્વ એક સ્વરૂપે સર્વ જીવાત્મામાં વ્યાપીને રહેલું છે તેથી તે તત્ત્વ તે જ અહમ્ રૂપ શબ્દ દેહ છે. તેમાં સર્વ જગત સૃષ્ટિ સમાયેલી છે. તેમાં જ વિશ્વનું (જગતનું) દર્શન થાય છે. શુદ્ધાત્માની પ્રીતિ લાગી ગયા પછી જયારે જયારે તેના સ્વરૂપ દર્શનની ઝંખનાને તૃપ્ત કરવી હોય ત્યારે તેમના શબ્દ દેહનાં દર્શન કરવાં, તે શબ્દ દેહ સાથે અભિન્ન બનવું, તેમાં લીન બની જવું, આ શુદ્ધ પ્રીતિ જ તેના આહત્ય-ચૈતન્ય સ્વરૂપમાં એકતા કરાવી તેમાંથી ઝરતા દિવ્ય રસમાં-અમૃતમાં તરબોળ બનાવી અનવધિ-અમર્યાદ આનંદમાં ડૂબાડી દેશે. સાધકનો અંતર્નાદ 36 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩. શુદ્ધાત્માની પૂજા માટે શુદ્ધાત્મ સ્વરૂપની અનુભૂતિ માટે અહંને સેવો. દ્રવ્યથી દ્રવ્ય પૂજા, અને ભાવથી “અહમ્'ની આપણા ઉપયોગથી પૂજા કરવાની છે. દ્રવ્ય પૂજામાં દ્રવ્યોથી તે આકૃતિને સ્પર્શ કરાવી ભાવ ઉત્પન્ન કરવાનો છે, તેમ ભાવપૂજામાં ભાવના-ઉપયોગ દ્વારા તે આકૃતિને અર્થાતું, ઉપયોગનો સ્પર્શ કરાવી તેમાં લીન બનાવવાનો છે. જે સ્પર્શ આત્મિક આનંદમાં લઈ જનાર છે. અહમ્ ને સ્પર્શ એટલે શુદ્ધાત્માને સ્પર્શ, બાહ્ય પીગલિક સ્પર્શી રાગ-દ્વેષ કરાવનારા છે. બાહ્ય પરમાત્મ દેહ તથા શબ્દ દેહના સ્પર્શે રાગ-દ્વેષને દૂર કરનારા છે. અને શુદ્ધાત્મા-અદેહી-શબ્દદેહીના ઉપયોગ દ્વારા સ્પર્શી આત્મિક આનંદ ઉપજાવનારા છે. તે આનંદ કથનીય નહિ હોવાથી વર્ણન થઈ શકતું નથી. કેવળ અનુભવાય છે. નમો અરિહંતાણં....આ રણકારમાં આત્માને સ્થિર કરવો અથવા અઈમ્.......ના રણકારમાં આત્માને અનાહતનાદમાં લઈ જવો. તથા પરમાત્માની જ્યોતિ સ્વરૂપ આકૃતિને નિહાળતાં મનના વિચારોની વિરામ દશા પ્રાપ્ત કરવા આકૃતિને નિહાળવામાં સ્થિર બનવું. અથવા નમો અરિહંતાણં પદ બોલતાં તેમાં જ સ્થિર થવું તે સમયે જે વિકલ્પદશા ચાલતી હોય તેને નિહાળવા અંતે એક એક વિકલ્પનો વિરામ કરવો. તેમ કરતાં કુંડલિની શક્તિના ધ્યાનમાં સ્થિર થવું અથવા અનાહત નાદમાં પહોચવું. કુંડલિની શક્તિ અને અનાહત નાદને અનુસંધાન છે માટે તેનો અનુભવ આત્મદર્શન સુધી પહોચાડે છે. ૪. સૃષ્ટિદર્શન ફા.શુ. ૫, સં. ૨૦૪૭, ગીરનાર અખિલ બ્રહ્માંડ અનેક વસ્તુઓથી ભરેલું છે. તેમાં દેશ્યમાન છે તે સૃષ્ટિરૂપ છે. જેની સૃષ્ટિ છે તેનો પ્રલય અવશ્ય હોય છે. સૃષ્ટિ અને પ્રલય વિદ્યમાન વસ્તુનો હોઈ શકે છે, માટે સત્તા છે. - સૃષ્ટિ, પ્રલય અને સત્તા આ ત્રણ સ્વરૂપ જગત (અખિલ બ્રહ્માંડ) છે, તેને જ જૈન દર્શનમાં “ત્પાદયય ઘવ્યયુ સ” કહે છે. સત્તા તે વ્યાપક છે. છ દ્રવ્ય પૈકી એક સત્તા ચૈતન્યની છે, બાકીની અચેતન-જડ છે. માટે અખિલ બ્રહ્માંડ સૃષ્ટિ સ્વરૂપ છે, પ્રલય સ્વરૂપ છે, ધુવ સ્વરૂપ છે. સૃષ્ટિ અને પ્રલય સ્વરૂપ દેશ્યમાન છે પરંતુ જે ચક્ષુથી દૃશ્યમાન છે તે સ્થૂલ સૃષ્ટિ છે, જે સૂક્ષ્મ સૃષ્ટિ છે તે ક્ષણે ક્ષણે થઈ રહી છે પણ અનુભવાતી નથી. ક્ષણે ક્ષણે થતી સૃષ્ટિ અને પ્રલય અનુમાનથી અનુભવાય છે. જે ચૈતન્ય શક્તિ સ્વરૂપ દ્રવ્ય છે, તે પણ અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહેલું છે. તે અદેશ્ય છે પણ તેની સ્થૂલસૃષ્ટિ અને પલય દૃશ્યમાન છે. જે આ સૃષ્ટિ અને પ્રલય છે તેમાં ચેતન દ્રવ્ય મૂંઝાય છે તો મલિન થાય છે. એ મલિનતા એ જ પર વસ્તુ (કર્મ)નો સંગ છે. સાધકનો અંતર્નાદ 37 Page #58 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિ અને પ્રલય એ તો સતુ વસ્તુમાં નિરંતર થનારી એક પ્રક્રિયા છે. અર્થાતું, સત્ વસ્તુનો સ્વભાવ છે. જે તેનો સ્વભાવ છે તે તો કદી તેનાથી વિખૂટો પડતો નથી. તો શા માટે તે સ્વભાવમાં મૂંઝાઈને મલિન થવું! અખિલ બ્રહ્માંડ એ શું છે? જેને આપણે ચૌદ રાજલોક કહીએ છીએ, ત્રણ ભુવન કહીએ છીએ, સ્વર્ગ મૃત્યુ પાતાળ લોક કહીએ છીએ તેને જ ઈતર દર્શન ચૌદ વિભાગ, ત્રણ વિભાગ ન પાડતાં એક અખંડ ભાગ બતાવવા અખિલ બ્રહ્માંડ શબ્દ વાપરે છે. જયારે ચૈતન્યની વ્યાપકતાને વિચારી જગતને જોવું હોય ત્યારે અખિલ બ્રહ્માંડને જોવાથી એક વિરાટ સ્વરૂપ ચેતન્ય શકિતને કલ્પી શકાય છે અર્થાતું, વસ્તુની સત્તા કલ્પનાથી નિહાળી શકાય છે, જયારે તેનો ઉત્પાદ અને વ્યય જોવો હોય ત્યારે વિભાગરૂપ ત્રણ ભુવન, ચૌદ રાજલોક જોવાય છે. જેથી તેની સૃષ્ટિ પ્રલય ભિન્ન ભિન્ન અનેક જાતનો નિહાળતાં અનિત્યતા વિચારી મૂંઝાવાનું અટકે છે અને ધ્રુવ સત્તામાં સ્થિર થાય છે. જે સત્તા છે તે જ નિત્ય છે, તેમાં થતી સૃષ્ટિ પ્રલય અનિત્ય છે. સત્તા એ જ શક્તિ છે. સૃષ્ટિ પ્રલય વ્યક્તિમાં છે, જો કે સત્તા દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેમાં રહેલી છે. પરંતુ દ્રવ્ય એ સત્તાનું સૂક્ષ્મ સ્વરૂપ છે ગુણ પર્યાય (ઉત્પાદ-વ્યય) એ સત્તાનું સ્થૂલ સ્વરૂપ છે. જો દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેમાં સત્તા રહેલી ન હોત તો ઉત્પાદ, વ્યય, (પર્યાય) ધ્રૌવ્ય (દ્રવ્ય) યુક્ત સતું એમાં સત્ શબ્દ છે તે ત્રણેમાં સત્તા બતાવે છે તે ન હોત અર્થાતુ, ત્રણે સાથે રહેલા છે તે સત્ છે. વસ્તુનું એકલું દ્રવ્ય સ્વરૂપ રહેતું નથી કારણ કે વસ્તુનો સ્વભાવ છે કે તેમાં ફેરફાર સૃષ્ટિપ્રલયના કારણે થાય જ છે. માટે ધ્રુવ સ્વરૂપ સાથે સૃષ્ટિ અને પ્રલય છે જ અને તે સદા માટે છે. કોઈ કાળ એવો નથી કે તે આ સ્વરૂપ વિનાની વસ્તુ હોય. છતાં તે ત્રણે જુદા છે, એક નથી. દરેકનો સ્વભાવ ભિન્ન છે. જે ધ્રૌવ્ય સ્વભાવ છે તે કદી વિચલિત થતો નથી. સૃષ્ટિ અને પ્રલય સદા વિચલિત છે. ક્ષણે ક્ષણે ચલિત થનાર સ્વભાવ છે. વળી ચલિતના સમાન હોવા છતાં સૃષ્ટિ સ્વભાવ અને પ્રલય સ્વભાવ એ બંને જુદા છે. જો કે બંને (સૃષ્ટિ પ્રલય) ઉત્પન્ન કરે છે અર્થાતુ, એક ભાવ સ્વરૂપ સર્જન કરે છે તો એક અભાવ સ્વરૂપ સર્જન કરે છે અભાવ સ્વરૂપ સર્જન પણ અત્યંતભાવરૂપે નહિ પણ પ્રäસાભાવરૂપ બને છે. આ ત્રણે સ્વભાવ એક જ વસ્તુમાં રહેલા છે, તે વસ્તુ સત્ છે. જો વસ્તુ જગતમાં ન હોય તો ત્રણ સ્વરૂપવાળી વસ્તુનો અનુભવ ન થાત. આ રીતે વસ્તુનું સ્વરૂપ સંપૂર્ણ સમજવા માટે વાસ્તવિક રીતે સમજવા માટે ઉત્પાદ-વ્યય સ્વભાવનું જ્ઞાન હોવું જોઈએ સાથે તેના દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન હોવું જોઈએ, એ ત્રણે સ્વભાવ દરેક દ્રવ્યો (વસ્તુ)ના હોય છે. તેમાં આપણે જડ-ચેતન બે દ્રવ્યો જે મુખ્યત્વે છે. તેના આ સ્વભાવને જાણીએ અર્થાત્, તે સ્વભાવનું જ્ઞાન આત્મામાં પરિણામ પામે તો સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સમ્યગું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે દર્શનની અત્યંત શુદ્ધિ થવાથી આત્મામાં આનંદ (કર્મ મુક્તિના આનંદ) રસને અનુભવે. જેથી તે રસને સાધકનો અંતર્નાદ 38 Page #59 -------------------------------------------------------------------------- ________________ અનુભવીને પુષ્ટ બનેલો આત્મા વસ્તુની ઉત્પત્તિ અને નાશમાં તેના સ્વભાવને વિચારી જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં રહી સમાધિમાં રહે. આત્મામાં એ સ્થિર થવું જોઈએ કે, વસ્તુનો સ્વભાવ કદી ટળતો નથી, તું તે બદલાતા સ્વભાવને જોયા કર. તેમાં ફેરફાર કરવાની તારી શક્તિ નથી. સૃષ્ટિ અને પ્રલય એ વસ્તુનો સ્વભાવ છે અને ધ્રૌવ્ય પણ વસ્તુનો સ્વભાવ છે. જડ વસ્તુના એકે સ્વભાવમાં લીન થવા જેવું નથી. જડ વસ્તુની સૃષ્ટિ મન ગમતી હોય તો આનંદ આપે, પ્રલય શોક કરાવે, ધ્રૌવ્યતા અભિમાન કરાવે માટે તે તો ચેતનથી પર વસ્તુ છે એમ વિચારી તેના એકે સ્વભાવમાં લીન થવા જેવું નથી. હવે તો કેવળ જડની જે ભિન્નતા છે તેને વારંવાર તારા ચિત્તમાં સ્થિર કરી તેનાથી વિમુખ બની સ્વમુખ બન અને ચેતન વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાયનો વિચાર કર. જડના સહયોગથી બનેલી ચેતન પર્યાયમાં પણ રંગાવા જેવું નથી. તે પર્યાયમાંથી ચેતનને પુષ્ટ કરે તેવી ચેતનની સામગ્રી (જ્ઞાન દર્શન ચારિત્ર) ને મેળવવા માટે કામ કઢાવવું, તેના દ્વારા સ્વાર્થ સાધવો અને અંદરથી જુદા રહેવું. કેમકે આ પર્યાય વિશ્વસનીય નથી. ચેતનના કાર્યમાં રંગમાં ભંગ કરી દે માટે ઘણી સાવધાનીથી તેની પાસેથી કામ લેવું પડે છે. એ સાવધાની માટે ૫૨માત્માએ પોતાની વાણી દ્વારા માર્ગદર્શન આપ્યું છે, જે ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં ગૂંચ્યું છે તેમાંથી માર્ગ મેળવવો. પરમાત્માની વાણી હૃદયમાં રાખી જડના સહયોગથી પામેલી પર્યાય દ્વારા આત્માની પુષ્ટિ થાય, આત્માની સહજ પર્યાય ઉપર આવેલાં આવરણ દૂર થાય અને પોતાની માલિકીની વસ્તુને મેળવીને આત્મા રાજી થાય અર્થાત્, સહજ આનંદને પામે એ માટેનો પુરુષાર્થ આ મનુષ્ય ભવમાં થઈ શકે તેવો છે તો બાહ્ય જગતની આળ-પંપાળ છોડીને તારા આંતર વિભવને નિહાળી તેને પ્રગટ કરવા પ્રયત્ન કર. બધું જ તારી પાસે છે. ફકત તે તરફ દૃષ્ટિ કરવાની જરૂર છે. દૃષ્ટિભ્રમ કરનાર મોહ છે, તે મોહ તારાથી ભિન્ન છે છતાં તેને આધીન થવાની ભૂલ કરીને આત્મા ભ્રમિત દૃષ્ટિથી પર વસ્તુમાં રાગ-દ્વેષ આદિ કરે છે અને દુ:ખી થાય છે. માટે ત્યાંથી પાછો વળી સ્વ(આત્મ દ્રવ્ય) ઉપર પ્રીતિ કર. તેના ઉપર પ્રીતિ કરવા માટે જેને તે સ્વરૂપ પ્રગટ છે તેના ઉપર (પરમાત્મા ઉપર) પ્રીતિ કર. અને અનાદિની વિષભરી પ્રીતિ (જડના યોગથી) કરેલી તે વમીને અમૃતના આસ્વાદને આપનારી પરમાત્મ પ્રીતિ કર. પરમાત્મ પ્રીતિ એટલે આત્મ દ્રવ્ય ઉપર પ્રીતિ. તેના ઉપર પ્રીતિ જાગતાં જડના યોગથી પ્રાપ્ત થયેલી પર્યાયમાં મોહ ભ્રમિત નહિ કરી શકે. પરમાત્મ પ્રીતિથી સ્વ આત્મ દ્રવ્યની જે સત્તા (શુદ્ધ) છે તેના પર પ્રીતિ જાગે છે ત્યારે આ જગતના દેશ્યમાન બનાવો જે દ્રવ્યની સૃષ્ટિ અને પ્રલયથી પ્રગટેલા છે તે ભ્રમિત નહિ કરી શકે. ભ્રમિત કરનાર મોહ તે દૃશ્યમાન બનાવો પર રાગ-દ્વેષ કરાવે છે તે મોહ હવે પર્યાયો પર રહેતો નથી. જયારે દ્રવ્યની સાચી ઓળખાણ અને પ્રીતિ પરમાત્માના આલંબનથી થાય છે ત્યારે. સાધકનો અંતર્નાદ 39 Page #60 -------------------------------------------------------------------------- ________________ - અનુક્રમણિકા : 'સંવત ૨૦૪૫-૪૬-૪૭-પાના નં. ૪૦ થી પ૦ ૧. સિદ્ધચક્ર સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય ૨. શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન ૩. શુદ્ધાત્મ દ્રવ્યમાં નવપદનું ધ્યાન અર્થાત્ આત્મામાં નવપદ ૪ ચિંતન-યોગવીર્ય અને ઉપયોગ વીર્ય ૫ “ચિદાનંદરૂપી પરબ્રહ્મ લીલા, વિલાસી વિભો ત્યક્ત કામાગ્નિ કિલા” ૬. સમન્વય ૭. પ્રશમરિત ૮. પ્રાણાયામની વિધિ ૯. નેમિપ્રભુનો દીક્ષાદિન ૧૦. શુદ્ધ સંયમ ૧૧. નિહિત ગુણ (સિદ્ધ ભગવંતનો) ૧૨. છંદ-હરિગીત સાધકનો અંતર્નાદ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧. સિદ્ધચક્ર સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્યો આ.વ. ૨, ૨૦૪૫, પાલીતાણા આઈનન્ય સ્વરૂપ તે શુદ્ધાત્મ દ્રવ્ય કેવું છે? સ્ફટિક જેવું નિર્મળ છે તેથી તે અરૂપી દ્રવ્યમાં કોઈ વસ્તુની કે સ્ફટિક જેવી પણ કલ્પના થઈ શકતી નથી, કેવળ નિર્મળતાનો અનુભવ થાય છે. સમુદ્ર જેવું નિસ્તરંગ-તરંગ વિનાની જે સમુદ્રની ગંભીરતા-સ્થિરતા છે તેવી કોઈ વસ્તુની કલ્પના નહિ પણ કેવળ નિસ્તરંગ દ્રવ્યનો અનુભવ થાય છે. મેરુ જેવું નિષ્પકંપ-કંપ રહિત મેરૂની સ્થિતિ જેવી છે તેવી કોઈ કલ્પના હોતી નથી. કેવળ આત્મ દ્રવ્ય અડોલ છે એવું ભાન થાય છે. આકાશ જેવું નિરંજન-નિરાકાર-આકાર રહિત છે તેવું આત્મદ્રવ્ય આકાર-રહિત એવું દ્રવ્યની શુદ્ધતાનો અનુભવ થાય છે. (તેમાં પર્યાયની વિચારણા નહિ) આકાર એ તો દ્રવ્યનો પર્યાય છે. શુદ્ધાત્મ દ્રવ્યમાં (અરિહંત પદ)-પરાર્થે જગતને દુઃખથી મુક્ત કરવાના અધ્યવસાયવાળું દ્રવ્ય તે અરિહંત પદ દ્રવ્યથી. શુદ્ધાત્મ દ્રવ્યમાં (સિદ્ધપદ)-અનંત જ્ઞાનાદિ ગુણોને પ્રગટ રીતે ભોગવતું આત્મદ્રવ્ય તે સિદ્ધપદ દ્રવ્યથી. શુદ્ધાત્મ દ્રવ્યમાં (આચાર્ય પદ)-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યશક્તિ પડી છે તેનો પોતાના અને બીજા માટે ઉપયોગ કરતું અર્થાતુ, તે શક્તિને કાર્યશીલ બનાવતું આત્મદ્રવ્ય તે આચાર્યપદ દ્રવ્યથી. શુદ્ધાત્મ દ્રવ્યમાં (ઉપાધ્યાય પદ)-શ્રુતના ક્ષયોપશમથી પ્રભુની વાણીની સહાયથી શુદ્ધ આત્મદ્રવ્યના ગુણ-પર્યાયને પોતે જાણે, ઓળખે અને બીજાને ઓળખાવતું આત્મદ્રવ્ય તે ઉપાધ્યાયપદ દ્રવ્યથી. શુદ્ધાત્મામાં (સાધુ પદ)-સાધના દ્વારા સ્યાદ્વાદ દષ્ટિથી ભાવિત થયેલું સમભાવથી શુદ્ધાનંદને અનુભવતું આત્મદ્રવ્ય સાધુ પદ દ્રવ્યથી. શુદ્ધાત્મા પ્રત્યે રુચિ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય તે દર્શન પદ) પોતાના ભાનને પામતું શુદ્ધાત્મ દ્રવ્ય તે જ્ઞાન પદ. પોતાના દ્રવ્યમાં રમતું શુદ્ધાત્મ દ્રવ્ય તે ચારિત્ર પદ. પોતાનામાં તન્મય, સ્થિરતા પામતું શુદ્ધાત્મ દ્રવ્ય તે તપ પદ. શુદ્ધાત્મ દ્રવ્યમાં (સિદ્ધચક્ર)-આવું વિશ્વપૂજિત આત્મતત્વ તે સિદ્ધચક્ર સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય. ૨. શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન આ.વ. ૫, ૨૦૪૫, પાલીતાણા અહમ્ એ પરમાત્માનો શબ્દ કહે છે. તેમાં આહત્ય શક્તિ રહેલી છે. તે શક્તિનું બીજું નામ ચૈતન્ય-શક્તિ. તે ત્રણ જગતુ-ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી છે. તેનું ચૈતન્યનું ધ્યાન તે વ્યાપ્ય સાધકનો અંતનદ Page #62 -------------------------------------------------------------------------- ________________ શક્તિનું ધ્યાન કરવાથી થાય છે. તે શક્તિ કેવી છે? સ્ફટિક જેવી નિર્મળ, નિરાકાર તેનો કોઈ આકાર નથી. આકાશ જેમ આકાર વિનાનું છે તેમ નિરંજન પણ છે. તે રીતે શુદ્ધાત્મ દ્રવ્યને કોઈ લેપ લાગતો નથી. વળી નિષ્કલંક છે એટલે કે તેને કોઈ ડાઘ નથી તેમ આ ચૈતન્ય શક્તિ અર્થાતુ, શુદ્ધાત્મ દ્રવ્ય આકાશની જેમ નિરાકાર, નિરંજન નિષ્કલંક, નિર્લેપ છે. સ્થિર સમુદ્રની જેમ નિસ્તરંગ છે તેમ શુદ્ધાત્મ દ્રવ્ય નિતરંગ-સ્થિર છે. મેરુ જેમ નિષ્પકંપ છે તેમ આત્મામાં કંપ નથી. વિશ્વવ્યાપી આ આત્મ દ્રવ્ય (ચૈતન્ય શક્તિોનું ધ્યાન કરતાં આત્મા સાથે અભેદ થવું અથવા તેમાં આપણે ડુબી જવું. અથવા આપણા આત્મામાં તે ચૈતન્ય શક્તિ જોવી. તેથી શુદ્ધ આત્મ દ્રવ્યનું ભાન થશે. તે શુદ્ધાત્મામાં સ્થિર થતાં આત્માનુભવ-આત્મદર્શન થાય. શુદ્ધાત્મામાં નવપદ પર્યાયથી નવપદનું ધ્યાન. તે શુદ્ધાત્મામાં નવપદ સ્વરૂપ નવ પર્યાયો પડેલી છે તે અપ્રગટ છે તેનું ધ્યાન તેમાં તે તે સ્વરૂપ (નવપદ) ચિંતવનથી અભેદ થતાં થાય છે અને નવપદો આત્મામાં અનુભવાય છે. અરિહંત પદ - દ્રવ્યથી-પરાર્થે મન, વચન, કાયાથી શુદ્ધ વીર્યને ફોરવતું આત્મ દ્રવ્ય. ગુણથી-પરાર્થ વ્યસનીયતા, સ્વાર્થોપસર્જનતા, કૃતજ્ઞતા, પરોપકાર આદિ ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાય-દ્રવ્ય જે ભોગવે તે પર્યાય. પર્યાયને દ્રવ્ય ભોગવે છે. અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, છત્ર. એ આઠ મહાપ્રાતિહાર્યો અને પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય, અપાયાપરામાતિશય એ ચાર અતિશયોરૂપી બાહ્ય સંપત્તિરૂપ ગુણ-પર્યાયને ભોગવતું આત્મ દ્રવ્ય. સિદ્ધ પદ - દ્રવ્યથી નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન નિષ્કલંકરૂપ શુધ્ધાત્મ દ્રવ્ય. ગુણથી-અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, આનંદ, વિર્યશક્તિ, આદિ અષ્ટ ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાયથી-ગુણ સમૃદ્ધિરૂપ પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય. આચાર્યપદ - દ્રવ્યથી-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ પાંચ શક્તિરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય. ગુણથી-જ્ઞાનાદિ શક્તિને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાયથી જ્ઞાનાદિ પાંચ શક્તિને આત્માની વીર્ય શક્તિ દ્વારા ઉપયોગ કરતું-કાર્યશીલ બનાવતું આત્મ દ્રવ્ય. પર્યાયનો સ્વામી દ્રવ્ય છે. સ્વામી ભોગી છે. પર્યાય ભોગ્ય છે. ઉપાધ્યાય પદ - દ્રવ્યથી-પ્રભુની વાણી (આગમ) સાથે અભેદતાને પામતું શુદ્ધાત્મ દ્રવ્ય. ગુણથી-આગમને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. સાધકનો અંતર્નાદ Page #63 -------------------------------------------------------------------------- ________________ પર્યાયથી પ્રભુની વાણી (આગમ)ને ઓળખાવતું શુદ્ધાત્મ દ્રવ્ય. સાધુ પદ - દર્શન પદ - દ્રવ્યથી-શુદ્ધાત્મ તત્ત્વમાં રુચિ ધરાવતું શુદ્ધાત્મ દ્રવ્ય. ગુણથી-તત્ત્વરુચિને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાયથી-તત્ત્વ ગમવારૂપ પર્યાયને ભોગવતું દ્રવ્ય. જ્ઞાન પદ - દ્રવ્યથી-શુદ્ધાત્મ તત્ત્વનું જ્ઞાન, સમજ, ભાન કરતું દ્રવ્ય. ગુણથી-શુદ્ધાત્માના બોધ ગુણને ધારણ કરતું દ્રવ્ય. પર્યાયથી-તત્ત્વની સમજરૂ૫ પર્યાયને ભોગવતું દ્રવ્ય. ચારિત્ર પદ - દ્રવ્યથી તત્ત્વમાં (શુદ્ધાત્મામાં) રમણતા કરતું દ્રવ્ય. ગુણથી-આનંદ ગુણને ધારણ કરતું દ્રવ્ય. પર્યાયથી-આનંદને ભોગવતું દ્રવ્ય. તપ પદ - દ્રવ્યથી-તત્ત્વમાં સ્થિરતા કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. ગુણથી-સ્થિરતા ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાયથી સ્થિરતાને ભોગવતું-અનુભવતું શુદ્ધાત્મ દ્રવ્ય. ૩. શુદ્ધાત્મ દ્રવ્યમાં નવપદનું ધ્યાન અર્થાત, આત્મામાં નવપદ આ.વ. ૭, ૨૦૪૫, આરાધનામાં થયેલું ચિંતન, પાલીતાણા શુદ્ધાત્મ દ્રવ્ય તે ધ્રુવસત્તા છે. તેનું ધ્યાન આઈત્યના ધ્યાનમાં થાય છે. તે સિવાયની અવાર સત્તા આત્મ દ્રવ્યમાં પડી છે જેથી આત્મ દ્રવ્ય જ તે તે પર્યાય પ્રગટાવી શકે દા.ત. અરિહંતાદિ પર્યાયો. શુદ્ધાત્મ દ્રવ્ય તે ધ્રુવસત્તા છે. તેનું ધ્યાન તે આત્મ દ્રવ્યનું દ્રવ્યથી ધ્યાન. શુદ્ધાત્મ દ્રવ્યના ગુણની પણ ધ્રુવસત્તા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ગુણને ધારણ કરતાં શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે આત્મ દ્રવ્યનું ગુણથી ધ્યાન. શુદ્ધાત્મ દ્રવ્યના પર્યાયની પણ ધ્રુવસત્તા-શેયના પરિવર્તનથી થતું જ્ઞાનનું પરિવર્તન-તે પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે શુદ્ધાત્મ દ્રવ્યનું પર્યાયથી ધ્યાન. હવે અવાર સત્તા-અરિહંતાદિનું આત્મ દ્રવ્ય. અવાનાર સત્તા-એટલે ધ્રુવસત્તામાં પણ બીજી સત્તા રહેલી છે તે. દા.ત. અરિહંતનું આત્મ દ્રવ્ય. અરિહંત પદ પર્યાય અમુક વિશિષ્ટ આત્મ દ્રવ્ય જ પ્રગટાવી શકે. સત્તા દ્રવ્યની છે તેથી અરિહંતનું દ્રવ્ય તે દ્રવ્યની અવાર સત્તા છે. તેને સત્તા એટલા માટે કહેવામાં આવી છે તે અનાદિ કાળથી આ સત્તા તેમાં છે. શુદ્ધાત્મ દ્રવ્યમાં રહેલી અવાન્તર સત્તારૂપ અરિહંત પરમાત્માના આત્મ દ્રવ્યનું ધ્યાન તે દ્રવ્યથી અરિહંત પદનું ધ્યાન. સાધકનો અંતર્નાદ 43 Page #64 -------------------------------------------------------------------------- ________________ અવાનાર સત્તારૂપ અરિહંત પરમાત્મ દ્રવ્યમાં રહેલ પરાર્થવ્યસનીયતાદિ ચાર ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય, તેનું ધ્યાન તે ગુણથી અરિહંત પરમાત્માનું ધ્યાન. અવાન્તર સત્તારૂપ અરિહંત પરમાત્મ દ્રવ્યમાં રહેલી પ્રાતિહાર્યાદિથી થતી વિશિષ્ટ પૂજારૂપી પર્યાય. તેને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય તેનું ધ્યાન. તે પર્યાયથી અરિહંત પરમાત્માનું ધ્યાન. સિદ્ધ પદ-શુદ્ધાત્મ દ્રવ્ય જે ધ્રુવસત્તા છે, તેમાં રહેલી જે અવાન્તર સત્તા તે સિદ્ધાત્માનું આત્મ દ્રવ્ય. સિદ્ધ ભગવંતનું આત્મ દ્રવ્ય-ભવ્ય જીવ જ સિદ્ધ પર્યાય પ્રગટાવી શકે છે, માટે ભવ્ય જીવમાં તે અવાજર સત્તા રહેલી છે. તેથી શુદ્ધાત્મ દ્રવ્યમાં રહેલી અવાત્તર સત્તા જે ભવ્ય જીવનું આત્મ દ્રવ્ય છે તેનું ધ્યાન તે દ્રવ્યથી સિદ્ધ પદનું ધ્યાન. આ સત્તા પણ તે ભવ્ય જીવમાં અનાદિ કાળથી પડેલી છે માટે આ દ્રવ્યની સત્તા કહેવાય છે. ભવ્ય જીવના આત્મ દ્રવ્યમાં રહેલ જે અનંત જ્ઞાન, સુખ, આનંદ, શક્તિ વિગેરે ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય, તે ગુણથી સિદ્ધ પદનું ધ્યાન. ભવ્ય જીવના આત્મ દ્રવ્યમાં રહેલી જે શુદ્ધ પર્યાય તેને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય તે પર્યાયથી સિદ્ધ પદનું ધ્યાન. આચાર્યપદ-શુદ્ધાત્મ દ્રવ્ય (ધ્રુવ સત્તા)માં રહેલી અવાત્તર સત્તા, તે સત્તા, તે આત્મ દ્રવ્યની છે અને તે આચાર્ય પદની સત્તા તે તે દ્રવ્યમાં છે. આચાર્ય પદ પણ તે તે ભવ્ય જીવ જ પ્રગટાવી શકે છે માટે આચાર્ય ભગવંતના આત્મ દ્રવ્યનું ધ્યાન તે દ્રવ્યથી આચાર્ય પદનું ધ્યાન. આચાર્ય ભગવંતના આત્મ દ્રવ્યમાં રહેલા જ્ઞાનાદિ રૂપે રહેલ ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે ગુણથી આચાર્ય પદનું ધ્યાન. આચાર્ય ભગવંતના આત્મ દ્રવ્યમાં રહેલ પંચાચારની પાલનરૂપ પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે પર્યાયથી આચાર્ય પદનું ધ્યાન. સિદ્ધ પદ - શક્તિ. આ - દ્રવ્ય જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવવા પ્રયત્ન કરતું ઉપદેશ ગુણને ધારણ કરતું. ઉ – પ્રભુની વાણી સાથે અભેદ થતું દ્રવ્ય વિનય ગુણને ધારણ કરતું. સા - આત્મસાધના કરતું આત્મ દ્રવ્ય. દ - રુચિ કરતું, રુચિગુણને ધારણ કરતું ચા - આનંદ કરતું દ્રવ્ય, આનંદગુણને ધારણ કરતું, આનંદ પર્યાયને ભોગવતું ત - સુખ ભોગવતું દ્રવ્ય - તૃપ્તિ સ્થિરતા ગુણને ધારણ કરતું. આ રીતે દર્શનાદિ ગુણની પણ અવાર સત્તા છે. સાધકનો અંતર્નાદ Page #65 -------------------------------------------------------------------------- ________________ આ.શુ. ૧, ૨૦૪૫, પાલીતાણા અરિહંત પદ અરિહંત રૂપ દ્રવ્ય - પરાર્થ માટે મન, વચન, કાય યોગના શુદ્ધ વિર્યને ફોરવતું આત્મ દ્રવ્ય અથવા કરુણાવાળું દ્રવ્ય. ગુણ-પરાર્થવ્યસનીયતા આદિ ચાર ગુણોને ધારણ કરતું આત્મ દ્રવ્ય. પર્યાય-અશોકવૃક્ષાદિ બાહ્યી સંપત્તિરૂપ પર્યાયને ભોગવતું આત્મ દ્રવ્ય. સિદ્ધ પદસિદ્ધ રૂપ દ્રવ્ય - નિતરંગ, નિખૂકંપ, નિરાકાર, નિરંજન, શુદ્ધાત્મ દ્રવ્ય. ગુણ-અનંત જ્ઞાનાદિ ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાય-ગુણ સમૃદ્ધિરૂપ પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય. આચાર્ય પદઆચાર્ય રૂપ દ્રવ્ય - જ્ઞાનાદિ પાંચ શકિતરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય. ગુણ-જ્ઞાનાદિ શક્તિને ફોરવવા-ઉપયોગ કરવારૂપ ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાય-જ્ઞાનાદિ આચારને પ્રગટાવવા ઉપદેશ કરવારૂપ પર્યાય ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય. ૪. ચિંતન-ચોગ વીર્ય અને ઉપયોગ વીચ કા.શુ. ૨, ૨૦૪૬ ક્રિયા બે પ્રકારે-યોગ ક્રિયા, ઉપયોગ ક્રિયા. તેનું કારણ વીર્ય બે પ્રકારે છે. યોગ વીર્ય-ઉપયોગ વીર્ય. વિર્ય એટલે શક્તિ. વીર્ય હોય તો ક્રિયા હોય છે. યોગ ક્રિયાથી યોગની શુદ્ધિ થાય છે અર્થાતુ, શુદ્ધિ કરવાની છે. યોગ શુદ્ધિથી ઉપયોગ ક્રિયા સમૃદ્ધ બને છે. યોગ-મન, વચન, કાયા એ ત્રિકરણ (યોગ) કહેવાય છે. કરણ એટલે સાધન. મન, વચન, કાયા એ ત્રણ સાધન છે. સાધન એટલે વ્યાપાર-ક્રિયા કરવા માટે જે છે તે. વ્યાપાર માટે શક્તિ જોઈએ અર્થાતુ, વિર્ય દ્વારા મન વિગેરે સાધન બને છે. મનોવીર્ય, વચનવીર્ય, કાયવીર્ય આ ત્રણે (મન વગેરે) વીર્ય શુભનું આલંબન લઈને સાધન બને અર્થાતુ, વ્યાપાર કરે ત્યારે તે શુદ્ધ બને છે. યોગનો વિષય શુભને બનાવીએ તો શુભ યોગ બને છે. એટલે શુભ સાધનરૂપ બને છે, અને વ્યાપાર કરે છે. વ્યાપાર માત્રમાં વીર્યનું સ્કરણ જોઈએ છે તે સિવાય ક્રિયા-વ્યાપાર થઈ શકતો નથી. સાધકનો અંતનદ 45 Page #66 -------------------------------------------------------------------------- ________________ ચક્રનું ભ્રમણ પણ પૂર્વે કરેલા ભ્રમિ દ્વારા ચાલુ રહે છે. પણ ભ્રમિમાં વીર્ય સ્કુરણ દ્વારા કાય યોગ સાધન બનીને ભ્રમિ ઉત્પન્ન કરે છે. આ ત્રિકરણરૂપ ત્રિયોગ વીર્યમાં ઉપયોગવીર્ય ભળે તો ક્રિયા સફળ બને છે. યોગ શુદ્ધિથી ઉપયોગ વીર્ય સમૃદ્ધ બને છે. અર્થાતુ, કોઈ પણ યોગની સાધનામાં ઉપયોગવીર્યની શુદ્ધિની જરૂર છે. તે પણ શુદ્ધ તો બને, જો તેને શુભમાં જોડવામાં આવ્યું હોય તો. આપણા વીર્યને કેવળ યોગની શુદ્ધિ માટે જોડવામાં આવે છે. આપણી મહેનત કેવળ યોગની શુદ્ધિ માટે છે પરંતુ ઉપયોગની શુદ્ધિ માટે ઓછી છે ઉપયોગની શુદ્ધિ માટે ઉપયોગ વીર્યને સક્રિય બનાવવું જોઈએ. યોગ તે ક્રિયા છે ઉપયોગ તે જ્ઞાન છે. “જ્ઞાન ક્રિયાખ્યામ્ મોક્ષ:” યોગ દ્વારા ક્રિયા થાય છે, ઉપયોગ દ્વારા પણ ક્રિયા જ થાય છે કેમકે યોગકરણ છે તેથી ક્રિયા બને એ વાત બરાબર, પણ ઉપયોગ પોતે જ્ઞાનરૂપ હોવા છતાં પણ તેને શુભમાં જોડવારૂપ ક્રિયા જ કરવાની છે, એક યોગ રૂપ ક્રિયા. બીજી ઉપયોગરૂપ ક્રિયા. કેમકે બંનેમાં વીર્યનું ફુરણ જરૂરી છે, જ્ઞાન પણ વીર્ય સ્કુરણ વિના નિષ્ક્રિય બની રહે છે. વ્યવહારથી યોગને ક્રિયા, ઉપયોગને જ્ઞાન કહ્યું છે. પણ જયારે તે બનેનો આત્માના કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બંને સાધન બને છે અને સાધન વીર્ય સ્કુરણ વિના ન બને માટે, યોગવીર્ય અને ઉપયોગવીર્ય એ બન્નેની સહાયથી આત્મા નિજ કાર્ય સાધે છે. કા.શુ. ૧૧ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના આ રીતે થાય છે. ગુણ એટલે આત્માની ક્રિયા કરવાની શક્તિ. શુદ્ધાત્મ દ્રવ્ય ગુણ એ આત્માની સક્રિયતાની નિશાની છે. મૂળ વસ્તુ તો દ્રવ્ય છે. ગુણો તો તેના આભૂષણ છે. દ્રવ્ય નિષ્ક્રિય નથી, તે જાણી શકે છે, જોઈ શકે છે, સુખ ભોગવી શકે છે, આનંદ માણી શકે છે. શક્તિ ફોરવે છે તે શક્તિ જ તેને સક્રિય રાખે છે. તેની સક્રિયતા બતાવે છે તેને જ તેના ગુણ કહેવાય છે. જે (ગુણ) તેનું (શક્તિનું) સ્વરૂપ નથી, પરંતુ તેની (શુદ્ધાત્મ દ્રવ્યની-ચૈતન્ય શક્તિની) સક્રિયતા બતાવનાર અને શોભાવનાર આભૂષણ છે, માટે ગુણ પણ આરોપ છે. ગુણ એ દ્રવ્યનો શણગાર છે. અર્થાતું, તેને આપણે ગુણ નામના આરોપથી ઓળખીએ છીએ. પર્યાય પણ આરોપ છે, કેમકે તે ગુણોને ભોગવવાની ક્રિયા છે. પર પર્યાય નામનો આરોપ કર્યો છે. દ્રવ્ય તો સ્વતંત્ર-સર્વતંત્ર વસ્તુ છે. માટે જ પર્યાયને વ્યવહાર અને દ્રવ્યને નિશ્ચય કહ્યો છે. શુદ્ધાત્મદ્રવ્ય વાસ્તવિકતાએ દ્રવ્ય જ છે. સાધકનો અંતર્નાદ 46 Page #67 -------------------------------------------------------------------------- ________________ જોવા જાણવાની શક્તિને ગુણ શબ્દથી સંબોધી. જોવા જાણવાની ક્રિયાને પર્યાય શબ્દથી સંબોધી. અરિહંત પરમાત્માનું કરુણાયુક્ત દ્રવ્ય છે. અરિહંત ભગવાનનું વિશાળ ક્ષેત્ર છે સમગ્ર જીવરાશિ. સમગ્ર જીવરાશિ પ્રત્યે તેમને કરુણા છે. આચાર્ય ભગવંતનું ક્ષેત્ર-ભવ્ય જીવો. તે પણ મનુષ્ય, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય. ઉપાધ્યાય ભગવંતનું ક્ષેત્ર-ભવ્ય જીવો તે પણ મનુષ્ય. આચાર્ય ભગવંતનો-આચાર દાનનો ગુણ. ઉપાધ્યાય ભગવંતનો-જ્ઞાન દાનનો ગુણ. સાધુ ભગવંતનો-અભયદાનનો ગુણ. અરિહંત ભગવંતનો-પરોપકારનો ગુણ. પાંચ પરમેષ્ઠિમાં પ્રથમનાં બે સિદ્ધ દ્રવ્ય. પાંચ પરમેષ્ઠિમાં પછીનાં ત્રણ સાધક દ્રવ્ય. ત્રણેની દાન ક્રિયા (આચાર-જ્ઞાન-અભય દાન) તે પર્યાય છે. માણસ પણ ગુણથી શોભે છે. તેમ તે પાંચે પરમેષ્ઠિનું શુદ્ધાત્મ દ્રવ્ય-શક્તિ તે માત્ર નિષ્ક્રિય હોય તો પણ શોભે છે. સક્રિય ગુણથી વધુ શોભે છે. સક્રિય ગુણ તે પર્યાય. આ અત્યંતર પર્યાય છે. બાહ્ય પર્યાય તેનું શરીર છે. આત્મ દ્રવ્ય-શક્તિ રૂપ ગુણ અને સક્રિય શક્તિ તે પર્યાય, માણસના ગુણ જાણીને રાજી થઈએ છીએ પણ જયારે તેનો ગુણ કાર્યકારી હોય ત્યારે વધુ રાજી થઈએ છીએ. તેમાં આત્માના ગુણ-જ્ઞાનાદિ જાણીને આનંદ થાય જયારે તે ગુણો જાણવા વિગેરેની ક્રિયા કરે ત્યારે વધુ આનંદ મળે છે. તે ક્રિયાકતૃત્વ પર્યાય છે. કા.શુ. ૧૩, ૨૦૪૬, પાલીતાણા ધ્રુવસત્તા વિશ્વ વ્યાપી છે. અવાન્તર સત્તા સ્વવ્યાપી છે. યોગ્યતા વ્યાપી છે. શુદ્ધાત્મ દ્રવ્ય છે તે નિષ્ક્રિય નથી કેમકે સક્રિય છે. તે સક્રિયતા શક્તિથી જણાય છે. તે પોતે શક્તિરૂપ છે તે ગુણ નામથી ઓળખાય છે અને તે શક્તિની ક્રિયા તે પર્યાય નામથી ઓળખાય છે. ધ્રુવસત્તા-શુદ્ધાત્મ દ્રવ્ય-સ્ફટિક જેવું નિર્મળ-શક્તિ સ્વરૂપ. અવાર સત્તા-અરિહંતનું દ્રવ્ય-કરુણા શક્તિ સ્વરૂપ. અવાર સત્તા-અરિહંતનું દ્રવ્ય-કરુણા શક્તિ સ્વરૂપ. સાધકનો અંતનદ 47 Page #68 -------------------------------------------------------------------------- ________________ અવાન્તર સત્તા-ભવ્યાત્મનું દ્રવ્ય-સિદ્ધ ભગવાનનું ચૈતન્ય શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું આચાર્ય ભગવાનનું જ્ઞાનાદિ પાંચ શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું ઉપાધ્યાય ભગવાનનું આગમ દાન શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું સાધુ ભગવાનનું સાધના શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું દર્શન પદનું શ્રદ્ધા શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું જ્ઞાન પદનું બોધ શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું ચારિત્ર પદનું રમણતા શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું તપ પદનું ભોગ શક્તિ સ્વરૂપ. આ વિશ્વમાં છ દ્રવ્યો છે, તેને જાણો અને જાણીને આત્મ તત્ત્વને પામો. છ દ્રવ્યોનો બેમાં સમાવેશ થઈ જાય છે. તે બે દ્રવ્યો જડ અને ચેતન. આ બે મુખ્ય દ્રવ્યો છે તે જ શેય છે. તેમાં જડ એવું પુદ્ગલ દ્રવ્ય અને ચેતન દ્રવ્ય પોતે નિર્મળ છે. છતાં પર્યાયયુક્ત બંને દ્રવ્યને અનાદિના ઝઘડા ચાલુ છે. તે ઝઘડાના કારણે નથી આત્મ દ્રવ્ય પોતાનું સ્વરૂપ દેખાડી શકતું, નથી પરમ અણુરૂપ શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય પોતાનું સ્વરૂપ દેખાડી શકતું. આ ઝઘડા ટળે ત્યારે આત્મ તત્ત્વ પામી શકાય. મ.વ. ૧૧, ૨૦૪૬ પુદ્ગલ દ્રવ્યની તરફેણમાં તો ઘણા ઘણા તેના સજાતીય બંધુઓ છે, જે ચેતનને નિરંતર હેરાન કરે છે જેથી આત્મા પોતાના સજાતીય બંધુઓનું વિસ્મરણ થવાથી નિર્બળ થઈને બેઠો છે. આના ઝઘડા ટાળવા માટે પરમાત્માએ શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે. હે ભવ્યજીવો ! તમે જડ અને ચેતન બન્નેને ઓળખો તેમાં જડને તેના સ્થાને રાખો. અર્થાત્, આ જડ છે, હું નથી અર્થાત્, ચેતન આ નથી. આ રીતે બાહ્ય સ્વરૂપથી ઓળખી તેના આંતર સ્વરૂપને નિહાળો. જડત્વ માત્રથી જડ તે ચેતન સાથે ઝઘડતું નથી. તેનું આંતર સ્વરૂપ ઘણું જ વિકૃત છે. તે સ્વરૂપથી બહાર આવી ઝઘડો કરે છે. તે દેખાવમાં અક્રિય લાગે પણ ચેતનને આકર્ષણ કરીને લોભાવવાની શક્તિ જબ્બર છે જેથી ભલભલા માધાંતાઓ તેના આંતર સ્વરૂપમાં લલચાઈને ખુવાર થઈ ગયા અને પોતાનું અસલી સ્વરૂપ રગદોળાઈ ગયું. માટે તેના આંતર સ્વરૂપને ઓળખી તેના આકર્ષણથી લલચાય નહિ અને મારી સાથે કોઈ આંતર સંબંધવાળું નથી તેમ નિશ્ચય કરે તો બચી શકે. બીજું, ચેતન સ્વરૂપને ઓળખી તેને તેના સ્થાને રહેવા દો. હું જડથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છું અને આ જે હું ક્રિયા કરી રહ્યો છું તે મારું વિકૃત સ્વરૂપ છે, તે વિકૃત સ્વરૂપથી ઝઘડવાથી ઝઘડા ટળે નહિ પરંતુ શુદ્ધ સ્વરૂપને સ્મરી તેની બાજુ દૃષ્ટિને વાળો તો જડ સમજી જાય કે આ મને ઓળખી ગયો છે, હવે લલચાશે નહિ, એમ માની ર રહેશે. સાધકનો અંતર્નાદ 48 Page #69 -------------------------------------------------------------------------- ________________ દૂર રહેવાથી પોતાની ખોજ ચાલુ થશે ત્યારે આંતર દૃષ્ટિ સ્થિર થશે અને પોતાની સ્વયં શક્તિથી તેને જીતીને પોતે સદા માટે તે જડથી છૂટો થશે. ૫. ‘ચિદાનંદરૂપી પરબ્રહ્મલીલા, વિલાસી વિભો ત્યક્ત કામાગ્નિ કિલા.'' શ્રા.શુ. ૧૪, ૨૦૪૬ આત્મા શક્તિ સ્વરૂપ છે, વ્યક્તિ સ્વરૂપ છે. દ્રવ્યરૂપે શક્તિ સ્વરૂપ છે, પર્યાયરૂપે વ્યક્તિ સ્વરૂપ છે. આત્મ દ્રવ્ય શક્તિ સ્વરૂપ હોવાથી દ્રવ્ય ભિન્ન ભિન્ન ગુણનો આધાર હોવાથી અનેક શક્તિ સ્વરૂપ જણાય છે. તેમાં બે શક્તિ મુખ્ય છે. ચિદ્ શકિત અને આનંદ શક્તિ. ચિક્તિ બે કામ કરે છે. જાણવું અને જોવું. જીવનો સ્વભાવ (શક્તિ સ્વરૂપ હોવાથી) તે સ્વભાવ છે. સહજ સ્વભાવ હોવાથી જીવની અશુદ્ધ કે શુદ્ધ અવસ્થામાં પણ એ કામ કરતો હોય છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવાની એની શક્તિ છે. પણ જ્ઞેયને જાણવામાં પ્રથમ તબક્કે તો વસ્તુનું દર્શન થાય છે, જે જ્ઞાનનો જ એક અંશ છે. જેને સામાન્યોપયોગ કહેવાય છે. આ પ્રમાણે સહજતાથી બનતી એ વસ્તુ છે કે જ્ઞાન કરતાં પહેલાં દર્શન જ થાય જે સામાન્ય ઉપયોગ સ્વરૂપ (જ્ઞાન સ્વરૂપ) છે. જે ચિદ્ શક્તિનું એક સ્વરૂપ છે જેને દર્શન-શક્તિ કહેવાય છે. સામાન્યજ્ઞાન થયા પછી વિશેષજ્ઞાન થાય છે. દર્શનમાં સામાન્ય જ્ઞાન થાય છે. જ્ઞાનમાં વસ્તુના ભેદ-પ્રકારનું જ્ઞાન થાય છે જેને વિશેષોપયોગ કહેવાય છે, જે ચિક્તિ સ્વરૂપ છે જેને જ્ઞાનશક્તિ કહેવાય છે. જીવની અશુદ્ધ અવસ્થામાં જીવને વસ્તુને જોતાંની સાથે સામાન્યનું જ્ઞાન થતું હોવાથી પ્રથમ સામાન્યોપયોગ હોવાથી દર્શન શક્તિરૂપે ચિક્તિ કામ કરે છે અને વિશેષ ભેદભાવ પણ વિશેષોપયોગ હોવાથી જ્ઞાન શક્તિરૂપે ચિકિત કામ કરે છે અને શુદ્ધ અવસ્થામાં જ્ઞાનને કોઈ આવરણ નહિ હોવાથી હાથમાં રહેલો આમળો જેમ પ્રત્યક્ષ છે તેમ સર્વ પદાર્થો જ્ઞાનમાં પ્રત્યક્ષ હોવાથી વિશેષોપયોગ હોય છે. જેથી પ્રથમ તબક્કે જે જ્ઞાન થાય છે તેમાં જ્ઞાન શક્તિરૂપે ચિક્તિ સક્રિય બની કાર્ય કરે છે અને વસ્તુના બે ધર્મો છે સામાન્ય અને વિશેષ. માટે જેવું જ્ઞેય તેવું જ્ઞાનમાં પ્રતિબિંબ પડતું હોવાથી સામાન્ય ધર્મવાન્ જ્ઞેયને જાણવા માટે દર્શન શક્તિરૂપે ચિક્તિ કાર્ય કરે છે. આ રીતે શુદ્ધ અને અશુદ્ધ અવસ્થામાં આત્માની ચિક્તિ સક્રિય છે. જાણવું અને જોવું એ શક્તિ સ્વરૂપ આત્માનો સ્વભાવ હોવાથી સહજતયા થયા કરે છે. પરંતુ આત્માની નિરાવરણતામાં તે ચિક્તિ કાર્ય કરે છે ત્યારે વસ્તુનું નિર્મળ શુદ્ધ અને પ્રત્યક્ષ જ્ઞાન-દર્શન થાય છે. આત્માની સાવરણતામાં ભિન્ન ભિન્ન ગુણોના આવરણથી ભિન્ન ભિન્ન શક્તિઓ દબાયેલી હોવાથી મલિન. અશુદ્ધ અને પરોક્ષ જ્ઞાનદર્શન થાય છે. જેથી પરમાત્માએ બતાવેલા ભાવો (પદાર્થોનું સ્વરૂપ)નું જ્ઞાન મોહાદિના ઉદયથી અજ્ઞાનરૂપ બને છે અને આત્માને અંધ બનાવે છે. જેથી ભવાટવીમાંથી બહાર નીકળી શકતો નથી, અથડાય છે, કુટાય છે. હવે આત્માની એક બીજી શક્તિ છે તેનું નામ આનંદ શક્તિ, જે વીર્ય શક્તિરૂપ છે. જેના દ્વારા સાધકનો અંતર્નાદ 49 Page #70 -------------------------------------------------------------------------- ________________ પદાર્થના જ્ઞાનમાં વીર્ય શક્તિ ભળવાથી તે જ્ઞાન સક્રિય બને છે, જેનાથી આત્મા તેની (વસ્તુનીઆત્માની) અનુભૂતિ કરે છે અને આનંદ પામે છે. આનંદ શક્તિ ચાર કામ કરે છે રમવું, ભોગવવું, સુખ મેળવવું અને તેમાં સ્થિર થવું. જે આનંદ શક્તિનું જ એક સ્વરૂપ છે જે રમણશક્તિ, ભોગશક્તિ, સુખ શક્તિ, સ્થિરતાશક્તિ રૂપે ઓળખાય છે. આનંદ શક્તિ એ આત્મ સ્વભાવ છે. જેમ જાણવું, જોવું એ સ્વભાવ છે તેમ આનંદ પામવું એ પણ સ્વભાવ છે. પદાર્થના જ્ઞાનમાં વીર્ય શક્તિ ભળે છે માટે આત્મા સક્રિય બની તે પદાર્થમાં રમણતા કરે છે, તે પદાર્થને ભોગવે છે, સુખ પામે છે અને તેમાં જ વિશ્રાંતિ પામેલો આનંદ શક્તિ રૂપ આત્માનંદ, સંપૂર્ણ વીર્ય ઉલ્લાસ પામતાં તેમાં જ સ્થિર રહેવાથી વસ્તુની અનુભૂતિ કરે છે અને આનંદ પામે છે. તે આનંદશક્તિ આત્માનો સહજ સ્વભાવ છે. આ રીતે શુદ્ધ અને અશુદ્ધ અવસ્થામાં આત્માની આનંદશક્તિ સક્રિય છે. એ શક્તિ સ્વરૂપ આત્માનો સ્વભાવ હોવાથી સહજતયા થયા કરે છે પરંતુ આત્માની નિરાવરણતામાં તે શક્તિ કાર્ય કરે છે ત્યારે નિર્મળ શુદ્ધ એવા આત્મામાં રમણતા કરે છે, નિજ ગુણોને ભોગવે છે અને સુખ પામે છે અને તેમાં જ વિશ્રાંતિ પામીને સ્થિર થાય છે ત્યારે આત્માની અનુભૂતિ કરે છે અને આનંદ પામે છે. સાવરણતામાં જડરુચિ જીવ જડમાં રમણતા કરે છે તેને ભોગવે છે અને સુખાભાસ પામે છે, તેમાં સ્થિર થાય છે અને આનંદ પામે છે, તે અશુદ્ધ હોવાથી તે સુખ નષ્ટ થવાથી આનંદ નષ્ટ થાય છે અને દુ:ખનું માજન બને છે. આ રીતે શુદ્ધ આત્માનું જ્ઞાન અને આનંદ સ્વરૂપ નિરાવરણ હોવાથી પ્રગટ હોય છે, માટે જ્ઞાન અને આનંદ શક્તિસ્વરૂપ આત્મા (સ્વભાવ) હોવાથી ચિદાનંદરૂપી (સ્વરૂપ) પરબ્રહ્મ છે તેમાં જ વિલસનારા પરમાત્મા છે. ૬. સમન્વય જ્ઞાતા-દ્રષ્ટાભાવ તે જ સમન્વય. દા.ત. આપણા તરફથી જુદી વિચારાયેલી ગુંચોના અનુરૂપે તે લોકો આ દૃષ્ટિએ આપણને જુએ છે. આ રીતે સમન્વય કરવો. ૭. પ્રશમરિત વૈ.શુ. ૧૪, સં. ૨૦૪૬, માંગરોલ “પ્રશમં તિ: પ્રગતિ'. પ્રશમમાં આનંદ. આ ગુણ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પ્રગટે છે. જેને સમ્યક્ત્વની હાજરી છે તે જીવ પ્રશમભાવમાં ચિંતવાળો હોય છે. આનો અર્થ એ થયો કે પ્રશમની ગેરહાજરી મિથ્યાત્વને ખેંચનારી છે માટે શમ, સંવેગાદિ સમ્યક્ત્વનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. આ લક્ષણોથી સમ્યક્ત્વ પ્રગટ છે કે નહિ ? તે સમજી શકાય છે. આ પ્રશમભાવને પ્રગટ કરવા માટે પૂર્વે પ્રશમમાં રતિ થાય છે તેનું કારણ પ્રશમ તે આત્માનો ગુણ છે તેમાં રિત એટલે આત્માના ગુણની રિત થઈ. સાધકનો અંતર્નાદ | 50 Page #71 -------------------------------------------------------------------------- ________________ આત્માના ગુણની રતિ કયારે થાય ? જડ, ચેતનની ભિન્નતા સમજીને આત્માથી ભિન્ન એવા પુદ્ગલ પરની રતિ, પ્રીતિ અને મમત્વ ઊઠી જાય અને હું પગલથી ભિન્ન આત્મા છું, જ્ઞાનાદિ ગુણો મારા છે. એ પ્રમાણે હું અને મારું સ્વમાં-આત્મામાં અને આત્માના ગુણોમાં સ્થાપિત થાય ત્યારે પ્રશમમાં રતિ થાય. જડમાં હું અને મારાપણાની બુદ્ધિ જ પ્રશમમાં રતિ થવા દેતી નથી. જડના રાગથી જ પ્રશમનો વિરુદ્ધ ગુણ ક્રોધ, ષ, અપ્રીતિ જીવ ઉપર જાગે છે માટે પ્રશમમાં રતિ ખૂબ જરૂરી છે. તે રતિ ઉત્પન્ન કરવા માટે જીવ ઉપર પ્રીતિ જગાડવી જેથી જડનો રાગ તૂટે અને તેનો રાગ તૂટવાથી જીવ ઉપરનો દ્વપ ટળે, ટળવાથી પ્રશમમાં રતિ થાય. તે રતિ આજના દિને પ્રગટ થાઓ અને સ્થિર બનો. ૮. પ્રાણાયામની વિધિ નાભિમાં રહેલા પ્રાણને બ્રહ્મરધ્રમાં સ્થાપિત કરવાથી મનની સ્થિરતા તન્મય સ્વરૂપી બનશે. જો પ્રાણ સહજ રીતે સ્થિર ન થાય તો નાભિ ઉપરથી ૐ ના ધ્વનિને ઊંચે લઈ જવાથી તે ધ્વનિ બ્રહ્મરક્વમાં આવી રહ્યો છે, આવી રહ્યો છે તેમ ચિંતન દ્વારા કરવાથી ધ્વનિમાં સ્થિર બનેલા પ્રાણ બ્રહ્મરધમાં આવીને સ્થિર બનશે. ૯. નેમિપ્રભુનો દીક્ષાદિન શ્રા.શુ. ૬, સં. ૨૦૪૬, જુનાગઢ નેમિનાથ પરમાત્મા કેવી રીતે થયા? તેની પૂર્વ ભૂમિકારૂપ ‘સવિ જીવ કરું શાસનરસી' એ ભાવના અને એ ભાવનાના ફળ રૂપે પ્રાપ્ત થયેલું તીર્થકર નામ કર્મ. તેના પ્રભાવે જેમના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ, નિર્વાણ. આ પાંચે કલ્યાણકતાને પામ્યા અને તે દિવસ પણ જગતના જીવોને સુખ ઉપજાવનાર બન્યો. - તેમાંનો એક દિવસ શ્રા.સુ. ૬ છે. જે દિવસે નેમિ પ્રભુએ દીક્ષા લીધી હતી. દીક્ષા લીધી એ પણ જીવોના ઉદ્ધાર માટે. પણ દીક્ષા લઈને કર્યું શું? આત્મ સાધના. આત્મ સાધના વિના પરનો ઉદ્ધાર થઈ શકે નહિ. માટે આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનો (સાધનાનો) જોરદાર પ્રયત્ન જેમાં કરવાનો છે તે દીક્ષા છે. સ્વરૂપને ઢાંકનાર ઘાતિકર્મો છે તેને તોડવા માટે આત્મ પુરુષાર્થ જોઈએ. દીક્ષા લેવી એટલે ઘર છોડવું, અણગાર બનવું. તેમાં મન-વચન-કાયાનો જ પુરુષાર્થ છે. અણગાર બન્યા પછી જે પુરુષાર્થ કરવાનો છે તે આત્મ-પુરુષાર્થ છે. આત્મ પુરુષાર્થ વિના ઘાતિકર્મનો ઘાત થતો નથી. ' અરે સમ્યગુષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો તે દૃષ્ટિની આડે આવતા દર્શન મોહનીય છે ઘાતિ-આત્માના ગુણોનો ઘાત કરનાર છે, તેનું આવરણ ખસેડવું કે મળથી ઘાત કરવો એ જ સમક્તિ સાધકનો અંતનદ 51 Page #72 -------------------------------------------------------------------------- ________________ છે અને એ આત્મપુરુષાર્થથી જ થાય છે. ગુણઠાણાની સ્પર્શનામાં આત્મપુરુષાર્થ મુખ્ય છે, જેને ભાવ કે અધ્યવસાયથી ઓળખવામાં આવે છે. - આ આત્મપુરુષાર્થમાં આલંબન હોય છે, પરંતુ પરમાત્મા સ્વયંસંબુધ્ધ છે તેમને આલંબન લેવાનું હોતું નથી. માટે સ્વયં આત્મ પુરુષાર્થથી જ અણગાર બનવા માટે ઘરને ત્યજીને નીકળે છે અને તેમના આલંબનથી બીજા પણ રાજા, મહારાજાઓ, શ્રેષ્ઠિઓ સાથે ઘર છોડવા તૈયાર થઈ જાય છે. આજે પરમાત્મા નેમિપ્રભુએ એક હજાર પુરુષોની સાથે ગિરનાર ઉપર સહસામ્રવનમાં સંયમ ગ્રહણ કર્યું અને તરત જ આત્મ ધ્યાનમાં લીન થઈ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા કેમ ? ઘનઘાતિ કર્મોનો નાશ આત્મપુરુષાર્થ વિના થતો નથી. એ કારણે પરમાત્માનો-આત્મ પુરુષાર્થ એ જ દિવસથી શરૂ થઈ ગયો. આત્મ પુરુષાર્થ – ઉપયોગ દ્વારા થાય છે. મન પુરુષાર્થ - મન યોગથી થાય છે. વચન પુરુષાર્થ - વચનયોગના બળથી થાય છે. કાય પુરુષાર્થ - કાય યોગના બળથી થાય છે. મન, વચન અને કાયાના પુરુષાર્થ દ્વારા ગૃહસ્થ જીવનમાં જ મન-વચન અને કાર્ય યોગની શુદ્ધિ થઈ ગઈ હોય છે, ત્યાર બાદ અગારપણું છોડયા પછી કેવળ ઉપયોગ શુદ્ધિ કરવાનું જ કાર્ય આત્મપુરુષાર્થ દ્વારા કરવાનું હોય છે. પરમાત્માએ ત્રિકરણ યોગની શુદ્ધિ સંપૂર્ણ હોવાથી દીક્ષા લે છે તે સમયથી જ કેવળ આત્મપુરુષાર્થ જોરદાર શરૂ થઈ જાય છે. જેથી નેમીનાથ ભગવાને કેવળ ૫૪ દિવસમાં જ ઘાતિ કર્મોનો ક્ષય કરી નાંખ્યો. ફી લેવી એટલે ઉપયોગની શુદ્ધિ કરવાનો આરંભ કરવો. તે સંપૂર્ણ શુદ્ધ થતાં કેવળજ્ઞાન થયું. ધમની શરૂ રાજ સમકતથી થાય છે, તે સમક્તિ આત્મ પુરુષાર્થથી થાય છે, માટે આત્મ પુરુષાર્થની શરૂઆન પણ ગાયું ગુણકાનું પ્રાપ્ત કરતાં થાય છે. તેમાં આત્મપુરુષાર્થથી અનંતાનુબંધી અને દર્શનમાહ સી નો પાર કરવાનો છે. કમબંધના ચાર હેતુ છે. મિથ્યાત્વ, વિરતિ, કષાય, યોગ. તેમાં ચોથા ગુણઠાણે કષાયની જ (ચાર) પ્રકૃતિ અને મિથ્યાત્વના ઘાત થયાં. તે પછી આગળ આત્મ પુરુષાર્થથી વિરતિને અટકાવનાર અપ્રત્યાખ્યાનીય કપાયાના ઘાત થાય છે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે અને પ્રત્યાખ્યાનીયનો ઘાત થાય છે ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. અહીં સુધી આલંબનથી આગળ વધે છે, ત્યાર બાદ કષાય (સંજવલનનો) તથા યોગ રહ્યા. તેમાં સંજવલનને કોઈનું પણ આલંબન લીધા વિના આત્મ પુરુષાર્થથી નાશ કરે છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્રને આવરનાર કર્મોનો નાશ થઈ જાય છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. છેવટે યોગની પણ નિવૃત્તિ ધ્યાન દ્વારા એટલે આત્મપુરુષાર્થ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે. સાધકનો અંતર્નાદ Page #73 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પરમાત્માએ દીક્ષા લઈને શું કર્યું? મન, વચન, કાયાની સ્થૂલ પ્રવૃત્તિ બંધ કરી કેવળ ઉપયોગની સંપૂર્ણ શુદ્ધિ માટેના પુરુષાર્થ આદર્યો. તે પુરુષાર્થમાં શું કર્યું? કેવળ ઉપયોગને આત્મામાં જોડી રાખ્યો. અથા, પરભાવનો ત્યાગ કરી સ્વભાવમાં સ્થિર થયા. તે સમયે મનના કુતૂહલો, વચનના પ્રયોગો, કાયાની વિશ્રામણા સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ હોવાથી નથી કોઈ પરિષહો તેમના ચિત્તને અકળાવી સ્વભાવમાંથી અસ્થિર કરી શકયા, નથી કોઈ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો તેમના મનને અશાંત કરી શકયા. પણ કેવળ નિવાત દીપકની જયોત જેમ સ્થિર અને પ્રકાશિત હોય છે તેવી તેમની ધ્યાન ધારા સ્થિર અને પ્રકાશિત હોય છે તે ધ્યાનમાં સ્થિર થયા. મનના કુતૂહલો તેમના જવલંત વૈરાગ્યથી ભસ્મીભૂત થઈ ગયા હતા, વૈરાગ્ય પાસે કુતૂહલો ટકી શકતા નથી. વચન પ્રયોગ તેમના આત્મા સિવાય સકલ પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવથી ઉફથન કરી ગયો હતો. પદાર્થો પ્રત્યેનું ઉદાસીનત્વ પ્રેરાતા વચનને રોકનાર છે. અર્થાતુ, ઉદાસીનભાવ વચન પ્રયોગ સ્થગિત કરી નાખે છે. કાયાની વિશ્રામણા-અનિત્યતા, અશરણત્વ, અશુચિત્વના બોધથી તેમનું (પરમાત્માનું) કાયામાંથી ચિત્ત દૂર થઈ ગયું છે. તેથી તેના પ્રત્યે સ્પૃહા ટળી ગઈ છે. આવું જીવન પરમાત્માનું આજથી જ, દીક્ષા લીધા પછી તરત જ શરૂ થઈ ગયું છે. દિન પ્રતિદિન તેમાં જ વૃદ્ધિ પામતાં અંતે ઘાતિ કર્મનો નાશ કરે છે. આ છે આત્મ પુરુષાર્થની સિદ્ધિ, આત્મ પુરુષાર્થનો આરંભ દીક્ષા દિનથી અને સિદ્ધિ તેરમા ગુણઠાણે. ત્રણેનો એકી સાથે હાસ થાય છે. માટે કહ્યું કે હે પ્રભુ ! તારા ધ્યાનથી તારું સ્વરૂપ મને પ્રાપ્ત થાય છે. કેમકે તારું ધ્યાન કરતાં-કરતાં આ જગતમાં જડનો સમૂહ સામે જે દેખાય છે તેમાં જ વિષય અને કપાયને આધીન થયેલા જીવને રાગ, દ્વેષ, મોહ થાય છે એનું મન થાય છે અને તેનાથી ભયભીત થયેલો તારું શરણ લે છે. હે પ્રભુ ! એક તુંહિ તેહિ તેહિ તેહિ તેહિ એમ પરમાત્મામાં લીન થતાં સ્વાત્માનું સ્મરણ થાય છે અને તે જ હું “સાડ ડહું’ એમ સ્વના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ થતાં તે જ હું એમ જડ શરીરને વિસરી આત્મામાં સોડાંની બુદ્ધિ થાય છે ત્યારે અનાદિ કાળનો દેહ-પુદગલનાં રાગ તૂટે છે. પુગલના રાગને લીધે થતો જીવો પ્રત્યેનો લેપ શમે છે અને પર પુદગલ પરિણતિ એટલે કે મોહ, તેને ત્યજી સ્વભાવ એટલે કે આત્મ સ્વરૂપ તરફ વળે છે. માટે આ પ્રક્રિયા છે તો રાગ, દ્વેષ, મોહને તોડવાની, તે તૂટવાથી તેરમું ગુણઠાણું પ્રગટે છે, કારણ કે સ્વરૂપે પ્રગટ થવાની આડે રાગ, દ્વેષ, મોહ નડે છે. સાધકનો અંતર્નાદ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શુદ્ધ સંયમ મા.શુ. ૧૦, ઘેટી, ૨૦૪૭ સમ્ + યમું સમ્યક્ પ્રકારે કાબૂ તે સંયમ. કાબૂ શેનો ? મન-વચન અને કાયાનો. જે ત્રણ યોગ દ્વારા મુકિતની સાધના કરવાની છે. તે જો સંયમિત ન હોય તો મુક્તિને બદલે બંધનમાં સહાય કરે છે. માટે ચારિત્રની સંપૂર્ણ સાધના સંયમ ઉપર છે માટે ચારિત્ર અને સંયમ બેય શબ્દો મહાવ્રતધારી આત્માઓ માટે વપરાય છે. સંયમી તે જ ચારિત્રી છે. ત્રણે યોગની સંપૂર્ણ પ્રાપ્તિ માનવ દેહમાં થાય છે. દેવ, તિર્યંચ, નારકીને હોય છે પણ તેઓ સંપૂર્ણ સ્વાધીન બની શકતા નથી માટે તેટલી અપૂર્ણતાના કારણે તે ત્રણે યોગો સંપૂર્ણ કર્મ મુક્તિમાં સહાયક બનતા નથી, માટે તે અપૂર્ણ છે. અને તે કારણે જ પૂર્ણ સંયમ પણ માનવદેહથી જ થઈ શકે છે. સંયમ એટલે શું ? અસંયમ એટલે શું? સંયમ એટલે ત્રણે યોગોને કાબૂમાં રાખવા. કાયયોગ પાંચ ઈન્દ્રિયોના સમૂહરૂપ છે. જડ કાયા કાંઈ કરી શકતી નથી. પાંચ ઈન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરતી કાયા શુભાશુભ પ્રવૃત્તિ કરે છે અને કર્મબંધ અગર મુક્તિ કરે છે. ઈન્દ્રિયો જ્ઞાન કરવાના સાધનરૂપ છે. જ્ઞાન થયા પછી આત્માના હુકમ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જો મોહને આધીન આત્મા હોય તો મન પણ તે મોહાધીન આત્માના હુકમ પ્રમાણે દલાલી કરી યોગને પ્રવર્તાવે છે. અશુભ પ્રવૃત્તિ દ્વારા અશુભ કર્મનો સંચય કરે છે. મોહની ચાલમાં નહિ અંજાતો આત્મા હુકમ કરે તો મન-વચન બંને શુભમાં પ્રવર્તે છે. તે વખતે તે બંને સંયમિત રહે છે અને કાયા પણ, મન સંયમિત હોવાના કારણે તેને કદાચ અશુભ વર્તવું પડે તો વર્તે પણ આત્મા નારાજ હોય છે જેથી કર્મથી મુક્તિ કરે છે. આ રીતે યોગનો સંયમ કરવા માટે પ્રથમ જે યોગોની પ્રવૃત્તિમાં સાધનભૂત ઈન્દ્રિયો વિષયોનું જે જ્ઞાન કરી આપે છે તેમાં લેપાવું નહિ તે દ્વારા તેનો સંયમ કરવો જરૂરી છે જેને બાહ્ય સંયમ કહેવાય છે. ઈન્દ્રિયોના વિષયોનો સંયમ આત્મ સંયમ સહાયક બને છે. આત્માનો અસંયમ એટલે આત્માનું મોહને આધીન થવું. મોહને આધીન ન બનવું તે આત્મ સંયમ છે. તેને અત્યંતર સંયમ કહેવાય છે. જે સંયમમાં ઈન્દ્રિયો દ્વારા થયેલા વિષયના જ્ઞાનથી કેવળ જ્ઞાતાદ્રષ્ટાભાવે રહી નિજ સ્વરૂપમાં સ્થિતિ કરવા પ્રયત્ન કરવો, તે જે આત્માની સમ્યક પ્રવૃત્તિ છે તે જ અત્યંતર સંયમ છે. તે અત્યંતર સંયમની સાધના કરતાં આત્મ સ્વરૂપમાં સ્થિરતા થવાથી જે આત્માનો સંયમ થાય છે, તે જ શુદ્ધ સંયમ છે, જેમાં નથી ઈન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન કે જે વિષયની પરાધીનતામાં મોહના ઉદયે ઈન્દ્રિયોનો અસંયમ કરાવે, જેમાં નથી આત્માનું મોહાધીનપણું કે જે આત્માના સંયમને બાધારૂપ બને ! ત્યાં છે કેવળ આત્મ સ્વરૂપની અનુભૂતિ. જેમાં કેવળ શુદ્ધ આત્માના દર્શનથી શુદ્ધ સંયમ છે. જેને અનંત સિદ્ધ ભગવંતો ભોગવે છે. યોગીઓ તેની ક્ષણવાર અનુભૂતિ કરે છે. પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટ કરવા માટે છે. સાધકનો અંતર્નાદ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિહિત્વ ગુણ (સિદ્ધ ભગવંતનો) સિદ્ધ ભગવંતના અનંતગુણો છે તે પૈકી તેમનામાં નિહિત્વ ગુણ છે. નિમોહિત એટલે મૂંઝાવું નહિ, શેમાં? દુનિયાના કોઈ પણ ભાવોમાં. ભાવો એટલે જે કાંઈ જગતમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુ અને તેના ધર્મો અર્થાતુ, ભાવો એટલે સતુ, સહુ એટલે વિદ્યમાન પદાર્થો. કોઈ પણ ભાવોમાં મૂંઝાવું નહિ એટલે બેભાન થવું નહિ. કોઈ પદાર્થ એવો નથી કે જે સિદ્ધ ભગવંતને મૂંઝવી શકે. મૂંઝાવું-બેભાન થવું એટલે અજ્ઞાનપણે તેમાં લીન થઈ જવું. લીન થતાં પહેલાં આસક્તિ હોવી જરૂરી છે. તે તો તેમણે પૂર્વે કેટલાય ભવો સુધીના અભ્યાસથી એક એક પદાર્થની આસકિત છોડતાં સકલ પદાર્થ ઉપર નિરાસક્ત થતાં સંપૂર્ણ જ્ઞાની બન્યા એટલે આસક્તિ નહિ હોવાથી અજ્ઞાનપણે કોઈ પણ પદાર્થમાં લીન બનતા નથી. આત્મા પણ પદાર્થ છે તો તેમાં પણ મૂંઝાતા નથી. બેભાનપણે આસક્ત બની લીન થતા પણ પૂર્ણ જ્ઞાનના બળે તેના ગુણોમાં લીન બની તદ્રુપતા સાધી લે છે. તેમાં મોહ મળેલો નથી, જયાં મોહ મળેલો છે ત્યાં તો અજ્ઞાન છે. લીનતા ગુણ છે, અજ્ઞાન દોષ છે માટે પરમાત્મા નિહિ છે. પો.વ. ૧૨ કોઈ એમ માને કે હું આ જીવને આ પ્રમાણે કરી દુઃખી કરું. જે કાંઈ સારું-ખોટું, અનુકૂળપ્રતિકૂળ થાય છે તે તો પુણ્ય-પાપના ખેલ છે તેમાં ખુશ-નાખુશ, આનંદ-શોક, અનુભવવો સુખી-દુ:ખી થવું એ તો જીવના હાથમાં છે. કોઈની તાકાત નથી (પુણ્ય-પાપની-નિમિત્તોની) કે જીવને સુખી-દુઃખી કરી શકે. નિમિત્તો બે પ્રકારનાં છે. ૧. બાહા ૨. અત્યંતર. બાહ્ય નિમિત્તોની તો પર જીવ સહેલાઈથી થઈ શકે છે, નહિવત્ ગણી શકે છે, પણ અત્યંતર નિમિત્ત જે મોહાદિ ઘાતિ કર્યો છે તે જીવને સ્પર્શીને રહેલા છે તેને પણ જડ સ્વરૂપ નિર્બળ માની ચૈતન્ય શક્તિવંત, તેજસ્વી, ઓજસ્વી આત્માની અનંત શક્તિનું ભાન જીવને થાય અને તે જડથી પર પોતાના વીર્ય ગુણયુક્ત આત્માને સંભારે તો સદા આનંદમયતાનો અનુભવ કરી શકે. મોહ (રાગવૈષ)ને આધીન ન થવું પરંતુ મોહ કર્મ છે માટે જડ છે આત્માથી પર છે એમ માની રાજી નારાજી કરવી જીવના હાથમાં છે, સ્વાધીન છે, મોહને આધીન નથી. છતાં જીવ જો મોહને આધીન બને, પોતાનું જ્ઞાતા-દ્રષ્ટાપણું ગુમાવે, કાયરતા બતાવે તો હર્ષ શોક અનુભવે છે. આ વાત ખ્યાલમાં રાખી પુણ્યપાપના ખેલ સમ્ય દૃષ્ટિથી જોવા જેથી નિમિત્તો, બીજા જીવો-જડ વસ્તુ રૂપ બાહ્ય નિમિત્તો મોહાદિ કર્મો રૂપ અત્યંતર નિમિત્તોની શક્તિને મુખ્ય ગણી હર્ષ-શોકનો અનુભવ કરતો હતો તે અટકી જશે અને અનંત વીર્યવંત ચૈતન્ય શક્તિયુક્ત આત્માની શક્તિનો ખ્યાલ આવતાં આનંદની અનુભૂતિ થશે. એક જ વસ્તુ વિચારવી કે સુખી-દુ:ખી થવું તે આત્માના હાથમાં છે, બીજી વ્યક્તિ સુખી-દુ:ખી સાધકનો અંતર્નાદ 55 Page #76 -------------------------------------------------------------------------- ________________ કરી શકતી નથી, હર્ષ-શોક અનુભવાવી શકતી નથી. આ અનુભવ એવો છે કે જો એનો આસ્વાદ એક વખત પણ માણે તો દરેક સંયોગોમાં આત્મા સદા પ્રસન્નતા અનુભવે છે. વિશેષ શું કહું ? આત્મશક્તિ જે ભૂલાઈ ગઈ છે તેનું સ્મરણ નિરંતર થાય છે અને કેવળ કર્મની શક્તિ બળવાન માની તેની સાથે જ યુદ્ધ કરતાં હતાં તે બંધ કરી આત્મશક્તિનો યત્કિંચિત્ અનુભવ કરી તે શક્તિને સંપૂર્ણ પ્રગટ કરવાનો આત્મિક પુરુષાર્થ કરે છે તેથી તેનો વ્યવહાર શુદ્ધ (લોકોત્તર) બને છે. શ્રા.શુ. ૧૫, ૨૦૪૬, જુનાગઢ ઓ ગુરુદેવ ! આપે પૃથ્વીતલ પર જન્મ આજના દિવસે લીધો હતો તે દિવસ પણ ધન્ય બની ગયો, વળી તે દિવસ રક્ષાબંધનનો હોવાથી સર્વત્ર ભાઈ-બહેનનું મિલન. ભાઈની રક્ષા ઈચ્છતી બહેનડી આનંદમાં મહાલતી હોય છે. આ રીતે સર્વત્ર આનંદ આનંદ. જાણે ગુરુદેવના જન્મ ઉત્સવ માટે ન હોય, તેવું લાગતું હતું. એ ગુરુદેવ અહીં જન્મ લઈને એવું જીવન જીવી ગયા કે આ પડતા કાળમાં તેમાંય સંવત ૨૦૦૦ની ઉપરની સાલ જેમાં કેવળ અધર્મનું, પાપનું સામ્રાજય છવાઈ રહ્યું હતું. તેમાં આવી વિભૂતિનાં દર્શન જેણે કર્યાં છે તે પાવન થઈ ગયા. તે કેવળ પવિત્રતાની મૂર્તિ ! તūમૂર્તિ ! સાધનાની મૂર્તિ ! ચક્ષુદર્શન ખોરવાઈ ગયું હતું તો પણ અપ્રમત્તપણે નિયમિત સાધનામાં લીન રહેતા હતા. તેમનાં જેણે દર્શન કર્યાં છે તેનાં નેત્રો ધન્ય બની ગયાં. આ કાળમાં આવી વિભૂતિનાં દર્શન દુર્લભ છે. તેઓ આ જ ગુજરાતની પવિત્ર-ધર્મભૂમિ રાજનગરમાં ખેતરપાળની પોળમાં ચુનીભાઈને ઘેર જન્મ્યા હતા અને છેલ્લી આત્મ સાધના પણ રાજનગરમાંની જ વિદ્યાશાળામાં કરી હતી. જે બંન્ને સ્થળો ઉપલબ્ધ છે. આજે જેને ૧૩૫ વર્ષો થયાં છે. જયાં અમે હંમેશ વંદનાર્થે જતા હતા. નિસ્પૃહતાની તો જાણે અજોડ વિભૂતિ, સ્વ-સાધનામાં લીન બનેલા જોયા છે તે આજે સ્મૃતિપથમાં આવે છે ત્યારે એમ થાય છે કે કેવી તેઓની યોગની મુદ્રા હતી ! જેમાં કોઈ કષાયની રેખા કે રાગ-દ્વેષ, મમત્વની રેખાનું નામ પણ જણાતું ન હતું. કેવળ વાત્સલ્યથી ભરેલી તેમની (નજર ન હતી તો પણ) મુદ્રા દરેકને સ્વ-પરના ભેદ વિના આકર્ષતી હતી. કયાં આજનો કાળ અને ક્યાં તેવા મહાપુરુષોના અસ્તિત્વનો કાળ ! જે કાળે સંઘમાં પણ સર્વત્ર શાંતિ અનુભવાતી, પણ આજના જેવી હુંસાતુંસી, મારું પરાયું અર્થાત્, તારું મારું આવા વિરોધવાળું વાતાવરણ ઊભું થતું ન હતું. સામાન્ય ભેદ હશે તે પણ જીવોની પરિણતિને લડાવનાર ન હતા. એનું કારણ એવા પવિત્ર પુરુષોની હયાતિનો કાળ હતો. તેમના અસ્તિત્વથી તેમના તપ, જપ, ધ્યાન તથા મન-વચન-કાયાની પવિત્રતારૂપ યોગ સાધનાના ફુવારા ચારે બાજુ ઊડતા હતા, વાતાવરણમાં રહેલા જીવોની મલિનતા દૂર થઈ જતી હતી અને તેમની નિશ્રામાં રહીને સાધના કરનાર પણ પોતાનું જીવન સાધકનો અંતર્નાદ 56 Page #77 -------------------------------------------------------------------------- ________________ સફળ બનાવી દેતા હતા. એવા મહાપુરુષનો આજે જન્મદિન છે જે શ્રા.શુ. પૂર્ણિમા. જે દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો રહી સમગ્ર જગતને શીતલતાનું પ્રદાન કરે છે. એ રીતે તે દિવસે જન્મેલા આ મહાપુરુષ તેમની છાયામાં જે કોઈ આવ્યા તેમના જીવનમાં સંતાપો હરાઈ ગયા અને શીતળતાનું મોજું ફરી વળ્યું. - આ મહાપુરુષ અહીં હયાત હતા ત્યારે જ શીતળતાનું પ્રદાન કરતા હતા એમ નહિ, આજે પણ દેવભવનમાં વાસ કરવા છતાં ત્યાં તેમને રતિ નથી, પરંતુ પરોપકારમાં રત એવા નિરંતર આ તિર્થાલોકમાં લોકોના સંતાપ હરી શીતળતાનું પ્રદાન કરે છે, જીવો તેમને ભૂલી શકતા નથી, કારણ આજે પણ તેઓ એટલા જ સક્રિયપણે પરોપકાર કરી રહ્યા છે. જ્ઞાન પ્રદાન કરે છે, સલાહ સૂચન કરી મૂંઝવણો ટાળે છે, જીવો તેમની સ્મૃતિમાત્રથી નિર્ભયતાથી જીવે છે. આ જ આ કાળનું મહાન અચ્છેરું છે. આવા વિષમ કાળમાં આવા પવિત્ર પુરુષનાં દર્શન મને? અર્થાતું, આવા પવિત્ર પુરુષની હયાતિમાં મારો જન્મ થયો? અને તેમનાં દર્શન થયાં? તેથી હું પણ ધન્યાતિધન્ય છું, જેમની છાયામાં નિરંતર રહી સંયમ સાધના થઈ રહી છે. આના કરતાં આ વિષમ કાળમાં બીજું જોઈએ છે શું? મને બધું જ મળ્યું છે, તૃપ્ત છું. તેનો આનંદ છે. ધન્ય છે તેવા મહાપુરુષના જન્મથી પવિત્ર થયેલી શ્રાવણી પૂર્ણિમાને ! ૧૨. (છંદ-હરિગીત) અહો ! ગુરુરાયા નમું હાથ જોડી, મને આપજો નિત્ય આશિષ કોડી; તમારા ગુણોને કહ્યું માન મોડી, હવે આવું છું દેવ ! તુમ પાસ દોડી. મને તારજો હાથ ઝાલી ગુરુજી, રખે કાળનો પાશ લાગે ગુરુજી, રખડતો મૂકીને ન જાશો ગુરુજી, શરણ એક તારું ગ્રહતું કે ગુરુજી. સાધકનો અંતનદ 57 Page #78 -------------------------------------------------------------------------- ________________ * અનુક્રમણિકા : 'સંવત ૨૦૪૮-પાના નં. ૫૮ થી ૬૬ ૧. જગતની પ્રકૃતિ અને પ્રવૃત્તિ ૨. નમસ્કાર ૩. સામાયિક ૪. અજીતનાથ ભગવાનનું સ્તવન ૫. સ્વરૂપ પ્રાપ્તિમાં પાંચ પદનુ આલબન Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧. જગતની પ્રકૃતિ અને પ્રવૃત્તિ જગત બે દ્રવ્યોનું બનેલું છે તે જડ અને ચેતન. જડમાં પાંચે દ્રવ્યો આવી જાય છે. ચેતનમાં જીવદ્રવ્ય આવે છે. પાંચમાં પણ ચારની અસર પરોક્ષ છે. એક પુદ્ગલ દ્રવ્યની અસર પ્રત્યક્ષ છે. દરેક દ્રવ્યની પ્રકૃતિ (સ્વભાવ) અને પ્રવૃત્તિ (ક્રિયા) હોય છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળનો સ્વભાવ અનુક્રમે ગતિ સહાયક, (જીવ-પુગલને) સ્થિતિ સહાયક, અવગાહના સહાયક અને નવાને જૂનું કરવાનો છે. પુગલનો સ્વભાવ સડણ, પડણ, વિધ્વંસન છે, જીવનો સ્વભાવ ચૈતન્ય છે. દરેકની પ્રવૃત્તિમાં પણ ભિન્નતા છે. ધર્માદિ ચારની પ્રવૃત્તિ જીવ, પુગલને ગતિ આદિમાં સહાય કરવાની સહજભાવે થતી હોય છે. પુલની પ્રવૃત્તિમાં જીવ દ્રવ્ય પ્રેરક છે. જીવ દ્રવ્ય પુગલને ગ્રહણ કરી શરીર બનાવવું વગેરે જીવની પ્રેરણાથી અનેકરૂપ પ્રવૃત્તિ પુદ્ગલની થતી હોય છે સંસારી જીવની વિચારણામાં જીવ અને પુલ સાથે રહેતા હોવાથી બંનેનો ભેદ વિચારણામાં જલ્દી પડી શકતો નથી તેથી પુગલની પ્રવૃત્તિમાં જીવ મનાઈ જાય છે અને જીવની પ્રવૃત્તિમાં પુગલ મનાઈ જાય છે. પુદ્ગલનો સ્વભાવ જીવનો મનાઈ જાય છે અને જીવનો સ્વભાવ પુગલનો મનાઈ જાય છે. માટે જ કર્મથી પ્રેરાયેલા જીવને ક્રોધાદિ થતા હોય ત્યારે તે જીવનો સ્વભાવ મનાઈ જાય છે. પરંતુ તે જીવનો સ્વભાવ નથી, વિભાવ છે અને કોધને આધીન થઈ જે પ્રવૃત્તિ કરે છે તે જીવની મનાઈ જાય છે. આ રીતે કોઈ પણ દોષ કર્મ જન્ય છે તેનાથી પેરાયેલો જીવ પરાધીનપણે પ્રવૃત્તિ કરે છે. આવું સામાન્યજ્ઞાન સંસારી જીવને શ્રુતજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલું હોય છે. તેથી તે જીવ પુલની પ્રકૃતિ કે પ્રવૃત્તિને સમજીને સમાધિમાં-સમભાવમાં રહી શકે છે. જીવની પ્રકૃતિ અને પ્રવૃત્તિને સહન કરવાની ત્રણ રીત છે. ૧. સામનો ન કરવો. ૨. ઉપેક્ષાભાવ રાખવો. ૩. રાગ કે દ્વેષ ન કરવો. ૧. આપણને પ્રતિકૂળ પ્રકૃતિ અને પ્રવૃત્તિ થતાં તે પ્રકૃતિ-પ્રવૃત્તિ આપણા મન સાથે અથડાય છે અને તરત જ મન બેબાકળુ બની સામનો કરવાની પ્રેરણા વચનને કરે છે. પછી તો જેટલા પ્રમાણમાં મન સાથેની તે પ્રકૃતિ-પ્રવૃત્તિની અથડામણ તેટલા પ્રમાણમાં મોહ પોતાનું કામ કરી લે છે. આત્મા સંકલશ પામે છે, અશાંતિ અનુભવે છે. માટે સરળમાં સરળ ઉપાય ગુરુ ભગવંતે બતાવ્યો કે પ્રકૃતિ અને પ્રવૃત્તિનો સામનો ન કર પણ સહન કર. જો કે સહન કરવામાં માનસિક પુરુષાર્થ ઘણો કરવો પડે છે. સતત સહવાસ જીવ અને પુદ્ગલનો છે. કોઈની પણ પ્રકૃતિ અને પ્રવૃત્તિ મનની સામે આવવાની અને તેને રજા આપવાની અર્થાતુ, મનમાં ઘુસી ન જાય તે માટે જોરદાર પુરુષાર્થ કરવાનો, આત્માને સમજાવવાનો કે તું સહન કરી લે, સામનો ન કરીશ. તારું બગડશે, વળી સહન કરવાથી તને શાંતિ મળશે. આ રીતે સતત પુરુષાર્થ દ્વારા પ્રકૃતિ અને પ્રવૃત્તિને પચાવવાનો અભ્યાસ કરતાં કરતાં બીજી રીતે પ્રકૃતિ-પ્રવૃત્તિની ઉપેક્ષા કરવા મન તૈયાર થઈ જાય છે. જેથી તેને પચાવવી સરળ બને છે અને આત્મામાં એવી સમજ (શુદ્ધ બોધ-મોહથી લેપાયા વિનાનો) પ્રગટે છે કે તારી જવાબદારી છે તો તું સાધકનો અંતર્નાદ 59 Page #80 -------------------------------------------------------------------------- ________________ સમજ આપ. પણ મનની સાથે અથડામણ ન કર અને ન સમજે તો ઉપેક્ષા-માધ્યસ્થ ભાવને ભજ. આ રીતે પ્રકૃતિ-પ્રવૃત્તિને પચાવવાની તક સરળ રીત હાથમાં આવી જાય તો સહન કરવાનું રહેતું નથી. સહન કરવાના ભારથી નિવૃત્ત બનેલું મન પહેલી રીતથી(સામનો ન કરવો) જે મન આનંદિત અને શાંતિ અનુભવતું હતું તેના કરતાં વિશેષ આનંદિત અને શાંતિ અનુભવતું મન આત્માના આનંદની સમીપ પહોંચવાનો અભ્યાસી બને છે અને ત્રીજા પ્રકારની રીત, રાગેય ન કરવો અને પેય ન કરવો. બનતા પ્રસંગોમાં રાગ-દ્વેષ ન કરવો, ન થવો તેનું નામ જ્ઞાતા-દ્રષ્ટાભાવ આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ રીતમાં તો પ્રકૃતિ-પ્રવૃત્તિને પચાવવાની મનને મહેનત કરવી પડતી નથી. પણ શાંત બનેલું મન આત્માને બનતા પ્રસંગોથી નિરાળો રાખી પોતાનો સહજ આનંદ મેળવે છે, તેની અનુભૂતિ કરાવે છે. તેમાં ફકત જોવા-જાણવાનો પોતાનો સ્વભાવ છે તેનો અનુભવ છે. પણ મલિનતા નથી માટે આનંદ આત્માનો બને છે, બહારનો નહિ. આ થઈ જગતની પ્રકૃતિ અને પ્રવૃત્તિની તાત્ત્વિક વાત. -: જીવને બીજાની પ્રકૃતિ અને પ્રવૃત્તિથી થતી જીવનમાં માનસિક અથડામણ. : જીવને બીજાની અનુકૂળ પ્રકૃતિ-પ્રવૃત્તિ ગમે છે પ્રતિકૂળ ગમતી નથી. પણ આ બંને (અનુકૂળ પ્રતિકૂળ)ને સહવી જોઈએ, પચાવવી જોઈએ, તેનાથી સમતા અનુભવાય છે. અનુકૂળ પ્રકૃતિથી લાગણીવશતાથી પરાધીન બની જવાય છે. પ્રતિકૂળ પ્રકૃતિથી પણ દ્વેષ વગેરેને આધીન બની જવાય છે. આ બંને પ્રકૃતિ-પ્રવૃત્તિને પચાવવાથી સમભાવ પ્રગટે છે. કારણકે અનુકૂળતામાં રાગને જીતવાનો છે પ્રતિકૂળતામાં દ્વેષને જીતવાનો છે. રાગ-દ્વેષને જીતવા અથવા રાગ-દ્વેષના પ્રસંગોમાં સમભાવી રહેવું તેનું નામ સામાયિક છે. આ માટે અનુકૂળ પ્રકૃતિ પણ મનને સ્પર્શવી ન જોઈએ અને પ્રતિકૂળ પ્રકૃતિ પણ મનને સ્પર્શવી ન જોઈએ. એ બન્ને પ્રકૃતિનું માનસિક અથડામણ શાંત રહેલા રાગ-દ્વેષને પ્રગટ કરે છે. તેથી અનુકૂળ પ્રકૃતિમાં ગુણાનુરાગ (વ્યક્તિ રાગ નહીં), પ્રમોદ ભાવ પ્રગટે અને પ્રતિકૂળ પ્રકૃતિમાં ઉપેક્ષા, ભાવ-મધ્યસ્થતા પ્રગટે તો સમભાવ આવે. જો કે અનુકૂળ, પ્રતિકૂળ પ્રકૃતિ પચાવવી દુષ્કર છે પણ જ્ઞાનીને અભ્યાસથી આ બધું શક્ય બને છે. અનુકૂળતા-પ્રતિકૂળતા પ્રકૃતિની તે આત્માને સુખકારક, દુઃખકારક લાગે છે. પણ મન સાથે ન અથડાય તો આત્માના આનંદને અનુભવે છે. પરમાત્માના વચનની સમજ આ બન્ને જાતની પ્રકૃતિને આત્મા સાથે સ્પર્શવા દેતી નથી. કેમકે તે બંનેમાં મોહ ભળેલો છે એમ જ્ઞાની સમજે છે માટે તે તેનાથી છેતરાતા નથી, પડે છે. પણ તે સંપૂર્ણ નિરાવરણ ન થાય ત્યાં સુધી પદાર્થના સ્વરૂપને જાણવા પરમાત્માના વચનનું આલંબન લેવું પડે છે. પરમાત્માના વચનનું આલંબન એટલે આગમ (શ્રુતજ્ઞાન)નું આલંબન. તેના દ્વારા પદાર્થનું સત્ય સ્વરૂપ જાણીને જડ-ચેતન પદાર્થમાં જે હેયતા-ઉપાદેયતા છે તે જાણીને, જ્ઞાનના આવરણને દૂર કરવામાં આવતા જે અવરોધો છે તે સમજીને જે જે ઉપાયો તેને દૂર કરવા માટે બતાવ્યા છે તેનું વિધિપૂર્વક પાલન કરીને આત્મ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. જે સ્વરૂપ જ્ઞાનથી સંપૂર્ણ સાધકનો અંતર્નાદ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશિત છે, જેને આત્માનો પ્રકાશ કહેવાય છે. આત્મા અને જ્ઞાન જુદા નથી, વ્યવહારથી આત્માને દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન ગુણ કહેવાય છે. નિશ્ચયથી આત્મા એ જ જ્ઞાન છે. વ્યવહારભેદ બતાવે છે. નિશ્ચય અભેદ બતાવે છે. આત્માનો પ્રકાશ એટલે સંબંધ જે બતાવ્યો છે માટે ભેટ સ્વરૂપ જણાવ્યું છે પણ આત્મા પોતે જ્ઞાન પ્રકાશરૂપ છે અર્થાતુ, આત્માનું પોતાનું રૂપ કેવું છે? તો જ્ઞાન સ્વરૂપ છે. અહીં આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી આત્મા અને જ્ઞાનની અભિન્નતા જણાવે છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રગટ કરવા તેને ઓળખવો. તે ઓળખવા માટેનો દિવસ છે જ્ઞાનપંચમી. તે ઓળખવા શ્રુતનું આલંબન લેવાનું છે માટે આ જ્ઞાનપંચમીના દિવસે શ્રુતજ્ઞાનનું આરાધન કરવાનું હોય છે માટે તે શ્રુતપંચમી પણ કહેવાય છે. ૨. નમસ્કાર કા.શુ. ૬, ૨૦૪૮ ધર્મની શરૂઆત નમસ્કારથી થાય છે. માટે જ માર્ગાનુસારિતાના ગુણોથી માંડીને સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પણ નમસ્કાર કરવાનો ગુણ જ સહાયમાં હોય છે. માર્ગાનુસારિ જીવો પણ માતાપિતા વગેરે ગુરુજનને નમસ્કાર વિગેરે કરવા દ્વારા સેવા કરે છે. તેમાંથી આગળ વધતાં શુદ્ધ દેવ ગુરુને નમસ્કાર કરવા રૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે તથા તેમના પ્રત્યે શ્રદ્ધા સમર્પણ ભાવ થતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ નમસ્કાર દ્રવ્યથી હાથ જોડવા મસ્તક નમાવવારૂપ હોય છે તે ભાવથી પ્રકર્ષ વડે થાય ત્યારે પ્ર+નમામિ થાય છે. નમામિ-પ્રણમામિ-પરિણમામિ. હું નમસ્કાર કરું છું. હું પ્રકર્ષથી નમસ્કાર કરું છું. હું જેને નમસ્કાર કરું છું, તેમાં પરિણામ પામે છે. અર્થાતુ, તે રૂપ બની જાઉં છું. પરિણમન પામવું તેમાં અભેદ ભાવ છે. નમામિમાં નમસ્કાર છે, પ્રણમામિમાં ભાવ નમસ્કાર છે (એકાગ્રતાપૂર્વક નમસ્કાર છે માટે) પરિણમામિમાં શુદ્ધાત્માને અભેદ ભાવે નમસ્કાર છે. નમામિ-ચોથા ગુણઠાણા સુધી પહોંચાડે છે તેમાં કાયા અને વચનનો વ્યાપાર છે. પ્રણમામિ-સાતમા ગુણઠાણા સુધી પહોંચાડે છે તેમાં મનનો વ્યાપાર છે. જેમાં ઉપયોગ જોડાય છે. પરિણમામિ તેરમા ગુણઠાણા સુધી પહોંચાડે છે તેમાં કેવળ આત્માનો વ્યાપાર છે. માટે નમો ભાવની સાધના કરવી. તે સાધના કરવા માટે શરૂઆત માર્ગાનુસારિતાના ગુણો પ્રગટાવવા અને તે માટે ગુરુજન, માતા, પિતા, વિદ્યાગુરુ વિગેરેને નમસ્કાર, આદર, બહુમાન, પ્રીતિ ઉપકારીની બુદ્ધિએ કરવા. તે સાધનાનો અભ્યાસ થતાં દેવ ગુરુની પ્રાપ્તિ થાય છે અને તે પ્રાપ્ત થતાં તેમને નમસ્કાર આદર, બહુમાન, પ્રીતિ, ભક્તિથી કરવા કારણકે તેઓ ઉત્તમ સ્થાને બિરાજમાન છે, ગુણની પ્રકર્ષતા છે અને અત્યંતર દોષોને દૂર કરવા માટે માર્ગદર્શન આપનારા મહાન ઉપકારી છે એ બુદ્ધિ રાખવી. સાધકનો અંતર્નાદ 61 Page #82 -------------------------------------------------------------------------- ________________ જેથી પ્રીતિ સાથે ભકિત જાગે. તેમના વચન ઉપર શ્રદ્ધા, સમર્પણ જાગે. તેથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય અને તે સાધવાના, અભ્યાસથી આગળ જતાં, તત્ત્વ સ્વરૂપ તે દેવ-ગુરુમાં અભેદ ભાવે મળી જતાં ક્ષપકશ્રેણી આરોહણ થાય અને ઘાતિ કર્મનો ક્ષય કરી જીવ મુકિત મેળવે. આ પ્રમાણે નમોની આરાધનાથી નિજ આત્મામાં પરિણમી. એ જ નમોની સાધનાનો સાર છે. ૩. સામાયિક કા.ગુ.પ્ર.૭, સં. ૨૦૪૮ સામાયિક એ જિનશાસનનો સાર છે. કારણ કે જિન શાસન જગતના સર્વ જીવાત્મા સાથે ઐકયભાવે વર્તવાનું કહે છે. તે વર્તન જગતના જીવોને આત્મ સમાન માન્યા પછી આવે છે. આ વર્તનને સમ્યફ ચારિત્ર કહેવામાં આવે છે. તે ચારિત્રની પ્રાપ્તિ માટે સામાયિક કરવાનું હોય છે. જેમાં સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. સાવદ્ય યોગનું પચ્ચકખાણ જગતના જીવોને આપણા તરફથી પીડાના વર્જન માટે છે. કારણ કે જીવોની મન-વચન-કાયાથી હિંસા કરવી એ જ પાપ છે. એ પાપવાળા યોગને અટકાવવા માટે પરિણતિમાં સમભાવ લાવવો જરૂરી છે. સમભાવ એટલે જીવોને આત્મ સમાન માનવા. સમ+આયસામાય તેને ઈકણું પ્રત્યય લાગવાથી સામાયિક શબ્દ થાય છે. સામાયિક એટલે સમતાની પ્રાપ્તિ. ૧. સમ - મધુર પરિણામ - ચોથે ગુણઠાણે હોય. ૨. સામ - જીવો સાથે આત્મ સમાન વર્તન - તે છ ગુણઠાણે હોય છે. ૩. સમ્મ - વાસી ચંદન કલ્પ પરિણામ - આ પરિણામ છે? સાતમે ગુણઠાણે મુનિ ભગવંતોને હોય છે. આ પ્રમાણે સમ સામાયિક, સામ સામાયિક, સમ્મ સામાયિક એમ ત્રણ પ્રકાર સામાયિકના છે. સામાયિક એટલે સમભાવની પ્રાપ્તિ. તે સમભાવ ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. તે સમસામાયિક કહેવાય છે. અહીં જીવો પ્રત્યે આત્મ સમાનભાવ હોવાથી મધુર પરિણામ પ્રગટે છે. માટે પરિણામમાં અમૃત જેવો મધુર આસ્વાદ આવે છે. જીવ માત્રને પોતાના જેવા માનવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. સમભાવમાં મધુર પરિણામ છે. આપણે સુખના અર્થી છીએ તેમ જગતના સર્વ સુખના ઈચ્છુક છે. માટે આત્મ સમાન ભાવે જીવોને જોતાં-માનતાં તેના સુખની ઈચ્છા સત્યરૂપે આપણને ત્યારે જ થાય છે અને પરના સુખની ઈચ્છા જયાં છે ત્યાં તેની દુઃખ પ્રહાણેચ્છા હોય પણ દુઃખ પ્રદાનેચ્છા ન હોય. જયાં સર્વના સુખની ભાવના છે અને સર્વનાં દુઃખ દૂર કરવાની ભાવના છે ત્યાં પરિણામોની મધુરતા અમૃતના સ્વાદ કરતાં ચઢી જાય છે. ૧. આ મધુર પરિણામને સમ સામાયિક કહેવાય છે. સાધકનો અંતર્નાદ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨. સામ સામાયિક-તે છકે ગુણઠાણે મુનિવરોને હોય છે. અહીં આત્મ સમાન ભાવે વર્તન છે. જેમ જીવ સઘળા જીવોને પોતાના જેવા (સુખ ગમવું દુઃખ ન ગમવું) જુએ છે સાથે સાથે બીજા જીવોને દુઃખ ન થાય તેમ વર્તન કરે છે. આ વર્તન છ કાય જીવોની રક્ષામાં તત્પર એવા મુનિવરો સિવાય કોઈ કરી શકે નહિ. આ સામ સામાયિકમાં પરિણામ અતિ મધુર હોય છે કારણ કે બીજા જીવોને પીડા થાય તેવું આચરણ કરી શકતા નથી. બીજા જીવોના સુખની ઈચ્છા સાથે દુઃખ ન થાય તેવા વર્તનમાં, જીવો સાથે અભેદતા વૃદ્ધિ પામે છે જેમ જેમ અભેદતા નિકટ તેમ તેમ પરિણામની મધુરતાનો આસ્વાદ તીવ્ર બનતો જાય છે. આત્મ સમાન ભાવે જોવામાં જીવો સાથે અભેદતાની શરૂઆત થાય છે. કારણ કે વર્તન તો દુઃખી કરવાનું ચાલુ છે માટે માનવામાં પરિણામની કલુષિતતા ટળે છે અને મધુરતા આવે છે પણ અભેદ તીવ્ર નથી બન્યો. સામ સામાયિકમાં વર્તન પણ સુધરે છે અને જીવોની પીડા વર્જે છે ત્યારે પરિણામમાં કલુષતા તો ટળી જ ગઈ છે પણ પરિણામ તીવ્ર મધુર બનવાથી અભેદતા નિકટભાવી થવાથી તીવ્ર બને છે. ૩. સમ્મ સામાયિક - અહીં તો ગમે તેવો શત્રુભાવમાં રહેલો જીવ હોય તો પણ તેને પીડા તો નથી કરતાં પણ આત્મ સમાન ભાવે જુએ છે અને વર્તે છે. કોઈ વાંસલાથી શરીરને છોલી નાખે કે ચંદનનું વિલેપન કરે તો નહિ છોલનાર ઉપર દ્વેષ કે વિલેપન કરનાર ઉપર રાગ નહી પણ બન્નેને આત્મ સમાન ભાવે જ જુએ છે અને વર્તે છે. અર્થાતુ, તેને ઉપકારી માની તે પણ સુખી થાય એ ભાવમાં રહે છે. જેથી પરિણામની મધુરતા તીવ્રતર બની જવાથી, અતિ નિકટ તીવ્ર અભેદતાનો અનુભવ કરે છે. આ સમ્મ સામાયિક પ્રાપ્ત થતાં ક્ષેપક શ્રેણિ આરોહણમાં કિલષ્ટ કર્મોનો નાશ કરી ઘાતિ કર્મોનો ક્ષય કરે છે અને કેવળજ્ઞાન પામે છે અને સંસાર સાગરના પેલે પાર મોક્ષ નગરમાં પહોંચી જાય છે. ચોથે અભેદતા માનવામાં, છ અભેદતા વર્તનમાં. સાતમે અભેદતા આત્મસાતું હોય છે. ૪. અજીતનાથ ભગવાનનું સ્તવન મા.વ. ૨, ૨૦૪૮, શંખેશ્વર “અજીત નિણંદશું પ્રીતડી મુજને ન ગમે તો બીજાનો સંગ કે” શુદ્ધ આત્મ સ્વરૂપે પ્રગટ થયું છે એવા પરમાત્માની મને, પ્રીતિ એવી લાગી છે કે હવે બીજાનો (પરમ આત્મ સ્વરૂપ સિવાય) સંગ ગમતો નથી. “માલતી ફૂલે મોહિઓ, કિમ બેસે હો બાવળતરુ જૅગ કે” જેમ ભ્રમર માલતીના ફૂલ પર મોહિત થયો હોય તે બાવળીયા ઉપર શા માટે બેસે ? તેમ હું પરમ આત્માના ગુણોની સુવાસમાં મોહિત થયો છું તો જડભાવમાં કેમ રાચું ? હે પ્રભુ! હવે મને સાધકનો અંતર્નાદ 63 Page #84 -------------------------------------------------------------------------- ________________ બીજાનો સંગ ગમતો નથી, પરભાવમાં જવું ગમતું નથી. “ગંગાજળમાં જે રમ્યા કિમ છિલ્લર હો રતિ પામે મરાલકે’’ જેમ હંસ ગંગાના જળમાં ક્રીડા કરનાર છે તે હંસ છીછરા પાણીમાં આનંદ કેમ પામે ? તેમ હું ગંગાજળ જેવા તારા પવિત્ર શુદ્ધ ગુણોમાં રમતો થાઉં પછી છીછરા પાણી જેવા જડભાવ-પરભાવમાં રતિ-આનંદ કેમ પામું ? ‘“સરોવર જળધર જળ વિના નવિ ચાહે હો જગ ચાતક બાળ કે'' બાળ ચાતક પક્ષી પણ જેમ સરોવર કે મેઘના વિશાળ જળ વિના જગતમાં કોઈ જળને ચાહતું નથી. તેમ પરમ સ્વરૂપી આપ વિના મને કોઈ ગમતું નથી. ‘કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; આછા તરુવર નવિ ગમે, ગિરુઆશું હો હોયે ગુણનો પ્યાર કે’ કોયલ પણ આંબાના મહોરને પામીને મધુર અવાજ કરે છે. તેમ તને પામીને મને તારા સુંદર ગુણો ગાવાનું મન થાય છે. કોયલને પણ આછાં વૃક્ષો ગમતાં નથી પણ ઘટાદાર આંબો ગમે છે અને ત્યાં બેઠી બેઠી (કલ) મનોહર (કુજિત) અવાજથી મધુર બોલે છે તેમ જે ગિરૂઆ છે, મહાનતાને પામેલા છે તેના ગુણો ઉપર પ્યાર થાય છે. આંબો મહાન વૃક્ષ છે માટે તેના ગુણથી કોયલ તેના ઉપર પ્રેમ ધારણ કરે છે તેમ હે પ્રભુ ! તું ગિરૂઓ છે માટે તારા ગુણો પર પ્રીતિ જાગી છે. દુનિયામાં જે ગિરૂઆ હોય તેના ગુણોનો પ્યાર પ્રેમ થાય છે. “કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે’’ કમલીની સૂર્યનાં કિરણો ગ્રહણ કરે છે અર્થાત્, તેના આકર્ષણથી જ તે પ્રફુલ્લિત થાય છે. એટલે કે કમલ સૂર્ય ઊગે એટલે વિકસે છે. તેમ હે પ્રભુ ! તને જોવાથી મારું મન પ્રફુલ્લિત થાય છે. અહીં આકર્ષણ (ગુણોના)થી પ્રભુ પ્રત્યે પ્રીત જાગી છે તે બતાવ્યું. વળી કુમુદિની ચંદ્ર ઉદય પામતાં વિકસ્વર થાય છે અહીં પણ આકર્ષણથી પ્રગટેલી પ્રીતનો દાખલો બતાવ્યો છે. ગૌરી મહાદેવ વિના અને લક્ષ્મી કૃષ્ણ વિના બીજાને ચાહતી નથી તેમ હે પ્રભુ ! તારા વિના મારું ચિત્ત પણ કોઈને ચાહતું નથી. પહેલી ગાથામાં પરમાત્માના ગુણોની સુવાસથી મોહિત થયેલું મન પરમાત્મા પ્રત્યે પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત ભમરો. બીજી ગાથામાં પરમાત્માના અનંત અને શુદ્ધ નિર્મળ ગુણોમાં રતિ પામેલું મન પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત હંસ, અને મેઘની જેમ તને ઝંખતું મન તેનું દૃષ્ટાંત ચાતક પક્ષી. ત્રીજી ગાથામાં જે ગિરૂઆ છે તેઓ ગુણથી મહાન છે. તેની વિશાળતાથી રાચેલું મન પરમાત્મા પ્રત્યે પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત કોકિલ. ચોથી ગાથામાં તારા ગુણથી આકર્ષણ પામેલું મન પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત સૂર્ય-ચંદ્ર તરફ સાધકનો અંતર્નાદ 64 Page #85 -------------------------------------------------------------------------- ________________ કમલ અને કુમુદ. ગુણની પ્રીતિથી સમર્પણ થયેલ મન પરમાત્મા પ્રત્યે પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત. ગૌરી અને મહાદેવ, લક્ષ્મી અને કૃષ્ણ. ભમરામાં પુષ્પોની સુવાસમાં મોહિત થવાનો ગુણ. હંસમાં નિર્મળ જળમાં રતિ-આનંદ કરવાનો ગુણ. ચાતકમાં મેઘના જળની પ્રીતિથી ઝંખના કરવાનો ગુણ. કોકિલમાં ઘટાદાર આંબાના વૃક્ષથી સુંદર ગાવાનો ગુણ. સૂર્ય-ચંદ્ર તરફ કમલ અને કુમુદને આકર્ષિત થવાનો ગુણ. અર્થાત્, સૂર્ય-ચંદ્રનો આકર્ષણ ગુણ. ગૌરી-મહાદેવ, લક્ષ્મી-કૃષ્ણ, પ્રીત કરવાનો ગુણ. “તિમ પ્રભુશું મુજ મન રમ્યું બીજાશું હો નહિ આવે દાય કે; શ્રી નયવિજય વિબુધ તણો, વાચક યશ હો નિત નિત ગુણ ગાય કે’’ ઉપરનાં જે દૃષ્ટાંતો આપ્યાં તે પ્રમાણે મારું મન પરમાત્મામાં રમે છે હવે બીજામાં તે લાગતું નથી. આ રીતે શ્રી નય વિજ્ય પંડિત ગુરુના શિષ્ય ઉપાધ્યાય યશો વિજય મહારાજ હંમેશાં ગુણ ગાય છે. ૫. સ્વરૂપ પ્રાપ્તિમાં પાંચ પદનું આલંબન પરમાત્મત્વને.....૧. અરિહંત પદ ર. સિદ્ધ પદ પરમાત્મત્વને પામેલા તેમની સ્વરૂપ સ્થિતિ નિરાકાર, નિરંજન, નિર્વિકાર છે. તેથી નિરૂપતા, નિરૂજતા, અવિનાશિતા, પરમાનંદિતાનું દર્શન થાય છે અને તે રીતે સિદ્ધ પરમાત્માનું સામીપ્ય પ્રાપ્ત થતાં તે પદ પ્રાપ્તિ માટે તેમને સાધ્ય, ધ્યેય, લક્ષ્યરૂપે ચિત્તમાં સ્થિર કરી પુરુષાર્થ કરવા માટે પરમ આલંબનરૂપ આ બંને પદની (દેવ તત્ત્વની) સાધના કરવાની છે અને તેની સિદ્ધિ થતાં પોતાનાં દેવ સ્વરૂપને-આત્મસ્વરૂપને પ્રગટ કરવાનું છે. ૩. આચાર્ય પદ - ઉપાધ્યાય પદ - સાધુ પદ. આ ત્રણે પદને ‘સંત’ તરીકે સંબોધીશું. આચાર્ય ભગવાન આચારના સંત છે. ઉપાધ્યાય ભગવાન જ્ઞાન સંત છે. સાધુ ભગવાન ક્રિયાસંત છે. ૩. આચાર સંત - પોતે પ્રભુએ બતાવેલા આચાર (જ્ઞાનાદિ)ને જીવનમાં અપનાવી જગતના લોકને આચાર બતાવે છે જે આચારનું પાલન કરી તે તે આચારોની સિદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરીને આત્મ સ્વરૂપની ઝાંખી કરવાની છે. ૪. જ્ઞાન સંત - પ્રભુએ ઉપદેશેલી વાતોને પોતે વિનયથી ગ્રહણ કરે છે, સમજે છે અને એ સમજ આપણા જીવનમાં ઉતરે તે માટે સમજ મળતાં જ્ઞાન સંત ઉપાધ્યાય ભગવાનથી આપણામાં બોધ થાય છે અને તે દ્વારા આત્મ શુદ્ધિ કરીને આત્મ સ્વરૂપની ઝાંખી કરવાની છે. સાધકનો અંતર્નાદ 65 Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫. ક્રિયા સંત - પ્રભુએ ઉપદેશેલી વાણીને જીવનમાં ઉતારીને સતત પ્રયાસ કરીને જીવન જીવતાં આપણને આદર્શરૂપ બનીને તે રીતે જીવવાની પ્રેરણા થતાં ઉપાયની શુદ્ધિ થાય છે અને તે દ્વારા આત્મશુદ્ધિ કરીને આત્મ સ્વરૂપની ઝાંખી કરવાની છે. ૬. દૃષ્ટિ - દર્શન પદથી આત્માની દૃષ્ટિ સુધારવાની છે. સ્યાદ્વાદ દૃષ્ટિ પ્રાપ્ત થતાં સન્માર્ગે ચાલવાની સૂઝ આવે છે અને સન્માર્ગે ચાલતાં સરળતાથી મોક્ષનગરીમાં પહોંચી જવાય છે. ૭. બોધ - જ્ઞાન પદની આરાધનાથી માર્ગનો બોધ, સમજ પ્રાપ્ત થાય છે ત્યારે માર્ગના સત્ય સેવનથી મોક્ષ નગરમાં જવાય છે. ૮. આચરણ - ચારિત્ર પદની આરાધનાથી સત્ય આચરણ દ્વારા મોક્ષે જવાય છે. ૯. નિરીહતા - તપ પદની આરાધનાથી જગતની તમામ ચીજો પ્રત્યે નિરીહતા પ્રગટ કરવાની છે કારણ કે ઉ૫૨ના ત્રણે ગુણોની પ્રાપ્તિ માટે નિરીહતા ગુણની અવશ્ય જરૂર પડે છે. જડ વસ્તુની સ્પૃહા જ સાચી દૃષ્ટિ, સાચી સમજ, સત્ય આચરણ થવા દેતું નથી. સ્વરૂપ પ્રાપ્તિમાં પાંચ પદનું આલંબન લઈને આ ચાર પદ (ગુણ) દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પરમપ્રભુએ બતાવેલું પરમાત્મ પદ સંત પુરુષે બતાવેલ આચારના પાલન દ્વારા, ભગવાનની વાણીનું (જ્ઞાનનું) દાન કરીને સમજ આપવા દ્વારા, ઉપાધ્યાય ભગવંતે આપેલી સમજ અને આચાર્ય ભગવંતે બતાવેલા આચારના પાલન દ્વારા ક્રિયાત્મક આદર્શ આપીને પ્રાપ્ત કરવા આલંબન આપનાર પાંચે પદોને કોટિ કોટિ નમસ્કાર થાઓ. સાધકનો અંતર્નાદ 66 Page #87 -------------------------------------------------------------------------- ________________ * અનુક્રમણિકા - સંવત ૨૦૪૮-પાના નં. ૬૯- થી ૧૦૪ | ૧. દ્રવ્યનું સ્વરૂપ ૧૩. આત્માને જગત સાથે સંબંધ ૨. આત્માનો સહજ સ્વભાવ ધ્યાન ૧૪. જ્ઞાયક ભાવ ૩. જ્ઞાનપંચમી ૧૫. પરમાત્મ ભાવ ૪. સંયમ ૧, ૨ ૧૬. બહિરાત્મભાવ સ્યાદ્વાદ ૧૭. અહિંસક ભાવ ૬. આત્મ ૨મણતા ૧૮. ધર્મ ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮ ૭. જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા ૧૯. ધર્મ (અહિંસા) ૧, ૨, ૩, ૪ ૮. ઉપયોગ શૂન્યતા તથા ઉપયોગ સ્થિરતા ૨૦. ધર્મ (સંયમ) ૧, ૨, ૩, ૪, ૫ ૯. ભક્તાવસ્થા ૨૧. ધર્મ (તપ) ૧૦. પરમાત્માનું શરણ ૨૨. યમ-નિયમ તથા વ્રત-નિયમ ૧૧. એસો પંચ નમુક્કારો ૨૩. આત્મ સ્વરૂપ ૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૧, ૨, ૩, ૪, ૫ ૨૪. ચાર વાણી (ભાષા) ૧. સ્વરૂપ અને સ્વભાવ ૨૫. સમતા ૨. સ્વરૂપ અને સ્વભાવ ૩. સ્વરૂપ અને સ્વભાવ ૪. શક્તિ સ્વરૂપ અને સ્વભાવ) ૫. સ્વરૂપ અને સ્વભાવ ઔદાસીય ભવ સાધકન અંતર્નાદ 67 Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧. દ્રવ્યનું સ્વરૂપ કા.શુ. ૩, સં. ૨૦૪૮, વાસણા કેવળ દ્રવ્યનું આલંબન લઈને ધ્યાન કરતાં (ચિંતન કરતાં) જે ચિંતન થયું તે આ પ્રમાણે. દ્રવ્ય (કેવળ-માત્ર ચિતવતાં) નિષ્ક્રિય છે. જે કાંઈ કાર્ય કરે છે તે પર્યાય છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. કારણ કે આત્મ દ્રવ્ય પર્યાય દ્વારા (જ્ઞાન દ્વારા) જાણે છે તેથી આત્માને જાણવાનું સાધન જ્ઞાન છે. જેમ આત્માની અશુદ્ધ પર્યાય મનુષ્ય દેહ વગેરે છે. તો પાંચ ઈન્દ્રિયરૂપ પર્યાય બાહ્ય પદાર્થોના જ્ઞાન માટે આત્માને સાધનરૂપ બને છે તેમ જ્ઞાનાવરણના ક્ષયથી પ્રગટેલી શુદ્ધ પર્યાય દ્વારા સદ્ભૂત પદાર્થોનું યથાર્થ જ્ઞાન સંપૂર્ણ થાય છે. માટે જ્ઞાન સાધનરૂપ છે. આત્માની કેવળ દ્રવ્યની વિચારણા કરીએ ત્યારે કાંઈ ક્રિયા કરતો નથી એમ ભાસે છે. જેમ દ્રવ્યમાં પર્યાય રહેલી છે પણ જયાં સુધી પર્યાય પ્રગટ થઈ નથી ત્યાં સુધી દ્રવ્યરૂપ ભાસે છે. જેમ મૃદ્ધ ઘટ રહેલો છે પણ જયાં સુધી પ્રગટ નથી થયો ત્યાં સુધી કેવળ મૃદુ અનુભવાય છે માટે કથંચિત દ્રવ્ય પર્યાયનો ભેદ છે. એ રીતે કથંચિત્ કેવળ મૃદ્ દ્રવ્ય હોવાથી તે મૃદ્ દ્રવ્યની વિચારણા કરી શકાય તેમ કથંચિત્ પર્યાયથી ભિન્ન એવા આત્મ દ્રવ્યની વિચારણા કરી શકાય. તે વખતે આત્મા નિષ્ક્રિય છે. જો કે દ્રવ્ય, પર્યાયયુક્ત જ છે. નિગોદને પણ જ્ઞાનનો અંશ (અનંતમો ભાગ) ખુલ્લો છે. પણ તેટલા અંશથી તે જાણવાની ક્રિયા કરી શકતો નથી, કારણ કે તે જ્ઞાન (જે અંશે ખૂલ્લો છે તે) અંશાત્મક હોવાથી અવ્યકત છે. જે અવ્યકત કે અસ્પષ્ટ છે તે ક્રિયાવાન બની શકતું નથી, ફકત તેનું અસ્તિત્વ ગણાય છે. દ્રવ્ય પર્યાય યુક્ત જ હોય છે પણ તે પર્યાય પ્રગટ ન હોય ત્યાં સુધી તેમાં અસ્પષ્ટ અંશાત્મક પણ ઘટરૂપ પર્યાય માનવી જોઈએ, કેમકે જે પિંડ છે તેમાંથી ઘટ આકાર લાવવા માટે આજુબાજુની માટીને ખસેડવાની જ ફકત જરૂર છે જેથી ઘટ આકાર પ્રગટ થાય છે. તેમ આત્મામાં જ્ઞાન પર્યાય પ્રગટ કરવા કમરજ ખસેડવાની જરૂર પડે છે પણ જયાં સુધી તે ખસેડાય નહિ ત્યાં સુધી જેમ અપ્રગટ પર્યાયવાન ઘડો પણ પાણી ભરવા કામ લાગતો નથી તેમ જ્ઞાન પણ અંશાત્મક જાણવા માટે કામ લાગતું નથી. અને જયાં સુધી કામ ન લાગે ત્યાં સુધી કેવળ દ્રવ્યની જ અનુભૂતિ થતાં નિષ્ક્રિયતા અનુભવાય છે. આ પ્રમાણે આત્માની નિષ્ક્રિયતા કાં તો નિગોદ અવસ્થામાં છે જયાં સહજમલથી દબાયેલો આત્મા કેવળ જ્ઞાનના અંશાત્મક ખુલ્લા ભાગથી જીવ નામને ધારણ કરે છે. બાકી કોઈ જાણવાની ક્રિયા તેને નથી, કાં તો સકલ કર્મોથી મુક્ત આત્મા જ્ઞાન પર્યાય સંપૂર્ણ પ્રગટ થવાથી અરૂપી પર્યાયમાં એકત્વને પામેલું આત્મ દ્રવ્ય જુદું ભાસતું નથી તેથી આત્મા જ્ઞાન દ્વારા જાણે છે તેવું ન સમજાતાં આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. તેથી જ્ઞાન તે જ આત્માનું રૂપ ધારણ કરતું હોવાથી આત્મા જ્ઞાન દ્વારા જાણે છે એમ નહિ પણ આત્માનો જ્ઞાયક ભાવ નિર્વિકાર હોવાથી જ્ઞાતા અને જ્ઞાનનો ભેદ રહેતો નથી. જ્ઞાતા જ્ઞાન અને શેય ત્રણે એકતા પામતાં સમગ્ર વિશ્વ એ જ આત્મા નામને ધારણ કરે છે માટે વિશ્વ એ જ નવપદ, નવપદ એ જ વિશ્વ કહેવાય છે. સાધકનો અંતર્નાદ 68 Page #89 -------------------------------------------------------------------------- ________________ આ રીતે જે અંશાત્મક જ્ઞાન પર્યાયના અસ્તિત્વ માત્રને ધારણ કરે છે તે જીવ નિષ્ક્રિય છે અને જે સંપૂર્ણ જ્ઞાન પર્યાય પ્રગટ છે તે દ્રવ્ય પર્યાયના ભેદને સમજવા દેતી નથી માટે આત્મદ્રવ્યની સક્રિયતા જણાતી નથી. જ્ઞાન જ જાણે છે અર્થાતુ, જાણવાની ક્રિયા કરે છે અને આત્મા નિષ્ક્રિય છે. જેને જ્ઞાનનો ક્ષયોપશમ છે તે મેઘની અંદર છુપાયેલા સૂર્યનાં આછાં કિરણોથી જેમ આછું પણ સ્પષ્ટ જગત જણાય છે. તેમ પાતળા જ્ઞાનાવરણની અંદર છુપાયેલું જ્ઞાન પ્રકાશ કરે છે, તેથી આત્મ દ્રવ્ય શ્રુતજ્ઞાન પર્યાય રૂપ સાધન દ્વારા સમગ્ર વિશ્વને જાણે છે, પરંતુ સંપૂર્ણ પ્રગટ જ્ઞાન જેવો સંપૂર્ણ વિશ્વનો બોધ નથી હોતો, માટે દ્રવ્યમાં પર્યાય પડેલી છે. જો તે પ્રગટ હોય તો જ કાર્ય કરવા સમર્થ છે, જો તે અપ્રગટ હોય તો દ્રવ્ય નિષ્ક્રિય છે. માટે કાર્યનું કારણ (નિમિત્ત) પર્યાય છે, ઉપાદાન કારણ દ્રવ્ય પોતે છે. કેમકે આત્મા પર્યાયનો ઉપયોગ ન કરે તો જાણી ન શકે કારણ કે જાણવું હોય ત્યારે ઉપયોગ મૂકવો પડે છે, તે જ આત્માનો પુરુષાર્થ છે અને તેને જ ઉપાદાન કારણ કહેવાય છે. માટે પુરુષાર્થરૂપ ક્રિયા આત્માની છે પણ જયારે સાધનનો ઉપયોગ કરવો હોય ત્યારે તે કિયા થાય છે. તે પુરુષાર્થ આત્મા સાધનના આલંબને કરે છે માટે જ્ઞાન પ્રગટ થાય ત્યારે તેના આલંબને આત્મ પુરુષાર્થ પ્રગટે છે. તે જ આત્માની ક્રિયા કરે છે તેથી આત્મા જ્ઞાયકભાવરૂપ છે માટે જ્ઞાન જાણે છે તેમ કહેવામાં કારણમાં કાર્યનો ઉપચાર છે. તેમ જ શાકભાવ સ્વરૂપ આત્મા પોતે જાણે છે તેથી જાણવાનું કાર્ય આત્મા કરે છે, એમ નિશ્ચયથી આત્મા જાણે છે. માટે વ્યવહારથી આત્મા જાણે છે તેથી વ્યવહારથી આત્મ દ્રવ્ય (ગુણ પર્યાયને ગૌણ કરી કેવળ દ્રવ્ય નિષ્ક્રિય છે.) જયારે દ્રવ્ય, ગુણ, પર્યાયની એકતાની વિચારણામાં આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાથી આત્મા જ્ઞાન દ્વારા જાણે છે માટે નિશ્ચયથી આત્મા સક્રિય છે. આત્માનો સહજ સ્વભાવ ધ્યાન કા.શુ. ૪, ૨૦૪૮, વાસણા ધ્યાન એ આત્માની સહજ વસ્તુ છે તેથી જ જયારે કર્મબદ્ધ છે ત્યારે પણ આ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન કરે છે. તેમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અશુભ છે, ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન, શુભ છે, શુદ્ધ છે. (અનુક્રમે). કર્મમુકત અવસ્થામાં પણ શુકલ ધ્યાન તો હોય જ છે. તે આત્માની અંદર સ્થિતિ થવાથી થાય છે તેમાં ઈદ્રિયો કે મન પણ નિમિત્ત કર્તા બનતું નથી, કેવળ આત્મા પોતે જ સ્થિર તૈલ ધારાની જેમ નિજમાં-સ્વમાં સ્થિર બને છે. આ તેનું સહજ સ્વભાવરૂપ ધ્યાન છે. તેમાં સહજાનંદની અનુભૂતિ હોય છે. તે સ્વભાવ અવરાય છે મોહનીય કર્મથી અને તે કારણે પૌદ્ગલિક ભાવમાં રુચિ થતાં જડ વસ્તુના આકર્ષણથી તે ધ્યાન આર્ત અને રૌદ્ર ધ્યાન સ્વરૂપ બને છે. જડ વસ્તુના આકર્ષણને છોડવા તે વસ્તુના સાધકનો અંતર્નાદ 69 Page #90 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત કરી આત્મભાવ તરફ વળે છે તે વખતે તે ધ્યાન ધર્મધ્યાન સ્વરૂપ બને છે. અને રાગ દ્વેષ રહિત સમભાવની અવસ્થામાં ધ્યાન શુકલ બને છે અને વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા શ્રેણિમાં ચઢે છે ત્યાં રાગ દ્વેષનો નાશ કરવા શુકલ ધ્યાનનાં આલંબનો લઈને તે ધ્યાનમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. તેમ કરતાં આત્મભાવ સિવાય બધા ભાવો નાશ પામે છે અને સમૂળ રાગ દ્વેષનો નાશ થવાથી સહજ સ્વભાવરૂપ શુકલ ધ્યાન પ્રગટે છે. મન, વચન, કાયાના યોગો સાથે આત્મસ્થર્ય ભળતાં ચાર પ્રકારનાં ધ્યાન પ્રવર્તાય છે. પરંતુ જયારે મન, વચન, કાયાના યોગોનો ક્ષય થાય છે એટલે અયોગરૂપ-સહજ સ્વભાવરૂપ ધ્યાન (અનંત આત્મસ્વૈર્ય સ્વરૂપ ધ્યાન) પ્રગટે છે, તેને સહજ સ્વભાવ પણ કહેવાય છે. ૩. જ્ઞાનપંચમી કા.શુ. ૫, સં. ૨૦૪૮, વાસણા જ્ઞાન એ આત્માનો પ્રકાશ છે. તે પ્રકાશ ઉપર આવરણ આવે છે ત્યારે અંધકાર લાગે છે. તેને અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાનને તમસુની ઉપમા આ કારણે જ અપાય છે. અજ્ઞાન એટલે આત્મ પ્રકાશને આવરણ. જે આવરણ પદાર્થના સત્ સ્વરૂપને ઢાંકી દે છે. તે આવરણને દૂર કરવા માટે વિવિધ જાતના ઉપાયો બતાવ્યા છે. તેમાં એક ઉપાય જ્ઞાનપંચમીની આરાધનાનું અનુષ્ઠાન છે. પરમાત્માએ પંચમી તિથિ જ્ઞાન આરાધના માટે બતાવી છે. કેવળજ્ઞાનથી સર્વ પદાર્થો જણાય છે. શ્રુતજ્ઞાનથી સર્વ પદાર્થો પ્રકાશિત થાય છે. તેથી શ્રુતજ્ઞાન સ્વ-પર ઉપકારક બને છે. એ શ્રુતજ્ઞાન પરમાત્માના વચનસ્વરૂપ છે. તે વાણીની ગૂંથણી કરી તે દ્વાદશાંગી (આગમ) છે. તેને ગૂંથનારા પણ મહાન આત્માઓ જેઓ ને ગણધર નામ કર્મ ઉદયમાં છે તેઓ જ હોય છે, તે શ્રુતજ્ઞાન દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ જાણીને આત્માના પ્રકાશ ઉપર આવેલ આવરણને દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. જે પ્રયત્ન છે (પુરુષાર્થ છે) તે જ ચારિત્ર છે માટે “SITન ક્રિયાખ્યાં મોક્ષ:” એ સૂત્ર શાસ્ત્રકારોએ જણાવ્યું છે. જ્ઞાનએ આત્માનો ગુણ છે. તેના દ્વારા સમગ્ર વિશ્વનું સ્વરૂપ જાણે છે. સમગ્ર વિશ્વને જાણવા માટે નિરાવરણ થતાં સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે. તે સંપૂર્ણ નિરાવરણ ન થાય ત્યાં સુધી પદાર્થના સ્વરૂપને જાણવા પરમાત્માના વચનનું આલંબન લેવાનું છે. પરમાત્માના વચનનું આલંબન એટલે આગમ (શ્રુતજ્ઞાન)નું આલંબન. તેના દ્વારા પદાર્થનું સત્ય સ્વરૂપ જાણીને જડ ચેતન પદાર્થમાં જે હેયતાઉપાદેયતા છે તે જાણીને, તથા જ્ઞાન આવરણને દૂર કરવામાં આવતા જે અવરોધો છે તે સમજીને જે જે ઉપાયો તેને દૂર કરવા માટે બતાવ્યા છે તેનું વિધિપૂર્વક પાલન કરીને આત્મ સ્વરૂપે પ્રગટ કરવાનું છે, જે આત્મ સ્વરૂપ જ્ઞાનથી સંપૂર્ણ પ્રકાશિત છે, જેને આત્માનો પ્રકાશ કહેવાય છે. આત્મા અને જ્ઞાન જુદા નથી. વ્યવહારથી આત્માને દ્રવ્ય કહેવાય છે અને જ્ઞાનને આત્માનો ગુણ સાધકનો અંતર્નાદ Page #91 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. નિશ્ચયથી આત્મા એ જ જ્ઞાન છે. વ્યવહાર ભેદ બતાવે છે, નિશ્ચય અભેદ બતાવે છે. આત્માનો પ્રકાશ એટલે તેમાં જે સંબંધ બતાવ્યો છે તે તેનું ભેદ સ્વરૂપ જણાવ્યું છે, પણ આત્મા પોતે જ્ઞાન પ્રકાશરૂપ છે અર્થાતું, આત્માનું પોતાનું રૂપ કેવું છે ? જ્ઞાન સ્વરૂપ છે. અહીં આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી આત્મા અને જ્ઞાનની અભિન્નતા જણાવે છે. આવા જ્ઞાન સ્વરૂપ આત્માને પ્રગટ કરવા તેને ઓળખવો તે ઓળખવા માટેનો દિવસ છે જ્ઞાનપંચમી. આત્માને ઓળખવા માટે શ્રુતનું આલંબન લેવાનું છે. તેનું વિશેષ આરાધન જ્ઞાનપંચમીના દિવસે કરવાનું છે માટે તે પંચમીને શ્રુતપંચમી પણ કહેવાય છે. સંયમ ૧ મા.શુ. ૧૦, ૨૦૪૮, શંખેશ્વર સંયમ એટલે મન-વચન-કાયાનો કાબૂ. તેનું ફળ આત્માનો કાબૂ. મન-વચન-કાયા એ ત્રણે યોગનું નિયંત્રણ કરવા માટે સર્વ વિરતિ ધર્મ સ્વીકારવો પડે છે. જયાં પાપનો વિરામ નથી ત્યાં યોગોનું નિયંત્રણ નથી. પાપના વિરામ રૂ૫ અભ્યાસ દ્વારા યોગો કાબૂમાં આવે છે. કારણ કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો રસ એ જ પાપ છે. પાંચ ઈન્દ્રિયો એ કાય યોગમાં સમાવેશ પામે છે. તે ઈન્દ્રિયો પાંચ વિષયો (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ)નું જ્ઞાન કરવા માટેનું સાધન છે. પણ મોહને આધીન બનેલા આત્માની પ્રેરણાથી મનમાંથી વિકલ્પો ઊઠે છે કે આ સારું છે, આ ખોટું છે. વચન પણ તેને યોગ્ય કાર્ય કરે છે અને આત્મા સુખ દુઃખનો અનુભવ કરે છે. આ સુખાભાસ, દુઃખાભાસમાંથી છૂટવા માટે અને તેને ઓળખીને આત્માના સુખને પામવા માટે ત્રણે યોગોના નિયંત્રણનો અભ્યાસ જરૂરી છે તે સર્વ વિરતિ ધર્મ સ્વીકારવાથી થાય છે કેમકે વિરતિ ધર્મમાં પાપથી વિરામ પામવાનું છે. સંયમ સ્વીકારીએ એટલે કાયયોગથી પ્રથમ પાંચે પાપ છૂટી જાય છે. કાયાથી છૂટેલા પાપ મન અને વચનને કાબૂમાં રહેવા પ્રેરણા આપે છે અને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રસ લેતું મન નીરસ બને છે ત્યારે આત્મા પાંચે વિષયોનું કેવળ જ્ઞાન જ કરે છે અથવું, પાંચે ઈન્દ્રિયો દ્વારા વિષયોને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોતો અને જાણતો રહે છે. સંયમ એટલે વિષયો અને કષાયો પર મન-વચન-કાયાનો કાબૂ મેળવવો. સંયમ ગ્રહણ કરવાથી કાયા ઉપરનો કાબૂ અમુક પ્રમાણમાં આવી જાય છે પરંતુ મન અતિ દુર્જય છે તે માટે જ સંયમનાં અનુષ્ઠાનો છે. તે અનુષ્ઠાનોમાં ચિત્ત જોડવાથી મનને તેમાં સ્થિર થવું પડે છે. તે અનુષ્ઠાનોમાં મુખ્યત્વે બાર પ્રકારનો તપ છે. તેમાં છ પ્રકારના બાહ્ય તપ વચન અને કાય યોગના જય માટે છે. અત્યંતર તપ મનોજય માટે છે. કાય યોગના જયમાં પણ વિશેષ રસેન્દ્રિયનો જય ઘણો કઠિન છે, માટે છ પ્રકાર બાહ્યના છે તેમાં ચાર તો રસનાના વિજય માટે છે. અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ અને કાયકલેશ કષ્ટ સહન કરવાના કાયાના અભ્યાસ માટે છે જો સહન કરવાનો અભ્યાસ ન હોય તો શરીરમાં જ રહેલું મન ખળભળી ઊઠે છે અને અત્યંતર તપમાં સ્થિરતા પામી સાધકનો અંતર્નાદ 71 Page #92 -------------------------------------------------------------------------- ________________ ન શકે તેવી તેની સ્થિતિ ઉપસ્થિત થાય છે. સંલીનતા પણ યોગોની બાહ્ય પ્રવૃત્તિ અટકાવવારૂપ છે તેથી સલીનતામાં યોગોને સ્થિર કરવાનો અભ્યાસ છે. અત્યંતર-તપ મનોજય માટે ખૂબ જ જરૂરી છે. પ્રાયશ્ચિત્ત-કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ સાથે એકરાર. વિનય-દેવ, ગુવદિ પ્રત્યે આદર બહુમાન. વૈયાવચ્ચ-દેવ, ગુર્યાદિની ભકિત. સ્વાધ્યાય-અધ્યયન સુ અથવા સ્વનું. ધ્યાન-ચિત્તની એકાગ્રતા. કાયોત્સર્ગ-ત્રણે યોગોનો ઉત્સર્ગ. સ્થિર રહેવા વડે કાયાનો, મૌન વડે વચનનો અને ધ્યાન વડે મનનો ઉત્સર્ગ. આ છ એ પ્રકારના અત્યંતર તપમાં મુખ્યત્વે મનનો કાબૂ છે. આ અત્યંતર તપના અભ્યાસથી છેલ્લે તેનું ફળ ધ્યાન અને કાયોત્સર્ગ અંતિમ કક્ષાના શુકલ ધ્યાન અને શૈલેશીકરણ છે. અત્યંતર તપમાં મનોજય સાથે ઉપયોગશુદ્ધિ થતી જાય છે અને ઉપયોગની અસ્થિરતા ટળી નિજ સ્વરૂપમાં સ્થિરતા પામે છે. આ સંયમનું ફળ છે. સંયમ ૨ મા.શુ. ૧૨ આ સંયમની અંદર ઘણી ઉપયોગી વસ્તુઓ ભગવંતે બતાવી છે. જેમાં પંચ મહાવ્રત છે, તેના પાલન માટે અષ્ટપ્રવચનમાતાનું પાલન છે. જે સંયમની જન્મદાત્રી છે અને સંયમનું પાલન કરે છે તથા મલિનતા દૂર કરી શુદ્ધ કરે છે, આ માતાનું પણ વિસ્તારથી વર્ણન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે તેનું કારણ આ ત્રણ યોગોને કાબૂમાં લેવા માટે તે ખૂબ જ જરૂરી છે. કાબૂમાં લેવાનો અભ્યાસ આ માતા જ કરાવે છે. - યોગ સાધના પણ આ ત્રણ યોગના નિયંત્રણ માટે છે માટે જ યોગ સાધના નામ તે તે પ્રક્રિયા (ધ્યાનાદિ) ને કહેવાય છે, જો કે સંયમ પણ એક યોગસાધના જ છે. પ્રાથમિક ભૂમિકામાં યોગનાં આઠ અંગોમાંના શરૂઆતના બે અંગો યમ અને નિયમમાં સંયમની ક્રિયાઓ, અનુષ્ઠાનોનો સમાવેશ થાય છે. તે ક્રિયાઓથી થોડે ઘણે અંશે કાબૂમાં આવેલા યોગો ધારણા, ધ્યાનમાં સ્થિર થાય છે. અંતે સમાધિ અને લય પામેલા યોગો હોવાથી આત્મા નિરવધિ આનંદનો અનુભવ કરી શકે છે. જેમાં દેહમાં રહેલો છતાં આત્મા યત્કિંચિત્ મુક્તિનો આસ્વાદ લે છે. એક વાર પણ આ આસ્વાદ જેણે લીધો છે તેને આ દુનિયાના વિષયો ફિક્કા લાગે છે. જે વિષયોનો રસ યમ, નિયમ દ્વારા યત્કિંચિત સાધકનો અંતર્નાદ Page #93 -------------------------------------------------------------------------- ________________ વિરસ થયો હતો તે રસ હવે તૂટી જાય છે અને આત્માનંદની લહેર ઝંખે છે. વારંવાર ચિત્ત તે રસથી પાછું વળી આત્માના સમાધિ કુંડમાં ડોકિયું કરે છે. માટે જ યમ, નિયમ, સંયમનાં બધાં અનુષ્ઠાનોને યોગ જ કહ્યો છે. પણ તે અનુષ્ઠાનોને આચરતાં તેનું વિધિવત્ પાલન કરતાં ત્રણે યોગોને બીજાં કાર્યોમાંથી પાછા વાળી તેમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરીએ તો તે અનુષ્ઠાન યોગરૂપ બને. યોગોને સ્થિર કરવા એટલે તે અનુષ્ઠાનોમાં ચિત્ત, ઉપયોગને જોડતાં ત્રણે યોગો સ્થિર થાય છે. જેટલા પ્રમાણમાં ઉપયોગ સ્થિર, તેટલા પ્રમાણમાં યોગનું કાર્ય અટકી પડે છે. માટે ઉપયોગ અસ્થિર હોય ત્યાં સુધી પણ તેને શુભ આલંબનો ધરવાં, જેથી તે શુભમાં ફરે અને આલંબનો માટે યોગોની સહાય લેવી. યોગોની સહાયથી ઉપયોગ જોડાય છે. માટે મન-વચન-કાયાને શુભમાં પ્રવર્તાવવા, એમાં સંયમનાં અનુષ્ઠાનોનું પાલન છે. અર્થાતુ, શુભ અનુષ્ઠાનોના પાલનથી યોગોનો શુભમાં પ્રવર્તવાનો અભ્યાસ થાય છે. યોગોની શુભમાં પ્રવૃત્તિ થવાથી ઉપયોગની મલિનતા દૂર થાય છે અને છેવટે શુદ્ધ બની સ્વાત્મામાં સ્થિર થઈ સહજાનંદનું સુખ અનુભવે છે. ૫. સ્યાદ્વાદ માં.શુ. ૧૪, ૨૦૪૮, શંખેશ્વર સ્યાદ્વાદ એટલે કોઈ પણ પદાર્થનું કથન કથંચિતું છે એમ કરવું. આ સ્યાદ્વાદ સમન્વય બુદ્ધિમાંથી પ્રગટેલો છે. વાતનો સમન્વય સ્યાદ્વાદથી થાય. આ વસ્તુ આમ જ છે એ પ્રકારના કથનથી વિસંવાદ ઊભો થાય છે. માટે જ આ સ્યાદવાદ આપણા લૌકિક જીવનમાં પણ સંકળાયેલો છે અને દરેક વાત સાપેક્ષતાથી કરીએ તો જ બુદ્ધિમાં ઊતરે છે. માટે સ્યાદ્વાદ દરેક વાતમાં વ્યાપક છે. માટે જડ અને ચેતન તત્ત્વના મૂળ સ્વરૂપને સમજવામાં એનો ઉપયોગ ઊભો થયેલો વ્યવહાર છે તેમાં પણ સ્યાદ્વાદ વ્યાપીને રહેલો છે. દા.ત. કોઈ કહે કે તમે પિતા છો તો ત્યાં પુત્રની અપેક્ષાએ કહી શકાય, તેમના પિતાની અપેક્ષાએ તે પુત્ર પણ છે. કોઈ કહે તેમ નાના છો તો ત્યાં મોટાની અપેક્ષાએ છે પણ તેના કરતાં જે નાના છે તેની અપેક્ષાએ મોટા છે. આ રીતે ચાલુ વ્યવહારમાં પણ સ્થાવાદ ભાષાનો જ ઉપયોગ અણસમજુ પણ કરે છે. તો બધાય વ્યવહારના જનક જડ, ચેતન પદાર્થો (આત્મા, શરીર, કર્મો, સંસાર, સંબંધો વગેરે) તેને તો સ્યાદ્વાદ દષ્ટિથી આપણે સમજવા જોઈએ, તે દૃષ્ટિથી જોઈને તેની નિત્યતા, અનિત્યતા, સામાન્ય, વિશેષ ધર્મયુક્તતા, અસ્તિનાસ્તિત્વ જાણવા માટે દ્રવ્ય, ગુણ, પર્યાય ઓળખવા જોઈએ અને તે દ્રવ્યાદિમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યતાદિને જાણીને આત્મા ઉપર લાગેલા મિથ્યા મોહનીય આદિની કર્માધીનતાને લીધે પ્રાપ્ત થયેલી મિથ્યાષ્ટિને દૂર કરીને અજ્ઞાન અંધકારને દૂર કરવો જોઈએ. જેથી જડ વસ્તુની અનિત્યતા જાણીને તેની આસકિત તૂટે અને આત્મા રાગ, દ્વેષ અને મોહને આધીન નહિ થતાં જ્ઞાતા, દ્રષ્ટા બની સાધકનો અંતર્નાદ 73 Page #94 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય કેળવે. અર્થાતુ, તે તે પદાર્થોમાંથી આસક્તિ દૂર થવાથી અનાદિ કાળથી જડ ભાવોમાં, બાહ્ય ભાવોમાં પર ભાવોમાં ભાવિત થયેલો આત્મા તેનાથી મુક્ત થતાં ઉદાસીનભાવને ભજે અને ચેતન તરફ ચિત્ત વળાંક લે. ઉપયોગ વારંવાર તેમાં જવા તલસે. આત્મા કથંચિત્ નિત્ય છે કથંચિત્ અનિત્ય છે. જડ વસ્તુનું મમત્વ તોડવા માટે જડ વસ્તુની અનિત્યતા તથા ઉત્પત્તિ, વ્યય ધર્મ વિચારવો જોઈએ અને આત્માની નિત્યતા વિચારવી જોઈએ. જેથી નિત્ય એવો આત્મા એ હું છું અને દર્શન, જ્ઞાન એ જ મારા ગુણો છે. જડથી હું ભિન્ન છું કેમકે જડ વસ્તુ નાશવંત છે. તે મારી નથી. તથા આત્માની અનિત્યતા તેની પર્યાયને લક્ષ્યમાં રાખીને વિચારવી જોઈએ. જેથી દુર્લભ એવો આ મનુષ્ય ભવ મળેલો છે તે શરીર દ્વારા સંયમની સાધના કરી લઉં. મરણ અવયંભાવી છે માટે તે અનિત્ય છે તેનો ભરોસો ન રાખી શકાય. આ રીતે આત્માની અનિત્યતા વિચારી પ્રમાદ ને દૂર કરી ધર્મ પુરુષાર્થ વિશેષે કરવો જોઈએ. આ રીતે જડની પણ અનિત્યતા વિચારવી, જેથી શરીરના રૂપ, આરોગ્યમાં જીવ ભ્રમિત ન થવાથી ચિત્ત નિત્ય વૈરાગ્યવાસિત રહે અને છેવટે જડ એવા કર્મો અને શરીરના સંબંધને પામીને રાગ, દ્વેષ અને મોહને લઈને આત્મા બંધાતો હતો તે છૂટો થવા માંડે અને વિતરાગદશાને પામે. ૬. આત્મ રમણતા મા.વ. ૧, શંખેશ્વર રમણતા એટલે રમવાપણું. રમ્ ધાતુનો અર્થ આનંદ પામવું. તેને અનટુ પ્રત્યય લાગવાથી રમણ શબ્દ બને છે. રમણતા એટલે આનંદ જેમ આત્માનો જ્ઞાન, દર્શન (જાણવું અને જોવું) એ સ્વભાવ છે તેમ આત્માનો આનંદ પામવું એ પણ સ્વભાવ છે, સ્વભાવ કદી પદાર્થથી ભિન્ન પડતો નથી, તે સહજ હોય છે. જયાં સુધી આત્માનો આનંદ સ્વભાવ મોહનીય કર્મથી અવરાયેલો છે ત્યાં સુધી પણ તે વાદળામાં છૂપાયેલા સૂર્યની જેમ આછો પ્રકાશ આપે છે. પરંતુ તે શુદ્ધ નહિ હોવાથી વિકૃતિને ધારણ કરે છે. મિથ્યાષ્ટિના કારણે પુગલમાં સ્વની બુદ્ધિ કરતો આત્મા પુલમાંથી આનંદ મેળવવા પ્રયત્ન કરે છે અને તેને સાચો આનંદ માને છે. પુરુષાર્થ તે બાજુનો થવાથી પુગલભાવ પણ દઢ થતો જાય છે અને તેમાં રતિ પામેલો તેની બહાર જલ્દી નીકળી શકતો નથી. આત્માનો આનંદ સ્વભાવ હોવાથી અજ્ઞાનતા (મિથ્યાત્વ)ના લીધે પુગલ (પાંચ ઈન્દ્રિય) જન્ય આનંદ મેળવે છે. તેને રતિ કહેવાય છે. રતિનો અભાવ તે જ અરતિ છે. તે પણ પુલના આનંદ ઉપરનો રાગ-દ્વેષ જજ (ગમતાં ઉપર રાગ અણગમતા પદાર્થ ઉપર દ્રષ) ગાઢ આવરણ છે માટે નિરાનંદતા-અરતિ થાય છે. ઈન્દ્રિયો દ્વારા થયેલા પદાર્થોનું જ્ઞાન તે આત્માના જ્ઞાન સ્વભાવથી થાય છે પણ તે રાગ, દ્વેષ, મોહથી મિશ્રિત હોવાથી વિકૃતજ્ઞાન છે. વળી ઈન્દ્રિય જન્ય જ્ઞાન તે જ્ઞાનાવરણના સાધકનો અંતર્નાદ Page #95 -------------------------------------------------------------------------- ________________ કારણે અધૂરું છે અને અધુરા તે જ્ઞાનમાં પણ મોહ ભળે છે ત્યારે અશુદ્ધ હોવાથી વિકૃત છે. જે પરમાં સ્વની વૃદ્ધિ કરાવીને અશુદ્ધ આનંદ કરાવે છે અને રાગ-દ્વેષથી વિશેષ પ્રકારે આચ્છાદિત થયેલો આત્માને નિરાનંદ બનાવે છે. આ રીતે રતિ-અરતિનો ભોગ બનેલો આત્મા કર્મબંધ કરે છે અને સંસારમાં રખડે છે. તે સંસારનું પરિભ્રમણ અટકાવવા આત્માના શુદ્ધ આનંદની ખોજ કરવી જોઈએ. તે શુદ્ધ આનંદ આત્મામાં હમણાં પણ છે પણ તેના ઉપર કર્મોનું આવરણ છે માટે અનુભવી શકાતો નથી. માટે જ શુદ્ધ નિશ્ચય નયથી આત્માનો પરિચય કરવા માટે અભ્યાસ કરવો જોઈએ. તે અભ્યાસ માટે આલંબન જોઈએ. તે આલંબન છે વિતરાગ પરમાત્મા. તેમનામાંથી રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે માટે તેઓ નિરંતર પોતાના સહજાનંદ સ્વભાવમાં જ રહે છે. તેમને પુદ્ગલનો સંગ નથી માટે તે નિજ સ્વભાવમાં જ મહાલે છે, તેમને બહાર જવું પડતું નથી. તે સ્વભાવ પ્રગટ કરવા માટે જ પરમાત્માએ પ્રથમ બાહ્ય સંગ છોડ્યો અને કેવળ શરીર નિરપેક્ષ થઈ આત્મ ધ્યાનમાં લીન બન્યા અને રાગ, દ્વેષ અને મોહને દૂર હઠાવી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી આત્માના સહજાનંદને પામ્યા. આ સહજ સ્વરૂપી આનંદને પ્રગટ કરવા માટે જ ચારિત્ર ધર્મની સાધના છે. તે ચારિત્ર ધર્મને નિશ્ચયથી આત્મ રમણતારૂપ કહ્યો છે. તે પ્રગટ કરવા માટે પ્રથમ નિશ્ચયના ધ્યેયપૂર્વક વ્યવહારથી ચારિત્ર ધર્મ જે અનુષ્ઠાનરૂપ છે તેનું પાલન કરવું જોઈએ. જે અનુષ્ઠાનમાં જીવોની સાથેનું વર્તન આત્મસમાન ભાવે કરવાનું છે. અહિંસાદિ પાંચ મહાવ્રતોનું પાલન પણ જીવ રક્ષા માટે વ્યવહારથી છે અને નિશ્ચયથી આત્મસેવન સજાતીય હોવાથી એકતા સાધવાની છે. જે એક્યભાવ છેવટે પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મભાવે જીવોમાં દર્શન કરાવે છે અને તેમાં લીન બનેલો ચારિત્ર સાધક આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. ૭. જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા મા.વ. ૩+૪, ૨૦૪૮, શંખેશ્વર ભાવો એટલે પદાર્થો. જગતના બધા પદાર્થોનો સમાવેશ બે દ્રવ્યમાં થઈ જાય છે. ૧. ચેતન ૨. જડ. જડમાં પાંચ દ્રવ્યો સમાવેશ પામે છે અને ચેતન એક દ્રવ્ય છે. ઉદાસીનતા એટલે રાગ નહિ અને દ્વેષ પણ નહિ પણ મધ્યસ્થભાવ. આ મધ્યસ્થભાવ માંથી પદાર્થો પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. તે ઉદાસીનતા પ્રગટ કરવા માટે પ્રથમ જગતના પદાર્થોને ઓળખવા જોઈએ. તેને સત્યરૂપમાં સ્યાદ્વાદ દૃષ્ટિથી ઓળખવામાં આવે તો ઉદાસીનતા પ્રગટયા વિના રહે નહિ. રાગ-દ્વેષને જીતવા માટે જ જ્ઞાનગુણની મહત્તા અંકાઈ છે. તે જ્ઞાન-સમજ માટે શ્રુતનું આલંબન લેવામાં આવે છે. જડ અને ચેતન એ પદાર્થોમાં અનાદિ કાળની વાસના (સંસ્કાર)ના જોરે જડનું આકર્ષણ જીવને સાધકનો અંતર્નાદ 75 Page #96 -------------------------------------------------------------------------- ________________ વધારે છે. કેવળ જડ પદાર્થો પણ જીવને નચાવે છે અને જડ એવો શરીરધારી આત્મા પણ જીવને નચાવે છે. જો કે શરીરધારી આત્મા છે તેમાં પણ મુખ્યત્વે જડનું આકર્ષણ છે અને રાગ પણ તે જડ એવા શરીરના કારણે થાય છે. કવચિત્ (ગૌણતાએ) કોઈકને શરીરમાં રહેલા આત્માના ગુણોનું પ્રાગટ્ય જેટલા પ્રમાણમાં છે તેના દર્શનથી પણ રાગ થાય છે પણ તેને શરીરનો રાગ નથી કહેવાતો, પરંતુ ગુણાનુરાગ કહેવાય છે. જડના રાગને દૂર કરવા માટે આ ગુણાનુરાગ ખૂબ જ જરૂરી છે. તે ગુણો જોવાની શરૂઆત નજીકમાં વસતા પરિચિત આત્માઓથી કરતાં-કરતાં યાવત્ ગુણની ટોચને પામેલા અરિહંતાદિ પરમાત્માના ગુણને જોવા સુધીની ટેવ પાડવાની છે. નજીક વસતાના ગુણ પ્રત્યક્ષ અનુભવાય છે, તે ગુણોનો પણ પક્ષ ન જાગે તો પરોક્ષ એવા પરમાત્માના ગુણોમાં રાચવાનું જીવ શી રીતે શીખી શકે ? આ રીતે પરમાત્માના ગુણોનો રાગી બનેલો જીવાત્મા નિજ આત્માના અપ્રગટ ગુણો પણ છે તે જાણતાં તેનો રાગી બને. “જિન ગુણે રાગી બને તેજ નિજ ગણરાગી બને છે." આ રીતે નિજ ગુણ રાગી બનેલો આત્મા હવે પછી આગળના સ્ટેજમાં રાગનો વિષય ન હોવાથી રાગ નષ્ટ થાય છે ત્યારે ઉદાસીનતાને ભજે છે. આપણે જયાં સુધી આવી ઉદાસીનતા ન પામી શકીએ ત્યાં સુધી પણ ઉદાસીનતાનું યત્કિંચિત સુખ અને આનંદ પામવા માટે પ્રથમ પાંચ ઈન્દ્રિયોના વિષયો જે જડ છે તેમાં ઉદાસીનભાવે તેની સાથે વર્તવું જોઈએ. તેમાં પણ અશુભ વિષયોની ઉદાસીનતા તેના રાગને ટાળવા માટે કેળવવી જોઈએ અને તે ઉદાસીનતા કેળવવા માટે શુભ આત્માનો ઉપકારી વિષયો પ્રત્યે રાગ કરવો જોઈએ. ઉપકારી વિષયોમાં દેવ, ગુરુ અને ધર્મનાં સાધનોનો સમાવેશ થાય છે. તે રાગ નિજ આત્માના ગુણોને ઓળખવામાં સાધનરૂપ બને છે. છેવટે સાધન (શુભ) પર પણ ઉદાસીનતા આવે છે અને શુદ્ધ એવા નિજ આત્મતત્ત્વમાં સ્થિર થાય છે ત્યારે અનંતી ઉદાસીનતા પ્રગટે છે જેમાં કોઈ બાહાભાવ રહ્યો નથી. ૮. ઉપયોગ શૂન્યતા તથા ઉપયોગ સ્થિરતા. મા.વ. ૫, સં. ૨૦૪૮, શંખેશ્વર એક વસ્તુમાં ઉપયોગ (ચિત્ત) હોય છે ત્યારે બીજી વસ્તુમાં તેની શૂન્યતા કહેવાય. પરંતુ જેમાં ચિત્તને જોડવાની જરૂર હોય છતાં ચિત્ત બીજા પદાર્થમાં ફરતું હોય ત્યારે આપણે તેને ઉપયોગ શૂન્યતા કહીએ છીએ. ખરેખર તો ઉપયોગ શૂન્ય બનતો નથી પરંતુ જયાં જરૂર છે ત્યાં નથી માટે વ્યવહારથી એમ કહેવાય છે. નિશ્ચયથી તો ઉપયોગ શૂન્યતા એટલે જ ઉપયોગ સ્થિરતા. ઉપયોગ જેટલો સૂક્ષ્મ બને, અર્થાતુ, તીવ્ર બને એટલે જુદા જુદા પદાર્થોમાં વિસ્તરેલો ઉપયોગ એકમાં આવે અને તેમાં પણ તીવ્ર એટલે સ્થિર બને ત્યારે એ સૂક્ષ્મ બને છે અને અતિ સ્થિરતાને પામે છે ત્યારે શૂન્ય બને છે, એનો અર્થ ઉપયોગનો વિષય અલ્પ કે અલ્પતર બનતો જાય, તેમ તેમ તે દઢ, મજબૂત, તીવ્ર અને સૂક્ષ્મ છતાં બળવાન બનતો જાય. જુદા જુદા વિષયમાં વિસ્તાર પામેલું ચિત્ત નિર્બળ હોય છે. માટે તે બળ વિનાનું ચિત્ત કોઈ એક સાધકનો અંતર્નાદ 76 Page #97 -------------------------------------------------------------------------- ________________ પદાર્થમાં સ્થિર નથી રહેતું માટે તેને પણ વ્યવહારથી ઉપયોગ શૂન્યતા કહેવાય છે. આ વ્યવહારિક ઉપયોગ શૂન્યતાને દૂર કરી ઉપયોગને બળવાન બનાવવો જોઈએ. જેથી સાધનામાં ચિત્ત અસ્થિર થઈ સિદ્ધિમાં ડખલગીરી ન કરે. એ ઉપયોગ શૂન્યતા જેટલા પ્રમાણમાં ટળે તેટલા પ્રમાણમાં સાધ્યમાં ઉપયોગની સ્થિરતા વધે છે. તે સ્થિરતા વધતાં વધતાં છેવટે ઉપયોગની સૂક્ષ્મતા થતાં તે સાધ્યમાં ઓતપ્રોત થશે, એકાકારતાને પામશે અને તે સાધ્ય સાથે અભેદભાવની સિદ્ધિ થશે. તે જ ઉપયોગની શૂન્યતા અર્થાત્, સ્થિરતા છે. ૯. ભક્તાવસ્થા મા.વ. ૧૪, સં. ૨૦૪૮, શંખેશ્વર ભક્ત શબ્દ ભજૂ ધાતુમાંથી બનેલો છે. ભજનાર તે ભક્ત. ભકત કોના થવું? તે અત્યંત વિચારણીય છે. મોહાધીન જીવ સંસારમાં જે જેની રુચિ થાય છે તેના ઉપર પ્રીતિ ધારણ કરે છે અને તેને ભજે છે અને જેને ભજે છે તેમાં તે તન્મયતા ધારણ કરે છે. જેવી તન્મયતા તેવા પ્રમાણમાં તીવ્ર કર્મબંધ કરે છે અને તેના વિપાકરૂપે કડવા અનુભવ કરે છે. માટે સંસારના ધન કુટુંબ સ્ત્રી પરિવાર વગેરેને મોહાધીન થઈને ભજનારો જીવ તેમાંથી પાછો ફરીને જેના રાગ, દ્વેષ, મોહ નાશ પામ્યા છે એવા વિતરાગ પરમાત્માની ભક્તાવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે ત્યારે તેને પરમાત્મા પ્રત્યે ભજવાની રુચિ જાગે છે, ભજવાની પ્રીતિ થાય છે અને નિરંતર પરમાત્માને ભજવાથી તેમાં (પરમાત્મામાં) તન્મયતા પ્રાપ્ત થાય છે. એ તન્મયતા અતિ તીવ્ર બને છે ત્યારે પરમાત્માની સાથે અભેદતાને પામેલો કર્મની નિર્જરા કરે છે અને મુક્તિ સુખનો અનુભવ કરવા લોકને અંતે સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. આ ભકત અવસ્થા તો જીવને અનાદિ કાળથી પ્રાપ્ત જ છે. પરંતુ મોહથી વિડંબિત જીવને મોહ જે જે વસ્તુ ભજ્ય દેખાડે તેમાં જ તેને પ્રીતિ થાય છે. ધન, સ્ત્રી, કુટુંબ, પરિવાર ખરેખર ભજ્ય નથી જ. તે તો પોતાનું સર્જન મોહાધીનતાથી છે માટે તેનું રક્ષણ કરવું અને પાપથી અટકાવી પરમાત્માના માર્ગે લઈ જવા. આ ફરજ બજાવવા પૂર્વક ભય જે અનેકોના તારણહાર પરમાત્માના ભકત બની ભજન કરવું અર્થાતું, સેવન કરવું. ભજનગુણોનું (અનંતાનંત) કરવું અને સેવન આજ્ઞાનું કરવું. ભજન કરતાં ભક્તને “દાસોડહં”ની અવસ્થા પ્રાપ્ત થાય છે, હું તારો દાસ છું, તું મારો સ્વામી છે. કારણ કે તે અનંત ગુણોનો ધારક છું. હું અવગુણોનો ભંડાર છું. આ રીતે કર્મબદ્ધ અવસ્થામાં રહેલો જીવ કર્મમુક્ત અવસ્થાને પામેલા વિતરાગ પરમાત્માને જુએ છે, દર્શન કરે છે ત્યારે હીનથી પણ હીન પોતાને જોઈ શકે છે. તે “દાસોડહંગેની પ્રતીતિ કરનારો ભક્ત છે. આ ભક્તાવસ્થાની દશામાંથી જયારે જીવ આંતરદૃષ્ટિ કરે છે ત્યારે અંતરમાં નિજ આત્માના સ્વરૂપને જુએ છે ત્યારે ભક્તને બીજા પ્રકારનું ભજન કરતાં (“તુજ ગુણ કોણ ગણી શકે, જો પણ કેવળી હોય, આવિર્ભાવથી તુજ સકલ ગુણ માહરે, પ્રચ્છન્ન ભાવથી જોય.”, “સોડહં'ની પ્રતીતિ સાધકનો અંતર્નાદ Page #98 -------------------------------------------------------------------------- ________________ કરનારો ભક્ત બને છે. અંતરાત્મદશા જયારે અનુભવાય છે ત્યારે કર્મના સમૂહની અંદર રહેલો શુદ્ધ આત્મા દેખાય છે (સંકલ્પથી) ત્યારે ભક્તને સોડહંની પ્રતીતિ થાય છે. ભક્ત કહે છે તારું જેવું સ્વરૂપ છે તેવું મારું સત્તાએ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. તેનો આવિર્ભાવ થાય તેવી હે પ્રભુ ! તું કરુણા કર. આ ભકતાવસ્થામાં જયારે જીવ પરમાત્મ દૃષ્ટિ કરે છે અર્થાતું, આત્માને પરમાત્મ સ્વરૂપ જુએ છે ત્યારે ભક્તને ત્રીજા પ્રકારનું ભજન (“બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની, સુમતિચરણ') આત્મા પરમાત્મરૂપ છે તે રૂપે કરે છે. ત્યારે ભક્તને “તતૂપોડહં”ની પ્રતીતિ થાય છે. ત્યારે આત્મા અભેદભાવે પરમાત્મામાં લીનતાને પામેલો આત્માને પરમાત્મ સ્વરૂપ જુએ છે. આ પ્રમાણે ભક્ત પોતે જ ભયપણાનો અનુભવ કરે છે ત્યારે અનંત કર્મોની નિર્જરા કરે છે. શ્રુત જ્ઞાનથી જાણ્યું કે, આત્મા પરમાત્મા જેવો છે ત્યાર પછી પરમાત્માના ધ્યાનમાં લીન બનેલો આત્મા અનુભવજ્ઞાનને પામે છે. માટે જ્ઞાન, ધ્યાન અને અનુભવજ્ઞાન. આ રીતે ભક્ત, ભજન અને ભજ્ય ત્રણે એકતાને પામે છે ત્યારે ભકત ભય સ્વરૂપ બને છે. ધ્યાનની સ્થિરતામાં અનુભવજ્ઞાન થાય છે. ત્યારે આત્માને આનંદનો અનુભવ થાય છે. ૧૦. પરમાત્માનું શરણ મા.વ. Olી, સં. ૨૦૪૮, શંખેશ્વર જગતમાં જીવે અનેકનાં શરણ લીધાં, પરંતુ કોઈએ સાચું શરણ આપ્યું નથી. શરણની જરૂર કયારે પડે? જીવ પોતે પૂર્ણ નથી બન્યો માટે તે બીજાના આધારે જ જીવન વ્યતીત કરે છે. આયુષ્યકર્મના બંધનથી પ્રમાણોપેત સમયવાળું જીવન જીવે છે. તેમાં પણ અનેક જડ, ચેતન દ્રવ્યની પર્યાયોનો આશ્રય લે છે. કેમકે જીવ સ્વતંત્ર બન્યો નથી. આ રીતે શરણ વિના જીવાતું નથી. જીવનમાં જેની જેની જરૂરિયાતો પડે છે તે સર્વ વસ્તુ જીવને શરણ્ય બને છે. શરીરને ધારણ કર્યું છે માટે તેની જરૂરિયાત પૂરી પાડવા માટે ધનથી માંડીને દરેક વસ્તુનું શરણું જીવને લેવું પડે છે. પરંતુ તે જ સાચાં શરણ છે એમ માનીને જીવ ધન મેળવવા માટે તેમાં જ રચ્યો પચ્યો રહે છે. સ્ત્રીની જરૂર પડી એટલે તેના ભાગમાં જ રાત-દિન રાચે છે. પરંતુ જો જીવ સમજે કે આ સાચું શરણ નથી તો તે જરૂરિયાતમાં અલિપ્તભાવે રહીને ઉપયોગ કરે. તો સાચું શરણ કોણ? પરમાત્મા. શરીરને જેમ બાહા પદાર્થોની જરૂર પડે છે માટે જીવ તે પદાર્થોનું શરણું લે છે. તેમ આત્માને અત્યંતર પદાર્થોની જરૂર છે માટે પરમાત્માનું શરણ લેવું જોઈએ. આત્મા સિવાયના પર પદાર્થોનું શરણ, તે પદાર્થો વિનાશી હોવાથી સાચું શરણ આપી શકતા નથી અને જીવ અમુક સમય પ્રમાણનું શરણું લે છે તો પણ તે બધા પદાર્થો જીવ ભાન ભૂલે તો મોહ ઉત્પન્ન છી સાધકનો અંતર્નાદ 78 Page #99 -------------------------------------------------------------------------- ________________ કરાવી કર્મબંધ કરાવે છે અને શરણ પદાર્થની વિનાશિતાને લીધે નષ્ટ થાય છે. વળી સ્વજનાદિ શરણ સ્વાર્થ યુક્ત હોવાથી પણ તે સાચું શરણ બની શકતું નથી. સાચું શરણ એક પરમાર્થવાસિત પરમાત્મા જ આપી શકે છે. કેમકે તેમનામાં સ્વાર્થનો લેશ પણ અંશ નથી. વળી તે કરુણાના ભંડાર, અચિંત્યશક્તિ અને સામર્થ્યવાળા હોવાથી આખા વિશ્વને શરણ આપી શકે છે અને તે પણ પરમાર્થયુક્ત હોવાથી સત્ય શરણદાતા બને છે. શરણે જવું એટલે શું? શરણે જવું, એટલે તેના આધારે જીવવું, અર્થાતુ, જીવન સમર્પણ કરવું, જેના શરણે જઈએ તેને જીવન સોંપી દેવું. આપણાં મન, વચન, કાયા ત્રણે યોગ તેમને આધીન રાખવા. તેમને આધીન રાખવા એટલે તેમની આજ્ઞામાં રાખવા. પરમાત્માના આદેશ મુજબ યોગોને પ્રવર્તાવવા. આ રીતે યોગો પરમાત્માને શરણે રહે એટલે આત્મા અતિ વિનમ્ર બનેલો પરમાત્માનું શરણ લે છે. પરમાત્માના શરણે ગયેલો આત્મા પરમાત્માને સમર્પણ કરી દેવાય છે ત્યારે પરમાત્માથી ભિન્નતાનો અનુભવ થતો નથી. સાચું શરણ પામે કયારે ? સંસારનાં બધાં શરણ લેવા છતાં પોતાને અશરણ માને ત્યારે સાચું શરણ એક વિતરાગ પરમાત્માનું છે એમ લાગે અને જયારે સમર્પણભાવથી પરમાત્માનું શરણ જીવ લે છે ત્યારે નિરંતર પરમાત્માનું જ સ્મરણ કરતો તેમાં જ લીન રહે છે. આત્મા અને પરમાત્માનો ભેદભાવ ટળી જાય છે અને જીવ કૃતકૃત્ય બને છે. ૧૧. એસો પંચ નમુક્કારો પો.શુ.પ્ર. ૧, સં. ૨૦૪૮, શંખેશ્વર સો પંચ નમુક્કારો''-આ પાંચ નમસ્કાર. નમસ્કાર જેને કરીએ છીએ તે નમસ્કાર્ય છે. નમસ્કાર જે કરે છે તે નમસ્કત છે અને નમસ્કાર એ નમસ્કર્તા વડે નમસ્કાર્યને કરાતી ક્રિયા છે. નમસ્કર્તા કર્મબદ્ધ અવસ્થાવાળો જીવ છે. નમસ્કાર્ય પૂજ્યતાને પામેલા આત્મા છે. પૂજ્યોને કરાતી નમસ્કારની ક્રિયા સર્વ પાપનો પ્રણાશ કરનારી છે. આ જ નમસ્કારની ક્રિયાનું ફળ જેટલું ઉત્તમ પાત્રરૂપ નમસ્કાર્ય છે તે પ્રમાણે ઉત્તમ ફળ આપનાર છે. માટે નમસ્કારની ક્રિયા અને તેનું ફળ નમસ્કાર્યને આધીન છે છતાં નમસ્કારનો કર્તા જો શુદ્ધ ભાવવાળો હોય તો તેનું ફળ મેળવી શકે છે. જેને નમસ્કાર થાય છે તેમાં આપણાં પાપ પ્રણાશ કરવાની શક્તિ છે તે વ્યવહાર નય છે. નમસ્કારમાં પાપ પ્રણાશ કરવાની શક્તિ છે એવું “g iા નમુવારી” એ પદ કહે છે, માટે સાધકનો અંતર્નાદ Page #100 -------------------------------------------------------------------------- ________________ નમસ્કર્તાનું ઉપાદાન તેમાં રહેલો નમસ્કાર ભાવ તે સર્વ પાપ પ્રણાશક છે. તે નિશ્ચય નય છે. આ પ્રમાણે વ્યવહાર નથી નમસ્કાર નમસ્કાર્યનો છે, નિશ્ચય નયથી નમસ્કાર નમસ્કર્તાનો છે. કારણ કે વ્યવહારથી નમસ્કારમાં નિમિત્તભૂત નમસ્કાર્ય છે. નમસ્કાર્યના નિમિત્તથી થનારો નમસ્કાર પાપનો પ્રણાશ કરે છે. નિશ્ચય નયથી નમસ્કારમાં ઉપાદાન નમસ્કતની મુખ્યતા છે. માટે નમસ્કતનો નમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરે છે. “TH: પંઘ નમસ્ટર” અહીં નમસ્કાર્ય પંચ પરમેષ્ઠિ છે. માટે આ પંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર એમ અર્થ કરીએ છીએ. g: એટલે આ, પંઘ એટલે પાંચ, નમસ્ટાર: એટલે નમસ્કાર. આ નમસ્કાર (પાંચ) નમસ્કતના આત્મામાં રહેલો છે. માટે નમસ્કારનું વિશેષણ : શબ્દ વાપર્યો છે. નજીકમાં જે રહેલું છે તેને બતાવવા માટે ઈદ સર્વનામનો પ્રયોગ કરવામાં આવે છે. આ નમસ્કાર નમસ્કર્તાની અતિ સમીપમાં રહેલો છે માટે નિશ્ચયથી નમસ્કાર નમસ્કર્તાનો છે તેના આત્મામાં જ રહેલો છે. તે નમસ્કાર-નમસ્કર્તાના સર્વ પાપનો પ્રણાશ કરે છે. અર્થાતુ, આ નમસ્કાર સર્વના પાપનો નાશ કરવામાં સમર્થ છે. આ રીતે નમસ્કારનું સામર્થ્ય નમસ્કર્તાના આત્મામાં રહેલું છે. શ્રેણિ ઉપર ચઢેલો આત્મા જગતના સર્વ જીવોનાં કર્મોનો નાશ કરવામાં સમર્થ એવા શુકલ ધ્યાનમાં હોય છે. તે રીતે આત્મગત નમસ્કારની અચિંત્ય શક્તિ છે. માટે નમસ્કર્તાનો નમસ્કાર એ “gણો બંધ નમુવાજો' એ પદથી બતાવ્યો છે. તેનો અર્થ નિશ્ચય નયથી તો એ થયો કે નમસ્કર્તાના આત્મામાં રહેલો નમસ્કાર ભાવ જ સર્વ પાપોનો નાશ કરી શકે છે. તે નમસ્કારના આલંબનભૂત પાંચ પરમેષ્ઠિ છે. માટે વ્યવહાર નથી એ અર્થ થયો કે પંચ પરમેષ્ઠિ (ને કરેલો) નો નમસ્કાર આપણા સર્વ પાપનો નાશ કરે છે કારણ કે પંચ પરમેષ્ટિએ આપણામાં નમસ્કારભાવ જગાડ્યો. નિમિત્તે મળ્યું તો નમસ્કાર ભાવ જાગ્યો અને પાપનો પ્રણાશ થયો માટે નિમિત્તની મુખ્યતાએ, પંચ પરમેષ્ઠિના નમસ્કારે આપણા પાપનો પ્રણાશ કર્યો. ૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૧ પો.શુ. ૧૪, સં. ૨૦૪૮, ભોયણી ચૈતન્ય એ દ્રવ્યનું સ્વરૂપ છે. જ્ઞાન એ દ્રવ્યનો સ્વભાવ છે. સ્વ + રૂપ. દ્રવ્યનું પોતાનું રૂપ કેવું છે? ચૈતન્યનું પોતાનું રૂપ એટલે દ્રવ્ય પોતે એ રૂપે છે એટલે કે ચૈતન્યરૂપે છે. જેમ પુલનું પોતાનું રૂ૫ વર્ણ, ગંધ, રસ, સ્પર્શરૂપ છે. એટલે તે રૂપથી આ પુલ છે તેમ ઓળખાય છે. તેમ આ આત્મા છે તે ચૈતન્ય સ્વરૂપથી ઓળખાય છે. દ્રવ્યનું શું રૂપ છે ? ચેતન્ય એ તેનું પોતાનું રૂપ છે. સ્વરૂપ પ્રકાશિત હોય છે તે ચૌદ રાજલોકમાં પ્રકાશે છે. ઝળહળતું એવું ચૈતન્ય સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. સ્વરૂપ એ જગતમાં વ્યાપીને રહેનારું છે અને સ્વભાવ એ દ્રવ્યમાં રહેનારું છે તેથી સ્વભાવ એ દ્રવ્યનું પોતાનું (ભાવ) અસ્તિત્વ દેખાડે છે, કે આ આત્મ દ્રવ્ય છે. આ સ્વભાવ દ્રવ્યમાં જ રહે છે માટે જયાં જયાં આ સ્વભાવ છે ત્યાં ત્યાં આત્મા છે. અર્થાતુ, જયાં જયાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મ દ્રવ્ય છે. અને સાધકનો અંતર્નાદ Page #101 -------------------------------------------------------------------------- ________________ જયાં જયાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. તે જ્ઞાન જ આત્મ દ્રવ્ય છે એવી પ્રતીતિ કરાવે છે. પરંતુ સ્વરૂપ એ તો આત્મ દ્રવ્યના કિરણ રૂપ છે. કેમકે તે એટલો બધો તેજસ્વી શક્તિયુક્ત છે કે તેથી સમગ્ર જગતમાં આત્મ દ્રવ્યનું પોતાનું રૂપ ફેલાય છે માટે આત્મ દ્રવ્ય શકિતથી વ્યાપક છે અને વ્યક્તિથી તે દેહ વ્યાપી છે. રૂપ અને દ્રવ્ય અભિન્ન છે છતાં તે પ્રકાશિત હોવાથી સર્વત્ર વ્યાપે છે. માટે જ ચૈતન્યને જ્યોતિ સ્વરૂપ કહ્યું છે. ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે તેથી તે આત્મામાં શક્તિરૂપે રહેલું છે. શક્તિ માત્ર, દરેક દ્રવ્યમાં પોત પોતાની રહેલી છે અને તે શક્તિ અને શક્તિમાન અભિન્ન છે છતાં તે શક્તિ એ દ્રવ્યનું સ્વરૂપ પોતાનું રૂપ હોવાથી રૂપનું આભામંડળ હોય છે અને તે તેના પ્રમાણમાં ફેલાયેલું હોય છે. તેમ આત્મ શક્તિ બળવાન અને વિપુલ હોય છે, માટે તેનું આભામંડળ અર્થાતું, તેનું પોતાનું રૂપ વિસ્તૃત રીતે ફેલાય છે અર્થાતું, સમગ્ર જગતમાં (જયાં સુધી ગતિ, સ્થિતિ, અવગાહ શક્તિની સહાય છે ત્યાં સુધી) વ્યાપીને રહે છે. આ રીતે આત્માના સ્વરૂપનું (ચૈતન્યનું) ધ્યાન કરવાથી આત્મ દ્રવ્યનું ધ્યાન થાય છે અને આત્માના સ્વભાવ (જ્ઞાન)નું ધ્યાન કરવાથી આત્માની શુદ્ધ પર્યાયનું ધ્યાન થાય છે. સ્વરૂપ અને સ્વભાવ બંને આત્મામાં અભેદતાથી રહેલા છે. છતાં બંનેના સ્વરૂપ જુદા છે સ્વરૂપ તે આત્માની શક્તિ બતાવે છે અને સ્વભાવ એ આત્માનું કાર્ય બતાવે છે. શક્તિ દ્રવ્યનું પોતાનું રૂપ છે અને જ્ઞાન એ આત્મ દ્રવ્યનું કાર્ય (જાણવાનું) કરે છે. આત્મા જ્ઞાનરૂપ પર્યાયથી જાણે છે. આત્મા શક્તિરૂપે આત્માનું અસ્તિત્વ બતાવે છે. રૂપથી આત્માની પ્રતીતિ થાય છે. સ્વભાવથી આત્મા ઓળખી શકાય છે. ૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૨ મ.શુ. ૧૩, સં. ૨૦૪૮, જૈન મરચન્ટ સ્વ+રૂપ = આત્માનું રૂપ સ્વ+ભાવ = આત્માનો ભાવ સ્વરૂપે જોવા માટે છે. સ્વભાવ ઓળખવા માટે છે. આત્માને જોવો હોય તો આત્માનું રૂપ જે ચૈતન્ય છે. તેને જોવા માટે અભ્યાસ કરવો. આત્માને ઓળખવો હોય, અનુભવવો હોય તો આત્માના સ્વભાવને ઓળખવા માટે પ્રયત્ન કરવો. સ્વરૂપ તે શક્તિ છે, સ્વભાવ તે વ્યક્તિ છે. સમગ્ર જીવરાશિમાં શિવ છે તે શક્તિથી જોવાય છે. સમગ્ર જીવરાશિમાં ભિન્ન-ભિન્ન આત્મા છે તે વ્યક્તિથી જોવાય છે. સ્વરૂપ આત્માની ચૈતન્ય શક્તિ બતાવે છે. સાધકનો અંતર્નાદ Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ આત્માના અસ્તિત્વને બતાવે છે. જ્ઞાનાદિ આત્માનો સ્વભાવ છે. તે જ્ઞાનાદિથી જ આત્મા ઓળખાય છે. સ્વરૂપ તે આત્માનું ‘હું’ સ્વરૂપ છે. સ્વભાવ તે આત્માનું ‘મમ’ સ્વરૂપ છે. હું ચૈતન્ય સ્વરૂપ છું એમ આત્માને થાય છે. જ્ઞાન મારો સ્વભાવ છે એમ આત્માને થાય છે. ભૂ ધાતુમાંથી ભાવ શબ્દ બનેલો છે. ભૂ સત્તા અર્થમાં છે તેથી સ્વ એટલે આત્મા તેનો ભાવ એટલે સત્તા, આત્માની સત્તા અસ્તિત્વ જ્ઞાનાદિથી જણાય છે. હું અહીં છું એમ પોતાની સત્તા આત્મા જ્ઞાન દ્વારા બતાવે છે. ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે, તેને જોવા માટે વિશ્વ વ્યાપી ચૈતન્ય શક્તિનાં દર્શન કરવાં. તે મનરૂપી સાધન વડે ઉપયોગથી થાય છે. આ દર્શનથી સમ્યગ્ દર્શન નિર્મળ થાય છે અને આત્મા તેના દૃઢ અભ્યાસથી શુદ્ધ આત્મ (દ્રવ્ય) સ્વરૂપને અનુભવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે. તેને ઓળખવા માટે, અનુભવવા માટે આત્માના શુદ્ધ પર્યાયરૂપ અરિહંતાદિ નવપદોને ઓળખવા, વારંવાર તેનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો અને અભેદ ધ્યાનનો અભ્યાસ વધારવો. આ દૃઢ અભ્યાસથી આત્મા ઓળખાય છે, અનુભવાય છે, આત્માનુભવનો આનંદ અનુભવે છે. ચૈતન્ય સ્વરૂપ શક્તિરૂપ છે. તે ભિન્ન-ભિન્ન આત્માઓમાં એક જ રૂપે હોવાથી સકલ જીવરાશિની એકતાનો અનુભવ કરાવે છે, તે શક્તિ દ્રવ્યરૂપ છે. સ્વભાવ દરેક આત્માની ભિન્નતા દેખાડે છે, તે વ્યક્તિરૂપ છે માટે આત્માની પર્યાયરૂપ છે. માટે આત્માની ચૈતન્યશક્તિનાં દર્શન કરો. આત્માના જ્ઞાનાદિ સ્વભાવને અનુભવો. આ બંને વસ્તુ અભ્યાસ દ્વારા સાધ્ય છે. સ્વરૂપ અને સ્વભાવ કદી આત્માથી જુદા હોતા નથી. તે શુદ્ધ સ્વરૂપ અને શુદ્ધ સ્વભાવને જોવા અને અનુભવવા અભ્યાસ કરવાનો છે. તે કરવાથી અશુદ્ધ સ્વરૂપમાં ‘હું’ પણાની બુદ્ધિ છે તે ટળે છે. સ્વભાવ જાણવા, જોવાનો છે. માટે જ જીવને જાણવું, જોવું સહજ છે પણ અજ્ઞાનથી પર વસ્તુને પોતાની માને છે તેને જ જોઈ, જાણીને આનંદ પામે છે અને મમતા કરે છે. તે શુદ્ધ સ્વભાવના અભ્યાસથી અશુદ્ધ વસ્તુ (પર વસ્તુ)ની મમતા ટળે છે. અહં અને મમ તે ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાનાદિ સ્વભાવ. તેને માનવા તે જ સમ્યગ્ દર્શન નિશ્ચયથી જાણવું, સ્વરૂપ અને સ્વભાવને ઓળખવા તે જ નિશ્ચયથી સમ્યજ્ઞાન જાણવું, તથા સ્વરૂપ અને સ્વભાવમાં વિચરવું, રહેવું તેને સમ્યગ્ ચારિત્ર જાણવું. નિશ્ચયથી રત્નત્રયી પ્રગટ કરવા માટેનો અભ્યાસ સ્વરૂપ અને સ્વભાવને ઓળખવા તથા માનવા સાધકનો અંતર્નાદ 82 Page #103 -------------------------------------------------------------------------- ________________ આચરવારૂપ છે. અહંકાર એ સમ્યગુ જ્ઞાન-દર્શનને આવરે છે. જે પોતે નથી તેને એકાંતે તે સ્વરૂપે માને છે. હું પણાની બુદ્ધિ કરે છે. મમકાર એ સમ્યગું ચારિત્રને આવરે છે. જે પોતાનું નથી તેમાં મારાપણાની બુદ્ધિ કરે છે અને તેમાં રમે છે. તેને ટાળવા માટે ચૈતન્ય સ્વરૂપમાં હું પણાની બુદ્ધિ કરવી અને જ્ઞાનાદિ સ્વભાવમાં ‘મારાપણાની બુદ્ધિ કરવી, તેને ઓળખીને રમણતા કરવી એ જ નિશ્ચયથી રત્નત્રયી છે. વ્યવહારથી રત્નત્રયીની આરાધના નિશ્ચયથી રત્નત્રયી પ્રગટ કરવા માટે છે. માટે જ અહિંસા, સંયમ અને તપની આરાધના કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન છે. ૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૩ મ.વ. ૭, સં. ૨૦૪૮, સિદ્ધચક્ર અનંત આત્માનું સ્વરૂપ એક છે. તેનાં દર્શન એક ચેતન્ય શક્તિમાં થાય છે. એક ચૈતન્ય શક્તિમાં જ અનંત આત્માનાં દર્શન થઈ જાય છે. કારણ કે તેઓ સ્વરૂપથી ભિન્ન નથી. સ્વરૂપ એટલે આત્માનું પોતાનું રૂપ. સ્વરૂપ જોવાય છે. સ્વભાવ અનુભવાય છે. અનંત આત્માનો સ્વભાવ સરખો હોવા છતાં એક આત્મા બીજા આત્માના સ્વભાવને અનુભવી શકતો નથી. કારણ કે સ્વભાવ આત્માના અસ્તિત્વને ભિન્ન બતાવે છે. દ્રવ્યો અનંતા છે. શક્તિ એક છે. શક્તિ લક્ષણરૂપ છે અનંતા આત્માઓનું લક્ષણ એક “પયોri r[" જ છે, માટે શક્તિથી દ્રવ્યો એક છે અને સ્વભાવથી દ્રવ્યો ભિન્ન છે. સ્વરૂપ માટે જ સિદ્ધશિલા ઉપર બિરાજમાન અનંત આત્માઓ જ્યોતિમાં જ્યોતિ જેમ મળી જાય તેમ એકાકારતાને પામેલા હોય છે, પરંતુ દરેક સિદ્ધ પરમાત્મા પોત પોતાના સ્વભાવને અનુભવે છે, ભોગવે છે. દરેકના આનંદનો, સુખનો ભોગવટો જુદો જુદો છે. રૂ૫ બધાનું એક છે અને સ્વભાવ બધાનું અસ્તિત્વ જુદું જુદું છે. માટે એક આત્માને જુઓ કે ઘણા આત્માને જુઓ, એક જ ચૈતન્ય શક્તિનું જ દર્શન થશે. પરંતુ દરેક આત્માનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી પોતાની ગુણ સંપત્તિના ભોગવટામાં સહુ સ્વતંત્ર છે. દરેક આત્માનું જ્ઞાન વિગેરે ગુણો પોતપોતાની માલિકીના છે અને તે જેના હોય તેને જ તેનો અનુભવ હોય છે. આ રીતે દ્રવ્યની શક્તિ એક અર્થાત્, શક્તિથી દ્રવ્યની એકતા, વ્યક્તિથી દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. વ્યક્તિ પર્યાયરૂપ છે. જેને સ્વભાવથી ઓળખીએ છીએ. ૧૨. સ્વરૂપ (શક્તિ ) અને સ્વભાવ ૪ વૈ.શુ. ૧૪, સં. ૨૦૪૮, ભદ્રંકર સ્વાધ્યાય મંદિર આત્માનો જ્ઞાયકભાવ કદી અવરાતો નથી કારણ કે તે આત્માની શક્તિ છે અને જ્ઞાનગુણ અવરાય છે. કારણ કે તે આત્માનો સ્વભાવ છે. કર્મ શક્તિને ઢાંકી શકતું નથી, સ્વભાવ-ગુણને ઢાંકી શકે છે. માટે જ આત્માની શક્તિ આગળ સાધકનો અંતર્નાદ 83 Page #104 -------------------------------------------------------------------------- ________________ કર્મની શક્તિ પાંગળી છે, તે કારણે કર્મનો નાશ કરી આત્મા જીત મેળવી શકે છે. જો કે શક્તિ અને સ્વભાવ બન્ને અનાદિ કાળથી આત્માની સાથે સહજ છે. છતાં શક્તિ એ આત્માનું સ્વરૂપ છે તે કદી પલટાય નહિ, પલટાય તો એ આત્માનું અસ્તિત્વ કહી શકાય નહિ. સ્વભાવ મૂળથી પલટાતો નથી અર્થાત્, જ્ઞાન વિગેરેનો નાશ થતો નથી પણ જેમ વાદળો સૂર્યના તેજનો નાશ ન કરી શકે પણ તેના તેજને ઢાંકી દે છે તેમ કર્મ આત્માના ગુણને-સ્વભાવને ઢાંકી શકે છે એ કારણે તે પલટાય છે અર્થાત્, જેમ વાદળ સૂર્યના તેજને આછા કે ઘટ્ટ હોય તે પ્રમાણે પ્રકાશને રોકે છે તેમ કર્મ પણ આછાં કે ગાઢ હોય તે પ્રમાણે આત્માના જ્ઞાન પ્રકાશને રોકે છે. જ્ઞાયકભાવ એ આત્માની મહાન શક્તિરૂપ મૂડી છે તેના ઉપર જ આત્મા વેપાર કરીને કર્મનાં આવરણોને દૂર હઠાવી જ્ઞાન ગુણને સંપૂર્ણ પ્રગટાવે છે ત્યારે જ્ઞાયક ભાવ અનુભવાય છે. અર્થાત્, આત્મા પોતાની શક્તિ, સ્વરૂપને જોઈ શકે છે, અનુભવી શકે છે. સ્વરૂપ અને સ્વભાવ ૫ ઔદાસીન્ય ભાવ વૈ.વ. ૨, સં. ૨૦૪૮ આ ઔદાસીન્ય ભાવ પણ આત્મામાં સહજ છે. ભાવ એ શક્તિ સ્વરૂપ હોય છે. માટે તે આત્માની અંદર અનાદિ કાળથી પડેલો છે. જેમ જ્ઞાયકભાવ અને જ્ઞાનને ઓળખવા માટે તેની વહેંચણી કરીને શાયકભાવને દ્રવ્ય સ્વરૂપ ઓળખાવ્યો, જ્ઞાનને ગુણ (પર્યાય) સ્વરૂપ ઓળખાવ્યો જો કે શક્તિ અને સ્વભાવ બન્ને અનાદિ કાળથી આત્માના સહજ જ છે. છતાં શક્તિ અવરાતી નથી. અવરાતી નથી માટે પલટાતી નથી. સ્વભાવ અવરાય છે માટે તેમાં તરતમતા જણાવાથી તે પલટાય છે એમ કહેવાય છે. પરંતુ ગુણનું સ્વરૂપ પલટાતું નથી. આ રીતે દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા કંઈક અંશે છે તે બતાવવા, સમજવા માટેની આ વિચારણા છે. એ જ રીતે ઔદાસીન્ય ભાવ એ આત્માનું દ્રવ્ય સ્વરૂપ છે કેમકે આ શક્તિ આત્માની સહજ છે અને ઉદાસીનતા એ આત્માનું ગુણ સ્વરૂપ છે. જેમ જ્ઞાન ગુણ અવરાય છે તેમ ઉદાસીનતા પણ અવરાય છે, તે અવરાય છે મોહનીય કર્મથી. (જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મથી જેમ) તેથી સંસારના પદાર્થો પરની અર્થાત્, આત્માથી જે પર વસ્તુ છે તેમાં સદા ઉદાસીન રહેવાના સ્વભાવવાળો આત્મા મોહના ઉદયથી સ્વ (આત્મા) પ્રત્યે ઉદાસીન રહે છે અને પર વસ્તુમાં મૂંઝાય છે. સહજ ઉદાસીનતાથી તો આત્મા પર વસ્તુમાં જરાય લેપાતો નથી અને રાગ-દ્વેષ ઉદ્ભવતા નથી. આ ઔદાસીન્ય ભાવ સ્વરૂપ આત્મદ્રવ્ય (શુદ્ધ)નો યત્કિંચિત્ અનુભવ થાય ત્યારે તે ભાવમાં મધુરતાનો આસ્વાદ આવે છે. જયારે મોહના આવરણથી આ ભાવ જે ગુણ સ્વરૂપ છે તેનો અનુભવ થાય છે ત્યારે કટુતાનો અનુભવ થાય છે. મધુરતા એ આનંદસ્વરૂપ છે, કટુતા એ શોક સ્વરૂપ છે. આ આનંદ આત્મામાંથી ઉદ્ભવેલો છે, સાધકનો અંતર્નાદ 84 Page #105 -------------------------------------------------------------------------- ________________ શોક કર્મના સંબંધથી છે, માટે પર જન્ય છે. ઔદાસીન્ય ભાવમાં મધુરતાનો આસ્વાદ આવે છે તેનું કારણ તેટલો સમય જગતના પદાર્થો સાથેનો સંબંધ છૂટી જાય છે. ચિત્તવૃત્તિ નિષ્ક્રિય બની જાય છે. સર્વ વસ્તુઓમાં સમાનતાવાળું ચિત્ત બની જવાથી સ્થિરતાને ધારણ કરે છે. ઔદાસીન્યમાં ચિત્તની લગભગ શૂન્યાવસ્થા હોય છે. વિકલ્પોના તરંગો શાંત થઈ ગયા હોય છે. નિસ્તરંગ ચિત્તનો લય થઈ જાય છે ત્યારે આત્માની સંપૂર્ણ જાગ્રત અવસ્થા થવાથી સ્વમાં સ્થિર થઈ તેમાં રહી શકે છે. ઉદાસીનતા એ જ્ઞાન ગુણની જેમ એક અદ્ભુત ગુણ છે. તે ચારિત્ર ગુણને પ્રગટાવવામાં સદા તત્પર છે. ઔદાસીન્યભાવ એ આત્મામાં રહેલી અદ્ભુત શક્તિ છે. જ્ઞાયકભાવ જેમ જ્ઞાન ગુણને પ્રગટાવે છે તેમ ઔદાસીન્ય ભાવ ચારિત્ર ગુણને પ્રગટાવે છે. શાયકભાવ જેમ જ્ઞાન સ્વરૂપ છે તેમ ઔદાસીન્યભાવ એ આનંદ સ્વરૂપ છે. જ્ઞાનથી આત્મા જાણે છે. આનંદને આત્મા ભોગવે છે. ૧૩. આત્માને જગત સાથે સંબંધ પો.વ. ૮, સં. ૨૦૪૮, શેરીસા જગત ષટ્ દ્રવ્યાત્મક છે. આપણા આત્માને જગત સાથે પણ્ દ્રવ્યનો સંબંધ છે. તેમાં ધર્માસ્તિકાયાદિ ત્રણ અને કાળ સાથે સંબંધ છે પણ તે પરોક્ષ છે. જીવ અને પુદ્ગલ સાથે સંબંધ છે તે દેખાય છે માટે પ્રત્યક્ષ છે. જે પરોક્ષ સંબંધ છે તે દેખાતો નથી પણ ગતિ, સ્થિતિ, અવગાહન થવાથી અનુભવાય છે. જીવને પુદ્ગલ સાથે સંબંધ અનાદિ કાળથી છે. જીવ કર્મથી પ્રેરાયેલો ઔદારિક આદિ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે અર્થાત્, જીવ પુદ્ગલોને લે છે અને છોડી દે છે. આ રીતે નિરંતર ઔદારિક, તૈજસ, કર્મણ પુદ્ગલોના સંબંધમાં તે આવેલો છે (રહેલો છે). વળી તે શરીરરૂપે રહેલા પુદ્ગલના રખોપા માટે આહારાદિ, જલ, ઉપધિ આદિ જે પુદ્ગલ સ્વરૂપ છે તેના સંબંધમાં પણ તે આવે છે. આ બધા સંબંધમાં કોઈ તેનું (આત્માનું) નથી. ફકત સંયોગ (સંબંધ)માં આવેલ છે. પોતાને તો આમાંનું કાંઈ ખપતું નથી પણ તેની પાડોશમાં રહેલા કર્મની પ્રેરણાથી ગ્રહણ કરે છે. છતાં પોતે (આત્મા) જીવનનો સઘળો સમય અને પુરુષાર્થ તથા બુદ્ધિ જે પોતાની મૂડી (જ્ઞાન શક્તિ, વીર્ય શક્તિ)છે તે તેમાં (પુદ્ગલરૂપ આહારાદિ, ઉપધિ આદિ જે ફકત ઔદારિક શરીરના રખોપા માટે સંગ્રહ્યા હતા તેમાં ખર્ચી નાંખે છે. ફકત મૂડી જ ખર્ચે છે એટલું નહિ પણ ઝળહળતું સાચું દર્શન અને નિજ રમણતારૂપ ચારિત્ર તેને ઢાંકી દઈને બેઠેલો મોહ આત્માને ભાન ભૂલાવે છે અને આત્માથી પર એવા પુદ્ગલને પોતાનું સ્વરૂપ મનાવે છે. ઔદારિક શરીર આદિ જે પુદ્ગલ સાથે કેવળ કર્મના પ્રેરાયેલા, તેને સંબંધ રાખવો પડયો છે, તે ભૂલી ગયો અને તે સ્વરૂપ બની ગયો હોય તેવું માનીને તેવું જ વર્તન કરવા માંડયું. આ શરીર સાધકનો અંતર્નાદ 85 Page #106 -------------------------------------------------------------------------- ________________ તે હું અને વર્તનથી આ મારા શરીરને આમ થયું છે વિગેરે કોઈ શારીરિક અવસ્થા (બાલ, યૌવન, વૃદ્ધ) તે પોતાની જ માનવા લાગ્યો. રૂપાળું, કુબડું, રોગી, નીરોગી, ભૂખ્યો, તૃપ્ત, થાક, આરામ બધામાં જ હું ની બુદ્ધિ થવા માંડી, પછી તો જીવ કાંઈ બાકી રાએ ? તે શરીરના રખોપા માટે સંબંધમાં રાખેલા આહાર, ઉપધિ એ પણ આત્માના લાગવા માંડયા. જે આત્માથી શરીર કરતાં ઘણા દૂર છે, જે પ્રત્યક્ષ આત્માથી અતિ ભિન્ન (ભિજ્ઞાતિભિન્ન) પોતે જ દેખે છે અને અનુભવે છે. છતાં શરીર કરતાં ય તેની પ્રીતિ અનુપમ બની જાય છે અને તેની અનુકૂળતા-પ્રતિકૂળતા મોહને ભળાવીને આત્મા તેમાં લીન બનીને રાગ, દ્વેષને (આત્મા ફુટબોલ બને છે) પોતે ફુટબોલ બનીને રમવા દે છે અને પોતાને કર્મ (આઠ) રૂપ સોજા ચઢતા જ જાય છે તે પણ ભાનભૂલ્યો જાણતો નથી. આ રીતે આ જગતમાં આત્મા જગતમાં એક સ્વરૂપમાં રહેલા પુદ્ગલના સંબંધથી નિરંતર મુસાફરી કર્યા જ કરે છે. તેનો અંત હજુ સુધી આવ્યો નથી. બીજું, આત્માને આત્મા સાથે સંબંધ છે. સજાતીયપણાથી માટે ઉમાસ્વાતિ વાચક મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં જીવના લક્ષણમાં બતાવ્યું છે કે ‘“પયોગો ક્ષળમ્’’ ઉપયોગ જયાં જયાં છે, ત્યાં જીવ છે. માટે આત્મવત્ જીવને સકલ જીવરાશિ સાથે સંબંધ છે. આ સંબંધ લક્ષણથી કહ્યો. બીજું એક જીવના સંબંધનું લક્ષણ કહ્યું છે કે “પરસ્પરોપગ્રદો નીવાનામ્' જીવોને પરસ્પર સંબંધ હોવાના કારણે અનુગ્રહ-નિગ્રહ થાય છે. જો સંબધ ન હોય તો એક જીવથી બીજા જીવને અનુગ્રહ કે નિગ્રહ ન થાય. પરંતુ આપણને તે જાણવા અનુભવવા મળે છે કે તમે કોઈ પણ જીવનો ઉપકાર કરો તો તમને તે સ્વર્ગમાં મોકલી દે અને જો તેનો નિગ્રહ કરો, નાશ કરો તો તે નરકમાં મોકલી દે. આ સંબંધના કારણે બને છે. જીવ જીવને સંબંધ ઉપકારી, અપકારી અને અપરિચિત એમ ત્રણ રીતે હોય છે. ૧૪. જ્ઞાયકભાવ વૈ.શુ. ૧૫ જ્ઞાયકભાવ એ આત્માની શક્તિ છે. શક્તિ એ આત્માનું સ્વરૂપ છે. માટે આત્મ દ્રવ્યની જેમ તે સત્ છે. અર્થાત્, તેનું અસ્તિત્વ માત્ર છે પરંતુ જ્ઞાનાદિ પર્યાય તે કાર્યશીલ છે. જાણવું, જોવું, અનુભવવું તે પર્યાય દ્વારા થાય છે. તેમ આત્મામાં રહેલો શાકભાવ પણ સત્-અસ્તિત્વ રૂપ છે. કારણ કે આત્માની તે એક શક્તિ છે. તેના અસ્તિત્વથી જ્ઞાનાદિ પર્યાય દ્વારા આત્મા જોઈ શકે છે, જાણી શકે છે. એ રીતે આત્મામાં ક્ષાયિકભાવ પણ રહેલો છે. તે પણ સત્ સ્વરૂપ છે. પરંતુ તે કર્મોના ક્ષયની અપેક્ષાએ પ્રગટે છે માટે તેનું નામ ક્ષાયિકભાવ છે. તે પણ આત્માની સાથે અનાદિથી સહજ છે. જો તે શક્તિ સ્વરૂપ ક્ષાયિક ભાવનું અસ્તિત્વ ન હોય તો આત્મા કદી કર્મની ક્ષીણતા ન કરી શકે. તેના અસ્તિત્વથી ચાર ઘાતિ કર્મનો ક્ષય થવાથી આત્મા નિજ ગુણનો ભોકતા બની શકે છે. સ્વમાં રમણતા, સ્થિરતા થવાથી અનંત કાળ સુધી સ્વરૂપ રમણી સ્વરૂપ ભોગી નિજાનંદમાં રહે છે. આ પણ શક્તિ સાધકનો અંતર્નાદ 86 Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ (ક્ષાયિકભાવ)ની પ્રગટેલી પર્યાય શુદ્ધ છે. પર્યાય આત્માની સહજ છે. માટે જેમ જ્ઞાયકભાવ કદી અવરાતો નથી તેમ ક્ષાયિકભાવ પણ અવરાતો નથી. જે અવરાય છે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણો છે. તે અવરાતા હોવાથી પલટાય છે, માટે પર્યાય કહેવાય છે. જો કે જ્ઞાનાદિ ગુણોનો મૂળ સ્વભાવ પલટાતો નથી. પણ આવરણના કારણે તે પરિવર્તનશીલ છે માટે સહભાવી ગુણ અને ક્રમભાવી પર્યાય કહી છે. વૈ.વ. ૧, સં. ૨૦૪૮ જ્ઞાયકભાવ જેનો પ્રગટ સંપૂર્ણ છે તે આત્માનો પરમાત્મભાવ સોળે કળાએ ખીલી ઊઠેલો હોય છે. પરમાત્મભાવ એટલે આત્માની શુદ્ધતાનું અસ્તિત્વ. આ અસ્તિત્વ અનાદિ કાળથી આત્મામાં છે. કેમકે આત્મત્વ વિના આત્મા હોઈ શકે નહિ. અર્થાત્, આત્મા સત્ છે તો તેમાં રહેલું આત્મત્વ સત્ છે. આત્મત્વ સત્ છે તો તેની શુદ્ધતા પણ તેમાં સત્ (રહેલી જ) જ છે. એ શુદ્ધતા છે એ જ પરમાત્મભાવ છે. પરમાત્મભાવમાં શાયકાદિ ભાવો સમુદાયરૂપે અનાદિ કાળથી સ્થિર છે. જયારે પરમાત્મભાવ અર્થાત્, આત્માની શુદ્ધતા પ્રગટ થાય છે ત્યારે શાયકાદિ ભાવો પણ પ્રગટરૂપે હોય છે. જયાં સુધી આત્માને ઘાત કરનારાં કર્મો આત્માના ગુણોને ઢાંકીને રહેલા છે ત્યાં સુધી જ્ઞાયકભાવ પરમાત્મભાવ વિગેરે એવાને એવા જ હોય છે છતાં આત્મા તેને અનુભવી શકતો નથી. આત્માને કર્મના આવરણ તળે શુદ્ધતા અનુભવાતી નથી, જો કે કર્મ આત્મા સાથે સંયોગ સંબંધે રહ્યા છે તેથી આત્માની શુદ્ધતાને હણી શકતું નથી પરંતુ કર્મ પોતાની મલિનતાની છાયા આત્માની બાજુમાં રહેલા હોવાથી આત્મામાં પાડ્યા વિના રહેતા નથી. તેની છાયા પડવાથી તે મલિનતા પણ અનુભવે છે અને તેના કા૨ણે સારી ખોટી અસર તળે આવ્યા કરે છે અને પોતાની મૂળભૂત શુદ્ધતાનું વિસ્મરણ થઈ રહ્યું છે અને શુદ્ધતા તો કદી હણાતી નથી. માટે આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણા સદા કરવી અને કર્મના પડછાયામાંથી ખસવા હંમેશાં પ્રયત્ન કરવો. એ પ્રયત્નને જ સમ્યગ્ કહેવાય છે. આત્માની શુદ્ધતા અને કર્મના પડછાયાને ઓળખ્યો તે દર્શન, શુદ્ધતા અને કર્મના પડછાયાનો પરિચય થયો તે જ્ઞાન, શુદ્ધતા અને કર્મના પડછાયામાંથી ખસવાનો પ્રબળ પુરુષાર્થ તે જ સમ્યગ્ ચારિત્ર છે. તે ઓળખવા ગુરુના સમાગમમાં રહેવું, તેનો પરિચય કરવા આગમનો સંપર્ક કરવો, અર્થાત્, આગમનાં ગૂઢ રહસ્યોને આત્મસાત્ કરવાં, આગમમાં કહેલા પદાર્થોનું ચિંતન (અનુપ્રેક્ષા) કરી રહસ્યો મેળવી ભાવિત થવું. પ્રબળ પુરુષાર્થ કરવા આગમમાં બતાવેલા ઉપાયોને યોગ્ય સ્થાને અજમાવવા સક્રિય બનવું. ‘સમ્પર્શનજ્ઞાનવારિધિ મોક્ષમાń:'' દર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા આત્માની શુદ્ધતા પ્રગટ કરવી અર્થાત્, પરમાત્મભાવ જે અનાદિથી સહજભાવ છે તે પ્રગટ કરીને આનંદ સહજ જે છે તેમાં મહાલવું. સાધકનો અંતર્નાદ ૧૫. પરમાત્મભાવ 87 Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૬. બહિરાત્મભાવ વે.વ. ૩, સં. ૨૦૪૮, દેવકીનંદન આત્મભાવની બહાર રહેવું તેનું નામ બહિરાત્મભાવ. આત્મભાવ એ સહજ સ્વરૂપ છે, પણ તેની બહાર રહેવું તે તેનું સહજ સ્વરૂપ નથી. પરંતુ આ ભાવ પણ છે અનાદિકાલીન. કર્મના સંબંધમાં આવવાની યોગ્યતા (સહજમલ) અનાદિ કાલીન હોવાથી કર્મબદ્ધઆત્મા કર્માધીન બનેલો, કર્મથી પ્રેરાયેલા આત્માની બહાર રહે છે. તે કારણથી આત્મભાવ એ આત્માની શક્તિ સ્વરૂપ છે પણ બહિરાત્મભાવ તે આત્માનું બહિરંગ સ્વરૂપ છે, કદરૂપું સ્વરૂપ છે. તેનો નાશ થતો હોવાથી તે સહજ શક્તિ સ્વરૂપ નથી છતાં બહિરાત્મભાવ કહેવાય છે તેનું કારણ તે કદરૂપું પણ આત્માનું સ્વરૂપ છે. કર્મને આધીન પણ આત્મા જ પોતાના ભાવની બહાર જઈને રહે છે, તેનો અર્થ પોતાનું શક્તિ સ્વરૂપ ભૂલીને પરમાં સ્વ શક્તિની ભ્રાંતિથી તે મય બની જાય છે તે પર શક્તિ સ્વરૂપમાં સ્વનું સ્થાન ગોઠવી દે છે માટે તેને પણ આત્મભાવ કહેવાય છે. પણ બ્રાનિતરૂપ શક્તિ સ્વરૂપે છે. પરમાત્મભાવ તે આત્માના શુદ્ધ સ્વરૂપની શક્તિ છે. બહિરાત્મભાવ તે આત્માના અશુદ્ધ સ્વરૂપની શક્તિ છે. તે અશુદ્ધ છે તે પરના રંગથી છે માટે સહજ નથી. જે સહજ નથી તે નાશવંત છે. જે નાશવંત છે તેને આત્માથી ખસેડી શકાય છે. તે ખસેડવાનો પ્રયત્ન તે પરમાત્મભાવને પ્રગટ કરે છે. તે પ્રયત્ન ધ્યાનાદિ દ્વારા થઈ શકે છે. શુકલધ્યાનના બળથી એ શકય બને છે તે પહેલાં ધર્મધ્યાન દ્વારા તેનું (બહિરાત્મભાવનું) બળ ઓછું કરી શકાય છે. માટે ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન ધ્યાવવું. ૧૦. અહિંસક ભાવ . ૪, સં. ૨૦૪૮, દેવકીનંદન ભાવને અધ્યવસાયરૂપ માનવામાં આવે છે. અહીં અહિંસકભાવની વિચારણામાં હિંસા નહિ કરવાના અધ્યવસાય અથવા અહિંસાના અધ્યવસાય. આપણે જ્ઞાયકભાવ વિગેરે અનાદિ સનાતન ભાવોમાં ભાવ શબ્દને આત્માની શક્તિરૂપ વિચાર્યો છે. તેથી ભાવ એ આત્માની બહારની કોઈ વસ્તુ નથી, આત્માની સાથે સદા રહેનારી વસ્તુ છે. માટે તે આત્માની જ એક શક્તિરૂપ છે. ભાવ શબ્દ ભૂ ધાતુમાંથી બનેલો છે. હોવું, થવું અર્થને કહેનારો શબ્દ હોવાથી તે અસ્તિત્વ સૂચક છે. પરંતુ જે અસ્તિત્વ માત્ર બતાવે છે તે ભાવશબ્દ શક્તિસ્વરૂપ બતાવે છે. એવા ભાવોમાં જ્ઞાયકભાવ તે સ્થાયીભાવ છે તે કદી અજ્ઞાયક ભાવ બનતો નથી અથવા અજ્ઞાયક એવો શબ્દ પણ કૃત્રિમ એટલે કર્મના સંબંધથી પણ (અજ્ઞાયકત્વ) થયેલો ભાવ બની શકતો નથી કારણ કે જો તેમ બને તો જીવત્વને હાનિ પહોંચે, માટે તે સ્થાયીભાવ છે. બહિરાત્મભાવ, હિંસક ભાવ એમાં પણ ભાવ શબ્દ છે તેથી આત્માની શકિત જે પરમાત્મભાવ અને અહિંસકભાવરૂપ હતી તેની વિરુદ્ધના ભાવો જયારે આત્મા સ્વ સ્વરૂપની બહાર જાય છે ત્યારે તેનું સાધકનો અંતર્નાદ Page #109 -------------------------------------------------------------------------- ________________ કદરૂપું સ્વરૂપ જે લાગે છે તેને બહિરાત્મા, હિંસક વિગેરે કહેવાય છે. માટે જે જે ભાવમાં વસ્તુનું સ્વરૂપ બદલાયેલું ભાસે છે તે તે ભાવમાં અધ્યવસાય અર્થ લેવો, કારણ કે અધ્યવસાય બદલાતા રહે છે માટે વસ્તુનું સ્વરૂપ બદલાયેલું લાગે છે. જો કે આત્માનું મૂળ સ્વરૂપ જે પરમાત્મભાવ, અહિંસકભાવ છે તે તો તે રૂપે જ છે પરંતુ અધ્યવસાયો બદલાતાં તે વિરોધી ભાવ ભાસે છે માટે પરમાત્મભાવ અહિંસકભાવ, ઔદાસીન્યભાવ વિગેરેમાં મૂળ સ્વરૂપમાં ભાવ શબ્દ અસ્તિત્વને બતાવે છે ઉપાધિ આવતાં ભાવ શબ્દ અધ્યવસાય અર્થને બતાવે છે. માટે અહિંસકભાવ આત્માનો પોતાનો છે, તે પોતાના સ્વરૂપમાં રહે છે ત્યાં સુધી તે સ્થિર હોય છે. આત્મા સ્વરૂપની બહાર જાય છે ત્યારે આત્માના (સ્વ કે પરના) ભાવ પ્રાણોને નિરંતર હણે છે, ત્યારે હિંસકભાવ કહેવાય છે. દ્રવ્ય પ્રાણોને હણવા તે ક્રિયારૂપ છે, ભાવપ્રાણોને હણવા તે ભાવરૂપ છે, અધ્યવસાયરૂપ છે. માટે જ હિંસકભાવ તે ચીકણા કર્મને સંચિત કરે છે. કેવળ હિંસારૂપ ક્રિયા તે શુષ્ક કર્મને સંચિત કરે છે. ૧૮. ધર્મ ૧ || ‘ધમાં મારા મુષ્ઠિરું, હિંસા સંગમાં તો'' ।। || “વધુ સદાવો ધમ્મા'' || અહિંસા, સંયમ અને તપ એ વ્યવહાર નયથી ધર્મ છે. અર્થાત્, ધર્મનું સ્વરૂપ વ્યવહારથી અહિંસા, સંયમ અને તપ છે અને વસ્તુનો સ્વભાવ એ નિશ્ચયનયથી ધર્મ છે. અર્થાત્, ધર્મનું સ્વરૂપ વાસ્તવિકતાથી વસ્તુનો સ્વભાવ છે. આ બન્ને નયથી ધર્મને સમજીને આત્મ સ્વભાવને પ્રગટ કરવાનો છે. અર્થાત્, કર્મથી મુક્ત થવાનું છે. પ્રથમ વ્યવહાર ધર્મને સમજીએ. તે ધર્મને ત્રણમાં સમાવિષ્ટ કર્યો છે. ૧. અહિંસા ૨. સંયમ ૩. તપ વ્યવહાર ધર્મને આચરીને જીવનચર્યા સુધારવાની છે. નિશ્ચય ધર્મને સાધ્ય બનાવીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. વ્યવહાર ધર્મ સાધન છે, નિશ્ચય ધર્મ સાધ્ય છે. સાધકે સાધન દ્વારા સાધ્યના લક્ષ્યથી સિદ્ધિ મેળવવાની છે. કેવળ સાધનને જ ધર્મ માની લેવાથી સિદ્ધિ થતી નથી. પરંતુ સાધન ધર્મને સમજીને સાધ્યને લક્ષ્યબિંદુમાં લઈને સાધનને ઉપાયરૂપે નિમિત્ત બનાવવાનું છે અર્થાત્, આલંબન બનાવવાનું છે. તે આલંબનના સેવનથી જીવનચર્યા જે અશુભ-અશુદ્ધ હતી તે શુભ બને છે. વસ્તુ ઃ અહીં આત્મા છે તેનો સ્વભાવ નિશ્ચયથી શુદ્ધ છે. તે પ્રગટાવવા શુભ જીવનચર્યા નિમિત્તરૂપ છે. તે કેવી રીતે ? આત્માનો સ્વભાવ અહિંસક છે. આત્મા પરભાવમાં જવાથી વિભાવદશામાં હિંસક બન્યો છે. સાધકનો અંતર્નાદ વૈ.વ. ૫, સં. ૨૦૪૮, દેવકીનંદન 89 Page #110 -------------------------------------------------------------------------- ________________ માટે અહિંસા રૂપ વ્યવહાર ધર્મનું આચરીને જીવનમાં વણાઈ ગયેલી હિંસકતા સુધારીને પ્રથમ વ્યવહારથી અહિંસા માનવામાં, સમજવામાં અને આચરણમાં લાવવી જોઈએ. આત્માનો મૂળ સ્વભાવ (અહિંસક) પ્રગટાવવા માટે જીવમાત્રને આત્મ સમાન માનીને, તે દષ્ટિએ જોવા અને પછી અહિંસક વર્તન જીવો સાથે કરવું. બીજા જીવનાં દ્રવ્ય પ્રાણના નાશથી આપણો અહિંસક સ્વભાવ કેમ અવરાય ? જ: જીવ માત્ર સાથે જીવને સજાતીયપણાનો સંબંધ છે. દરેક જીવને જીવવું ગમે છે, આપણી જેમ તેના પ્રાણનાશથી તે દુઃખી થાય છે. જીવ માત્રને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. કોઈ પણ જીવને હણીએ તો જીવત્વેને આપણે સંબંધ હોવાથી જેને તું હણે છે તે તે પોતે જ છું. આ રીતે સજાતીયતાથી અભેદ હોવાથી આપણે સંબંધથી ગુનેગાર બનીએ છીએ અને કર્મસત્તાની સજારૂપે એ આવરણ કરીને અહિંસકભાવને ઢાંકી દે છે. અર્થાતુ, તારી મૂડી લૂંટી લે છે ભિખારી બનાવે છે. હવે અહિંસક ભાવ પ્રગટાવવા માટે અહિંસાના પ્રકારો સમજવા જોઈએ. હિંસા દ્રવ્ય પ્રાણોના નાશથી અને ભાવ પ્રાણોના નાશથી થાય છે. દ્રવ્ય અને ભાવ પ્રાણોની રક્ષાથી અહિંસા ધર્મ થાય છે. તેમાં દ્રવ્ય પ્રાણોની રક્ષા માટે જીવન જીવવા માટે થતી ક્રિયા અર્થાતું, શરીરના ધર્મોમાં થતી ક્રિયા, વર્તન સુધારવાં પડે છે. શરીરના ધર્મો-ખાવું, પીવું, બોલવું, ચાલવું, સુવું, બેસવું, ઊભું રહેવું, નિહાર વિગેરે. તેમાં થતી જીવોના દ્રવ્ય પ્રાણીની રક્ષા કરવી તે અહિંસા ધર્મ. રક્ષા કેવી રીતે કરવી? તે માટે દશ વૈકાલિક સૂત્રમાં જોવું. ધર્મ ૨ વિ.વ. ૬, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મ છે. આ ત્રણમાં સકલ શાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે. જે કાંઈ ધર્મનું સ્વરૂપ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે તે આ ત્રણમાં સમાઈ જાય છે. માટે ત્રણ વસ્તુ ઉપર જેટલું ચિંતન કરીએ એટલું ઓછું છે. આત્મામાં (દરેક પદાર્થોમાં) બે ધર્મ રહેલા છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય ધર્મ એ નિશ્ચયનયને અવલંબે છે. વિશેષ ધર્મ, એ વ્યવહાર ધર્મને અવલંબે છે. આ સર્વ સામાન્ય વસ્તુના મુખ્ય ધર્મની વાત કરી તે મુખ્ય ધર્મો દરેક વસ્તુમાં રહેલા હોવાથી અહિંસા, સંયમ અને તપ એ ત્રણેને નિશ્ચય અને વ્યવહારથી સમજવા જોઈએ. વ્યવહારથી અહિંસા આપણા શરીરની ચેષ્ટા (ખાવું, બોલવું વગેરે.) થી થતી દ્રવ્ય પ્રાણોના નાશરૂપ હિંસાથી બચવું તે. વ્યવહારથી સંયમ - આપણા મન, વચન, કાયાનો કાબૂ. સાધકનો અંતર્નાદ 90 Page #111 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારથી તપ - બાહ્ય તપશ્ચરણ. નિશ્ચયથી અહિંસા - સ્વ-પર ભાવ પ્રાણોનું રક્ષણ કરવું. નિશ્ચયથી સંયમ - આપણા ઉપયોગનો કાબૂ. નિશ્ચયથી તપ - ઉપયોગની સ્થિરતા. ધર્મ ૩ વૈ.વ.પ્ર. ૭, સં. ૨૦૪૮ અહિંસા, સંયમ, તપ એ ત્રણ નિશ્ચયથી અને વ્યવહારથી ધર્મ સ્વરૂપ છે. વ્યવહારથી ધર્મ અનુષ્ઠાનરૂપ છે. તેનું આચરણ કરવાથી અશુભ યોગોનું પરિમાર્જન થાય છે અને શુભમાં પ્રવર્તન થાય છે. ધર્મ ત્રણે યોગથી કરવાનો છે. યોગની અશુભ પ્રવૃત્તિ તે જ અધર્મ છે. તેને શુભમાં પ્રવર્તાવવા પરમાત્માએ અનુષ્ઠાનરૂપ વ્યવહાર ધર્મ બતાવ્યો છે. નિશ્ચયધર્મને પ્રગટાવવા આ વ્યવહાર ધર્મ આલંબન છે. તેના આલંબનથી યોગોની અશુભ પ્રવૃત્તિ ટળે છે અને આત્મા શુભ પ્રવૃત્તિમાં જોડાય છે. શુભમાં જોડાવાથી અશુભ કર્મ બંધ અટકે છે, શુભનો બંધ શરૂ થાય છે અને વારંવાર શુભના સેવનથી અને અનુમોદનથી શુભનો અનુબંધ એવો થાય છે કે શુદ્ધ ધર્મ પ્રગટવાનું બીજ પડે છે. ગુણ પ્રાગટયની ભૂમિકા તૈયાર થાય છે કારણ કે અનુબંધી શુભ કર્મ નિશ્ચય ધર્મ પ્રગટ કરવા માટેની બાહ્ય સર્વ સામગ્રી પ્રગટ કરી આપે છે પછી તો કેવળ પુરુષાર્થ જ બાકી રહે છે. પછી તો સામાન્ય પુરુષાર્થથી નિજ સત્તા પ્રગટ કરવાનું બને એવી સરળતાવાળી ભૂમિકા રચાય છે. યોગ પ્રવૃત્તિ શુભ બને તો તેમાં જોડાયેલો ઉપયોગ શુભ બને અને આત્મ પુરુષાર્થ સાથે સાથે જોરદાર બને તો ઉપયોગ અશુદ્ધ મટીને શુદ્ધ બને. અહીં નિશ્ચયથી અહિંસા, સંયમ, તપ એ ત્રણેમાં ઉપયોગનું જ પ્રવર્તન બતાવ્યું છે. અહિંસા, સંયમ, તપ એ ત્રણે ક્રિયા સ્વરૂપ છે માટે નિશ્ચયથી આ ત્રણેમાં ઉપયોગની ક્રિયા કેવી હોય? તે બતાવવા માટે કહ્યું કે - અહિંસામાં સ્વ-પર ભાવ પ્રાણી (ઉપયોગ)નું રક્ષણ કરવું. સંયમમાં - ઉપયોગને કાબૂમાં રાખવો. તપમાં - ઉપયોગને સ્થિર રાખવો. વ્યવહારથી અહિંસા, સંયમ, અને તપ એ ત્રણેમાં યોગનું પ્રવર્તન બતાવ્યું છે. શુભ યોગના પ્રવર્તનમાં ત્રણે યોગથી જીવના પ્રાણીની રક્ષા કરવી તે અહિંસા. ત્રણે યોગથી પાંચ ઈન્દ્રિયોને કાબૂમાં રાખી સંયમિત બનાવવી તે સંયમ. ત્રણે યોગથી તપવું - તે તપ, મન વચન, કાયાના યોગોને તપાવવા તે ત૫. સાધકનો અંતર્નાદ Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ૪ વૈ.વ.ઢી. ૭, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ, તપ એ આત્માનું સ્વરૂપ છે. કેમકે આત્મામાં અનાદિ કાળથી અહિંસક ભાવ સહજ છે માટે જ પુરુષાર્થ દ્વારા પ્રગટાવી શકાય છે. આત્મામાં સ્વતંત્રતા, સ્વાધીનતાનો સ્વભાવ સહજ છે માટે જ પુરુષાર્થ દ્વારા પાંચ ઈન્દ્રિયોના વિષયોની પરાધીનતામાંથી છૂટી સદા કાળ માટે સ્વતંત્ર બની શકે છે. આત્મામાં અણાહારીપણું સહજ છે કર્મના આવરણથી ઢંકાયેલો અણાહારી સ્વભાવ આત્મા પુરુષાર્થ દ્વારા પ્રગટ કરી શકે છે. આત્માની અહિંસકતા, સ્વાધીનતા અને અણાહારીતા પ્રગટ કરવા માટે અહિંસા, સંયમ અને તપરૂપ અનુષ્ઠાનના આલંબનરૂપ પ્રભુએ પ્રકાશ્યા છે. પરમાત્માને તે ધર્મ પ્રગટ છે માટે આદર્શરૂપે પરમાત્માનું આલંબન લેવાનું અને ઉપાયરૂપે પરમાત્માની વાણીનું આલંબન લેવાનું છે. પરમાત્મા અહિંસામૂર્તિ, સંયમમૂર્તિ, તપોમૂર્તિ છે. તેમનાં દર્શન માત્રથી તે તે સ્વરૂપ પ્રગટ કરવાની ઈચ્છા થાય છે નિશ્ચયથી આત્મ સ્વરૂપની એકતાના કારણે નિજ આત્મામાં પડેલું તે સ્વરૂપ દેખાય છે, શ્રદ્ધાય છે અને પ્રગટ કરવાની ઝંખના થતાં તેના જાણકાર પાસે ઉપાય મેળવવા પ્રયત્ન કરાય છે. જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી પ્રભુએ પ્રકાશેલો માર્ગ જાણવા મળે છે. ગુરુ ભગવંત પણ અહિંસા પ્રગટાવવા માટે પ્રથમ હિંસાનું સ્વરૂપ સમજાવે છે. અનાદિ કાળથી જીવ કર્મના આવરણથી પોતાના સ્વરૂપને ઢાંકીને બેઠો છે. કારણ કે કર્મથી બંધાયેલો જીવ શરીરને ધારણ કરે છે, પ્રાણોને (દ્રવ્ય પ્રાણો ૧૦) ધારણ કરે છે. તે પ્રાણોને ટકાવવા શરીરનો ધર્મ શરીરની પ્રકૃતિ ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, બેસવું વિગેરે છે તે શરીરની પ્રવૃત્તિમાં બીજા જીવોના પ્રાણી હોડમાં મૂકાય છે. બીજા જીવોના પ્રાણોનો નાશ તેનું નામ હિંસા. દ્રવ્ય પ્રાણોના સંરક્ષણ માટે અર્થાતુ, શરીર ટકાવવા માટે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોનો ઉપયોગ કરવો પડે છે. તથા પ્રવૃત્તિશીલ શરીરના હલન ચલનથી બેઈન્દ્રિય આદિ જીવોની હિંસા પણ થઈ જાય છે. ગૃહસ્થ અને સાધુ આ બન્ને પ્રકારના શરીરધારી જીવો ને પરના પ્રાણોનો નાશ થઈ જાય છે. તે માટે પરમાત્માએ ધર્મની પ્રરૂપણા કરતાં તેનો બે પ્રકારમાં સમાવેશ કર્યો છે. દેશવિરતિ અને સર્વવિરતિ, ગૃહસ્થ માટે દેશવિરતિ ધર્મ, અને સાધુ માટે સર્વવિરતિ ધર્મનું પાલન કરવાનું ફરમાવ્યું છે. જેથી દેશવિરતિ ધર્મવાળાને બિન જરૂરી હિંસા છોડવાનું કહ્યું છે. સર્વવિરતિ ધર્મવાળાને સંપૂર્ણ હિંસા છોડવાનું કહ્યું છે. સાધકનો અંતર્નાદ 92 Page #113 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પ વૈ.વ. ૮, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ, તપ એ ધર્મ સ્વરૂપ છે તેમાં વ્યવહારથી પળાતી અહિંસાથી આત્મામાં અહિંસાની પરિણતિ પેદા થાય છે. કોઈ પણ અનુષ્ઠાનનું વારંવાર સેવન કરવાથી તે મય આત્મામાં અધ્યવસાય જાગે છે અને લાંબા સમયે તે દૃઢ બને છે, માટે દ્રવ્યથી પણ પરમાત્માએ બતાવેલા અહિંસા ધર્મનું પાલન કરવું. રૂઢિ મુજબ પણ ક્રિયા નિષ્ફળ છે એમ માનીને છોડવી નહિ. વારંવાર તે કરવાથી આત્મામાં પરિણતિ જન્માવે છે. ક્રિયાની વિધિની ઉપેક્ષા ન હોવી જોઈએ. અનેક ભવોના હિંસાના સંસ્કારો ઉપર તે કરાતી ક્રિયા ઘા કરે છે ત્યારે ભાવમાંથી હિંસા છૂટી જાય છે અને પરિણતિ નિર્મળ બને છે. માટે જ હિંસાનો ત્યાગ કરવા ફરમાવ્યું છે, તે માટે ગૃહસ્થને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે સાધુને સર્વથી પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત છે. જગતમાં જડ, ચેતન બે દ્રવ્યો છે. જડની કિંમત નથી. ચેતનની કિંમત છે. હિંસા જડની નથી કહેવાતી, ચેતનની હિંસા કહેવાય છે કારણ જીવ મહાન વસ્તુ છે, તેનું રક્ષણ કરવું જોઈએ. ધર્મ ૬ જે.શુ. ૭, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ, તપ એ ત્રણે પ્રકારનો ધર્મ વ્યવહાર નયથી સમજાવ્યો. તે સાથે એ ત્રણે ધર્મને નિશ્ચયથી પણ વિચાર્યો. “ધમ્મો મંગલ મુવિયું, દિના સંગમો સવો'' એ ધર્મનું સ્વરૂપ વ્યવહારથી કહ્યું. હવે ‘વસ્તુ સરાવા ધો’” એ ધર્મનું નિશ્ચયથી સ્વરૂપ બતાવે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. કોઈ પણ વસ્તુનો જે સ્વભાવ છે તે તેનો ધર્મ છે. જેમ અગ્નિનો ધર્મ ઉષ્ણતા, પાણીનો ધર્મ શીતળતા છે તેમ છ વસ્તુમાં (ધર્માસ્તિકાયાદિ) આત્માનો ધર્મ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ છે. અર્થાત્, જાણવું, જોવું, આનંદ પામવું તે આત્માનો સ્વભાવ છે. આ ધર્મ વસ્તુ સાથે અવિનાભાવી છે. ધર્મ વિનાની વસ્તુ જ નથી. ધર્મ વસ્તુના અસ્તિત્વને બતાવે છે. સ્વભાવ કહો, ધર્મ કહો, કે ગુણ કહો, તે ત્રણે એક જ છે. આત્માના ગુણો અનંતા છે, પરંતુ ધર્મ એક જ છે સ્વભાવ. સ્વ-પોતાની, ભાવ-હાજરી બતાવવી, અસ્તિત્વ બતાવવું, સ્વભાવ આત્માની સત્તા બતાવે છે. આત્માનું સત્ સ્વરૂપ તે સ્વભાવ. તે સત્ સ્વરૂપ કયા કયા ધર્મો-ગુણો બતાવે છે ? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ. આ ધર્મો સંપૂર્ણ પ્રગટે છે ત્યારે આત્માનું સત્ સ્વરૂપ સંપૂર્ણ બહાર આવે છે અને તે પોતે જ અનુભવી શકે છે. માટે જ કહ્યું છે કે “જ્ઞાનવર્શનચારિત્રળિ મોક્ષમાń:'' જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રગટ સાધકનો અંતર્નાદ 93 Page #114 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યારે આત્મા મુકત-કર્મ બંધનથી છૂટો થાય છે. માટે જ એ ત્રણ ધર્મને મોક્ષના માર્ગરૂપ-ઉપાયરૂપ કહ્યા છે. કર્મથી મુક્ત થવું હોય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર જે કર્મથી અવરાયેલા છે તેનું આવરણ દૂર કરી પ્રગટ કરો જેથી આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. ધર્મ છે જે.શુ. ૮, સં. ૨૦૪૮, દેવકીનંદન વસ્તુ સ્વભાવ ને ધર્મ સાધ્ય છે અને અહિંસા, સંયમ, તપ સ્વરૂપ ધર્મ તે સાધન છે. માટે જીવનભર અહિંસા, સંયમ અને તપને આચરી આત્મ સ્વભાવને પ્રગટ કરવો અથવા સિદ્ધ કરવો. સાધન વિના સિદ્ધિ થતી નથી, પરમાત્માએ પણ આ સાધનને સેવ્યું છે અને પછી પ્રરૂપ્યું છે. કેવળ સાધન, સાધ્ય વિનાનું ઈષ્ટ સિદ્ધિ કરી આપતું નથી. માટે આત્મ સ્વરૂપને પ્રગટ કરવાના ધ્યેયથી અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ જેનાથી સધાય છે એવા પંચ મહાવ્રત, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું પાલન ઉપયોગ પૂર્વક કરવામાં તત્પર બનવું. પંચ મહાવ્રતાદિના પાલન માટે તેના સ્વરૂપની ઓળખાણ-જ્ઞાન મેળવવું તે જ્ઞાન જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી મળે છે માટે તેમની સેવા કરી, કૃપા પ્રાપ્ત કરવી. જેથી પ્રાપ્ત થયેલું જ્ઞાન આત્મામાં પરિણમે. આ રીતે સાધ્યરૂપ ધર્મને પ્રગટાવવા માટે આત્માનું સ્વરૂપ તેના કહેનાર અને જેને તે ધર્મ પ્રગટ થયો છે તે પરમાત્માનું સ્વરૂપ, આપણા સુધી પહોંચાડનાર ગુરુ ભગવંતનું સ્વરૂપ સાધ્યરૂપ અને સાધનરૂપ ધર્મનું સ્વરૂપ, તથા સાધનરૂપ ધર્મના પેટા વિભાગરૂપ વ્રતનિયમાદિની ઓળખાણ હોવી જોઈએ. સાથે સાથે તે તે સંબંધી વાતની શ્રદ્ધા હોવી જોઈએ. આ રીતે દર્શન, જ્ઞાન અને સાધના-ચારિત્ર, એ ત્રણ મળીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મ ૮ જે.શુ. ૧૦, સં. ૨૦૪૮, દેવકીનંદન ધર્મને કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, કામધેનુની ઉપમા આપવામાં આવી છે. તેનો અર્થ એ છે કે જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ધર્મથી ન મળે. અર્થાતુ, સઘળી ઈષ્ટપ્રાપ્તિ ધર્મથી જ થાય છે. કલ્પવૃક્ષ વિગેરે તો માંગીએ તેટલી જ વસ્તુ આપે છે. ધર્મ તો નહિ ચિંતવેલી વસ્તુ પણ આપે છે. ધર્મનો મહિમા અપૂર્વ છે, અનુપમ છે, તેનાં વિશેષણો પખીસૂત્રમાં વર્ણવ્યાં છે. "इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालकखणस्स.... ધર્મનો મહિમા આટલો બધો કેમ? આ ધર્મના મૂળમાં અહિંસા રહેલી છે અર્થાતું, બીજા જીવોનો વિચાર છે, બીજા જીવોના દુઃખની ચિંતા છે, બીજાના સુખનો વિચાર છે. સ્વાર્થનો ત્યાગ છે, પરાર્થનો ભાવ છે. ક્ષમા, વિનય, સત્ય, નિષ્પરિગ્રહિતા, ઉપશમ (તપેલાને) નો છંટકાવ કરનાર હોવાથી સુખદાયક બ્રહ્મના આનંદને ઉપજાવનાર નિર્દોષ, આત્મગુણોનો ભંડાર, વિકાર રહિત એટલે શુદ્ધ છે. સાધકનો અંતર્નાદ 94 Page #115 -------------------------------------------------------------------------- ________________ જે.શુ. ૧૦, સં. ૨૦૪૮, ભદ્રકર સ્વાધ્યાય મંદિર આવો ધર્મ પ્રગટાવવા માટે શાસ્ત્રકારે ઘણા ઉપાયો બતાવ્યા છે. ધર્મ એ અમૃત છે, તેથી તેને આદરનાર અમર બને છે. ધર્મથી સુખ મળે છે, પરંતુ તેનો આદર નહિ કરનાર દુઃખી થાય છે તે એટલું જ સત્ય છે. ધર્મનું સ્વરૂપ મહાન છે તેમ તેનો મહિમા અને ફળ પણ મહાન છે. તે ધર્મને પ્રગટાવવા માટે યોગની ભૂમિકામાં આઠ પ્રકારો બતાવ્યા છે. ૧. યમ ૨. નિયમ ૩. આસન ૪. પ્રાણાયામ પ. પ્રત્યાહાર ૬. ધારણા ૭. ધ્યાન ૮. સમાધિ. તેમાં યમ, નિયમ એ બે પ્રકારમાં બાહ્યથી અહિંસા, સંયમ અને તપનું પાલન છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણામાં અત્યંતર પાલન છે. ધ્યાન અને સમાધિમાં નિશ્ચયથી અહિંસાદિનો અભ્યાસ છે અને છેવટે સ્વભાવ પ્રાપ્તિ છે. ૧૯. ધર્મ (અહિંસા) ૧ વિ.વ. ૯, સં. ૨૦૪૮ વ્યવહારથી અહિંસાનું પાલન કરવા માટે સાધુની ચર્યા કેવી હોય? અર્થાતું, “દં દારે ? હદં વિ ? મારે ? હદં છે ? ___कहे भुजंतो भासंतो, पावं कम्मं न बंधइ ?" જીવોના દશ પ્રાણોનું રક્ષણ કરવું છે તો કેવી રીતે ચાલવું? કેવી રીતે ઊભું રહેવું? કેવી રીતે બોલવું? તેનો જવાબ શાસ્ત્રકાર મહર્ષિએ એક જ શબ્દમાં આપ્યો છે કે આ બધુંય સાધુએ જયણાથી કરવું. - શરીરની આ દરેક ક્રિયામાં યતના રાખવી. યતના એટલે શું ? જે ક્રિયામાં જે રીતે જીવની હિંસા થતી હોય તે હિંસાને ત્યજવી. અર્થાતુ, કાળજી રાખીને વર્તવું. ચાલતાં ઈર્ષા સમિતિનું પાલન કરવું. ઊભા રહેવામાં પ્રમાર્જન કરવું, કાયગુપ્તિ રાખવી. બેસવામાં પ્રમાર્જન કરવું. કાયગુપ્તિ રાખવી. સૂવામાં પ્રમાર્જન કરવું કાયગુપ્તિ રાખવી. ખાવામાં બેંતાલીશ દોષ + પાંચ દોષ ટાળીને વાપરવું. બોલવામાં ભાષા સમિતિનું પાલન કરવું, મુહપત્તિ રાખીને બોલવું વિગેરે. ધર્મ (અહિંસા) ૨ વૈિ.વ. ૧૦, ૨૦૪૮ જીવને દશ પ્રાણ છે. તેમાં પાંચ ઈન્દ્રિયોને પાંચ પ્રાણ ગણ્યા છે કારણ કે તેમાં જીવનું ચૈતન્ય છે. નિવૃત્તિ ઉપકરણ તે દ્રવ્ય ઈન્દ્રિય છે, લબ્ધિ અને ઉપયોગ તે ભાવ ઈન્દ્રિય છે. આ ભાવ ઈન્દ્રિય જીવનું સાધકનો અંતર્નાદ 95 Page #116 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય છે. કદાચ દ્રવ્ય ઈન્દ્રિયનો નાશ થયો હોય તો પણ જીવ જીવી શકે છે. ભાવ ઈન્દ્રિયનો નાશ આયુષ્ય અને શ્વાસોશ્વાસ નામના પ્રાણના ક્ષયે થઈ જાય છે. ભાવ ઈન્દ્રિયમાં ભાવ પ્રાણનો અંશ રહેલો છે કેમકે તે ગુણ પ્રગટ કરવાના જ્ઞાન, સમજણ મેળવવાના સાધનરૂપ છે. માટે દ્રવ્ય પ્રાણોની હિંસામાં પણ એકેન્દ્રિય કરતાં બેઈન્દ્રિય, તેના કરતાં તેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયની હિંસા ચઢતા ક્રમે વિશેષ ગણતાં વિરાધનાનો દોષ વધુ લાગે છે અને તેનું પ્રાયશ્ચિત પણ એ રીતે અનુક્રમે વિશેષ આપવામાં આવે છે. અહિંસક ભાવ પ્રગટ કરવા માટે પ્રથમ અહિંસાનું પાલન કેવી રીતે કરવું તેનું વ્યવહારિક જ્ઞાન મેળવવું જોઈએ અને અહિંસાને ઓળખવા માટે તેનાથી વિપરીત જે દોષ છે તે હિંસાને ઓળખવી જોઈએ. હિંસા એટલે જીવનો વધ, નાશ. જીવના પ્રાણોનો નાશ. તે હિંસાને સમજવા માટે પ્રથમ જીવને ઓળખવો જોઈએ. જીવને ઓળખવા માટે તેનું લક્ષણ જાણવું જોઈએ. પદાર્થનો અસાધારણ ધર્મ તે તેનું લક્ષણ કહેવાય. તે ધર્મ ન હોય તો તે પદાર્થ જ ન કહેવાય. દરેક પદાર્થ પોત પોતાના લક્ષણથી ઓળખાય છે. જગતમાં બે પદાર્થો છે. જીવ અને અજીવ. જીવને ઓળખવા માટે તેની પ્રતિસ્પર્ધી વસ્તુ અજીવને પણ ઓળખવી જોઈએ. અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિથી વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન-ઓળખાણ થાય છે. પોin તાજા” | જીવનું ઉપયોગ એ લક્ષણ છે. ઉપયોગ એ જીવનો અસાધારણ ધર્મ છે. ઉપયોગ ન હોય તો એ જીવ જ ન કહેવાય. જીવની પ્રતિસ્પર્ધી વસ્તુ અજીવ છે. જગતમાં જીવ એ શું વસ્તુ છે.? જેટલી અજીવ વસ્તુ છે તે જીવ નથી, તે સિવાયની વસ્તુ તે જીવ છે. “તઃ સર્વ તત્ સત્તા-સાદ” એટલે ઉપયોગ હોય તો જીવની સત્તા છે. “તઃ ૩માવે માળે વ્યતિરે” એટલે ઉપયોગ ન હોય તો જીવ ન હોય. તો શું હોય? અજીવ. વ્યતિરેક વ્યાપ્તિથી જીવની પ્રતિસ્પર્ધી વસ્તુ અજીવ સિદ્ધ થાય છે માટે તેને ઓળખવાથી વસ્તુ (જીવ)નું સત્ય જ્ઞાન થાય છે. હવે જેમાં ઉપયોગ નથી તેની હિંસા થતી નથી. હિંસાને જીવની સાથે સંબંધ છે. કારણ કે દશ પ્રાણો જીવને હોય છે, અજીવને નથી. હિંસા તેને કહેવાય છે કે જે ક્રિયાથી પ્રાણોનો અતિપાત (નાશ) થાય છે. તે પ્રાણો જીવને જ હોય છે. બીજા જીવોના પ્રાણોનો અતિપાત કયા-કયા હેતુથી, નિમિત્તથી થાય છે? આપણા જીવન વ્યવહારના કારણે સ્વાભાવિક થાય છે અને રાગ, દ્વેષ, મોહાદિના આધીનપણાથી પણ જીવ બીજા જીવોનો વિનાશ કરે છે. આ વિનાશથી સંપૂર્ણ બચવા માટે સાધુ ધર્મ બતાવ્યો અને બિન જરૂરી હિંસાથી બચવા માટે ગૃહસ્થ ધર્મ-શ્રાવક ધર્મ બતાવ્યો છે. માટે અહિંસાના પાલન માટે અપ્રમત્તપણે ધર્મ (સાધુ-શ્રાવક) આદરવો જોઈએ. સાધકનો અંતર્નાદ 96 Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મ (અહિંસા) ૩ વૈ.વ. ૧૧, સં. ૨૦૪૮, દેવકીનંદન વ્યવહારથી અહિંસા પાલનનો માર્ગ બતાવ્યો. હવે નિશ્ચયથી અહિંસા કોને કહેવાય તેને પ્રગટ કરવા માટે કયો ઉપાય તથા આલંબન ગ્રહણ કરવા ? તે કહે છે. નિશ્ચયથી આત્મા પોતે અહિંસકભાવ સ્વરૂપ છે. પોતાના અને પરના (આત્મ તત્ત્વના) જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરવું તે નિશ્ચયથી અહિંસા છે, આત્મતત્ત્વના જ્ઞાન, દર્શન, આનંદ, શક્તિ વિગેરે (વીર્ય) ગુણોનો ઘાત કરવો તે નિશ્ચયથી હિંસા છે. તે હિંસા ક્ષણે ક્ષણે ચાલુ છે. જ્ઞાનાદિ ગુણો પર આવરણ આવે એવી આપણી જે કોઈ પ્રવૃત્તિ ચાલુ છે તે નિશ્ચયથી (આત્માની) હિંસા કરી રહ્યો છે. આત્મા ઉપર સમયે સમયે સાત કર્મની રજ ચોટે છે. તેમાં ઓછા વધતા અંશ દરેક કર્મના છે. પરંતુ આત્માના ગુણોનો ઘાત કરનાર ઘાતિ કર્મની રજ ચોંટે ત્યારે તેના ભાવ પ્રાણો હણાય છે માટે જ્ઞાનાવરણીયાદિબંધની હેતુભૂત પ્રવૃત્તિથી અટકવું જોઈએ અને બીજા જીવોને પણ જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય કર્મ બંધાય એવી પ્રવૃત્તિથી આપણે સદંતર દૂર રહેવું જોઈએ. મોહનીયની ૨૮ પ્રકૃતિ, અંતરાયની પાંચ પ્રકૃતિ આદિ બંધમાં આપણે નિમિત્ત ન બનવા વિશેષ જાગૃત રહેવું. અજ્ઞાનપણે આવી આપણી પ્રવૃત્તિ સાહજિક થઈ ગઈ છે અને પરના ભાવપ્રાણની હિંસા કયારે થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. નિશ્ચયથી સંપૂર્ણ અહિંસક તો આપણે ક્ષપક શ્રેણિમાં જ થઈ શકીએ છીએ. પરંતુ ચતુર્થ ગુણ સ્થાનકથી આપણી પ્રવૃત્તિ નિશ્ચયથી હિંસા ત્યજવાના લક્ષ્યવાળી હોવી જોઈએ અને શક્તિ હોય તેટલા પુરુષાર્થથી હિંસા છોડવી જોઈએ. નિશ્ચયથી અહિંસા પ્રગટ કરવા, ઉપાયરૂપ સમ્યગુદર્શન, દેશવિરતિ, સર્વ વિરતિની ગુણશ્રેણિ ઉપર ચઢવું જોઈએ. આ આત્માના ગુણોનું પ્રાગટય જ એવા પ્રકારનું છે કે આત્મામાં ભાવપ્રાણોનું રક્ષણ કરવાની વૃત્તિ સહજ થઈ જાય છે. તે ગુણો પ્રગટ કરવા (સમ્યગુ દર્શન આદિ) શાસ્ત્રનું અને ગુરુનું આલંબન લેવું. શાસ્ત્રમાંથી ગુરુ ભગવંતની પાસે તત્ત્વ (જીવાદિ)નું સ્વરૂપ સમજી તેના પર શ્રદ્ધા વિગેરે થવાથી તે તે ગુણો પ્રગટે છે. આલંબન જેને તે ગુણો પ્રગટ થયા છે તે આદર્શરૂપે પરમાત્મા તથા શાસ્ત્રમાંથી પરમાત્માની વાણી દ્વારા, અને ગુરુ ભગવંત પાસેથી વાણીના પરમાર્થને સમજવા :- આ રીતે આલંબન પરમાત્માનું, પરમાત્માની વાણીનું અને તે વાણીને સમજવા ગુરુ ભગવંતનું તેમના અનુગ્રહને પ્રાપ્ત કરવા લેવાનું છે. જ્યાં સુધી આલંબનની ઉપેક્ષા છે ત્યાં સુધી પારમાર્થિક ગુણો આત્મામાંથી પ્રગટ થતા નથી. સાધકનો અંતર્નાદ 9> Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મ (અહિંસા) ૪ વૈ.વ. ૧૩, સં. ૨૦૪૮, દેવકીનંદન પરમાત્મા અહિંસાની મૂર્તિ છે. આગમ (પરમાત્માની વાણી)માં અહિંસાની પ્રાપ્તિના ઉપાયો છે. ગુરુ ભગવંત - અહિંસાનું પાલન કરનાર છે, તે અહિંસાનું પાલન શીખવાડે છે, સમજાવે છે. શીખનારને અનુગ્રહની પ્રાપ્તિ થાય છે. ગુરુ ભગવંતના અનુગ્રહથી આગમનાં રહસ્યો સમજાય છે અને અહિંસાની સિદ્ધિ આત્માને પ્રાપ્ત થાય છે. કોઈ પણ ધર્મની સિદ્ધિમાં આ ત્રણે (પરમાત્મા, આગમ, ગુરુ ભગવંત) ઉપકારક તત્ત્વ છે. તે ત્રણેના ઉપકારને માનનારા સ્વીકારનારા કૃતશી આત્માને ધર્મનો ક્ષયોપશમ સરળતાથી થાય છે. ધર્મના મૂળ દેશક જગતગુરુ પરમાત્મા છે. તેમને કદી ભૂલવા નહિ. તેમને ભૂલીને કરેલો ધર્મપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ પ્રાયઃ નિષ્ફળ જાય છે. માટે જ પરમાત્માને અહિંસાની મૂર્તિ સ્વરૂપ હૃદયમાં સ્થાપન કરીને ગુરુ ભગવંતની પાસે પરમાત્માની વાણીનું પાન, પરમાત્મા, વાણી અને ગુરુ ભગવાન એ ત્રણેના ઉપકારના સ્વીકારપૂર્વક કરવું. આ રીતે કરેલું આગમનું અમૃત પાન આત્મામાં સ્થિર થાય છે અને તે ધર્મની સિદ્ધિ મેળવે છે. કારણ કે જેને (પરમાત્માને) હૃદયમાં સ્થાપિત કર્યા છે તેમને એ વસ્તુ (ધર્મ) સિદ્ધ થયેલો છે. તેમની વાણી (આગમ)માં અહિંસાનું સ્વરૂપ સનાતન સિદ્ધ છે તે બતાવ્યું છે, ગુરુ ભગવાન તે ધર્મની સિદ્ધિ માટેનો પુરુષાર્થ કરી રહ્યા છે. અર્થાત્, સિદ્ધિ તરફ જઈ રહ્યા છે. આ ધર્મનું સ્વરૂપ ત્રણ પ્રકારથી બતાવ્યું છે. અહિંસા, સંયમ અને તપ. આ ત્રણમાં મુખ્યતા અહિંસાની છે. સંયમ અને તપ પણ અહિંસાની જ પુષ્ટિ માટે છે. ૨૦. ધર્મ (સંયમ) ૧ વે.વ. ૧૪, સં. ૨૦૪૮ સંયમ ધર્મ વ્યવહારથી સત્તર પ્રકારે બતાવ્યો છે. સંયમ=સમ્યક પ્રકારે કાબૂ. શેનો ? મન, વચન, કાયાનો અથવા પાંચ ઈન્દ્રિયોનો. સંયમ બીજા જીવોની રક્ષા માટે જ રાખવાનો છે. આ ત્રણ ધર્મમાં મુખ્યતા અહિંસા ધર્મની છે. બીજા બે ધર્મ તે અહિંસાની જ પુષ્ટિ માટે આચરવાના છે. જીવોની હિંસા આપણા મન, વચન, કાયાના યોગ દ્વારા થાય છે માટે તેને કાબૂમાં રાખવાથી જીવોની રક્ષા થાય છે એ ત્રણે યોગો પાંચ ઈન્દ્રિયોના વિષયોના સેવનમાં વ્યાપ્ત થાય છે ત્યારે તે યોગો જો બેકાબૂ બને છે તો જીવની હિંસા થાય છે. માટે અહિંસાના પાલન માટે ઉપાય તરીકે રાંયમ અને તપ ધર્મ છે. સંયમથી મન, વચન, કાયાની સાધકનો અંતર્નાદ Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ યતત્તાથી કરવામાં આવે છે અને પાંચે ઈન્દ્રિયોને પોત પોતાના વિષયમાં વ્યાવૃત થતાં યતના દ્વારા જીવનું સંરક્ષણ કરવામાં આવે છે. તથા સારા-ખોટા વિષયોના સંબંધમાં આવતી ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા દ્વારા (મોહાદિ-રાગ દ્વેષ ન કરતાં) જીવના ભાવપ્રાણોને રક્ષે છે. ધર્મ (સંયમ) ર વૈ.વ. ૦, સં. ૨૦૪૮ જીવ, કર્મને આધીન-પરતંત્ર બનેલો જો સંયમિત જીવન જીવે તો જ આંશિક સુખ અને શાંતિનો અનુભવ કરી શકે. કર્માધીન જીવને પરાધીન બનવા માટે જે ઈન્દ્રિયો બહારના પદાર્થોનું જ્ઞાન કરવા મળી છે તેનો ઉપયોગ તે જ્ઞાન મેળવીને તે પદાર્થો પર સારા ખોટાની વહેંચણીથી આગળ વધીને સારા ઉપર રાગ અને ખોટા ઉપર દ્વેષ આ બે યોદ્ધાઓ મોહે મોકલ્યા છે તેનો ઉપયોગ કરે છે. સ્વાધીનતાનું સુખ ભૂલીને સારો પદાર્થ માનીને રાગ થાય છે (જેમાં કેવળ પરાધીનતા છે) તેને સુખ માને છે. જે વૈભાવિક સુખ છે. સ્વભાવનું સુખ તે આત્મિક છે તેને મેળવવા માટે બેકાબૂ બનેલી ઈન્દ્રિયોને પ્રથમ સંયમિત બનાવવી પડે. ધર્મ (સંયમ) ૩ જે.શુ. ૧+૨ ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનો ઉપદેશ શાસ્ત્રકારોએ ઠેર ઠેર આપ્યો છે તેનું કારણ અનાદિ કાળથી સુખનો લિપ્સ જીવ સુખ મેળવવા માટે ફાંફાં મારે છે. માટે અનુકૂળતાને સુખ માનીને ઈન્દ્રિયોના વિષયો જો અનુકૂળ મળે તો તેના ભોગવટામાં સુખ માને છે. પ્રતિકૂળતામાં દુઃખ માને છે. આ તેની માન્યતા સાચી નથી. માટે સાચું સુખ મેળવવા બાહ્ય સુખના હેતુરૂપ ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોમાં રાગને છોડાવવા માટે ભોગવટામાં સંયમ કેળવવાનું કહ્યું છે. એક એક ઈન્દ્રિયને આધીન બનેલો જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. તો પાંચે ઈન્દ્રિયને આધીન બનેલા જીવનું તો કહેવું જ શું ? આ રીતે ચિંતન દ્વારા પ્રથમ, ઈન્દ્રિયોના વિષયો ઉપર વિરાગ કેળવવો. ધર્મ (સંયમ) ૪ જે.શુ. ૩ સંયમ સત્તર પ્રકારે કહ્યો છે તેમાં પાંચ ઈન્દ્રિયોનો સંયમ મુખ્ય છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું અતિન્દ્રિય મન એ છમાં ત્રણે યોગનો સમાવેશ થઈ જાય છે. મન, વચન, કાયા આ ત્રણને કાબૂમાં રાખવાથી ઘણાં પાપો અટકી જાય છે અને સત્તર પ્રકારના સંયમનો સમાવેશ આ ત્રણ યોગના સંયમમાં થઈ જાય છે. સાધકનો અંતર્નાદ 99 Page #120 -------------------------------------------------------------------------- ________________ આ સંયમથી જીવોની હિંસાથી બચી શકાય છે. માટે સંયમને ધર્મ કહ્યો છે. “અહિંસા પરમો ધર્મ” છે. અહિંસા એ જ પરમ-ઉત્કૃષ્ટ ધર્મ છે દશ વૈકાલિક સૂત્રમાં અહિંસા, સંયમ, તપ એ ત્રણેને ધર્મ સ્વરૂપ કહ્યા છે તેનું કારણ ઉત્કૃષ્ટ ધર્મ અહિંસાનું પાલન કરવા માટે સંયમ અને તપની જરૂર છે, માટે તે ધર્મસ્વરૂપ છે. ધર્મ (સંયમ) ૫ જે.શુ. ૪, સં. ૨૦૪૮ મન, વચન, કાયા અને ઉપયોગ. આમાં ત્રણ યોગ છે, એક ઉપયોગ છે. વ્યવહાર નથી સંયમ ત્રણ યોગથી અથવા પાંચ ઈન્દ્રિયથી સધાય છે. નિશ્ચયથી સંયમ ઉપયોગથી સધાય છે. પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનું જ્ઞાન આત્માને થાય છે. જ્ઞાન થયા પછી જયારે આત્મા મોહને આધીન થાય છે ત્યારે આત્માને રાગ-દ્વેષની પરિણતિ થાય છે. પરંતુ તે વખતે આત્મા જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં રહે તો નિશ્ચયથી સંયમ (ઉપયોગ સંયમિત) થાય છે. માટે યોગનો સંયમ તે વ્યવહારથી છે. ઉપયોગનો સંયમ તે નિશ્ચયથી છે. નિશ્ચયથી સંયમ પ્રાપ્ત કરવા માટે પ્રથમ યોગના સંયમનો અભ્યાસ કરવો જોઈએ. યોગના સંયમ માટે પાંચે ઈન્દ્રિયોને વશ કરવી જોઈએ તેને વશ કરવા માટે અનુકૂળ વિષયોનો ત્યાગ અને પ્રતિકૂળ વિષયોનું સેવન કરવું જોઈએ. આ રીતે ત્યાગ કરતાં કરતાં વિષયો ઉપર વૈરાગ્ય પ્રગટ થાય છે અને તેના ઉત્કટ વૈરાગ્યથી-ઉદાસીનતાથી જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેળવાતો જાય છે. આ બંને નયથી સંયમનો અભ્યાસ કરવા માટે પ્રથમ સુખની લિપ્સા છોડવી જોઈએ અને આત્માના સહજ સુખનું જ્ઞાન મેળવી તે સુખની લિપ્સા પ્રગટ કરવી જોઈએ અને તે કેવી રીતે મળે? તેના ઉપાયો મેળવી તેનો અભ્યાસ પણ આ સાથે જ કરવો જોઈએ. જેથી ભૌતિક સુખની લિપ્સાના વિચારો શાંત થવા માંડે અને સંયમ કેળવવામાં સરળતા રહે. ૨૧. ધર્મ તપ જે.શુ. ૫, સં. ૨૦૪૮, દેવકીનંદન ધર્મનાં ત્રણ સ્વરૂપ છે અહિંસા, સંયમ અને તપ. અહિંસા અને સંયમ સ્વરૂપની વ્યવહારથી, અને નિશ્ચયથી યત્કિંચિત્ વિચારણા કરી. હવે તપ સ્વરૂપ ધર્મની વિચારણા કરીએ. સંયમ, જેમ અહિંસા સિદ્ધ કરવા માટે છે તેમ તપ પણ અહિંસાની સિદ્ધિ માટે જરૂરી છે. નિશ્ચયથી શેલેશીકરણ રૂપ તપ છેલ્લો થાય છે ત્યારે અહિંસક ભાવરૂપ આત્માનું સ્વરૂપ સિદ્ધ થાય છે. બાર પ્રકારના તપમાં અત્યંતર તપ સ્વરૂપ કાયોત્સર્ગની પરાકાષ્ઠા એ શૈલેશીકરણ છે. જે કરણમાં દ્રવ્ય કે ભાવ હિંસા સંપૂર્ણતયા અસ્તિત્વ ધરાવતી નથી. તપ પણ વ્યવહાર અને નિશ્ચયથી, એમ બે પ્રકારે છે. સાધકનો અંતર્નાદ 100 Page #121 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર તપ બે પ્રકારે. બાહા અને અત્યંતર. તેમાં અત્યંતર તપ નિશ્ચય તપની સમીપમાં લઈ જાય છે. નિશ્ચય તપ-આત્મ સ્વરૂપમાં સ્થિરતારૂપ છે. જેમાં સંપૂર્ણ તૃપ્તિ હોવાથી અર્થાતુ, જગતના કોઈ પણ પદાર્થની ઈચ્છા રહી નથી. સકલ ઈચ્છાઓનો વિરામ છે, તેનું નામ નિશ્ચયથી તપ. આ તપ માટે છ પ્રકારનો અત્યંતર તપ અપ્રમત્તપણે સતત આદરવો જોઈએ અને એ અત્યંતર તપને સાધવા માટે બાહ્ય તપનું સેવન કરવું જોઈએ. બાહ્ય તપમાં આત્મા અને શરીરની ભિન્નતા અનુભવવાનો અભ્યાસ છે. જેના સેવનથી શરીરની સુખાકારીની ટેવો નષ્ટપ્રાય: થઈ જાય છે. ત્યારે આત્મરુચિ પ્રગટે છે અથવા આત્મ સાધનામાં શરીરનાં કષ્ટો વિદનરૂપ બનતાં નથી. શારીરિક કષ્ટોનાં વિદનોનો જય મોટે ભાગે બાહ્ય તપથી થાય છે. - શરીરનાં કષ્ટો-ભૂખ, તૃષા, બાવીશ પરિષહો, વિગેરે છે. તેને અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગથી સહવાનો અભ્યાસ થાય છે. કાયકલેશ સંલીનતાથી પરીષદો, રોગો વિગેરેનાં કષ્ટો સહવાનો અભ્યાસ થાય છે. માટે જ આત્મ સાધના બતાવનાર દરેક ધર્મોમાં તપશ્ચરણ કહ્યું છે, જેથી કષ્ટ સહવાનો અભ્યાસી પોતાના આત્મામાં હેલાઈથી સ્થિરતા પામી શકે છે. રર. ચમ-નિયમ વ્રત-નિયમ. જે.શુ. ૧૧, સં. ૨૦૪૮ યમ-નિયમ, વ્રત-નિયમ આ બધામાં આચરણ સુધારવાનું છે. જે આચરણથી પાને-જીવોને પીડા છે તે આચરણ સતું નથી-સારું નથી. એમ ભગવંતે કહ્યું છે. કેમકે પીડા કોઈને ગમતી નથી. જયાં સુધી જીવ યમ-નિયમમાં નથી આવતો ત્યાં સુધી અનિયંત્રિત ઘોડાની જેમ પાંચે ઈન્દ્રિયો, ત્રણે યોગોને છૂટા મૂકવામાં આવે છે તો બીજાને ઘણું નુકસાન કરે છે અને તેથી પોતાનું અહિત થાય છે. સ્વ-પરને બાધા ન પહોંચે તેવું જીવન જીવવું તેથી પોતાનું હિત થાય છે, અને બીજાને પણ હિતકર છે. માટે પરમાત્માએ જીવે કેવી રીતે વર્તવું તે બતાવ્યું છે. જેને વ્રત કહેવાય છે. વૃત્ ધાતુ ઉપરથી વ્રત શબ્દ બન્યો છે. વર્તન સુધારો તેના માટે ધર્મ બે પ્રકારે બતાવ્યો છે. ૧. સર્વવિરતિ ધર્મ ૨. દેશવિરતિ ધર્મ. એક સાધુ ધર્મ, બીજો શ્રાવક ધર્મ. સર્વ પાપોથી અટકવું તે સાધુ માટે શકય છે. દેશથી પાપોથી અટકવું તે ગૃહસ્થ માટે શકય છે. આ ધર્મ વર્તન સુધર્યા વગર ન થઈ શકે. છૂટી મૂકેલી ઈન્દ્રિયોને દમવી પડે, યોગોને નિયમિત રાખવા જોઈએ. આ ધર્મમાં વર્તન સુધારવાનું છે માટે જ તેને વ્રત કહેવાય છે. સંપૂર્ણ પાપોના વિરામને મહાવ્રત કહેવાય છે, જે સાધુ કરી શકે. દેશથી એટલે જીવન જરૂરિયાત માટે પાપોની છૂટી રાખી બાકીનાં પાપોનો વિરામ તેને અણુવ્રત કહેવાય છે જેને નિયમમાં આવેલો ગૃહસ્થ કરી શકે. અર્થાતુ, વર્તી શકે. સાધકનો અંતર્નાદ 101 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૩. આત્મ-સ્વરૂપ આ.વ. ૯, સં. ૨૦૪૮ ગુણ-પર્યાય આત્માના છે, તે વ્યવહાર છે. નિશ્ચયથી તો એક દ્રવ્ય જ છે. કેમકે “આત્માના (દ્રવ્યના) ગુણ પર્યાય” એમ ષષ્ઠિ વિભક્તિ સંબંધિત વસ્તુને બતાવે છે, અને જે સંબંધિત વસ્તુ છે તે દ્રવ્યથી ભિન્ન છે અને ગુણ-પર્યાય તો આત્માથી (દ્રવ્યથી) ભિન્ન નથી. વળી કયારેય તે છૂટા પડતા નથી. આ તો આત્માનું પોતાનું જ સ્વરૂપ (ગુણ સ્વરૂપ, પર્યાય સ્વરૂપ) છે તેને સમજવા માટે વ્યવહારથી બતાવ્યું છે કે “સુન પર્યાવત્ ધ્ય” વત્ પ્રત્યયથી ભિન્નતા જે દેખાડે છે તે જ વ્યવહાર છે. નિશ્ચયથી તો ગુણ એ જ આત્મા, શુદ્ધ પર્યાય એ જ આત્મા, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય સહભાવી જ છે, તેને જુદા પાડીને કેમ બતાવાય ? આત્માનું પોતાનું જ્ઞાન સ્વરૂપ એટલે શાયિક ભાવના પર્યાય સ્વરૂપ જે કર્મના ક્ષયથી પ્રગટ થયેલું છે તે આત્માને જ્ઞાનરૂપે ઓળખવા માટે છે. ક્ષયોપશમ ઓદયિકમાવની પર્યાય (કર્મના ઉદયે દેખાતી પર્યાય) તે તો ઔપચારિક છે. કેમ કે ઉપચાર હંમેશાં નાશ પામતી વસ્તુ છે, ક્ષણે ક્ષણે ચાલી જતી વસ્તુ છે, તે કેવળ વ્યવહારથી આત્માને ઓળખવા માટે છે. નિશ્ચયથી આત્માને ઓળખવા માટે કર્મના ક્ષયથી જે પ્રગટેલું પોતાનું સ્વરૂપ છે તે સત્ય છે, શાશ્વત છે, નિશ્ચિત છે, તેમાં ફેરફાર કોઈ (કર્મ) પણ કરી શકે તેમ નથી. દ્રવ્યનું રૂપાંતર ભલે કર્મના ઢાંકણથી ઓળખાય, દેખાય, પણ તે પોતાના સ્વભાવથી ચૂકતો નથી. માટે નિશ્ચયથી આત્મા એ જ એક વસ્તુ છે. ગુણ અને પર્યાય તે વ્યવહાર છે. વ્યવહાર, વસ્તુને ઓળખવા માટેનો કરેલો આરોપ છે. ર૪. ચાર (ભાષા) વાણી વાણી ચાર પ્રકારની - ૧, વૈખરી ૨. મધ્યમાં ૩. પશ્યતી ૪. પરા. ૧. વૈખરી - મુખગતા ૨. મધ્યમા - કંઠગતા ૩. પશ્ચંતી - મનોગતા, હૃદયગતા (અત્યંતર મનમાં રહેલી છે.) ૪. પરા - આત્મગતા વૈખરી વાણી મુખમાંથી ઉત્પન્ન થાય છે. મધ્યમા વાણી કંઠમાંથી ઉત્પન્ન થાય છે. પશ્યતી વાણી મનમાંથી ઉત્પન્ન થાય છે. પરા વાણી આત્મામાંથી ઉત્પન્ન થાય છે. સાધકનો અંતર્નાદ 102 Page #123 -------------------------------------------------------------------------- ________________ અ થી હ સુધીના શબ્દો જે બોલાય છે તે મુખથી બોલાતા હોવાથી વૈખરી વાણી કહેવાય છે. જે બીજા પણ સાંભળી શકે છે. તે જ શબ્દો કંઠમાંથી બોલાતા હોય જે કેવળ પોતે જ સાંભળે છે તે મધ્યમા વાણી કહેવાય છે, તે વૈખરી વાણી કરતાં સૂક્ષ્મ છે. તે જ શબ્દોનું મનમાં ઉચ્ચારણ (વિચારરૂપ) થાય છે, જેને મન જ સાંભળે છે પણ કાનથી ન સંભળાય તે પર્યંતી કહેવાય છે. તે જ શબ્દોનું આત્મામાંથી ઉચ્ચારણ (મનના આધાર વિના) થાય છે, જેનો મનને પણ સ્પર્શ થતો નથી તે પરા વાણી કહેવાય છે. વૈખરી વાણીથી ભાષ્ય જાપ થાય છે. મધ્યમા વાણીથી ઉપાંશુ જાપ થાય છે. પશ્યતી વાણીથી માનસ જાપ થાય છે. પરા વાણીથી અજપાજાપ થાય છે. આ ચારે વાણી ઉત્તરોત્તર અનુક્રમે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બનતી જાય છે અને ક્રમ પ્રમાણે તે બલવત્તર બનતી જાય છે. જેથી પરા વાણી આત્માના ઊંડાણમાં અવગાહીને રહેલી છે, પશ્યતી મનના ઊંડાણમાં અવગાહીને રહેલી છે. માટે પશ્યતી વાણીથી માનસ જાપમાં સ્થિત આત્મા નિર્વિકલ્પ દશાને પામવા યોગ્ય બને છે. પરા વાણીથી આત્મામાં સ્થિત નિર્વિકલ્પ દશાને અનુભવે છે. ૫. સમતા સમતારસ ભરિયો, ગુણગુણ દરિયો, શિવ સાથ રે યાદવજી. ભા.શુ. ૯, સં. ૨૦૪૮, દેવકીનંદન દેરાસરમાં સમતા એટલે સમાનપણું. તે સમાનપણાનો અંતિમ પરમાત્મ સમાન આત્માને માનીને આત્માનું પરમાત્મપણું પ્રગટ કરવું તે છે અને તેનો પ્રારંભ વ્યવહારિક વર્તનમાં જયાં રાગ, દ્વેષની પરિણતિ ઉદ્ભવે તેવા પ્રસંગોમાં સમતા રાખવી ત્યાંથી થાય છે. પ્રારંભ વ્યવહારિક સમતાથી કરવાનો છે અને તે અભ્યાસ દ્વારા નિશ્ચય સમતા આત્મામાંથી પ્રગટ કરવાની છે. નિશ્ચય સમતા પ્રથમ માનવામાં આવે ત્યાર પછી નિજ રૂપનું ભાન થતાં સમજ આવે ત્યાર બાદ આત્મપુરુષાર્થ થતાં પરમાત્માનું સમાનપણું આત્મામાંથી પ્રગટ થતાં આત્મા પરમાત્મા સમાન વર્તે. આ રીતે દર્શન, જ્ઞાન, ચારિત્રના નિશ્ચયથી સાધના ત્યાં પૂર્ણ થાય. મુખ્ય તો સમાનપણું આત્મ દ્રવ્યનું માનવું, સમજવું, વર્તવું. એ પ્રમાણે અંતિમ સમતા આત્મદ્રવ્યની એકતાથી આવે છે તે નિશ્ચયથી સમતા છે. સાધકનો અંતર્નાદ 103 Page #124 -------------------------------------------------------------------------- ________________ તેનો પ્રારંભ, અભ્યાસરૂપે વ્યવહારથી સમતા રાખવાથી થાય છે. વ્યવહારથી કરાતી સમતાને અભ્યાસ કહેવાય છે. નિશ્ચયથી કરાતી સમતાને પરિણામ કહેવાય છે. ફળ કહેવાય છે. વ્યવહારથી સમતા એટલે સમાનપણું શું? પ્રાથમિક ભૂમિકામાં જગતના જીવો અને જડ-અર્થાતું, જડ અને ચેતન. જીવ, અજીવ દ્રવ્યનો શ્રુતાભ્યાસ કરી તેના સ્વરૂપને ઓળખી તે સ્વરૂપ આત્મસાત્ કરવું, ભાવિત કરવું. આ રીતે જડચેતનનો ભેદ સમજીને તેમાં આપણું શું અને પરાયું શું એ વાતને વાગોળવી. તે વાતને ચિત્તમાં સ્થિર કરવી. વ્યવહારથી બનતા પ્રસંગો (લૌકિક) કેટલાક આપણને ગમતા અને કેટલાક અણગમતા હોય છે તે બન્નેમાં સમતા રાખવી જેથી રાગ-દ્વેષની પરિણતિ ઊભી ન થાય. સમતાનો અર્થ સમાનપણું. તો ગમતા અણગમતામાં સમાનપણું શું? બન્નેને સમાન ગણવા? ના. જે પદાર્થ ગમતો-સારો છે તેનું સારાપણું નથી એમ તો ન જ કહેવાય. જે અણગમતો છે તેમાં અશુભપણું છે, તે નથી એમ ન કહેવાય. આપણું માનેલું છે તે આપણી દૃષ્ટિએ સાચું છે. પણ જ્ઞાની તે બનેને સમાન જુએ છે માટે તે તેમાં રાગે ય કરતા નથી અને દ્વેષેય કરતા નથી કારણ કે તે મૂળ દ્રવ્યને પકડે છે, તેમની સૂક્ષ્મ દૃષ્ટિ ત્યાં પહોંચે કે આ ગમતો કે આ અણગમતો પ્રસંગ કે પદાર્થ એ બધુંય જડનું સ્વરૂપ છે. નાશવંત છે, અનિત્ય છે, વળી તે તારાથી ભિન્ન છે. તું તેને ગમતું અણગમતું માનીને, તારી આત્મામાં રહેલી સમત્વની પરિણતિને વિકૃત કરે છે. ગમતું છે તે ય જડ છે અને અણગમતું છે તે ય જડ છે. આમાં તારું કાંઈ નથી. તું શા માટે તેને ભેટે છે. ? આ રીતે વ્યવહારિક સમતામાં જડની જડ દ્રવ્યની એકતાના ચિંતન દ્વારા અને ચેતનની ચેતન દ્રવ્ય (જગતના જીવો)ની એકતાના ચિંતન દ્વારા મનને સમાધાન આપવું તે મનનું સમાધાન એજ સમાધિ, અને સમતાનું સ્વરૂપ શરૂ થાય છે અને પરમાત્મા સાથે આત્માનું ઐક્ય સમાનતાના ચિંતન દ્વારા મનને પરમ સમાહિત બનાવી નિશ્ચયથી સમાધિ કે સમતા પ્રગટાવવી એ સમતાનું પૂર્ણ સ્વરૂપ છે. ત્યાં સમતા ફળસ્વરૂપે સદા સ્થિર રહે છે. અસમતા તે અજ્ઞાનમાંથી ઉદભવે છે, કેમકે જડમાં જડત્વ ન માન્યું અને ચેતનમાં ચેતનત્વ ન માન્યું તે જ અજ્ઞાન છે અને તેને મિથ્યાત્વ કહેવાય છે. માટે જોવાની દૃષ્ટિ બદલો. જડને જડ સ્વરૂપ જુઓ, ચેતનને ચેતન સ્વરૂપે જુઓ. જેથી સમ્યકત્વ પ્રગટે છે અને આત્માની આનંદ-સુખની શરૂઆત અહીથી થાય છે અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થતાં સંપૂર્ણ સુખ જયાં છે તેવા મુક્તિના સુખરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. સાધકનો અંતર્નાદ 104 Page #125 -------------------------------------------------------------------------- ________________ : અનુક્રમણિકા - | સંવત ૨૦૪૯-૫૦-પાના નં. ૧૦૫ થી ૧૨૧ | ૧. ઔચિત્ય ૨. આત્મ દર્શન ૩. તત્ત્વ દર્શન-સમ્યગુ દર્શન | શબ્દ બ્રહ્મ અહમ્ દ્વારા અભેદ ધ્યાન ૫. અહમ્ અથવા શુદ્ધાત્મા 6. પરમ તત્ત્વ - પરમાત્મા ૭. સારભૂત વસ્તુ ૮. સારભૂત વસ્તુ પ્રાપ્ત કરવાની ચાવી - ઉપાય ૯. શિવત સુખના કંદ ૧૦. ચેતન્ય શક્તિનું દર્શન ૧૧. શિવમસ્તુ સર્વ જગતઃ ૧૨. પરહિત નિરતા ભવંતુ ભૂતગણા: ૧૩. દોષાઃ પ્રયાંતુ નાશ ૧૪. સર્વત્ર સુખી ભવતુ લોક: ૧૫. ચૈતન્ય સાથે અભેદ સાધના માટે પ્રથમ પ્રયોગ ૧૬. ચૈતન્ય શક્તિનું સ્વરુપ ૧૭. ચેતન્યશક્તિ - - સાધકનો અંતર્નાદ - 105 Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧. ઔચિત્ય ચૈ.શુ. ૧૪, સં. ૨૦૪૯, સિદ્ધચક્ર ગુરૂમંદિર ઔચિત્ય એટલે ઉચિત પ્રવૃત્તિ. ઉચિત એટલે જે જીવને માટે જેવું અને જેટલું યોગ્ય હોય તેવું અને તેટલું વર્તન કરવું તે તેને માટે ઉચિત કહેવાય. બધાને માટે સમાન વર્તન તે અનૌચિત્ય છે. ગુણથી, વયથી, સંયમ પર્યાયથી મોટા અને નાનાનો ભેદ પડે છે, તેમ તેઓ માટે ઉચિત પ્રવૃત્તિમાં પણ ભેદ પડે. જો ઉચિત પ્રવૃત્તિનો ભેદ ન રહે તો જેઓ ગુણાદિથી મહાન છે તેમના મહત્ત્વને ધક્કો પહોંચવાથી કર્મબંધ થાય છે. જેઓ જે સ્થાને છે તે સ્થાનનું મહત્ત્વ હૃદયમાં ધારી રાખવું જોઈએ અને તેને આશ્રયીને ઉચિત સાચવવું જોઈએ. અરિહંત પરમાત્માનું સ્થાન સૌથી ઊંચું છે. તેથી મંદિરમાં કેવી રીતે જવું, કેવા વેષે જવું, કેવા વિનયથી જવું અને તેમને યોગ્ય ત્યાં જઈને કેવી પ્રવૃત્તિ કરવી વિગેરે બીજા જીવો કરતાં ભેદ પડે છે. જો બધાના જેવો જ વ્યવહાર ત્યાં પણ કરીએ તો પરમાત્માનું અવમૂલ્યન કરનાર આપણે બનતા હોવાથી બોધિદુર્લભ થઈએ છીએ. એજ રીતે મનુષ્યમાં પણ બધા મનુષ્યત્વથી સમાન હોવા છતાં દરેકના દરજ્જા પ્રમાણે જ યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. જો ઉચિત વ્યવહારમાં ભૂલ થાય તો સ્વ-પર બંનેને નુકસાન થાય છે. ઉચિત પ્રવૃત્તિ નહિ કરનાર વડીલ હોય તો તેમની મોટાઈને હણે છે નાના હોય તો તેમના માનને પોષણ મળે અને ક્લેશ જનક પણ આપણી પ્રવૃત્તિ બને માટે દરેક સ્થાને ઉચિત પ્રવૃત્તિને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. યોગના ગ્રંથોમાં પણ ઠેકાણે ઠેકાણે ઔચિત્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કારણ કે આત્મધર્મના વિકાસમાં તે ઔચિત્ય ધર્મ ઘણો સંબંધિત છે. ઔચિત્ય કરવાથી પ્રથમ તો અહંકારની ન્યૂનતા થાય છે, માન ગજને વિદાય લેવી પડે છે. કેમકે ઔચિત્યમાં બીજાને યોગ્ય માન આપવાનું હોય છે. બીજાને માન આપવાથી માન વધે છે. બીજું ઔચિત્ય પાલનથી બીજા જીવની પ્રસન્નતા વધે છે. બીજા જીવની પ્રસન્નતાથી આપણી પ્રસન્નતા વધે છે. પ્રસન્નતા આપવી અને આપણે પ્રસન્ન રહેવું એ જ ધર્મનું અનંતર ફળ છે. માટે ઔચિત્ય પાલન આત્મ ધર્મનું એક અંગ બની જાય છે. માટે ઔચિત્ય કદી ચૂકવું નહિ. અરિહંત પરમાત્મા સમગ્ર વિશ્વમાં મહાનતા ધરાવે છે છતાં તેઓનું સમસ્ત જીવન (બાલ્ય કાળથી માંડીને) ઔચિત્યથી સુંદર મઘમઘાયમાન હતું. કેમકે તેઓ નમ્રતાના નિધિ હતા. ઔચિત્ય પાલનથી જીવને જીવની સાથે મધુરતાનો અનુભવ થાય છે. એ મધુરતા જ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિમાં અગ્રસ્થાન ધરાવે છે. મૈત્રી આદિ ભાવો પણ તે સાધકનો અંતર્નાદ 106 Page #127 -------------------------------------------------------------------------- ________________ મધુરતાને જ આભારી છે. તેથી કોઈ પણ સંયોગોમાં ધર્મને પુષ્ટિ આપનારી, વૃદ્ધિ કરનારી, શુદ્ધિ બતાવનારું ઔચિત્ય ભૂલવું ન જોઈએ. ઔચિત્ય આત્મસાત્ થઈ જવું જોઈએ. જેથી હું આ જીવનું ઉચિત સાચવું એમ વિચાર કરવો ન પડે પણ જયાં જેને યોગ્ય જેવી ઉચિત પ્રવૃત્તિની જરૂર હોય તેવી સહજ ભાવે થઈ જાય. પરમાત્માનું ઔચિત્ય સહજ હતું. તેથી તે સંસારમાં રહેવા છતાં, પોતે વિરાગી હોવા છતાં રાગી સંબંધી જનોને દુઃખનું કારણ નથી બન્યા. પરંતુ અત્યંત સુખનું કારણ બની પોતાના હિતને ભૂલ્યા નથી. માટે સ્વ-પર હિત કરનાર એવા ઔચિત્યને લાખ લાખ વંદન. ૨. આત્મદર્શના ભા.વ.કિ.૩ આત્મા એક પદાર્થ છે. જિન શાસનમાં છ દ્રવ્યો માનવામાં આવે છે તેમાંનું આ એક દ્રવ્ય છે. દ્રવ્ય, ગુણ-પર્યાયવાળું જ હોય કેમકે તેનું લક્ષણ છે “જુન પર વત્ દ્રવ્ય” લક્ષણ અવશ્ય લક્ષ્યમાં ઘટવું જોઈએ. જો તે ન ઘટે તો લક્ષણ દૂષણ યુક્ત છે. તેથી તે લક્ષ્ય પણ અસંભવિત છે. આત્મા દ્રવ્ય છે માટે તે લક્ષ્ય છે. તેમાં ગુણ-પર્યાય બંને ઘટે છે અર્થાતું, તેમાં તે બને રહેલા છે. દ્રવ્ય પરોક્ષ છે માટે વાસ્તવિક તેના ગુણ અને પર્યાય બને પરોક્ષ છે. પરંતુ અશુદ્ધ ગુણ-પર્યાય પ્રત્યક્ષ છે. તેથી તેનો આધાર દ્રવ્ય (આત્મા) તેની અનુમિતિ થઈ શકે છે. અર્થાતું, તેના આધેયથી તે આધારરૂપ આત્મા પ્રત્યક્ષ છે. પરંતુ શુદ્ધ ગુણ-પર્યાય પરોક્ષ છે તેથી તેનો આધાર પણ પરોક્ષ છે. ત્યારે આત્માનું અસ્તિત્વ ગુણ-પર્યાયથી અનુમનાય છે. માટે નિશ્ચયથી દ્રવ્યમાં ગુણ-પર્યાય છે. વ્યવહારથી ગુણપર્યાયમાં દ્રવ્ય છે. દા.ત. કેરી સામે પડી છે. તેને જોનાર તેના આકાર, ગુણ, વર્ણ, ગંધ, સ્પર્શથી તેને પ્રત્યક્ષ કરે છે અર્થાતુ, તે આકાર આદિ ગુણ પર્યાય છે તેને કહે છે કે આ કેરી છે. કેરી નામનો પદાર્થ તો તેમાં પરોક્ષ રીતે રહેલો છે. તેથી વ્યવહાર એવો જ થાય છે કે આમાં કેરીત્વ રહેલું છે. આમાં કેરી છે. પરંતુ વાસ્તવિકતાએ તો ગુણ-પર્યાય દ્રવ્યમાં રહેલા છે. આત્મા કર્મ રહિત બને છે ત્યારે કેવળ શુદ્ધ ગુણનો પુંજ જ રહે છે. એટલે આત્મ દ્રવ્ય ગુણ પુંજ સ્વરૂપ રહ્યું. દ્રવ્ય એ તો શક્તિરૂપ છે. તે ગુણ પુંજમાં રહેલ છે. માટે આત્મદ્રવ્યનું ધ્યાન ગુણના પુંજ સ્વરૂપે કરવું. કારણ કે શક્તિ એકલી પકડી શકાય નહિ. વળી ગુણ પુંજ તે શક્તિથી ભિન્ન નથી. તે શક્તિ ગુણ પુંજથી જ ઓળખી શકાય છે. પરંતુ દ્રવ્યનું માત્ર ધ્યાન જ નિસ્તરંગ, નિરાકાર, નિરંજન, અવિચલિત સ્વરૂપે ચિંતન દ્વારા થઈ શકે. સાધકનો અંતર્નાદ 107 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩. તત્ત્વ દર્શન - સખ્ય દર્શન ભા.વ. ૪, સં. ૨૦૪૯ ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર, જે ગુરુ વાણીથી વેગળા, રડવડિયા સંસાર. દેવ, ગુરુ, ધર્મ એ તત્ત્વત્રયી છે. જેમ નવતત્ત્વને સહવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તેમ આ ત્રણ તત્ત્વને આરાધવાથી સમ્યકત્વ દઢ થાય છે અને માનવાથી એટલે કે દેવને દેવ તરીકે ગુરુને આ મારા તારણહાર ગુરુ છે એમ માનવાથી અને ધર્મને આ ધર્મ જ દુર્ગતિમાં પડતા જીવને બચાવનાર છે એમ માનવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. જેમાં દેવત્વ પ્રગટ થયું છે અર્થાતુ, દેવના લક્ષણ જેમાં ઘટે છે. જે દેવમાં વિતરાગતા, સર્વજ્ઞતા વિગેરે છે તે સાચા દેવ છે. અર્થાત, સુદેવ છે, માટે આ દેવનું જ કથન મારે શિરોધાર્ય છે. આ દેવ જ મને ભવોભવના સાથી બનીને સંસારથી તારનાર છે. આ દેવ જ મારા પરમ ઉપકારી છે માટે પૂજનીય છે. આ દેવ જ મારા સાચા માર્ગદર્શક છે માટે આરાધ્ય છે. આ દેવ જ શુદ્ધ આત્મ સ્થિતિ પામ્યા છે માટે મારાં માટે સાધ્ય છે અને આ દેવના જ આલંબનથી મારો આત્મદેવ સુસાધ્ય છે માટે આ ભવ અટવીમાં ભમતાં મારા આત્માને પાર ઉતારનાર ભોમિયો છે. ભવ સમુદ્રમાં ડૂબતા મને બચાવનાર નૌકાના ખલાસી છે. ભવ જંજાળમાં મુંઝાઈ ગયેલા મારા આત્માના ભાવ વેદ્ય છે. આવી આત્માની પરિણતિને સમ્યગુદર્શન કહેવાય છે. આ એક તત્ત્વની વાત થઈ. બીજું તત્ત્વ છે ગુરુ તત્ત્વ. આ એક એક તત્ત્વથી ચડિયાતું તત્ત્વ છે. દેવ કરતાં પણ અપેક્ષાએ ગુરુ તત્ત્વ ચઢે છે કેમ કે ગુરુ તો દીવો લઈને ઊભા છે. માર્ગદર્શક દેવ મળ્યા પણ માર્ગદર્શન ગુરુ કરાવે છે. દીપના પ્રકાશમાં માર્ગ દેખાય છે ત્યારે જ ચાલી શકાય છે. અરે ! એ માર્ગદર્શક દેવને પણ બતાવનાર આ ગુરુ જ છે. આપણે ગુરુ વિના અંધ છીએ. જો ગુરુ ન મળ્યા હોય તો જે આંધળાની દશા થાય છે તે જ આપણી દશા હોય. રસ્તો હોય પણ આંખ જ ન હોય તો? ખરેખર ગુરુ એ તો આપણી આંખ છે. આંખ હોય પણ અજવાળું ન હોય તો? માટે ગુરુ જ્ઞાનરૂપ પ્રકાશ પાથરે છે માટે દીવો છે. જો ગુરુ તત્ત્વ ન હોય તો આપણા જીવનમાં ઘોર અંધારું છે. ઘોર અંધારામાં એક કાર્ય ન થાય તેમ આત્મામાં અજ્ઞાન-અંધારાં ઉલેચ્યાં ઉલેચી શકાય તેમ નથી, એવા અંધારામાં આત્માનું એક પણ કાર્ય થઈ શકે તેમ નથી માટે ન ઉલેચી શકાય ત્યાં તો એક પ્રકાશનું કિરણ બસ છે એ જ પ્રકાશનું કિરણ પાથરનાર ફેંકનાર ગુરુ એ પોતે જ દીવો છે. કેમકે ગુરુ પ્રગટ શ્રુતજ્ઞાનમય છે. શ્રુતજ્ઞાન એ દીપક જેવું છે. સ્વ-પર પ્રકાશક છે. એ ગુરુમાં વ્યાપી ગયું છે. માટે તે મય બનેલા ગુરુ સદા જ્ઞાન પ્રકાશ જ આપે છે. આપણે તેને ઝીલીએ એટલે અજ્ઞાનરૂપ અંધારા ઉલેચાઈ જાય છે. માટે ગુરુ દીવો છે. ગુરુ દેવતા છે. કેમ કે દેવનું કામ પણ ગુરુ કરે છે. પરમાત્માએ બતાવેલા માર્ગે ચાલનાર ગુરુમાં દેવત્વ પ્રગટે છે. પરમાત્માનો માર્ગ જે આરાધી રહ્યા છે તેમાં તન્મય છે. તેથી માર્ગરૂપ બની ગયા હોય તેમ લાગે છે. પરમાત્મા માર્ગદર્શક છે અને પરમાત્મા માર્ગ સ્વરૂપ છે. ગુરુ પણ આરાધ્ય એવા માર્ગમાં તન્મય હોવાથી માર્ગ સ્વરૂપ આત્માને અનુભવતા ગુરુ દેવતા છે અથવા ગુરુ પણ પરમાત્માએ બતાવેલો સાધકનો અંતર્નાદ 108 Page #129 -------------------------------------------------------------------------- ________________ માર્ગ બતાવે છે તેથી સંસાર સમુદ્રથી પાર ઉતારે છે, ડૂબતા બચાવે છે. ગુરુ તત્ત્વ દેવ અને ધર્મ બન્નેને ઓળખાવનાર છે. માટે ગુરુ દેવતા છે. જો ગુરુ તત્ત્વ ન હોત તો આ સંસારમાં ઘોર અંધારું છે. તેથી ઘોર અંધારામાં રખડતા આપણો પત્તો ન લાગત. આ રીતે ગુરુ તત્ત્વને માનવાથી સમ્યગ્ દર્શન પ્રાપ્ત થાય છે. ત્રીજું તત્ત્વ છે ધર્મ તત્ત્વ. આ ધર્મ તત્ત્વનો આશ્રય પરમાત્મા પણ લે છે ત્યારે દેવત્વ પ્રગટ કરી શકે છે માટે આ બન્ને તત્ત્વની અપેક્ષાએ ધર્મતત્ત્વ ચઢિયાતું છે. અનેક ભવોમાં ધર્મનું સ્વરૂપ ગુરુએ બતાવ્યું, તેને આરાધી છેલ્લા ભવમાં તે ધર્મ આત્મામાં પ્રગટ થયો ત્યારે દેવત્વ ઝળહળ્યું. અર્થાત્, પ્રગટ થયું. જો કે ગુરુની પાસે પણ આ ધર્મ તત્ત્વનો જ્ઞાન પ્રકાશ પાથરનાર તો તીર્થંકર દેવ જ છે. માટે ઉપકારની દૃષ્ટિએ મૂળ અરિહંત પરમાત્મા છે. આપણને અરિહંત પરમાત્મા ઓળખાવનાર ગુરુ છે માટે બીજા નંબરે ગુરુ ઉપકારી છે અને ધર્મ તો દેવ અને ગુરુ આ બે ન હોત તો જ્ઞાન વિના આદરત કયાંથી ? આ તત્ત્વને માનવાથી સમ્યગ્ દર્શન પ્રાપ્ત થાય છે. તત્ત્વત્રયી રમે હૃદયમાં, દર્શન નિર્મળ થાય, વંદના હોજો માહરી, ક્રોડ ક્રોડ સદાય. ૪. શબ્દબ્રહ્મ અર્હમ્ દ્વારા અભેદ ધ્યાન ભા.વ. ૫, સં. ૨૦૪૯ ‘અર્હમ્’ અક્ષર તે શબ્દ બ્રહ્મ છે શુદ્ધ આત્માનાં દર્શન કરવાં હોય તો અર્હમ્ અક્ષરનાં દર્શન કરો. બ્રહ્મ એટલે આત્મા. શબ્દ બ્રહ્મ-અક્ષર બ્રહ્મ. અર્હમ્ આ પ્રમાણેના અક્ષરમાં આત્મા છુપાયેલો છે. માટે તે અક્ષરરૂપ દેહને ધારણ કરીને રહેલો પરમઆત્મા છે અને પર બ્રહ્મ છે. ગુણ પુંજ રૂપ આત્મા છે. શબ્દ બ્રહ્મમાંથી પરબ્રહ્મમાં જવાય છે તેનો અર્થ અર્હમ્ અક્ષરરૂપ આત્માના ધ્યાનથી પર બ્રહ્મનાં દર્શન થાય છે. અક્ષર બ્રહ્મ રૂપી આત્મા છે અર્થાત્, અક્ષર દ્વારા પોતાના સ્વરૂપને બતાવે છે. પર બ્રહ્મ, ગુણ દ્વારા પોતાના સ્વરૂપને બતાવે છે. અક્ષર રૂપી છે તેમાં અરૂપી એવા આત્માને જોવાનો છે. ગુણો અરૂપી છે, તેમાં અરૂપી આત્માને જોવાનો છે. માટે અક્ષર બ્રહ્મ એ રૂપસ્થ ધ્યાન છે. પર બ્રહ્મનું ધ્યાન તે અરૂપી ગુણ દ્વારા થતું હોવાથી રૂપાતીત ધ્યાન છે. રૂપાતીત ધ્યાનમાં જવા માટે પ્રથમ રૂપનું આલંબન લેવું પડે છે, માટે રૂપસ્થ ધ્યાન થાય છે. અક્ષર પણ બે પ્રકારે છે. લિપિરૂપ સંજ્ઞાક્ષર અને લધ્યક્ષર. સંજ્ઞાક્ષરનું આલંબન લઈ લધ્યક્ષરરૂપે જપ દ્વારા આત્માના ભૂગર્ભમાં રહેલું ચૈતન્ય પ્રગટ થાય છે ત્યારે અર્હમ્ અક્ષર ચૈતન્યરૂપ મંત્ર બને છે. જયારે મંત્રમાં ચૈતન્ય પ્રગટે છે ત્યારે ભાવ સ્વરૂપ અર્હમ્ તે જ ગુણપુંજ રૂપ પરમાત્મા એટલે પર બ્રહ્મ તેનાં દર્શન થાય છે. તેથી અર્દમિત્યક્ષર બ્રહ્મ વાઘ પરમેષ્ઠિનઃ' છે. તે અર્હમ્ અક્ષરથી પર બ્રહ્મમાં જવાય છે અર્થાત્, પરમાત્માનાં દર્શન થાય છે. પરમાત્મા તો ગુણગણમણિના આકર છે. છતાં સાધકનો અંતર્નાદ 109 Page #130 -------------------------------------------------------------------------- ________________ અતિન્દ્રિય છે. માટે ગુણપુંજ રૂપ પરમાત્મામાં અભેદ થવા માટે નિર્વિકાર-શુદ્ધ દર્પણમાં જેમ સ્વચ્છ પ્રતિબિંબ પડે તેમ નિર્વિકાર પરમાત્મામાં આપણું સ્વચ્છ પ્રતિબિંબ દેખાય તે માટે આપણા ઉપયોગને અહમ્ અક્ષર દ્વારા નિર્મળ બનાવી અવિકાર પરમાત્મામાં આપણા આત્માના સ્વચ્છ પ્રતિબિંબને જોવું તે જ અભેદ ધ્યાન છે. ૫. અહમ્ અથવા શુદ્ધાત્મા ભા.વ. ૬, સં. ૨૦૪૯ અહમ્ એ શુદ્ધાત્માનું અક્ષરરૂપ દેહ સ્વરૂપ છે. જેમ આપણા દેહમાં આત્મા રહેલો છે તેમ આ અક્ષરદેહમાં પરમ (શુદ્ધ) આત્મા-પરમાત્મા રહેલો છે પરંતુ દષ્ટાંતમાં અને દાષ્ટ્રતિકમાં એટલો તફાવત છે કે આપણા દેહમાં આત્મા ભેટ સ્વરૂપે રહેલો છે. સંયોગ સંબંધ રહેલો સર્ષની કાંચળીની જેમ જયારે આયુષ્ય (સમય મર્યાદા) પૂર્ણ થાય છે. ત્યારે તે દેહમાંથી નીકળી જાય છે. અહંમરૂપ અક્ષર દેહમાં પરમાત્મા તાદાભ્ય સંબંધથી રહેલા છે. તે કદી ભિન્ન થતા નથી. અહમ્ એ જ પરમાત્મા છે અર્થાતુ, અહમાં પરમાત્મા અભેદ સંબંધે રહેલા છે. કારણ કે અહમ્ એ પરમાત્માનું પોતાનું સ્વરૂપ છે. તેથી તે કદી જુદા થતા નથી માટે જ અહેમુ અક્ષરથી પરમાત્મા ઓળખાય છે. અર્થાતુ, તે અક્ષરમાં જ પરમાત્માનું દર્શન થાય છે. જયારે દેહમાં આપણને આત્માનું દર્શન કદી થતું નથી કારણ કે તે બંનેના (શરીર અને આત્માનાં લક્ષણ જુદાં છે અને અહમ્ અક્ષર છે એટલે કદી નાશ પામતું નથી. તે સ્વરૂપ તે જ આત્મા છે. અઈમમાં આઈજ્ય રહેલું છે. તે આઈન્ય શક્તિ સ્વરૂપ છે. તે શક્તિ દરેક તીર્થકરમાં રહેલી છે. “સર્ટિસ્ પ્રતિષ્ઠાન, યાર્ટી મરે”. આહત્યનું ધ્યાન કરવાથી સકલ તીર્થકરોનું પ્રણિધાન થાય છે. કારણ કે આહત્યમાં સકલ અરિહંતોનું પ્રતિષ્ઠાન છે. અહમ્ અક્ષર એ રૂપાતીત એવા પરમાત્માનું ધ્યાન કરવા આલંબનરૂપ બને છે કારણ કે પાંચ ઈન્દ્રિયો અને મન એ રૂપી વસ્તુને ગ્રહણ કરી શકે છે માટે સાલંબન ધ્યાનમાં અહમ્ અક્ષરરૂપ દેહ હોવાથી પરમાત્માનું રૂપ છે તેથી આલંબન પુરું પાડે છે અને તે અક્ષર મન દ્વારા પકડાય છે ત્યારે ઉપયોગ તેને સ્પર્શી શકે છે અને તે સ્પર્શ દ્વારા જ ઉપયોગ પવિત્ર બને છે અર્થાતુ, મન દ્વારા ગ્રહણ કરેલો અહમ્ અક્ષર ઉપયોગમાં પ્રતિબિંબિત થાય છે. ત્યારે ઉપયોગની મલિનતા દૂર થવા માંડે છે અને આ રીતે ઉપયોગમાંથી સંપૂર્ણ મલિનતા દૂર થાય છે ત્યારે મન પણ લય પામી જાય છે અને રૂપાતીત એવા પરમાત્માનું પણ તેમાં દર્શન થાય છે. આ પરમાત્માનું દર્શન એજ પોતાના શુદ્ધાત્માનું દર્શન છે. ૪. પરમ તત્ત્વ - પરમાત્મા ભા.વ. ૭ આ જગતમાં બે તત્ત્વો અનાદિ કાળથી છે. તે ઉત્પન્ન થતાં નથી. તે કોઈથી ઉત્પન્ન કરાતાં નથી. જે કાંઈ ઉત્પન્ન થાય છે તે તત્ત્વો, જે દ્રવ્ય સ્વરૂપ છે તેની પર્યાયો છે અને જે ઉત્પન્ન થાય છે તેનો નાશ અવશ્ય થાય છે. એટલે નાશ પણ તે પર્યાયનો થઈ શકે, પણ દ્રવ્ય તો કદી નાશ પામતું નથી. જેની સાધકનો અંતર્નાદ 110 Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ અને નાશ નથી તે અનાદિ અનંત છે. આ જગતમાં જે કાંઈ વ્યવહારો ચાલે છે તે આ બે તત્ત્વો ઉપર જેનું નામ છે જીવ અને અજીવ, જડ અને ચેતન. તે બે ય તત્ત્વો છે. પરંતુ તેમાંય જીવ એ પરમ તત્ત્વ છે કારણ કે જીવ ન હોય તો જગતનો એક પણ વ્યવહાર ન ચાલે. કારણ કે જીવ સક્રિય છે. જયાં ક્રિયા નથી ત્યાં વ્યવહાર નથી. જીવ પુગલને ગ્રહણ કરે છે અને અનેક જાતની રચના કરે છે. અરે ! સમગ્ર શરીરની રચના જીવ પોતે જ કરે છે. જીવમાં પુગલને ગ્રહણ કરવાની શક્તિ છે તેમ પુગલને પણ ગ્રાહ્ય શક્તિ છે. જો જીવ ગ્રહણ કરે પણ પુગલ ગ્રહણ થવા માટે શક્તિમાન ન હોય તો જીવ પણ ગ્રહણ કરી શકે નહિ. આ રીતે બંને એક બીજાને મદદરૂપ થાય છે તે દૃષ્ટિએ તો બંને સક્રિય છે અને જગતનો વ્યવહાર ચાલે છે. આ જગત વ્યવહાર આપણા આત્માને શું ઉપયોગી? જો આવો કોઈ વ્યવહાર ન ચાલતો હોય તો જીવનો કર્મ બંધ ન હોય, તો તેનાથી છૂટવાનું પણ ન હોય અને તે રીતે છુટકારો ન થતો હોય તો મુક્તિનું સુખ પણ ન મળે. આ ક્રમ તો જગતનો અનાદિનો છે કે કર્મથી બંધાવું અને છૂટવું. જયારે સંપૂર્ણ છુટકારો થાય ત્યારે જ પોતાનો સ્વભાવ પ્રગટે અને આત્મ સ્વરૂપનો ભોગવટો, તેમાં રમણતા અને તૃપ્તિ પ્રાપ્ત થાય. તે જ તેનું પરમાત્મ સ્વરૂપ છે. જગત વ્યવહારમાં જયાં ભૂલ છે ત્યાં શુદ્ધિ કરવાની છે અને તે શુદ્ધિના ઉપાયોને દર્શાવવા માટે શુદ્ધ સ્વભાવ જેને પ્રગટ છે તેવા મહાજ્ઞાની પરમપ્રભુએ જે કહ્યું છે તેને જ આગમ કહીએ છીએ. વ્યવહારની શુદ્ધિ થતાં ત્રણે યોગની શુદ્ધિ થાય છે. તે શુદ્ધ થતાં ઉપયોગની મલિનતા ટળે છે. ઉપયોગની મલિનતા ટળતાં પરમ પ્રભુનું મિલન થાય છે. પછી મુક્તિ બહુ દૂર નથી. મુકિત માટે પરમ તત્ત્વ જીવને ઓળખો. છે. સારભૂત વસ્તુ ભા.વ. ૯ જગતમાં સારભૂત શું? વિવેકી પુરુષ (આત્મા) સારને જ સ્પર્શે, પરંતુ અસારને ફેંકી દે, માટે સારભૂત વસ્તુ કઈ છે તે ઓળખે. અર્થાત્, જગત્ સાર-અસાર વસ્તુથી ભરેલું છે તે અસારમાંથી પણ જે જે સાર સાર હોય તેને જ ગ્રહણ કરે તે જ વિવેકી-શાની કહેવાય. માટે જ્ઞાની, સાર અને અસાર બંનેને જાણનારો-ઓળખનારો હોય. સારભૂત શું? જડ ચેતનથી ભરેલા વિશ્વમાં ચેતન એ સાર છે. પરંતુ ચેતનને ઓથે ઓથે ઓળખવાથી ચેતનમાં રહેલી સારતાનું સાચું દર્શન થતું નથી. ચેતનની શુદ્ધતા તે સાર છે. અર્થાતુ, શુદ્ધાત્મા તે સાર છે. ચેતનની શુદ્ધતા તે સાર છે તેથી એ જણાયું કે ચેતન બે અવસ્થાવાળો છે. શુદ્ધ અને અશુદ્ધ. અર્થાત્, નિર્વિકારી અને વિકારી. ચેતનની અનાદિની કઈ અવસ્થા છે? વિકૃત. શું કારણ? તેમાં અનાદિ કાળથી સહજમલ ભરેલો છે. તેથી કર્મનું યંજનકરણ પણ અનાદિ કાળથી છે. તેથી તે આત્મા ઉપર લાગેલી સાધકનો અંતર્નાદ 111 Page #132 -------------------------------------------------------------------------- ________________ રાગ દ્વેષ રૂપી ચીકાશ (સહજમલ)થી કર્મનું ચોંટવું ચાલુ છે. પરંતુ ચેતન પરાધીનપણે કર્મને આ રીતે ગ્રહણ કરી ક્ષીરનીરની જેમ તેની સાથે એક મેકની જેમ રહે છે અને તેના કારણે તેના વિપાકને ભોગવતો સુખાભાસ દુ:ખાભાસ, અનુભવે છે. જેમ સહજમલના કારણે કર્મનું યુજનકરણ થાય છે ચેતનની તેવી યોગ્યતાના કારણે, તેમ તથાભવ્યત્વના કારણે કર્મનું વિલીનીકરણ પણ થાય છે તે પણ ચેતનની તેવી યોગ્યતાના કારણે. માટે જેમ સહજમલના કારણે જીવની કર્મબંધન યોગ્યતાથી અશુદ્ધતા છે તેમ તથાભવ્યત્વના પરિપાકના કારણે જીવની કર્મ મુક્ત થવાની યોગ્યતાથી શુદ્ધતા છે. આ એક સામાન્ય-ઓઘે જીવની પરિસ્થિતિ બતાવી. પરંતુ આ વસ્તુનો વિસ્તાર શાસ્ત્રમાં ઘણો છે. કારણ કે જીવની પરિસ્થિતિ ઓળખ્યા વિના તેની સારભૂત અવસ્થાનું સંશોધન ક્લિષ્ટકારી છે. માટે વિસ્તારથી શાસ્ત્રમાંથી તેની ઓળખ કરી જીવની અશુદ્ધતાથી મુક્ત થઈ શુદ્ધતા કેવી રીતે પ્રગટાવવી તે સમજવું ખૂબ જરૂરી છે. પ્રથમ અશુદ્ધતા - જીવની વિકારીદશા ઓળખી, તેને ટાળી નિર્વિકારી દશા પ્રગટાવવા પ્રયત્ન કરવો. ૮. સારભૂત વસ્તુ પ્રાપ્ત કરવાની ચાવી - ઉપાય સહજમલ દૂર થાય ત્યારે શુદ્ધતા પ્રગટ થાય. જેમ ટાઈફોઈડના દર્દીને પેટમાં જામેલા મલ પાકે ત્યારે શરીરની શુદ્ધિ થાય છે તેમ આપણા આત્મા ઉપર લાગેલો સહજમલ પાકે ત્યારે આત્માની શુદ્ધિ થાય છે. ટાયફોઈડના દર્દીને મલ પકવવા જેમ મુદત નક્કી હોય છે તેમ સહજમલ પણ તેની મુદત પાકે છે. માટે જ તથાભવ્યત્વનો પરિપાક તેનું નિમિત્ત બને છે ત્યારે સહજમલ આત્મા ઉપરથી ખરી પડે છે અને પોતાના શુદ્ધ-નિર્મળ સ્વરૂપને પ્રગટ કરે છે. સહજમલ જયાં સુધી ચોટેલો છે ત્યાં સુધી કર્મરજ આત્માને તેની ચીકાશને લીધે ચોંટે છે. કેમકે સહજમલ તે જ રાગ દ્વેષરૂપ ચીકાશ છે. આપણો પુરુષાર્થ મુકિત મેળવવા માટેનો વ્યર્થ છે? ના, કેમકે સહજમલ પાકે તે તો મુદત (કાળ) ને આધીન છે પરંતુ તથાભવ્યત્વને પકવવા માટે શાસ્ત્રકારે ત્રણ ઉપાયો બતાવ્યા છે. તે ઉપાયોને આદરવારૂપ પુરુષાર્થ આપણને મુકિત મેળવી આપશે, કારણ કે પંચસૂત્રમાં કહ્યું છે કે “ટ , viણું નીવપ્ન મળે, સારું ઇમ બંગા નિદાત્તી' જીવ અનાદિ કાળથી છે જીવનું સંસારમાં પરિભ્રમણ અનાદિકાળથી છે. કારણ કે અનાદિ કાળથી કર્મ સાથે જોડાયેલો છે. કદાચ એમ પ્રશ્ન થાય કે ભલે જીવને સંસાર અને કર્મનું જોડાણ અનાદિનું હોય તો શું વાંધો છે? તો જવાબ આપે છે કે વાંધો બીજો કાંઈ નથી પણ જીવનો જે સંસાર અર્થાતુ, જીવનું એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરણ તે સુખ આપનારું નથી. તે સંસારનું (જીવનું પરિભ્રમણ) સ્વરૂપ ભયાનક છે અર્થાતું, કેવળ દુઃખરૂપ છે. તેમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. કેવળ દુઃખ ભોગવી લઈશું? પછી તો મુક્તિ (દુ:ખથી) મળશેને ? જવાબ-ના. દુઃખ ભોગવો પછી તેનું ફળ પણ દુઃખ જ છે. તેનું ફળ પણ ભોગવી લઈશું પછી તો દુઃખ મુક્તિ થશેને ? અને સુખ મળશેને ? જવાબ-ના. આ સંસાર કેવળ સાધકનો અંતર્નાદ 112 Page #133 -------------------------------------------------------------------------- ________________ દુઃખરૂપ કે દુઃખફલક નથી, પરંતુ દુઃખાનુબંધક છે. અર્થાતુ, દુઃખની પરંપરા ચલાવે તેવો છે. પ્રશ્ન : તો તો આ સંસારના દુ:ખથી મુક્ત થઈને મુક્તિના સુખ-આત્માની શુદ્ધ અવસ્થાથી પ્રાપ્ત થતું સુખ, મેળવવાનો કોઈ માર્ગ જ દેખાતો નથી. તો શું કરવું ? ત્યારે જીવાત્માને આશ્વાસન આપતાં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તે દુઃખ પરંપરાનો નાશ કરવાનો માર્ગ પરમાત્માએ જે માર્ગે ચાલીને સંસારનો દુઃખાનુબંધ અટકાવ્યો અને આત્માની શુદ્ધતા પ્રગટાવી તે બતાવે છે કે - આ દુઃખની પરંપરા ચલાવનાર સંસાર (જીવનું પરિભ્રમણ) અટકી શકે છે, અર્થાત્, નાશ થઈ શકે છે તે બતાવે છે. શુદ્ધ ધર્મથી સંસારનો નાશ થાય છે. શુદ્ધ ધર્મ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થવો તે. “વલ્થ મહાવો થમાં” આત્માનો સ્વભાવ તે જ શુદ્ધ ધર્મ છે. વર્તમાનમાં કર્મથી બંધાએલો છું તેથી મારો શુદ્ધ સ્વભાવ ઢંકાઈ ગયેલો છે. જેથી તેના સ્વરૂપની ઝાંખી પણ થતી નથી. કર્માધીનતાથી વિભાવમાં પડેલો છું. કર્મથી સર્જન થયેલો હું શરીરના બંધનમાં પડેલો છું. અને મોહાદિ શત્રુના પંજામાં પડેલો તે બંધનમાં રહીને પણ આત્માની વિકૃતિનું જ સર્જન કરું છું. તેથી તે શુદ્ધ ધર્મ - આત્માની નિર્વિકાર દશા, પ્રાપ્ત થવાની આશા પણ કેવી રીતે રાખી શકું? ત્યારે પ્રભુ આગળ માર્ગ બતાવે છે. શુદ્ધ ધર્મ તો પાપ કર્મના નાશથી પ્રગટે છે. ત્યારે જીવને પ્રશ્ન થાય છે કે પાપ કર્મનો નાશ કેવી રીતે કરું? આત્મામાં સહજમલ પડ્યો છે, કર્મ રજ ચોંટયે જ જાય છે. તેને કેવી રીતે અટકાવી શકાય ? તે તો મુદત પાકે ત્યારે સહજમલ ખરી પડશેને? અને કર્મ રજ પણ ચોંટવાની ત્યારે જ બંધ થશેને? અને ત્યારે પાપ કર્મનો વિગમ થઈ શુદ્ધ ધર્મ પ્રગટ થશેને? જીવ નિરાશ થઈને પૂછે છે. ત્યારે પ્રભુએ એવું જીવનભર સ્વસ્થતાથી જીવી શકે એવું આશ્વાસન આપ્યું કે હે ભવ્યાત્મન્ ! નિરાશ થવાની જરૂર નથી. ભલે સહજમલ મુદતે પાકે પણ/તથાભવ્યત્વનો પરિપાક પુરુષાર્થથી થાય છે અને પાપ કર્મનો નાશ તથાભવ્યત્વના ભાવથી થાય છે, તથાભવ્યત્વનો પરિપાક ત્રણ ઉપાયથી થાય છે. જયાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આ ત્રણ ઉપાયો-“દુકૃત નિંદા” “સુતાનુમોદન” અને “ચતુઃ શરણગમન-ને આદર', જેથી આ દુઃખરૂપ સંસારથી સુખે સુખે પાર ઊતરી જઈશ. દુઃખરૂપ સંસારમાં પણ તને દુઃખનો અનુભવ નહિ થાય પણ શુદ્ધ સ્વરૂપની ઝાંખીરૂપ આત્મસુખનો અનુભવ કરતો કરતો આ બિહામણી ભવ અટવીને પેલે પાર પહોંચી જઈશ. ત્યાં હું પણ તને મળીશ. બસ પ્રભુ ! મારે બીજું જોઈએ છે પણ શું? તૃપ્ત છું. આપની વાણીથી મને સારભૂત વસ્તુ પ્રાપ્ત કરવાની દિશા મળી ગઈ. ૯. શિવતરુ સુખના કંદ ભા.વ. ૧૦, સં. ૨૦૪૯ મોક્ષરૂપ કલ્પવૃક્ષના ફળ આત્મ સુખ છે, તેનો કંદ પરમાત્મા છે. શિવ-કલ્યાણ જયાં છે તે સ્થાનને પણ ઉપચારથી શિવ કહેવાય છે. શિવ એટલે કલ્યાણ. એ કલ્યાણ આત્મામાં જ રહેલું છે. તે જયારે પ્રગટ થાય છે ત્યારે કર્મથી મુક્ત થયેલો આત્મા મુક્તાત્મા સાધકનો અંતનદ 113 Page #134 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. તે જયાં રહે છે તે સ્થાનને મુક્તિનું સ્થાન કહે છે. તે આત્મા કલ્યાણ સ્વરૂપ હોવાથી તેને શિવ પણ કહેવાય છે. શિવ એટલે મુક્તાત્મા. તે સ્થાનને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. કેમકે કલ્પવૃક્ષ ઈચ્છિત આપે છે. આ શિવનું સ્થાન આત્માનું ઈચ્છિત, જે અનાદિ કાળથી ઝંખના કરાતું સુખ છે તે જ છે. તે સુખ પ્રાપ્તિનું કંદ જે કંદના આધારે આત્માનું સ્વાભાવિક સ્થિરસુખ પ્રાપ્ત થાય છે તે છે પરમાત્મા, પરમાત્માના આલંબન સિવાય કદી મુક્તિ થતી નથી. પછી તે આલંબન પરમાત્માના દેહનું હોય, તેમની વાણીનું હોય કે તેમના ગુણોનું હોય. અનુક્રમે પરંપરાએ પણ તે જ મુક્તિનું કારણ બને છે. માટે નિમિત્ત કારણ પરમાત્માને પ્રથમ ઓળખો, પછી પ્રીતિ કરો, પછી ભજો, પછી ઉપાસના એવી કરો કે એક ક્ષણ પણ વિરહ ન રહે. પછી એવી નિકટતા પ્રાપ્ત કરો કે એક આકાશ પ્રદેશ જેટલું પણ અંતર ન રહે. આવું કયારે બને ? અભેદ ઉપાસનામાં. અભેદ ઉપાસનામાં ક્ષેમ અને કાળનું અંતર રહેતું નથી. તેથી પરમાત્મા એક ક્ષણ પણ અળગા નહીં અને એક પ્રદેશ પણ દૂર નહિ. આ ઉપાસના માટે પૂર્વ પૂર્વની સાધનાની ખૂબ જરૂર છે. ન આ પરમાત્મા કોણ છે ? ઓળખ્યા ? અનંત ગુણથી યુક્ત. આત્મસાધનામાં કેવળ દેહની આકૃતિની તેમના સગા સંબંધીથી, તેમના કળા કૌશલ્યથી, ચતુરાઈથી, વ્યવહારથી ઓળખાણ ન ચાલે. આ બધી ઓળખાણ પણ તેમના નિર્મળ ગુણોને ઓળખવા માટે ભલે મેળવીએ, પણ જો ગુણની ઓળખાણ સિવાયની માત્ર શરીરાદિના વર્ણ આકૃતિથી ઓળખાણ દેહની પ્રીતિ પણ સાચી નહિ પ્રગટાવે, આત્મ સાધનામાં ઉપયોગી નીવડે તેવી નહિ બને. કારણ કે આલંબન આપણા આત્મ ગુણોને પ્રગટાવવા લેવાનું છે. હા, જો પરમાત્માના દેહની, નામની પણ પ્રીતિ સાચી પ્રગટશે તો પણ નિષ્ફળ નથી. અનાદિ કાળથી જીવને પોતાના રૂપ અને નામનો મોહ છે. તે જો પરમાત્માના નામ અને રૂપમાં ચિત્ત લાગી જાય તો ઉતરે, અને પરમાત્માના નામ અને રૂપના મોહથી તેમનામાં રહેલા ગુણો પર પ્રીતિ જાગે. તે જાગવાથી આત્મામાં રહેલા દોષો પર અરુચિ પેદા થાય. તેને દૂર કરવા ઉદ્યમવંત જીવ બને, અને ગુણો પ્રગટાવવામાં સફળ બને. ૧૦. ચૈતન્યશક્તિનું દર્શન આ.શુ. ૧, સં. ૨૦૪૯ ચૈતન્ય શક્તિ એ શું છે ? જીવની એક શક્તિ છે. દરેક જીવાત્મામાં તે શક્તિ એક જ સ્વરૂપે રહેલી છે. જયાં ચૈતન્ય નથી તે જીવ નથી. જીવ ચૈતન્યથી જ ઓળખાય છે. પરંતુ તે જીવાત્મામાં શક્તિરૂપે રહેલી છે. તેનો અર્થ એવો નથી કે જીવાત્મા તેનો આધાર છે અને ચૈતન્યશક્તિ આધેયરૂપે છે. ચૈતન્યશક્તિ સ્વરૂપ જીવાત્મા છે, તે બંને અભેદ છે. જીવ વ્યક્તિરૂપે જીવાત્મા તરીકે ઓળખાય છે જીવ જ શક્તિરૂપે ચૈતન્ય તરીકે ઓળખાય છે. વ્યક્તિથી જીવ બીજા જીવથી ભિન્ન છે. શક્તિથી અનંત જીવો એક છે, કારણ કે આ એક જ શક્તિ દરેક જીવાત્મામાં ચૈતન્યરૂપે રહેલી છે. માટે જ ‘‘ઊત્તે ગાયા’” સૂત્રથી આત્મા ચૈતન્યથી એક છે, આત્મા વ્યકિતરૂપે અનંત છે. દરેક આત્માના ગુણોની સાધકનો અંતર્નાદ 114 Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ (સ્વ સંપત્તિ) આગવી છે, માટે તેનો ભોગ તે પોતે જ કરે છે. આનંદ પણ પ્રત્યેક આત્મા પોત પોતાના ગુણ સંપત્તિના ભોગથી આનંદ ભોગવે છે - સુખ ભોગવે છે. પરંતુ દરેક આત્મામાં ચૈતન્યશક્તિ રહેલી છે તેમાં તરતમાતા કે ભિન્નતા નથી. જીવો સાથે અભેદ સાધવો હોય - એકતા અનુભવવી હોય તો તે આ ચૈતન્યશક્તિ દ્વારા અનુભવી શકાય. કારણ કે ચૈતન્યથી તે એક છે. જે વસ્તુનું અસ્તિત્વ હોય તેનો જ અનુભવ થઈ શકે. દરેક આત્મામાં ગુણો (જ્ઞાનાદિ) એક સરખા છે, પરંતુ તે સ્વ આત્મામાં પ્રગટે ત્યારે તે પોતે જ અનુભવી શકે – ભોગવી શકે. ગુણો કર્મ ક્ષયથી જે પ્રગટે છે તેમાં તરતમતા નથી. તે એક સરખા જ હોય છે. જે ગુણોનું સરખાપણું છે તે જ તેની ચૈતન્યશક્તિના કારણે છે. તે ચૈતન્યશક્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલી છે. તેનાં દર્શન વિશ્વવ્યાપી ચૈતન્યમાં ચિત્તને સ્થિર કરવાથી થાય છે. દરેક આત્માના ગુણોનું સમત્વ નિશ્ચયથી છે. વ્યવહારથી તો ક્ષયોપશમ પ્રમાણે ભિન્નતા અનુભવાય છે, માટે ચૈતન્યનું દર્શન સાધકને નિશ્ચયથી સરાએ શુદ્ધ એવા આત્માની ગવેષણામાં થઈ શકે. તેના માટે એક પ્રયોગ છે જે પ્રયોગથી આત્માની એકતાનાં (ચેતન્યનાં દર્શન થઈ શકે. પ્રયોગ ચૈતન્ય શક્તિ દ્વારા આત્માનો આત્મા સાથે અભેદ સાધવા પ્રયોગ નીચે પ્રમાણે. આપણે મેરુ પર્વતના શિખર પર બેઠા છીએ. ત્યાંથી ચારે બાજુ કેવળ ખાલી જગ્યા (આકાશ) જ દેખાય છે પણ તે ખાલી નથી, પણ ચૈતન્યથી ભરેલું છે. કેમકે જેમ પાણીમાં તેલનું ટીપું ફેલાયેલું હોય છે તેમાં ક્યાંય જગ્યા નથી હોતી, તેમ સમગ્ર વિશ્વમાં ચૈતન્ય વ્યાપક છે તે અરૂપી છે તેનાં દર્શન ચક્ષુદ્વારા અથવા મનથી કલ્પના દ્વારા થઈ શકતાં નથી. અરૂપીનાં દર્શન અરૂપી એવા જ્ઞાન દ્વારા (ઉપયોગ દ્વારા) થઈ શકે છે. માટે મેરુ પર્વતના શિખર જેવા ઊંચા સ્થાનેથી આકાશનાં જ દર્શન થાય. તેમાં બીજી કોઈ વસ્તુ વચ્ચે આડખીલી (આડી) રૂપે આવતી નથી. તો ખાલી જગ્યામાં ઉપયોગ સ્થિર કરવો અને તે ચૈતન્યશક્તિથી ભરેલું જગત છે તેમ જોવું. આ દેહમાં પુરાયેલો હું રૂપ એવા દેહથી પર થઈ ગયેલો ચેતન્ય શક્તિથી તેમાં ભળી ગયો. પોતાનું અલગ વ્યક્તિત્વ છૂટી ગયું. તે સમયે એકતાના અનુભવમાં આનંદની ઊર્મિઓ વહેવા લાગે છે. વ્યવહારમાં પણ છૂટા પડી ગયેલાને જયારે પોતાનાં સ્વજનાદિ મળે છે ત્યારે આનંદ આનંદ થઈ જાય છે. જયારે આમાં નિશ્ચયથી, કર્મની આધીનતાથી પોતાના સજાતીય બંધુઓથી છૂટો પડી ગયેલો આત્મા ચૈતન્યશક્તિના માધ્યમ દ્વારા જયારે ઐક્ય સાધે છે અથવા તે ચેતન્યરૂપી વિશ્વવ્યાપી મહાસાગરમાં પોતાના બિંદુરૂપ અલગ પડી ગયેલા આત્માને ભેળવી દે, અર્થાત્, ચૈતન્ય મહાસાગરમાં ડૂબકી મારીને સ્થિર થાય ત્યારે આનંદ અનુભવે છે. આ સાધનાના પ્રયોગમાં શરૂઆતમાં હૃદયમાં “અહંમ્' આ આકૃતિ સ્થાપિત કરી તેનું ધ્યાન કરવું, અર્થાત્, તે આકૃતિમાં ચિત્ત સ્થિર કરવું. તે “અહમ્' માંથી પ્રકાશ નીકળે છે તે આર્પત્ય શક્તિ (ચૈતન્યશક્તિ) છે તે ફેલાતો ફેલાતો વિશ્વવ્યાપી બને છે તે પ્રકાશને, જયારે વિશ્વ વ્યાપી બને છે ત્યારે સાધકનો અંતર્નાદ 115 Page #136 -------------------------------------------------------------------------- ________________ આકાશ (ખાલી જગ્યા) રૂપે જોવો અને તેમાં ચૈતન્ય શક્તિ ફેલાયેલી છે અને આપણા દેહમાં અંદર નજર કરીએ છીએ તે પણ દેહના માધ્યમને છોડી દેવાથી આકાશ જેવી ચૈતન્યશક્તિ જ બાકી રહી છે જગતમાં ફેલાયેલી શકિતમાં ભળી જાય છે. ત્યારે એકતાનો આનંદ ઉભરાય છે. આ ચૈતન્યથી અભેદ સાધનાનો પ્રયોગ છે તે અનુભવો. ૧૧. શિવમસ્તુ સર્વજગતઃ આ.શુ. ૨ શિવમ્ અસ્તુ સર્વ જગત : સહુનું કલ્યાણ થાઓ. સહુનું ભલું થાઓ. સહુનું સારું - શુભ થાઓ. આ એક હૃદયની શુભ ભાવના છે. જયારે હૃદયમાં સ્વ સિવાય બીજા જીવોનું પણ સ્થાન હોય તો આવી ભાવનાની ઊર્મિઓ ઉછળે છે પણ સ્વના કોચલામાં જ પૂરાઈ ગયો હોય તેને બીજાનો વિચાર નથી હોતો. આપણે આપણા હૃદયમાં બીજા જીવોને સ્થાન આપીએ છીએ પણ તે કયા ભાવથી હૃદયમાં સ્થાપિત કરાયા છે તે શોધવું જોઈએ. રાગ અને દ્વેષ એ બંનેના ઉદયથી આપેલું બીજા જીવોને સ્થાન, તે આરૌદ્ર ધ્યાનમાં પણ લઈ જાય છે. માટે તે સિવાય ત્રીજા એક ભાવથી જીવોને હૃદયમાં સ્થાપિત કરવા જોઈએ. રાગ એ સ્નેહનું કારણ છે. વૈષ એ વિસ્નેહી બનાવે છે. સ્નેહમાં ચીકાશ છે તેનું નામ લાગણી છે. વિસ્નેહમાં શુષ્કતા છે. સ્નેહ એ રાગ છે તે પણ આર્તધ્યાનનું કારણ છે. કારણ કે આ રાગમાં લાગણી છે ત્યાં માંગણી રહેલી છે. માંગણી છે ત્યાં સ્વાર્થ છે. સ્વાર્થ પૂર્ણ ન થાય ત્યારે એજ રાગ-લાગણી દ્વેષમાં પરિણમી જાય છે. માટે રાગ અને દ્વેષ એ બન્ને ભાવ સિવાય જે ત્રીજો ભાવ છે તેનું નામ સ્નેહભાવ છે. જયાં લાગણી છે, પણ માંગણી નથી. નિઃસ્વાર્થ લાગણી છે. એ જીવો પ્રત્યે કોઈ પણ સંબંધ કે સ્વાર્થ ન હોય તો પણ તે લાગણી જન્મે છે. સ્નેહભાવ એ એક શુભ ભાવ છે. એ એક જીવની લાયકાતમાંથી પ્રગટે છે, એ સંપૂર્ણ ટોચનો ભાવ તીર્થકરપદની લાયકાત ધરાવતા આત્માને જ થાય છે. જે જીવોને પરાર્થવ્યસન હોય છે. જગતના સમગ્ર જીવોને હૃદયમાં સ્થાપિત કરવા અને સ્વાર્થનું ઉપસર્જન (ગૌણ) કરવું એ સામાન્ય વાત નથી. એ માટે અનેક ભવોની સાધના જોઈએ. તેની શરૂઆત દાનથી થાય છે, જેને પરોપકાર કહેવાય છે, પાત્ર ભેદે તે દાન અનેક રીતે અપાય છે. તેમાં ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું એ વિગેરે નવ પ્રકાર જે પુણ્ય બંધના કારણ છે. તેને પરોપકાર કહેવાય છે. તે દયાના ભાવથી થાય છે સુપાત્રમાં દાન આપવું તેને સત્કાર્ય કહેવાય છે. જે ગુણના રાગથી થાય છે. પરમાત્માને અર્પણ કરવું તેને સન્માન કહેવાય છે. જે ગુણ પ્રાપ્તિના ભાવથી થાય છે. આ રીતે બીજા માટે કરવામાં સ્વાર્થ ઘટે છે, અને પરમાર્થભાવ જાગે છે. સાધકનો અંતર્નાદ 116 Page #137 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરના આત્માને આ ભાવ ટોચનો હોય છે. તેથી નીચે ઉતરતા જીવને, ગણધરના આત્માને, તેમનાથી ઘટતો હોય છે. તે સિવાયના જીવોને પોતાની લાયકાત પ્રમાણે વિરતિધર, અવિરતિ, સમ્યગદર્શી આદિ જીવોને અનુક્રમે ઉતરતો હોય છે. પરંતુ જયાં કેવળ સ્વાર્થભાવ છે. જયાં પરમાર્થનો અંશ પણ નથી. હું કોઈનું કંઈક કરું, દુઃખ દૂર કરું, સુખ-શાતા આપું વિગેરે ભાવનો અંશ પણ નથી ત્યાં મિથ્યાત્વ છે કારણ કે જયાં કેવળ સ્વાર્થભાવ છે ત્યાં જીવો પ્રત્યે કૂરભાવ, નિર્દયતા, નિર્ધ્વસ પરિણામ સહેજે જ આવી જાય છે. આ ઉપરથી એમ નક્કી થાય છે કે ધર્મની શરૂઆતમાં પ્રાથમિક ભૂમિકાએ પરમાર્થભાવ તો હોવો જ જોઈએ. માર્ગાનુસાર જીવમાં પણ સ્વાર્થ ભાવ મોળો પડેલો હોય. હવે આપણે એ ઉત્તમભાવ-પરાર્થભાવ ન પામ્યા હોઈએ કે પામ્યા હોઈએ તો પણ તે મેળવવા કે દઢ કરવા શિવમસ્તુ સર્વ જગત , એ ભાવના, હૃદયમાં સ્પર્શે તે રીતે ચિંતનપૂર્વક ભાવવી જોઈએ. આ ભાવનામાં આપવાનું કે કરવાનું કાંઈ નથી, ફકત હૃદયને જ વિશાળ બનાવવાનું છે. હૃદયમાં ભરેલી મલિનતા-સ્વાર્થભાવને દૂર કરવાની છે. વારંવાર શિવ મસ્તુની ભાવના કરવાથી, હૃદય વિશાળ બનશે, તેથી સ્વાર્થનો કચરો દૂર થશે. માટે બીજા પદમાં કહ્યું છે કે. ૧૨. પરહિતનિરતા ભવંતુ ભૂતગણા: આ.શુ. ૩+૪ બધાનું ભલું થાવ એ ભાવના ત્યારે જાગે કે સ્વાર્થભાવ ગૌણ કરીને પ્રાણીઓ બીજાના હિતમાં રક્ત બને. જગતના જીવોનું કલ્યાણ થાઓ, સાથે સાથે જગતના જીવો પરાર્થમાં રક્ત બનો જેથી શુભ ભાવના તેઓની સ્થિર રહે. પરના હિતની ઈચ્છા એટલે બીજાના સુખની ઈચ્છા. જીવોનું હિત આ લોક કે પરલોકનું કાંઈ નિષ્પાપ હોય તે ચિંતવવું. સ્વ હિતની ભાવના દરેકને અસ્થિમજ્જા હોય છે. તેમાં કેવળ સ્વાર્થ છે. નિષ્પાપ પણ સ્વ હિતના ભાવમાં સ્વાર્થભાવ છે. જે તીર્થકરોને નથી હોતો. તે કેવળ પરના હિત માટે જ પ્રવૃત્તિ કરે છે. છઘ0 કાળમાં પણ પરમાત્માના જન્મ, દીક્ષા પરહિત માટે છે. તીર્થકર ભગવંતોની સર્વ પ્રવૃત્તિ પરહિત માટે હોય છે. માટે આ ભાવ પણ તેઓને ટોચનો સ્પર્શે છે. જો કે પરહિતમાં નિશ્ચયથી સ્વહિત રહેલું છે. કેમકે દરેક અનુષ્ઠાન (ધર્મ ક્રિયા)માં બીજાનું જ કરવાનું હોય છે. ધર્મ કરવો એટલે સ્વહિત કરવું, પણ એક પણ ધર્માનુષ્ઠાન એવું નથી કે જેમાં બીજા જીવોની અપેક્ષા ન હોય. પાંચ મોટા પાપથી વિરામ પામીને સ્વધર્મ-અહિંસા પ્રગટાવવારૂપ સ્વહિત કરવું છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાતથી અટકવા માટે પ્રવૃત્તિમાં બીજા જીવનું હિત રહેલું છે. જુઠથી અટકવા માટે સત્ય ધર્મ પ્રગટાવવા રૂપ સ્વહિત ત્યારે થાય છે જો બીજાનું હિત જુઠું ન બોલવારૂપ થાય તો. જુઠું બોલવામાં નિમિત્ત જીવનું હોય છે. પછી ભલે જુઠ જડ કે ચેતન સંબંધી હોય. એ રીતે ચોરી, મૈથુન, પરિગ્રહ આ બધા પાપથી અટકવામાં પરહિતની વૃત્તિ હોય છે અને થાય છે અચૌર્ય-બ્રહ્મચર્ય નિષ્પરિગ્રહરૂપ સ્વહિત. આપણો ધર્મ (વ્યવહાર ધર્મ) બધો જ પરોપકારથી જ થાય છે. માટે જ સાધુ ધર્મનું લક્ષણ સાધકનો અંતર્નાદ 117 Page #138 -------------------------------------------------------------------------- ________________ બાંધતાં “સકલ સત્ત્વહિતાશયરૂપ અમૃતપરિણામ એવ સાધુધર્મ:” આ અમૃત પરિણામવાળા બધા જીવો થાઓ એ ભાવના ભાવવી. જગતના જીવોના સુખની ઈચ્છા પ્રગટી હોય તો તે જીવોનું કલ્યાણ ઈચ્છવું. તે જીવોનું કલ્યાણ થાય તે માટે તેઓ પરહિતમાં રક્ત બને એવું ઈચ્છવું. કેમકે પરહિત વિના સ્વ કલ્યાણ થતું નથી. જેમ બીજા જીવો માટે આ ભાવના ભાવવાની છે તેમ આપણે પણ સમજવાનું કે પરનું હિત કર્યા વિના સ્વ કલ્યાણ થવાનું નથી, માટે બીજાનું ભલું કરવું. ૧૩. દોષા: પ્રયાંતુ નાશમ્ આ.શુ. ૫, સં. ૨૦૪૯ સર્વ જીવોના દોષો નાશ પામો. પરહિતમાં રક્ત થવા માટે દોષોનો નાશ થવો જરૂરી છે. જો જીવને સુખી થવું હોય તો બીજાનું ભલું ઈચ્છવું જોઈએ. બીજાઓ પરહિતમાં રક્ત બને અને તેઓના દોષો નાશ પામે તેવું ઈચ્છવું જોઈએ. આ ઈચ્છવાથી બીજાનું સુખ ઈચ્છવું અને બીજાના સુખની ભાવનાથી આપણે સુખી થઈએ. દોષોનો અભાવ ઈચ્છવો એટલે ગુણનો પોષ ઈચ્છવો. ગુણોની પુષ્ટિ મોક્ષ સુધીનાં સર્વ સુખ પ્રાપ્ત કરાવે છે. આ લોક અને પરલોક-ઉભયલોકના સુખ દોષના અભાવથી પ્રાપ્ત થાય છે. અનાદિ કાળની ભૂલથી જીવે દોષોનો સંગ્રહ જ કર્યો છે અને તેનાથી ભવોની પરંપરા વૃદ્ધિ પામી છે. વળી દુઃખનું ભાજન પણ આ કારણે જ બન્યો છે. માટે દરેક જીવોના દોષો નાશ પામો જેથી સુખ પામી શકે. એ ભાવના ભાવવી જોઈએ. ૧૪. સર્વત્ર સુખી ભવતુ લોકઃ લોક એટલે જગત. જગત એટલે જગતમાં રહેલા જીવો સર્વત્ર-સર્વ ઠેકાણે સુખી થાઓ. જયાં જે સ્થળે હોય તે સ્થાને અર્થાતું, ગમે તે ભવમાં હોય તે સર્વ સુખી થાઓ. સુખ માટે દોષોનો અભાવ જોઈએ, પરોપકાર જોઈએ અને બીજાનું ભલું ઈચ્છવું જોઈએ. ભલું ઈચ્છવા માટે મનની વિશાળતા, ઉદારતા જોઈએ. પરોપકાર માટે ત્રણે યોગ-મન, વચન, કાયાનો પુરુષાર્થ, ઉદ્યમ જોઈએ અને દોષોના નાશ માટે આત્મિક પુરુષાર્થ જોઈએ. આ ત્રણેના પુરુષાર્થથી જ સુખ સાધ્ય છે. સુખ અહીં ભૌતિક લેવાનું નથી. માનસિક, વાચિક, કાયિક, આત્મિક સુખ જે નિરાબાધ સુખમાં આડે આવનાર ન હોય પણ પરંપરાએ તેને પમાડનાર હોય તે સુખ સૌને મળો. ૧૫. ચેતન્ય સાથે અભેદ સાધના માટે પ્રથમ પ્રયોગ, આ.શુ. ૭, સં. ૨૦૪૯ પ્રાથમિક ભૂમિકામાં કલ્પનાથી ચૈતન્ય સાથે અભેદ થવાનો પ્રયોગ સરળ હોય છે, તે આ પ્રમાણે : હૃદયમાં “અહમ્ ની આકૃતિ કલ્પવી. તેને પ્રકાશનાં કિરણોથી યુક્ત જોવો. તે પ્રકાશ હૃદયમાં ફેલાય છે. ત્યાંથી વિસ્તાર પામતો પામતો આખા વિશ્વમાં તે પ્રકાશ ફેલાય છે. તે પ્રકાશ એ શું છે ? સાધકનો અંતર્નાદ 118 Page #139 -------------------------------------------------------------------------- ________________ અઈમુમાં રહેલી આહત્ય શક્તિ છે. તે આઈન્ય શક્તિ એ જ શુદ્ધ ચૈતન્યશક્તિ છે. તે દરેક આત્મામાં સત્તાએ આત્મ-દ્રવ્યની શુદ્ધતા રહેલી છે તેથી તેના જ એક સ્વરૂપને ચૈતન્ય શક્તિ કહેવાય છે, તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેને ઉપર કહ્યા પ્રમાણે અહમાંથી નીકળતા પ્રકાશના ફેલાવાથી તે જ ચૈતન્ય શક્તિનું દર્શન કરવું અને આપણા દેહનું વિસર્જન કરીને તેમાં આપણે આપણી ચેતન્ય શક્તિને ભેળવી દેવી. વિશ્વમાં ફેલાયેલો અહમાંથી નીકળેલો પ્રકાશ તે એક ચૈતન્ય શક્તિનો મહાસાગર છે, તેમાં આપણે ચૈતન્યશકિતરૂપ આત્માને ડુબકી મરાવવી અને તેની સાથેના અભેદનો આનંદ અનુભવવો. આપણે જયારે ચૈતન્ય મહાસાગરમાં ડુબકી મારીએ છીએ ત્યારે વિભાવમાં પડેલી આપણી ચેતના સ્વભાવ દશા તરફ જવા પ્રેરાય છે અને બધું ભૂલીને આત્મ સ્વરૂપનો આનંદ મેળવવા તલસે છે. તેથી આગળ જવા માટે બીજો પ્રયોગ : મેરુ પર્વતના શિખર ઉપર બેઠેલા આપણે ચારે તરફ નજર કરીએ તો વિશ્વની કોઈ પણ વસ્તુ દેખાતી નથી. કેવળ આકાશ જ નજરે પડે છે. તે આકાશ-ખાલી જગ્યા ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત છે એક પ્રદેશ પણ તે શક્તિના અભાવવાળો નથી. તે શક્તિના દર્શન માટે પ્રકાશ કલ્પવાનો નથી પણ અરૂપી એવું આકાશ જેમ નિરાકાર, નિરંજન, નિષ્પકંપ, નિસ્તરંગ છે તેવું જ આ શક્તિમાં પણ તે જ સ્વરૂપની કલ્પના કરવાની છે પણ સાથે તેમાં ચૈતન્યની કલ્પના કરવી. કેમકે તે જ્ઞાનાદિ ગુણવાળી છે. જયારે આકાશ તો અરૂપી છે પણ જડ છે તેનો ગુણ અવગાહન શક્તિવાળો છે. ચૈતન્ય શક્તિ અરૂપ છે પણ ચેતન છે. જ્ઞાનાદિ ગુણ શક્તિયુક્ત છે. આવી ચૈતન્ય શક્તિમાં આપણા શુદ્ધાત્મ દ્રવ્યને (આકાશ જેવું અરૂપી તત્ત્વ) તેમાં ભેળવીને શુદ્ધ આત્મ સ્વરૂપને જોવું-કલ્પવું. આ ધ્યાનથી છેવટે કર્મનો હ્રાસ થતાં આત્મ સ્વરૂપનો આનંદ અનુભવી શકાય. ૧૦. ચૈતન્યશક્તિનું સ્વરૂપ આ.શુ. ૯, સં. ૨૦૪૯ ચૈતન્ય શકિત કદી અવરાતી નથી, શક્તિ માત્ર આવૃત્ત થતી નથી. એ જ રીતે ભાવ પણ કદી અવરાતો નથી. શક્તિ એ તો આત્માનું અમૃત છે, પ્રાણ છે. તે અવરાય તો આત્માનું અસ્તિત્વ જ ન રહે. અર્થાતું, આત્માની સત્તા અનુભવાય નહિ. ચૈતન્ય શક્તિ એટલે જ આત્માનું અસ્તિત્વ. જેને મહાસત્તા કહેવાય છે ભાવ એટલે હોવાપણું તે અવરાતું નથી. અવરાય છે તે સ્વભાવ. સ્વનું હોવાપણું અવરાય છે. ભાવ તે તો શુદ્ધ જ છે, તેને કોઈ મલિનતા સ્પર્શતી નથી. “વલ્થ સદાવો દખ્ખો” વસ્તુનો સ્વભાવ તે વસ્તુનો ધર્મ છે, તે સ્વભાવ, પરભાવમાં કે વિભાવમાં જાય છે તે તેની મલિનતા છે. કેમકે સ્વભાવ છે તો પર-ભાવ કે વિ-ભાવ હોઈ શકે. પરંતુ કેવળ ભાવ તેને કોઈ સ્પર્શે નહિ દા.ત. શાકભાવ વિગેરે. પરંતુ સ્વભાવ એ તો વસ્તુનો ધર્મ છે, તે પોતાનામાં ન રહે ત્યારે તે સ્વ ધર્મને સાધકનો અંતર્નાદ 119 Page #140 -------------------------------------------------------------------------- ________________ ચૂકે છે. એ જ તેનું અનાદિનું આવૃત્ત સ્વરૂપ છે. એક વાર તે સ્વભાવમાં સ્થિર થાય અને નિજ સ્વરૂપમાં સ્થિતિ કરે પછી તેની શુદ્ધતા બદલાતી નથી, સદા નિજ સ્વભાવમાં જ રમે છે. સ્વભાવનો બીજો અર્થ ગુણ. તેના પર આવરણ આવે છે માટે જ આ સંસાર છે તેમાં પરિભ્રમણ છે. તેનાથી મુકત થવા આવરણ ખસેડવાની જ પ્રક્રિયા તે પરિભ્રમણ દરમ્યાન કરવાની છે. ચૈતન્ય શક્તિ એ તો શુદ્ધ જ છે. જગતમાં વ્યાપીને રહેલી છે, તે તેની શુદ્ધતાને લીધે. આકાશ વિગેરે નિર્મળ છે તેમાં કોઈ મલિનતા નથી માટે તેના વ્યાણને કોઈ અટકાવી શકતું નથી. તેમ આપણા આત્મામાં રહેલી ચૈતન્ય શક્તિ શુદ્ધ છે અને વ્યાપક જ છે પણ ચૈતન્ય શક્તિના ધ્યાનમાં તો વ્યાપેલી ચૈતન્ય શક્તિને ઉપયોગ દ્વારા જોવાની છે. ચૈતન્ય શક્તિ આપણા આત્મામાં રહેલી છે, તે ભિન્ન નથી, અભિન્ન જ છે પરંતુ આપણું અલગ વ્યક્તિત્વ આપણા ચિત્તમાં આત્માની સ્વતંત્રતાના કારણે સ્થિર થયેલું છે. તેથી ચૈતન્ય શક્તિની અભેદતાને ભૂલી ગયા છીએ તેને સ્મરવાની છે. તેના સ્મરણથી શુદ્ધ એવી ચૈતન્યશક્તિનું-આત્માના શાયકભાવનું દર્શન થાય અને તેમાં સ્થિરતા થાય જેથી પોતાના શુદ્ધ સ્વરૂપને-સ્વભાવને જે સત્તામાં રહેલો છે તેમાં તન્મય થઈ શકાય, જેથી સ્વ-રૂપની ઝાંખી થાય. શુદ્ધ સ્વભાવ-વર્તમાનમાં સત્તામાં છે પણ પ્રગટ નથી. શુદ્ધ ચૈતન્યશક્તિ વર્તમાનમાં પણ પ્રગટ છે પણ અનુભવાતી નથી. કારણકે આત્મા વિભાવમાં પડેલો છે, પરભાવમાં રમે છે. તે રમણતાથી પાછા ફરવા માટે જે ચૈતન્ય શક્તિ અભેદ જ છે છતાં ભેદરૂપે આત્માની વિભાવ દશાના કારણે અનુભવાય છે તે ભેદને તોડવા માટે ચૈતન્ય શક્તિનાં વ્યાપક રૂપે દર્શન કરી તેમાં ચૈતન્યશક્તિથી મળી જવું. જે શુદ્ધ છે તેનું મિલન થઈ શકે છે. માટે ચૈતન્ય શક્તિનો અભેદ સાધી જગતમાં વ્યાપ્ય ચૈતન્ય શકિત (જે શુદ્ધ જ છે) માં આપણા આત્મામાં રહેલી ચૈતન્ય શક્તિ (જે શુદ્ધ જ છે)નું મિલન કરવું. શુદ્ધનું શુદ્ધની સાથે મિલન થઈ શકે છે. માટે ચૈતન્યશક્તિના અભેદ મિલનમાં શુદ્ધ આનંદ પણ (આત્માનંદ) અનુભવી શકાય છે. પરમાત્માની સાથે અભેદ મિલનમાં પણ પરમાત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ છે. તેની સાથે આપણો અશુદ્ધ સ્વભાવ (પરભાવમાં ગયેલો)માં પડેલો આત્મા મળી શકતો નથી. માટે આપણે પરમાત્માના ધ્યાનમાં અભેદ મિલનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પણ પરભાવને વિસરી, સત્તાએ શુદ્ધ એવા નિજ સ્વભાવને સ્મરી તેને પરમાત્માના શુદ્ધ સ્વભાવ સાથે મેળવી, એકતાનો આનંદ અનુભવીએ છીએ. આ આનંદને મેળવવા વારંવાર આત્માના શુદ્ધ સ્વભાવનું સ્મરણ કરી પરભાવથી દૂર રહેવું એ રીતે પરમાવના વિસરવાથી શુદ્ધ સ્વભાવનો રસ-પ્રીતિ પ્રગટ થાય અને પરમાત્માના આલંબનથી પોતાના સ્વભાવને જુએ, દર્શન કરે. સાધકનો અંતર્નાદ 120 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ચેતન્ય શક્તિ આ.શુ.પ્ર. ૧૦ “અહમ્' માં આહત્ય શક્તિ રહેલી છે, કોઈ પણ જાતની શુદ્ધ શક્તિ તે ચૈતન્યશક્તિનું જ એક સ્વરૂપ છે. દરેક જીવાત્મામાં આ ચૈતન્ય શક્તિ રહેલી છે. તે એક જ પ્રકારની છે, તેમાં ભેદ જ નથી. માટે “ સાથી” એ સૂત્રથી આત્માની ચૈતન્યશક્તિ એક હોવાના કારણે આત્મા એક છે એમ પણ મનાય છે. અનંત આત્મા છે પણ શક્તિ નિરાવરણ હોવાથી શુદ્ધ શક્તિ વિશ્વવ્યાપી છે. તેને આપણે ભૂલી ગયા છીએ. શક્તિના આલંબને અનંત આત્મા સાથે આપણો ભિન્ન આત્મા તેમાં ભળી જાય છે, ત્યારે વર્તમાનમાં સ્વભાવ નિરાવરણ નહિ હોવા છતાં નિશ્ચયથી તેની શુદ્ધ સત્તાને સ્મરી અનંત આત્મા સાથે જિન અને સ્વ આત્મામાં એકતાનો અનુભવ થઈ શકે. જિન, જગત અને આત્મા એ ત્રણેની એકતા ગુણની સદેશતાથી થઈ શકે. જેને સ્વભાવ કહેવાય છે. તે સ્વભાવ-જ્ઞાનાદિ ગુણ સ્વરૂપ છે, જે શુદ્ધ ગુણો (જ્ઞાનાદિ) આત્મામાં સત્તાએ રહેલા છે તેને ઉપયોગમાં સ્થિર કરી અનંત આત્માના નિશ્ચયથી સત્તાએ શુદ્ધ અને પરમાત્માના પ્રગટ શુદ્ધ ગુણોમાં ભેળવી દેવા અર્થાતુ, એકતાથી નિહાળવા (ઉપયોગ ચક્ષુથી). શક્તિ અને ભાવ (ચૈતન્ય અને જ્ઞાયકતા) એ કદી અવરાતા નથી, પલટાતા નથી, તેનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. કારણકે એ આત્માનું પોતાનું સ્વરૂપ છે. અર્થાતું, આત્મદ્રવ્યનું પોતાનું સ્વરૂપ છે. એ કાંઈ ગુણ કે પર્યાય નથી. સાધકનો અંતર્નાદ 121 Page #142 -------------------------------------------------------------------------- ________________ સાધકનો અંતર્નાદ સંવત ૨૦૫૦-૫ાના નં. ૧૨૨ થી ૧૩૫ ૧. ચૈતન્ય શક્તિ એ શું છે ? ૧A, ૧૩, ૧૮ ૨. ૩. ૪. * અનુક્રમણિકા * ૫. ૯. ચૈતન્ય શક્તિ ચૈતન્ય શક્તિના સૌંદર્યથી આનંદ કર્યો ? ચૈતન્ય શક્તિનું દર્શન અને આનંદ નિર્વિષય આનંદ યાને સહજાનંદ ચૈતન્ય શક્તિ યાને આત્મજ્યોતિ ૬. જ્યોતિ ઝગમગે રે લોકાલોક પ્રમાણ ૭. અર્હમ્ના ધ્યાનમાં ૮. આત્માનું દર્શન - યાને આત્મ સ્વરૂપની ઝાંખી ઉપયોગ શુદ્ધિ - મન શુદ્ધિ ૧૦. આત્મિક પુરુષાર્થ ૧૧. શબ્દ બ્રહ્મ - પરબ્રહ્મ ૧૨. અરિહંત પરમાત્માની રહસ્યમય વાણી ૧૩. ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ 122 Page #143 -------------------------------------------------------------------------- ________________ . ૧A. ચૈતન્યશક્તિ એ શું છે ? કા.શુ. ૮, સં. ૨૦૫૦ ચૈતન્ય શક્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહી છે કારણ કે તે શક્તિ એ આપણા આત્મામાંથી નીકળતો પ્રકાશ છે. જેમ દીપકનો પ્રકાશ જયાં દીપક છે ત્યાં બધી જગ્યાને પ્રકાશિત કરે છે તેમ આપણા આત્માની (શુદ્ધ) જયોતિ પ્રકાશી રહી છે તેનું આ તેજ જગતમાં વ્યાપી રહેલું છે. જેમ લાઈટના પ્રકાશનું તેજ વધુ તેમ તે વધારે વિસ્તારમાં ફેલાય છે. તેમ શુદ્ધ આત્મા એક તેજસ્વી (અરૂપી) પદાર્થ છે, જેનું તેજ અખિલ બ્રહ્માંડમાં ફેલાય છે તે તેજ આત્મામાં રહેલા જ્ઞાન ગુણનું છે અર્થાતું, આત્મામાં જે ચેતના છે તે એવી જાજ્વલ્યમાન તેજસ્વી છે જે દૂર દૂર સુધી પ્રકાશ પાથરે છે. ચેતના એ જ આત્માની સત્તા બતાવે છે. જયારે ધ્યાનમાં આત્માને આપણા શરીરમાં નાભિ સ્થાને જોઈએ છીએ ત્યારે લાઈટના પ્રકાશની જેમ તેજસ્વી વસ્તુનાં દર્શન થાય છે. તેમાંથી એટલો બધો પ્રકાશ નીકળે છે કે જગત આખું તે પ્રકાશથી ભરાઈ જાય છે. તે પ્રકાશ એ જ આત્માની ચૈતન્ય શક્તિ છે, ચૈતન્ય શક્તિ એટલે આત્મામાં રહેલી પોતાની સત્તા પોતાનું અસ્તિત્વ જે શક્તિ બતાવી રહી છે તે પોતે આત્મા જ છે તેનું ધ્યાન જગત વ્યાપી પ્રકાશરૂપે કરવું તે નિર્મલ છે તેમાં કોઈ ડાઘ નથી, જ્ઞાન ગુણને કર્મનાં આવરણ લાગે પણ આ શકિતને કોઈ આવરણ નથી, તે સત્તામાં રહેલી આત્માની શુદ્ધતામાંથી નીકળતી ઝળહળ જ્યોતિ છે તે સદા અખલિતપણે આત્મામાંથી વહી રહી છે, તે શુદ્ધ જ છે. તે ચૈતન્ય શક્તિને જ આત્મજ્યોતિ કહેવામાં આવે છે. અશુદ્ધ પર્યાયમાં રહેલો આત્મા પણ પોતાની સત્તામાં રહેલી શુદ્ધતાને છોડતો નથી માટે અધુના (હમણાં) પણ તે જ્યોતિ તો પ્રકાશી જ રહી છે અને સમગ્ર વિશ્વમાં તે ફેલાયેલી છે. તેનું અસ્તિત્વ છતાં આપણી દષ્ટિ તેના તરફ ગઈ નથી, તેને જોવા માટે વિચાર પણ નથી કર્યો. હવે જાણ્યું કે એ હમણાં પણ પ્રકાશિત જ છે. તો તેનાં દર્શન કર ! અને આત્મ જ્યોતિ (અરૂપી પ્રકાશ) ને નિહાળીને આનંદ પામ, બહારના પ્રકાશને જોઈને ખેંચાયો પણ તારી જ્યોતિ-પ્રકાશ છે તેને તો નિહાળ! ૧Bચેતન્યશક્તિ એ શું છે ? કા.શુ. ૧૦ ચૈતન્ય શક્તિ એ આત્મામાં રહેલી એક મૂળભૂત શક્તિ છે. બધી શક્તિઓનું કેન્દ્ર સ્થાન એ શક્તિ છે. જ્ઞાન એ ગુણ છે અને આ ચૈતન્ય શક્તિ એ તેનાથી અલગ વ્યક્તિત્વ ધરાવનાર આત્માનું શક્તિ સ્વરૂપ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. ચૈતન્ય શક્તિ એ આત્માની એક શક્તિ છે, તે ચેતનાનું જ એક સ્વરૂપ છે. આત્મા ચેતનાથી જ પોતાની સત્તા ધરાવે છે. તે ચૈતન્ય શક્તિને આત્માની જ્યોતિ કહેવાય છે. તે નિરંતર આત્મામાંથી પ્રકાશી રહી છે. આત્મા આ શક્તિથી જ એટલો બધો તેજસ્વી છે કે તે સમગ્ર લોકમાં (ચૌદ રાજલોકમાં) પ્રકાશ પાથરે છે. શુદ્ધ આત્માની મનોહર કાન્તિ તથા સૌંદર્ય આ શકિતને કારણે જ જણાય છે. આત્મા સત્તાથી શુદ્ધ છે તેમ તે શુદ્ધ આત્માની ચૈતન્ય સાધકનો અંતર્નાદ 123 Page #144 -------------------------------------------------------------------------- ________________ શક્તિ પણ આવરણ વિનાની શુદ્ધ છે માટે જ તે જ્યોતિ સ્વરૂપે સમગ્ર લોકમાં વ્યાપીને રહેલી છે, જયારે તમે તેનું સ્મરણ કરો ત્યારે ઉપયોગ દ્વારા દર્શન કરી શકાય અને જગતના જીવોના શુદ્ધ આત્મામાંથી પ્રકાશતી તે જયોતિનું મિલન થાય છે ત્યારે સમગ્ર જીવસૃષ્ટિનો ભેદ મટી જાય છે. ત્યારે અનહદ આનંદ અનુભવાય છે. આ શક્તિ એટલે આત્મામાં પ્રકાશવાની શક્તિ. તેજસ્વી ગોળામાંથી નીકળતો પ્રકાશ ચારે બાજુ દૂર દૂર સુધી ફેલાય છે તેમ આ શકિત (જ્યોતિરૂપ) સમગ્ર વિશ્વમાં ફેલાય છે. તે શું કાર્ય કરે છે? જવાબ : તે નિષ્ક્રિય છે, ફકત આત્માનું અસ્તિત્વ બતાવે છે. આત્મ દ્રવ્ય એવું છે કે આકાશ દ્રવ્યની જેમ શૂન્ય જેવું લાગે છે છતાં તે ચેતનાયુક્ત છે માટે ચૈતન્ય શક્તિ ધરાવે છે તે શક્તિથી તેનું અસ્તિત્વ અરૂપી છતાં સહુ કોઈ અનુભવી શકે છે, આ તેની વિશિષ્ટ શક્તિ છે. માટે જ આત્માના અનુભવ માટે નિરંતર સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલો તેનો પ્રકાશ, જયોતિ, ચૈતન્ય શક્તિ તેને ઉપયોગમાં ધારણ કરો અર્થાતુ, તે શક્તિમાં ઉપયોગને સ્થિર કરો. અને આત્માનું ચૈતન્ય અનુભવો. તે અરૂપી છે તેથી આપણે તેને ઈન્દ્રિયો દ્વારા ન જોઈ શકીએ પણ ઉપયોગનું તેમાં સ્થાપન કરો. તે નિરંતર વિશ્વમાં પ્રકાશી રહી છે. આપણા જ આત્માની તે જ્યોતિ છે. તેમાં સ્થિર થાઓ. વિશ્વમાં પ્રસરેલું તે આત્મ તેજ પછી અલગ વ્યક્તિત્વ ધરાવતું નથી જેમ એક ઓરડામાં પ્રસરેલો હજારો દીપકનો પ્રકાશ. તે એક જ પ્રકાશરૂપે કાર્ય કરે છે, અર્થાતુ, અલગ પ્રકાશ ભાસતો નથી. તેમ આત્મ જયોતિમાં અનંત આત્માઓની જ્યોતિ મળી ગઈ છે. તે એક સ્વરૂપમાં રહેલી છે, નિરંતર વિશ્વમાં પ્રકાશી રહી છે તેને ઉપયોગ દ્વારા જુઓ. તે જ આત્માનું શક્તિ સ્વરૂપ છે. તે સ્વનું જ રૂપ છે. તેને અનુભવો. ૧૦. ચેતન્યશક્તિ એ શું છે ? કા.શુ. ૧૧, સં. ૨૦૫૦ તે ચૈતન્ય શક્તિ એ આત્માનું વીર્ય છે. તે શક્તિ જ આત્માને જીવાડે છે. જ્ઞાન ગુણ છે. ચૈતન્ય શક્તિ છે. ગુણ એટલે સ્વભાવ. જ્ઞાન ગુણ તે સ્વભાવ હોવાથી આત્માનું (સ્વનું) હોવાપણું (ભાવઅસ્તિત્વ) બતાવે છે. ચેતન્ય શક્તિ આત્માને જીવાડે છે. તે જ આત્માનું જીવંત સ્વરૂપ છે. જ્ઞાન એ પણ આત્માનું સ્વરૂપ છે. માટે જ તેને શાન સ્વરૂપ કહેવાય છે. ચૈતન્ય પણ આત્માનું સ્વરૂપ છે માટે જ તેને શક્તિ સ્વરૂપ કહેવાય છે. તે શક્તિનું કાર્ય આત્માને જીવાડવાનું છે. જ્ઞાનનું કાર્ય આત્માને જાણવાની શકિત આપવાનું છે. આ પ્રમાણે જ્ઞાન અને શકિતમાં તફાવત છે છતાં ચૈતન્ય શક્તિ દરેક ગુણોમાં વ્યાપક છે. જેમ ઈન્દ્રિયોનું કાર્ય-આંખ જોવાનું કાર્ય કરે છે. કાન સાંભળવાનું કાર્ય કરે છે પણ તે દરેક ઈન્દ્રિયોમાં પ્રાણ (જીવન શક્તિ) વ્યાપક છે. જો તે ન હોય તો તે બધી ઈન્દ્રિયો કાર્ય કરતી અટકી જાય છે તેમ આત્મા ચેતન્ય શકિતના પ્રભાવે જ જાણવા વિગેરે કાર્યો કરી શકે છે. માટે જેમ ઈન્દ્રિયો જોવા, સાંભળવા માટે સાધનરૂપ છે તેમ જ્ઞાન પણ આત્માને જાણવા માટેનું સાધન છે. છતાં ઈન્દ્રિયોની જેમ તે આત્માથી ભિન્ન નથી. જ્ઞાન આત્માથી કદી ભિન્ન રહેતું નથી કારણ કે તે તેનું સ્વરૂપ સાધકનો અંતર્નાદ 124 Page #145 -------------------------------------------------------------------------- ________________ છે. આત્મા જ્ઞાનરૂપ જ છે, અભેદતાથી સદા સાથે જ છે. પણ ચૈતન્ય શક્તિ એ શું છે તે સમજાવવા માટે જ્ઞાનને આત્માને જાણવા માટેનું અભેદ સાધન કહ્યું અને ચૈતન્ય શક્તિ ને આત્માના પ્રાણ કહ્યા. જેમ શરીર પ્રાણ હોય ત્યાં સુધી જ જીવંત પ્રકાશે છે. તેમ ચૈતન્ય એ પોતાની હાજરીથી આત્માને સદા પ્રકાશિત રાખે છે અને જ્યોતિરૂપે ફેલાઈને રહે છે. આ આત્મ જ્યોતિ આહ્લાદકારી છે. શાંત જ્યોતિ, શીતલ જ્યોતિ મન દ્વારા પણ દર્શન કરનારને આહ્લાદ ઉત્પન્ન કરે છે, શાંતિ આપે છે અને જીવનમાં શીતળતાનો અનુભવ કરાવે છે. ચૈતન્ય શક્તિ એ જ આત્માનું અમૃત છે. તેનું હંમેશાં પાન કરો, તે સદા ઝર્યા કરે છે. ચૈતન્ય શક્તિને અનેક ઉપમાઓ અપાય છે તે લાઈટના ગોળાની જેમ (જો કે તે ચંદ્ર જેવો શીતળ પ્રકાશ આપે છે પણ લાઈટના ગોળાની જેમ તેજસ્વી છે) સદા પ્રકાશિત તેજસ્વી શીતળ પ્રકાશથી લોકાલોકને ભરી દે છે. પ્રકાશ કયાંય અટકતો નથી. તે આત્માનું તેજ હોવાથી તેના પર પ્રીતિ કરો. આ તો મારું પોતાનું જ તેજ છે, પ્રકાશ છે, જ્યોતિ છે. તેના દર્શનથી તૃપ્ત થાઓ, બાહ્ય પુદ્ગલથી મનનો વિરામ કરો અને આત્માના પ્રાણમાં સુરતા કરો. કા,શુ. ૧૧ ચૈતન્ય શક્તિ એ આત્માના પ્રાણ છે, શ્વાસોશ્વાસ છે, તે નિરંતર ધબકી રહ્યા છે તેથી આત્માની ક્રિયા-જાણવું, જોવું, આનંદ પામવું વિગેરે ચાલુ જ છે. યોગીઓ આત્મદર્શન-આત્માનુભવ માટે આ ચૈતન્ય શક્તિ-આત્મ જયોતિનું ધ્યાન કરે છે જયારે તેમાં આત્મા સ્થિર થાય છે ત્યારે સોડહં સોડહં ના જાપનો અસ્ખલિત પ્રવાહ ચાલે છે તેના અજપાજાપથી આત્માનુભવ કરે છે. શરીરને જીવાડવા માટે જેમ પ્રાણ શક્તિ છે તેમ ચૈતન્યશક્તિ આત્માનું જીવન છે. આત્માને જીવાડનાર ચૈતન્ય શક્તિ છે. ચૈતન્યશક્તિ કા.શુ. ૧૨ ચૈતન્ય શક્તિ આત્મામાં કેન્દ્ર સ્થાને છે. આત્માના સ્વભાવ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એ બધા પ્રવાહો આત્માના વીર્યમાંથી (ચૈતન્ય શક્તિમાંથી) નીકળે છે. ચૈતન્ય શક્તિ વ્યાપક હોવાથી દરેક આત્માની ચૈતન્ય શક્તિ સમગ્ર વિશ્વમાં મિલન પામે છે. આ રીતે શક્તિ દ્વારા દરેક આત્મા સાથે મળે છે. માટે જગતના જીવો અને આત્મા (સ્વનો) દરેક્ને અભેદ મિલન નિરંતર રહેલું છે તે ચૈતન્ય શક્તિથી જગતના જીવો સાથે અભેદ સધાય છે. અભેદ મિલન એ આનંદ આપનારું છે. ચૈતન્ય એ શક્તિ સ્વરૂપ હોવાથી આત્માનું વીર્ય કહેવાય છે. અને જ્યોતિ રૂપે પ્રકાશી રહી છે માટે આત્માનું તેજ કહેવાય છે. સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે, માટે આત્માનું વિભુત્વ કહેવાય છે. એ શક્તિમાંથી એક નાદ નિરંતર નીકળે છે તેથી આત્માની બંસરી કહેવાય છે. સોડહંથી સુરતા આવે છે. સાધકનો અંતર્નાદ 125 Page #146 -------------------------------------------------------------------------- ________________ આ ચેતન્યશક્તિનું અદ્ભુત સ્વરૂપ કોણ વર્ણવી શકે ? તેનું તેજ-પ્રકાશ સૌમ્ય છે તેમાં નિરંતર રહેવાથી આલાદ થાય છે. તે શક્તિ આપણી પાસે જ છે, જરા પણ દૂર નથી. જગતના જીવો ચૈતન્ય સાથે મળેલી તે શક્તિને નિહાળી આનંદ પામો. સ્વજનના મિલન કરતાં ય અદ્ભુત આ મિલન હોવાથી અનેરો આનંદ ઉદ્ભવે છે. પછી જીવ પ્રત્યેનો કોઈ રાગ કે દ્વેષ, ઈષ્ય કે અસુયા, માન કે અપમાન આપણા આત્માને સતાવતા નથી. આવું અદ્ભુત મિલન નિરંતર રહેલું છે તેને મરો, જુઓ અને અનુભવો. અનુભવ કેરી આ ક્યા, નિત નિત આનંદ થાય, તેહ થકી નિજ સ્વરૂપની, થિરતા પણ વરતાય. ૩. ચૈતન્યશક્તિના સંદર્યથી આનંદ કયો ? કા.શુદ્ધિ. ૧૩, સં. ૨૦૫૦ આનંદ બે પ્રકારે છે. ૧. આત્મિક ૨. ભૌતિક જયારે ચૈતન્ય શક્તિનું સૌંદર્ય નિહાળાય છે ત્યારે ભૌતિક સૌંદર્ય ભૂલાય છે. તે ભૂલાય છે ત્યારે ચૈતન્ય શક્તિનું સૌંદર્ય અનુભવાય છે. તે અનુભૂતિ એ આનંદની ચરમ સીમા આ પંચ ભૂતમય શરીરમાં રહેલા આત્માની છે. કારણ કે આ દેહે ચિંતન, અનુપ્રેક્ષાથી અનુભૂતિ વારંવાર કરી શકાય છે. આ દેહાદિ બાહા જે આત્માનો પરિકર છે તેને ભૂલવો તે મુશ્કેલ છે. કેમકે આ ચર્મચક્ષુથી દેખાતા સૌંદર્યથી વિશિષ્ટ કોઈ સૌંદર્ય મનોભૂમિ ઉપર આવે ત્યારે તેની પ્રીતિ જાગે છે તેમાં લીન થાય છે ત્યારે બાહ્ય પદાર્થો ભૂલાય છે. તેને ભૂલો એટલે આંતર સમૃદ્ધિને જોવા આત્માને સમય મળે છે, નવરો થાય છે, ત્યારે તેના અનંત સૌંદર્યને નિહાળે છે. તેમાં મનને રસ પડે છે, પ્રીતિ જાગે છે કારણ કે તે સ્વનું સૌંદર્ય છે. બાહ્ય પદાર્થોનું સૌંદર્ય તે પરોપાધિથી પ્રગટેલું નશ્વર અને ક્ષણિક છે. માટે તેની પ્રીતિ ક્ષણમાં જાગે અને તે જ પદાર્થ ઉપર ક્ષણમાં અપ્રીતિ થાય છે. માટે તે પ્રીતિ પણ ક્ષણભંગુર હોવાથી આનંદ પણ ઔપચારિક જેવો અનુભવીને નિરાનંદમાં પરિણમે છે. માટે ચેતન્યશક્તિ એ આત્માની જ્યોતિ છે, તેજ છે. તેમાં મન રસ લેતું ત્યારે થાય છે કે આ મારું સ્વનું તેજ છે. સદા નિત્ય પ્રકાશિત છે. તે કદી વિલય પામતું નથી. પરોપાધિથી ઉત્પન્ન થયેલું નથી, પરંતુ સહજ છે. માટે જયારે નિરખો ત્યારે તે જ્યોતિ પ્રકાશી જ રહી છે. જયાં જુઓ ત્યાં તે જ દેખાય છે, કારણ કે તે વિશ્વમાં વ્યાપી છે. આત્માનો પ્રાણ તેમાં ધબકી રહ્યો છે. માટે જ તેનું અપૂર્વ સૌંદર્ય છે. તેને નિહાળ્યા જ કરો અને સદા આનંદને અનુભવો. આનંદ એટલા માટે આવે છે કે તે મનને ગમે છે. બાહ્ય પરોપાધિમય સૌંદર્ય અણગમતું થયું છે. પર હોવાના કારણે જયાં મનનો ગમો હોય ત્યાં આનંદ આવે જ. માટે મનને ગમતું કરવા માટે પ્રથમ બાહ્ય પર વસ્તુના સૌંદર્યની સમજ મેળવી, તેના અવગુણ સમજી, સ્વ સૌંદર્ય-ચૈતન્ય શક્તિને સહજ આત્મ શક્તિ સમજી, તેના આનંદને અનુભવો. સાધકનો અંતર્નાદ 126 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪. ચેતન્યશક્તિનું દર્શન અને આનંદ નિર્વિષય આનંદ ચાને સહજાનંદ મા.શુ. ૪, સં. ૨૦૫૦ ચૈિતન્ય શક્તિ એ આત્માની જ્યોતિ છે, આત્માનો પ્રકાશ છે. આત્મા એક તેજસ્વી પદાર્થ છે. તે નિશ્ચય નયથી સ્વ સત્તાએ શુદ્ધ છે. તે શુદ્ધાત્મા કેવળ તેજનો ભંડાર છે. તે તેજ અનુપમ છે. આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેની સાથે તેને સરખાવી શકાય. ચર્મ ચક્ષુથી દેખાતા તેજ સૂર્ય, ચંદ્ર વિગેરે છે તે તો આપણને તેની (આત્માની) તેજસ્વીતા તરફ મનને લઈ જવા માટે દાખલો આપવા માટે છે. સૂર્યની ઉપમાને યોગ્ય આત્મા નથી. તે મનનો વિષય જ બનતો નથી, પછી મનથી ઓળખાતા તેની ઉપમા કઈ રીતે આપી શકાય ? આ શક્તિ તે એક અદ્ભુત તેજ છે, જયોતિ છે, અરૂપી છે, માટે તે નિર્વિષય છે. તે જ્ઞાનનો વિષય બને પણ ઈન્દ્રિય જન્ય જ્ઞાનનો વિષય નથી બનતું, પરંતુ નિર્મળ આત્મામાંથી નીકળતો પ્રકાશ જેને કેવળજ્ઞાન કહેવાય છે તેનો વિષય બને છે, તે પણ વ્યવહારથી સમજવા માટે છે. આત્મા પોતે જ કેવળજ્ઞાન સ્વરૂપ છે. જગતનું પ્રતિબિંબ તે નિર્મળ હોવાથી તેમાં પડે છે. એ તેની નિર્મળતાને આભારી છે, જ્ઞાન અને શેય એ આત્માની કેવળ શુદ્ધ સ્વરૂપની વિચારણામાં ન આવી શકે. જેમ જ્ઞાન નિર્વિષય છે તેમ તેમાંથી ઉદ્ભવતો આનંદ પણ નિર્વિષય છે. માટે તે આનંદને સહજાનંદ કહેવાય છે. જો વિષયને આધીન જ્ઞાન કે આનંદ હોય તો તે સહજ ન બની શકે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે તે જ્ઞાનમય (જ્ઞાનસ્વરૂપ) છે આનંદમય (આનંદ સ્વરૂપ) છે. તેને કોઈ વિષયની જરૂર નથી પડતી, કે કોઈ વિષય તેને મળે ત્યારે જ તેને જ્ઞાન થાય, આનંદ થાય એવું નથી. હા, આત્માની જ્ઞાનમયતા, આનંદમયતામાં તેના (વિષયો જગત-શેયો) પ્રતિબિંબો પડે છે કારણ કે તે નિર્મળ છે, શુદ્ધ છે. જેમ આરિસો ચોખ્ખો હોય તો તેમાં પ્રતિબિંબ પડે ! પરંતુ આરિસાએ તે વિષય ગ્રહણ નથી કર્યો. પણ સહજ પ્રતિબિંબિત થયેલી તે વસ્તુ છે, તેવી જ રીતે સહજ જ્ઞાન, સહજ આનંદ આ શબ્દો પર ભાર આપીને વિચારતાં સમજાય છે કે આ વસ્તુઓ આત્માની સ્વતંત્ર છે, માટે આત્મા સહજાનંદ કહેવાય છે. વિષયનું જ જ્ઞાન થાય છે. સામે વિષય ન હોય તો જ્ઞાન નથી થતું. એ પણ એક હકીકત છે. પણ આપણે ત્યાં કોઈ પણ વસ્તુની વિચારણા નયદૃષ્ટિથી જ કરાય છે, એકાંતે ન થઈ શકે. માટે આત્માના જ્ઞાનગુણ, આનંદગુણ વિગેરે જે બોલીએ છીએ તે વ્યવહાર છે. આત્મા જ જ્ઞાન છે, આનંદ છે એ નિશ્ચય છે. જયારે નિશ્ચયથી વિચારણા કરીએ ત્યારે આત્મા નિર્વિષયી છે, કોઈ વિષયને ગ્રહણ કરતો નથી તે નિજ સ્વરૂપમાં સ્થિરતા પામી તેને જ ઓળખે છે, જાણે છે, આનંદ પામે છે. પોતે જ્ઞાની છે અને તેનો વિષય વ્યવહારથી વિચારીએ તો પોતે જ બને છે. વિષય વિષયીની અભિન્નતામાં જ્ઞાન-જ્ઞાની જુદા પાડી શકાતા નથી માટે કહ્યું કે આત્મા નિર્વિષયક એવો જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ હોવાથી તે સહજ જ્ઞાની સહજાનંદી કહેવાય છે અને તે અનુભવ પણ જગતના બધા વિષયોથી પર રહી આત્મા નિર્વિષયી બને છે ત્યારે જ સ્વરૂપજ્ઞાની સહજાનંદી બની તે સ્વજ્ઞાન અને સહજાનંદને ભોગવી શકે છે. સાધકનો અંતર્નાદ 127 Page #148 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય શક્તિ એ આત્માની જ્ઞાનશક્તિ છે. તે પ્રકાશરૂપે-જ્યોતિરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપી છે અને તેને જ જ્ઞાનગુણ તરીકે વિચારીને આત્માથી અભિન્ન આત્માનો ગુણ કહીને, જગતને જ્ઞેય બનાવી જાણવા આત્માની શક્તિરૂપે માનીએ છીએ, આત્માનું તેજ તે ચૈતન્ય શક્તિ, અને આત્માનો ગુણ તે જ્ઞાન ગુણ, એમ વ્યવહાર અને નિશ્ચયથી એક જ આત્મામાં રહેલ એક જ વસ્તુને આ બે રીતે ઓળખી શકાય છે. પરંતુ બંનેનું કાર્ય જુદું છે. ચૈતન્ય શક્તિરૂપે તે આત્મા નિર્વિષયી બને છે, અર્થાત્, તે કોઈ વિષયને જાણતો નથી પરંતુ નિષ્ક્રિય પોતાની સ્વરૂપમાં સ્થિતિ હોય છે અને અરૂપી એવું અદ્ભુત તેજ સ્વરૂપે તે પ્રકાશી રહ્યો છે. તેના ધ્યાનમાં સહજજ્ઞાન અને સહજ આનંદની અનુભૂતિ થઈ શકે. આ શુદ્ધ આત્મ દ્રવ્યની ભાવના-ચિંતવના છે. જ્ઞાનગુણરૂપે તે આત્મા વિષયને ગ્રહણ કરીને જાણે છે, આનંદ પામે છે. આ તેની સક્રિયતા છે અને તે આત્માની પર્યાયસ્થિતિ છે. કેમકે આત્માની ક્રમબદ્ધ પર્યાયો ચાલુ છે. તે જ્ઞાન પર્યાયનો અનુભવ કરી આત્મા સાથે અભેદ એવા તે જ્ઞાન પર્યાયથી આત્માની અનુભૂતિ કરવાની છે. ૫. ચૈતન્યશક્તિ યાને આત્મજયોતિ મા.શુ. ૬, સં. ૨૦૫૦ ચૈતન્યશક્તિ એ જ આત્માની જ્યોતિ છે. આત્મા અરૂપી છે તેથી તેમાંથી નીકળતી જયોતિ પણ અરૂપી છે. તેને રૂપી એવા સૂર્ય, ચંદ્ર વિગેરે પદાર્થો સાથે ન સરખાવી શકાય. છતાં પણ અરૂપી જ્યોતિ ઉનાળામાં શીતળતા આપે છે અને શિયાળામાં અગ્નિની જેમ ઉષ્ણતા આપે છે. કારણ કે તે ચૈતન્યશક્તિ અર્હમ્ સ્વરૂપ ધારણ કરી રેફ રૂપ અગ્નિબીજમાંથી ઉષ્ણતા આપી ઠંડી દૂર કરે છે, અને કલારૂપ ચંદ્રના કિરણમાંથી ઠંડક આપી ઠંડકનો અનુભવ કરાવે છે, આ આપણો વ્યવહારમાં કાર્ય-ફલરૂપે અનુભવ થાય ત્યારે અરૂપી વસ્તુના અસ્તિત્વની ઓળખ થાય છે, પરંતુ નિશ્ચયથી તો ચૈતન્યશક્તિ આત્માની જયોતિરૂપ અરૂપી એવા તે પ્રકાશમાં જયા૨ે આત્મા લીન બની જાય છે ત્યારે સોડહંનો અનુભવ (અરૂપી એવા આત્માના અસ્તિત્વનો તથા નિર્મળતાનો અનુભવ હું આત્મા છું એવો) થાય છે. એટલે કે હું આત્મા છું એમ અરૂપી પણ આત્માના-પોતાના સ્વરૂપની નિર્મળ સત્તા અનુભવાય છે. આત્માની એ નિર્મળ જ્યોતિનાં દર્શન પ્રારંભમાં મનના વિકલ્પથી આત્માના એક તેજસ્વી પ્રકાશરૂપે જોતાં દેહાદિ પર પદાર્થોની વિસ્મૃતિ થાય ત્યારે સ્વ તરફ મનને પણ મોકલી શકાય, મન તેમાં સ્થિર થાય ત્યારે ઉપયોગ પણ તેમાં જોડાયેલો જ હોય છે, જેટલો ઉપયોગ નિર્મળ થતો જાય તેટલો તે જયોતિમાં સ્થિરતા પામતો જાય. ત્યારે જે આનંદ (પર વસ્તુની વિસ્મૃતિનો અને સ્વ વસ્તુનો રુચિ, બોધ અને અખંડ સ્મૃતિનો અને તેમાંથી પ્રાપ્ત થતી સ્થિરતાનો) થાય છે, તે પર વસ્તુથી થતા આનંદથી જુદો હોય છે, અલૌકિક હોય છે. માટે તેનો અભ્યાસ અરૂપી એવી આત્મ જ્યોતિ જે સત્તાએ શુદ્ધ એવા આત્મામાંથી નિરંતર પ્રકાશી રહી છે અને લોકાલોકમાં વ્યાપી રહેલ છે શ્રદ્ધેય, ધ્યેય, સ્પૃહણીય એવી જ્યોતિમાં દર્શન, ધ્યાન વિગેરેથી આનંદ પામવો. સાધકનો અંતર્નાદ 128 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૬. જયોતિ ઝગમગે રે લોકાલોક પ્રમાણ પો.વ. ૩, સં. ૨૦૫૦ જયોતિ તે આત્મામાંથી નીકળતો પ્રકાશ છે, તેજસ્વી પદાર્થનો આ પ્રકાશ છેક લોકને પણ ઉલ્લંધીને અલોક સુધી પહોંચી જાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન ઉપરનું આવરણ સંપૂર્ણ નષ્ટ થવાથી કેવળ જ્ઞાન (પૂર્ણ જ્ઞાન) પ્રકાશમાં આવે છે. તે આત્માનો જ્ઞાનસ્વભાવ જે ગુણરૂપે પ્રસિદ્ધિને પામેલો છે, તે છે. પરંતુ આત્મામાં રહેલી જે ચેતના, તેમાંથી પ્રગટેલી જે શક્તિ, જે ચૈતન્ય શક્તિરૂપે પ્રસિદ્ધિ પામેલી છે તે ચૌદ રાજલોકમાં વ્યાપક છે કારણ શક્તિ તે આત્માનું સ્વરૂપ છે, તે પોતાના આત્માથી સદા લેપાયેલી છે, તે આત્માની સાથે (મૂળ દ્રવ્ય સાથે જ) રહે છે. આત્મા જયાં સુધી ગતિ કરી શકે છે ત્યાં સુધી તે પણ ગતિ કરે છે. તે આગળ જઈ શકતી નથી. જયારે જ્ઞાનગુણ તે આત્મામાંથી નીકળેલા પ્રકાશરૂપ હોવાથી તેની ગતિ સ્થગિત થતી નથી. માટે લોકાલોક વ્યાપી છે. તેથી કહ્યું છે કે “સંપૂuf iટા વાશi II IT-TAT Imત્રિમાનં તવ riધાન્ત” આ વાકય તેની સાક્ષી પૂરે છે. માટે શકિત એ આત્માનું સ્વરૂપ છે, તે તેજસ્વી હોવાથી ત્રણે ભુવનમાં જયોતિરૂપે પ્રકાશ પાથરે છે. જ્ઞાન તે આત્માનો ગુણ છે, તે પ્રકાશમાન હોવાથી ઝગમગતી જયોતિરૂપે કોઈપણ સ્થાને (લોક કે અલોકમાં પણ) અલિત થતો નથી. પરંતુ જ્ઞાનગુણ પણ ચૈતન્ય શકિતને આભારી છે. ચેતના જ ન હોય તો જ્ઞાન ગુણ ન હોય, માટે જ આ શક્તિ અને સ્વભાવ એ બન્ને આત્માને જોવા માટેનાં જુદાં જુદાં પાસાં છે. એક સિક્કાના બે પાસાની જેમ આત્માને જુદાં જુદાં પાસાથી જોતો તું આનંદ પામ ! સ્વરૂપ નિહાળીને આત્મામાં (ચૈતન્ય શક્તિરૂ૫) ડુબકી મારીને તેમાં લીન થા ! સ્વભાવ નિહાળીને તેનાઆત્માના પ્રકાશમાં મળી જા ! અને તારી આ મલિન પર્યાયને ભૂલીને શુદ્ધ પર્યાયનું (જ્ઞાનગુણ) સ્મરણ દ્વારા તેમાં અમેદ થવા પ્રયત્ન કર ! અને ચૈતન્ય શક્તિમાં ડુબકી મારીને તારા શુદ્ધ આત્મસ્વરૂપના સ્મરણ દ્વારા આત્મામાં સ્થિર થઈ સ્વરૂપાનુભવ કર ! શક્તિ અને સ્વભાવ જે શુદ્ધ છે તેમાં લીનતા કરી આનંદ અને સુખને માણ! ચેતનાનાં જ આ બે પાસાં છે, ચેતનાનું શક્તિ સ્વરૂપ તે ચૈતન્ય શક્તિ, સ્વભાવ સ્વરૂપ તે જ્ઞાનગુણ. છે. અહંમના દયાનમાં અ. શુ. ૧ ૩, સં. ૨૦૪૯ આહત્ય શક્તિ એ જ ચૈતન્યશક્તિ છે, શક્તિ શબ્દ સ્ત્રીલિંગે છે માટે તેણે “મા” નું સ્વરૂપ ધારણ કર્યું છે, એ સમગ્ર વિશ્વની જન્મદાત્રી છે. ચાર જડ દ્રવ્યો અને વિસ્ત્રસા પરિણામ પામેલા પુદ્ગલો સિવાયના જે કાંઈ જડ દશ્ય છે તેની ઉત્પત્તિ ચૈતન્યની સહાયથી થયેલી છે. અરે ! જયાં સુધી આત્માની સહજ સ્થિતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી પુગલની સહાયથી ઊંચે આવે છે. જો તેની સહાય લેવામાં આત્મા ભૂલ કરે તો નીચે પડે છે. પણ ઊંચે આવવામાં જડ સહાયક અવશ્ય બને છે, તેના ટેકે સાધકનો અંતર્નાદ 129 Page #150 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યસ્વરુપ પરમાત્મ તત્ત્વમાં મિલન કરવા પુરુષાર્થ કરે છે, છેવટે તે તત્ત્વમાં મળી જતાં જડની સહાય છૂટી જાય છે. કર્મવર્ગણા આઠ પ્રકારની જે છે તેની સહાયથી શરીર ધારણ કરે છે, પોષે છે, જીવે છે અને વ્યવહારધર્મ આદરે છે અને છેલ્લે તે દારિક શરીર દ્વારા કષ્ટથી આત્માને છોડાવે છે, ત્યારે તે શરીર, કર્મ, મન વિગેરે સમગ્ર જડને છોડીને આત્મા પોતાના સ્થાને ચાલ્યો જાય છે. અર્થાત્, કર્મ મુક્ત બને છે, તેથી સિદ્ધ બને છે. ૮. આત્માનું દર્શન ચાને આત્મસ્વરૂપની ઝાંખી ચે.શુ. ૧૧, સં. ૨૦૫૦, ચલોડા ચૈતન્ય શક્તિ સ્વરૂપે વ્યાપીને રહેલા આત્માનું દર્શન, શુદ્ધ ઉપયોગ દ્વારા જ થઈ શકે. પરંતુ આત્મા ઘાતિ કર્મના બંધનથી બંધાયેલો છે. ત્યાં સુધી ઉપયોગ શુદ્ધ થઈ શકતો નથી. ઉપયોગની સંપૂર્ણ શુદ્ધિ ઘાતિ કર્મના સંપૂર્ણ ક્ષયથી થાય છે. માટે જેમનાં ઘાતિ કર્મો સંપૂર્ણ ક્ષય થઈ ગયાં છે એવા કેવલિભગવંતો જ આત્માનું દર્શન કરી શકે છે. પ્ર. તો યોગીઓ ધ્યાનમાં આત્માનું દર્શન કરે છે, તે કેવી રીતે ? જ. કેવલિ ભગવંતો ઘાતિ કર્મના ક્ષયથી ઉપયોગની શુદ્ધિ પ્રાપ્ત કરે છે, તેમ સાધક યોગીને ધ્યાનરૂપી તપથી એવાં કર્મોનો ક્ષયોપશમ થાય છે ત્યારે ઉપયોગ જે અશુદ્ધ હતો, તે સંપૂર્ણ શુદ્ધ નહિ પણ કર્મના ક્ષયોપશમથી જે શુદ્ધિને પામે છે, તે શુદ્ધિ દ્વારા આત્માની ઝાંખી થાય છે, માટે તેને આત્માનું દર્શન નહિ કહેતાં યોગીઓ ધ્યાનમાં આત્માની ઝાંખી કરે છે અર્થાતું, ઝાંખું દર્શન કરે છે. આ આત્માની ઝાંખી પરમાત્માના આલંબનથી થાય છે. પરમાત્માનું આલંબન લેવું એટલે તેમનાં દર્શન, પૂજન, તેમના સ્વરૂપનું ચિંતન, નિદિધ્યાસન, ધ્યાન, તેમનામાં તન્મયતા, તદ્રુપતા કરવા સુધીની પ્રક્રિયા તેમના બતાવેલા અનુષ્ઠાન કરવા દ્વારા તથા ચિંતનાદિના અભ્યાસ દ્વારા વારંવાર નિજ આત્માના સત્તાએ રહેલા શુદ્ધ સ્વરૂપનું સ્મરણ, તસ્વરૂપની પ્રીતિ, સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના, સ્વરૂપ ઓળખાણ માટે તેવા પુસ્તકનું વાંચન, સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલી અને વારંવાર પરમાત્માની સાથે અભેદતાનો અનુભવ કરવા માટે પુરુષાર્થ, પ્રયત્ન, ઉદ્યમ કરવારૂપ આલંબન લેવાથી તેવો મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે, જેથી સદા પરમાં (જડમાં) રમતો ઉપયોગ પરમાત્માનું આલંબન લેવાથી શુભમાં પરોવાય છે ત્યારે તેનો કચરો સાફ થવા માંડે છે, જેથી ઉપયોગ કંઈક શુદ્ધિ તરફ જાય છે, જેને ક્ષયોપશમ કહેવાય છે. તે ક્ષયોપશમની સ્થિરતામાં આત્માની ઝાંખી થાય છે, તેને યોગીઓનું આત્મદર્શન કહે છે. ઉપયોગ બે પ્રકારે હોય છે. ૧. શુદ્ધ ૨. અશુદ્ધ અશુદ્ધના બે પ્રકારો પડે છે. ૧. શુભ ૨. અશુભ શુભનું આલંબન લેવાથી ઉપયોગ શુભ બને છે પરંતુ તે શુદ્ધ નથી, શુદ્ધમાં તો કોઈ આલંબન નથી. પણ શુભ તે શુદ્ધમાં નિમિત્ત છે. તેથી અશુભથી બચવા માટે સતત શુભમાં ઉપયોગશીલ રહેવા પ્રયત્ન કરવો, જેથી અશુભ કર્મબંધ અટકે અને ઉપયોગ શુદ્ધિ તરફ વળે. સાધકનો અંતર્નાદ 130 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯. ઉપયોગશુદ્ધિ - મનશુદ્ધિ ચે.શુ. પૂનમ, સં. ૨૦૫૦ ઉપયોગ અને મન આ બન્ને વસ્તુ ભિન્ન છે. ઉપયોગ એ ચેતન સાથે સંબંધ ધરાવે છે મન તેનું સાધન છે, મન એ જડ પુલનું બનેલું છે, પણ ઈન્દ્રિયોથી તે જુદું છે માટે તેને અતિદ્રિય કહેવાય છે. ઈન્દ્રિયો જડ છે, મન પણ જડ છે પરંતુ આત્મા જયારે કર્ણાધીન છે ત્યારે જ્ઞાન પોતાનામાં રહેલું હોવા છતાં ઈન્દ્રિયો અને મનની સહાયથી જાણી શકે છે. જેમ ચક્ષુ ઈન્દ્રિય ઝાંખું જુએ છે, આવરણ આવે છે ત્યારે ચશ્માની મદદ લેવી પડે છે તેમ જ્ઞાન ઉપર જેટલા પ્રમાણમાં આવરણ હોય તેટલા પ્રમાણમાં ઈન્દ્રિયોને સાધન બનાવવી પડે છે. આ ઉપરથી એ ફલિત થયું કે ઈન્દ્રિયો અને મન આત્માનું શાન કરવામાં જડ સાધનો છે. આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણોના પ્રાગટ્ય માટે બાહ્ય સાધનો છે માટે તે જડ હોવા છતાં ઉપેક્ષણીય નથી પરંતુ રક્ષણીય છે. કર્મોનું આવરણ એ જ્ઞાનાદિ પ્રગટ નહિ થવામાં મુખ્ય કારણ છે, ઈન્દ્રિયોનો અભાવ એ સહકારી કારણ છે. માટે જ્ઞાનાદિ ગુણોનું પ્રકટીકરણ કરવામાં અત્યંતર સાધન, કર્મોનો ક્ષયોપશમ અને ક્ષય છે. બાહા સાધનની પ્રાપ્તિ (ઈન્દ્રિયો અને મનની પ્રાપ્તિ) તે પુરુષાર્થથી સાધ્ય નથી પરંતુ પૂર્વ કૃત કર્મને આધીન છે. અત્યંતર સાધન (કર્મનો ક્ષયોપશમ તથા ક્ષય) તે આત્માના પુરુષાર્થથી સાધ્ય છે. આત્માનો પુરુષાર્થ ઉપયોગ દ્વારા થઈ શકે છે. બાહા પુરુષાર્થ મન અને ઈન્દ્રિયો દ્વારા થઈ શકે છે. મન અને ઈન્દ્રિયોનો પ્રેરક આત્મા શુભ (દેવ, ગુરુ, ધર્મ)નું આલંબન લઈને ઈન્દ્રિયો અને મનથી પુરુષાર્થ કરે છે ત્યારે પુણ્યકર્મ સંચિત કરે છે, અશુભનું આલંબન લઈને પુરુષાર્થ કરે છે ત્યારે પાપ કર્મ સંચિત કરે છે. આવા સમયે આત્માના શુભ-અશુભ અધ્યવસાયનું પ્રતિબિંબ ઉપયોગ ઉપર પડે છે ત્યારે ઉપયોગ શુભાશુભ બને છે. આ બન્ને અવસ્થામાં ઉપયોગ અશુદ્ધ છે અર્થાતું, સારા-નરસા ડાઘ છે. તેથી તે શુભ કહેવાય. પરંતુ સારા ડાઘ તે કર્મ સંચાલિત અનુકૂળતા અર્થાત્, શાતા બતાવે છે નરસા ડાઘ પ્રતિકૂળતા અર્થાત્ અશાતા બતાવે છે. શુભનું આલંબન લે છે ત્યારે મનની શુભ અવસ્થા, તે તેની શુદ્ધિ છે અને ઉપયોગની શુભ અવસ્થા તે તેની અશુદ્ધિ છે, કેમકે સારો પણ ડાઘ છે. જયારે ઉપયોગ નિષ્કલંક બને છે ત્યારે ઉપયોગની શુદ્ધિ હોય છે, ઉપયોગની શુદ્ધિ, આત્માની શુદ્ધિ ઉપર છે અને ઉપયોગની શુદ્ધિ માટે આત્માનો પુરુષાર્થ જોઈએ છે. આત્માની શુદ્ધિ માટે પરમાત્માએ બતાવેલાં અનુષ્ઠાનો આચરવાં જોઈએ, જે અનુષ્ઠાનો મન, વચન, કાયાનું શુભ પ્રવર્તન છે, યોગનું શુભ પ્રવર્તન ઉપયોગને શુભમાં લઈ જાય છે, જેથી અશુભ પ્રવર્તન અટકે છે, અને ઉપયોગ શુભ બને છે. જે શુભના આલંબનથી શુદ્ધિ તરફ જઈ શકે છે. મન, વચન, કાયાનું શુભમાં રહેવું, ટકવું તે જ યોગની શુદ્ધિ છે. તેથી મન શુદ્ધિ અને ઉપયોગશુદ્ધિ માટેની સાધના ભિન્ન-ભિન્ન છે. મનની શુદ્ધિ સરળ છે પણ ઉપયોગની શુદ્ધિ પુરુષાર્થથી થાય છે. મન સાધકનો અંતર્નાદ 131 Page #152 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિમાં બાહ્ય પુરુષાર્થ કારણ છે માટે સરળ છે, ઉપયોગ શુદ્ધિમાં આત્મિક પુરુષાર્થ કારણ છે, તે કઠિન છે. ૧૦. આત્મિક પુરુષાર્થ ચે.વ. ૧, સં. ૨૦૫૦, કલિકુંડ, દાદાવાડી. પુરુષાર્થ ચાર છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ બધા પુરુષાર્થમાં આત્મા તો જોડાય છે, પણ આત્માનું વલણ પુગલ-જડ તરફનું હોય છે ત્યારે અર્થ અને કામ, પુરુષાર્થમાં ઉદ્યમી બની શકે છે. છતાં સમકિતિ સમકિતની હાજરીમાં અર્થ અને કામ પુરુષાર્થમાં ઉદ્યમ કરવા છતાં વલણ આત્મા તરફનું હોવાથી તે પુરુષાર્થથી તે તે જાતનાં કને આત્મા ઉપરથી ખેરવી નાંખે છે. જયારે આત્મા તરફનું વલણ હોય છે ત્યારે ધર્મ પુરુષાર્થમાં ઉદ્યમી બને છે. આત્માને પરભાવ તરફની સૂગ હોય ત્યારે પોતે જાતને સમજે છે અને આત્મા ઉદ્યમવંત બની કાર્યસિદ્ધિ માટે તત્પર બને છે. પરભાવથી પાછા વળવું તે અનાદિના અભ્યાસથી જડ સુખ લોલુપી આત્માને કઠિન હોવાથી આત્મિક પુરુષાર્થ થવો કઠિન છે. માટે જ ઉદ્યમ ત્યારે સફળ બને જયારે આત્મા સ્વ તરફ વળે. પ્રથમ, આત્મા અને પુદ્ગલની ભિન્નતા વારંવાર વિચારી આત્મસાત્ કરવી. આત્મા અને પુદ્ગલના સુખને ઓળખવા. બને સુખમાં તાત્ત્વિક તફાવત કેવો અને કેટલો છે તે શ્રુત જ્ઞાન દ્વારા જાણવો. જે ગુરુએ શ્રુતનો અભ્યાસ કરી તે તે પદાર્થોને આત્મસાત્ કરીને તે બન્ને સુખો અનુભવીને વિવેચિત કર્યું છે. તેમની પાસેથી તે બંનેના સુખને ઓળખવાં અને જડ સુખ રુચિથી પાછા વળવું. જડ સુખ રુચિથી પાછા વળવા આત્માના ગુણો ઓળખવાં તે સ્વની માલિકીની વસ્તુ છે તેમ તેની મમતા કેળવવી અને જડની મમતા છોડવી. જડની મમતા છૂટશે ત્યારે આત્માના ગુણોની પ્રીતિ જાગશે. રસ કેળવાશે ત્યારે આત્મા પુરુષાર્થ કરશે, બળ અજમાવશે. બળ અજમાવવું એ જ તેનો પુરુષાર્થ છે. આ પુરુષાર્થને ધર્મપુરુષાર્થ કહેવાય છે. કારણ કે “વધુ સદાવો ઘ” આત્માનો સ્વભાવ તે ધર્મ, આત્મસ્વભાવ પ્રગટ કરવા માટે આત્મા જે બળ અજમાવે તે ધર્મ પુરુષાર્થ છે. તેને ધર્મ પુરુષાર્થ કહો કે આત્મિક પુરુષાર્થ કહો બંને એક જ છે અને મોક્ષ પુરુષાર્થ તે તો આત્મ સ્વભાવ તેરમે ગુણઠાણે પ્રગટ કર્યા પછી ચૌદમે ગુણઠાણે જે આત્માનો પુરુષાર્થ પાંચ હુસ્તાક્ષર બોલાય તેટલા સમયમાં જે થાય છે તે મોક્ષ પુરુષાર્થ છે. તે આત્માનો કર્મથી સંપૂર્ણ મુકત થવાનો પુરુષાર્થ ઊંચા સ્ટેજનો છે. સૌથી છેલ્લો આ પુરુષાર્થ કરી આત્માનિરંતર સ્વરૂપમાં સ્થિર રહી, આત્મગુણોના ભોગમાં મગ્ન બની સુખમાં મગ્ન નવપદમાં આપણો આત્મા જોવો, તે સંભેદ પ્રણિધાન, આત્મામાં નવપદ જોવા તે અભેદ પ્રણિધાન. સાધકનો અંતર્નાદ 132 Page #153 -------------------------------------------------------------------------- ________________ પરબ્રહ્મ અ.શુ. ૨, સં. ૨૦૫૦, સાણંદ-ચાર્તુમાસ અર્હમ્ એ શબ્દ દેહ આત્માનો છે, અર્હમ્ શબ્દ સાકાર છે. અર્થાત્, આત્માનું સાકાર સ્વરૂપ છે. તેનું ધ્યાન કરવાથી પર બ્રહ્મમાં જવાય છે, એટલે કે નિરાકાર એવા પર બ્રહ્મરૂપ શુદ્ધાત્મામાં જવાય છે. સાકાર એવા અર્હમ્ સ્વરૂપનું આલંબન લઈને નિરાકાર એવા શુદ્ધાત્માનું ધ્યાન કરી શકાય છે. ૧૧. શબ્દબ્રહ્મ અશુ. ૩ શુદ્ધાત્માનું ધ્યાન બે રીતે થાય છે. (૧) આત્માની જ્યોતિ (પ્રકાશ) રૂપ ચૈતન્ય શક્તિના ધ્યાનથી જયોતિનું ધ્યાન-આત્મધ્યાન થાય છે, જેને જ્યોતિનું ધ્યાન કહેવાય છે. (ર) નાદનું ધ્યાન. જે નાદ વિશ્વમાં સહજ રીતે થાય છે તે અવાજનું આલંબન લઈને આત્મામાંથી ઉદ્ભવતો સહજનાદ જેને અનાહત નાદ કહેવાય છે. તેના ધ્યાનથી શુદ્ધાત્માનું ધ્યાન થાય છે આ રીતે જયોતિના દર્શનથી અને નાદના શ્રવણથી આત્માનું ધ્યાન થાય છે. આ જયોતિ અને નાદ બન્ને આત્મામાંથી સહજ રીતે ઉદ્ભવતા પ્રકાશ અને નાદ છે. જયારે તેમાં સ્થિરતા આવે છે ત્યારે આત્માનુભવની પ્રતીતિ થાય છે. જયોતિ આત્માનું રૂપ છે. નાદ એ આત્માનો અવાજ છે. પણ તે આત્માની સ્વાભાવિક વસ્તુ હોવાથી જયોતિને આત્માની ચૈતન્યશક્તિ કહેવાય છે. અર્થાત્, આત્મા (ચૈતન્ય) શક્તિ સ્વરૂપ છે. નાદને આત્માનું અનાહત નાદ સ્વરૂપ કહેવાય છે. અર્થાત્, તે આત્માનું જ નાદ સ્વરૂપ છે. આત્માનું રૂપ છે અને નાદ અવાજ હોવાથી આત્મા બોલે છે પરંતુ તે બન્ને શુદ્ધ છે, અરૂપી છે, અદશ્ય છે માટે ચર્મ ચક્ષુથી કે કર્ણથી દેખાતા કે સંભળાતા નથી તે આત્માની નિર્વિકલ્પ અવસ્થામાં અનુભવાય છે. તે અનુભવ કરવા માટે ધ્યાનાભ્યાસમાં ચૈતન્યનું તથા નાદનું દર્શન તથા શ્રવણ કરવા ઉદ્યમ કરવો. જેથી કર્મનો ક્ષયોપશમ થતાં અનુભૂતિ સુધી પહોંચી શકાય. આ અનુભૂતિમાં મોટા પ્રમાણમાં કર્મોનો (મોહાદિ) હ્રાસ થાય છે. માટે આ પણ એક સાધના સાધકે ચારિત્રના પાલનની સાથે સાધવી જોઈએ. ૧૨. અરિહંત પરમાત્માની રહસ્યમયવાણી આ.શુ. ૭, સં. ૨૦૫૦, સાણંદ પરમાત્મા અરિહંત પ્રભુએ સમવસરણમાં દેશનામાં સૌથી પ્રથમ રહસ્યભૂત એ વાત સમજાવી કે આ જગત એટલે કે જગતમાં રહેલી વસ્તુમાત્ર ઉત્પાદ વ્યય ધૌવ્યયુક્ત છે. આ વાત બહુજ મહત્ત્વની છે. જો આ રીતે પદાર્થનો સ્વભાવ સમજાઈ જાય તો ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, મોહ શાંત થવા માંડે. જે રાગાદિ કર્મબંધન દ્વારા જીવને સંસારમાં જકડી રાખે છે અને મુક્તિને રૂંધે છે. આ ત્રિપદી એટલા માટે જ (રહસ્યવાણી હોવાથી) પ્રથમ યોગ્ય આત્માને સંભળાવી અને તેની ગણધર તરીકે સ્થાપના કરી અને તેમાંથી (ત્રિપદીથી) જ દ્વાદશાંગિની રચના થઈ, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ અને મુક્તિમાર્ગનું પ્રવર્તન શરૂ થયું. સાધકનો અંતર્નાદ 133 Page #154 -------------------------------------------------------------------------- ________________ આ રહસ્યવાણીને આત્માની સાથે ભાવિત થતાં જડ વસ્તુના ઉત્પાદ વ્યયથી થતા હર્ષ-શોક નાબૂદ થાય છે અને રાગ, દ્વેષ, મોહ ત્રણે આ ત્રણ પદથી નષ્ટ થાય છે. માટે આ ત્રિપદીની સાધના કરવી. જગતના પદાર્થોનું ધ્યાન આ ઉત્પત્તિ નાશ અને ધ્રુવતા સ્વરૂપ કરવાથી તે પદાર્થોનું સ્વરૂપ એ રીતનું ભાવિત થતાં રાગાદિ ત્રણનો ઘણો હ્રાસ થાય છે. જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે ઉત્પન્ન થતો ન હોય, નાશ થતો ન હોય અને મૂળ સ્વરૂપે રહેતો ન હોય, જો વસ્તુમાં આ ત્રણ ધર્મ ન હોય તો તે વસ્તુ જ ન કહેવાય, માટે પ્રભુએ ત્રિપદી કહીને શું કહ્યું ? વસ્તુની ઓળખ આપી. એ ઓળખથી વસ્તુથી થતાં નુકસાન અટકી જાય છે. ‘‘ "अज्ञानम् अव હતુ માં .'' અજ્ઞાન એ જ કષ્ટ છે. આપણું અજ્ઞાન દૂ૨ કરાવી પ્રભુએ આપણને કષ્ટથી ઉગાર્યા છે. પરંતુ રાગાદિને આધીન આપણે વસ્તુની સ્થિતિને એકાંત સ્વરૂપે પકડી દુ:ખી થઈએ છીએ. ઉત્પન્ન થાય છે તેમાં હરખાવાની જરૂર નથી, નષ્ટ થાય છે તેમાં શોક કરવાની જરૂર નથી. અને સદા તેના અસ્તિત્વથી મૂંઝાવાની જરૂર નથી, કારણકે વસ્તુ સ્વરૂપ જ એવું છે, ત્રિધર્માત્મક વસ્તુમાં કોઈ પણ એકાંતતાથી હર્ષ, શોક કે મોહ કરીને આત્માને શા માટે દુઃખી કરવો ? પ્રભુએ તો પ્રથમ જ વસ્તુની ઓળખ આપી, કારણ કે વસ્તુની સાથે જ સંબંધિત આત્મા તેને ઓળખ્યા વિના જે કાંઈ વર્તન કરે તે દુઃખનું કારણ બને છે. અરિહંત પરમાત્માને “સવિ જીવ કરું શાસન રસી’’ ભાવનાને સફલી બનાવવા આ દેશના નો પ્રારંભ હતો. જીવ વસ્તુને ઓળખતો નથી માટે તેની સાથે સંબંધમાં નિર્વિકાર, અવિવેકથી શૂન્ય જીવન જીવી શકતો નથી અને પોતાના સ્વરૂપને પ્રગટાવી શકતો નથી. માટે જ પ્રથમ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું. પ્રભુની પદાર્થના સ્વરૂપને સમજાવનારી વાણી અર્થથી દેશનામાં પ્રકાશી, તેનો સંક્ષેપ જ આ ત્રણ પદ છે અને વિસ્તાર દ્વાદશાંગી છે, માટે જે આ ત્રણ પદ (ઉત્પાદ વ્યય અને ધૌવ્ય) ના રહસ્યને સમજે છે તે જ રાગ-દ્વેષરૂપ મહાન દોષોનો ક્ષય કરી જ્ઞાનાવરણાદિ આવરણોને ખસેડી આત્મામાં રહેલા સહજ ગુણોનો પ્રકાશ પામી શકે છે, અને સદાને માટે નિર્વિકાર આનંદ-સુખના સ્થાનમાં રહેવા આત્મા ચાલ્યો જાય છે. આ.શુ. ૮, સં. ૨૦૫૦, સાણંદ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યધર્મ યુક્ત જે કોઈ હોય તે તે પદાર્થ છે-વસ્તુ છે-સત્ છે. એટલે કે વસ્તુનું અસ્તિત્વ તો જ મનાય કે તે (વસ્તુ) ઉત્પન્ન થાય, નાશ પામે અને ધ્રુવ હોય. આ ત્રણ ધર્મયુક્ત જે છે તે દ્રવ્ય કહેવાય છે અને દ્રવ્ય તે ગુણ અને પર્યાય યુક્ત જ હોય છે. એમાં વસ્તુનો ધ્રુવ ધર્મ છે, તેને દ્રવ્ય કહેવાય છે, અને વસ્તુનો ઉત્પાદ અને નાશ ધર્મ છે, તે દ્રવ્યની પર્યાય છે. દ્રવ્યના જ એ ત્રણે ધર્મો છે જયારે દ્રવ્યમાં ઉત્પાદ થાય ત્યારે તેની પર્યાય ઉત્પન્ન થઈ કહેવાય સાધકનો અંતર્નાદ ૧૩. ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુક્ત સત્ 134 Page #155 -------------------------------------------------------------------------- ________________ છે, જયારે નાશ થાય છે ત્યારે પણ પર્યાય ઉત્પન્ન થઈ કહેવાય છે. જયારે ઉત્પાદ વ્યય આપણાં ચર્મચક્ષુથી અનુભવાય નહિ ત્યારે પણ અપ્રગટ પર્યાય તેમાં પડેલી છે. જો પર્યાયની સત્તા ન હોય તો પ્રગટ થઈ ક્યાંથી ? વળી જે કાંઈ અનુભવાય છે તે તો પર્યાય જ છે, પરંતુ પર્યાય દ્રવ્યમાંથી કયારે કેવી રીતે પ્રગટ થઈ તે અનુભવાતું નથી, છતાં બાલ જીવોને સમજવા માટે ઘટ ઉત્પન્ન થાય ત્યારે માટીને દ્રવ્ય કહેવામાં આવે છે. પણ જે માટીને આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ તે તો પર્યાય જ છે. પિંડ સ્વરૂપ માટી તે પર્યાય જ છે. દ્રવ્ય એ તો તે પિંડમાં રહેલી મૃ શક્તિ છે, તે જ છે. એથી દ્રવ્ય એ શક્તિ છે, પર્યાય એ વ્યક્તિ છે. આ પ્રમાણે દ્રવ્યમાં બે ધર્મો રહેલા છે. ૧. સામાન્ય ૨. વિશેષ. દ્રવ્ય જે શકિત સ્વરૂપ છે તે તેનો સામાન્ય ધર્મ, દ્રવ્ય જે વ્યક્તિરૂપે પર્યાય પ્રગટ થયો તે વિશેષ ધર્મ અથવા કોઈ પણ પદાર્થ-વસ્તુમાં તેની જાતિને સામાન્ય ધર્મ કહેવાય છે અને વ્યક્તિને વિશેષ ધર્મ કહેવાય છે કોઈ પણ વસ્તુમાં આ બે ધર્મો રહેલા જ છે, તે બન્ને ધર્મો પરસ્પર ગૌણ કે મુખ્ય ભાવે રહેલા છે. જાતિથી વ્યક્તિ ઓળખાય છે, જો જાતિ ન હોય તો વ્યક્તિ પણ ન હોય. જગત કોઈ વસ્તુ નથી, જડ અને ચેતન એ વસ્તુ જયાં (જે ક્ષેત્ર-આકાશ પ્રદેશો) છે તે જગત. એથી એમ કહી શકાય કે આ બે પદાર્થોથી જગત બનેલું છે, “ઋત્તિ રૂતિ ગાત”-ગમન કરે તે જગત. કયાં ગમન કરે? એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય, અર્થાતુ, પર્યાય પામે તે દ્રવ્યથી ભરેલું જગત. આ જડ, ચેતન, દ્રવ્યને રહેવા માટે આકાશ છે, અર્થાતુ, આકાશ પોતાનામાં રાખે છે. તે આકાશ પણ જડ વસ્તુમાં સમાવેશ પામે છે. માટે તે પણ સમયે-સમયે પરિવર્તન પામે છે, તેથી આ બધા પદાર્થોને ટકાવી રાખનાર જે કાંઈ છે તેને જગત કહેવાય છે. અવનવા બનાવો જેમાં ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે અને ધ્રૌવ્યતાથી રહે છે તે જગત, તે તે વસ્તુઓના સમુદાયરૂપે બનેલું અસ્તિત્વ ધરાવે છે. એવા આ જગતમાં અનેક વસ્તુઓ છે. જેમ કે શત્રુંજય ગિરિ. તે પણ એક પદાર્થ છે, વસ્તુ છે. તેમાં પદાર્થત્વ એ સનાતન શાશ્વત છે. શત્રુંજયગિરિમાં શાશ્વત શું છે? તેના પથ્થર ? ના. તે તો હાનિ-વૃદ્ધિ પામે છે પરંતુ તેનો અમૂલ નાશ નહિ હોવાથી તેની શાશ્વતતા વ્યવહારથી છે. નિશ્ચયથી તો તેના ઉપર મુક્તિ પામેલા જીવોનું ચૈિતન્ય સ્વરૂપ ત્યાં જ પ્રગટ થયેલું તેની આભારૂપ એ પહાડ સદા માટે શાશ્વતતાને ધારણ કરે છે. તે કદી નાશ પામતો નથી. તે ગિરિવર ચૈતન્ય સ્વરૂપ છે કેમકે અનંત આત્માઓએ કર્મ મુક્ત થઈ નિર્મળ ચેતનતા પ્રગટ કરી છે. તે ગિરિ તેમને રહેવાનું સ્થાન ભૂતકાળમાં બન્યો હતો. હે આત્મનું! વર્તમાનકાળને ભૂતકાળમાં અંતભૂત કરીને જો, તો તને દેખાશે. પર્યાય શાશ્વત નથી પણ પર્યાયત્વ શાશ્વત છે. કોઈ પણ પર્યાયને તો એ ધારણ કરે જ છે. પર્યાય બદલાય છે, કાળ બદલાતો નથી. કાળ તો વર્તમાન સમય એ જ શાશ્વત છે. સાધકનો અંતર્નાદ 135 Page #156 -------------------------------------------------------------------------- ________________ સાધકનો અંતર્નાદ ૪. ૧. આત્માનું સ્વરૂપ ૨. જડનું આંતર સ્વરૂપ ૩. યોગ-સાધના ૫. ૮. સંવત ૨૦૫૧-પાના નં. ૧૩૬ થી ૧૦૧ ૯. * અનુક્રમણિકા ૬. અભેદોપાસના-A, B, C ૭. પરમપ્રભુ અરિહંત પરમાત્મા (નવેપદ જીવ પ્રત્યે પ્રેમ અભેદ ભાવે સાધના કેવી રીતે ? ક્ષમા સમીપતા ૧૦. સંસારનું સ્વરૂપ 136 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧. આત્માનું સ્વરૂપ મ.શુ. ૭, શેરીસા, સં. ૨૦૫૧ આત્માનાં બે સ્વરૂપો છે. (૧) શક્તિ સ્વરૂપ (૨) વ્યક્તિ સ્વરૂપ. શક્તિ સ્વરૂપ તે ચૈતન્ય છે. વ્યકિત સ્વરૂપ ગુણ પુંજ-ગુણોનો સમૂહ છે. આત્મામાં જાણવાની શક્તિ છે તે ચેતન્ય શક્તિ છે અને જાણવાની શક્તિ હોવાથી જ્ઞાન (જાણવાની ક્રિયા) કરે છે. શક્તિ કારણ છે જ્ઞાન ગુણ તે કાર્ય છે. ફલ છે. શક્તિ હોવાથી ગુણ દ્વારા તે શક્તિની વ્યક્તિ થાય છે. શક્તિ અદેશ્ય છે ગુણ અનુભવથી વ્યક્ત છે. આ ચૈતન્ય શક્તિ અને જ્ઞાનાદિ ગુણો બન્ને આત્મદ્રવ્યમાં રહેલા છે. માટે તે બંને તેનાં જ સ્વરૂપો આત્મ દ્રવ્યનું સ્વરૂપ નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ-શુદ્ધ છે. તેને ગુણના પુંજરૂપે ધારણા કરીને તેમાં સ્થિર થવું. ચૈતન્ય શક્તિનું (કાર્ય) ફળ જાણવું તે છે. હે ભવ્યજીવો ! તમારું ચૈતન્ય શુદ્ધ છે, નિર્વિકાર છે, તમારું આત્મદ્રવ્ય પણ શુદ્ધ છે પરંતુ કર્માધીન. આત્માની ચેતના વિકૃત બની છે કેમકે તે આત્માની દાસી છે તેના આદેશ પ્રમાણે તે રંગીલી ચાલે છે અને નવા નવા કર્મને આવર્જન કરી આત્માને ભારે બનાવે છે કર્માધીનતામાં રહેવું તે આત્માની નબળાઈ છે, પ્રમાદ છે, તે તેની શુદ્ધતાને ઝાંખી કરી નાંખે છે. મ.શુ. ૯ આ જગતમાં બે જ વસ્તુ છે. જડ અને ચેતન. તે બંનેના બે જ ધર્મો છે સામાન્ય અને વિશેષ. તે બંનેની બેમાં જ સ્થિતિ છે દ્રવ્ય અને પર્યાયમાં. પરંતુ જ્ઞાન અને ક્રિયા ફકત ચેતનમાં જ છે. માટેજ તેને બંધાવાનું થાય છે. બંધાય છે માટે જ સદા માટે મુક્ત થઈ શકે છે. - હવે જડ એ શું છે? તેનું લક્ષણ શું? તેના ધર્મો ક્યાં? તેને પોતાનામાં સ્થિતિ કઈ કયા સ્વરૂપે? વગેરે વિચારવું જરૂરી છે. ચેતનને ઓળખવો એ ખાસ જરૂરી છે. કારણ કે તે તો પોતાની વસ્તુ છે પણ તેને સંપૂર્ણ ઓળખવા માટે પરને ઓળખવાની જરૂર છે. વળી તેના પરના-જડના-કર્મ પુદ્ગલાદિના) સંબંધમાં અનાદિ કાળથી છે. તેને ઓળખીએ તો તેનાથી છૂટા થવાના ઉપાયો પણ કરી શકાય. શરીરથી માંડીને જેના જેના સંબંધમાં ચેતન છે તે સર્વ કર્મ પુદ્ગલ છે અને મુક્તિ પણ તેનો સહારો લઈને મેળવવાની છે. જડને ઓળખવા તેનું લક્ષણ પરમાત્માએ બતાવ્યું છે જે શાસ્ત્ર-પરમાત્માની વાણી જેમાં આલેખાયેલી છે તેમાંથી મળી આવે છે. ___ सबंधयार उज्जोअ, पभा छायातवेहि अ । बान्न-गंध रसा फासा, पुग्गलाणं तु लक्खणं ।। જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે પુગલ છે. આ ચારથી પુગલ ઓળખાય છે. તે ઉપરાંત સાધકનો અંતર્નાદ 137 Page #158 -------------------------------------------------------------------------- ________________ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ પણ પુદ્ગલો છે. જડના ધર્મો પણ સામાન્ય અને વિશેષ છે. જડત્વ એ સામાન્ય છે, તે દરેક જડ વસ્તુમાં વ્યાપક છે અને વ્યક્તિ વિશેષ જુદી જુદી જડ વસ્તુમાં રહેલો છે. આ ધર્મો એક વસ્તુથી બીજી વસ્તુ જુદી છે એમ ભેદ બતાવવા વિશેષ ધર્મ છે અને સઘળી વસ્તુ એક છે, જડ છે, પુગલ છે એમ અભેદ બતાવવા સામાન્ય ધર્મ છે. આમાં પણ તરતમતાથી અનેક સામાન્ય અને વિશેષ ધર્મો ઘટે છે અને એ રીતે જુદી જુદી રીતે વસ્તુને એક સ્વરૂપે અને ભિન્ન ભિન્ન સ્વરૂપે ઓળખી શકાય છે. એ પ્રમાણે તેમાં દ્રવ્ય અને પર્યાયરૂપે ઓળખવાની જરૂર છે. દ્રવ્ય નિત્ય છે, પર્યાય અનિત્ય છે. તેથી એ રીતે ઓળખવાથી રાગ, દ્વેષ અને મોહ પર વિજય મેળવી શકાય છે. ઓળખવું એટલે જાણવું, સમજવું. રાગ, દ્વેષ, મોહ અજ્ઞાન જન્ય છે. માટે વસ્તુની સત્ય ઓળખ અજ્ઞાનનો નાશ કરવામાં મદદ કરે છે અને રાગાદિ ટળે છે. લક્ષણ જાણવાથી જડ એ આત્માથી - ચેતનથી પર છે એમ ઓળખાય છે. ધર્મો જાણવાથી જાતિ અને વ્યક્તિનો ભેદ સમજાય છે. જાતિમાં એકત્વ છે, વ્યક્તિમાં અનેકત્વ છે. બંને જડના ધર્મોમાં નહિ મુંઝાતા તેનાથી પર - ભિન્ન આત્મધર્મની ઓળખ કરવા જીવ લલચાય જડ વસ્તુ પોતાનામાં દ્રવ્ય સ્વરૂપે અને પર્યાય સ્વરૂપે રહેલી છે. આ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપને ઓળખવાથી જડ વસ્તુનું જ્ઞાન થાય છે. લક્ષણ ઓળખવા માટે છે અને સ્વરૂપ તેને સમજવા માટે છે. સમજીને તેની સાથે કઈ રીતે વર્તવું તે ચેતન જાણી લે છે અને સમ્યગુ બોધથી તેના પ્રત્યે મમત્વાદિ મોહના ભાવોમાં જોડાતો નથી એ જ તેનું ફળ છે. લક્ષણથી પોતાનાથી ભિન્નતા સમજાય છે. પોતાનાથી ભિન્નતાનું જ્ઞાન થાય છે. સ્વરૂપ સમજવાથી તેની સાથેનું વર્તન-ક્રિયા કેવા કરવાં તે સમજી લે છે અને આ રીતે જ્ઞાન, ક્રિયા જે ચેતનનો સ્વભાવ છે તેને સુધારવામાં જડનું જ્ઞાન અને ક્રિયા મદદરૂપ બને છે. મ.શુ. ૧૦ હવે ચેતન એ શું વસ્તુ છે તે સમજવાની જરૂર છે. કારણ કે આપણે જડ, ચેતન એ બેની મિશ્ર અવસ્થા ભોગવીએ છીએ, પણ વાસ્તવિકતાથી તે આપણું સ્વરૂપ નથી. એટલે આપણે પોતાને જ ઓળખતા નથી. જયાં સુધી તેને ઓળખીશું નહિ ત્યાં સુધી તે સ્વરૂપનો પ્રેમ જાગશે નહિ કારણ કે તે અતીન્દ્રિય છે. તેથી ઈન્દ્રિયના વિષયભૂત થયેલા જડનો પ્રેમ છૂટતો નથી અને તે નહિ છૂટવાથી તેના કારણે થતા નવા નવા જડ કર્મોનો સંગ્રહ કરવાનો અટકતો નથી. વળી અતીન્દ્રિય વસ્તુ કે ઈન્દ્રિય ગોચર જડ પુગલને સત્ય સ્વરૂપે ઓળખવા માટે તો શાસ્ત્રસાધકનો અંતર્નાદ 138 Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની વાણીનો જ આધાર છે કેમકે તેમને અતીન્દ્રિય જ્ઞાન છે અને નિર્મોહી હોવાથી જડના સત્યાર્થમાં મૂંઝાતા નથી તેથી તેનો સત્ય પ્રકાશ તે જ પાથરી શકે છે. જડનું સ્વરૂપ તો પરમાત્માએ અનિત્યતાથી એવું બતાવ્યું છે કે તેની નાશવંતતા જો ખરેખર હૃદય સ્પર્શી બને તો તે જ ક્ષણે તેમાં મોહ કરવાનું બંધ થઈ જાય. જે શરીરાદિ નાશવંત હોવાથી દગો દેનાર છે તેની મજૂરી જીવનભર કયો આત્મા રાગથી કરે? તે અનિત્યતા તો ક્ષણે ક્ષણે દેખાડી રહ્યું છે બાલ્યવયમાં હતું તે યૌવનવયમાં નથી હોતું, વૃદ્ધાવસ્થામાં નથી હોતું. સવારે સાજું અને સાંજે માંદુ. તેનું આરોગ્ય કયાં ગયું? તેની કોઈ અવસ્થા વિશ્વસનીય નથી. છતાં ગમાર જીવ તેમાં મૂંઝાઈને અનેક તાંડવ કરે છે. આ જડનું બાહા સ્વરૂ૫ ઈન્દ્રિય ગોચર બની શકે છે તેનું આંતર સ્વરૂપ તો અતીન્દ્રિય જ્ઞાની જ જાણી શકે છે માટે આપણે તો શાસ્ત્ર જ આધારભૂત છે. તેના ઉપર પ્રેમ કરવા જેવો નથી એવું પણ તેનું આંતર સ્વરૂપ ઓળખાયા પછી જ મનની દિશા તેના તરફથી બદલાય છે. એક શરીર પુદ્ગલની વાત લઈએ તો પણ તેનું બાહ્ય સ્વરૂપ ફકત આકાર, વર્ણ વગેરે સુધી જ આપણી દૃષ્ટિ પહોંચે છે અને તેમાં રાગ-દ્વેષની પરિણતિ કરી મૂંઝાયેલો જીવ કર્મ બંધના થોકે થોક ભેગા કરે છે. શરીરનું બાહ્ય સ્વરૂપ સમ્યગુ દૃષ્ટિથી નિહાળીએ-સત્યતાથી જોઈએ તો આપણે ઉપલક દૃષ્ટિથી જોઈએ છીએ તેવું નથી, તેનું બાહા સ્વરૂપ પણ સાત ધાતુ મય જીવે પોતાના કર્મના સહારાથી તૈયાર કરેલી કોથળી છે. વર્ણ, આકાર કર્ટે આપ્યો છે એ કર્મનો ય વિશ્વાસ શો? તે વિદાય લઈને બધું ફેરવી નાંખે ત્યારે જીવ તે શરીરમાં રાગી થઈને મૂંઝાતો હતો તેના બદલે દ્વેષી નથી થતો પરંતુ દુઃખી થાય છે અને કાંઈ પોતાની વસ્તુ ચાલી ગઈ હોય તેમ ગમગીન થઈ ચિંતા કરે છે અને તેને મેળવવા ફાંફા મારે છે પરંતુ અનિત્ય તે અનિત્ય કર્મે આપેલું તે લઈને ચાલ્યું ગયું. તેમાં અફસોસ શો ? તે શરીર પાસે ચાલાકીથી આપણી પોતાની વસ્તુ આત્મ સ્વરૂપની સિદ્ધિને પ્રાપ્ત કરવાની છે તે કામ લેવું એ જ આ મનુષ્યની બુદ્ધિ મળી છે. તેનો ઉપયોગ કરવાની જરૂર છે. એવી રીતે ધન, આહાર વગેરે જડ પદાર્થો એ દરેક વસ્તુ નાશવંત છે પણ તેના ઉપરનો પ્રેમ શરીરના રાગીને છૂટતો નથી. કર્મે આપેલું કર્મ લઈ લે તેમાં દીનતા શાની? પુરુષાર્થ અવળો છે, જે વસ્તુ નાશવંત છે તે જાય તેમાં આશ્ચર્ય શું છે? શરીરનો પરિગ્રહ છે ત્યાં સુધી એ બધી જડ વસ્તુનો પરિગ્રહ ન છૂટકે કરવો પડે છે. આયુષ્ય કર્મના સહારે જીવતું શરીર જયાં સુધી સાથ આપે છે ત્યાં સુધી જરૂર પડે છે તો તેનો ઉપયોગ પણ તેના પુરતો જ કરવાનો રહે, વધુ ભાવિની ચિંતા કરીને શા માટે આત્મહિત ચૂકે છે? આ રીતે સમજીને બાહ્ય સ્વરૂપ (જડના)માં મૂંઝાવું નહિ. અમૂક વર્ષ (કાળ) ગયા પછી તારી બદલી થશે. અહીંના મળેલા સોબતીઓ અહીં રહેશે, વળી પાછી અન્ય સોબતો થશે. આમ કાળચક્ર ચાલ્યા કરે છે તે સાક્ષાત્ બધા અનુભવે છે તે વાતને ભાવિત કરો, ભૂલો નહિ આ રીતે આપણી ચેતન, જડની મિશ્ર અવસ્થાની વાત કરી સમજીને તેમાં નાશવંત એવા જડનાં મમતા-રાગ સાધકનો અંતર્નાદ 139 Page #160 -------------------------------------------------------------------------- ________________ વગેરે છોડી નિત્ય શાશ્વત એવા ચેતનને ઓળખ, તેની મમતા કરવા માટે તેનું સ્વરૂપ વિચારીશું. ૨. જડનું આંતર-સ્વરૂપ મ.શુ.૧૧ જડનું આંતર સ્વરૂપ જ્ઞાનીઓએ શાસ્ત્રમાં બતાવ્યું છે કે તે એક પરમાણુરૂપ છે. જડએ પુદ્ગલ સ્વરૂપ છે. તેના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર રૂપમાં વહેંચાયેલું છે. જડ એ ધર્મ, અધર્મ, આકાશના અસ્તિકાયરૂપ છે તેના સ્કંધ, દેશ, પ્રદેશ એ ત્રણરૂપમાં વહેંચાયેલું છે. આપણે અત્યારે વાત જડ પુદ્ગલની ચાલે છે તેના આંતર સ્વરૂપને નિહાળીએ તો તે પરમાણુઓનો જથ્થો છે જે આપણને દૃશ્ય બને છે, શ્રાવ્ય બને છે. એક પથ્થરનો ઢગલો કે એક રેતીનો ઢગલો પડ્યો હોય તેના ઉપર આપણને રાગાદિ થતા નથી. સ્વાર્થ જનક રાગ મમત્વાદિ કારણે હોય તેની અહીં વાત નથી, પરંતુ તેનું સ્વરૂપ નિહાળતાં એ કોઈ રાગ ઉત્પાદક વસ્તુ નથી પણ તેને જોતાં જેમ જ્ઞાતા દ્રષ્ટાભાવ રહે છે તેમ દરેક જડ પુદ્ગલો તે પરમાણુનો જથ્થો છે એ દૃષ્ટિએ જોઈએ તો પૂર્વે બતાવેલા આપણા જીવનમાં જરૂરી આહારાદિ, ધનાદિ, શરીર વગેરે ઉપર રાગ પણ ન થતાં દ્વેષ પણ ન થતાં તટસ્થભાવ રહે છે. જે કાંઈ દેશ્ય છે તે સર્વ પુદ્ગલ પરમાણુનો જથ્થો છે. આ પરમાણુના જથ્થાને કંધરૂપે સમજાવવામાં આવે છે. જે કાંઈ શ્રાવ્ય છે તે પણ પુદ્ગલ પરમાણુનો જથ્થો છે. એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તેને પ્રગટરૂપે તે તે જીવે પોતાના કર્મ પ્રમાણે કરીને છોડી દીધેલા છે. તે મડદાં આપણને રાગ, દ્વેષ કરાવી શકે છે એ આશ્ચર્યની વાત છે. એ પુદ્ગલોમાં સારા કે ખરાબની બુદ્ધિ આપણું આ જાતનું પુદ્ગલના આંતર સ્વરૂપનું અજ્ઞાન કરાવે છે. જો આત્મા તેના આંતર સ્વરૂપનું બોધપૂર્વક જ્ઞાન પામીને બોધિ (આત્મા) બને તો પુદ્ગલ પરમાણુના જથ્થા ઠેર ઠેર પડયા છે તે જો અને વૈરાગ્ય કર. “જગત તણા સહુ ભાવો દેખી, કર વૈરાગ્ય જડ ભાવ ઉવેખી; જ્ઞાતા દ્રષ્ટા ભાવે સદા રમે તો, અંતે જીત છે તારી.'' મ.શુ.૧૩ જડ ચેતન મિશ્ર અવસ્થામાં રહેલા જીવે કેવું વર્તન કરવું ? કેવું વચન બોલવું ? કેવું ચિંતન કરવું? જેથી જડની સોબતથી છૂટો થાય ? આ જે પ્રશ્ન જેના સંબંધથી છે તે પણ જડ જ છે. વર્તન કાયા કરે, ઉચ્ચાર ભાષા કરે, ચિંતન-વિચાર મન કરે. કાયા ઔદારિક વર્ગણાનાં પુદ્ગલોથી રચાઈ છે, ઉચ્ચાર ભાષા વર્ગણાના પુદ્ગલોથી રચાય છે, વિચાર-ચિંતન મનોવર્ગણાના પુદ્ગલોથી રચાય છે. આ મન, વચન અને કાયા છે જડ, પરંતુ તેની સહાયથી જ જીવ કર્મબંધન રાગ, દ્વેષ, મોહ દ્વારા કરે છે અને તેની સહાયથી કર્મ બંધન તોડે છે કર્મ બંધન કે કર્મ મુક્તિ એ બન્નેમાં જોડનાર એ ત્રણ સાધકનો અંતર્નાદ 140 Page #161 -------------------------------------------------------------------------- ________________ યોગ છે સહાયક તરીકે. માટે તેને યોગ કહેવાય છે. કર્મ બંધનમાં જોડે છે ત્યારે તેને અશુભ યોગ કહેવાય છે, કર્મ મુક્તિમાં જોડે ત્યારે શુભ યોગ કહેવાય છે. તે યોગને જોડવામાં પ્રેરક આત્મા છે. માટે કર્મ બંધનમાં પડેલો આત્મા શુભાશુભમાં પ્રેરે છે. પરંતુ જો આત્મા પોતાની શક્તિને યાદ કરે અને કર્મની શક્તિને આધીન ન બને તો તે શક્તિથી અશુભમાં પ્રેરાતો અટકી શુભમાં પ્રેરાય છે અને શુભમાં કર્માધીન બની પ્રેરાતો અટકી અશુભમાં પણ પ્રેરાય છે. કારણકે આ અવસ્થામાં તો આત્માની શક્તિ આવરણયુક્ત છે. રાગ, દ્વેષ, મોહનાં જાળાં લાગેલાં છે માટે તેનું શુભનું પ્રવર્તન કે અશુભનું પ્રવર્તન કયાં કેવી રીતે થઈ જાય છે તે સમજ મેળવવી જોઈએ. તે સમજ સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થતાં આવે છે. તે દૃષ્ટિ મોટે ભાગે ધર્મ શ્રવણથી થાય છે. ધર્મ માટે ગુરુ શોધવા જોઈએ અને શ્રવણ માટે શ્રોતા બનવું જોઈએ. ગુરુ અને શ્રોતાના લક્ષણ જાણી તે ઓળખવા જોઈએ અને શ્રોતા બનવું જોઈએ. હવે મૂળ વાત મન, વચન, કાયા એ યોગ છે, યોગ એકલા જડ છે. પરંતુ તે એકલા હોય ત્યારે યોગ નથી કહેવાતા પરંતુ જડ, પુદ્ગલ, સ્કંધો કહેવાય છે. દા.ત. ઔદારિક પુદ્ગલો વગેરે યોગ તો તે મન, વચન, કાયા ઉપયોગનો સાથ કરે છે ત્યારે બને છે. માટે જ ઉપયોગ શુભ તો યોગનું શુભ પ્રવર્તન, ઉપયોગ અશુભ તો યોગનું અશુભ પ્રવર્તન. માટે મુખ્યતાએ ઉપયોગ શુભાશુભ બને છે ત્યારે યોગનું પ્રવર્તન શુભાશુભ બને છે. ઉપયોગ એ શું છે ? આત્માની જ એ શક્તિ છે. ‘ઉપયોગો લક્ષણમ્' ઉપયોગ આત્માનું લક્ષણ છે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય સ્વરૂપ છે. મુખ્યતાએ બે ઉપયોગ શાનોપયોગ, દર્શનોપયોગ. જાણવું અને જોવું એ આત્માનો સ્વભાવ છે. જાણી જોઈને હરખાવું એ ત્રીજો સ્વભાવ એમાંથી પ્રગટે છે. આ ઉપયોગ દ્વારા મન વિચારી શકે છે, વચન ઉચ્ચારી શકે છે, કાયા પ્રવર્તી શકે છે. માટે જ યોગનું પ્રવર્તન ઉપયોગને આધારે છે. તે શુભ તો પ્રવર્તન શુભ, તે અશુભ તો પ્રવર્તન અશુભ. ઉપયોગ શુભાશુભ શાથી બને છે ? ઉપયોગ દર્પણ જેવો છે. તે પોતે મૂળ સ્વભાવે શુભાશુભ નથી, તેની પાસે જેવી વસ્તુ ધરો તેવો તે બને અને રાગ, દ્વેષ, મોહથી શુભાશુભ બને. પ્રશસ્ત રાગાદિથી શુભ બને, અપ્રશસ્ત રાગાદિથી અશુભ બને છે. જો કે શુભાશુભ ઉપયોગ એ પણ ઉપયોગની વિકૃતિ છે તે દર્પણ જેવો મનાય. પરંતુ શુદ્ધનું પ્રતિબિંબ નિર્વિકાર હોવાથી પડતું નથી, તેથી જે શુદ્ધ બનેલા છે તેને જિન પ્રતિમાદિ શુભાકાર આપીને ઉપયોગમાં પ્રતિબિંબિત કરવામાં આવે તો અશુભ વિકૃતિ ટળે અને શુદ્ધનું ધ્યેયાલંબન લઈ નિર્વિકાર બનવા પ્રયત્ન કરે. ત્યારે જ સાધક દશા પ્રાપ્ત થાય અને યોગનું પ્રવર્તન શુભ બની તે યોગથી મુક્તિ મળે. આ યોગથી મુક્તિ મેળવવા માટે યોગ સાધના કરવી પડે તે સાધના આગળ વિચારીશું. યોગ સાધકનો અંતર્નાદ 141 Page #162 -------------------------------------------------------------------------- ________________ સાધના એટલે જ યોગોને શુભ બનાવી ઉપયોગને નિર્મળ બનાવવો. ૩. યોગ સાધના મ.શુ. ૧૪ યોગ અનેક પ્રકારના છે, જેમાં મન, વચન, કાયારૂપ યોગ એટલે કે એ ત્રણેનું જોડાણ થાય તેને પણ યોગ શબ્દથી સંબોધાય છે. અર્થાત્ ઉપચારથી તેને પણ યોગ કહેવાય છે. દા.ત. જપ યોગ, પ્રતિક્રમણ યોગ, નમસ્કાર યોગ, ધ્યાન યોગ, સ્વાધ્યાય યોગ. જપ આદિ મન વગેરે સાધન દ્વારા થતાં હોવાથી અર્થાત્ મંત્રાદિ સાથે મનાદિ દ્વારા આત્માનું-ઉપયોગનું જોડાણ થતું હોવાથી તે જાપાદિને યોગ કહેવાય છે. યોગ શબ્દનો મૂળ અર્થ તો જોડી આપવું તેટલો જ થાય છે. કોની સાથે ? આત્માને મુક્તિ-મોક્ષ એટલે કે નિજ સ્વરૂપમાં જોડી આપે તે યોગ. આ રીતે યોગ શબ્દનો અર્થ જાણ્યા પછી તેની સાધના કરવી તે કઈ રીતે ? તે સમજવું જરૂરી છે. આપણે ત્યાં અનુષ્ઠાન માત્ર યોગ સ્વરૂપ છે પણ તેને સમજયા વિના અનુષ્ઠાનની આરાધના સેવના યોગ પૂર્વક થતી નથી તેથી યોગ સાધના સિદ્ધ થતી નથી. અનુષ્ઠાનના આલંબનમાં મન આદિને જોડવા માટે ઉપયોગ કરવા માટે છે. તે અનુષ્ઠાનોનો વારંવાર પરિચય, સેવના, આરાધના જ્ઞાની પુરુષોએ ફરમાવી છે. હંમેશા તેની સેવના કરતાં મન આદિ જે અન્યત્ર જોડાયેલા રહેતા હતા, પુદ્ગલ સંગી રહેતા હતા તેને વળાંક આપવા માટે ખૂબ જ જરૂરી છે. અનાદિ કાળથી પુદ્ગલ રુચિ જીવને આત્મા તરફ વાળવા માટે ચંચળ અને અસ્થિર મન વગેરેને સમજાવીને આત્મરુચિ બનાવવા માટે આ બધાં અનુષ્ઠાનોનું આયોજન છે. પ્રમાદમાં પડીને જીવ એક વખત કરીને છોડી દે તો યોગ સિદ્ધ થતો નથી, માટે જ વારંવાર અને દરરોજ તે પ્રેક્ટીશ ચાલુ રાખવા માટે કૃપાળુ જ્ઞાની પુરુષોએ જિન મતનું આલંબન લેનાર હોય કે કોઈ પણ મતવાળો હોય પણ અનુષ્ઠાન નિત્યનું જ જણાવેલું છે. ફરજ પાડીને પણ જીવોને સાધનામાં જોડવા માટે અનુષ્ઠાનો નક્કી કરી આપ્યાં છે. આ તેઓની અતિકૃપાળુતા છે. અન્યથા પ્રમાદથી ટેવાએલો જીવ સીધા રસ્તે ચાલતો નથી. હંમેશનાં અનુષ્ઠાન મુકરર કરી આપ્યા છે એટલે આત્મા સાથે વારંવાર પરિચય સાધવાનો, સેવના કરવાનો સુંદર રસ્તો બતાવ્યો છે અને પ્રમાદ ખંખેરાવ્યા છે. પરંતુ તે અનુષ્ઠાનો કરતાં લક્ષ્ય ચૂકી જવાય તો અનેક ભવ સુધી પણ યોગ સાધના થતી નથી. મુખ્ય લક્ષ્ય અનુષ્ઠાનો દ્વારા મન વગેરે યોગોને શુભ અને આગળ વધીને શુદ્ધમાં જોડવાનું છે. પણ અનુષ્ઠાનો કરતાં મન અને ઉપયોગ બીજે ફરતાં હોય તો ધ્યેય સિદ્ધ થતું નથી. અનુષ્ઠાનોનો વારંવાર પરિચય એટલા માટે જ છે કે મન દ્વારા ઉપયોગની બહાર ફરવાની ટેવ સાધકનો અંતર્નાદ 142 Page #163 -------------------------------------------------------------------------- ________________ સુધરે. પુદ્ગલમાંથી પાછો વળી આત્મામાં સ્થિર થાય. અનાદિ કાળની આ ટેવોને સુધારવા એકલાં આલંબનો-અનુષ્ઠાનો કામ નહિ લાગે આત્મ પુરુષાર્થ જોઈશે. આ તો નાના બાળકને એક વસ્તુ છોડાવવા બીજી સુંદર વસ્તુ ધરીએ છીએ તેમ બાળ મનને આલંબનો પણ સજાવીને ધરવાં પડે છે પણ આલંબનોની અતિ સજાવટમાં સર્વસ્વ માનીને તેને જ ધર્મ માની લેવામાં ભૂલ થાય છે. ક્યાં સુધી બધાએ જ બાળ બની જવાનું, માટે ત્યાંથી દષ્ટિ પાછી ફેરવી લક્ષ્યને દઢ બનાવવાની જરૂર છે અને આત્મિક પુરુષાર્થ જોરદાર કરવાની જરૂર છે. મન, વચન, કાયા એ ત્રણ યોગ પણ આત્માના હુકમ પ્રમાણે કરનારા છે. આત્મા શુભ કે શુદ્ધના આલંબને ચાલે તો તેનો હુકમ પણ તે પ્રમાણે રહેશે. માટે જ સઆલંબનો, અનુષ્ઠાનો સેવવા. તેથી આત્માનો રંગ પણ તે બાજુનો જ રહે. મ.શુ. ૧૫ મન, વચન અને કાયા એ ત્રણે કર્મ બંધમાં કારણ બને છે અને કર્મ મુક્તિમાં પણ ઉપયોગી બને છે. પુલના સંગમાં રાગાદિથી જોડાય તે પણ યોગ જ છે પણ અશુભ છે. આત્મરંગી પ્રવૃત્તિમાં જોડાય તેમાં પણ રાગાદિથી જ જોડવાનું છે છતાં યોગ શુભ છે. આ રીતે યોગની પ્રવૃત્તિ શુભાશુભ જાણીને અશુભથી નિવૃત્ત બનવું અને શુભમાં પ્રવૃત્ત બનાવવા તેને વ્યવહારથી ચારિત્ર કહેવાય છે. જેટલા પ્રમાણમાં અશુભથી નિવૃત્ત બને અને શુભમાં જોડાય તેટલા પ્રમાણમાં ચારિત્ર કહેવાય. વ્યવહાર જે સુધર્યો તે તેનું સદાચરણ છે. યોગ સાધના એટલે યોગને અશુભ આચરણથી નિવૃત્ત બનાવીને શુભ આચરણમાં વાળવા અને તેમાં તે ત્રણે યોગને સ્થિર કરવા. ચંચળ યોગોને અશુભમાંથી પાછા વાળી શુભમાં સ્થિર કરવા તે યોગોને પ્રથમ તો મનગમતું આલંબન આપવું પડે છે. પુદ્ગલનો સંગી છે તો ઉત્તમ પુદ્ગલ દ્રવ્યોથી તેને આકર્ષવા જોઈએ. પરંતુ તે જ સર્વસ્વ છે તેમ માનીને તેમાં જ સ્થિર થવાનું નથી. માટે આલંબનો જે શુભ છે (જિન પ્રતિમા, શાસ્ત્રો, ગુણી આત્માઓ, ગુર્નાદિ તથા જ્ઞાનાદિ આત્માના ગુણોને પ્રગટ કરવા માટે સાધનરૂપ જે જે છે તે સર્વ વસ્તુ) તેમાં મુખ્યતાએ આ જગતમાં નવપદો છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રગટાવવાનાં સઘળાં સાધનો છે. અરિહંત, સિદ્ધ એ બે દેવતત્ત્વ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ત્રણ ગુરુ તત્ત્વ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર ધર્મ તત્ત્વ છે. એ નવને પદ એટલા માટે કહેવાય છે એમાં કોઈ વ્યક્તિ નથી બતાવી પરંતુ સમષ્ટિ ગત જે જે દેવત્વને પામેલા છે તે બધાનો સમાવેશ તેમાં થતો હોવાથી દેવ તત્ત્વમાં અરિહંતત્વને પામેલા તથા સિદ્ધત્વને પામેલા સઘળાનું આરાધન પ્રથમ બે પદથી થઈ જાય છે. તે જ પ્રમાણે આચાર્ય, ઉપાધ્યાય, સાધુત્વના સ્થાને જે કોઈ રહેલા છે તે બધાનો સમાવેશ ગુરુ તત્ત્વમાં એ ત્રણ પદથી થતો હોવાથી સઘળા આચાર્યવાદિને પામેલાનું આરાધન થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ અનેક પ્રકારના છે તે સર્વ પ્રકારોનું એ ચાર પદથી ધર્મ તત્ત્વનું આરાધન થાય છે. સાધકનો અંતર્નાદ 143 Page #164 -------------------------------------------------------------------------- ________________ આ નવપદનું આલંબન લઈ મન, વચન, કાયાને તેમાં સ્થિર કરવાથી અશુભનું આલંબન છૂટે છે અને શુભમાં યોગો પ્રવર્તે છે એટલે પાપાશ્રવ છૂટે છે, શુભાશ્રવ થાય છે અને તે પદોમાં મન વગેરેને જોડીને ઉપયોગને તે બાજુ વાળીને લીન બનાવાય છે ત્યારે સંવર પણ થાય છે અને તદાકાર બની તે રૂપે ઉપયોગ પરિણમે છે ત્યારે કર્મની નિર્જરા પણ થાય છે. પણ ઉપયોગને લીન બનાવવા યોગને શુભમાં જોડી સ્થિર કરવા અભ્યાસ કરવો જોઈએ. નિયમિત અભ્યાસથી ચેતના તેમાં રંગાય છે અને લીન બને છે. તેમાં લીન થતાં તે પદોના રહસ્યને પામી શકાય, તેની શુદ્ધ અવસ્થાનું ભાન થાય, તેનો બોધ થાય અને તે સાધના નિયમિત થતાં ચેતના તેમાં રંગાય ત્યારે આ સંસારના જડ - અનિત્ય પદાર્થો ઉપરથી ચિત્ત અલિપ્ત થાય છે અને જયારે શુદ્ધ અવસ્થાનું ચિંતન વગેરે કરતાં તદાકાર બને તો સાધ્યની - સિદ્ધિની નજીક પહોંચી જવાય છે. ૪. જીવ પ્રત્યે પ્રેમ મ.વ. ૧, ૨,૫૧, શેરીસા અહંકારમાંથી નિંદા કુથલીની ટેવ પ્રગટ થયેલી હોય છે. દરેક જીવનો ઉપકાર માની કૃતજ્ઞભાવ ધારણ કરવાથી પ્રમોદભાવ જાગે છે ત્યારે અહંકાર ઘટવા માંડે છે અને તે જેમ જેમ ઘટે છે તેમ બીજા જીવોના ગુણનું દર્શન થાય છે ત્યારે નિંદા કુથલીનો રસ ઓછો થવા માંડે છે અને ત્યાર પછી જીવો પ્રત્યે પ્રેમ ઉભરાય છે. તેનું સુખ પોતાને માણવા મળે છે. અન્યથા અહંકારથી નિંદા, કુથલી કરનાર પોતે દુઃખી છે તેને ચેન હોતું નથી. જીવ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થવો તે ઉપરના દુર્ગુણો ટળવાથી સહેલાઈથી બને છે. અહંકાર એટલે આપણે કંઈક (મહાન) છીએ. કૃતજ્ઞ બનવું એટલે ઉપકારીના ઉપકારને ભૂલવો નહિ. એ નહિ ભૂલવાની કૃતજ્ઞતાના કારણે હું કાંઈજ નથી જે કાંઈ થાય છે તે બીજા જીવોના ઉપકારથી તથા સહાયથી થાય છે. બીજા જીવોની સહાયથી જ આપણે જીવીએ છીએ છતાં બીજાની મને સહાય મળે છે એ રીતે ઉપકારી છે એમ માનવું નહિ એ મોટો અન્યાય છે, અજ્ઞાન છે. અને દુઃખનું કારણ છે. મ.વ. ૨ પ્રભુ ! તારી પાસે પહોંચવાનો માર્ગ કયો ? પ્રભુએ કહ્યું હે ભવ્યાત્મા ! માર્ગ એક જ છે અને સરળ-સીધો છે, પરંતુ તું આડા માર્ગે ચઢી ગયો છું અને ઘણે દૂર નીકળી ગયો છું. હા અહીંથી પાછો વળ, તો ય સાત - આઠ સ્ટોપે પહોંચી આવીશ. માર્ગ છે સર્વથી વિરામ પામવું. કેમ? જે તારું નથી તેને અનાદિ કાળથી વળગી પડ્યો છું અને તેમાં જ રાચે, માચે છે અને લીન રહે છે, એ જ આડો માર્ગ છે. સીધો માર્ગ તો તારું જે છે તેને ઓળખ. અહીંથી થોભી જા અને પાછો વળ. સર્વથી વિરામ પામવું એને સર્વવિરતિ કહી છે. સર્વથી વિરામ એટલે સર્વ પાપથી વિરામ. સર્વ સાધકનો અંતર્નાદ 144 Page #165 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે કહ્યાં કે પાપ અને તેનાં કારણો એ સર્વથી જીવ અટકે ત્યારે સર્વથી વિરામ થાય. તેમાં સૌથી પ્રથમ મોટું પાપ મિથ્યાત્વ છે. જે બધા પાપને નોંતરે છે. દૃષ્ટિ સુધરે એટલે મિથ્થાબુદ્ધિ જાય. ઊંધી દષ્ટિ એ છે કે જે તારું નથી તેને તારું માનીને તેમાં પ્રીતિ કરે છે. જડ એ એટલે પુદ્ગલ માત્ર એ તારું નથી, શરીરથી માંડીને ધનાદિ બધા પદાર્થો તથા કર્માદિ ભાવ પુદ્ગલો પણ તારા નથી એ બધું ચિંતન કરીને વિચારી જો. તારું નથી અને તેની સાથે સહજમલના કારણે તારે જોડાવું પડયું છે પણ એટલું તો સમજવું જોઈએ ને કે તારે જોડાવું પડયું છે એટલે તને તેને આધીન બનાવીને રાખ્યો છે પણ તે તારું નથી. જો આટલું સમજીશ તો પણ તેનાથી ચેતીને ચાલીશ પણ ઊંધી બુદ્ધિથી માર્ગ ભ્રષ્ટ થયેલો તું અંધની જેમ ચેતવાનું તો દૂર રહ્યું પણ તેમાં સંપૂર્ણ ચેતનાને પૂરી દીધી છે અને તે જ જીવનમાર્ગ થઈ પડયો છે. તને સમજાવનાર મળ્યા રસ્તો બતાવવા માંડયો હતો પણ એ જ જીવનના શુષ્ક માર્ગ પર રસ લેતો થઈ ગયો બીજો મધુર રસ ચાખ્યો નથી એટલે રસિક માર્ગ પણ ગમતો નથી. આ જ મિથ્યાત્વની બીછાયેલી જાળ. આ તો તું માર્ગ ભૂલ્યો છે તેનું કારણ ભૂલ બતાવી. સાચો માર્ગ સર્વ વિરતિનો છે તે હવે બતાવીશ. પર વસ્તુથી પાછો વળ અને સ્વ વસ્તુને ઓળખ. સ્વ એટલે શું અને પર એટલે શું ? સ્વ એટલે આત્મા, પર એટલે જડ. આત્મામાં રહેવું તે સ્વભાવ જડમાં રહેવું તે પરભાવ. આત્મામાં રહેવું એટલે આત્માના ગુણોમાં રહેવું, પુગલમાં રહેવું એટલે જડના ગુણોમાં રહેવું. રહેવું એટલે રમવું અને તેમાં જ સર્વસ્વ માનવું. પરમાં રમવાની કુટેવને છોડવા પરમાત્મા જેમને આત્મ સ્વરૂપે પ્રગટ કરી આત્માના ગુણોમાં રમવાની ટેવ છે તેમને ભજવા તેમનો પરિચય સાધવો. તેમનું જીવન, તેમનું સ્વરૂપ જોઈને જો પ્રીતિ જાગશે તો પર તરફ નફરત થશે અને તારા આત્મ ગુણોમાં રમવાની પ્રીતિ જાગશે. અર્થાત્, આત્મ સ્વરૂપે પ્રગટ કરવાનો પુરુષાર્થ જાગશે. ઊંઘતું ઉપાદાન ઢંઢોળાશે અને ગ્રાઢ નિદ્રામાંથી જાગૃત થતાં પ્રમાદને ખંખેરીને પુરુષાર્થી બનશે. પછી એ માર્ગનો પુરુષાર્થ શું છે તે જાણવા માટે સદ્ગુરુની શોધ કરીને પુરુષાર્થ માર્ગે ચાલવાનું આદરશે. એ માર્ગ છે સર્વ વિરતિ. સર્વ પરભાવથી વિરામ પામવું અને આત્મભાવમાં સ્થિર થવું આ છે સર્વવિરતિનો ઐદત્પર્યાર્થ મ.વ. ૩, ૨૦૫૧, સેરીસા પરભાવથી વિરામ પામવું અને આત્મભાવમાં સ્થિર થવું એ જ સર્વથી વિરામ પામ્યા એમ સમજવું. સર્વ વિરતિ શબ્દનો નિચોડ આ છે. શબ્દાર્થ-સર્વથી વિરતિ. સર્વમાં શું સમજવું? સર્વ એટલે સર્વ પાપ અહીં સમજવાં, કેમકે સર્વનો સંગ છોડીએ ત્યારે સર્વથી વિરામ થાય, પણ પ્રથમ જ્યાં સુધી સાધકનો અંતર્નાદ 145 Page #166 -------------------------------------------------------------------------- ________________ શરીર છે ત્યાં સુધી સર્વ વસ્તુ છૂટતી નથી, માટે બાહ્યથી છોડવાની વાત નથી અંતરંગથી છોડવું. અંતરંગથી સંગ વિરામ પામે એટલે બાહાથી સહેજે વિરામ પામવા માંડે. પણ આ સ્થિતિ આવવી ઘણી અઘરી છે. અંતરંગથી સંગ વિરામ કરવા પર વસ્તુની અંદર રહેલું ભિન્નત્વ આત્મસાત્ થવું જોઈએ. એ પ્રમાણે નહિ થવાના કારણે જ પાપનું આગમન ચાલુ છે તો વિરામ તો કયાંથી હોય? પર પદાર્થ આત્માથી ભિન્ન છે એટલે કે આત્માને આત્માની સાથે (સ્વને આત્માથી) અભિશતા છે તે પણ તેટલું જ ભાવિત થવું જોઈએ. આટલું ભાવિત થાય તો પાપથી વિરામ પામવામાં પ્રાણાતિપાત - પહેલું પાપ છૂટવાનો રસ્તો સરળ થાય. કેમકે પોતાની સમાન સર્વ જીવોને જોતા થઈએ પછી કોઈને પણ દુઃખ, પીડા, પ્રાણાતિપાત તો થઈ જ ન શકે. આત્મભાવમાં સ્થિર તો જ થવાય જો સમગ્ર જીવ રાશિ પ્રત્યે આત્મૌપજ્યભાવ આવે, કેમકે, દરેકમાં આત્મત્વ સરખું છે. માટે આત્મા દરેકમાં દેખાય અને સ્વ કે પરની ભિન્નતાનો દોષ ટળી જાય છે, આત્મભાવે દરેકને જોવામાં સ્થિર થવું એ રૂપ આત્મભાવમાં સ્થિરતા પ્રાથમિક હોય છે. પછી નિજ સ્વરૂપમાં સ્થિરતારૂપ આત્મભાવમાં સ્થિરતા આવે છે. મ.વ. ૪ કોઈ પણ સાધના અભેદભાવે થાય છે ત્યારે સિદ્ધ થાય છે. જેમકે દાસ ભાવે પરમાત્માની ભક્તિ તે પ્રાથમિક ભૂમિકામાં ભેદ ભાવથી થાય છે, ત્યારે પરમ તત્ત્વ સ્વરૂપ પરમાત્મા એ શું છે એનું ભાન થાય છે અને જડ સાથે હળેલો પોતે શું છે એનું પણ ભાન થાય છે. એટલે આ ભેદભાવની ભક્તિ ખૂબ જ જરૂરી છે, એ ન આવે ત્યાં સુધી અહંકાર ઓગળતો નથી. પરના કર્તુત્વને પોતાનું કર્તૃત્વ સ્વીકારી અહંવૃત્તિ ધારણ કરતો હતો તે દાસીડહે ઓળખાય છે ત્યારે દાસભાવ આવે છે અને પરમાત્મા પ્રત્યે સ્વામીભાવ જાગે છે. તેમના પ્રત્યે સ્વામીભાવ જાગતાં નમસ્કાર ભાવ જાગે છે અને દાસભાવ પ્રગટ થાય છે. એ ભક્તમાં પોતાના કદરૂપા સ્વરૂપની ઓળખાણ થતાં તેમાં અરુચિ થાય છે અને પરમ તત્ત્વ પરમાત્મામાં શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે એ જાણ થતાં તેમના પ્રત્યે રુચિ થાય છે. પ્રીતિ થાય છે. ભજવાનો, પરિચય કરવાનો ભાવ થાય છે. વારંવાર પરિચય એનું નામ ભક્તિ. ભક્તિ જાગે છે ત્યારે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. અત્યાર સુધી જે મોહ, અહં અને મમ પરમાં થતાં હતાં તેનું ભાન થાય છે અને પરમ તત્ત્વના આલંબને અહં અને મમ જે પરના હતા તે ઓળખાઈ જવાથી તેને તિલાંજલિ આપી વિદાય આપે છે અને સોડહમ્ તથા જ્ઞાન, દર્શન ગુણો એટલે કે મમની સમજ આવે છે. સો-તે-હું. તે કોણ? પરમાત્મા. પરમાત્મા જેવું જ તારામાં રહેલું સ્વરૂપ છે જે કર્મથી ઢંકાયેલું છે. તે તું પોતે જ છું અને જ્ઞાન, દર્શન ગુણો તેમાં જ સહજ રહેલા છે તે કદી અળગા થતા નથી. તારું સ્વરૂપ શું છે નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન, તારું હું સ્વરૂપ આ છે. અને સ્વભાવ કેવો છે? તે શું કરે છે? તેનો સ્વભાવ જ્ઞાન અને દર્શન છે. તેથી તે જગતના પદાર્થો જાણે છે અને સાધકનો અંતર્નાદ 146 Page #167 -------------------------------------------------------------------------- ________________ જુએ છે. પ્રગટ સ્વરૂપવાળાની જાણવાની અને જોવાની રીત જુદી છે અને અપ્રગટને જાણવાની અને જોવાની રીત જુદી છે અને અપ્રગટ સ્વરૂપવાળાને મોહ વગેરે કર્મની હાજરી હોવાથી અજ્ઞાન મળે છે માટે મૂંઝાયેલી મતિથી જુએ, જાણે છે. પ્રગટ સ્વરૂપવાળાને મોહાદિ નષ્ટ થયેલા હોવાથી જાણવા માટે મતિ આદિ જ્ઞાનનો સહારો લેવો પડતો નથી. તે તેમના શુદ્ધ જ્ઞાનથી આત્માને જણાય છે તે આત્મપ્રત્યક્ષ જ્ઞાનમાં જોવાની, જાણવાની ભૂલ થતી નથી. મતિજ્ઞાન છે ત્યાં સુધી તેનો ઉપયોગ થાય છે અને મોહ ભળે ત્યારે જાણવામાં ભૂલ કરે છે. ૫. અભેદ ભાવે સાધના કેવી રીતે ? મ.વ. ૫ દાસ્યભાવે ભક્તિ તે ભેદોપાસના છે અને તદ્રુપોડહં પરમાત્મભાવે ભક્તિ તે અભેદોપાસના છે. પરમાત્મભાવ એટલે શું? હું પોતે જ પરમાત્મા છું એ ભાવ આવે ત્યારે અભેદભાવ આવે છે પણ આટલા કર્મથી મલિન, શરીરથી બંધાયેલો તેમાં પરમાત્મભાવ આવે જ કેવી રીતે ? મલિનતામાં શુદ્ધતાનો વિચાર તે પણ અજ્ઞાનમાં - મૂર્ખતામાં લેખાય. જેવું હોય તેવું વિચારીએ, જોઈએ તો વિચારક સાચા કહી શકાય ! આ વાત સાચી છે પરંતુ વર્તમાનની મલિન અવસ્થાથી તેની મૂળ સ્થિતિને ભૂલી ગયા છીએ તે યાદ પણ નથી, તેને જાણવા પ્રયત્ન પણ કર્યો નથી, અને એને ગંદોને ગંદો માની જ લઈશું પણ તેના સાચા સ્વરૂપને જાણીશું જ નહિ તો તેની ગંદકી દૂર કરવાનો પુરુષાર્થ, પ્રયત્ન પણ કરવાનું મન નહિ થાય અને ભૂંડની જેમ ગંદકીમાં રચ્યા પચ્યા રહેવાનું મન થયા કરશે. આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે? તેમાં આનંદ કેવો છે? સુખ કેવું છે? એ જાણીએ તો આ પુગલાનંદી જીવ આત્માનંદી બનવા કોશિશ કરે. એને કેવળ ચર્મ ચક્ષુથી જોયેલા પદાર્થો અને તેમાં જ પાંચ ઈન્દ્રિયના વિષયની આસક્તિ કરી છે અને તેમાં જ લયલીનતાથી આનંદ અને સુખની ભ્રાન્તિમાં રહ્યો છે. પણ ઈન્દ્રિયાતીત આત્મસ્વરૂપ છે તેનો આનંદ અને સુખ પણ અતીન્દ્રિય છે તે ઈન્દ્રિયાસક્તને કલ્પના પણ કેવી રીતે થાય કે તે આનંદ અને સુખ કેવાં હોય ? તે તો તેના જ અનુભવીને યત્કિંચિત્ સાધના દ્વારા ચાખવા મળે. માટે અનુભવીને મળવું જોઈએ, સાધનાનો માર્ગ મેળવવો જોઈએ, અને તેને પ્રક્રિયા દ્વારા - પુરુષાર્થ મન, વચન, કાયા એ ત્રણે યોગનો થાય તે વડે સાધના કરવી જોઈએ. સાધના કરવા પ્રથમ સાધ્ય લક્ષ્ય ઓળખવું જોઈએ. તે સાધ્ય ઓળખવા માટે જેણે સાધ્ય સિદ્ધ કર્યું છે તેની પ્રવૃત્તિ જાણવી જોઈએ, કેવી રીતે તેમણે સિદ્ધ કર્યું તે આખો માર્ગ જાણવો જોઈએ, એ માર્ગ છે દેવચંદ્રજીની ચોવીશીમાં તેના વાંચન દ્વારા જેમણે સાધ્ય સિદ્ધ કર્યું છે એવા પરમાત્માનું આલંબન લઈને તેમાં રહેલા પરમાત્મતત્ત્વને સ્વભાવ-સ્વ-આત્મ-ભાવે જોવાની ટેવ પાડીને તે સ્વરૂપ પોતાનું રૂપ છે તેમ ઓળખી, તેને સાધકનો અંતર્નાદ 147 Page #168 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય બનાવીને પોતાના આત્મા ઉપર રહેલી મલિનતાને દૂર કરવા ધ્યાનાગ્નિ પ્રગટાવવો જોઈએ. એ ધ્યાનાગ્નિથી મલિનતા બળશે ત્યારે તેનું સાચું સ્વરૂપ પ્રગટ થશે. એ ધ્યાનાગ્નિ પ્રગટાવવાનો ઉપાય હવે બતાવીશું. ધ્યાન ચાર પ્રકારે છે. જ્ઞાન સ્વભાવ છે આત્માનો. એટલે જયાં જ્ઞાન હોય ત્યાં ધ્યાન આવે જ. જે પદાર્થને આત્માએ જાણ્યો, તેમાં ઉપયોગની તીવ્રતાએ સ્થિરતા આણવી તેનું નામ ધ્યાન. માટે જ્ઞાન હોય ત્યાં સ્થાન છે જ, જેવી ઉપયોગની તીવ્રતા. મંદ ઉપયોગ હોય તો મંદ ધ્યાન હોય. જેમાં ઉપયોગનો સ્પર્શ પણ નહિવતું થાય ત્યારે તે પદાર્થમાં ધ્યાન મંદ હોય. ત્યારે જ્ઞાન પણ મંદ જ થાય. વળી એ જ્ઞાનમાં મોહ ભળે ત્યારે તે અજ્ઞાનરૂપ થવાથી ધ્યાન પણ દુર્ધાન થાય તેને જ આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન કહેવાય છે. જેમાં મોહ ન ભળે પણ વસ્તુના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન શાસ્ત્ર દ્વારા (અહીએ બતાવેલાં વચનો દ્વારા) થાય ત્યારે ધર્મધ્યાન અને આગળ વધતાં શુકલધ્યાન થાય છે. ૬. અભેદોપાસના-A મ.વ. ૬+૭ પરમાત્મા જેવું જ તારું સત્તાએ શુદ્ધ સ્વરૂપ છે. એ સમજવા માટે પરમાત્માનું સ્વરૂપ ઓળખવું પડશે. પરમાત્મા પણ એક આત્મદ્રવ્ય છે અને આપણે પણ આત્મદ્રવ્ય છીએ. “TM પર્યાય વત્ દ્રવ્ય” દ્રવ્ય એ ગુણ પર્યાયવાળું છે. દ્રવ્યમાં ભેદ નથી. પરમાત્મા અને આપણું દ્રવ્ય એક જ સરખું ચૈતન્ય શક્તિ યુક્ત જ છે. વર્તમાનમાં પણ પરમાત્મા અને આપણા દ્રવ્યમાં કોઈ વિશેષ નથી, તરતમતા નથી, ભેદ નથી. માટે અભેદ થવા માટે દ્રવ્યની સમાનતાથી એકતા છે. વર્તમાનમાં પણ શુદ્ધ ગુણ અને પર્યાય જે દ્રવ્યની સાથે સહજ છે તે પણ સત્તામાં તો પડયા છે. પણ પ્રગટ નથી. તો પ્રગટ શું છે ? ક્ષયોપશમ ભાવના ગુણો અને અશુદ્ધ પર્યાય. ગુણ ઉપર કર્મનાં આવરણ આવવાથી જ્ઞાનાદિ સંપૂર્ણ પ્રગટ નથી. જેવું આવરણ, જો આવરણ ગાઢ હોયતો ક્ષયોપશમ મંદ હોય જેથી ચૈતન્ય શક્તિ ઉપર આવરણ ન હોવા છતાં ચેતના મૂછિત જેવી બની જાય છે ત્યારે જડ જેવું અનુકરણ કરે છે. - કર્મ - આત્માના ગુણો ઉપર આવરણ કરે છે પરંતુ ઘાતિ અને અઘાતિ એ બે રીતે આવરે છે ઘાતિકર્મના આવરણથી ગુણ ઢંકાય છે અને અઘાતિ કર્મના ઉદયથી અશુદ્ધ પર્યાય પ્રગટે છે. શુદ્ધ પર્યાય સત્તામાં પડી છે. પણ ઉદય હાલમાં અશુદ્ધ પર્યાયનો છે. આ રીતે આવરણથી મલિન ગુણો અને કર્મના ઉદયથી પ્રગટેલ પર્યાય આ રીતે બન્નેમાં પરમાત્મા સાથે આપણો ભેદ પડી ગયો છે. પરમાત્માનું સ્વરૂપ તો નિરંજન, નિરાકાર, નિષ્કલંક છે. તે પરમ આનંદ અને સુખમાં મગ્ન છે. એટલે કે પરમાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે નિર્મળ, શુદ્ધ છે. તેમની અભેદ ઉપાસના કરતાં પહેલાં ભેદોપાસનામાં આપણા ગુણ, પર્યાયની મલિનતા વિચારી મોટો ભેદ છે. તે પ્રભુ પાસે વ્યક્ત કરતાં દાસ્યભાવથી સેવન કરે છે. પ્રભુ, તું કયાં અને હું ક્યાં? રાજા અને રંક, મેરુ અને સરસવ, સાગર સાધકનો અંતનોદ 148 Page #169 -------------------------------------------------------------------------- ________________ અને બિંદુ જેટલું અંતર જોતાં આત્મા નમી પડે છે, શરણમાં જાય છે. શરણ સ્વીકારી આશ્વાસન મેળવે છે. મોટાનું શરણ મળ્યું છે, હવે ચિંતા નથી નિજ સત્તા મેળવવાની. નિજ સંપત્તિ તેમના અનુગ્રહથી, સહાયથી મને પ્રાપ્ત થશે. પછી તે પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન શરૂ કરે છે તે જીવન એટલે સર્વવિરતિ. નિજ સંપત્તિ મેળવવાનો સફળ પુરુષાર્થ આદરે છે. જ્ઞાની ગુરુ પાસે સંપત્તિની ઓળખાણ અને તેને મેળવવાના ઉપાયો મળે છે અને પ્રભુના દાસ્યભાવે રહી સાધના શરૂ કરે છે. પ્રભુની આજ્ઞા એ જ જીવન. અહીં સર્વ સમર્પણનો ભાવ આવે છે. તું જ સર્વસ્વ. તું કહે તે પ્રમાણે ચાલુ. મારા ત્રણે યોગ પ્રભુ તારે આધીન છે. પ્રભુની આજ્ઞા એકજ છે કે તે યોગોનો દુરુપયોગ ન કર તારા જેવા જ અનંત જીવો છે તારા આત્માને જેમ સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે તેમ બીજાના આત્માને પણ સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે માટે તારા આત્માની જેમ બીજાના આત્મા સાથે વર્ત, સંપૂર્ણ શક્તિ ન હોય તો દેશથી પણ વર્ત. એ પ્રમાણે વર્તીશ પછી મારી સાથે અભેદભાવે મળી શકીશ. જીવન વ્યવહાર બદલાશે એટલે કર્મનાં આવરણો આવવામાં નિમિત્તભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાયનું અલ્પાંશ થશે અને યોગની પ્રવૃત્તિ શુભ થશે. ત્યારે પરમાત્માની સન્મુખતા યોગોની પ્રવૃત્તિમાં આવશે. ત્રણે યોગ પરમાત્મ સન્મુખ થતાં પરમાત્મા અને તેમની આજ્ઞામાં જ યોગોની પ્રવૃત્તિ અને લીનતા રહેશે. અભેદોપાસના-B મ.વ. ૮ અહીં સુધી અભેદોપાસનાની પૂર્વભૂમિકા બતાવી, અભેદ થવું એટલે જાતને ભૂલી જવી અને જે આલંબન છે તેમાં તદાકાર એટલે કે તે આકાર ધારણ કરવો. તદાકાર ઉપયોગ બને છે ત્યારે મનાદિ યોગમાં પૂરાયેલો આત્મા તે અવસ્થાને ભૂલી જાય છે, એટલે જાતને ભૂલી ગયો કહેવાય. આ અવસ્થા લાવતાં પહેલાં એટલે કે જાતને ભૂલવી તે સહેલી નથી. તે યોગોમાં જ તદાકાર બનેલો આત્મા ઉપયોગને કયારે અને કેવી રીતે ખસેડી શકે? જેને જેને જે જે કારણે ભેદ પાડયો છે તેને તેને તે તે કારણોને જાણીને અભેદનાં કારણો સેવવાં જોઈએ અને ભેદનાં કારણોને છોડવાં જોઈએ. જડના સંબંધમાં આવેલો છે તેથી તેણે સજાતીય સાથે પણ ભેદ પાડયો છે. તેથી જડની ચાલચલગત સમજી આત્મત્વેન સમગ્ર જીવરાશિની આત્મા સાથે એકતા માનવી અને સાધવી જોઈએ તો જ જડનો પાડેલો ભેદ તૂટે. એક પણ આત્મા તરફ દુર્લક્ષ્ય છે ત્યાં સુધી આત્મ તત્વ પ્રત્યે પ્રીતિ જાગતી નથી. સંગ્રહ નથી આત્માની એકતા કહેલી જ છે અને સજાતીયપણાનો સંબંધ પણ અનુભવાય છે. સજાતીયને જોઈને પ્રીતિ થાય જ. જે અરુચિ થાય છે તે તો જડની પ્રીતિ મોહાધીનતાથી થયેલી છે તેને ભેદ પડાવ્યો છે તે કારણે થાય છે. જડ એ વિજાતીય છે તો તેના પ્રત્યે પ્રીતિ કેમ થઈ ? મિથ્યાત્વના કારણે ઊંધી સમજ છે. જે સુખનું કારણ નથી તેમાં સુખના કારણની બુદ્ધિ તેના કારણે થઈ અને સુખ તો આત્માનો સ્વભાવ સાધકનો અંતર્નાદ 149 Page #170 -------------------------------------------------------------------------- ________________ છે. આનંદ અને સુખનું કારણ હોય ત્યાં તેને પ્રીતિ જાગે. પણ તે આનંદ અને સુખનું સાચું કારણ નથી છતાં અજ્ઞાનવશ થઈ ભ્રમથી માને છે અને તેમાં પ્રીતિ કરે છે. જડની પ્રીતિએ સજાતીય ઉપર દ્વેષ કરાવ્યો. જડના સુખમાં બીજો આત્મા વિષ્નકર્તા લાગે એટલે તરત દ્વેષ થાય. આ રીતે દ્વેષ થવાથી તેને સજાતીય સાથે ભેદ પડી ગયો છે. તે ભેદનો છેદ કરવા સમ્યગુષ્ટિ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. દષ્ટિને સમ્યગુ બનાવવા જયાં જયાં આત્મતત્ત્વ હોય ત્યાં ત્યાં પોતાની સમાનતા જોવી, જાણવી, સહેવી, જગતના જીવોમાં સુખ દુઃખની લાગણીથી સમાનતા જોવી અને સિદ્ધાત્માઓની સાથે પોતાની સત્તાએ શુદ્ધાત્માની પ્રતીતિથી સમાનતા જોવી. આ રીતે સમ્યગુ દષ્ટિ થતાં જે જીવો સાથેનો ભેદ પડી ગયો છે તે તૂટી જશે, અને મિથ્યાદૃષ્ટિ ટળતાં જડ સાથે અભેદ થઈ ગયો છે તે ઓળખાઈ જશે. અનાદિનો ભ્રમ ટળી જશે ત્યારે જડ તરફ દુર્લક્ષ્ય આવશે અને આત્મા તરફ ખેંચાણ થશે, ત્યારે અભેદની સાધના શરૂ થશે. - આપણા સંબંધમાં આવતા જીવોમાં પણ ત્રણ પ્રકાર પડે છે. ઉપકારી, અપકારી, તટસ્થ. એ બધા સાથેનો સંબંધ સાચવીએ તો જ આત્માનું સાચું જ્ઞાન થાય. દરેક સાથેનો સંબંધ કેવા પ્રકારનો રાખવો, માનવો, એનું જ્ઞાન મેળવીને પ્રથમ તો સંબંધ સુધારવો જોઈએ તો જીવો સાથે અભેદ સંબંધ થઈ શકે. કયા કારણે સંબંધ બગડ્યો છે તે સમજવું જોઈએ. જયાં સ્વાર્થ કામ કરે છે ત્યાં જ સંબંધ બગડે છે. માટે પરમાર્થ વૃત્તિ વગેરે કેળવવું જોઈએ. આ રીતે આ સાધના ઘણી ઊંડાણવાળી છે. તે સમજીને આદરવી. અભેદોપાસના-c મ.વ. ૯ એક જીવ બાકી રહે તો જીવ સાથે અભેદતા સાધી શકાતી નથી માટે સમગ્ર જીવરાશિ લેવી જયાં જયાં જીવત્વ છે ત્યાં ત્યાં જીવ છે એ પ્રમાણે સમગ્ર જીવ સાથે અભેદતા સાધવી જોઈએ. અભેદતાનું મૂળ કારણ પ્રીતિ છે. પ્રીતિ જાગે તો ભેદભાવ તૂટી જાય. પ્રીતિ જગાડવા માટે સજાતીયતાનો સંબંધ નિરંતર સ્મરવો જોઈએ, જેથી જયાં જયાં જીવત્વ છે ત્યાં તરત જ એમ થાય કે અમે બધા એક. એક ગામના હોય તો ય એમ થાય છે કે અમે એક ગામના છીએ અને પ્રીતિ જાગે છે. વળી એક જ્ઞાતિ-જાતના હોઈએ તો તેથી પણ વધુ પ્રીતિ જાગે છે. તો સમગ્ર જીવ રાશિ સાથે જીવત્વ જાતની એકતા જો છે તો જીવને જોતાંની સાથે પ્રેમ કેમ ન જાગે? પણ સ્વાર્થભાવ વચ્ચે આડો આવે છે ત્યારે એકતા ભૂલી જવાય છે. જો કે એકતાનો વિચાર પણ નથી કર્યો. જાણ્યું છે તો યાદ પણ નથી કરતા, સંબંધીને ભૂલી જઈએ અને ઉપેક્ષા કરીએ તો ભેદ પડી જાય છે. તેમાં ય જો અપકાર કરીએ તો સંબંધ કડવો થઈ જાય છે. માફી માંગી લઈએ તો સંબંધ સુધરી જાય છે. માટે તો સાધુને કોઈ સાધકનો અંતર્નાદ 150 Page #171 -------------------------------------------------------------------------- ________________ જીવની વિરાધના થઈ હોય, કે સંભાવના હોય તો વારંવાર ઈરિયાવહીયા પ્રતિક્રમીને માફી માગવામાં આવે છે. આ ઈરિયાવહીયાનું અનુષ્ઠાન જ આપણને સંબંધ બતાવે છે કે તમારે જીવો સાથે તદ્ન નજીકનો સંબંધ છે. તેનો અપરાધ થયો છે તો માફી માંગીને પાપને મિથ્યા કરીને પછી આગળ ધર્મ માર્ગે આત્મ સાધનામાં જોડાઓ, જીવ સાથે ભેદભાવ રાખીને આત્મસાધના થતી નથી. આત્માએ જડનો સંબંધ જ આત્મ તત્ત્વને ભૂલવાથી કર્યો છે. જડ એટલે આઠે પ્રકારનાં કર્મવર્ગણાના બંધનથી ઉત્પન્ન થયેલા વિકારો. ઔદારિક, વૈક્રિય, આહા૨ક વર્ગણાના બંધનથી શરીરમાં આત્મા પૂરાય છે, શરીર છે તેને શ્વાસોશ્વાસ, ભાષા અને મન વર્ગણાના બંધનથી બંધાવું પડે છે, તેજસ, કાર્યણ પણ ઔદારિક શરીરને ટકાવવા જરૂર પડે છે. આ જડના સંબંધને છોડવો મુશ્કેલ છે કારણકે આત્મા ઉપર ચીકાશ (રાગ દ્વેષ રૂપ દોષોની) હોવાના કારણે કાર્મણ વર્ગણા ચોંટે છે અને આત્મા બંધન (કર્મના) થી બંધાયા કરે છે. માટે આત્મ તત્ત્વને ભૂલ્યા છીએ તેને વારંવાર સ્મરવું જોઈએ. સ્વાત્માને સ્મરણમાં લાવવા માટે જીવ તત્ત્વને સંભારવું જોઈએ. તો સ્વાત્માની પ્રીતિ જાગશે, જીવ તત્ત્વને ભૂલીને સ્વાત્માનું સંભારણું તે સ્વાર્થ છે. કેમ કે રાગ - દ્વેષની ચીકાશે જીવ જીવના સંબંધને તોડયો છે. જડ ઉપર રાગ અને જીવ પર દ્વેષ થવાથી કર્મના બંધનમાં પડયો છે. કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોય છે તે પણ વ્યક્તિના જીવત્વનો રાગ નથી પણ પુદ્ગલ પર સ્વાર્થભાવે રાગ હોય છે. પરમાર્થ આવે તો જ જીવના જીવત્વ પ્રત્યે રાગ થાય. એ પ્રીતિ જગાવવા માટે સર્વવિરતિની સાધના છે જેને ધર્મ કહેવાય છે. ભગવાને ધર્મ બે પ્રકારે પ્રરૂપ્યો છે. સર્વવરિત અને દેશવિરતિ. આ વિરતિધર્મમાં જીવના સંબંધને જ સુધારવાની વાત છે. કેવી રીતે ચાલવું, બેસવું, બોલવું, ખાવું, સુવું, ઊભું રહેવું એ જ વાત શીખવાની બતાવી છે તેનું શું કારણ ? શરીર છે ત્યાં ચાલવાનું વગેરે છે તો તે ક્રિયામાં કોઈ જીવનો અપરાધ ન થઈ જાય તે રીતે જીવન જીવવા માટે આદેશ છે. કેમકે જીવનો સંબંધ તૂટે તે જીવત્વની અપ્રીતિ સૂચક છે માટે પ્રીતિ સંબંધ સુધારીને સાંધો અને પછી સાધનાની આગળની દિશામાં ચાલો. તમારે આત્મતત્ત્વ પામવું છે ને? તો આત્મતત્ત્વ પ્રત્યે પ્રીતિ જગાડો. જયાં જયાં આત્મત્વ છે તે બધા આત્મા સમાન જ છે તારામાં ભેદ પાડનારા સ્વાર્થ છે. સમાનભાવે જો, જાણ અને વર્તન કર. પછી તારું આત્મા તરફનું પ્રયાણ આગળ વધશે. પ્રથમ આત્મ તત્ત્વ ઉપર પ્રીતિ જગાડે, તો જડની પ્રીતિ તૂટે અને રાગ દ્વેષ મોહની મંદતા થાય. પછી શુદ્ધસ્વરૂપની પ્રીતિ જગાડવા માટે પરમાત્મ તત્ત્વ કે જેમણે શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમની પ્રીતિ કર તે તારા શુદ્ધ સ્વરૂપની પ્રીતિનું કારણ બનશે. આ પ્રીતિ જાગશે ત્યારે જડની પ્રીતિ જડની સાથે રહેવા છતાં મંદ પડી જશે. કર્મોદયના કારણે થશે તો પણ નહિવત્ થઈને નષ્ટ થશે. તે પ્રીતિ જગાડવાનો ઉપાય હવે પછી બતાવીશું. સાધકનો અંતર્નાદ 151 Page #172 -------------------------------------------------------------------------- ________________ મે.વ. ૧0 પરમ આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ છે. તે રૂપે સ્વ આત્માને જોવો તે અભેદાનુસંધાન થવાથી અભેદોપાસના થાય છે. પરમાત્માએ આઠે કર્મનો ક્ષય સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ કર્યો છે. આપણને પ્રગટ નથી પરંતુ તે સ્વરૂપ આત્મામાં હયાત છે, પ્રગટ નથી. તો તેને પ્રગટાવવા માટે જીવ તત્ત્વ, આત્મતત્ત્વ સાથે અભેદ સાધવો જોઈએ. જે મલિન આત્માઓ છે તેની સાથે તેનામાં જીવત્વના દર્શનથી આપણા જીવત્વની સમાનતામાં લાવીને પ્રેમ ધારણ કરવાથી સ્વ-પર આત્માની મલિનતાથી ઉદ્ભવતા પ્રસંગો પ્રેમ થવામાં બાધક બનતા નથી. કારણ કે આ તો સર્વોપરી સત્તા દરેકમાં રહેલી અનુભવાય છે, તે સત્તા અપ્રગટ નથી. જડથી આ કંઈક જુદું છે, સુખ દુઃખાદિનું વેદન તેની ચેષ્ટા દ્વારા ઈન્દ્રિયગોચર થાય છે. તેથી તે સર્વે જીવાત્મા જીવ તરીકે પ્રસિદ્ધ જ છે. જીવત્વની સમાનતા છતાં તેના પ્રત્યે લાગણી, સ્નેહભાવ થવામાં બાધક સ્વાર્થભાવ છે. તે આત્મભાવે દરેક આત્માને જોવાથી તે બાધક રૂપ સ્વાર્થભાવ ટળી જાય છે. જીવરાશિ પ્રત્યે સમાનતાનો ભાવ આવ્યા પછી તગ્નિમિત્તક યોગ પ્રવૃત્તિ સુધરે છે મન, વચન, કાય યોગથી અશુભ પ્રવૃત્તિ સ્વાર્થ જનક હતી તે હવે પરમાર્થને પ્રગટાવી, જીવોને પીડા ત્રણે યોગથી આપવાની અટકે છે ત્યારે લાગણી પ્રગટ સ્વરૂપે દેખાય છે. જીવો શાતા પામે છે. તે લાગણી વિશાળ ભાવમાં પ્રગટે ત્યારે મૈચાદિ ચારે ભાવના વિસ્તાર પામતા જાય છે અને એવી જીવો પ્રત્યેની કરુણા ઉભવે છે કે “જીવોને હું સુખી કરું.” એ ભાવ ટોચે પહોંચી જાય છે ત્યારે શાશ્વત સુખનો માર્ગ દેખાડવાની ભાવના રોમે રોમે પ્રગટ થાય છે અને કોઈક જીવો એવું પુણ્ય ઉપાર્જન કરે છે કે તીર્થકરત્વના કર્મના દળિયા બાંધી ત્રીજે ભવે તે ભાવના અમલમાં મૂકે છે. આપણે અભેદોપાસનામાં પ્રથમ જીવરાશિ સાથે અભેદ ભાવની સાધના કરવી એટલે કે સર્વ જીવોને આત્મ સમાન ભાવે માનવા, સર્વ જીવોને આત્મ સમાન ભાવે જાણવા, સર્વ જીવો સાથે આત્મ સમાન ભાવે વર્તન કરવું. વારંવાર આ રીતે કરવાથી આત્મૌપજ્યભાવ ભાવિત થતાં સ્વાર્થ જન્ય દોષો ટળી જાય છે, પરમાર્થ ઉભવે છે. આ આપણી સ્વ-પર આત્માની મલિન અવસ્થામાં સાધ્ય સિદ્ધિ માટે જરૂરી સાધના છે. ત્યારબાદ પરમાત્મા સાથે અભેદ થવો તે સરળ બને છે કેમકે એક પણ જીવ પ્રત્યેની ઉપેક્ષાલાગણીનો અભાવ આત્મ તત્ત્વ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થવા દેતો નથી. ઉપયો: તાપમ” જયાં જયાં ઉપયોગ છે ત્યાં ત્યાં જીવત્વ છે. તે લક્ષણ આપણા એકલાનું નથી માટે ઉપયોગવાન સર્વ સમાન છે તેમાં ભેદ તો સ્વાર્થ જન્ય ભાવથી પડેલો છે તેને મૈથ્યાદિ ભાવથી તોડવો. બધા મારા જેવા છે, બધાનું હિત થાઓ, સુખી થાઓ, એકલા પોતાના નહિ બધાના સુખમાં આનંદ પામો, બધાના દુઃખમાં દુઃખી થાઓ અને દુઃખ મુક્ત થાઓ તે ભાવ ધારણ કરો. બધાના સાધકનો અંતર્નાદ 152 Page #173 -------------------------------------------------------------------------- ________________ દોષોની ઉપેક્ષા કરો, માધ્યસ્થભાવ ધારણ કરો, આપણે કર્માધીન છીએ એ પ્રમાણે સહુ કર્માધીન છે. આ પ્રમાણે આ ચાર ભાવનાઓથી આત્માને ભાવિત કરી જીવો સાથે મન, વચન, કાય, યોગની પ્રવૃત્તિને શુભ બનાવો. - હવે તમે પરમાત્મા સાથે અભેદતા પામવા માટે યોગ્ય બન્યા, મલિન, અશુભ યોગોથી પરમાત્મા સાથે મળાતું નથી, માટે હવે શુભ યોગો દ્વારા પરમાત્મા સાથે કેવી રીતે અભેદ થવું અને તેના દ્વારા આત્મા સાથે મીલન કેવી રીતે કરવું તે હવે જોઈશું. મ.વ. ૧૧ હવે પરમાત્મા સાથે અભેદ સાધવા માટે પરમાત્મા સાથે પોતાના આત્માને સરખાવવો. કોઈ એવી પર્યાય આત્મામાં પડી છે કે જે પરમાત્માની સમાન હોય ? હા, એક પર્યાય એવી પડી છે કે પરમાત્મા અને આત્માની આ શુદ્ધ પર્યાય, એમાં કોઈ જ ફેર નથી. એ કેવી છે ? તે જાણવા માટે શ્રુતજ્ઞાન દ્વારા પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ જાણવું જોઈએ. તે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ છે એટલે કે કર્મના મેલ રહિત છે, સ્ફટિક જેવું શુદ્ધ છે, તે અરૂપી છે, એટલે કે તે રૂપાતીત છે, નિરાકાર છે એટલે કે આકાર વગરનું છે, સત્ત્વ, રજસ, તમોગુણ રહિત હોવાથી નિર્ગુણ છે એટલે ગુણાતીત છે, નિર્મુકત છે એટલે કે બંધથી મૂકાયેલું છે, નિરંજન છે એટલે ડાઘ-દોષના ડાઘ રહિત છે, મનસાતીત, વચનાતીત છે. તે મનનો કે વાણીનો વિષય બનતા નથી એવા અગોચર છે, અવ્યય છે, વિભુ છે, અચિંત્ય છે, અજ્ઞાનને પેલે પાર ગયેલું છે. આવા અનંત ગુણાત્મક સ્વરૂપ છે જે આપણે જાણી શકતા નથી, કેવળજ્ઞાની જ જાણી શકે, પરંતુ તે પણ સંપૂર્ણ સ્વરૂપ કહી શકતા નથી. જીવનકાળ મર્યાદિત હોવાથી અમર્યાદ સ્વરૂપ કેવી રીતે કથી શકાય? તે સ્વરૂપ જાણીને તે સ્વરૂપની પ્રીતિ કરવી જોઈએ. ચર્મ ચક્ષુ દ્વારા દેશ્ય બનેલા જડસ્વરૂપની પ્રીતિમાં ભાવિત બનેલી ચેતનાને ખસેડવા પરમાત્માના સ્વરૂપમાં વારંવાર ચેતનાને ભેળવવી, એમ કરતાં તેના ઉપરનો કર્મભારરૂપ મેલ ઓછો થતાં પરમાત્મ સ્વરૂપ તરફ - સનમુખ ચેતના બને અને એમાં ચેતના ભાવિત થાય ત્યારે પરમાત્મા પ્રત્યે પ્રીતિ જાગે. જો કે આ પલટો લાવવા મહાન પુરુષાર્થ જોઈએ. અનાદિથી જડમાં રંગીલી બનેલી ચેતનાને આમાં વાળવી દુઃશ્કય છે અને એમાં જોડાવા માટે તૈયાર પણ નહિ થાય, માટે પરિણતિને બદલવી પડે. વારંવાર તસ્વરૂપ સન્મુખ લઈ જવા પરિણતિને જડ તરફની સૂગ લાવવી જોઈએ, જડના ભોગે અનર્થકારી બનાવો આત્માની બનેલ પરિણતિમાં સુઝાડવા જોઈએ. એ અભ્યાસ માટે જ જડ પ્રત્યે વૈરાગ્ય લાવવો પડે અને પાંચ ઈન્દ્રિયના વિષયોની પરાધીનતાથી થયેલી આત્માની ખરાબી વિચારવી જોઈએ અને નિરંતર વૈરાગ્યવાનું રહેવા માટે તે વિષયોથી દૂર રહેવું જોઈએ. તેનો સંગ છોડવા માટે સાધુ બનવું જોઈએ, મનથી સંગ છોડવા કાયા અને વચનને તેનાથી દૂર રાખવા, નિસંગી બનેલો સાધુ સદા તે આત્મ સ્વરૂપની રમણતામાં ઝીલી શકે છે. સાધકનો અંતર્નાદ 153 Page #174 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મ સ્વરૂપ એ આત્મ સ્વરૂપને ઓળખવા માટે અને તેના પ્રત્યે પ્રીતિ જગાડવા ઓળખવું જોઈએ અને તેમાં પ્રીતિ લગાડવી જોઈએ. મ.વ. ૧૨ પરમાત્મ સ્વરૂપને ઓળખી તેમાં પ્રીત કરીને જડ પ્રીતિ વિસારી. હવે પરમાત્મ પ્રીતિ થતાં આત્મા જે સાધ્ય છે તેને સ્મરણમાં લાવીને તેનું સ્વરૂપ કેવું છે તેનો વિચાર કરવો. તેનાં બે સ્વરૂપો છે શુદ્ધ અને અશુદ્ધ, નિશ્ચયથી તે શુદ્ધ છે અર્થાત્ સત્તા એની શુદ્ધ છે અને વ્યવહારથી અનુભવ વર્તમાન કાળે અશુદ્ધતાનો છે. તે અશુદ્ધતાનાં કારણો જાણ્યાં અને તે કારણોને છોડવા પોતાની સત્તા સ્મરવી જોઈએ. શુદ્ધતાનું વિસ્મરણ થવાથી જ અશુદ્ધતાને છોડવા પ્રયત્ન કર્યો નથી. જો આપણી પાસે પરમાત્મા જેવી જ ગુણ સંપત્તિ છે, નિર્મળતા છે તો તેને કેમ ન મેળવવી? અને જાણ્યા પછી તે સંપત્તિને મેળવવા કોણ ઉદ્યમ ન કરે ? એ સંપત્તિને ઓળખવા પરમાત્માના સ્વરૂપને ઓળખવું. હવે તેમના આલંબને સ્વ સંપત્તિ, નિર્મળતા, શુદ્ધતાના ક્યા ઉપાયો લેવા તે હવે વિચારીશું. મ.વ. ૧૩ આત્મ સ્વરૂપ સત્તાએ પરમાત્મા જેવું જ છે એવી અચલ શ્રદ્ધા પ્રગટી અને તે સ્વરૂપની રમણતાનું સુખ અનુપમ છે એવું જાણ્યું પછી તો તે સ્વરૂપ પ્રત્યે પ્રીતિ ગાઢ બની અને તેને પ્રગટ કરવા ઝંખના તીવ્રભાવે જાગી. આવી સ્થિતિ મનની થાય ત્યારે જડ પદાર્થોના વૈષયિક સુખ પ્રત્યેની નારાજી ઉત્પન્ન થાય છે એટલે કે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને આત્મ સ્વરૂપની ઝંખના તીવ્ર બને છે. પછી તેની શરીર ઉપરની પ્રીતિથી માંડીને સઘળા જડ વિષયો તરફ પ્રીતિ ઘટતી જાય છે. તેથી બાવીશ પરિષહોને જીતવા દુષ્કર લાગતા નથી અને ઉપસર્ગોને સહન કરવા સહેલા લાગે છે. ઉપસર્ગ કરનાર તરફ પણ અનુકૂળમાં રાગ નથી થતો અને પ્રતિકૂળમાં દ્વેષ નથી થતો. સ્વરૂપ ઝંખના જેટલી તીવ્ર, તેટલી સહવાની સરળતા. પણ સ્વરૂપ ઝંખના માટે સ્વરૂપની પ્રીતિ, સ્વરૂપની પ્રીતિ માટે પરમાત્મ સ્વરૂપને જાણવું અને તેની પ્રીતિ કરવી જરૂરી છે. હવે આત્માનું સ્વરૂપ કેવું છે, તેને પરમાત્મા સાથે કેવી રીતે સમાનતાથી જોવો, અનુભવવો વગેરે વિચારીશું. મ.વ. ૧૪ હે ભવ્ય જીવો ! જગતનું સ્વરૂપ ઓળખો તેના સ્વરૂપમાં અનેક પ્રકારના તરંગો વહી રહ્યા છે. જેને જોવામાં અનંત કાળ ચાલ્યો જાય, જો તેને જોવાને કેવળજ્ઞાન ચક્ષુ ખુલી જાય તો. પરંતુ જો તે નથી ખૂલ્યાં તો કેવળજ્ઞાનીએ બતાવેલું સ્વરૂપ જો. તે જોવામાં પણ પૂર્વ કોડ વહી જાય તો ય ખબર પડતી નથી. માટે સાધુ દેશોન પૂર્વે ક્રોડ સુધી પદાર્થોના સ્વરૂપના ચિંતનમાં જતા કાળને જાણતા નથી. એવું સાધકનો અંતર્નાદ 154 Page #175 -------------------------------------------------------------------------- ________________ થવામાં કારણ શું? જ્ઞાન ગુણનો મહિમા એવો છે અને જ્ઞાન ગુણના એવા મહિમાનું કારણ તે આત્માનો સ્વભાવ છે. આત્મ-સ્વભાવમાં રમણતા એટલે આત્માના જ્ઞાન, ગુણથી પદાર્થોના જાણવા જોવામાં આનંદ. આને સ્વરૂપ રમણતા કહેવાય, કારણ કે આત્માનું સ્વરૂપ જ્ઞાન કરવું, સંવેદન કરવું તે છે અને તેથી આનંદ પામવો. જગતના પદાર્થો જાણવા તેમાં જગતના પદાર્થોની બેડોળતા તે જ્ઞાનમાં નડતી નથી. પદાર્થોનું પ્રતિબિંબ જેવું હોય તેવું આત્મામાં ઉપયોગમાં પડે છે તેને જ્ઞાન કહે છે. જાણે છે તે જાણવાનો આનંદ હોય છે. પદાર્થ સ્પર્શતો નથી. કદરૂપા પદાર્થનું રૂપ કદરૂપું દેખાય, જણાય, પણ તે કદરૂપું છે તેમ મોહના અભાવે એવું સંવેદન નથી થતું પણ જેવું છે તેવું છે. તેનું સ્વરૂપ જેવું છે તેવું જાણવાનું જ કાર્ય હોય છે. આત્માનું સ્વરૂપ આ છે, જાણવું અને જોવું. આત્મામાં રમવું અર્થાતુ, આનંદ પામવું. મ.વ. Oll. આત્માનું પરમાત્મા સાથે અમેદાનુસંધાન થયા પછી આત્માનું અનુસંધાન ઉપયોગકારે થાય છે, ત્યારે આત્માનો અનુભવ થાય છે આત્માનું સ્વરૂપ ઉપયોગથી સંવેદન પામે છે. આત્માના સ્વરૂપને આનંદ સ્વરૂપ જોઈને હું આનંદ સ્વરૂ૫ છું તેવું ઉપયોગ દ્વારા આત્મા સંવેદે છે. તે જ આત્માનુસંધાન છે. સ્વનું અનુસંધાન કરવા માટે જ પરમાત્મા સાથે એટલે પરમ આત્મ સ્વરૂપ જેમને પ્રગટ થયું છે તે તેમના સ્વરૂપ સાથે ઉપયોગને જોડતાં સત્તાએ નિજ સ્વરૂપને જોતાં સમાનતામાં સ્વાત્મા સાથે અનુસંધાન-ઉપયોગનું જોડાણ થાય છે તે સ્વાત્માનુભવ છે. ફા.સુ. ૧ હે ભવ્યજીવો ! આ જીવનનો સાર જડ, ચેતનની ભિન્નતા ઓળખી આત્મામાં અભેદભાવે મળી જવું તે છે. તેના માટે જ આ બધી ધર્મ સાધના છે, ધર્મ-વિરતિ છે, તે આરાધવા દ્વારા જડ, ચેતનની ભિન્નતા જાણીને તપ, પરિષહો સહવા, ઉપસર્ગો સહન કરવા, કાયાને કષ્ટ આપવું, આ બધું મેદાનુભવ માટે છે. આ રીતે જડ એવી કાયાનું મમત્વ, રાગ તથા આસક્તિ તૂટતાં આત્મા અને શરીર જુદાં છે તે અનુભવવામાં અને જડની પ્રીતિ તૂટે, વિષયોનો રાગ ઘટે ત્યારે તગ્નિમિત્તક થતાં ક્રોધ, માન, માયા, લોભના અંશો અલ્પ થવા માંડે, જગતના જીવો પ્રત્યે સમાનતાનો ભાવ જાગે અને જીવ તત્ત્વ પ્રત્યે પ્રીતિ જાગે. જીવ પ્રત્યે પ્રીતિ જાગે ત્યારે સ્વાત્માની પ્રીતિ જાગે અને તેના સ્વરૂપને-અવસ્થાને કંગાલ અવસ્થામાં જુએ ત્યારે તેની સંપત્તિ છે, કે આજ સ્થિતિ છે તેમ જાણવા જ્ઞાનીને મળે. જાણીને પરમાત્મ તત્ત્વ પ્રત્યે પ્રીતિ જાગે તેમની સાથે મળવા પ્રયત્ન કરે, તેમના સ્વરૂપને જાણીને પોતાના સ્વરૂપની ભેદરેખાથી સાધકનો અંતર્નાદ 155 Page #176 -------------------------------------------------------------------------- ________________ ઓળખે. પરંતુ સત્તાએ નિજ સ્વરૂપને સમાન જાણીને તે સ્વરૂપે પ્રગટ કરવા આત્મધર્મના ધ્યાનમાં સ્થિર બને અને શુકલ ધ્યાન પ્રગટ થતાં કેવળ જ્ઞાન પામે. ફા.શુ. ૨ આત્માનું સ્વરૂપ અકલ છે, અગમ્ય છે, અગોચર છે, તે મનથી કળી શકાતું નથી, તે શ્રુત જ્ઞાનથી અનુભવી શકાતું નથી. તે શ્રુતજ્ઞાનના આલંબનથી આત્માને અનુભવ ગમ્ય છે, તે ઈન્દ્રિયથી અગોચર છે. ઈન્દ્રિયનો વિષય બનતું નથી, મનસાતીત છે. મનનો પણ વિષય બનતું નથી, તે આત્મા પોતે જ પોતાને અનુભવથી ગમ્ય બને છે. અનુભવગમ્ય બનાવવા માટે ઈન્દ્રિયોની અને મનની સહાય લેવી પડે છે. શ્રુતજ્ઞાનની પણ સહાય લેવી પડે છે. શ્રુતજ્ઞાન ક્ષયોપશમ જન્ય છે, માટે આત્માનું ચિંતન કરવા માટે પદાર્થનું જ્ઞાન પુરું પાડે છે, આત્મા નામના પદાર્થ-વિષયનું જ્ઞાન આપે છે. મન ઉપયોગને ચિંતન દ્વારા પદાર્થની સન્મુખ લઈ જઈને મૂકે છે ત્યારે ઉપયોગ જો તે પદાર્થને સ્પર્શે તો લોહચુંબકની જેમ તેમાં જોડાઈ જાય છે ત્યારે તે ઉપયોગ પોતાની વસ્તુ (આત્મા) જે મળે છે તે જ આત્માનુભૂતિ છે. તે ક્ષણવાર પણ જો આત્મામાં સ્થિરતા પામે તો અસંખ્ય ભવોનાં કર્મોનો નાશ કરી નાખે છે. આ પંચમકાળે તથા આ સંઘયણે આત્મામાં ઉપયોગ ક્ષણવાર જ સ્થિરતા પામે છે. બાકીનો સમય જે આનંદની ઊર્મિઓ રહે છે તે તો પ્રાપ્ત થયેલી ક્ષણના આનંદના તરંગો છે. માટે આત્મામાં ઉપયોગને જોડવા વારંવાર પુરુષાર્થ દ્વારા પ્રયત્ન કરવો. એટલો સમય ઉપયોગમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે તે પછી પ્રતિબિંબના દર્શન સ્મરણ પથમાંથી ખસતા નથી અને પરભાવમાં ચિત્ત રમતું નથી. પરભાવમાં રમણતા તે કર્મોને એકઠાં કરે છે અને આત્માને બંધનમાં નાખે છે. માટે આ ઉપયોગના સ્થિરતા યોગની સાધના પ્રયત્ન પૂર્વક અવશ્ય કરવી. ઉપયોગ એ આત્માનું પોતાનું જ સ્વરૂપ છે તે તેનાથી ભિન્ન નથી, જોડાયેલો જ છે પણ આત્માથી પરમાં રમવા જાય છે ત્યારે આત્મા સાથે જોડાયેલો હોવાથી શુદ્ધાત્માને મલિનતાનું પ્રતિબિંબ પાડતો હોય છે તે તેની નારાજ છે. જયારે પરમાંથી પાછો વળી આત્માને સ્પર્શે છે ત્યારે તે જોડાય છે ત્યારે મલિનતાનું પ્રતિબિંબ મંદ વીલ્લાસ હોવાથી ઝાંખું થાય છે. તો પણ આત્માનો આનંદ ઉછળે છે. તીવ્ર વર્ષોલ્લાસે જોડાય છે ત્યારે મલિનતાનું પ્રતિબિંબ ખસી જઈ શુદ્ધ, ઝળહળતું પોતાનું તેજ પ્રકાશે છે ત્યારે આનંદમાં ડૂબી જાય છે. તે જ તેનું સુખ છે. ફા.શુ. ૩ અરિહંત ભગવાન સમવસરણમાં બેસી સાત નય, ચાર નિક્ષેપા, સપ્તભંગી યુક્ત પડુ દ્રવ્યની દેશના આપે છે. તેનું કારણ કે પદાર્થો છ છે, તેને ઓળખવા માટે સાત દૃષ્ટિથી જોવાના હોય છે. તે પદાર્થોનું સ્વરૂપ તેની ચાર સ્થિતિથી જોવાય છે, પદાર્થનાં સ્વરૂપો વિધવિધ રીતે સમજવા માટે સાત ભંગ છે તે બધી રીતે વસ્તુને ઓળખવા માટેની જરૂર હોવાથી અર્થાત્ સંપૂર્ણ રીતે ઓળખવા માટેના આ માર્ગ સ્વરૂપ છે. સાધકનો અંતર્નાદ 156 Page #177 -------------------------------------------------------------------------- ________________ જો સંપૂર્ણ રીતે ન ઓળખીએ તો મતિભ્રમ થાય છે કે આ સત્ય કે આ સત્ય ? જયારે જુદી જુદી દષ્ટિએ વિચારીએ છીએ ત્યારે જ તેનું સાંગોપાંગ સ્વરૂપ હાથમાં આવે છે. જો સાંગોપાંગ સ્વરૂપને ન સમજીએ તો દ્રવ્ય-પદાર્થની સમજણ અધૂરી રહે છે ત્યારે બીજી દૃષ્ટિનું સાંભળવામાં આવે કે જોવામાં આવે ત્યારે પ્રભુના ત્રિકાલાબાધિત વચન ઉપરની શ્રદ્ધા ડગુમગુ થઈ જાય છે. આવા ત્રિકાળજ્ઞાનીના વચન ઉપરની અશ્રદ્ધા થતાં જ્ઞાનીના અસ્તિત્વની અશ્રદ્ધા થાય છે. પરમ પ્રભુ પદે બિરાજમાન પરમાત્માની અશ્રદ્ધા થતાં આ સંસારમાં જીવન પ્રસાર કરતા જીવને મહાન નુકસાન થાય છે અને જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. કોઈના કહેવાથી કરેલી શ્રદ્ધા સચોટ અને સ્થિર નથી હોતી, તે તો લોકવ્યવહાર પાળવા માટે આચરણ કરવા કામ લાગે છે. જયારે સચોટ શ્રદ્ધા થાય છે ત્યારે પ્રભુ અને પ્રભુના વચન અસ્થિમજ્જા થાય છે. અસ્થિમજ્જા થયેલાં વચન આચરણમાં લાવવા પ્રેરે છે. સત્ય માર્ગ શ્રદ્ધાથી સમજાયા પછી આચરણ કરવું સહેલું છે. તેમાં થાક લાગતો નથી, પ્રમાદ થતો નથી, વૈભાવિક પદાર્થો પ્રત્યે નિરાસક્તિ સહજ બને છે. આત્મ સ્વભાવ પ્રત્યે સહજ ખેંચાણ થાય છે, તેમાં પ્રીતિ જાગે છે, તેમાં જ તન્મય રહેવું ગમે છે. પાંચ ઈન્દ્રિયના વિષયો નહિવતું લાગે છે. તે સર્વના ક્ષણિકત્વનું વિસ્મરણ થતું નથી, અને શાશ્વત એવા આત્મતત્ત્વનું ચિર સ્મરણ રહેવાથી તેને લગતા પદાર્થોને જ ભજે છે, સેવે છે. જડ પદાર્થો પણ તે જ સેવે કે જે આત્મતત્ત્વને ઉપયોગી હોય. બાકીનું સર્વ ભજવું, સેવવું પડે તો તેને પ્રારબ્ધના યોગને સોંપી મનને હળવું રાખી પ્રસન્નતા ખોતો નથી અને લેપાયા વિના સેવન કરવાનું સહજ બને છે. એટલે કે અલિપ્તભાવ સહજ જ આવી જાય છે. માટે જ આગમનું જ્ઞાન મેળવવાનું છે. જ્ઞાન, મેળવતાં જો આ ધ્યેય સ્થિર રહે તો તે મેળવતાં પણ અઢળક કર્મોની નિર્જરા થતી રહે છે. હવે એ સાત નય વગેરેનું જ્ઞાન પરમાત્માએ શું આપ્યું તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલો દ્રવ્ય - ગુણ - પર્યાયનો રાસ ચિંતનાત્મક દૃષ્ટિએ જોવાથી આત્માની સારભૂત વસ્તુ તેમાંથી મળશે. ફા.શુ. ૪ હે ભવ્યજીવો! આ મનુષ્યભવની દુર્લભતા કહી છે તેનું કારણ પરમાત્માએ બતાવેલો સાંગોપાંગ ધર્મ શરીરથી જ થાય છે. ચારે ગતિમાં આત્મ તત્ત્વ એક જ સરખું છે પરંતુ દરેક ગતિએ આત્મ તત્ત્વની શક્તિનો પ્રકાશ રૂપાંતર પામે છે. મનુષ્યગતિમાં જ પૂરબહારમાં સૂર્યના પ્રકાશની જેમ શક્તિનો પ્રકાશ પુંજ ખીલી શકે છે બાકીની ગતિઓમાં તે રીતે ખીલી શકતો નથી તેનું કારણ દેવલોકમાં દેવની ભૌતિક શક્તિ પૂરબહારમાં ખીલે છે જે નિકાચિત પુણ્ય કર્મના ઉદયે ભોગમાં વપરાય છે અને આત્મા શક્તિના પ્રકાશને ઝાંખો કરી દે છે. શ્રદ્ધા, સમજ સંપૂર્ણ હોવા છતાં આચરણ અટકાવે છે. આત્મતત્ત્વનો સંપૂર્ણ પ્રકાશ તો ત્રિકરણ યોગે ત્રણે રત્નમાં લીન રહે એટલે કે શ્રદ્ધા, સમજ અને આચરણમાં આત્મશક્તિ વપરાય તો ખીલે. સાધકનો અંતર્નાદ 157 Page #178 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ ગતિમાં આત્મ તત્ત્વનો પ્રકાશ થવામાં સાધનો મળતાં નથી. દેવને સમજ છે, સાધન છે પણ કર્મના ઉદયો અટકાવે છે. તિર્યંચને સમજ-વિવેક નથી અને સાધન પણ નથી મળતાં. છતાં પૂર્વ સંસ્કારથી સમજ આવી જાય તો યત્કિંચિત્ આચરણ ભાવથી સ્પર્શે અને નરકના જીવો તો કેવળ દુઃખમાં રિબાય છે. તેને ત્યાં કોઈ જાતનું સાધન નથી, દેવને જેમ નિકાચિત પુણ્ય આત્મ તત્ત્વના પ્રકાશને અવરોધીને ઝાંખો કરે છે તેમ નારકને નિકાચિત પાપના ઉદયમાં આત્મ તત્ત્વ પ્રકાશ અવરોધ પામીને કોઈકને ઝાંખો કરે છે, કોઈકને મલિન કરે છે. જયારે મનુષ્યના દેહમાં આત્મા રહેલો છે તેના દેહમાં આત્મા છ ચક્રો રૂપે પ્રદેશોને પ્રકાશિત કરીને રહેલો છે ત્યાં તે ચક્રોમાં આત્મ શક્તિ રહેલી છે. અને પ્રકાશિત છે. જો તે તરફ ધ્યાન દોરાય તો તે શક્તિનો પ્રકાશ અનુભવાય અને તે આત્મશક્તિ દ્વારા અનેક પરોપકારનાં કાર્ય કરી શકે. તેમજ સંપૂર્ણ આત્મશક્તિ અનુભવીને અનુક્રમે કર્મ મુક્તિ મેળવી શકે છે આવા ષટુ ચક્રમય આત્મ તત્ત્વનું જેમાં સ્થાન છે એવા દેહની બેપરવાથી કેવી કદર્થના કરી છે? તેની કોઈ કિંમત નહિ હોવાથી અજ્ઞાનવશ જીવે તેનો દુરુપયોગ પણ કર્યો છે તેનાં કડવાં ફળ ભવભ્રમણ કરીને ભોગવે છે. આ દેહની કિંમત જો આત્મ તત્ત્વની પ્રકાશમય સ્થિતિથી લાગે તો તેનો સંપૂર્ણ ગુણપુંજ પ્રકાશ અનુભવવા માટે જ આ દેહનો ઉપયોગ પ્રાજ્ઞ જીવ કર્યા વિના રહે નહિ. ફા.શુ. ૫ તું આત્મગુણમાં રમણતા કરજે. તને આત્મ બોધ સ્પર્શે છે, સ્પર્શી ગયો છે. આત્મ તત્ત્વાનુભવ એમાંથી પ્રાપ્ત થશે. પ્રભુ! આત્માનુભવમાં શું ખૂટે છે ? ધીરજ ખૂટે છે પરંતુ પુરુષાર્થ અનુમોદનીય છે તેમાં પ્રમાદી ન થઈશ. તે સઘળું લાવશે. પુરુષાર્થી જીવ શું નથી કરી શકતો ! ઉપાદાન તૈયાર થયું છે. આલંબન પણ શુભ લીધું છે. હવે કાંઈ બાકી નથી. ધીરજ ખૂટે છે તે પણ તમારી માનસિક નબળાઈનું કારણ છે. તે તમારો દોષ નથી. પ્રભુ ! મને આત્માનુભવ થશે ખરો? હા, પુરુષાર્થથી કર્મનો ક્ષયોપશમ થતાં માનસિક નબળાઈ દૂર થશે અને હવે તેને બહુ વાર નથી. ઘણાં કર્મો નષ્ટ થતા રહ્યાં છે. થોડાં બાકી છે. માનસિક નબળાઈના કારણે કર્મબંધ પણ થાય છે પણ અધ્યવસાયની નિર્મળતાના કારણે બહુ અલ્પ થાય છે તે રીતે જ નબળાઈને કારણે કર્મનો નાશ પણ ઓછો થાય છે પણ અધ્યવસાયની નિર્મળતાના કારણે જે કર્મનો નાશ થાય છે તે થતાં આત્માની શુદ્ધિ ઘણી થાય છે. પ્રભુ ! મારામાં ઝંઝાવાતોનો સામનો કરવાનું સત્ત્વ આવશે ? જેમ જેમ આત્મા તરફની પ્રીતિ વધતી જશે અને તેના ગુણોમાં રમણતા રહેશે તેમ તેમ આ બધી પૌગલિક પર્યાયોની રમણતા નહિવતું, સારી ખોટી-શુભાશુભ પર્યાયોની કિંમત ઓછી લાગતાં રાગદ્વેષની પરિણતિ અત્યંત ત મંદ થશે. પ્રભુ ! બીજું મારે યોગ્ય શું છે ? તું વાંચન સાત્ત્વિક રાખજે. પરસ્પરનો વાર્તાલાપ પણ સાત્ત્વિક કરજે. ફાલતુ વાતોને નીરસતાથી સાધકનો અંતર્નાદ 158 Page #179 -------------------------------------------------------------------------- ________________ સાંભળજે અને કરવાની રુચિ નથી તે અનુમોદનીય છે પરંતુ સત્ત ફોરવી પર જીવોના સંબંધમાં સ્વનું ખોવાનું અત્યાર સુધી ચાલુ હતું તે હવે બંધ કરજે. ફલ્યુ વાતોની નીરસતાથી પર વાતનો રસ અટકી જશે. ચિંતન આત્મ તત્ત્વને અને તેની પર્યાયોને લગતું કરજે. તેનાથી જ્ઞાન પ્રાપ્તિમાં તૃપ્તિનો અનુભવ થશે. હવેનું જીવન આ મહિનાની સાધનાથી, આ રીતે જીવવાનું સામર્થ્ય પ્રાપ્ત થતાં પસાર થશે. તેને સ્થિર ટકાવી રાખવાનું લક્ષ્ય દેઢ બનાવવાનું રહેશે. પૂર્વના અશુભ ઋણાનુબંધનો લગભગ અંત આવ્યો છે, માટે અશુભ પર્યાયો આપણે અનુભવી જ નથી તે રીતે વિસરી જવી. ચિરસ્મરણ તે ભૂતકાળની પર્યાયો વર્તમાનમાં નષ્ટ થવા છતાં સંવેદન કરાવી અશુભ કર્મબંધ ચાલુ રખાવે છે, અશુભ જે હતું તે સત્તામાંથી બહાર આવીને વિદાય થયું હવે તારે તેની સાથે કોઈ સંબંધ નથી તો સંવેદના શા માટે ? તે સંવેદન આ રીતે અટકતાં ચિરકાળના શુભ પર્યાયોનું સ્મરણ અધ્યવસાયની નિર્મળતા કરાવે તેવું થતાં પરોપકાર સર્વત્ર સમાન થશે. એ રીતે નિજના ભાવ સાથે પરોપકાર કરવામાં સમયની શુભ ઉપયોગિતા થશે અને નિજનું ભાન સદા રાખવામાં ઉદ્યમ રહેશે અને મળેલા માનવભવની સફળતા પામશો. ફા.સુ. ૮, સં. ૨૦૧૧ મુનિ જીવન એ જ મનુષ્યદેહનો સાર છે, કારણ કે મનુષ્યના શરીર સિવાય એ જીવન પામી શકાતું નથી અને પામ્યા પછીનું પાલન એ દેહને જ આભારી છે. માટે આ દેહમાં રહેલા આત્માની કિંમત સૌથી વધારે છે અને તેની સ્થિતિ (આયુષ્ય કર્મે નક્કી કરેલી) પણ ઘણી કિંમતી છે જેની દરેક ક્ષણ આરાધના કે સાધનામાં ગોઠવાયેલી સાર્થક છે. તેનું કારણ એ છે કે આ મુનિ જીવનની સાધના મનુષ્ય દેહે જ ઉત્કૃષ્ટ પ્રકારે થઈ શકે છે. આત્મ તત્ત્વની સમજ મેળવવી એ દેવભવમાં પણ સુલભ છે પણ તેનું આદર, બહુમાન, પ્રીતિપૂર્વક અસંખ્ય પ્રદેશે લીન થવું, તે તત્ત્વ સમજમાં જ ડૂબી જવું અને લય પામવું તેના માટે આ મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે. એ તત્ત્વમાં લયલીનતાથી કર્મ નિર્જરા સુલભ બને છે અને એ રીતે કર્મ નિર્જરા માટે અત્યંતર પરૂપ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ આગળ વધતાં સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ જેવી ઉત્કૃષ્ટ તપની આરાધના જે જરૂરી છે તે આ મનુષ્ય દેહમાં જ થઈ શકે છે આત્મપ્રદેશો તો દરેક જીવના અસંખ્ય જ છે પરંતુ તે અસંખ્ય પ્રદેશોની કાર્યશીલતા સંપૂર્ણ ઉપયોગે મનુષ્ય દેહમાં રહીને આત્મામાં પ્રગટ રહે છે. મનુષ્ય દેહમાં ફેલાયેલા આત્મ પ્રદેશોની કાર્યશીલતા જુદી અને દેવ ભવમાં, દેહમાં ફેલાયેલા આત્મપ્રદેશોની કાર્યશીલતા ભિન્ન છે. સંપૂર્ણ ઉપયોગે કાર્ય કરવાનું સામર્થ્ય માનવદેહમાં રહેલા આત્મામાં છે જેમાં આત્મપ્રદેશોની છ ચક્રાકારે રચના હોવાથી સંપૂર્ણ આત્મવીર્ય ફોરવી શકે છે તેમાં કોઈ બાધક બનતું નથી. આવો આ માનવદેહ પામ્યા પછી તેની કિંમત નહિ સમજાવાથી તે જ આત્માએ તેનો દુરુપયોગ સાધકનો અંતર્નાદ 159 Page #180 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનથી કર્યો છે જે આ ભવ, પરભવ તેનાં કટુ ફળ ભોગવી દુઃખી થાય છે. આ મનુષ્ય ભવની દુર્લભતા, મનુષ્યના શરીરની આશ્ચર્યકારક શક્તિઓનો ભંડાર તેમાં હોવાથી માનેલી છે. પણ એ શક્તિઓને ઓળખવા બીજા પણ સંયોગોની તાતી જરૂર હોવાથી તે વસ્તુની પણ દુર્લભતા જણાવી છે. મનુષ્યભવ ઘણાને મળ્યો છે પણ ઘણા આત્માઓને તેને યોગ્ય કુળ, રહેણી-કહેણીના યોગ્ય રિવાજો, સંસ્કારો વગેરે સાથે આર્યત્વને સંબંધ છે માટે આર્યકુળને પણ દુર્લભ કહ્યું છે. વળી આત્મતત્ત્વને સમજવા દવ - ગુરુ - ધર્મનો યોગ મળવો તેમાં વળી ધર્મ પામવા માટે સંયમ ધર્મની રુચિ અને તે મેળવ્યા પછી તેના પાલનની તત્પરતા, તેમાં જ તન્મયતા, તદ્રુપતા એ બધું જ દુર્લભ છે. માટે આત્મનું, આટલે સુધી પહોંચ્યા પછી તારા આયુષ્યની ક્ષણોને સફળ બનાવવા અપ્રમત્ત બન ! ઘણું આયુષ્ય ચાલ્યું ગયું છે, હવે તારો સમય એક ક્ષણ પણ પ્રમાદમાં ન વિતાવીશ. ફા.વ. ૬ અશુદ્ધ આત્માને રહેવા માટે પાંચ ભૂતથી બનેલો દેહ ગેહ (દેહ રૂપી ઘર) છે તેમ શુદ્ધ આત્માને રહેવા માટે અહં એ દેહ ગેહ છે. તે ઘરને જોવાથી તેમાં રહેલા આત્મ દેવનાં દર્શન થાય, અથવા અહમ્ એ આત્માનો શબ્દ દેહ છે. એટલે કે આત્માએ શબ્દનો આકાર ધારણ કર્યો છે. નિરાકાર આત્માએ શબ્દ દેહ ધારણ કરીને આપણને આલંબન (આત્મદર્શન માટે) પુરું પાડ્યું છે. નિરાકારનું ધ્યાન, અરૂપીનું ધ્યાન કરવા માટે નિરાલંબન છે. અર્થાત્, આલબંન વિના ધ્યાન કરવાનું છે, એટલે કે મનથી આલંબન લીધું હોય છે તે છૂટી જાય છે ત્યારે નિરાલંબન બનવાથી ટકતું નથી. તે ખસી જાય છે. જેને મનોલય કહેવાય છે. પણ એ મનોલય પ્રાપ્ત કરવા માટે પ્રથમ તેને ટેકો, આલંબન આપવાં પડે છે. ચંચળ મન આલંબન વિના ઊભું રહેતું નથી જો તમે શુભ કે શુદ્ધ આલંબન ન આપો તો જયાં ત્યાં ભટકે છે. એકને છોડીને બીજાને પકડે, ગમે તેને પકડે, સારું ખોટું કશુંય ન જુએ. કેમકે તેની પ્રકૃતિ એવી છે કે કોઈકનો ટેકો જોઈએ. - જો તેને ટેકો મજબૂતાઈથી લીધો હોય તો તેને તે જલ્દી છોડતું નથી. પણ મજબૂતાઈથી ટેકો કોનો લે? જે તેને ગમતું હોય તેનો. આ તેની સ્થિતિ છે તો જેનું આલંબન લેવું છે તેને ગમતું કરો, ગમતું કરવા માટે આલંબન ના ગુણ - દોષ વિચારો, દોષ ઉપર અરુચિ કરો ગુણ ઉપર રુચિ ધારણ કરો અને તે ગુણને ધારણ કરનાર વસ્તુ ઉપર પ્રીતિ કરો અને તેમાં મનને જોડો તે સાથે જ તેમાં લીન બનશે પછી તેની અસ્થિરતા-ચંચળતા ઓછી થઈ જશે. આ વાતનો સારાંશ એ નીકળે છે કે ગુણગ્રાહી બનો, ગુણવાન પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરો. દોષ દેષ્ટિ સહેલાઈથી ટળી જશે, દોષ પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારણ કરી ઉપેક્ષા કરો, જેથી દોષવાન પ્રત્યે અરુચિનો અભાવ થશે એટલે મનની મલિનતાનો ભાર ઓછો થવાથી તે હળવું બનશે અને ચંચળ મન ગુણ, ગુણવાન પ્રત્યે સહજતાથી સ્થિર થશે. તે સ્થિર થાય એટલે આંશિક સુખની ઝાંખી થશે. સાધકનો અંતર્નાદ 160 Page #181 -------------------------------------------------------------------------- ________________ મન મલિનતા અને ચંચળતાથી મૂંઝાયેલું રહે છે. એ મૂંઝવણથી દુઃખનો ભાર વહન કરે છે. ત્રણ યોગમાં દુઃખનું મુખ્ય કારણ મન છે. જો મન નિર્મળ અને સ્થિર હોય તો વચનયોગ અને કાયયોગમાં ઉત્પન્ન થતાં દુઃખ પ્રતિકૂળતાઓ, પીડાઓ વગેરે અનુભવાતા નથી. તે તો મનના સહારે સુખ - દુઃખનું વેદન કરે છે. મન સ્થિર અને નિર્મળ શુભ અને શુદ્ધ આલંબનથી બને છે. માટે સુખનો માર્ગ સાલંબન ધ્યાન છે. સાલંબન ધ્યાનમાં પણ અનેક પ્રકાર છે. શુભ આલંબનમાં નવપદો લેવાય છે અને શુદ્ધ આલંબનમાં આત્મદેવને રહેવાનું ઘરરૂપ અહંમનું આલંબન લેવાય છે. અર્હમ્ એ પોતે જ આત્માનો શબ્દદેહ છે. અર્થાતું, શબ્દરૂપે આકાર ધારણ કરીને રહેલો આત્મા છે. નિરાકાર, નિરૂપ, અરૂપ આત્માનું સૌંદર્ય નિરૂપમ હોવાથી સમજાવી શકાય તેવું નથી, તેને નિજ સ્વરૂપના ધ્યાનથી અનુભવી શકાય છે. એ સૌંદર્ય એવું મોહક છે કે બીજાં સૌંદર્ય તેની સામે ફિક્કાં છે. મોહક હોવા છતાં મોહનીય કર્મના ઉદયથી મોહજન્ય નથી પરંતુ મોહનીય કર્મના ક્ષયોપશમ અને છેલ્લે ક્ષયથી આત્મા માટે મોહક બને છે જેમાં અનુપમ સુખના વિલાસને પામે છે. તે સુખ અવર્ણનીય છે. જેનો વિલાસ અનંત સિદ્ધના આત્માઓ અનંતકાળ સુધી કરીને તેમાં ડૂબી ગયેલા છે. આવું અનુપમ સુખ આપણને સૌને પ્રાપ્ત થાઓ. ચિદાનંદમય સુખની અનુભૂતિ અવિસ્મરણીય છે. ચે.સુ. ૬, સં. ૨૦૫૧, ગુરુ મંદિર વિશ્વમાં સહુથી સુખી કોણ ? સુખ કોને નથી ગમતું? છતાં સુખી ને જોઈને તે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કેટલો ઓછો છે? સહુથી સુખી, જેને કશું જોઈતું નથી તે. સુખ દરેક જીવ માત્રને ગમે છે. કારણ તે તેનો સ્વભાવ છે. આ સુખનો સ્વભાવ અનાદિ કાલીન અનંત છે. તેથી તેના વિના એક ક્ષણ પણ તે તેનાથી વિખૂટો પડતો નથી. દુઃખ એ તો તેની ભૂલનું પરિણામ છે. તે વખતે પણ તેનો સુખી સ્વભાવ પલટાઈ જતો નથી આત્મામાં તો તે સ્વભાવ સ્થિર જ રહેલો છે. જયારે - જયારે સુખના ઉપાયો વિપરીત સેવે ત્યારે - ત્યારે તેના સુખ - સ્વભાવ વચ્ચે અવરોધ ઉત્પન્ન થાય છે તેને જ આપણે દુઃખ કહીએ છીએ. તે અવરોધ દૂર થાય એટલે તે જ ક્ષણે સુખનો અનુભવ તે પોતે કરે છે. સુખના સ્વભાવથી વેગળા એક ક્ષણ પણ ન જવું હોય તો ઊંધા ઉપાયો સેવીને અવરોધ ઉત્પન્ન ન કરવો. જીવ ઊંધા ઉપાયોને સેવી દુઃખ ઉપાર્જન પણ સુખની જ આકાંક્ષાથી કરે છે. દુઃખના હેતુ છે તેને સુખના હેતુ સમજે છે. ઈન્દ્રિયજન્ય સુખ એ ઉત્પન્ન થયેલી ખંજવાળને ખણીને પ્રાપ્ત કરેલા સુખ જેવું છે. ભૂખના દુઃખને શમન કરનારા ભોજન જેવું છે. અર્થાત્, ઈન્દ્રિયજન્ય સુખ એ તો દુઃખનું શમન છે. વાસ્તવિક સુખ નથી, માટે જ અલ્પ કાળે ફરી એ જ ભૂખનું દુઃખ ઉત્પન્ન થતાં ભોજનથી થયેલી તૃપ્તિનું સુખ સાધકનો અંતર્નાદ 161 Page #182 -------------------------------------------------------------------------- ________________ નષ્ટ થાય છે. માટે જેને કાંઈ જોઈતું નથી તે સુખી. પણ પાંચ ઈન્દ્રિયો છે તેથી સમગ્ર શરીર તે રૂપ છે. એ શરીર પરને આધીન છે. બીજાના સહારા વિના તે ટકી શકતું નથી. માટે પર વસ્તુની મદદ તો લેવી પડે પણ એનો અર્થ એવો નથી કે શરીરના કારણે અતૃપ્તિનું દુઃખ ઉત્પન્ન કરવું પડે. આત્માને તેનાથી ભિન્ન શ્રદ્ધવાથી શરીરના ધર્મો જે સધાતા હોય તેમાં તે લપાતો નથી માટે જ પોતે તેનાથી પર રહીને તેનો દ્રષ્ટા બને છે કે શરીરને ટકાવવા શરીર જે લઈ રહ્યો છે તેને જોઈ રહ્યો છે. આ જાતનો અભ્યાસ આત્મા, સાધક હંમેશ કરતો રહે તો તે સદા માટે તેનાથી ભિન્ન બની સ્વમાં લીન રહે છે. એ જ એનું સાચું સુખ છે. તે પામવા માટે આંતર્દષ્ટિ ઊઘાડવી. તો તે સુખનો માર્ગ દેખાશે. છે. પરમ પ્રભુ અરિહંત પરમાત્મા ચૈ.સુ. ૭ અરિહંત પરમાત્માની આરાધના એટલે તેમની પૂજા ભક્તિ. તે શા માટે ? આપણું સાધ્ય જે આત્મ તત્ત્વ-શુદ્ધાત્મા તેના સ્વરૂપને દેખાડનાર, અને તે સ્વરૂપને પ્રગટાવવા માટેનો રસ્તો દેખાડનાર હોય તો તે એક અરિહંત પરમાત્મા જ છે. કારણ કે જેણે એ સાધનાથી સિદ્ધ કર્યું હોય તે જ તે સ્વરૂપનો અને તેને પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડી શકે. અરિહંત પરમાત્મા સ્વયં સંબુદ્ધ હોવાથી એ સ્વરૂપ પ્રગટાવવાનો માર્ગ તેમની અનેક ભવની સાધનાના બળે તેવા ક્ષયોપશમથી તેમને જડી આવ્યો અને સ્વયં પુરુષાર્થી બની તે સિદ્ધિ પ્રાપ્ત કરી. અરિહંતના આત્માઓને એવા પરિણામની ધારણા સહજ હોય છે કે પોતાને સુખનો માર્ગ જડ્યો તે બીજાને માટે બતાવ્યા વિના રહી શકતી નથી આનું નામ પરાર્થ વ્યસનીતા. જેનામાં પરોપકારનો રસ હોય છે તેને માટે અનાયાસે પોતાનો સ્વાર્થ ગૌણ થઈ જાય છે. એટલે બીજો ગુણ અરિહંત પરમાત્મામાં અસાધારણ હોય છે તેનું નામ સ્વાર્થોપસર્જનતા, અને એ બતાવવા માટે તે માર્ગના સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરવા પુરુષાર્થ આદરે છે તે પુરુષાર્થ કરતાં જે કોઈ કષ્ટો, પરિષહો, ઉપસર્ગો સહન કરવો પડે તે બધું જ સહન કરે છે. ત્યારે સંપૂર્ણ મોહનો ક્ષય થતાં તેના આધારે રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો તત્કાળ ક્ષય થાય છે અને ઝળહળતું જ્ઞાન પ્રકાશિત થાય છે જેમાં સમગ્ર જગતને હાથમાં રહેલા આંબળાની જેમ જુએ છે, જાણે છે. જગતના બધા જ ભાવો તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં છ એ દ્રવ્ય તેના ત્રણે કાળના ગુણ - પર્યાય વગેરે સર્વ પ્રભુ જાણે છે. તેથી તે જ્ઞાનનો ઉપયોગ જગતના જીવોના ઉપકાર અર્થે કરવા તેમના તીર્થકર નામકર્મના ઉત્કૃષ્ટ પુણ્યથી દેવો દેવેન્દ્રો ખેંચાઈને આવેલા દરેક જાતના જીવો બેસી શકે તેવો દેદીપ્યમાન સભામંડપ રચે છે જેને સમવસરણ કહેવાય છે, તેમાં તીર્થ જે ચતુર્વિધ સંઘ છે તેને “નમો તિથ્થસ્સ”, કહી કૃતજ્ઞતાના સ્વામી પ્રભુ કૃતજ્ઞતાને વ્યકત કરે છે. તેમાં બેસીને પ્રભુ છ એ દ્રવ્યનું સ્વરૂપ તેના ગુણ - પર્યાયોનું સાધકનો અંતર્નાદ 162 Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ સમજાવે છે. પરમાત્મામાં એવી અતિશયની શક્તિ હોય છે કે સાંભળનાર સૌને એમ જ થાય છે કે મને કહી રહ્યા છે અને પોતાની ભાષામાં તેને સમજી શકે છે. આત્મામાં તે વાણી જગતના જીવોને સુખનો માર્ગ દેખાડવાના પ્રભુના તેવા ઉત્કૃષ્ટ ભાવમાંથી પ્રગટેલી હોવાથી સાંભળનારના આત્મામાં પરિણામ પામે છે, અને સુખના માર્ગને મેળવી અનેક જીવો તે આત્મ સ્વરૂપને પ્રગટ કરી સાદિ અનંત કાળ સુધી સુખમાં લીન જયાં રહેવાનું છે તે સ્થાનમાં જઈને સ્થિરતા પામે છે. આ રીતે ચાર ગુણ પરાર્થવ્યસન, સ્વાર્થોપસર્જન, કૃતજ્ઞતા, પરોપકાર જેમના સિદ્ધ થયેલા છે તે અરિહંત પરમાત્માને ક્રોડ ક્રોડ નમસ્કાર કરું છું. સિદ્ધ પરમાત્મા ચૈ.સુ. ૮ આપણું સાધ્ય છે શુદ્ધાત્મા. શુદ્ધ આત્મ સ્વરૂપ જેમને પ્રગટ છે, તેને સિદ્ધ પરમાત્મા કહેવાય છે. સિદ્ધ પરમાત્માને ઓળખવાથી પોતાનો શુદ્ધાત્મા જે સત્તાએ રહેલો છે તે ઓળખાય છે. તે શુદ્ધાત્માને ઓળખવા માટે સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું છે. સિદ્ધ પરમાત્મા અદેહી છે માટે કેવળ આત્મ તત્ત્વ જ છે, માટે અરૂપી છે. અરૂપી દ્રવ્ય તે તેના ગુણ પર્યાયથી ઓળખાય છે. અરૂપી તત્ત્વના ગુણ પર્યાય પણ અરૂપી છે છતાં આત્મ દ્રવ્ય તેના ગુણ - પર્યાય અનુભવથી અનુમાન કરાય છે. આ શરીરથી ભિન્ન એક બીજું તત્ત્વ શરીરમાં અનુભવાય છે જે સુખ દુ:ખની લાગણીઓનું નિરંતર વેદન કરે છે, તે જ છે આત્મ દ્રવ્ય વેદન કરે છે તે તેના જ્ઞાન ગુણ દ્વારા જાણે છે કે મને સુખ દુ:ખ થયું. તે વેદનમાં પણ ઘટ - વધ થાય છે તે તેની પર્યાય છે. તે ઘટ - વધ ને જ્ઞાન દ્વારા જાણે છે તે તેની ગુણ પર્યાય છે. જ આ જ રીતે જયારે કર્મ રહિત આત્મા અદેહી, અશરીરી બને છે ત્યારે સ્વ સ્વભાવને અનુભવે છે. કેવળજ્ઞાનમય ચિદ્ જ્યોતિ પ્રકાશી રહી છે તેના દ્વારા તે આનંદ, સુખ, આત્માનો જે સ્વભાવ છે તેનું વેદન કરે છે. તે જ છે શુદ્ધાત્મા-સિદ્ધાત્મા. શુદ્ધાત્માનો જ્ઞાન ગુણ સહજ સ્વભાવ નિરંતર પ્રકાશી રહ્યો છે. નિરાવરણ થયો એટલે ત્રૈકાલિક ભાવોને તે નિરંતર જુએ છે-જાણે છે તથા સદા આનંદ અને સુખમાં લીન રહે છે. સિદ્ધ પરમાત્માના મુખ્ય ગુણ જ્ઞાનનાં જ અનેક સ્વરૂપો વિષયભેદે હોવાથી અનંત ગુણો કહેવાય છે. વેદન એટલે જાણવું. સંવેદન એ સમ્યક્ પ્રકારે જાણવું. એ સંવેદન એ જ સુખ આપે છે, એ સંવેદન જ આનંદ અનુભવાવે છે. જો સંવેદન નથી તો સુખ કે આનંદ કાંઈ જ નથી. આ જ્ઞાયક સ્વભાવ આત્માનો મૂળ સ્વભાવ છે અને તે સહજ છે. તે સિદ્ધ પરમાત્માને ઓળખવા માટે અને આપણી સિદ્ધતા પ્રગટ કરવા માટે દેવચંદ્રજીની ચોવીશીનો અભ્યાસ કરવો. તેમાં સાત નયથી ચાર નિક્ષેપાથી સપ્તભંગી બતાવવાપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ ઓળખાવ્યું છે અને તેને પ્રગટ કરવા માટેના ઉપાયરૂપ સિદ્ધ પરમાત્માના આલંબનને મુખ્ય પુષ્ટ સાધકનો અંતર્નાદ 163 Page #184 -------------------------------------------------------------------------- ________________ હેતુરૂપ બતાવીને આપણને અરૂપી પણ આત્મ તત્ત્વને ઓળખાવી સ્વરૂપ પ્રાપ્તિ માટે આશાવાદી બનાવ્યા છે. અરૂપી તત્ત્વને ઓળખવા, સમજવા આપણી પાસે બીજો કોઈ ઉપાય ન હતો તેથી નિરાશા રહેતી હતી હવે ચોવીશી દ્વારા નિજ સ્વરૂપને પણ ઓળખો અને પ્રગટ કરો. આલંબન આપનાર એવા સિદ્ધ પરમાત્માને કોડ ક્રોડ વંદન કરું છું. આચાર્ય ભગવંત ચે.સુ. ૯ નવપદમાં બે દેવ તત્ત્વ છે તેનું સ્વરૂપ યથાશક્તિ વિચારી ગયા, તે તત્ત્વોને સમજવાં ગહન છે, કેવલી ભગવંત પણ તેને જાણી શકે પણ કહી ન શકે કારણ કે સમય મર્યાદિત છે તત્ત્વનું સ્વરૂપ અમર્યાદ છે, ફકત શાસ્ત્રકારોએ આપણા જેવા પામર જીવો માટે તે તત્ત્વોનું ફકત દિગ્ગદર્શન કરાવ્યું છે. તેની સાધના તે દિગ્દર્શન પ્રમાણે કરનારને, સાધકને તે પ્રકારનો ક્ષયોપશમ થતાં તેનું યત્કિંચિત રહસ્ય પ્રાપ્ત કરી શકે છે અને તેમાં ઊંડાણમાં જતાં તે ગહન તત્ત્વોનો પણ તાગ ક્ષાયિક ભાવ પ્રગટ થતાં પામી શકે છે. ક્ષયોપશમ પ્રાપ્ત થતાં તેના સ્વરૂપ અને રહસ્યને સમજાયા પછી આત્મા તેના ધ્યાનમાં લીન બને | બને તો તદાકાર બનતાં ઘણાં કર્મોનો હ્રાસ કરી શકે છે. પ્રથમનાં બે તત્ત્વોમાં સિદ્ધ પદ એટલે શુદ્ધાત્મા તે સાધ્ય છે. અરિહંત પદ તે સાધ્યને પામેલા છે અને સાધ્યને સિદ્ધ કરવાનો માર્ગ બતાવે છે માટે પરમ ઉપકાર કરનાર જગતના જીવોને આદરણીય અને પૂજાય છે. તેમના ઉપકારને ઝીલતા જીવો કૃતજ્ઞ બનેલા તેની સાધના કરવાને યોગ્ય પાત્ર બને છે. તે પછી સાધ્ય રુચિ પ્રગટે છે. સાધ્યરુચિ પ્રગટયા પછી અરિહંત ભગવાને બતાવેલા સાધનાના માર્ગને યથાસ્થિત આદરી સફળતા મેળવી શકે છે. માટે પ્રથમ અરિહંત પદની સાધના કરી તેમના ઉપકારરૂપી કરુણામાં સ્નાન કરતો આત્મા પ્રથમ પોતાના આત્માની મલિનતાને દૂર કરી સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં સ્થિર, લીન બનવા યોગ્ય બને છે અને સાધ્યની સિદ્ધિ મેળવે છે. ત્રીજા, ચોથા, પાંચમા પદમાં સાધક વર્ગને સ્થાપિત કર્યા છે. ત્રીજા પદે આચાર્ય ભગવંત, જે અરિહંત પરમાત્માનું કાર્ય જે સિદ્ધિનો માર્ગ બતાવવાનું હતું તે કાર્ય અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં પોતે સંભાળે છે. આ કાર્ય સંભાળવાનું પણ અરિહંત પરમાત્મા જ યોગ્ય આત્માઓને ત્રિપદીનું દાન આપી એવી શક્તિ અર્પણ કરે છે જેથી શાસનને ચલાવવાનું કાર્ય કરનારા અનુક્રમે આચાર્ય ભગવંતોની સ્થાપના થાય છે જે આચાર્ય ભગવંત સિદ્ધિને વરેલા નથી પણ સાધકદશામાં છે. પણ સિદ્ધિના માર્ગને ચુસ્ત પણે આદરવા પંચાચારના પાલનમાં લીન હોય છે તેઓ પંચાચારમય બનેલા અભેદભાવને પામેલા હોવાથી તેમનાં દર્શન અને ભક્તિ કરનારને તે પંચાચારની સુવાસ પ્રાપ્ત થાય છે અર્થાતું, તેમના દર્શન, પૂજન, ધ્યાનથી જીવને પંચાચારનું બળ મળે છે અને તેમની પાસે આવનાર જીવોને પંચાચારનો બોધ કરે છે. કેમકે આચાર એટલે ક્રિયા. તેનું મૂળ પંચાચાર છે. પંચાચારથી આત્મામાં ક્રિયાનય પ્રગટે છે. “ન ક્રિયાખ્યામાં મોક્ષઃ” મોક્ષનું કારણ એક નયથી સાધકનો અંતર્નાદ 164 Page #185 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા પણ છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મુક્તિ થતી નથી. આચાર એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનથી જાણ્યા પછી તેને આચારમાં ન મૂકાય ત્યાં સુધી મુક્તિએ જવાનો રસ્તો કપાતો નથી. માટે પ્રથમ જ્ઞાન, પછી ક્રિયા પણ બીજા નંબરે એટલી જ જરૂરી છે. જ્ઞાનનું ફળ વિરતિ એટલે પાપથી અટકવું. અર્થાતું, સારું આચરણ કરવું, પાપ એ અસદ્ આચરણ છે તેથી અટકવા માટે જ જ્ઞાન જરૂરી છે. જે સમજે તે પાપને અને પુણ્યને જાણી શકે અને જાણે તો પાપથી અટકવાનો પુરુષાર્થ કરી શકે અને પુણ્ય આદરી શકે અર્થાત્ સદ્ આચરણ કરી શકે. આ રીતે પંચાચારનું પાલન જે ત્રિકરણ યોગે આગમજ્ઞાતા બનીને કરે છે અને તેમના આશ્રયે આવેલાઓને ઉપદેશ આપી પંચાચારનું પાલન કરાવે છે અને પરમાત્માનું સ્થાપન કરેલું શાસનચતુર્વિધ સંઘને યથાયોગ્ય માર્ગદર્શન આપી સિદ્ધિના માર્ગને ચાલુ રાખે છે, એવા આચાર્ય ભગવંતને હું ક્રોડ ક્રોડ વાર વંદન કરું છું. ઉપાધ્યાય ભગવંત ચૈ.સુ. ૧૦ પરમાત્માએ (અરિહંત ભગવાન) શાસન સ્થાપ્યું તે શાસન એ જ તીર્થ છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં એક સાધુનો સંઘ સ્થાપ્યો તેમાં ત્રણ પ્રકારના સાધુઓ તેઓના કાર્યભેદ પડે છે. કેમકે શાસન ચલાવવા માટે કાર્યકર્તા તરીકે આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત છે. તેમાં આચાર્ય ભગવંતનું કાર્ય આચારનો ઉપદેશ આપી ક્રિયામાં સ્થિર કરવાનું છે. તેમ ઉપાધ્યાય ભગવંતનું કાર્ય પરમાત્માની પ્રરૂપેલી વાણી જેમાં ગૂંથેલી છે એવા આગમનું જ્ઞાન, સમજ આપવાનું છે જેથી માર્ગનું જ્ઞાન મળે. આચાર્ય ભગવંત માર્ગનું આચરણ કરાવે છે. ઉપાધ્યાય ભગવંત માર્ગનું જ્ઞાન આપે છે, અને સાધુ ભગવંત માર્ગે ચાલવામાં સહાય કરે છે. આચાર્ય ભગવંતનું તેવું પુણ્ય હોય છે જેથી તેના પ્રભાવે જીવોને તેમના તરફ આકર્ષણ, તેમના આચાર પ્રત્યે થવાથી આચારોનો ઉપદેશ ગ્રાહ્ય બને છે. ઉપાધ્યાય ભગવાનનું તેવું પુણ્ય અને ક્ષયોપશમ હોય છે કે તે જેને ભણાવે છે તેની જડતા દૂર થઈ જાય છે જીવ જ્ઞાની અને વિનયી બને છે, સંસારથી નિસ્તાર પામે છે. સાધુ ભગવંતા ચે.સુ. ૧૧ સાધનાનો માર્ગ પરમાત્માએ બતાવ્યો છે પણ સાધકદશા પ્રાપ્ત થાય તે પહેલાં સાધનાના માર્ગે ચાલવાની શક્તિ આવતી નથી, પરંતુ સંપૂર્ણ સાધકદશા સાધુ ને જ પ્રાપ્ત થાય છે કારણ કે, સાધક દશા પ્રગટાવવા માટે તેમના મન, વચન, કાયાની નિર્મળતા સાધુતાના લીધે પ્રાપ્ત થાય છે. સાધકનો અંતનાદ 165 Page #186 -------------------------------------------------------------------------- ________________ દર્શન પદ ચૈ.સુ. ૧૨ દર્શન એટલે જોવું અર્થાત્, દૃષ્ટિ. દૃષ્ટિ શુદ્ધ હોય, ચોખ્ખી હોય તેમાં મેલ ભળેલો ન હોય તો વસ્તુ ચોખ્ખી દેખાય તેમ જગતના ભાવો - પદાર્થો વસ્તુતત્ત્વ જોવા માટે દૃષ્ટિની જરૂર પડે. તે દૃષ્ટિ શુદ્ધ હોય તો મિથ્યાત્વ મોહ રૂપ મેલ ભળેલો ન હોય તો પદાર્થનું સ્વરૂપ જેવું હોય તેવું દેખાય છે, તેને શુદ્ધ દૃષ્ટિ કહેવાય છે. તે શુદ્ધ દૃષ્ટિ મોહનીયના ક્ષય-ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે જે મોહ અજ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન મોહના ભળવાથી પ્રગટેલું છે. માટે તેને મિથ્યાત્વ-ઊંઘી દષ્ટિ કહેવાય છે. પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું ન દેખી શકાય. પરંતુ અસમ્યક્ દેખાય. શુદ્ધ દૃષ્ટિવાળાને પદાર્થનું સ્વરૂપ સમ્યક્ દેખાય. સાધ્યની સિદ્ધિ માટે સાધના છે તે સાધના માટે સાધ્ય અને સાધના માર્ગ જાણવો જોઈએ. જાણવા માટે દષ્ટિ નિર્મળ જોઈએ. માટે પ્રથમ દર્શન, પછી જ્ઞાન બતાવ્યું છે. સાધ્ય છે શુદ્ધાત્મા, તે અરૂપી છે, અરૂપી તત્ત્વને કેવળજ્ઞાનથી જોઈ શકાય, માટે આપણે કેવલી ભગવંતના કથનમાં શ્રદ્ધા રાખવી તેને સમ્યક્ત્વ અથવા દર્શન કહેવાય છે. તે વ્યવહાર સમ્યક્ત્વ. નિશ્ચયથી સમ્યક્ત્વ આપણા આત્માની મલિનતામાં રહેલી સત્તાએ શુદ્ધતા જોઈને પરમાત્મ સદેશતા જોવી અને તે આત્મસ્વરૂપને જ્ઞાનથી અનુભવવું. તે શ્રદ્ધાને નિશ્ચય સમ્યક્ત્વ કહે છે. જ્ઞાનપદ આત્માદિ દ્રવ્યોની રુચિ, શ્રદ્ધા પ્રગટી એટલે શુદ્ધાત્માને પ્રગટ કરવાનો પુરુષાર્થ થવા માંડયો. પરંતુ જ્ઞાન વિના તેનું સ્વરૂપ પ્રગટાવવું કેવી રીતે ? માટે તે વસ્તુ શું છે તે જાણવાની મોટી જરૂર છે. તે જાણવા માટે જે કાંઈ કરીએ છીએ તે જ્ઞાનની આરાધના કહેવાય છે. ચારિત્રપદ ચારિત્ર એ શુદ્ધાત્માના સાધ્યને સિદ્ધ કરવા માટે સાધનરૂપ છે. દર્શન એ સાધ્ય અને સાધન પ્રત્યે સાધક શ્રદ્ધાથી અને જ્ઞાન એટલે સમજથી પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિને ચારિત્ર કહેવાય છે. પ્રવૃત્તિ બાહ્ય અને અત્યંતર બે પ્રકારે છે. બાહ્ય પ્રવૃત્તિ આચરણરૂપ છે. જે આચરણમાં આત્મ તત્ત્વનું વિરાધન ન હોય, કોઈપણ જીવને પીડા ન ઉપજાવવા માટે સાધુ જીવનની રહેણી કહેણીની મર્યાદાનું જીવન તે બાહ્ય પ્રવૃત્તિ અને અત્યંતર પ્રવૃત્તિ આત્મામાં આત્માને રમાડવો તે જેને તત્ત્વ રમણતા કહેવાય છે. તત્ત્વ એટલે આત્મા, તેમાં આનંદ પામવું કે જેથી કોઈને પીડા આપવાનું સદંતર બંધ થઈ જાય છે. જે આત્મ તત્ત્વ સ્વરૂપમાં આનંદ કરતો હોય તેને પર આત્માનો ભેદ નથી હોતો, તેમાં તેની શુદ્ધતા જ જોઈને આનંદ પામવાનું હોય છે. સાધકનો અંતર્નાદ 166 Page #187 -------------------------------------------------------------------------- ________________ તાપપદ તપ બે પ્રકારે બાહ્ય અને અત્યંતર. બાહ્ય તપ આત્મા તરફ જવા માટે અને જડ એવા શરીરની ભિન્નતા અનુભવવા માટે છે. બાહ્ય તપ સિદ્ધ થવાથી અત્યંતર તપના છેલ્લા બે પ્રકારમાં આત્મા સ્થિરતા કરી શકે છે. ધ્યાન અને કાયોત્સર્ગનું ફળ ચૌદમું ગુણસ્થાનક છે, તે ગુણસ્થાનકે આત્મા સર્વ ઈચ્છાથી નિવૃત્ત થયેલો, આત્મામાં સ્થિરતા પામે છે તે વખતે પરભાવથી સંપૂર્ણ વિરામ પામે છે. તે વખતે પરભાવથી સંપૂર્ણ વિરામ પામી સ્વભાવમાં સ્થિરતાનું અનુપમ સુખ ભોગવે છે. શ્રા.સુ. ૧ જિહાં જિહાં દીજે દિખ્ખ તિહાં તિહાં કેવળ ઉપજે એ આપ કન્ડે અણહંત ગોયમ દિને દાન ઈમ, ગૌતમ સ્વામી જેને જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું હતું, પોતાને કેવળજ્ઞાન ન હતું અને શિષ્યોને તેનું દાન કર્યું તેનું કારણ કેવળજ્ઞાની એવા મહાવીર સ્વામીની સાથે અભેદ ભાવે રહેલા તેમને પોતાની પાસે નહિ હોવા છતાં મહાવીર સ્વામીની પાસે હતું તે તેમની સાથે અભેદ હોવાથી તે કેવળજ્ઞાનનું દાન પોતાના શિષ્યોને કરતા હતા. ૮. ક્ષમાં ભા.સુ. ૪, સં. ૨૦૫૧ સો જીવ કર્માધીન છે. અર્થાતું, ચેતન દ્રવ્યને જડના સંયોગે તે પરાધીન બનેલો આત્મા છે, ભૂલો જે થાય છે તેનું કારણ તેના કર્મની આધીનતા છે. આ આધીનતા, જયાં સુધી જીવ તેનાથી મુકત ન થાય ત્યાં સુધી રહેવાની છે. જો કે તેને આધીન ન બનવું હોય તો જીવમાં સામર્થ્ય છે. પણ સામર્થ્ય હોવા છતાં તેનો ઉપયોગ કરે નહિ તે પણ જીવની પામરતા છે. પુરુષાર્થ કરીને કર્મને આધીન ન બનવું તે શક્ય છે જીવ પુરુષાર્થ કરતો નથી અને સામર્થ્યનો ઉપયોગ કરતો નથી તેમાં કારણ ઘણી વખત તેને ભૂલ દેખાતી નથી (પોતાની) અને ભૂલ દેખાય તોય પુરુષાર્થ કરતો નથી તેમાં અજ્ઞાન કામ કરે છે. જે અજ્ઞાન મોહજન્ય છે. ભૂલ દેખાતી નથી તે અહંકાર જન્ય છે. આ રીતે મોહ અને અહંકાર પણ કર્મની જે રચના છે. મોહાધીનતા અને અહંકારની આધીનતા એ પણ કર્મથી જ ઉપજેલી વસ્તુ છે. માટે, કોઈ જીવની પણ ભૂલ હોય તો તે ઉપેક્ષણીય છે પણ મનમાં સંગ્રાહ્ય નથી. વળી એવું કદી બનતું નથી તે સકમંજીવ ભૂલ વિનાનો હોય તો તેના સંપર્કમાં રહેનારે તેમની ભૂલ જોવી ન જોઈએ, જોવાઈ જાય તો ખમવી જોઈએ, એને માફ કરવી જોઈએ. સાધકનો અંતર્નાદ 167 Page #188 -------------------------------------------------------------------------- ________________ એ માફ કયારે થઈ શકે એણે જાણીને ભૂલ કરી નથી, ભૂલ કરવી કોઈને ગમતી નથી પણ થાય છે કર્મની આધીનતાથી. આ વિચાર વારંવાર કરવાથી ક્ષમાપના સામા જીવને સહેલાઈથી થઈ શકે. પણ જો પોતે ભૂલ કરી હોય તો કર્માધીનતા માનવાની નથી. કેમકે જે ભૂલ કરનારો છે તે પોતે જ છે. તે પોતાની ભૂલને પુરુષાર્થ દ્વારા સુધારી શકે છે. છતાં થઈ હોય તો માફી માંગવાની પોતે છે તે શક્ય છે પણ બીજાની ભૂલ થઈ હોય તો તેની માફી મંગાવવાની ન હોય. ૯. સમીપતા. મ.વ. ૧, ૨૦૧૧ આત્મા ચૈતન્યશક્તિથી પ્રત્યક્ષ છે, પ્રગટ છે. જ્ઞાનગુણ, આનંદગુણ, સુખગુણ આ બધું ચૈતન્યના કારણે અનુભૂત છે. ચૈતન્યના કારણે જ તેને સુખ દુઃખની લાગણી થાય છે તે જ તેની પ્રત્યક્ષ અનુભૂતિ છે. આત્મા પ્રગટ અનુભવાય છે, તેથી અનુભવ તે અનુમાનથી સિદ્ધ થાય છે. જીવ અજીવ બંને તત્ત્વ છે. તત્ત્વ એટલે તે પણું. તો જીવમાં જીવપણું અને અજીવમાં અજીવપણું છે. માટે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવી એને મિથ્યાત્વ કહેવાય એમ કહેવા કરતાં અજીવ તત્ત્વમાં જીવ તત્ત્વની બુદ્ધિ કરવી તેને મિથ્યાત્વ કહેવું તે યોગ્ય ગણાય. આ નિશ્ચયથી વાસ્તવિકતા કહી. - વ્યવહારથી બોલી શકાય કે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ તે મિથ્યાત્વ. કારણ કે જે દ્રવ્ય તે આપણું પોતાનું સ્વરૂપ નથી, તેને વ્યવહારથી તત્ત્વ ન કહેવાય. જે પોતાનું છે તે તત્ત્વ છે બીજું બધું નકામું છે. એમ સમજવા અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કહી છે. - પુરુષાર્થ તીવ્ર બન્યો અને તેમનો સાથ મળતાં ગતિ તીવ્ર થઈ અને સાથે ચાલવા માંડયું પણ હજુ શક્તિ પ્રગટી નથી તેથી ગતિ ધીમી પડે છે. એમ કરતાં કરતાં સંસારનો પંથ કપાઈ રહ્યો છે અને દૂર મોક્ષનગર દેખાયું. તેનામાં હિંમત વધી, દોડવા માંડયું અનેક ઝંઝાવાતો આવ્યા, ચોરો મળ્યા તે બધામાંથી પસાર થવાનું હવે સત્ત્વ ખીલી ગયું છે. બધાનો સામનો કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. હવે બહુ નજીક પહોંચવા આવ્યો છે. આ તેની સંસાર પરિભ્રમણતાનું કારણ. તેને યાદ નથી આવતું કે આ તો કર્મના ખેલ છે, તેના નચાવ્યા ક્યાં સુધી નાચવાનું? હવે તો સમજ આ રીતે નાચી નાચીને સંસારમાં કયાં સુધી ભ્રમણ કરવું છે ? જો તું થાક્યો છું તો જીવનો પ્રથમ ભાર ઓછો કર, તેમાં શરીર ભાર રૂપ છે તેને છોડવા માટે કર્મનો ભાર ઓછો કર. એ કાર્મણ શરીર અનાદિનું લાગેલું એમ કાંઈ છૂટે? તેના માટે ભગવાને મોટું વિજ્ઞાન સમજાવ્યું છે જેને સમજવા માટે ભારે પુરુષાર્થ જોઈએ. સાધકનો અંતર્નાદ 168 Page #189 -------------------------------------------------------------------------- ________________ એ પુરુષાર્થ પ્રથમ તો જીવ અકામ નિર્જરાથી દુઃખ સહન કરીને કર્મને ક્ષીણ કરતો, અમુક મર્યાદામાં આવે છે ત્યારે જ તેની ગતિ બદલાય છે. તે પણ વારંવાર થતાં કોઈ એવી પળ આવી જાય છે ત્યારે આત્મિક પુરુષાર્થ દ્વારા તે મર્યાદાને ઓળંગી જાય છે ત્યારે સરળ રસ્તે જીવ ચડે છે જેને શાસ્ત્રમાં સમ્યગ્ દર્શન કહે છે. જીવની દૃષ્ટિ બદલાઈ, સત્ય માર્ગે પ્રયાણ શરૂ થયું, કર્મ સામે હામ ભીડી અને તેને ખંખેરવાનો ધીમો પણ પુરુષાર્થ ચાલુ થયો. હવે પરિભ્રમણનો અંત આવશે એવી આશા બંધાણી અને તેને માર્ગ દેખાડનારા સજ્જન પુરુષો મળ્યા તે પણ ઉતાવળી ગતિએ પંથ કાપી રહ્યા છે તે જોઈને પણ એ સંસારનું સ્વરૂપ સમજયા સિવાય તેનો રસ છૂટે તેમ નથી. પરિભ્રમણથી થાકયો છે પણ સંસારનો રસ કયાં છૂટે છે ? તેની મધુરતા તેનાં મીઠાં ફળો ખાતાં આસ્વાદે છે ત્યારે તેની કટુતા ભૂલી જાય છે. આ તો અનુકૂળતા યે આપે અને પ્રતિકૂળતા યે આપે જેવાં કર્મના ખેલ ! પુણ્યકર્મ સહાયમાં હોય ત્યારે મીઠી મધુરી અનુકૂળતા એવી ગમી જાય કે આ સંસાર એ જ સ્વર્ગનાં સુખો છે જયાં પૌદ્ગલિક સુખોની પરાકાષ્ઠા છે. પણ ઝાંઝવાના નીર જેવા તે સુખમાં સુખની કલ્પના એ તો નર્યું અજ્ઞાન છે. માટે તેમાં પણ લોભાવા જેવું નથી. પ્રતિકૂળતા વખતે પાપ કર્મ દોડી આવે અને એવી કડવાશ પીરસે કે તેની ગંધથી પણ મોં કટાણું થાય તો વળી સ્વાદ લેતાં તો શું ય થાય ? દીનતાનો ભાર વધી જાય અને કંગાળ સ્થિતિ જીવની બની જાય. આ રીતે પુણ્ય પાપ કર્મના ખેલ ચાલ્યા કરે છે પણ આમાંથી છૂટવાનું મન થતું નથી કેમકે પાપ વખતે પુણ્ય કર્મના ઉદયની આશામાં ને આશામાં દિવસો પસાર કરી લે છે અને વળી પુણ્યકર્મની પળ આવી પહોંચતાં પેલી બધી કડવાશ ભૂલાઈ જાય છે વળી પાછો મધુરતાનો આસ્વાદ લેવામાં લીન થઈ જવાય છે. ૧૦. સંસારનું સ્વરૂપ મ.સુ. ૧૨ હે ભવ્યજીવો ! આ સંસારનું સ્વરૂપ શું છે તે સમજો. સંસાર જીવોને પરિભ્રમણ કરવાનું સ્થાન છે. જીવ મુસાફર છે. તે મુસાફરી કરી કરીને થાકી ગયો છે તો પણ તેનો છેડો પાર પામી શકયો નથી. તો શું એ એવડો બધો લાંબો છે કે તેનો અંત જ ન આવે ? અને એવું થવાનું શું કારણ છે ? કારણ એકજ છે કે જીવ એકલો નથી સાથે ભાર ઘણો છે. ઘણી જરૂરિયાતો રાખીને ભાર વધારી દીધો છે. તેથી તેની ગતિ ધીમી અતિ ધીમી રહે છે. સાથે પ્રથમ તો શરીર લીધું એટલે તો આ સંસારમાં રહેવું પડયું છે અને તેના કારણે અનેક ઉપાધિઓ પણ તેને વહોરવી પડી છે. તે શરીર પણ એક નથી ત્રણ ત્રણ શરીર તો એકી સાથે જ રાખ્યાં છે અને કાર્મણ શરીરે તો તેની બધી ઉપાધિ ભેગી કરી દીધી છે. કઈ કઈ ઉપાધિ ? જો તેનું વર્ણન કરવા બેસીએ તો પાર આવે તેમ નથી. જો સંસારના પરિભ્રમણથી થાકયા હો તો કર્મ સમૂહનો હ્રાસ કરવો જોઈએ, તેમ કરતાં કરતાં સાધકનો અંતર્નાદ 169 Page #190 -------------------------------------------------------------------------- ________________ તેનો સંપૂર્ણ હૃાસ થશે. છેવટે નાશ થશે ત્યારે કાર્મણ શરીર વિદાય લઈ લેશે. એટલે સંસારનું પરિભ્રમણ બંધ. આ તો સંસારના પરિભ્રમણનું કારણ સમજાવ્યું. તેમણે બતાવેલા માર્ગ ઉપર ચાલી સિદ્ધિ મેળવી શકાય. વળી તે બતાવેલો માર્ગ તે ધર્મનું સ્વરૂપ છે. તે માર્ગ વીતરાગ દેવે પોતે તે રસ્તે ચાલીને આદર્યો છે. વળી સમવસરણમાં બેસીને દેશના દ્વારા પ્રરૂપ્યો છે અને તેને ગણધરોએ દ્વાદશાંગીમાં ગૂંથ્યો છે. તે દ્વાદશાંગીને આચાર્ય ભગવંતોએ ઝીલી છે અને આપણા માટે તેમાં બતાવેલા માર્ગો-ધર્મો વહેતા મૂક્યા છે. તે માર્ગ ઉપર અખૂટ શ્રદ્ધા-વિશ્વાસ જોઈએ. જો આ માર્ગ ઉપર શ્રદ્ધા હોય, વચ્ચે દલાલ એવા આચાર્ય ભગવંત ગુરુ ઉપર શ્રદ્ધા હોય અને એમણે બતાવેલા માર્ગે ચાલી સાધ્યની સિદ્ધિ થાય છે તે સાધ્ય એ આલંબનરૂપે રહીને નિજ આત્માના સ્વરૂપે ઓળખી તેના ઉપર દઢ વિશ્વાસ હોય તે સ્વરૂપની ઝંખના અવશ્ય જાગે અને તાલાવેલી જાગતાં સાધ્યને વળગી પડી માર્ગ ઉપર કઠિન ચડાવી છતાં થાક લાગતો નથી અને સાંકડી કેડી ઉપર પણ આગે કદમ ભરતો સિદ્ધિ નજીક આત્મા પહોંચી જાય છે અને યોગ્ય કાળે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. માટે આ ત્રણ ઉપર શ્રદ્ધા રાખી સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરો અને સિદ્ધિને વરો. મ.સુ. ૧૧ દેવ ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા તેને સમ્યત્વ કહેવાય છે. એને તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તો સાધ્ય સાધના અને સિદ્ધિ ઉપર શ્રદ્ધા તે સમ્યકત્વ. સાધન દેવ એ સાધ્ય છેગુરુ એ સાધ્ય ઓળખાવનાર છે અને ધર્મ એ સાધન છે, જો આ સાધ્ય, સાધન અને તેને બતાવનાર ઉપર શ્રદ્ધા થાય તો સિદ્ધિ અવશ્ય થાય છે. શ્રદ્ધા પુરુષાર્થ-ઉદ્યમ કરાવે છે. આપણી શ્રદ્ધાની ખામી હોવાથી ઉદ્યમ પાંગળો છે. દેવ સાધ્ય એટલા માટે છે તેમણે સિદ્ધિ મેળવી છે. માટે તેમનું આલંબન લેવું જોઈએ. આલંબનને સાધ્ય બતાવી તત્સદેશ સત્તાએ શુદ્ધ નિજ આત્માને ઓળખી નિજ સિદ્ધિ પ્રગટાવવાની છે. પણ આ સાધ્ય ઉપર શ્રદ્ધા, વિશ્વાસ જાગે કયારે? તેને ઓળખનાર ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો. ગુરુએ પરમાત્માની વાણીથી જાણ્યું છે કે ચૈતન્ય શક્તિ સ્વરૂપ નિજ શુદ્ધાત્મ દ્રવ્ય ઉપરના આવરણનો મૂળમાંથી નાશ કરી પુરુષાર્થથી જેમણે શુદ્ધ સ્વરૂપે પ્રગટ કર્યું છે અને એ કયો માર્ગ છે તે પણ બતાવી ગયા છે. માટે તે ગુરુ સાથે જાણે છે અને માર્ગ-રસ્તો (સાધન) પણ જાણે છે તે આપણને પણ બતાવે છે, પોતે પણ એ રસ્તે ચાલી રહ્યા છે અને સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે અને કંઈક અંશે અનુભવી રહ્યા છે. માટે આવા ગુરુ પર સચોટ શ્રદ્ધા હોય તેને સમ્યકત્વ કહેવાય છે. મ.સુ. ૭, ૨૦૫૧, શેરીસા આ સંસારનું સ્વરૂપ અતિભયાનક છે. તેમાંથી બહાર નીકળવા માટે કર્મથી મુક્તિ મેળવવી પડે. સાધકનો અંતર્નાદ 170 Page #191 -------------------------------------------------------------------------- ________________ ફર્મથી મુક્તિ મેળવવાનો સચોટ અને સરલ ઉપાય કયો છે? ઉપાય સરલ અને સચોટ છે પણ નિજ પુરુષાર્થને આધીન છે. સુંદર નિમિત્તો, આલંબનો પુણ્ય સામગ્રીના યોગે સામે પડયાં છે. તે આલંબનોને લેવા માટે કર્મ મુક્તિ માટે પ્રથમ તો અભિલાષ તીવ્ર જાગવો જોઈએ. અભિલાષ જગાડવા માટે કર્મ મુક્ત શુદ્ધ આત્માના દર્શન માટે તાલાવેલી જાગવી જોઈએ. તેમાંથી નિજ શુદ્ધ આત્મદ્રવ્યના દર્શનની અભિલાષા પ્રગટે ત્યારે પુરુષાર્થ જાગૃત થાય છે. આ પુરુષાર્થ એ જ સૂતેલા (પ્રમાદમાં પડેલા) ઉપાદાનને જાગૃત કરીને કામમાં જોડવું. ઉપાદાન કારણ કાર્ય કરવા માટે તત્પર થાય એટલે શુદ્ધ નિમિત્તોનું આલંબન લઈને નિજ આત્માની સ્થિતિને નિહાળે છે, તેમાં ભિન્નતા જુએ છે, ત્યારે નિશ્ચયથી તેમાં પડેલી શુદ્ધતાને જોઈ આશ્ચર્ય પામે છે. શું મારું સ્વરૂપ આ વાસ્તવિક નથી ? તેથી તે સ્વરૂપને જાણ્યા પછી પુરુષાર્થમાં તત્પર બને છે. સાધકનો અંતર્નાદ 171 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧. શુદ્ધાત્માનું સ્વરૂપ ર. * અનુક્રમણિકા * સંવત ૨૦૫૪-૫૫ પાના નં. ૧૦૨ થી ૧૭૮ ૩. જિન, જગત, જીવાત્મા ઉપયોગ ૪. પરમગુરુ ૫. અન્વેષણ સાધકનો અંતર્નાદ ૬. સર્વજ્ઞતા 9. અ આત્મતત્ત્વ 172 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧. શુદ્ધાત્માનું સ્વરૂપ મ.વ. ૯, ૨૦૧૪ આત્માનું સ્વરૂપ સત્તાએ શુદ્ધ છે. તેના આત્માના) પ્રદેશો પણ શુદ્ધ છે. પરંતુ તેમાંથી નીકળતો પ્રકાશ તેના ઉપર વાદળાની જેમ આચ્છાન કરનાર કર્મ ઉપર પુલના જથ્થા પથરાએલા છે એટલે જે પ્રદેશો ઉપર જ્ઞાનાદિ ગુણોની જે સંતતિ રહેલી છે તે કર્મ પુદ્ગલોથી અવરાઈ ગઈ છે. જેટલા પ્રમાણમાં તે ગાઢ હોય, દઢ હોય તેટલા પ્રમાણમાં જ્ઞાનાદિ ગુણ પ્રકાશને આચ્છાદિત કરે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે ચૈતન્ય શક્તિ. જડ અને ચેતન બે વસ્તુ સાથે પડી હોય તો ચૈતન્ય જે છે તે ઝળહળ્યા વિના રહેતું નથી. ચેતના એ કોઈ અલૌકિક શક્તિ છે. તેનો ઉપયોગ જીવ જડ વસ્તુમાં કરીને તેની શક્તિનો દુરુપયોગ કરે છે. તેનો ઉપયોગ તેને ઓળખવામાં થાય એ તે જેની અંદર રહેલી છે તે આત્માને ઓળખવામાં થાય તે ખૂબ જરૂરી છે. શુદ્ધાત્મા નિરાકાર, નિરંજન છે. એટલે તેની સત્તા માત્ર જ ચિંતવી શકાય. પરંતુ મનથી પણ જોઈ શકાય નહિ. ગુણપૂંજ સ્વરૂપ ચિંતવીને તેના પ્રત્યે આદર, બહુમાન, રાગ વગેરે કરી તેના પ્રત્યેનું વલણ લાવી જડ વસ્તુનાં આદર, બહુમાન ઘટાડી શકાય. આ રીતે સાધના કરવી. ફા.સુ. ૮, ૨૦૧૪ આ જીવ જન્મ અને મરણની ઘટમાળથી જંજાળી બન્યો છે. આ જંજાળમાંથી છૂટકારો મેળવવા માટે પરમાત્માએ માર્ગ બતાવ્યો છે. તે માર્ગ પોતે અપનાવ્યો છે અને જન્મ મરણની જંજાળમાંથી છૂટી મુક્તિ મેળવવી છે. કોઈ પુણ્યના બળે તેવા સ્થાને જીવ જન્મ પામ્યો છે જેના કારણે પરમાત્મા માર્ગદર્શક મળ્યા અને માર્ગ પ્રાપ્ત કરવા માટે ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ થયો. હવે તે માર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે નિરંતર પરમાત્માના માર્ગમાં વધુને વધુ અવગાહન કરવા પુરુષાર્થ પ્રેરક બળ મળે આ જન્મ મળ્યો છે અજન્મા થવા. પરંતુ સઘળી સામગ્રીના અભાવે અજન્મા ન થઈ શકાય તો પણ જયાં સઘળી સામગ્રીનો યોગ છે ત્યાં જન્મ લઈને પણ અજમા થઈ શકાય તેવો પૂર્ણ પુરુષાર્થ કરવાની સામગ્રી મળી છે. તે સામગ્રીમાં સ્વાધ્યાય અને ધ્યાનયોગની સિદ્ધિ મેળવી જીવન સફળ બનાવવું. સ્વ + અધ્યાય = સ્વાધ્યાય. સ્વ એટલે આત્મા, તેનું અધ્યયન કરવું એટલે ભણવું-જાણવું. એનો અર્થ એ થયો કે સ્વાધ્યાય એટલે આત્માને જાણવો - ઓળખવો. ઘણું જાણ્યું, ઘણું મેળવ્યું પણ આત્મા સિવાયનું પોતાને ભૂલીને ઘણું જાણવાથી જીવ અજન્મા થઈ શકતો નથી. નિરંતર દૃષ્ટિ-ઉપયોગ, દષ્ટિ કયાં રહે છે તે તપાસવું. ફા.વ. ૩, સં. ૨૦૫૪ આપણી સૌથી નિકટમાં નિકટ વસ્તુ કઈ છે? આત્મા. તેની પ્રતીતિ તેના તેવા પ્રકારના વર્તન અને ક્રિયાથી થાય છે. કેમકે જયારે આ શરીરથી તે જુદો થાય છે, છૂટો પડે છે ત્યારે શુદ્ધાત્મા થઈને સાધકનો અંતર્નાદ 173 Page #194 -------------------------------------------------------------------------- ________________ આ શરીરથી છેલ્લી વિદાય લે છે ત્યારે ત્રણે યોગ મન, વચન, કાયા અનુક્રમે સૂક્ષ્મ, બાહ્ય એ બધાયથી છૂટો પડે છે પછી તે સમશ્રેણીએ સિદ્ધશિલા પર જઈને સ્થિર થાય છે. અતિનિકટતા આ સૂચવે છે. જો નિકટ ન હોય તો આ રીતનો અનુભવ આપણને થાય નહિ. આટલો નિકટ હોવા છતાં આપણે તેના તરફ લક્ષ્ય પણ ન રાખીએ અને ઓળખીએ નહિ તે આપણી મૂર્ખતા છે માટે નિકટનું વારંવાર દર્શન કરવું. વારંવાર ઉપયોગ તેમાં જોડવો. ૨. ઉપયોગ ફા.વ. ૯, ૨૦૫૪ જયારે નજર કરું ત્યારે તે તો ત્યાં જ છે કેટલું સુંદર અનુભવી શકાય એવી આ ચીજ છે પણ ખૂટે છે શું ? અનુભવ ન થવામાં ઉપયોગની સ્થિરતા. જો ઉપયોગને બરાબર સાવધ રાખીએ કે, તું તારા સ્વરૂપને જો. તે તો જયારે નજર કરીએ ત્યારે ત્યાં જ છે. મનમાં જેનું સ્મરણ હોય તેમાં ઉપયોગ જોડીએ તો દેખાય. કારણ કે તે તો આત્મપ્રદેશો સાથે જોડાયેલો જ છે. ઉપયોગને પડલ નથી આવતાં. ચક્ષુને પડલ આવે માટે પડલને ખસેડીએ ત્યારે દેખાય. પરંતુ આ ઉપયોગ રૂપ ચક્ષુ એવા છે કે તેને પડલ આવતાં નથી. પણ જેમ ચક્ષુમાં મોતિયો આવે અને ઝાંખું દેખાય, અગર અશુદ્ધિ આવે તો જોવામાં તકલીફ પડે અર્થાત્ યથાર્થ ન દેખાય તેમ ઉપયોગ ઉપર પડલ ન આવે પણ અશુદ્ધિ, મેલ ચઢે તો વસ્તુ યથાર્થ ન દેખાય. શુદ્ધ ઉપયોગમાં આખું વિશ્વ પ્રતિબિંબિત થઈ શકે છે અને તે પણ જેવું હોય તેવું. ઉપયોગ ઉપર મેલ શેનો ચઢે છે ? કર્મ રૂપ આવરણથી ઢંકાયેલો ઉપયોગ વાદળથી ઢંકાયેલા સૂર્ય જેવો ઝાંખો પ્રકાશે છે, અને તેજ ઝાંખું હોવાથી જગતના પદાર્થોનું પ્રતિબિંબ પણ તેવું ઝાંખું પડે છે માટે ઉપયોગની શુદ્ધિ માટે અર્જુનું ધ્યાન કરવું. તેના રેફમાંથી નીકળતી અગ્નિ જવાલાથી તે અશુદ્ધ બળે છે તો નિર્વિકાર ઉપયોગ બને છે અને તેનું દર્શન તે જ આત્મદર્શન છે. આ દર્શન ચિત્તથી થાય છે. માટે ચિત્તને અર્હમાં જોડીને ઉપયોગને શુદ્ધ કરવાનો છે. જયારે તેનું દર્શન કરવું હોય ત્યારે અંતરાત્મામાં ડૂબકી મારો તે તો ત્યાંજ છે. તમારું ચિત્ત સ્થિર હશે તો દેખાશે. ૩. જિન, જગત, જીવાત્મા ફા.સુ. ૧૦, વિ.સં. ૨૦૫૫ આ જગત ષડ્ દ્રવ્યાત્મક છે. તેનો સમાવેશ દ્રવ્યમાં થાય છે. જડ અને ચેતન. અર્થાત્, પુદ્ગલ અને આત્મા, અર્થાત્, તેનો સમાવેશ જિન જગત અને જીવાત્મામાં થાય છે. છ દ્રવ્યમાં પાંચ જડ છે, એક જીવ ચેતન છે. વ્યવહારમાં જે કાંઈ જડની કિંમત છે તે જીવને લીધે છે. જે જીવને બિનજરૂરી છે તે જડની કાંઈ કિંમત નથી માટે બહુમાનને યોગ્ય તો જીવ જ છે. છતાં અજ્ઞાની જીવો જડને બહુમાન આપે છે. જો જીવની કિંમત લાગે તો જ જડ પ્રત્યેનું બહુમાન ઓછું થાય. જીવની કિંમત લાગે કયારે? સાધકનો અંતર્નાદ 174 Page #195 -------------------------------------------------------------------------- ________________ તેને ઓળખે ત્યારે. તેને ઓળખવા માટે તેનાં ચારે બાજુનાં પાસાં તપાસવાં પડે. એક તો તે શાશ્વત છે, જડ નશ્વર છે. જડ અને ચેતનનું ભેદ જ્ઞાન હોવું જરૂરી છે. ભેદ જ્ઞાન તે બને ઓળખવાથી થાય છે. માટે જ્ઞાની પુરુષોએ જડ અને ચેતનના સ્વરૂપને ઓળખવા માટે અનેક શાસ્ત્રો રચ્યાં છે. આપણને એમ થશે કે ઓળખવાની આટલી બધી જરૂર કેમ? અને તેનું સ્વરૂપ સમજીને શું કરવાનું ? સ્વરૂપ એટલા માટે સમજવાનું કે આ પદાર્થોથી ભરેલું જગત છે એમાં તમારું શું છે? તમને કયો પદાર્થ ગુણકારી છે? તમે તેના અજ્ઞાનથી કયાં ભૂલા પડયા છો ? તેમાંથી કઈ રીતે બહાર નીકળી શકો? તમારું નથી તેને તમારું માની ખોટી વળગણ ઊભી કરીને કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છો? આવું કાંઈ વિચાર્યું છે ? પરમાત્માએ આટલા માટે જ શાસનની સ્થાપના કરી અને આપણને ભૂલા પડેલાને ભાનમાં લાવીને રસ્તો ચિંધ્યો. જે રસ્તો ચિંધ્યો તે જ આપણા સ્વરૂપને ઓળખવાનો રસ્તો છે. પણ તેમાંય સીધા રસ્તે જતાં અટકાવનારા લુંટારા ઘણા. જો તેમાં ગાફેલ બન્યા તો તે રસ્તામાં જ આમ તેમ અટવાયા કરીએ, લૂંટાઈએ અને પાછા હતા ત્યાંને ત્યાં જ આવીને ઊભા રહીએ માટે નિર્ભયતા જોઈએ. તે માટે કરુણાસાગર પરમાત્માને શરણે રહીને રસ્તો પસાર કરીએ તો શીધ્ર સ્વરૂપની સમજ મળે અને પ્રાપ્તિ કરી શકીએ. નિર્ભયતા માટે પરમાત્માનું શરણ, આલંબન લેવું એ જ સ્વરૂપ પ્રાપ્તિનો સરળ માર્ગ છે. ૪. પરમગુરુ કા.સુ. ૧૧ પરમગુરુ પરમાત્મા છે. પરમાત્મામાં દેવત્વ છે તેમ ગુરુત્વ પણ છે. કેમકે પરમાત્માએ નિજ સ્વરૂપે પ્રગટ કર્યું એ સ્વ પુરુષાર્થથી અને પુરુષાર્થ કર્યો એ પણ પોતાની સમજથી. એટલે પોતાનો ધર્મ (આત્મ સ્વભાવ) પ્રગટ કરવા માટે તેમને કોઈની પાસેથી બોધ લેવાની જરૂર પડી નથી. એવી આત્મશક્તિ પૂર્વના પુણ્યથી પ્રગટી અને સ્વયં સંબુદ્ધ થયા. પણ પરમાત્મા સ્વયં બોધ પામીને આત્મ સ્વરૂપ પ્રગટ કરવા માટે તૈયાર થયા, પુરુષાર્થ કર્યો અને નિજ સ્વરૂપ પ્રગટ કર્યું. નિજ સ્વરૂપ પ્રગટ કરીને બેસી ન રહ્યા પણ તીર્થકર નામ કર્મના ઉદયથી સઘળી ઈચ્છાઓ શાંત થવા છતાં ભવ્યજીવોને આત્મસ્વરૂપ પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યા વિના રહી શકે તેમ ન હતા. માટે ભવ્ય જીવોના ગુરુ બન્યા. સ્વરૂપ પોતાનું જ પ્રગટ કરવાનું છે, પુરુષાર્થ પણ પોતાનો જ, છતાં માર્ગદર્શક વિના પુરુષાર્થ કરવાની સૂઝ જીવને કયાંથી આવે ? માટે માર્ગદર્શક એ જ પરમગુરુ છે. એ પરમગુરુ જ જગતગુરુ બન્યા છે. આપણા માટે એ પરમગુરુ છે તેમ જગતની પ્રત્યેક વ્યક્તિના એ પરમગુરુ છે માટે જગતગુરુ પણ એ પરમાત્મા જ છે. પરમાત્માએ સ્વ સ્વરૂપ પ્રગટ કરવા માટે જે પુરુષાર્થ આદર્યો છે એ પુરુષાર્થ કોઈનાય પ્રતિબોધ સાધકનો અંતનદ 175 Page #196 -------------------------------------------------------------------------- ________________ વિના આદરવો શકય નથી. એ તો એજ એક તીર્થકરત્વ પ્રગટ થવાની શકયતા જે આત્મામાં છે તે જ તે ભવમાં પુરુષાર્થ જોરદાર કરી શકે છે જે આત્મ સ્વરૂપે પ્રગટ કરીને જ જંપે છે એ પ્રગટ કરવું સહેલું નથી. તેની આડે કેટલાંય વિદનો, ઝંઝાવાતો આવવા તૈયાર જ છે. જે એ વિદનોને જીતી લે, ઝંઝાવાતોને હઠાવી દે, તેમાં મુંઝાય નહિ તે જ તેમાં સંપૂર્ણ પુરુષાર્થ સફળ રીતે કરી શકે છે. ગુરુ એટલે માર્ગ દેખાડે પણ પરમગુરુ એ તો સ્વયં માર્ગ જાણીને દેખાડે જેમાં ભૂલ થવાની શકયતા જ નથી. એવા પરમગુરુ સાક્ષાત્ સીમંધર સ્વામી આદિ વીશ વિહરમાન પરમાત્મા મહાવિદેહમાં બિરાજમાન છે. તે પરમગુરુ છે અને દેવત્વ પ્રગટ હોવાથી જગતના જીવોને પ્રતિબોધ કરીને સત્ય માર્ગદર્શન કરાવે છે માટે જગતગુરુ પણ તે જ છે. આ ગુરુતત્ત્વને પામીને જ આપણા આત્માને ઓળખીએ અને સ્વસ્વરૂપ પ્રગટ કરવા માટે પુરુષાર્થ આદરીએ. ૫. અન્વેષણ ફા.સુ. ૧૨ અન્વેષણ શાનું કરવાનું છે? ઘણું અન્વેષણ કર્યું. એક બાકી રહ્યું છે આત્માનું અન્વેષણ કરવાનું વારંવાર એની ખોજ કરીએ તો તે કરતાં કરતાં તેની ભાળ મળે કે તે કયાં છે, કેવી સ્થિતિમાં છે અને શું કરીએ તો એને પામી શકાય. આનંદઘનજી મહારાજ એની ખોજમાં નીકળ્યા તો એ પામી શકયા અર્થાતુ, તેની નજીકમાં જઈ શક્યા અને જોઈ શકયા કે એ કેવો છે. એ ખોજ કરવા નીકળ્યા હતા તો એ દષ્ટિ બિંદુથી સાધનામાં તત્પર બન્યા અને તેને અનેક રીતે જોતાં - જોતાં સત્ય દર્શન થતાં તન્મય થઈ ગયા. સાધનાના અનેક માર્ગો છે. કોઈ પણ માર્ગે જઈ પ્રીતિ હોય તે માર્ગ પકડો અને તેને વળગી રહો, કયારેક સિદ્ધ થતાં આત્મ - પરમાત્મદર્શન થશે. હમણાં આત્માની જે પરિસ્થિતિ છે તેનું પણ અન્વેષણ કરવું જરૂરી છે કારણ કે તેમાંથી ત્યાજય પરિસ્થિતિને ઓળખી શકીએ તેને ત્યજીને સત્ય માર્ગ પકડી શકીએ. સત્ય માર્ગ છે આત્માનું અન્વેષણ કરવું. આત્માનું અન્વેષણ કરવા માટે પરમાત્માનું સાન્નિધ્ય જરૂરી છે. પરમાત્માની અનેક રીતે પૂજા, ભક્તિ અને ધ્યાન દ્વારા સાન્નિધ્ય પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્માએ જે આત્માના અન્વેષણની સાધના બતાવી છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના છે અર્થાતુ, મોક્ષની સાધના છે. જેમાં આત્માના ગુણને પ્રગટ કરવા માટે રત્નત્રયીની સાધના છે. આત્મા દ્રવ્ય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર તેના ગુણો છે. આવરણ ગુણો ઉપર હોવાથી તે ગુણો અનુભવાતા નથી. સાધના તે આવરણ ખસેડવા માટે કરવાની છે. આપણે ભીતરની તપાસ નથી કરતાં. ભીતરમાં કચરો ય છે અને રત્નો ય છે. કચરો જોઈને તેને સાફ કરવાનો અને રત્નો આપણી માલિકીના છે, માટે આપણી સત્તામાં છે તે પ્રગટ કરવાના છે. આનું સાધકનો અંતર્નાદ 176 Page #197 -------------------------------------------------------------------------- ________________ નામ આત્માનું અન્વેષણ કહેવાય. ૬. સર્વજ્ઞતા કા.સુ. ૧૪, ૨૦૧૫ સર્વ ગનાત ત સર્વજ્ઞ?” સર્વ એટલે સ્વ અને પર સઘળું, સર્વજ્ઞતા એટલે સઘળું જાણવાપણું સ્વ - એટલે પોતે અને પોતાને લગતી બધી વસ્તુ પર - એટલે પોતાના સિવાય બધી જ વસ્તુ. સ્વ અને પરમાં સમગ્ર વિશ્વ આવી જાય છે. સ્ત્ર સિવાય પર ઘણું છે. માટે તે જાણવા માટે વિશિષ્ટ જ્ઞાન જોઈએ. તે વિશિષ્ટજ્ઞાન એટલે કેવળજ્ઞાન. માટે સર્વજ્ઞતા જેને કેવળજ્ઞાન પ્રગટ થાય તેને જ હોય છે. તે સિવાય શ્રુતજ્ઞાનથી જાણે ખરો, પણ સર્વજ્ઞ ન કહેવાય. પરંતુ શ્રુતકેવળી કહેવાય. શ્રુતના આધારે કેવલી અર્થાત્ સર્વજ્ઞ સદેશ બને પણ સર્વજ્ઞતા ન પ્રગટી હોય. | સર્વજ્ઞ જગતના સઘળા ભાવોને, પદાર્થોને એકી સાથે જાણે, જુએ. શ્રુતકેવળી શ્રુતના આધારે ક્રમબદ્ધ જુએ, જાણે. પણ જુવે-જાણે સઘળા ભાવો. માટે શ્રુતનો મહિમા પણ અપરંપાર છે. પરમાત્મા સર્વજ્ઞતા ન આપે પણ શ્રુતજ્ઞાન આપી શકે જેથી ગણધર ભગવંતોને પરમાત્માએ ત્રિપદી આપી અને પછી સર્વજ્ઞતા સ્વ પુરુષાર્થ દ્વારા પ્રગટ કરી. કારણ કે ત્રિપદી પામવા માટે જ્ઞાનાવરણીયકર્મનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ જોઈએ અને સર્વજ્ઞતામાં મોહનીયનો સંપૂર્ણ ક્ષય જોઈએ. મોહનીય ગયું એટલે અજ્ઞાન નાશ પામે પછી અજ્ઞાનાવરણ ટકતું નથી. તેથી મોહનીય અને અજ્ઞાનને નજીકનો સંબંધ છે. એક બીજા વિના તે રહી શકતા નથી. મોહનીયને નાશ કરવા માટે જ પુરુષાર્થ જોરદાર કરવો પડે તેમ છે. સર્વજ્ઞતા પ્રગટે એટલે આત્મિક સુખ પ્રગટે કેમકે અજ્ઞાન જ સુખનું બાધક છે અને દુઃખનું કારણ છે, સાધક છે અને તે અજ્ઞાન મોહજન્ય છે. માટે જ્ઞાનાવરણીયની સાથે મોહનીયનો પણ ક્ષય જરૂરી ખરેખર તો જેટલું વધારે જાણીએ એટલું દુઃખ વધારે પણ જેને મોહનીય કર્મનું જેટલું જોર વધારે તેને જ્ઞાન, દુઃખ વધારે આપે. જો મોહનીય કર્મનો ક્ષયોપશમ જેટલો જોરદાર તેટલું જ જ્ઞાન વધારે સુખી કરે. મોહનીય કર્મનો ક્ષય થઈ જાય પછી તો સંપૂર્ણજ્ઞાની બની જાય. કોઈ વાતે અધૂરાશ ટકતી નથી એટલે સંપૂર્ણ જ્ઞાની, પૂર્ણાનંદી, પૂર્ણ આનંદ અને એ આનંદથી સુખની લહેરમાં સદા મહાલતો હોય છે. આનંદ એ ચારિત્રનો ગુણ છે છતાં જ્ઞાન સાથે ભળેલો છે આનંદ જ્ઞાન જન્ય છે માટે જ અજ્ઞાન મોહજન્ય કહ્યું છે, ચારિત્ર મોહનીયના ક્ષયથી આનંદ અર્થાતું, આત્મરણિતા પ્રગટે છે. સાધકનો અંતર્નાદ 177 Page #198 -------------------------------------------------------------------------- ________________ છે. આત્મતત્ત્વ ફા.વ. ૩, ૨૦૫૫ આત્મ તત્ત્વ એ અમૂલ્ય ચીજ છે. માટે તેને પામવું તે ઘણું જ મુશ્કેલ છે. તે જેટલું અમૂલ્ય છે તેટલું જ તેને પામવા માટેના ઘણા માર્ગો બતાવ્યા છે. જેને જે રુચે તે માર્ગે જઈને તેને મેળવી શકે છે. પણ એ માર્ગ સત્ય હોવો જોઈએ. સત્ય માર્ગ હોય તો મોડો - વહેલો તે અવશ્ય મળે જ છે. પુરુષાર્થ જોરદાર હોય તો શીઘ મળી શકે. પરંતુ આ તત્ત્વને મેળવવાનો પુરુષાર્થ કોણ કરે? જેણે એ તત્ત્વનું જ્ઞાન મેળવ્યું હોય તો તેની સુંદરતાનો ખ્યાલ આવ્યો હોય. પણ જો તેના કરતાં જગતની જડ વસ્તુની સુંદરતામાં જ એ મૂંઝાઈ ગયો હોય તો આત્મતત્ત્વની જીવને કાંઈ પડી નથી. માટે જ જ્ઞાની પુરુષોએ અનુભવીને તેની સુંદરતાનો ખ્યાલ કરાવવા અથાગ પ્રયત્ન કર્યો છે. આનંદઘનજી મહારાજે તો તેના ગુણોને અનુભવવા જગતની દશ્ય વસ્તુનું સાશ્ય બતાવવા દ્વારા ગુણો ગાયા છે જેથી જગતની દેશ્ય વસ્તુમાં મૂંઝાયેલો જીવ આત્મ તત્ત્વમાં મોહિત થઈ તેને ભજવા માંડે અને પરથી પાછો વળી સ્વ તરફ દષ્ટિ કરે. જયારે તેની સુંદરતાનો ખ્યાલ આવે છે ત્યારે પર વસ્તુથી નિરાળો બને છે, શુષ્કતા ધારણ કરે છે અને સ્વાત્માનંદની અનુભૂતિ થતાં નિત્ય તેને ઝંખે છે. સ્વને ભૂલેલો આત્મા એટલો બધો અવળા માર્ગે ચઢી ગયો છે કે તેને સત્ય માર્ગનું જ્ઞાન જ નથી મળતું. નિરંતર સ્વાત્માનું સ્મરણ કરતો જીવ અંતરાત્મદશાનો અનુભવી છે. તેને પરમાત્મદશાનો અનુભવ સહજતાથી થઈ શકે છે, કેમકે અંતરાત્મદશા એટલે દેહથી ભિન્ન નિજ આત્માને જોવાની દશા. આ દશા બહિરાત્મદશા ત્યજનારને અનુભવાય છે. સાધકનો અંતર્નાદ 178 Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧લો પ્રકાશ પ્રાય: સં. ૨૦૨૧ હે અરિહંત પ્રભુ ! અનાદિ કાળથી હું આ સંસારમાં આથડું છું પણ મેં તને ઓળખ્યો નહિ એટલે જ મારું ભ્રમણ હજુ ઘાંચીના બેલની માફક ચાલુ છે. પણ હે કરુણાનિધિ ! હવે આ ભવ મારો સફળ થયો કે જે ભવમાં તારી કૃપાથી મને મનુષ્ય જન્મ આર્યદેશાદિ સામગ્રી સાથે તારું શાસન મળ્યું. હું તને ઓળખતો નથી પણ તારા પ્રભાવે જ મને તારા શાસનમાં સ્થાન મળ્યું છે જેથી તું કેવો છે તેની કંઈક અલ્પ ઝાંખી કરાવનારી સામગ્રી મળી છે. તેને આધારે એકાંતમાં હું વિચારું છું તો હું આશ્ચર્યમાં ગરકાવ થઈ જાઉં છું કે કેવું તારું સ્વરૂપ? કે જે શબ્દોમાં લખી શકાય તેમ નથી, બોલી શકાય તેમ નથી ને મનથી વિચારી શકાય તેમ નથી, પણ તે આશ્ચર્યનો ઉભરો વિચારશ્રેણી રૂપે બહાર નીકળે છે ત્યારે પૂર્વાચાર્યોના શબ્દોના આધારે મારો ઉભરો શાંત થાય છે. જુઓ તો ખરા ! તે વિતરાગનું સ્વરૂપ કેવું છે ? ઘણા દેવો જોયા હશે ને પૂજ્યા પણ હશે પણ આ તો તે સર્વે દેવોમાં કોઈ અગમ્ય, વિરાટ સ્વરૂપી, વિતરાગ દેવ છે. આવા પરમદેવો છે તે જ આરાધ્ય છે, તે આરાધવા લાયક એ કારણે છે કે નક્કી તે પરમાત્મ સ્વરૂપ છે, પરમજયોતિ સ્વરૂપ છે, પરમ પરમેષ્ઠિ સ્વરૂપ છે, અજ્ઞાનનાશક સૂર્ય સ્વરૂપ છે, સર્વ કલેશના મૂળને ઉખેડી નાંખવાનો સ્વભાવ તેમનામાં છે, દેવો, અસુરોને નમસ્કાર કરવા લાયકપણે તેમનામાં છે. ચારે પુરુષાર્થને સાધનારી સઘળી વિદ્યાઓને પ્રગટ કરવાની શક્તિ તેમનામાં છે. અતીત, અનાગત, વર્તમાન એ ત્રણે કાળના પદાર્થોને જાણવાપણું તેમનામાં છે. વિજ્ઞાન, આનંદ, બ્રહ્મ આ ત્રણે એકતાને પામેલા તેમનામાં છે. માટે જ આવા પરમાત્મા શ્રદ્ધા કરવા લાયક છે, ધ્યાન કરવા લાયક છે, શરણ કરવા લાયક છે, તેમના શરણને પામેલા મારો યોગક્ષેમ કરનારા તે છે તેથી હું સનાથ છું, તેમની હું સ્પૃહા કરું છું. તેથી હું કૃતાર્થ છું, તેમનો હું દાસ છું, તેમના વિષયમાં વપરાયેલી મારી વાણી પવિત્ર છે. આવા વિતરાગ ભગવંતની સ્તુતિ તથા તેમના ગુણોની પ્રશંસા કરવી તે જ મનુષ્ય ભવનો સાર છે. ભલે પછી તે વાણી અસ્તવ્યસ્ત હોય પણ શ્રદ્ધાથી બોલાયેલી છે માટે સફળ છે. હે પ્રભુ ! તારું પરમાત્મ સ્વરૂપ એટલે તે આત્મદશા કેવી ? તે વિચારવા માટે મારા મનના પુદ્ગલો તેનો આકાર ધારણ કરે છે ત્યારે કોઈ અનેરો આનંદ અનુભવાય છે. તે પરમાત્મ એટલે બધા જ કર્મના ઢગલા સમૂળગા નાશ થઈ ગયા છે, કેવું પરમાત્મ સ્વરૂપ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંતવીર્ય જેમને સિદ્ધ થઈ ગયા છે. શિવ-કલ્યાણકારી, ચલાયમાન ન થાય તેવો, જયાંથી ફરીથી જન્મ લેવાનો નથી એવા પરમ સ્થાનમાં રહેલો ફકત જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો આત્મા. કેવું સ્વરૂપ? આવા પરમાત્મ તે પણ કેવળજ્ઞાનથી લોકાલોક પ્રકાશક છે તેથી સર્વોત્કૃષ્ટ ચિત-જ્ઞાન સ્વરૂપ છે-પરમ જ્યોતિ સ્વરૂપ છે માટે શ્રદ્ધા કરવા લાયક હોય તો તે જ છે. અરિહંત દેવે તો કર્મનો નાશ સાધકનો અંતર્નાદ 179 Page #200 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે એટલે પરમ જયોતિસ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર પ્રત્યક્ષ છે તે વિશ્વાસથી જ શ્રદ્ધા કરવા લાયક છે કારણ કે ઘાતિ કર્મ ચાલ્યા ગયાં, રાગ, દ્વેષ, મોહની કનડગત ગઈ એટલે તેમને હું આનો ઉપકાર કરું કે આના પર અપ્રસન્ન થાઉં, આવો કોઈ ભાવ રહ્યો નહિ તેથી એવા અરિહંતાદિને મિથ્યા બોલવાને કંઈ કારણ રહેતું નથી, તો આવા પરમાત્મા અશ્રદ્ધેય કેમ બને? તેથી હે પ્રભુ ! મને તો તારા સિવાય બીજું કાંઈ મારા હૃદયમાં રુચિ કરવા લાયક લાગતું જ નથી એકાંતે શ્રદ્ધેય એક તું જ છે. તારા સ્વરૂપનો વિચાર કરતાં મને તે ખૂબ ગમી ગયું અને મારે પણ તેવા થવું છે. મારે તારા જેવું સ્વરૂપ પ્રગટ કરવું છે. પણ તેવા થઈ શકાય કેવી રીતે? મને તીવ્ર ઈચ્છા થઈ છે. એક ઉપાય છે, જેવા થવું હોય તેનું ધ્યાન કરવાથી તેવા થવાય છે તો કોનું ધ્યાન કરવા લાયક છે? જે પરમરહસ્યભૂત પરમાત્મા છે, જે પરમેષ્ઠિઓમાં પરમ-પ્રકૃષ્ટ-સિદ્ધરૂપ છે પરમેષ્ઠિ ભગવંતો ચિત્ અને આનંદરૂપ બ્રહ્મને વિષે રહે છે. તેઓમાં સિદ્ધ ભગવંતો પ્રકૃષ્ટ છે. તો સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ થયું છે. માટે પરમેષ્ઠિઓમાં પ્રધાનભૂત સિદ્ધભગવંત રૂપાતીત હોવાથી તે જ ધ્યાન કરવા લાયક છે નિરંતર, વારંવાર સ્મરણ કરવા લાયક તે જ છે કેમકે મારે રૂપાતીત સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, પ્રગટ કરવી છે. હે પ્રભુ! મારે એ પરમાત્માનું ધ્યાન તેમના જેવા થવા માટે કરવું છે પણ હે કરુણાસાગર ! મને તો જેને મહાકષ્ટ રોકી શકાય એવા અજ્ઞાનાદિ આંતરશત્રુઓએ મારી આત્માની અનંત શક્તિને મારી પાસેથી ઝૂંટવી લીધી છે, હવે શકિત વિનાનો હું શું કરું? તારું ધ્યાન કેવી રીતે કરું? એક માર્ગ છે. પરમાત્મા મહાસમર્થ, શક્તિશાળી છે, નિર્મળ કેવળજ્ઞાનના પ્રકાશ વડે અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર ગયેલા છે. એટલે સત્ત્વ, રજસ, તમોગુણ જે આખા સંસારને ઊભા કરનાર આગેવાન છે તેને ઓળંગી ગયેલા છે, આવા પરમાત્માનો આશ્રય લઉં, તેમને હું મારું બધું સોંપી દઉં એટલે તેમની ઓથ લીધા પછી આંતર શત્રુઓ મને કંઈ કરી શકશે નહિ, જેથી મારું કાર્ય સિદ્ધ કરી શકીશ. અજ્ઞાનરૂપ અંધકારની આગળ સૂર્યનો ઉદ્યોત થાય એટલે અંધકારનો નાશ થાય જ. આ પરમાત્મા સૂર્યના જેવા ઉદ્યોતવાળા છે તેથી તેમનું હું શરણ સ્વીકારું છું. જેનું મેં શરણું લીધું છે તે સામાન્ય શકિતવાળા નથી. એ પરમાત્માનું તો જેમનું અણિમા વગેરે આઠ મહાસિદ્ધિઓનું તેજ પ્રસિદ્ધ છે એવા મુનિઓ પણ તે સ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર ધ્યાન કરે છે અને ધ્યાન દ્વારા તે સ્વરૂપનો અભ્યાસ કરે છે. આવા મહાન સમર્થ મને મળી ગયા છે. તેના શરણે ગયેલો છું ત્રણ જગતના નાથને શરણે ગયેલો છું. તે ત્રણ જગતનું રક્ષણ કરવામાં સમર્થ છે, કેમકે તેમની સામો થઈ શકે એવો ત્રણ જગતમાં તેમના જેવો કોઈ બળવાન મલ નથી, જેથી તે મારું પણ યોગ - જે જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત નથી થયા તેને પ્રાપ્ત કરાવનાર છે અને ક્ષેમ - પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરનાર છે એટલે મને આંતરશત્રુઓનો ભય નથી, તેમના શરણે ગયેલો હું એવા ત્રણ જગતના નાથ વડે નાથવાળો થયો છું. તે ત્રણ જગતનું રક્ષણ કરવા સમર્થ છે, એનું કારણ એ પરમાત્માએ સર્વ લેશરૂપ વૃક્ષોને રમત માત્રમાં ઉખેડી નાખ્યા છે જે અવિદ્યા-મિથ્યાજ્ઞાન-પરમાં આત્મબુદ્ધિ કરાવે છે. સાધકનો અંતર્નાદ 180 Page #201 -------------------------------------------------------------------------- ________________ અસ્મિતા-જેના વશથી બધે “હું' એવો અહંકારભાવ કરાવે છે. રાગ-ગમતા વિષયોમાં ગાઢ આસક્તિ કરાવે છે. દ્રષ-અણગમતા વિષયોમાં અત્યંત અપ્રીતિ કરાવે છે. અભિનિવેશ-જે સાચું સ્વરૂપ નથી તેમાં પણ “આમ જ છે' એવો એકાંત આગ્રહ કરાવે છે. આવા સ્વરૂપવાળા કલેશરૂપ વૃક્ષોનું મૂળ આત્માએ અનાદિ સંબંધના વશથી બાંધેલું છે, તે વૃક્ષના અંકુશ તે તે વિકારોથી દેખાડયા છે, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક વેદનાના ઉદયરૂપ પુષ્પો છે, પરભવમાં પ્રકાશિત થયેલા દુર્ગતિનાં દુઃખો એ ફળ છે. આવા ક્લેશરૂપ વૃક્ષોને જેમની સામે બીજો કોઈ મલ્લ નથી એવા હસ્તિમલ્લ સમાન જે ભગવાને દીક્ષાથી માંડીને કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી આકરાં તપ વડે હચમચાવીને શુકલધ્યાનરૂપી સૂંઢથી મરડીને રમત માત્રામાં ઉખેડી નાંખ્યા છે. આવા મારા સમર્થ નાથને હું નિરંતર ઝંખું છું. કેમકે હું જેમને શરણે ગયેલો છું એ તો ત્રિભુવન ઉપકારી, જગતવત્સલ અરિહંત પ્રભુ છે. મૂળમાંથી ક્લેશરૂપ વૃક્ષો ઉખેડી નાખ્યાં છે એવા તે ત્રિભુવન પૂજ્ય છે, નાથ છે, સકલ વિશ્વનું રક્ષણ કરે છે એ કારણે જગતના સર્વ જીવોની પૂજાને લાયક છે. જેમને દેવેન્દ્રો, દાનવેન્દ્રો, નરેન્દ્રો પણ સકલ ક્લેશના જાલને નાશ કરવા માટે મસ્તક વડે નમસ્કાર કરે છે, તેમની પૂજા માટે દોડાદોડ કરે છે, તે ત્રણ ભુવનના શાશ્વત ગુરુ અરિહંત દેવને એક ચિત્તે હું પણ ઝંખું છું. હે પ્રભુ ! દેવેન્દ્ર, દાનવેન્દ્ર એ બધાને ધન્ય છે કે તેમને તારો સાક્ષાત્ યોગ થાય છે, હું તો હિનપુષ્યવાળો છું, તેમની જેમ સાક્ષાત્ પ્રણામ કરવા વગેરેનો યોગ, આ સકલ સામગ્રી પંચમ કાળમાં જન્મેલા મને અસંભવિત છે, હું અહીંથી તારી પાસે આવી શકું તેમ પણ નથી તો પણ મનોરથો તો બધે પહોંચી શકે છે, તેને કોઈ વસ્તુ બાધક નથી. માટે હે પ્રભુ! સ્પૃહામાત્રથી તારી ધારણા કરું જેથી તે સઅભ્યાસ વડે ભવાંતરમાં પણ આ સંસ્કાર ચાલ્યો આવે જેથી સંતોષ અનુભવી શકું છું અને ખૂબ આનંદમાં મ્હાલું છું. આવા પરમપુરુષનો મનોરથોથી પણ મળેલા યોગથી હું કૃતકૃત્ય થઈ ગયો. જે પરમપુરુષ સર્વજ્ઞ ભગવંતથી ચારે પુરુષાર્થોને સાધનારી અને પુરુષાર્થોને સાધવાના ઉપાયોને દેખાડનારી શબ્દ વિદ્યા વગેરે પ્રગટ થઈ છે, દ્વાદશાંગીનું મૂળ ઉત્પત્તિ સ્થાન ઉત્પાદાદિ ત્રિપદી છે, ત્રિપદીને યોગ્ય હોય તેની અંદર ભગવાન્ સ્વયં બોલીને તેની (ત્રિપદીની) સ્થાપના કરે છે. દ્વાદશાંગીથી જુદું બીજું વિદ્યાંગ નથી માટે સમસ્ત વિદ્યાઓનું ઉત્પત્તિ સ્થાન ભગવાન જ છે. પુરુષાર્થ સાધક વિદ્યા પ્રભુએ પ્રગટ કરી, તેના સાધક ઉપાયો બતાવ્યા, પ્રભુનો કેટલો ઉપકાર? પુરુષાર્થનો ઉપાય મળ્યો, હવે કાંઈ બાકી નથી હવે તો તેની સાધના કરીને જેને સિદ્ધ થયા છે તેજ પરમપુરુષના નિરંતર ધ્યાનથી પુરુષાર્થની સિદ્ધિ કરીને હું પણ કૃતકૃત્ય થાઉં. પુરુષાર્થનો ઉપાય મળ્યો એટલે કૃતકૃત્યતા જ છે. હવે ઈષ્ટ કાર્ય સિદ્ધ થશે જ. આ પરમપુરુષે પુરુષાર્થ સાધક વિઘા જગતને બતાવી અનંત ઉપકાર કર્યો છે. કેમકે તે અનંતજ્ઞાની છે. તે પરમાત્માનું જ્ઞાન ઘાતિ કર્મના આત્યંતિક ક્ષયથી થયેલું છે. દેશ, કાલ, સ્વભાવના વિશેષ પ્રકર્ષો વડે અનંત છે, એથી જ વર્તમાન, અનાગત અને અતીત પદાર્થના સમૂહને પ્રગટ કરવામાં સમર્થ છે, સાધકનો અંતર્નાદ 181 Page #202 -------------------------------------------------------------------------- ________________ આવા અનંતજ્ઞાનીનો હું કિંકર છું. જેને જ્ઞાનાંશ હોય તેની સેવા તે તે જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળાઓ પણ આદરથી ક્ષણે ક્ષણે કરે છે તો આ તો ભગવાનને ત્રણે કાળનું જ્ઞાન છે તે ભગવાનનું આદરપણું અનુત્તરદેવો પણ કરે છે તો મારા જેવા માનવી માટે તો શું કહેવું? જેનું જ્ઞાન ત્રણે કાળની વસ્તુને પ્રકાશ કરનારું છે તે ત્રિકાળજ્ઞાનવાળાનો હું કિંકર છું. આ પરમપરમેષ્ઠિમાં વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન, આનંદ જે પૂર્વે પ્રાપ્ત થયું નથી તેવા સ્વરૂપની પ્રાપ્તિથી થયેલું સુખ. જેમાં બીજાં કારણોની અપેક્ષા રહેલી નથી. જેની આગળ બીજું સુખ નથી, જેનો નાશ નથી ને છેડો પણ નથી તે સુખરૂપ આનંદ, અને બ્રહ્મપરમપદ એ ત્રણે એકરૂપને પામેલા છે. વિતરાગનો આત્મા જ્ઞાન સાથે એકરૂપ હોવાથી તે જ જ્ઞાન, તે જ સુખ, તેજ દર્શન તેજ સ્પર્શન વગેરે બાહ્ય વસ્તુનો અભાવ હોવાથી તે જ મુક્તિ. ત્રણે એકતાને પામેલા તેમનામાં છે. તેમના ગુણ ગાઈને મારી વાણીને પવિત્ર કરું. કારણકે સંસાર અટવીમાં જીવોને જન્મરૂપી વૃક્ષનું ફલ વિતરાગની સ્તુતિ એજ ફલ છે. બીજું નહિ. પહેલાં તો સંસારમાં ભમતાં, પ્રબલ જ્ઞાનાવરણના ઉદયથી તેવા પ્રકારના કર્મના પરિણામથી મારી વાણીમાં વસ્તૃત્વ શક્તિ જ ન હતી. જયારે તેવા પ્રકારની ભવિતવ્યતાની વિચિત્રતાથી ક્ષયોપશમ થયો અને શક્તિ મળી ત્યારે જે ભવાભિનંદી છે, જેનામાં ગુણો નથી તેને ગુણો રૂપે ગાઈને આત્માને મલિન કર્યો છે હવે પરમાત્માના ગુણો ગાવામાં તે વાણીનો પ્રયોગ ન કરું તો આ વાણીના પાપનો પ્રતિકાર બીજો છે શું? હે પ્રભુ! તારા ગુણ ગાઈને મારા જન્મને સફલ કરવાની ઉત્તમ ભાવના મને તારા યોગથી થઈ. પરતું હું સ્તુતિ કરવા તૈયાર થાઉં છું, મારી શક્તિ સામે દૃષ્ટિ કરું છું ત્યાં તો હું ઝંખવાણો પડી જાઉં છું, ઘડી ભર વિમાસણમાં પડું છું કે કયાં વિતરાગનું વિરાટ સ્વરૂપ ? કે જેને યથાર્થ રીતે સ્પષ્ટ કરવામાં સકલ સિદ્ધાંતને પાર પામેલા છઘ0મો પણ પશુ જેવા છે ત્યારે હું તો અલ્પ માત્ર, ચાલુ યુગના ગ્રંથોનો સામાન્ય અભ્યાસી, તેઓથી પણ અતિહીન છું, એટલે પશુથી પણ પશુ એવો હું કયાં? અને જેમનું મન, વચન, કાયાને અગોચર એવું ચરિત્ર છે એથી જ ઘણા બૃહસ્પતિઓ ભેગા થઈને સ્તુતિ કરે તો પણ જેવું છે તેવું સ્વરૂપ ગાવાને માટે શકય નથી એવા વિતરાગનું સ્તવન કયાં? એથી પશુથી પણ પશુ એવો વિતરાગનું સ્તોત્ર કરવાની ઈચ્છાવાળો હું છું. ૧૦મો પ્રકાશ. શરણ સ્વીકાર ૧. હે નાથ ! યોગક્ષેમ કરનાર અરિહંત દેવ! અનાદિ સંસારમાં ભટકતાં મેં પોતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના કારણે ઉપાર્જન કરેલા પ્રાણાતિપાત આદિ ૧૮ પાપોને હંમેશાં હા, હા, “આ દુષ્ટ કર્મ મેં કર્યું?' આ પ્રમાણે પશ્ચાત્તાપ સાથે યાદ કરતો હું તારા ચરણનું શરણ સ્વીકારું છું. સાધકનો અંતર્નાદ 182 Page #203 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ ! મેં પોતે આશ્રયના દ્વારને રોકવારૂપ સુકૃત કર્યું હોય તેને આનંદથી અંતરમાં વિચારતો હું ભાવશત્રુના ત્રાસથી ત્રાસી ગયેલો શરણ વિનાનો તારા ચરણનું શરણ સ્વીકારું છું. ૨. હે નાથ ! મેં જાતે કરેલાં મારાં પાપોની નિંદા કરવાની મારી શક્તિ નથી ને લાયકાત પણ નથી. હું નિંદા કરવા તૈયાર થાઉ છું પણ અજ્ઞાનને પરવશ બનેલો હું મારાં પાપોને પાપ તરીકે ઓળખી શકતો નથી. ક્વચિત્ થોડાં પાપો સમજાય તો તેને પાપ તરીકે મારું મન મિથ્યાત્વના જોરે માનવા દેતું નથી. કદાચ પાપ તરીકે માનું તો તેનો બળાપો કઠોર હૈયામાં પેદા થતો નથી. હું મૂઢ, અયોગ્ય, મોહથી ઘેરાયેલો છું, અજ્ઞાનથી હિતાહિતને સમજી શકતો નથી. માટે હે મારા નાથ ! મારું યોગ ક્ષેમ કરનારા મારું રક્ષણ કરો. તું મારું સર્વસ્વ છે. હું તને મારા મન, વચન, કાયા સોંપી દઊં છું, તને સમર્પણ થવાથી તારી સોબતને પામેલા મારા મન, વચન, કાયામાં તારા પ્રભાવથી પાપની નિંદા કરવાનું સામર્થ્ય પ્રગટે અને ત્યારે જ હું દિલના એકરારપૂર્વક મારા પાપોની નિંદા સારી રીતે કરી શકું અને પાપોથી હળવો થાઉં. હે પ્રભુ ! મેં તે પાપો કેવી રીતે, કોના આલંબને, કેટલી રીતે, કેટલા પ્રકારનાં કર્યાં છે તેનું વર્ણન કરું તો પાર આવી શકે તેમ નથી. તેના માટે શબ્દો પણ જડતા નથી પણ તારા આગમને સમજાવનારા કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતોના વચનથી એટલું સમજયો છું કે એ ત્યજવા યોગ્ય છે. ‘એ સત્ય’ છે એમ મને શ્રદ્ધાથી રુચ્યું છે. એટલે હવે તે પાપોની મારી વિતક તારી પાસે ખુલ્લી કરીને હૃદય હળવું કરવા ઈચ્છું છું તો મારી કહાણી સાંભળ. તારે શરણે આવેલા મારે હવે કાંઈ ચિંતા નથી. મેં અઢારે પાપોમાંથી જે કોઈ પાપ મનથી, દુષ્ટ વિચારો દ્વારા કર્યું હોય, બીજા પાપ કરે તેવું મનથી ઈચ્છયું હોય એટલે બીજા અધર્મી થાઓ એવો ભાવ કર્યો હોય અને કોઈ પાપ કે પાપ કરતાં હોય તે, જોઈને કે સાંભળીને મન હર્ષિત થયું હોય, તેવી રીતે વચનથી દુષ્ટ ભાષણ કર્યું હોય એટલે ક્રોધાદિને આધીન બની જેમ તેમ બોલીને, બીજાઓને ત્રાસ, દુ:ખ, ભય, સંતાપ થાય તેવું બોલીને પાપ કર્યું હોય, બીજાઓને તેવું બોલવાની પ્રેરણા ચાડી, ખોટો ઉપદેશ આદિના પ્રયોગથી કરીને પાપ કરાવ્યું હોય અને તેવું બોલનારને જોઈને કે સાંભળીને આનંદ થયો હોય. વળી, મેં પોતે કાયાથી દુષ્ટ ચેષ્ટા કરી પાપ કર્યું હોય, પ્રેરણા કરીને બીજા પાસે પાપ-પ્રવૃત્તિ કરાવી હોય, કોઈ પાપ પ્રવૃત્તિ કરતો હોય તે જોઈને કે સાંભળીને આનંદ થયો હોય, આ રીતે ત્રણે યોગથી કરેલા પાપને ત્રણ કરણથી અનેકગણું વધાર્યું તે સર્વ પાપ તારા અચિંત્ય મહિમાના પ્રભાવથી મિથ્યા થાઓ અને હે પ્રભુ ! તે સાથે ફરીથી તેવી પાપ પ્રવૃત્તિ ન થાય તેવું લક્ષ મારામાં પ્રગટ થાઓ. પાપો ફરીથી નહિ કરવાનો નિશ્ચય કરવાનું સત્ત્વ તારા પ્રભાવથી પ્રાપ્ત થાઓ, જેથી મારી કરેલી પાપની નિંદા સફળ થાય, હવે તો હે અરિહંત પ્રભુ ! તારી, તારા માર્ગને પ્રચારનારા કલ્યાણમિત્ર ગુરુઓની આવી પાપ ત્યજવારૂપ હિતશિક્ષાને કાયમ હું ઈચ્છું છું, એટલે મને એવા દેવ-ગુરુઓનો સંયોગ મળો એજ મારી પ્રાર્થના છે. ૩. હે સ્વામીન્ ! મેં તેવા પ્રકારની શુભ સામગ્રીના યોગ વડે જે કાંઈ અલ્પ પણ જ્ઞાન, દર્શન, સાધકનો અંતર્નાદ 183 Page #204 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રને સાધક અનુષ્ઠાનથી સુકૃત કર્યું હોય તે સર્વ જ્ઞાનાદિયુક્ત માર્ગમાં કંઈક અલ્પ માત્ર પ્રવેશ મારો થયેલો છે એવો હું પ્રમોદ સહિત અનુમોદન કરું છું. આ સુકૃતની અનુમોદના પણ તારા પ્રભાવથી યથાર્થ રીતે કરવાનું શકય છે. ૪. હે ભગવન્ ! સર્વ અરિહંતદેવોનો અર્હત્વ ગુણ કે જે આખા જગતને અનન્ય ઉપકારી કરી રહ્યો છે. જે ગુણથી સમવસરણમાં બેસી જગતના જીવોને મોક્ષ માર્ગ બતાવી રહ્યા છો તેની અને તે ગુણના હેતુરૂપ ‘સવી જીવ કરું શાસન રસી' એ ભાવ ઘોર તપ, જપ, પરીષહો ઉપસર્ગો સહન કરવારૂપ અનુષ્ઠાનો આચર્યા તેની અનુમોદના કરું છું, મનમાં હર્ષિત થાઉં છું, આનંદ આનંદ થઈ જાય છે. હે પ્રભુ ! મૂળથી બધા કર્મોનો નાશ થવાને લીધે હળવા થવાથી લોકના અગ્ર ભાવે પહોંચેલા, તમારા ઉપદેશેલા અનુષ્ઠાનના ફળ સ્વરૂપ સિદ્ધ ભગવંતોના કેવળજ્ઞાનાદિ ભાવોની અનુમોદના કરું છું. સર્વે આચાર્ય ભગવંતોની જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચે આચારોના પાલન કરવા, કરાવવા રૂપ ગુણમાં સામર્થ્ય-બળ પ્રગટ કરવાની ચતુરાઈ છે તે કોઈ આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવી છે તેની હું અનુમોદના કરું છું એ ગુણ જગતના જીવોને ઉપકારક બની રહ્યો છે તે મને આનંદ ઉપજાવે છે. સર્વે ઉપાધ્યાય ભગવંતોનો સિદ્ધાંતના સૂત્રદાન ઉપદેશ કરવાનો ગુણ, તેની અનુમોદના કરું છું એ ગુણથી જગતના જીવોને ભગવાને બતાવેલા તેમના આગમનાં મર્મ સમજાવી મોક્ષ માર્ગ બતાવી ઉપકાર કરી રહ્યો છે. તેથી મને ખૂબ આનંદ થાય છે. સર્વે સાધુ ભગવંતોનો ત્રણ રત્નની સાધના રૂપ ગુણ છે તેની અનુમોદના કરું છું કે જે આ સાધના જગતના જીવો ષટ્કાયરૂપ તેની રક્ષાના પરિણામથી સાધ્ય છે. તેથી મને આ તેમની સાધુકાર્ય પ્રત્યે બહુમાન ઉપજે છે અને ઘણો આનંદ થાય છે. ગુણીઓના ગુણનું અનુમોદન એ તો મૂલ્ય વિનાનું મોક્ષમાર્ગનું ભાતું છે. એથી પવિત્ર ગુણવાળા મહાત્માઓના ગુણોની અનુમોદના કરું છું, હવે તારા શરણના, આશ્રયના સામર્થ્યથી આ મારી અનુમોદના વિધિપૂર્વકની, નિર્મળ આશયવાળી, જીવનમાં એ ગુણ ઉતરે એવી અને નિરતિચાર તેનું પાલન થાય તેવી તારા પ્રભાવથી થાઓ. હું તો મૂઢ, મોહથી વાસિત, એટલે મોહના ક્ષયોપશમ વિના સારામાં આનંદ કેમ પામી શકું ? પણ હે ભગવંત ! તું અચિંત્ય શક્તિવાળો છે, વિતરાગ છે, સર્વજ્ઞ છે, પરમલ્યાણરૂપ કરુણાવંત શિરોમણિ છે અને મારા જેવા સર્વ જીવોને પરમ કલ્યાણની સાધનામાં તુંજ પુષ્ટ આલંબનરૂપ છે. ૫. હે અરિહંત ! પ્રભુ ! ભાવ અરિહંત એવા આપનું હું ભાવથી શરણ સ્વીકારું છું. તારા બતાવેલા અનુષ્ઠાનના ફલ સ્વરૂપ સિદ્ધ ભગવંતોનું હું શરણ અંગીકાર કરું છું. કુવાસનાના પાશને તોડી નાખનારા તારા શાસનમાં લીન મનવાળા મુનિજનોનું મને શરણ હો. અપાર સંસાર સમુદ્રના સામા કાંઠે પહોંચાડવા માટે નાવરૂપ તારા શાસનનું શુદ્ધ ભાવથી હું શરણ સ્વીકારું છું. ભાવ વિના તો ઘણું કર્યું પણ સમ્યક્ત્વ વિનાનું જેમ નિષ્ફળ તેમ તારા શાસનને અનુસર્યો તે નિષ્ફળ ગયું. સાધકનો અંતર્નાદ 184 Page #205 -------------------------------------------------------------------------- ________________ એટલે હવે તો હૃદયના શુદ્ધ ભાવથી અશરણ એવો હું ચારેનું શરણ લઉં છું. ૬. હે ક્ષમાનિધિ ! તારા શરણે આવેલા મને સર્વ જીવો સાથે ક્ષમાપનાનો ભાવ શુદ્ધ હૃદયપૂર્વક પ્રગટ થાઓ. સર્વ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાયને પામેલા જીવો પ્રત્યે મને શત્રુભાવ હોય કે મૈત્રી ભાવ હોય, દૃષ્ટિ પથમાં આવ્યા હોય કે ન આવ્યા હોય, પરિચયમાં આવેલા હોય કે ન આવ્યા હોય, પરિચયમાં આવેલા હોય કે અપરિચિત હોય તે સર્વનો મારાથી કંઈ અપરાધ થયો હોય તેને હું કબુલ કરું અને ક્ષમા માગું છું, અને તે સર્વ જીવોને મારા પ્રત્યે કાંઈ કલુષિતતા થઈ હોય તે છોડી દો અને મારા અપરાધોને ક્ષમા કરો. તારું જ એક શરણ છે એવા મને તેમના પ્રત્યે મૈત્રી હિતની બુદ્ધિ પ્રાપ્ત થાઓ. ૭. હે વિશ્વપાલક! જે આ સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય વગેરે બહિર્મુખ દશાના કારણે મારાં છે એમ મનાય છે. પણ તે પર વસ્તુ હોવાથી આત્માની સાથે આવતું નથી. તે આત્માથી જુદું જ છે. એથી દ્રવ્યથી ભલે તે બધું મારું કહેવાય પણ ભાવથી તો હું એકલો જ છું, એમાં મારો સંબંધી કોઈ નથી અને પોતાના કરેલા ફલને ભોગવનારો હું પણ તેઓનો સંબંધી નથી, આ રીતે હું એકલો છું એટલે મારે કાંઈ દીનતા નથી કેમકે તારા ચરણોનું શરણ મેં સ્વીકાર્યું છે એટલે જરા માત્ર પણ દીનતાને હું ધારણ કરતો નથી, કારણકે તારા શરણમાં પરમ સ્વતંત્રતાનું સુખ જ છે. ૮. હે વિશ્વવત્સલ ! સર્વથી અદ્ભુત તારા પ્રભાવથી, પ્રસાદથી, પ્રાપ્ત થાય તે પરમ આનંદ સ્વરૂપ મુક્તિનું સ્થાન જયાં સુધી મને ન મળે ત્યાં સુધી તારા ચરણના શરણમાં લીન બનેલા મારા પ્રત્યેની તારી શરણે આવેલા પ્રત્યે ઉચિત રક્ષણતા વાત્સલ્યતા છોડીશ નહી. પછી તો પરમ સુખને પામેલો હું, તારી જેમ સુખને ભોગવતો કોઈની પાસે પણ શરણની પ્રાર્થના કરીને દીનતા નહિ કરું. હે મહેશ! ભક્તિથી નમેલા આ મારા ઉપર ખૂબ ભાવથી નમ્ર હૈયે નમું છું) દયા કરીને દુઃખોના અંકુરરૂપ જે પાપો છે તેને મૂળમાંથી ઉખેડી નાંખવા તત્પર થાવ કેમકે તે દુઃખરૂપ ફળ પાપમાંથી જ આવ્યું છે તે પાપ વવાઈ તો ગયાં છે તેના અંકુર પણ નીકળ્યા છે જે પ્રત્યક્ષ દેખાય છે પણ તેને ઉખેડવા આપ જ સમર્થ છો. તે મારા પાપને મૂળમાંથી જ ઉખેડી નાખો કે મારી પાપ વૃત્તિઓ નાશ પામે પછી મને કંઈ ભય નથી. નિઃસંખ્યસારશરણં શરણું હે શરણ્ય ! જગતની અંદર (મને મોહાધીનતાથી) અસંખ્ય વસ્તુઓ એવી છે કે જે મને શરણ કરવા રૂપ લાગી અને તેનું શરણ મેં લીધું પણ મને તેનો અનુભવ કરતાં સમજાયું કે તે અસંખ્ય વસ્તુઓમાં સાર-શ્રેષ્ઠ શરણ જે અશરણનો આધાર શરણ કરવા લાયક એક તારું ચરણ જ છે કે જેણે શત્રુઓનો નાશ કરી નાખ્યો છે. તું અરિહંત છું એ વાત જગતમાં પ્રસિદ્ધ છે. તે બધાય શત્રુઓને જીતી લીધા છે તારે કોઈ શત્રુ નથી એટલે રક્ષણ કરવામાં સમર્થ તું જ છે માટે હે શરણાગત વત્સલ! તારા ચરણનું શરણ સ્વીકાર્યું પણ તારું શરણ પામીને પણ તેમાં ચિત્તને જોયું નહિ, પૌલિક ભાવોમાં રસિક બનેલું મારું ચિત્ત તારા ચરણમાં લીન ન બન્યું, એકાગ્રતા વિના શરણની સાધકનો અંતર્નાદ 185 Page #206 -------------------------------------------------------------------------- ________________ નિષ્ફળતાને પામેલા હે નિરાધારના આધાર ! મળેલી વસ્તુને પણ હું સાર્થક ન કરી શકયો ખરેખર ! હું હણાઈ ગયો છું (આ વિચારમાં બધું જ ગુમાવ્યું હવે જીવવા લાયક પણ રહ્યો નથી. આ પ્રમાણે હોય એટલે શરીરમાં આઘાત જેટલી અસરથી દુઃખાટનો અનુભવ થાય) દેવેન્દ્રવન્દ ! હે પ્રભુ ! તું દેવેન્દ્રોથી પણ વંદ્ય છું. (તેમાં આશ્ચર્ય થાય) સઘળી વસ્તુઓના રહસ્યને જાણનાર છો. મને આ ભયાનક સંસાર સમુદ્રમાં ડૂબતાં તારનાર તું છે. ત્રણ ભુવનનું આધિપત્ય તારામાં છે. માટે હે પ્રભુ! તું આ ભયાનક દુઃખ સમુદ્રમાંથી મને ઉગાર મારું સંકટોથી રક્ષણ કર. હે કરુણાસાગર ! મારા ઉપર કરુણાનો ઝરો વહેવડાવીને મને પવિત્ર કરો. આ વખતે કરૂણાની ધારા પડી રહી છે અને મારો આત્મા પવિત્ર થઈ રહ્યો છે તે જોવા પ્રયત્ન કરું અને તેમાં સંતોષનો અનુભવ થાય. તેના આસ્વાદથી આવા પ્રભુનો મને કદી પણ વિરહ ન થઈ જાય એમ અધીરાઈ થતાં છેલ્લે માગ્યા વિના રહી શકાતું નથી, પણ એવો પ્રભુ કદી પણ મને જ છોડે એ બને કેવી રીતે? ત્યારે તે સામર્થ્ય પણ તેમની ભક્તિમાં દેખાય. યદ્યસ્તિ નાથ ! હે નાથ ! આ ભવોની પરંપરામાં જયારે જયારે જો લેશ માત્ર પણ કાંઈ તારા ચરણની ભક્તિ મારાથી થઈ હોય તેનું ફળ મારે એ જોઈએ છે કે તું જ એક મારે શરણ કરવા લાયક છો માટે આ ભવ કે પરભવમાં તું જ મારો સ્વામી હો ! ધન્યાસ્ત એવ હે સ્વામી ! તું જ એક જગતમાં શરણ કરવા લાયક છે એવું સમજાયું એટલે તારા ચરણનું શરણ જે કોઈ સ્વીકારે તેમાંજ આનંદ થાય છે, એ બધા પુણ્યશાળી છે કે જેઓ બીજાં બધાં કાર્યોમાંથી મન, વચન, કાયાના યોગોને ઊઠાડી લઈને એ ત્રણે યોગોને ફકત તારામાંજ એકાગ્રતાપૂર્વક જોડીને ત્રણે સંધ્યાએ એક નિષ્ઠાથી તારા ચરણની ભક્તિ કરે છે. મહા ઉપકારી કરુણાવંત તમને ઓળખ્યા અને એ ઓળખ થતાં તારા સિવાય બધું નીરસ લાગ્યું તારી ભક્તિ એજ સર્વસ્વ લાગ્યું. એ કેવા ભકત હશે કે જેમને તારી ભકિત મળવાથી હર્ષથી રોમાંચ ખડાં થઈ જાય છે. ધન્ય છે તે પુણ્યશાળીઓને ! તેમનો જ જન્મ સફળ છે કે તું મળ્યો, ભક્તિ જાગી અને બધું જ છોડીને તારી ભક્તિમાં જ ઓતપ્રોત થઈ ગયા. ધન્યાતિધન્ય તેમના ગુણ ગાવાની મારી શક્તિ નથી કે જે તારી જ સેવામાં રસિક છે. વળી નારાયણ હોય તે કેવી રીતે અગદગદા રહિત હોય? નારાયણ તો ગદાન ધારણ કરે છે. તું તો અગદ છતાં નારાયણ સહજ અતિશયના મહિમાથી જ જન્મથી માંડીને અગદ નીરોગી શરીરવાળો છું અને ધર્મતીર્થને પ્રવર્તાવીને ભવ્ય જીવોની નરકને છેદનારા છો. વળી જે બ્રહ્મા છે તે તો રજોગુણવાળા હોય. તું તો અરાજસ છતાં બ્રહ્મા. કેવી વિલક્ષતા છે? રજોગુણવાળા જ સૃષ્ટિ રચે છે. તે તો કર્મ રજ દૂર કરી છે માટે અરાજસ છો અને બ્રહ્મને વિષે લય હોવાથી પરમ બ્રહ્મ છું. આવા પ્રકારનો તું તો હરિ, હર બ્રહ્માથી કોઈ ભિન્ન વ્યક્તિ છો એટલે જ છવાસ્થને અગોચર અગમ્ય છું. આવા જે પરમાત્મા છે તેમને વારંવાર મારા નમસ્કાર હો. હે પ્રણય કલ્પદ્રુમ ! વૃક્ષના સકલ ધર્મથી તું વિલક્ષણ કલ્પવૃક્ષ છે. વૃક્ષનો ધર્મ તો એ છે કે તેને સાધકનો અંતર્નાદ 186 Page #207 -------------------------------------------------------------------------- ________________ ઊગાડીએ તો કાળે ફળ માત્ર આપે છે. તું તો નહિ ઊગાડવા છતાં આ લોક અને પરલોકના સુખરૂપ ફળો આપે છે. વળી વૃક્ષો જળથી સિંચીએ તો ફળથી લચી પડે છે. તું તો પોતાના સ્વરૂપમાં જ અવસ્થિત છતાં તારું મોટું ગૌરવ છે. કલ્પવૃક્ષો તો સંકલ્પ કરેલી વસ્તુ આપે છે, તું તો સંકલ્પ ન કરેલી વસ્તુ આપનાર કલ્પવૃક્ષ છે. આવા તારી સહાયથી હું થોડા જ કાળમાં અમૃતરૂપ મોક્ષફળ મેળવી શકું તેમ છું. હે વિશ્વેશ! જે અસંગ છે તે કેવી રીતે જનેશ? મનુષ્યોના સ્વામી હોય તેઓનો મોહ તેમના પ્રત્યે હોય જ. તું તો સર્વ સંગનો ત્યાગી છું છતાં પરમ આહત્યના પ્રભાવથી ઈચ્છા નહિ હોવા છતાં ત્રણ ભુવનના લોકોથી સેવ્ય છું. હે કૃપા સિંધુ ! જે નિર્મમ છે તે કેવી રીતે કૃપાત્મા? મમતા હોય તો જ દયાળુ હોય, જગગુરૂ તો વિતરાગ સ્વભાવથી જ મમત્વ રહિત છે છતાં દુષ્ટ કર્મોથી પીડાતા ત્રણ ભુવનના જીવો પ્રત્યે પરમ કૃપાળુ છે. જે ઉદાસીન છે તે કેવી રીતે ત્રાતા? રક્ષક ઉદાસીનભાવથી રક્ષણ ન કરી શકે. તું તો વિશ્વ રક્ષક, રાગ દ્વેષથી રહિત છે તેથી માધ્યસ્થભાવમાં વર્તો છો છતાં પણ એકાન્ત હિતકારી તે જગતને ધર્મનો ઉપદેશ આપીને તેમના આતરશત્રુને ત્રાસ પમાડયો છે. આવા પ્રભુનો હું કિંકર છું પણ આશ્ચર્ય એ થાય છે કે હું આપનો કિંકર છું છતાં અનંત છું. જગદ્ગુરુ તો પરિગ્રહથી રહિત છે તે કોઈને અંકમાં સ્વીકારતા નથી છતાં ફકત કિંકરપણાથીજ કુગ્રહના કલંક વિનાનો છું આવા તમને મેં મારો આત્મા સોંપ્યો છે. વળી હે સ્વામી ! જે પ્રગટ રત્નનો નિધિ હોય તે ગોપવ્યા વિનાનો કેવી રીતે હોય? પણ તું તો જ્ઞાનાદિ રત્નોનો ભંડાર છો અને તે તો ત્રણ ભુવનના મનુષ્યને પ્રગટ છે એ આશ્ચર્ય છે. હે પ્રભુ ! સામાન્ય ફળવાળું વૃક્ષ પણ કાંટાની વાડથી ઢાંકી દેવાય છે. સ્વામી તો કલ્પવૃક્ષ, જે સકલ પ્રાણીજનના મનના સંકલ્પ પૂર્ણ કરે છે. એવા કલ્પવૃક્ષ છતાં કર્મરૂપી વાડથી વિંટાયેલા નથી. વળી જે ચિંતામણિ છે તે તો ચિત્તિત ફળ જ આપે છે તો અચિંત્ય કેવી રીતે ? જગદગુરુ તો સમસ્ત ચિત્તિત વસ્તુને આપનાર હોવાથી ચિંતામણિ છતાં અમાપ, મહિમાવંત હોવાથી મન, વચન, કાયાનો વિષય બનતા નથી એવા અચિંત્ય ચિંતામણિ રત્ન પરમાત્માને મારો આત્મા સર્વ રીતે સોંપી દીધો છે. તને મારો આત્મા સ્વાધીન કરીને હું પ્રાર્થના કરું છું કે હે જગત્ શરણ્ય ! તું ફળ માત્ર શરીરવાળો છું કારણકે સંગત્યાગનું, દુસ્તપ તપનું, કર્મને મૂળમાંથી ઉખેડી નાંખવાનું, કેવળજ્ઞાનની ઉત્પત્તિનું, તીર્થ પ્રવર્તનનું ફલ ખરેખર સિદ્ધપણું છે. એટલે હાલમાં તો તું ફલ માત્ર શરીરવાળો એટલે કેવળજ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય સ્વરૂપ છો એવા હે પરમાત્મા ! તું મારા પર પ્રસન્ન થા. હે પ્રભુ ! સિદ્ધ સ્વરૂપ તારા ધ્યાનથી હું વંધ્ય છું. સિદ્ધપણાના યથાવસ્થિત સ્મરણમાં હું ભીનો નથી એટલે મારો પ્રયત્ન નિષ્ફળ છે, કારણ કે અનુધ્યાન તો જોયેલું, સાંભળેલું અને અનુભવેલું હોય તે વસ્તુનું જ થાય છે, તું તો નિરંજન પદ પર રહેલો પરમાત્મ સ્વરૂપ છો તેથી સર્વ રીતે જોવાનો સાંભળવાનો, અનુભવવાનો વિષય તું બની શકતો નથી. તેથી શું કરવું એ સમજ પડતી નથી ત્યામૂઢ સાધકનો અંતર્નાદ 187 Page #208 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયો છું કંઈ ઉપાય જડતો નથી. ફલસ્વરૂપ સિદ્ધત્વ તે મનના ધ્યાનનો વિષય નથી, ફલ માત્ર શરીરવાળા તને જોવો તે કેવલિને જ સુલભ છે, કેવળજ્ઞાન કર્મક્ષયને આધીન છે. માટે તેવી રીતે મારા પર અનુગ્રહ કર કે હું પણ તારી પેઠે સ્વકર્તવ્યપરાયણ રહી કર્મ જાળને તોડી નાંખી સિદ્ધદશાને પામું. ર૦મો પ્રકાશ હે વિશ્વવન્ત પ્રભુ ! આ ભિખારીને તારા જેવા અનુપમ ગુણીની ભક્તિ મળે જ ક્યાંથી ? પણ તારી કૃપાથી મને કલ્યાણના ખજાના જેમાં ભરેલા છે એવા તારા પવિત્ર ચરણની ભક્તિ કરવાનો યોગ મળી ગયો છે એટલે હવે તો એ પાદપીઠ ઉપર રહેલા તારા ચરણમાં આળોટવાનું મન ભક્તિના અતિશયથી થઈ જાય છે, પણ હે પ્રભુ! હવે તો મારે જયાં સુધી આ સંસારની મુસાફરી કરવી પડે ત્યાં સુધી એ તમારા ચરણની રજ મારા મસ્તક ઉપર સ્થિર વાસ કરો, કારણ કે એ ચરણની રજનાં કણ તો પુણ્યના પરમાણુના કણ છે. ભવોભવ સુખ ને આનંદનો અનુભવ કરવા મારે તેનો આધાર છે. પુણ્યશાળીને જ સ્વામીના ચરણની રજનો સ્પર્શ થાય. તેના સ્પર્શનો યોગ મને આ ભવમાં મળી ગયો છે. પણ હવે જે ભવો કરવા પડે તેમાં એ તારી કૃપાથી અખંડ રહો. એટલી વિનંતી દર્દભર્યા હૈયે કરું છું. હે વિતરાગ દેવ! આવા વિતરાગનું દર્શન મને થયું? આ રાગ, દ્વેષ, મોહથી મલિન આત્માને તારું દર્શન? ભવકોટિએ પણ ન મળે ! ન બનવાનું બની ગયું. ખરેખર ! મારા પુણ્યનો પ્રકર્ષ વધી ગયો છે. એ તારા કરુણાના કુંભ જેવા મુખના દર્શન થયાં એ વિતરાગી, પ્રશમરસથી બનેલા મુખ કમળ ઉપર મારી આંખો ભ્રમરની જેમ આસક્ત થઈ ગઈ છે હવે એને બીજે ફરવાનું મન નથી થતું અને તારામાંજ લીન બનીને હર્ષથી ઉભરાઈ જાય છે. હે પ્રભુ! એ ઉભરાતા આંસુનાં પાણી વડે મારી દૃષ્ટિને પવિત્ર બનાવો. એ આંખો તારા દર્શન વિના રાગદ્વેષને મોહને આધીન બની દુનિયામાં નહિ જોવા લાયક જોઈ જોઈને જુગુપ્સનીય બની ગયેલી છે. તે તારા મુખના દર્શનથી જ ચોખ્ખી થાય. હે કરુણામૂર્તિ ! તારા દર્શનમાં અભુત શક્તિ છે કે તેનાથી તો લાંબા કાળનો ભવો ભવનો એકઠો કરેલો પાપરૂપ કચરો બળીને ખાખ થઈ જાય છે. એ પાપના પુંજ ઓગળીને ખલાસ થઈ જાય છે. ૩. હે પરમેષ્ઠિ દેવ! આ બિચારું મારું લલાટ પૂર્વના અનંત ભવોમાં તને પ્રણામ નહિ કરીને ઠગાયું છે. ખરેખર ! તે દયા કરવા લાયક છે. ભવાભિનંદીપણાથી, જે અસેવ્ય હતા તેને નમીને ગુનાનું પાત્ર બન્યું છે. તેણે એવડો મોટો ગુનો કર્યો છે કે માફી માગવાથી છૂટી શકાય તેમ નથી માટે હે કૃપા સાગર ! આ તારી આગળ આવતા તારા પ્રણામના યોગને પામ્યું છે એટલે તે ગુનાથી છૂટવા માટે ભક્તિના વેગપૂર્વક વારંવાર તારી પાસે ભૂમિ ઉપર એ લલાટને પછાડીને અફળાવવાથી જે તેમાં ઘાનું નિશાન પડી ગયું છે તે જ પ્રાયશ્ચિત્ત રૂપ બનો. જેનો અનંત ઉપકાર છે તે પણ ભૂલી ગયો ને ત્યાં પણ અક્કડતા રાખી એ કાંઈ ઓછો ગુનો છે? સાધકનો અંતર્નાદ 188 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪. હે પ્રભુ! અનાદિ કાળથી ભવભ્રમણ ચાલી રહેલું હોવાથી મારા અંતઃકરણમાં મિથ્યાદર્શનોની દુષ્ટ વાસનાઓ એ મહાન સ્વરૂપ પકડયું છે, ઘર કરીને રહી છે. હે પ્રભુ! આજે તારાં દર્શન થયાં ઘણો આનંદ થયો નિર્નિમેષ આંખો વડે દર્શન કરવા છતાં ધરાતી નથી. તારા દર્શનના આનંદથી રોમાંચ ખડાં થઈ જાય છે. એ ઊંચા થયેલા રોમાંચ કાંટા રૂપ બનો કે જે મારી અનાદિ દુષ્ટ વાસનાને દુઃખી કરે અને એને પીડા ઉત્પન્ન કરીને બહાર કાઢી મૂકે. હે જગલોચન ! તારા મુખમાં અમૃત ભર્યું છે. એટલે જેઓ તારા મુખરૂપી ચંદ્રમાના દર્શનના યોગને પામે તેઓ જ તેમાંથી અમૃતના ઘુંટડાઓનું પાન કરી શકે. મને તારું દર્શન થયું હવે એ તારા મુખરૂપી ચંદ્રની જ્યોસ્નાનું (અમૃતનું) પાન કરતી મારી આંખો ધરાતી નથી એટલે તે અમૃતનું ગટ-ગટ પાન કરતી મારી આંખોને તૃપ્તિનો ઓડકાર ન આવે ત્યાં સુધી તે આંખો સ્થિર નિર્નિમેષ બની જાવ. ૬. હે વિવૈકમિત્ર ! જગતમાં તું જ એક સર્વસ્વ છે અને સર્વ સારભૂત તારામાં જ છે, માટે મારો આ દેહ અને સર્વ અંગોપાંગ તારા માટે હો. તારા સિવાય, અન્ય અસાર વસ્તુઓમાં આ દેહનો ઉપયોગ કરીને ઘણી વિટંબણાઓ ઊભી કરી છે. હવે તું મળ્યો એટલે મને લાગ્યું કે જગતમાં સઘળી જોવા લાયક વસ્તુમાં સારભૂત હોય તો તારું મુખ જ છે, સર્વ ઉપાસ્યમાં સારની તો તું અવધિ છે. જગતમાં સર્વ સાંભળવા લાયકમાં સર્વસ્વ કંઈ હોય તો તારા ગુણો જ છે. બીજું કાંઈ નથી. હવે એ અસાર વસ્તુમાં આ દેહનો ઉપયોગ થાય ? કદી નહિ. હવે તો તારી કૃપાથી મારી બે આંખો હંમેશાં તારા મુખમાં જ આસક્ત થાઓ. મારા બે હાથ તારા ચરણોની સેવા માટે તત્પર રહો. મારા બે કાન તારા મનોહર ગુણોને સાંભળવામાં સાવધાન રહો. ૭. હે પૂજ્ય ! અદ્ભુત અવર્ણનીય ગુણોનો ભંડાર તું, તારી સ્તુતિ શું મારાથી શક્ય છે? સૂક્ષ્મ અર્થના રહસ્યોના ભેદ પાડવામાં સમર્થ એવા પૂર્વના મહાપુરુષો પણ તીક્ષ્ણ બુદ્ધિવાળા તારા સંપૂર્ણ ગુણો ગાવા વાણીનો પ્રયોગ કરી શકયા નથી તો તેમની અપેક્ષાએ તો મારી વાણી કુંઠિત છે. છતાં જો તે મારી વાણી તારા ગુણને ગ્રહણ કરવા તરફ સ્પૃહાવાળી છે તો એવી બુટ્ટી પણ મારી વાણીનું કલ્યાણ હો ! ૮. હે નાથ ! હું તારો પ્રેપ્ય છું, દાસ છું, સ્વામીના ચિત્તને અનુરૂપ સેવામાં તત્પર એવો સેવક છું, કિંકર છું. સેવકો સેવાને અનુરૂપ ફલને ઈચ્છે છે તો પણ તારી પાસેથી હું કંઈ પણ અધિક માંગીશ નહિ, ફકત “ઓમ્' એ શબ્દ માત્ર ઉચ્ચારીને “તું મારો' એમ મારો સ્વીકાર કર. તું માત્ર અંગીકાર કરે એટલે હું કૃતકૃત્ય છું એટલે એથી અધિક બીજું કંઈ જોઈતું નથી. “મૈત્રી પવિત્ર યાત્રાય.” વિશ્વના સમગ્ર જીવ પ્રત્યે કોઈ દુઃખી ન થાઓ' સર્વનું હિત થાઓ, કલ્યાણ થાઓ, આખું જગત પાપ અને દુઃખથી મુક્ત થાઓ, આ કલ્યાણકારી ભાવથી પૂર્ણ છે વિતરાગ અરિહંત પ્રભુ ! તારામાં મૈત્રી ટોચે પહોંચેલી છે કે જે વિશ્વમૈત્રીના ભાવથી વાસિત તારા આત્માએ જગતના જીવોના કલ્યાણના ભાવથી તેના માટે પોતાના દુઃખને, કષ્ટને ગણકાર્યું નથી. પોતાના મોક્ષ સાધકનો અંતનદ 189 Page #210 -------------------------------------------------------------------------- ________________ સુખનું પણ ચિંતવન કર્યું નથી. આવી મૈત્રીનું પવિત્ર ભાજન તું જ છે. સમસ્ત દોષ રહિત યથાર્થ વસ્તુતત્વાવલોકી ગુણી પુરુષોના ગુણનો પક્ષ તારામાં અદ્ભુત જેથી ગુણી પુરુષોના ગુણોના આનંદથી તમે શોભી રહ્યા છો. શરણાગતજન ઉપર નિષ્કારણ કરુણાવંત હે પ્રભુ ! તું મહાકરુણાના કારણે જગતના સમગ્ર જીવોના દુઃખના પ્રતિકારનું ચિંતવન તું નિરંતર કરી રહ્યો છું તેથી તું પૂછ્ય છો. ભિન્ન ભિન્ન કર્મ વડે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જીવો વડે સારી ખોટી ચેષ્ટા કરાય છે, આ ભાવથી સ્તુતિ કરનાર કે રોષ કરનાર ઉપર તુલ્ય મનોવૃત્તિ હોવાથી પૂજ્ય તું જ છે, માટે યોગ સ્વરૂપ તમને મારા નમસ્કાર હો. દીનોદ્વાર૨ધ૨સ્વદપરો નાસ્તે મદન્યઃ કૃપા પાત્ર નાત્ર જને જિનેશ્વર તથાપ્યતાં ન યાચે શ્રિયમ્ કિં ત્વહન્નિદમેવ કેવલ મહો સદ્બોધિરત્ને શિવં શ્રી રત્નાકર ! મંગલૈકનિલય ! શ્રેયસ્કરે પ્રાર્થયે. હે પ્રભુ ! હું દીન, કંગાલ, ગરીબ, રાંક છું, તારામાંનો એક અંશ, મારામાં પ્રગટે એવી લાયકાત પણ મારામાં નથી. એટલે મારા જેવો દયાપાત્ર આ જગતના જીવોમાં કોઈ નહિ હોય, અને હે કરુણાસાગર! દીનોનો ઉદ્ધાર કરવામાં અગ્રેસર કરુણાવંત તારા જેવો મેં કોઈ જોયો નથી. તું કરુણાનો ભંડાર છે અને તારી કરુણાને ઠાલવવા માટે મારા જેવો ગરીબમાં શિરોમણી કરુણ અવસ્થાને ભોગવતો કરુણાનું મહાપાત્ર હું મળી ગયો છું, તો તું કોની રાહ જુએ છે, કરુણા ઠાલવ પણ એ પહેલાં હું તને કહી દઉં છું કે હે જીનેશ્વર ! તું જીનેશ્વર છું તો પણ એ લક્ષ્મીને હું માગતો નથી કિંતુ, હે અરિહંત દેવ ! તું ગુણરૂપી રત્નોનો ખજાનો છે મંગલોનું એક નિવાસ સ્થાન છે માટે તારી પાસે દીનતાથી કરગરતો ફકત માગું છું, કલ્યાણકારી એક સદ્બોધિરત્ન, તે તું મને આપ. પ્રણિધાનમાં “અસ્મિન્નપારભવવારિનીધો મુનીશ'' ! અહીંથી ત્રણ શ્લોકોમાં પ્રશ્ચાત્તાપરૂપે રડવું આવે. હે પ્રભુ ! આ અપાર ભવ સમુદ્રમાં (આ વિચાર સાથે ચારે ગતિ અને તેનું સ્વરૂપ ચિત્તમાં ખડું થઈ જાય. અપાર અનેક ભવોમાં મેળવેલી અનેક ગતિઓનું ચિત્ર ખડું થાય) હું ડૂબકાં ખાઈ રહ્યો છું, અથડાઈ રહ્યો છું, ભટકી રહ્યો છું તેમાં મને એમ સમજાય છે કે મેં તને સાંભળ્યો નથી. તારું સ્વરૂપ મારા કાને પડયું નથી કે તું આવો કરુણાથી ભરપૂર દયાળુ કોઈ અદ્વિતીય દેવ છો ! શું મેં તને સાંભળ્યો હોય તો આ જન્મ-મરણ (જન્મવું ને મરવું, જન્મવું ને મરવું આ વિપત્તિ સર્પણ જેવી ભયંકર લાગે) ની વિપત્તિ મારી પાસે આવે ખરી ? તારું નામ, તારી અવસ્થા, તારું સ્વરૂપ સાંભળવામાં આવે તો તારું નામ તારી પવિત્રતાના મહિમાથી એવા પ્રભાવશાળી મંત્ર સ્વરૂપ છે કે જેના કાનમાં પડે તેને આ સાધકનો અંતર્નાદ 190 Page #211 -------------------------------------------------------------------------- ________________ વિપત્તિનું ઝેર તો ન ચડે પણ તે ડંખ મારીને હેરાન પણ ન કરી શકે પણ હું તેનાથી ડંખાઈ રહ્યો છું, પીડાઈ રહ્યો છું એટલે ખરેખર ! ભવ ભ્રમણમાં બધી જાતનાં નાટક કર્યાં છે અને બધુંય મને મળ્યું છે, સાંભળ્યું છે પણ તું મારી કર્ણેન્દ્રિયનો વિષય નથી બન્યો નહિતર મારી આવી દશા ન હોત ! જન્માન્તરેડપિ તવ પાદયુગં ન દેવ ! હે દેવ ! પૂર્વ જન્મોમાં (ન તં ઠાણું ન તં કુલ આ રીતે બધા જન્મો અને તેનું સ્વરૂપ ચિત્તમાં ખડું થાય.) તમારા ચરણનું શરણું મેં લીધું જ નથી. જે તમારું ચરણ કેવું છે ? જે માગીએ તે આપે એવું છે છતાં મેં કેટલીય મૂર્ખાઈ કરી છે કે કોઈ વખત અભિમાનમાં આવી જઈને કે કોઈ વખત સંસારની બાહ્ય વસ્તુને મોહથી મૂઢ બનેલી મતિથી સાચું શરણ માનીને મેં તારી ઉપેક્ષા કરી છે અને બીજા તેવાં શરણો સ્વીકારીને હું કેવળ દુ:ખી જ થયો છું. જયાં જેના શરણે ગયો તેણે મારો પરાભવ જ કર્યો છે. લલચાવીને જરાક આશરો આપે ને બદલામાં દુઃખી કરે. આશરો પણ દુ:ખી કરવા માટે આપે તે મને સાચું લાગ્યું અને જે ચિંતામણિ પણ અધિક દાન કરવામાં સમર્થ છે અને આશ્રય આપ્યા પછી એકાંત, શાંતિ, અપાર સુખ જેના શરણમાં છે તેની ઉપેક્ષા કરી છે કેટલી મૂર્ખાઈ ? ખરેખર ! એ તારા ચરણનું શરણ સ્વીકારી પૂછ્યું નથી તેથીજ આ પરાભવ (તે વખતે આત્માના દોષો જેટલા ખ્યાલમાં આવે તેટલા, તે દોષો પોતાનું ચલાવે છે મારું કાંઈ ચાલતું નથી. તે મારા ઉપર જુલમ ગુજારે તોય હું કાંઈ ન કરી શકું તેવી આત્માની નિર્બળતા યાદ આવે અને તે જેમ કરે તેમ કરવા દેવું પડે, અગર ખ્યાલ પણ ન આવવા દે, દોષ રૂપે સમજવા પણ ન દે) નું સ્થાન હું બન્યો છું નહિતર શું આ પરાભવો મારે હોય ? તારા ચરણનું શરણ એટલું સમર્થ છે જે કોઈ તેને સ્વીકારીને સેવે તેને તો લીલાલ્હેર હોય ! પણ મેં તે પૂજયું નથી. “નૂનં ન મોહિતમિરાવૃત લોચનેન.’’ ! હે વિભુ ! મેં પૂર્વે જે જન્મો કર્યા તેમાં દૃષ્ટિને મોહથી મદોન્મત્ત બની જઈ જાણે મારે તને જોવાની કયાં જરૂર ? એમ ઉઘાડી જ નથી, તને જોવા માટે એક વખત પણ તૈયાર થયો નહિ, તારું દર્શન અમૃત કરતાં પણ અધિક તૃપ્તિ, આનંદ આપે તેવું છતાં મોહથી અર્ધ બનેલો, છકી ગયેલો જેથી મારી દૃષ્ટિ ઉપર મોહનું પડ બાઝી ગયું કે મેં એક વખત પણ તને જોયો નથી. જો મેં તારા દર્શનરૂપી અમૃતનું પાન કર્યું હોત અને તૃપ્ત બન્યો હોત તો આ મર્મમાં પીડનારા જે દુઃખનું વર્ણન જ ન થાય તેવા અનર્થો દુઃખો. કેમ પીડે ? કેમકે અજ્ઞાન અને મોહથી સાચી દૃષ્ટિ ઢંકાઈ ગઈ છે. તારા દર્શનમાં ચિત્ અને આનંદ વગેરે સાક્ષાત્ દેખાય છે તારામાં તે વસ્તુનાં સાક્ષાત્ દર્શન થાય પછી અજ્ઞાન અને અશાંતિ મારે હોય ? આટલું પ્રશ્ચાત્તાતરૂપે થયા પછી એકદમ ખ્યાલ આવે. આકણિતોડપિ એ શ્લોક બોલતાં. ના, ના, ના, મેં તમને સાંભળ્યા તો છે પૂજ્જાય છે અને તારું દર્શન પણ કર્યું છે પણ બધુંય કરવામાં ચિત્તને અલગ રાખ્યું છે, ચિત્તને બીજામાં જ રસ લેતું રાખ્યું છે, સંસારની બીજી-બીજી વસ્તુમાં જ રસ છે અને તારી સાથે ચિત્ત જોડવામાં બધું ઉપર ટપકું ચિત્તને સાધકનો અંતર્નાદ 191 Page #212 -------------------------------------------------------------------------- ________________ ગમે છે હજી રતિ પ્રીતિ છે બહારમાં, તેથી તારા શ્રવણ, પૂજન, દર્શન થવા છતાં, તું આત્મ સ્વરૂપનું દર્શન કરાવનાર, અનંત ગુણનો ખજાનો પરમ આત્મા હોવા છતાં, તારા ખજાનાને મેં ઓળખ્યો નથી, ઓળખવા માટે પ્રયત્ન કર્યા નથી એટલે ચિત્ત તેમાં લોભાતું નથી, રસ લેતું નથી અને તેમાં ચોંટતું નથી. તેથી જ હે જગતુબંધુ ! હું બધા અનર્થો, દુઃખો, પરાભવો, વિપત્તિઓનું પાત્ર બન્યો છું હવે તું મળ્યો છે. તારો જ આધાર છે. શરણ છે મારે તે દુઃખો નથી જોઈતાં મારે તો તારામાંજ ચિત્તને એકાગ્ર બનાવવું છે. તે સિવાય બીજી કોઈ વસ્તુ ગમતી નથી પણ કોણ જાણે ચિત્ત એકાગ્ર બનતું નથી ખરેખર પ્રભુ ! મારામાં કાંઈ શક્તિ નથી. હું તન ભૂલો પાંગળો છું માટે તારા શરણે આવ્યો છું, હવે તો તારામાં ચિત્તને એકાગ્ર બનાવવાની શક્તિ પણ તું આપ. તારે આપવી જ પડશે હું બીજે કયાં જઉં ? દુઃખી જન પર વાત્સલ્ય ધરાવનાર તું જ છે એટલે તો આ દુઃખીઓ હું તારી પાસે આવ્યો છું, હું નિરાધાર છું તારા વચનો નહિ સાંભળવાથી, તને નહિ પૂજવાથી, તારા દર્શન નહિ કરવાથી હું દુઃખોનો અનુભવ કરી રહ્યો છું. એ સાંભળવા, પૂજવા, દર્શનમાં ચિત્તને એકાગ્ર બનાવવું છે, તે મારી પાસે નથી. તું શક્તિઓનો ભંડાર છે તો તું મને તેમાંથી આ શક્તિ આપ. તું શરણ આપનાર છે, હું નિરાધાર છું. તો શરણ આપ. તું કરુણાનું ધામ છો, હું દયાપાત્ર છું. મારા પર દયા કર. હવે આ દુઃખો મારે નથી જોઈતાં મારાથી સહન પણ નથી થતાં. તું દયાળુ છે તે જાણી તારી પાસે આવ્યો છું તેનાથી તું મને છોડાવ. હું એટલું તો સમજયો છું કે તે દુઃખોથી છૂટવા માટે તારામાં ચિત્તને સ્થિર કરવાની જ જરૂર છે, માટે મારા ચિત્તને તું સ્થિર કર. સાધુતાનાં લક્ષણો उज्झियवइरविरोहा निच्चमदोहा पसंतमुह सोहा । अभिमयगुणसंदोहा, हयमोहा साहुणो सरणं ॥१॥ ૧. જેમણે વૈર અને વિરોધનો ત્યાગ કર્યો છે, તે સાધુ કહેવાય. જીવને જડ ઉપરના રાગથી અનાદિ કાળથી જીવ પર દ્વેષનો અનુબંધ ચાલ્યો આવે છે. આ ષનો જે અનુબંધ છે તેને જ વૈર કહેવાય છે. આ વૈર અમૈત્રીભાવમાંથી થયેલું છે. સાધુને સર્વ જીવો પ્રત્યે આત્મસમાનભાવ હોય છે, બીજાના હિતમાં તત્પર હોય છે, સદા મૈત્રીભાવથી યુક્ત હોય છે, તેથી વેરના કારણરૂપ જે અમૈત્રીભાવ તેમનામાં હોતો નથી. અનાદિ કાળનો જીવ પર દ્વેષ હતો તે મૈત્રીભાવથી ટળી ગયો હોય છે. જયાં કેવળ સ્વાર્થ હોય છે ત્યાં દ્વેષની પરંપરા ઉત્પન્ન થાય છે. સાધુને પરાર્થ મુખ્ય હોય છે. આ પરાર્થ જીવન જીવ પ્રત્યેનો દ્વેષ તૂટ્યા વિના અને મૈત્રીભાવ આવ્યા વિના બનતું નથી. એટલે સાધુ આત્મસમદર્શિત્વભાવથી જગતના સર્વ જીવો પ્રત્યે કલ્યાણ (સુખ)ની કામનાવાળા હોય છે. કારણકે તેઓએ જીવો પ્રત્યેના દ્વેષની પરંપરાથી ચાલ્યા આવતા વેરનો ત્યાગ કર્યો છે. આનો ભાવ એ છે કે સાધુને “શિવમસ્તુ સર્વ જગત” આ ભાવના આત્મસાતું હોય, આ ભાવને ટકાવવા માટે આત્મસમદર્શિત્વભાવયુક્ત વર્તન હોય છે. સાધકનો અંતર્નાદ 192 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨. ૩. નિઘ્યમાંદા : વૈર અને વિરોધ આત્મસમત્વ ભાવના કારણે ચાલ્યા ગયા છે, માટે જ સાધુ કોઈ પણ જીવનો દ્રોહ કરતા નથી. કરેલા ઉપકારને ભૂલાય છે તે જ ખરેખર દ્રોહ છે. “પરસ્પરોપગ્રહોજીવાનામ્’” જીવોનું આ લક્ષણ છે. એટલે પોતાને અનાદિ કાળથી ભમતા જીવોના અનેક ઉપકારો થયેલા છે તેના આલંબન (સહાયરૂપ)થી અનેક ભવોમાં શાંતિનો અનુભવ કરી શકયા છીએ. જેમ ભગવાને માર્ગ બતાવ્યો તે ઉપકાર છે. અહીં જીવો તે માર્ગે ચાલવામાં સહાયક છે, તે ઉપકાર છે. જીવના કારણે પુણ્ય બંધાય છે અને સુખ મળે છે. આ તેમના ઉપકારને સાધુ ભૂલતા નથી, આ કૃતજ્ઞભાવના કારણે તે સાધુઓ ઉપકારનો બદલો વાળવા માટે નિરંતર જીવોના કલ્યાણની, સુખની ઈચ્છાવાળા હોય છે. કેમકે એટલો બધો જીવોનો ઉપકાર છે કે બદલો વર્તનથી વાળતાં પહોંચી શકાય તેમ નથી પણ વર્તન કરતાંય ભાવથી શકય છે અને તેની શક્તિ પણ ઘણી છે કે જે પહોંચી વળે, માટે નિરંતર જીવો તરફ દ્રોહ રહિત કૃતજ્ઞભાવવાળા હોય છે. ૪. વસંતમુદ્દોદા : જીવો પ્રત્યેનો વૈર, વિરોધ નથી, દ્રોહ નથી જે આ દોષો જીવો પ્રત્યેની લાગણીના અભાવે કઠોરતાના કારણે હતા. હૃદયની કઠોરતા જવાથી મન નિર્મળ બની ગયું છે, તેથી સાધુનું મુખ સદા પ્રસન્ન હોય છે. શાંતમુદ્રા હોય છે કારણકે દ્વેષ, અમૈત્રીભાવ, દ્રોહ આદિ મનના રોગ શાંત થઈ જવાથી અશાંતિનું કોઈ કારણ રહ્યું નહિ, મનની અશાંતિથી જ પ્રસન્નતા જાય છે, સાધુનું મન સદા પ્રસન્ન છે તેથી મુખની શોભા પ્રશાંત હોય છે. જેમને જીવો સાથે વિરોધ નથી તે સાધુ કહેવાય. વિરોધ પણ જડ ઉપરના રાગના કારણે જીવ પ્રત્યે અપ્રીતિ થવાથી પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય છે, વિરોધ એટલે જીવો સાથે મૈત્રી ભાવથી જે સંબંધ જોડયો હતો તે અક્ષમત્વ ભાવથી તૂટી જવો તે. એટલે અભેદ સંબંધ ભાવમાં જ એકતા હતી, તે છૂટી ગઈ અને સંબંધ તૂટી ગયો. સંબંધ અપ્રીતિ થવાથી તૂટે છે અને અપ્રીતિ સહન નહિ થવાથી કે કરવાથી થાય છે. આ વિરોધ (જીવો સાથે સંબંધ તૂટી ગયો છે તે) જીવો પાસે ક્ષમા યાચવાથી ટળે છે. એટલે તૂટેલા સંબંધને જોડવા માટે અગર જીવોને દુઃખી થવામાં આપણે નિમિત બન્યા હોઈએ માટે તે બદલ તેમની પાસે માફી માગવી જોઈએ. આ ક્ષમા ધર્મ જીવો પ્રત્યે લાગણી-આત્મસમાનભાવ હોય તો આવી શકે છે. આ ક્ષમા ધર્મ સાધુનો મુખ્ય ધર્મ છે. સાધુ આત્મસમદર્શિત્વ ભાવવાળા હોવાથી તેમનામાં આ ધર્મ પ્રગટ થયેલો હોય છે તે કારણે જીવો સાથે તેમને વિરોધ ટળી ગયેલો હોય છે. ૫. મિમયશુસંરોઠા : મનનિર્મળ અને શાંત થઈ ગયેલું હોવાથી દુર્ગુણો પ્રત્યે ખેંચાણ પણ નથી હોતું, પણ અભિમય ગુણ સંદોહા-ગુણોના સમૂહો જ ઈષ્ટ હોય છે. ગુણોને વિકસાવવાની ઈચ્છા પ્રબળ હોય છે. તેથી ગુણીઓનું આલંબન (નવપદ) લઈ પોતાના ગુણો વિકસાવવા પ્રયત્ન કરી રહેલા હોય છે, કેમકે ગુણાનુરાગ એટલે ગુણો પ્રત્યે ઈષ્ટતા થઈ છે. સાધુ ગુણના અનુરાગી હોય છે. ચોદા : ગુણોનો રાગ થવાથી મોહ કે જે સર્વ દૂષણોનો રાગ છે તે ટકતો નથી. એટલે કે ગુણો પ્રત્યે લક્ષ્ય જવાથી સાધુને મોહ મૂંઝવી શકતો નથી. મોહની સામે લડાઈ શરૂ કરી હોવાથી સાધકનો અંતર્નાદ 193 ૬. Page #214 -------------------------------------------------------------------------- ________________ જેમનો મોહ હત પ્રાયઃ છે માટે સાધુને મોહ ફસાવી ન શકે તેઓ મોહને આધીન થતા નથી. આ સાધુના ગુણો મને ઈષ્ટ છે તે માટે પ્રગટ કરવા છે. તેથી શક્તિહીન એવો હું જેઓને સાધુત્વ પ્રાપ્ત થયું છે એવા સાધુઓનું શરણ લઉં છું, કારણકે ગુણો પ્રગટ કરવા માટે તે તે ગુણયુક્ત ગુણીજનો પ્રત્યે નમ્રભાવ દાખવવો અને શરણાગતિ સ્વીકારવી એજ સરળ માર્ગ છે. નવવાદની સમજણ નવવાડ સમજવાની ઈચ્છા તે તને તેના પાલન માટે જરૂરી હિત માર્ગે દોરશે. ૧. સ્ત્રી જાતિ માટે પ્રથમ વાડ - પુરુષ, પશુ કે નપુંસકનો વાસ હોય ત્યાં શીલવ્રતધારીએ ન રહેવું. જો આ વાડનું રક્ષણ ન થાય તો પુરુષના સહવાસથી તેની સાથે વાતોની તક મળે, રાગ ભળે તો કુદૃષ્ટિ થાય અને વિકારમાં જવાય. પશુના સહવાસમાં રહેવાથી તેમાં નર અને નારી જાતિની કામ ચેષ્ટાઓ, વિકાર કે ક્રિીડાદર્શન થાય અને આવી ચેષ્ટાઓ દૃષ્ટિગોચર થતાં વિકારમાં જવાય. એટલે શીલરક્ષણ માટે આ પ્રથમ વાડ ખૂબ જ જરૂરી છે. ૨. બીજી વાડ - પુરુષ સાથે એકાંતમાં વાત કરવી નહિ અગર પુરુષની વાત કરવી નહિ. એકાંત સ્ત્રી જીવન માટે ખૂબ જ અહિતકર છે. તેમાંય એકાંતમાં પુરુષની સાથે વાત તો જરૂર અસદાચારમાં મૂકે. વાત કરતાં પુરુષને સ્ત્રી પર કે સ્ત્રીને પુરુષ પર રાગ થઈ જાય. એ જ રીતે પુરુષ સંબંધી વાત કરતાં પણ તેના પર રાગ હોય તો અગર રાગથી વાત કરતાં વિકાર પેદા થાય અને પતનમાં જવાય. ત્રીજી વાડ - સ્ત્રીએ પુરુષ જે આસન પર બેઠો હોય તે આસન પર ત્રણ પ્રહર સુધી બેસવું ન જોઈએ. આ વાડનું પાલન કરવા કાળજી જરૂર રાખવા જેવી છે. આપણા મનથી સામાન્ય જેવી લાગે એટલે બેદરકારી રહે પણ ખૂબ સાચવવા જેવું છે. મેં એક અનુભવ એવો સાંભળ્યો છે કે પુરુષ ઊઠયો અને તે સ્થાને બાઈ બેઠી. સમજુ છતાં ગાડીમાં અશકય પાલન જેવું એટલે ત્યાં બેસવાથી મનનો કાબૂ ખૂબ કેળવ્યો હતો, તેથી પણ તેને વિકાર થયો આવાં સ્થાનોમાં વિકારથી બચવા માટે પોતાની પાસે કપડાં વિગેરે હોય તે તે સ્થાન પર મૂકી બેસવાની સમજણ મેળવી, તે પ્રમાણે પણ તે વાડનું રક્ષણ કરવાની કાળજી કરવી જોઈએ. એટલે ઘરમાં હીંચકો, ખુરશી, પાટ, પાટલા, શયન વગેરે પર બેસતાં પહેલાં કાળજી રાખવી હિતકર છે. ૪. ચોથી વાડ - પુરુષનાં અંગોપાંગ જોવાં કે ચિંતવવાં નહિ, સ્ત્રીએ તો પુરુષ સામે દૃષ્ટિ પડે કે જેમ સૂર્યને જોઈ આંખ મીંચાઈ જાય અગર દષ્ટિ પાછી ખેંચી લે તેમ તરત દૃષ્ટિ ફેરવી નાખે. પુરુષનાં અંગોપાંગ નિહાળી નિહાળીને જોવાથી તેના પર રાગ સાધકનો અંતર્નાદ 194 Page #215 -------------------------------------------------------------------------- ________________ થાય અને વિકારમાં લઈ જાય. પુરુષના અંગોપાંગનું ચિંતવન પણ એજ પ્રકારનું છે. તેનાં અવયવોનો વિચાર તેના પર રાગ પેદા કરાવે અને વિકારમાં ઘસડી જાય. ૫. પાંચમી વાડ - ભીત કે પડદાની ઓથે સ્ત્રી પુરુષ કામક્રીડા કરતાં હોય ત્યાં શીલવ્રતધારીએ ન રહેવું. આ વાડનું રક્ષણ ન થાય તો ક્રિયા કરતા સ્ત્રીપુરુષના શબ્દો કાને પડે, તેમની તેવી ચેષ્ટાનીક્રિીડાની વાતોના શબ્દો સાંભળવાથી વિકાર જાગે અને આ વાડભંગથી પતનમાં જવાય. ૬. છઠ્ઠી વાડ - પૂર્વે કરેલી કામક્રીડાને યાદ ન કરવી જેમ સુખી અવસ્થામાં પણ પૂર્વે દુઃખ પડયું હોય તે યાદ આવતાં હૃદયમાં દુઃખ તાજું થાય છે તેમ પૂર્વના વિષયભોગનું સ્મરણ થતાં હૃદયમાં વિચારો આવે ને વિકાર પેદા થાય. ૭. સાતમી વાડ - બ્રહ્મવ્રતધારીએ સ્નિગ્ધ રસકસવાળો માદક આહાર લેવો નહિ. શીલ વ્રત પાળવું હોય તેણે આહાર પર જરૂર કાબૂ રાખવાની જરૂર છે. તીખા તમતમતા ખાદ્ય પદાર્થો અને ઘી, દૂધ જેવા માદક પદાર્થો ખાવાથી શરીર ઉન્માદી બને છે, વિકાર થાય છે અને પતનમાં જાય છે. ૮. આઠમી વાડ - નીરસ આહાર પણ ક્ષુધા શાંત થાય તેથી અધિક કરવો નહિ. આ વાડ નહિ સાચવવાથી વિચારમાં મલિનતા આવે છે. અને વિકારી બને છે. અધિક આહાર સવિચારોને આવવા દે નહિ. ૯. નવમી વાડ - શૃંગાર વડે શરીરની શોભા કરવી નહિ. શરીરની ટાપટીપ, સુંદર કપડાં પહેરવાની પદ્ધતિ, ફેશનનો મોહ, કેશ ગૂંથવાની તેવી રીત, સ્નાન આ બધાય સદાચાર ભંગનાં સાધનો છે. આવી શોભા કરવાથી આપણા તરફ દૃષ્ટિ પડનારને વિકાર થાય તો નિમિત્ત બનાય, વળી પોતે પણ વિકારી બને. આ રીતે નવે વાડ સમજીને સાચવવી ખૂબ જરૂરી છે. બીજી વાડમાં એકાંત સંબંધી વિચારવા જેવું ઘરમાં પુરુષ હોય પછી ભલે તે સગો ભાઈ હોય તો પણ બીજું કોઈ ન હોય તો નાની બહેન કે ભાઈ જેવાને પણ રક્ષક તરીકે સાથે રાખવા ઈષ્ટ માનવા. પુરુષ સાથે એકાંત એ અહિતકર છે. એટલા જ માટે ગમે તેવા આક્રોશવાળા કે અણગમાવાળા પણ વડીલ આપણા શીલના રક્ષક છે એમ વિચારી તેમને રક્ષક તરીકે જરૂરી માની તેમના સહવાસમાં જીવવું હિતકર જ મનાય. સાધકનો અંતર્નાદ 195 Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુરુવરનો ઉપકાર ગુરુ સમ ગિરુઓ કો નહિ, ગૌતમ સરિખા એહ; મનવાંછિત પૂરણ કરી, આપે આત્મ સનેહ. ૧ મુજ ગુરુ પરઉપગારીયા, હિતશિક્ષા ધરી નેહ; આપે પરહિત બુદ્ધિથી, વંદું વળી વળી તેહ. ૨ આત્મ સમર્પણ ભાવથી, મીલશું ગુરુની સાથ; ધન્ય ઘડી ધન્ય દિવસ તેહ, થાશું અમે સનાથ. ૩ એહ ગુરુના ચરણને, સેવીશું એક મશ; કર્મ ખપાવી પામીશું, અવિચલ સુખ તેહ ધન્ન. ૪ એહવા ગુરુ મુજને મળ્યા, કોડો ભવે કરી સાધ્ય; એહ પુણ્ય ઓવારીએ, આપે જેહ નિરાબાધ. ૫ પરમપ્રભુ અરિહંતના, સંદેશવાહક જે હ; જૈન ધર્મ ઓળખાવીઓ, મુજને ધરી અતિનેહ. ૬ નવપદમય મુજ આતમા, ચિત્ત લગાડયું એમ; તેહ તણા ઉપકારને, વિસરી શકું હવે કેમ? ૭ આત્મ તત્ત્વ ઓળખાવીને, ધ્યાને લગાવ્યું ચિત્ત; આતમ પ્રેમ ઉપજાવીને, વિસરાવ્યું જડ તત્ત. ૮ ચૈતન્યમય જે વિશ્વ છે, ધર્મધ્યાનમાંહિ તેહ; દેખાડી ઉપજાવીયો, મધુર આનંદ અતિ જેહ, ૯ આનંદમય નિજ સ્વરૂપનું, ભાન કરાવ્યું ધરી પ્રેમ; ઓ ગુરુદેવ ! મુજ તારજો, ભવોદધિથી એમ. ૧૦ ગૌતમ સ્વામીની સ્તવના પો.વ. ૧૩, ૨૦૪૧ ગિરૂઆ ગુરુ એક આપ છો, અને કના તારણહાર, પાય વંદું છું આપના, છો મુજ રક્ષણહાર. ૧ આતમભાવની સંપદા, લહી થયા પ્રભુ અખેદ, જગ રક્ષણની ભાવના, કરતાં લો અભેદ. ૨ આતમ સંપદ જગતને, ઓળખાવી ધરી પ્રેમ; અનેક જીવે તેહથી લાં, વિતરાગ પદ ક્ષેમ. ૩ જગતગુરુની સેવના, કરી અભેદ થઈ સાર; સાધકનો અંતર્નાદ 196 Page #217 -------------------------------------------------------------------------- ________________ ભવનો અંત તેહથી લહ્યો, હે ગુરુવર ! શ્રીકાર. ૪ પરમપદને પામીને, કર્યા અનંત સહવાસ, ગુરુ શિષ્યની બેલડી, વંદું તર પદ ખાસ. ૫ જગતમાં પ્રસરાવી એહ, અભેદભાવ સુવાસ; લહી આલંબન તેહનું, સાધીશું સુખવાસ. ૬ તે ગુરુ ગૌતમ ચરણને, પામ્યા તેહ ધન્ય ધન્ય; શિષ્યભાવ ધારણ કરી, કેવલી તયા કૃતકૃત્ય. ૭ તેહના ધ્યાન થકી અમે, પામીએ ભવ નિતાર; કોટિ ભવના કર્મને, ક્ષણમાં ક્ષય કરી સાર. ૮ ગુરુ તણા યોગે લહે, સકલ શાસ્ત્રના મર્મ; દેવ ગુરુને ધરમનું, તત્ત્વ પામી લહે શર્મ. ૯ એહવા ગુરુ ઉપગારીયા, સમરું દિવસ ને રાત; શરણ લહી ભવોભવ તણા, દુઃખ ફેડીશું ભલી ભાત. ૧૦ ચરણ કરણની સિરી, સાધીશું તસ સાથ; પંચ મહાવ્રત ભારને, વહીશું પ્રેમે નાથ. ૧૧ ઈમ સુધા જીવન તણું, પીશું ઘટ ઘટ સાર, અનેક જીવના દુ:ખને, દૂર કરી ધરી પ્યાર. ૧૨ ગુરુ સ્તુતિ ૨૦૪૩, ભા.વ. ૧૪ ‘સુવાસ' જામનગર. કરુણા તણા ભંડાર હે ગુરુદેવ ! તુમને વિનવું, આપો ચરણની સેવા, જેથી ગુણોને મેળવું; આનંદની ઘડી આવશે, તેહમાં નહિ શંકા જરી, હે ગુણમણિ ભંડાર ! ગુરુજી, હું નમું પાયે પરી. ૧ મારગ બતાવ્યો યોગનો, આ બાલને વાત્સલ્યથી, અધ્યાત્મની ઝાંખી કરાવી, પ્રેમે કરી મૃદુ હાસ્યથી; મુજ સાધનામાં આવતા, સંકટ સમૂહ દૂર કરી, આપી સમાધિ હે ગુરુજી !, હું નમું પાયે પરી. ૨ વિષમ આ અવસર્પિણીના, દુઃષમ કાળે ગુરુ મળ્યા. ગુરુદેવ હે ! શુદ્ધ બુદ્ધિથી, મેં આપને કાંઈ નવિ કલ્યા આ ભીષણ કાળે કષ્ટથી, પ્રભુ માર્ગ સાધુ કિમ કરી, સાધકનો અંતર્નાદ 197 Page #218 -------------------------------------------------------------------------- ________________ રક્ષો પતનના માર્ગથી પ્રેમે નમું પાયે પરી. ૩ ભવરાનના ગહને ભ્રમણ કરતાં, હું પામ્યો ગુરુ તુને, અતિ સ્નેહથી હે દીનદયાળ !, માર્ગ દેખાડયો મુને; હે ભગવાન! તમે મારાથી દૂર કેમ જતા રહ્યા? એક ક્ષણ પણ તારા વિના મારાથી રહેવાય તેમ નથી, ભલે તમે મને છોડી દો પણ હું તમને છોડવાની નથી. ‘મા’થી છૂટા પડેલા બાળકના જેવી મારી દશા થઈ રહી છે. તરફડું છું, પડું છું, આખડું છું, રખડું છું હે પ્રભુ ! આટલા દિવસ આ સેવક પર સુનજર કરી તૃપ્ત કર્યો. હવે શું આમ સામું નહિ જુઓ? તો મારે કયાં જવું અને કોની સાથે મનની વાતો કરી અંતરને શાંત કરું? પ્રભુ ! પ્રભુ ! મારી ભૂલોની ક્ષમા આપો. કાંઈ પણ તારી આજ્ઞાથી વિરુદ્ધ વિચારાયું હોય, બોલાયું હોય કે આચરણ કરાયું હોય તો હું તેની કરોડો વાર માફી માંગું છું. મારા ગુનાઓને દરગુજર કરી હવે પહેલાંની માફક મારા અંતરમાં આવીને વસો અને હર્ષથી ભરી દો. હૃદયમાં પધારો અને હૈયાના હાર બનો. મારાં નયનોને નચાવો અને પાવન કરો અને હું જે તારા ધ્યાનમાં લીન બનીને મારા મનરૂપી મોરને નાચ કરાવતી હતી તે ધન્ય ઘડી ધન્ય દિવસ ફરીથી પણ આજે મને પ્રાપ્ત થાઓ. હે પ્રભુ ! તે દિવસો અને તે ક્ષણો યાદ કરતાં આજે પણ મારાં નેત્રો વિકસિત થઈ જાય છે. મુખ પ્રફુલ્લિત થઈ જાય છે. મન નાચવા માંડે છે. આજે હું ઘણા પ્રયત્નથી મહેનત કરું છું તને મેળવવા અને ધન્ય તેવા દિવસો અને ઘડીઓને ફરીથી પ્રાપ્ત કરવા કોણ જાણે હજુ કયારે અવસર મળશે? પણ હા, પ્રભુ! હું ભૂલ્યો. મારી મહેનત, મારો પ્રયત્ન, આમાં શું કામ લાગે? હું તો એક પાંગળો અને કોઈ પણ જાતની શક્તિ વિનાનો. તેવી મારી શક્તિથી કાંઈ બની શકે તેમ નથી. હે પ્રભુ ! હવે તો તમે મારા પર કૃપા કરો અને આ દાસ પર કરુણા કરો તો જ મારામાં તમારી ભક્તિ કરવાની શક્તિ આવે અને પૂર્વના દિવસો જેવો લ્હાવો લઈ શકું અને આનંદ મેળવી શકું. હે ભગવન્! હું તને કરગરી કહું છું. ફકત એક જ આ મારી વિનંતિ સ્વીકારો. મારે કાંઈ ન જોઈએ. જોઈએ ફકત તારી ભક્તિ. ભવોભવ તું મારાથી દૂર ન જઈશ. આ જીવનમાં પણ અંત સુધી તારી ભક્તિમાં ખામી આવશે તો? કોઈ અંતરાયો નડશે તો? મારે જીવવું શી રીતે ? ભક્તિની ત્રુટિની સંભાવના અગર તો તેવો વિચાર આવતાં પણ હૈયું હાથ ઝાલ્યું રહેતું નથી. હે ભગવન્! વારંવાર આ એક જ માંગણી છે. તું મારાથી દૂર ન જઈશ. અખંડ તારી ભક્તિ મળે. તારું શાસન દરેક ભવોમાં હું મેળવવા માટે ભાગ્યશાળી બનું. દેરાસરમાં ભગવાનની સામે એકી ટશે જોઈ રહેતાં ભગવાન સાક્ષાત બધું મારું સાંભળે છે એ જાતનો મને વિશ્વાસ છે. કાંઈ પણ જોઈતું હોય તે અહીંથી મળશે. મારી શક્તિ નથી કાંઈપણ મેળવવાની સંસારનાં સઘળાં દુઃખ (કષાયાદિ)એ ટાળશે. સળગતું અંતર એ શાંત કરશે અને એવું જયારે-જયારે અંતરના ઉદ્ગારપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પ્રભુ ચરણે રડતાં-રડતાં જે બોલાયું હશે તે માટે બચી જવાયું હોય તેમ અનુભવાયું છે. ભગવાનને સ્થિરતાથી નિહાળતા-નિહાળતાં બીજા વિચારોમાંથી મન ઊઠી જાય, થોડી વાર બહાર પણ જાય. વળી સ્થિરતા થાય. તેમના મુખને જોતાં પ્રસન્નમૂર્તિ, કરુણાથી ભરેલી સાધકનો અંતર્નાદ 198 Page #219 -------------------------------------------------------------------------- ________________ આંખો જોવામાં આનંદ આવે. તેમની કરુણાર્દષ્ટિમાંથી કરુણા મારા ઉપર ઝરી રહી છે એ વિચારમાં મન પરોવાતાં આજુબાજુના વાતાવરણમાં મન જલ્દી ન જતાં તે વિચારમાં વધુ આનંદ આવે. મન કાંઈક સ્થિર થાય. અને બીજો કોઈ વિચાર ન આવે પણ ભગવાન અને હું એમ મનની અંદર મનાય એટલે (સ્તવનની) કડીઓના અર્થ સમજી શકાય. તેમાં મોટે ભાગે શરણરૂપ, વિનંતિરૂપ, વિરહરૂપ ગતભવ કહાણીના શોચરૂપ, નિરાધારપણાને સૂચવનારી કડીઓ હોય તે હૃદયને વધુ સ્પર્શ કરે. એટલે હૃદયને અસર પહોંચવાથી ઢીલું પડવાના સ્વભાવથી આંખમાં પાણી આવવાં શરૂ થયાં. ઘણી વખત સ્તવનની કડી આનંદના શબ્દો વાળી હોય, પણ અશ્રુપાત જ ગમે એવા સ્વભાવથી તે કડીનો અર્થ બીજી રીતે વિચારીને પણ શરણ, વિનંતિ આદિ કોઈપણ ભાવથી રડી જવાય. કોઈ વખત નહિ રડવાનો નિશ્ચય કરું કે રડવું નથી. આનંદ આવે એવો પ્રયત્ન કરું પણ એ પ્રમાણે કરતાં રડવું ન આવે અને આનંદ પણ ન આવે. ચિત્ત બહાર ફરે અને રડાય તો મન તે તે કડીઓમાં વધુ સ્થિર થતું જાય અને રડયા પછી પ્રસન્નતા વધી જાય. હૃદયસ્પર્શી કડી બને તો એની એ જ કડીનો ભાવ આજે જે બાજુનું વહેણ વળ્યું એ બાજુનું વિચારાય વળી કોઈ દિવસ બીજું વિચારાય મકાનમાં બેઠાં રડવું આવે તો અંતરમાં એટલે કંઈ બોલ્યા વગર આંસુ આવે. દેરાસરમાં રડવું આવે તેમાં લોક દેખે પણ એમ થાય કે કોઈ દેખાતું નથી. એ વિચારમાં એ કારણ છે કે ચશ્માને લીધે આંખમાંથી નીકળતાં આંસુ ન દેખાય. પાલીતાણાથી નીકળ્યા પછી વિહારમાં રસ્તામાં ચાલતાં ગિરિરાજ પર જે રીતે યાત્રા કરતાં હતાં તે પ્રમાણે વિચારી જતાં હતાં. તેમાં ત્યાંની યાત્રામાં જે આનંદ આવતો હતો તેનો અંશ અનુભવાતો હતો, પણ ચાલતાં-ચાલતાં ચિત્તની એકાગ્રતાને રોકવી પડતી હતી. અહીં આવ્યા પછી સારો સમય મળે એટલે યાત્રા સ્થિરતાથી વિચારી જતાં કલાક-બે કલાક થાય તેમાં બહુ આનંદ આવતો અને એ વિચારમાં આદીશ્વર ભગવાન પાસેથી ગયા પછી આ લીટી બોલતાં કલાક સુધી ઘણો વિરહ વેદાયો. ‘માઈ મેરો મન તેરો નંદ હરે' કંચન વરણ કમલ દલ લોયણ, નિરખત નેન ઠરે-માઈ. દૂર દૂર જંગલ અને શાંત વાતાવરણમાં બેઠી હતી. ગિરિરાજ અને આદીશ્વર ભગવાનની મૂર્તિ ખૂબ યાદ આવી અને આ કડીનો અર્થ એવી રીતે વિચારીને ખૂબ રડી, જાણે મરુદેવા માતાને ફરિયાદ કરતી હોઉં તેવી રીતે-એ મા ! જો ને તારો પુત્ર મારા મનનું હરણ કરે છે અને રહેવું છે દૂર. મારે રહેવું કેવી રીતે ? જીવું પણ શી રીતે ? આ ભાવથી જેટલું હૃદય ભરાઈ ગયું તેટલું ખાલી થયું ત્યાં સુધી લગભગ પસીચેક વખત પહેલી જ લીટી બોલાઈ ગિરિરાજ પર જે આદીશ્વર ભગવાનની મૂર્તિ છે તે બરાબર ખ્યાલ આવે અને ત્યાં સામે રહેલા દીવાનો પ્રકાશ તેમનાં ચક્ષુ પર પડવાથી સુવર્ણ જેવી ચળકતી અને અખંડ કૃપાને વરસાવતી આંખો કમળ જેવી સુંદર જોયેલી. તેના પર બીજી લીટીનો અર્થ એ રીતે વિચારતાં ‘કંચન વરણ કમલ દલ લોયણ નિરખત નેન ઠરે.’' મારી આંખો તેમાં ઠરી જતી હોય એમ અનુભવ થતાં તારી આંખોમાં કેવળ કરુણા ભરી છે. ત્યાં જ મારી આંખોને ઠંડક લાગે છે. દુનિયામાં બીજું કાંઈ જોવું ગમતું નથી. સાધકનો અંતર્નાદ 199 Page #220 -------------------------------------------------------------------------- ________________ ગિરનારની યાત્રાનો અનુભવ જુનાગઢ પ્રભુ પાસે અખંડ બ્રહ્માનંદની માંગણી કરી હતી અને પ્રભુને (નેમનાથ ભગવાન) બ્રહ્મસ્વરૂપ પૂંજરૂપે ધ્યાનમાં લઈ તેનો ધોધ મારા પર વરસાવી રહ્યા છે અને વરસી રહેલા બ્રહ્માનંદથી હું પૂર્ણ થઈ, આનંદના અનુભવનો આસ્વાદ લેવા પ્રયત્ન કર્યો હતો. પ્રભુ સામે બેસી આ રીતે ચિંતન-ધ્યાનમાં એકાદ કલાક બેઠા હતા. ન હું અને તું-એકત્વ ભાવના દીનતા રહિત ભાવ્યા સિવાય આવતી નથી. જયારે તે ભક્તિમાં લીનતા આવે છે ત્યારે જગતના બધા સંબંધોથી મન અલિપ્ત થઈ જાય અને પોતે એકલો જ છે એવું દેખાય છે. (ફકત પરમાત્મા સિવાય) બીજું કોઈ પોતાનું નથી લાગતું ત્યારે આ ભેદ-ભાવની ભક્તિ થાય છે પરમાત્મા અને પોતાના આત્મામાં કંઈ ભેદ ન લાગે પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય ત્યારે અભેદ ભાવથી ભક્તિ થાય છે અને તે માટે આપણો આ બધો અભ્યાસ છે. અભ્યાસ સતત ચાલુ રહે તો વિકાસ જલ્દી થાય છે પણ એ અભ્યાસ સતત રહે તે માટે સમય મળે એ દિવસો કયારે આવે? તેની રાહ જોનારને તેવા દિવસો કોઈ નવા ઊગવાના નથી. આજે આપણા આયુષ્યના દિવસ અને રાત્રિઓ ચાલી જાય છે તે જ અભ્યાસ માટેના છે. હમણાં હું પોડશક વાંચું છું, ત્રીજા ષોડશકમાં ધર્મનું લક્ષણ ચિત્તની તુષ્ટિ - પુષ્ટિ તે ધર્મ. ચિત્તની તુષ્ટિ - પુષ્ટિ પણ અનુબંધવાળી હોય તો મુક્તિ થાય, અને તેને અનુબંધવાળી કરવા માટે પાંચ આશયવાળો ધર્મ કરવો. એ વાંચન કર્યા પછી તે બાજુ સારો એવો પુરુષાર્થ કરવાનું બળ ભગવાનની કૃપાથી મેળવવા ઝંખના રાખું છું. આ માંદગીમાં ‘અરિહંત પરમાત્માની ઓળખાણ' વાંચી. તેમાં આપણને કર્મથી મુક્ત બની સંપૂર્ણ સુખ મળે તે માટે તેમણે કરુણાથી વાણી દ્વારા માર્ગ બતાવ્યો છે. તેમાં કયા - કયા માર્ગ બતાવ્યા છે ? જેમ કે યોગમાર્ગ=વિકાસ યોગ- ઉત્ક્રાન્તિ યોગ-ગુણસ્થાન ક્રમ. આમાં આત્મા કયા - કયા યોગ કે માર્ગના અવલંબે વિકાસ સાધી શકે તેનું સુંદર માર્ગદર્શન આગમો દ્વારા આપ્યું છે તે ઉપકાર અનહદ લાગે છે જેથી બધાં દર્શનો કરતાં આ (જૈન) દર્શન ઉપર અંતરંગ બહુમાન વધી જાય છે. બીજું, તેમનું તથા ભવ્યત્વ-યોગ્યતા-ઊંચામાં ઊંચું. તેમાં તેમના ગુણોનું વિવરણ છે. જે અવલંબનઆદર્શરૂપ બની આપણા પોતામાં તે તે ગુણો ખીલવવા માટે સહાયક બને અને કૃતજ્ઞભાવ જગાડે. (મહાન ઉપકારી લાગે) જેથી ગુણોની ખિલવણી નિરહંકારપૂર્વક થાય, એ રીતે ખીલવાથી ગુણ નિર્દોષ અને શુદ્ધ ખીલે. કૃતજ્ઞભાવે સ્વીકારેલું આત્માને નુકસાનકર્તા ન બને અર્થાત્, ગુણ તે દુર્ગુણ સાથે ન હોય પણ તે આદર્શથી શુદ્ધ ગુણ મળે એ મહાન ઉપકાર લાગે છે. સાધકનો અંતર્નાદ 200 Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ પત્રો ચે.વ. ૧૦, જેતપુર. ધર્મલામ ! મણીબહેનના સમાચાર વાંચ્યા, તમે નજીક છો તો સારી રીતે સમાધિ રહે તે માટે પ્રયત્ન કરશો. અમારે ને તમારે બધાને એજ કામ કરવાનું છે કોઈ પણ સમાધિ પામે, અમે ત્યાં હોત તો પણ કાંઈ એમની સાથે રહી શકાત નહિ, સાથે તો તમે જ રહી શકો. મણીબહેનને કહેજો કે નવકાર ખૂબ ગણજો. બીજા કશામાં ચિત્ત રાખશો નહિ, શરીર શરીરનું કામ કરે, પીડા થાય તો તે વખતે “અરિહંત' આ ચાર અક્ષરનો જાપ ચાલુ રાખશો. પીડા શાંત થવાની હશે તો એનાથી જ થશે. જગતમાં બીજી કોઈ એવી શક્તિ નથી કે જે શાંત કરે. દવા તો અશાતા વેદનીય ખપે ત્યારે ટેકો આપે પણ શાંતિ જાપ આપશે, માટે તમારી સેવા કરનારને દવા વગેરે જે કરવું હોય તે કરવા દેજો અને તમારું ચિત્ત તમે અરિહંત પરમાત્મામાં રાખશો. તમે નવકાર ઘણા ગણ્યા છે એટલે નવકાર તો સૂતાં-સૂતાં પણ ગણાતા હશે. વિ.શુ. ૬, શની ધર્મલાભ ! મણીબહેનને જણાવવાનું કે આવા ભયંકર દર્દની અંદર પણ તમારું સુપ્રસન્ન મુખ અને સમતાના સમાચાર જાણી ખૂબ આનંદ થયો છે. ખરેખર તમે પાછળની જિંદગીમાં પણ શરીર પાસેથી કસ કાઢીને કામ કાઢી લીધું છે. નમસ્કાર મહામંત્રના લાખો જાપ કરીને આત્માને પવિત્ર બનાવી દીધો છે. આ અવસરે હવે તમારી જીવનભર કરેલી આરાધનાની પરીક્ષા છે. કસોટીમાંથી પસાર થતી વખતે આત્મા જયારે પ્રસન્નતા અનુભવે ત્યારે એ પરીક્ષામાં પાસ થાય છે, હાલ તમારી એ અવસ્થા છે. કદાચ જવાનું આવે તો પણ હસતે મુખે પૂર્ણ તૈયારી છે ને? તમે તમારા જીવનમાં કરવા યોગ્ય બધું કરી લીધું છે. હવે તો ફકત અનંત ઉપકારી અરિહંત પરમાત્માના ધ્યાનમાં જવાય અને સમાધિમરણ મળે એવી પ્રાર્થના પ્રભુ પાસે હંમેશાં કરજો. પરિગ્રહ બધો મન-વચન-કાયાથી વોસિરાવી દેજો, જરૂર પૂરતું રાખીને, અમુક સમય સુધીનું પચ્ચખાણ કરી લેવું. સર્વ જીવોની સાથે ક્ષમાપના દિવસમાં ત્રણ વાર યાદ કરીને કરવી. સુશીલાબહેન પાસે હંમેશા પુણ્ય પ્રકાશનું સ્તવન સાંભળવાની માંગણી કરવી. અમારી ચાતુર્માસ પછી તરત વિહાર કરીને આવવાની ભાવના છે પણ કદાચ તે પહેલાં તમે જતા રહો તો દેવલોકમાં જઈને બીજા પર પરોપકાર કરવા માટે અમોને સહાય કરવા જરૂર આવજો એટલી સાધકનો અંતર્નાદ 201 Page #222 -------------------------------------------------------------------------- ________________ અમારી માંગણી છે. તમારી સગતિ નક્કી છે. કદાચ બે-ત્રણ ભવમાં અમારા પહેલાં મોક્ષમાં જતાં રહેશો. એવી તમારી સમતા અને શાંતિ અમને વિશ્વાસ આપે છે. માટે કાંઈ ચિંતા કરશો નહિ. આખો નવકાર જયારે ન ગણી શકાય ત્યારે નમો અરિહંતાણંનું સ્મરણ કરવું અને એટલું પણ ન થઈ શકે ત્યારે અરિહંત એ ચાર અક્ષર જપ્યા કરવા. તમારો અમારા ઉપર ઘણો ઉપકાર છે અમને આટલી ઊંચી સ્થિતિ ઉપર મૂકનાર તમે જ છો. આવાં સારાં કાર્યો તમારા હાથે ઘણાં થયાં છે તેની અનુમોદના કરજો. અમે પણ તમોને ધર્મ માર્ગમાં વિશેષ પ્રકારે જોડયા અને યત્કિંચિત્ ઉપકારનો બદલો વાળી શકયાનો આનંદ અનુભવીએ છીએ. દેવ, ગુરુ અને ધર્મનું શરણ જેણે લીધું છે તેને બીજા ભવમાં શું થશે એવી ચિંતા હોતી નથી. અઠવાડિયા પહેલાંના પત્રમાં હતું કે આવી અશક્ત અવસ્થામાં પણ હજુ બે પ્રતિક્રમણ અને સામાયિક કરે છે. તમે આત્મા માટે છેલ્લી અવસ્થામાં-ઘડપણમાં પણ જબ્બર પુરુષાર્થ કરીને ઘણું ભેગું કર્યું છે. એ તો અમારે માટે પણ આદર્શરૂપ બનશે. તમારો દાખલો લઈને શરીર જયારે અગવડ કરશે ધર્મ કરતાં, ત્યારે તમને યાદ કરીને પુરુષાર્થમાં પાછા નહિ પડીએ. શંખેશ્વરમાં ભાવપૂર્ણાશ્રીજીને અક્રમમાં સહાય કરી હતી તે વૈયાવચ્ચેથી ઘણું પુણ્ય તમે બાંધ્યું હતું. તેની અનુમોદના કરજો. જો કે તમને સારું થઈ જશે પણ આપણે તૈયારી રાખવી સારી જેથી પસ્તાવાનો વખત ન આવે, ધર્મી માણસને મરણ એ મહોત્સવ છે એટલે આ જગતમાં રહેવાય તોય ભલે અને જવાય તો ય ભલે, બેયમાં સમભાવ. અહીં રહેવાશે તો ધર્મ વધુ કરશું. દેવલોકમાં જશું તો ભક્તિ અને પરોપકારનાં કામ કરશું. કેમ બરાબરને ? માનવ શરીર જેટલું કિંમતી છે તેટલું કામ તેની પાસેથી લીધું છે. હવે ધર્મ કરવા માટે નકામું થઈ ગયું છે તો આત્માએ રહેવા માટે ઘર બદલવાનું છે એવો વિચાર કરવો. તમને પીડા વખતે ખૂબ ખૂબ સમાધિ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. ધર્મલાભ ! સુશીલાબહેનને જણાવવાનું કે મણીબહેન ઉપરના કાગળ તેમની પાસે બેસી બે ત્રણ વાર વાંચી સંભળાવજો અને જયાં સુધી સારું થાય ત્યાં સુધી હંમેશાં એક વખત વાંચી સંભળાવજો. મણીબહેનને સારું થાય ત્યાં સુધી તમારે બહારગામ જવાનું ન રાખવું. કારણ કે તમે હંમેશ જઈને કંઈ સારું વાંચન રાખો તો તેમના આત્માને ઘણો લાભ થશે. અમારું કામ તમારે કરવાનું છે, અમે ઘણા દૂર છીએ એટલે તમને આ કામ સોંપ્યું છે, અમે પહોંચી શકીએ એવી શકયતા નથી. મણીબહેનના દર્દના તથા સમાધિના સમાચાર રોજ આપતા રહેજો. ભૂખનું દુઃખ એવું છે કે ગમે સાધકનો અંતર્નાદ 202 Page #223 -------------------------------------------------------------------------- ________________ તેવા સમર્થ જીવની પણ સમાધિ જતી રહે, માટે ખાસ તમારી હાજરીની આવશ્યકતા છે, સમાધિ જળવાવવા પ્રયત્ન કરવો, પૂર્વના મહાપુરુષોના-મેતારજ મુનિ, ગજસુકુમાલમુની, અંધકમુની વગેરેનાં દૃષ્ટાંતો સંભળાવવાં, જેથી સહન કરવાનો ઉત્સાહ વધે, જો કે પોતે જ ખૂબ તૈયાર છે છતાં આપણે પ્રયત્ન કરવો જરૂરી છે. જે.શુ. ૧૦, રાજકોટ. ધર્મલાભ ! મહેન્દ્રભાઈ, ધીરુભાઈ, યોગેન્દ્રભાઈ વગેરે. પ્રેમચંદભાઈ ગયાના સમાચાર જાણ્યા, કોને કયારે અહીંથી વિદાય લેવાની છે એ આપણે જાણતા નથી, પણ જ્ઞાની જાણે છે. માટે ધર્મ માટે સદાય જાગ્રત રહેવાનું છે. તેથી ધર્મ મન થાય એટલો કરવાનો એમ નહિ પણ કેમ વધારે થાય, ભૂખ્યા માણસને ઘેબર મળે અને જેમ જમે તેટલી ત્વરાથી કરવાનો છે. તમારા બધાયની જિંદગી ઘણી એમને એમ ચાલી ગઈ છે, એ તમે વિચારશો તો લાગશે. જનાર આપણને સાવધ કરતા જાય છે કે આમ જવાનું છે. લાંબી જિંદગી મળે તે પુણ્યાઈ છે પણ તેને ધર્મ કરીને સફળ બનાવવાની છે. બાકી તો આપણે સર્જન કરેલો સંસાર આપણા માટે દુઃખનું કારણ બનનારો છે. - મણીબહેનને આમાં આઘાત લગાડવા જેવું કાંઈ હતું નહિ પણ એક લોહીના સંબંધથી થોડું થાય એ સહજ છે. તેમણે હવે તો સંસારના સંબંધોનો બધો વિચાર છોડી દેવો જોઈએ. હું (આત્મા) એકલો છું, મારું કોઈ નથી, આ સંબંધો છે તે દેહના છે. આ દેહ છૂટશે એટલે એક પણ સંબંધ રહેવાનો નથી. માટે સંબંધો બધા અનિત્ય છે, પણ જીવને પોતાની બનાવેલી વસ્તુ બહુ ગમે છે, એટલે એ વસ્તુના સંબંધને મનથી છોડી શકતો નથી. પછી તો અનિચ્છાએ પણ દેહ છૂટે એટલે છૂટી જાય છે. પણ જો પહેલેથી જ અલિપ્ત રહે તો તે સંબંધો દુઃખ આપી શકતા નથી. જીવે દેહ ધારણ કર્યો ત્યારથી જવા માટે સર્જાયેલો છે. એટલે આ બન્યું તેમાં કાંઈ નવું નથી. મણીબહેનના નમસ્કાર મહામંત્રના ઘણા જાપ પછી તેમને મનની સ્વસ્થતા આવી માંદગીમાં પણ રહે છે. સાથે તે જાપના પ્રભાવથી જ સેવા કરનાર પુણ્યશાળી પરિવાર મળ્યો છે. તમે બધા સેવા કરતાં થાકતાં નહિ, તેમણે આખી જિંદગી તમારી ઈચ્છા પૂરી કરી છે, ‘મા’નો સંતાન માટે તેના હિતમાં જ ફાળો હોય, હવે તેમના આત્માનું હિત થાય તેના માટે તેમની જે જે ઈચ્છા હોય તે પૂરી કરશો તે પણ મોટી સેવા છે. તેમને પ્રવાહી ઉતરતું હશે. તે કંઈ પણ વાપરે તે પહેલાં ત્રણ નવકાર, ત્રણ વખત શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરે તેમ કહેશો. ધીરુભાઈને માલૂમ થાય કે તેમની એવી સેવા કરજો કે તેમને કયારે અહીંથી છુટું એવો વિચાર સાધકનો અંતર્નાદ 203 Page #224 -------------------------------------------------------------------------- ________________ ન આવે. આ ઘરમાંથી ઝટ જવાનું મન ન થાય. તમે બધા સેવા કરી રહ્યા છો તેથી તેમને સમાધિ રહે છે તે નિમિત્તનું પુણ્ય તમે બાંધી રહ્યા છો, “પરસ્પરોપગ્ર ગાવાના” ! સુશીલાબહેન હંમેશ આવી શકતાં હશે. માંદગીમાં દર્દીને ચિત્તની શુદ્ધિ જળવાવવી તેના જેવું બીજું પુણ્ય નથી. એક જીવનો ભવ સુધરે, સગતિ થાય અને તેનો મોક્ષ નજીક થાય તેમાં કેટલાય મહાપુરુષોનો અને સંબંધીઓનો ઉપકાર છે તે યાદ કરી મણીબહેને કૃતજ્ઞભાવ ધારણ કરવો. - ૫ જે.વ. ૭, મંગળ સુશીલાબહેનને ધર્મલાભ સાથે લખવાનું કે, મણીબહેનને કહેશો કે હવે જ બરાબર સમાધિ રાખવાનો સમય આવ્યો છે, ઘણું જીતી ગયાં છો, ઘણું સહન કર્યું છે, હવે થોડા માટે ચિત્તા બગડે નહિ માટે સાવધ રહેશો. મનમાં એકલા અરિહંતને જ વસાવજો. રોગ શરીરને આવ્યો છે, આત્મા સાજો છે, માટે એની પાસેથી ધર્મધ્યાનરૂપી ભાથું ભરવાનું છે. દર્દથી કંટાળો આવે તે આર્તધ્યાન કહેવાય, માટે કંટાળો આવે તો પણ એ જ વિચાર કરવાનો કે ચારે બાજુથી અનુકૂળતા સેવા કરનારા છે એ વખતે કર્મનું દેવું ચુકવાઈ જાય તેના જેવું રૂડું બીજું શું છે ? માટે ગમે તે થાય પણ હિંમત હારશો નહિ અને કર્મને કહી દેજો કે આવો જેને આવવું હોય તેને ! અરિહંત ભગવાન મારી સાથે છે. લેણું તમારું લઈ જાવ અને મને મુક્ત કરો. મનુષ્ય જીવનની એક એક ક્ષણ કિંમતી છે માટે એની જેટલી આયુષ્યની ક્ષણો વધારે જશે તેટલું ભગવાનનું નામ વધારે લેવાશે. માટે જ નવકાર મહામંત્ર ગણાય તો એમને એમ ગણ્યા કરવો, તે ન ગણી શકાય તો અરિહંત-અરિહંત એ ચાર અક્ષરોનું રટણ કર્યા કરવું. પણ છૂટવાનો વિચાર આપણે ન કરવો. તમે ઘણા પુણ્યશાળી છો કે આવા દર્દમાં પણ આટલી બધી જાગૃતિ છે. માટે જાગૃત જીવને બીજો વિચાર ન જ આવવો જોઈએ. મનને કહી દેવું કે હું શાંતિથી ભોગવું છું ને તું શા માટે અકળાય છે ? મનુષ્યનો ભવ મને મળ્યો છે તે કેટલો કિંમતી છે ? ભલે શરીરથી કાંઈ ન થઈ શકે પણ ભગવાનનું નામ તો લઈ શકાય છે ને ! એક એક અક્ષરમાં ભગવાનના નામમાં કેટલાંય પાપોનો નાશ કરવાની શક્તિ છે. તો આવો પાપ ખપાવવાનો અવસર બીજા કયા ભવમાં મળવાનો છે? સાથે દેવગુરુ મળ્યા છે તે પણ કેટલી પુણ્યાઈ ? આવી પુણ્યાઈ વખતે તો જીવે એટલો જ વિચાર કરવાનો હોય કે જવાનું આવે તો તૈયાર છું. બધો મન માનતો ધર્મ કરી લીધો છે, બાકીનું નવા શરીરથી કરીશ. રહેવાનું થાય તો ભગવાનનું નામ લઈને ક્ષણે ક્ષણે કોડો ભવનાં પાપ પખાળવાનું કામ થશે. જે થવું હોય તે થાવ મારે તો બેયમાં સમભાવ જ છે. આવા વિચાર કરશો. જે.વ. ૧૨ સુધી માંડવી ચોક, રાજકોટ છીએ. સાધકનો અંતનાંદ 204 Page #225 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ! મણીબહેનની સમાધિ માટે ત્યાં આચાર્ય મહારાજ પધાર્યા છે, તો મણીબહેનને ત્યાં બોલાવવાં અને આરાધના વગેરે વિશેષ આચાર્ય ભગવાનના મુખથી સાંભળવા મળે તે માટે તેમના દીકરાઓને સૂચના કરશો. કોઈની સમાધિ જોવાથી, અનુમોદવાથી અને રખાવવા માટે આપણે પ્રયત્ન કરવાથી આપણામાં સમાધિ રાખવાના સંસ્કાર પડે છે. મણીબહેનનું આખું જીવન લગભગ કોઈના તરફ ઓછું નહિ લાવવાથી સમાધિમય ગયું છે. તેમને જીવનના કોઈ પ્રસંગે મૂંઝવ્યાં નથી. કર્મે જે સ્થિતિમાં મૂકયાં તે બધી પરિસ્થિતિને તેમણે વધાવી લીધી છે, અને એટલે જ નવકારમાં ચિત્ત જોડી શકયાં છે. માટે તમારે પણ સમાધિ જોઈતી હોય તો તેમના જીવનમાંથી આ શીખવા જેવું છે. અમારે વિશેષ ચિંતા મણીબહેનને સમાધિમાં રાખવાની હતી કેમકે પીડા અસહ્ય છે તેથી તે વખતે મન ચંચળ અને અશાંત બની જાય પણ હવે સંતોષ છે. તેમણે શરીરનો રાગ રાખ્યો જ ન હતો, તપ કરતાં પણ અશક્તિને ગણકારી નથી. શરીર શરીરનું કામ કરે એમ કરીને ઉપેક્ષા જ કરી છે એટલે એમણે શરીરને કેળવી લીધું છે એટલે આ શક્તિમાં શરીરે મૂંઝવ્યાં નથી, હવે છેલ્લી સમાધિ મેળવવા માટે શરીરને પહેલેથી તૈયાર કરવું જોઈએ. શરીર અને આત્મા જુદા છે એ વિચાર હોય ત્યારે જ શરીર શરીરનું કામ કરે એ વિચાર દઢ થાય છે. મણીબહેનને નવકાર વગેરે સ્વસ્થતાથી ગણાતા હશે, બોલી શકાતું હશે. તેમને આટલું સાંભળવું ગમે છે તે જ ઘણું અનુમોદનીય છે. જો સાંભળનાર આવી પીડિત અવસ્થામાં પણ તૈયાર હોય તો સંભળાવનાર તો આરામમાં છે એટલે તેને તો જરાય તકલીફ નથી. તો તમે જેવી રીતે સંભળાવવાનું રાખ્યું છે તેવું ચાલુ જ રાખજો. સર્વ જીવોની સાથે ક્ષમાપના મણીબહેનને હંમેશાં કરાવજો અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ હંમેશ ભાવવો. એ ખ્યાલ કરાવજો. હવે સામાયિક ભાવથી કરવું. આપણા પોતાના માટે આપણો જેવો ભાવ છે તેવો સર્વ જીવો પ્રત્યે રાખવો તે સામાયિક છે. આ લાવવા માટેનો ઉપાય “બધા નીરોગી થાઓ ! સુખી થાઓ ! કોઈ દુઃખી ન થાઓ !” આવા આવા ભાવ કરવા તે છે. આવા ભાવ કરવાથી સર્વ જીવો પ્રત્યે પોતાના જેવો ભાવ આવે છે. હું કોણ? સહજાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી, પરમાનંદી પ્રેમ સ્વરૂપ.” સાધકનો અંતર્નાદ 205 Page #226 -------------------------------------------------------------------------- ________________ સીમંધર સ્વામીનું સમવસરણ, તેમાં આપણે દેશના સાંભળીએ છીએ વગેરે ધ્યાન કરવું. જેમ શંખેશ્વર અને સિદ્ધગિરિનું કરો છો તેવી રીતે. જે.વ. ૮ ધર્મલાભ ! મહેન્દ્રભાઈ વગેરેને જણાવવાનું કે મણીબહેનને જે પુણ્ય કહેવું હોય તે તેમને શુદ્ધિમાં જ કહી દેજો. પુણ્યમાં તેમને નમસ્કાર મહામંત્ર બહુ ગમે છે માટે દરેકે એક લાખ નવકાર તેમને આપવા, અને શંખેશ્વરજી દર વર્ષે અક્રમ કરવા જતા હતા અને જાપ કરતા હતા તો શંખેશ્વર જઈને એક અટ્ટમ કરી જાપ કરવો, સિદ્ધગિરિની યાત્રા વગેરે કરી શકાય. બીજું, તેમની પાછળ કોઈ વ્યવહારિક રીવાજ પ્રમાણે પાપ બંધની પ્રવૃત્તિ ન કરવી. આટલી મારા તરફથી સૂચના છે. તો શું કરવું? તે સુશીલાબહેન જે સલાહ આપે તે પ્રમાણે. મણીબહેન પણ બધાને કહી દે કે મારી પાછળ રડવા કુટવાનું ન કરે, અને પોતે બધા સંબંધો વોસિરાવી દે. તેમને કંઈ ન આપવાનું હોય ત્યાં સુધી મુસીનું પચ્ચકખાણ કરાવવું, આપવાનું હોય ત્યારે નવકાર ગણીને પચ્ચકખાણ પળાવી આપવું. તેથી વિરતિનો લાભ મળે. મણીબહેનને માલૂમ થાય કે અત્યારે ભવિષ્યના ભવની સાધનાનાં બીજ વાવવાની આ તક છે. હવે જ જેટલી વધુ જાગૃતિ તેટલાં વધારે દઢ સંસ્કાર ધર્મના આત્મામાં પડશે. આ ભવમાં તમે ઘણું પામી ગયાં, છેલ્લાં વર્ષોમાં ચારિત્રની ભાવનાને પણ ઉગ્ર બનાવી શ્રાવકપણાની બધી કરણીને સફળ કરી છે. જેને ચારિત્રના ભાવ હોય તે જ સાચું શ્રાવકપણું, તે પણ તમને સ્પર્યું છે. હવે ઉતાવળ શી છે? શ્રાવકપણામાં-વિરતિમાં છો, તે વિરતિ બીજા ભવમાં સુલભ નથી. જેટલું જીવાય તેટલું વિરતિધર્મમાં રહેલા છીએ. માટે ઓછા પાપથી જીવવાના ભવમાં છીએ. અત્યારે તમે દેશવિરતિમાં છો તેની અનુમોદના કરો. સુદર્શન શેઠ પૂર્વભવમાં એક ઢોરા ચારનારો નોકર હતો. તેણે સાચા ભાવથી છેલ્લા જીવનના અંત સુધી નમસ્કાર મહામંત્રને ખૂબ શ્રદ્ધા અને ગર્ણ હૃદયે ગણ્યા કર્યો તેના પ્રભાવે બીજા જ ભવમાં શેઠના ઘેર જન્મ અને સાથે ધર્મદઢતાનું બળ મળ્યું. છેલ્લી વખત તો ચૌદપૂર્વીને ચૌદપૂર્વનું જ્ઞાન હોય તોય તેનું સ્મરણ થઈ શકતું નથી. માટે ચૌદ પૂર્વનો સાર નમસ્કાર મહામંત્ર છે તેનું શરણું લે છે. આપણને બધાને તારનાર એક નવકાર છે માટે દર્દની પીડાને અને ભૂખની અશક્તિને સહન કરો છો તે જ રીતે છેલ્લે સુધી સહન થઈ શકે એવી પ્રાર્થના નવકાર સાથે અરિહંત પરમાત્મા પાસે કરજો. તમારા હૃદયમાં અરિહંત હશે તો તમારી સમાધિ અખંડ જળવાશે. સાધકનો અંતર્નાદ 206 Page #227 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય એ પુણ્ય છે તે ભોગવાય છે, અને જેટલું છે તેટલું ભોગવવાનું છે, જયાં જશો ત્યાં પણ નવું આયુષ્ય તૈયાર છે. જયાં સુધી મોક્ષ નહિ થાય ત્યાં સુધી જન્મ-મરણની પરંપરા ચાલુ રહેવાની. માટે જેમ હાલમાં મૃત્યુનો ભય નથી તેમ, જીવાય ત્યાં સુધી મૃત્યુનો મહોત્સવ માંડવાનો છે તેની તૈયારી આત્મા પાસે કરાવવાની છે માટે બધી જ અવસ્થામાં સમભાવ કેળવજો. જીવતાં અને મરતાં જેને સમાધિ તેને સદ્ગતિ નક્કી. મરણ આવે તો તૈયાર છું, જીવાય તો વિરતિમાં છું અરિહંત પરમાત્મા મારા હૃદયમાં છે આટલો જ વિચાર કરવો. બીજો કોઈ વિચાર હૃદયમાં પ્રવેશવા દેવો નહિ હંમેશાં એ જ વિચાર કરવો. અહાહા, મને નમસ્કાર મહામંત્ર મળ્યો ! અરિહંત પરમાત્મા મળ્યા ! ગુરુ મળ્યા ! ધર્મ અને પ્રભુની આજ્ઞા પાળવાની બધી સામગ્રી મળી ! મારો જન્મ સફળ થઈ ગયો વગેરે..... . સુશીલાબહેન - ધર્મલાભ ! મણીબહેનને કહેશો કે બીજો કોઈ વિચાર અશક્તિ કે પીડાને લીધે આવે ત્યારે કર્મ બાંધેલાં છે તે જાય છે, ભલે જતાં, હવે ખાસ સમાધિની ચોક્સાઈ રાખવી. આર્ત ધ્યાન ન થઈ જાય તે માટે કાળજી રાખવી. શરીરનું કામ શરીર ભલે કરે, મારાં કર્મ ખપે છે અને હું હલકો થાઉં છું, મને એ કર્મ ખપાવવામાં અરિહંત ભગવાન સહાય કરી રહ્યા છે. સાધકનો અંતર્નાદ ૯ જે.વ. ૬ ભાવપૂર્ણાશ્રીજીના ધર્મલાભ. મણીબહેનને આત્મ જાગૃતિ કેવી છે ? શું વિચારો આવે છે ? બધાની સાથે ક્ષમાપના હંમેશા કરતાં હશો. ચિત્ત અરિહંતમય બની ગયું છે ને ? તમે મહા પુણ્યશાળી છો, કરવા જેવું ઘણું જ કર્યું છે, હવે તમારું ચિત્ત સહેજ પણ શરીરની પીડામાં જાય તો તરત સારું વાંચન સાંભળવું તેથી તે તમને સજાગ રાખી શકે. શરીરની પીડા એ કાયમી નથી. પીડા એ તો દેહને છે. આત્માને કંઈ થતું નથી. નારકીના જીવો કેટલી પીડા ભોગવતા હશે ? અત્યારે પણ હોસ્પીટલમાં રહેલા દર્દીઓ કેટલી પીડા ભોગવે છે ? એ આંખ સામે રાખવું. જેથી આ પીડા આપણને દુઃખ રૂપ નહિ બને. સહન શક્તિ વધશે. તમારી સમાધિ અને સમતાની અનુમોદના કરીએ છીએ. જે.વ. ૯ 207 Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જે.વ. ૧૧ ધર્મલાભ ! નમસ્કાર મહામંત્રનાં ઉપાસિકા મણીબહેન. તમારા સમાચાર જાણ્યા. હવે છૂટાય તો સારું. આ વિચાર આર્તધ્યાન કહેવાય. તે વિચાર તમારી સમાધિ અને સમતાને લૂંટી લેશે. કર્મ બાંધેલું છે તે પ્રમાણે જ થવાનું છે, તેમાં કાંઈ ફેરફાર કરવાની આપણી શક્તિ નથી તો શા માટે છૂટવાના વિચારો કરી મનને બગાડવું? બીજાને તમારી બહુ સેવા કરવી પડે અને થાકી જાય માટે છૂટવાનો વિચાર આવે છે? તમારાં અશુભ કર્મો ખપતાં હોય તે વખતે તમને દુર્થાન ન થઈ જાય તે માટે તમારા છોકરાં - વહુ તમારી સેવા કરીને તમને કર્મ ખપાવવામાં સહાયક બની રહ્યા છે. કર્મ ખપાવવાનું આવું સરસ અનુકૂળતાવાળું સ્થાન મળ્યું છે, આવા વિતરાગ દેવ, ગુરુ અને ધર્મની સામગ્રીવાળું ઘર મળ્યું છે, નમસ્કાર મહામંત્ર જેવો અચિંત્ય ચિંતામણિ રત્ન જેવો મંત્ર મળ્યો છે. તેની અનુમોદના કરવાનું છોડીને છૂટવાના વિચારોનું દુર્ગાન કરી શા માટે મન બગાડો છો? છૂટવાના વિચારો અને પીડાનું જો દુધ્ધન ચાલતું હોય અને આયુષ્ય બંધાય તો તિર્યંચનું આયુષ્ય બંધાય. ભગવાન પાર્શ્વનાથના મરૂભૂતિના ભવમાં જયારે તે પોતાના ભાઈ કમઠને ખમાવવા ગયા ત્યારે કમઠને ક્રોધ હોવાથી મરૂભૂતિના માથા પર પથ્થરની શિલા નાંખી, ખોપરી ફુટી ગઈ. તે વખતે ભાઈ કમઠ ઉપર દ્વેષભાવ નથી થયો કે હું તેને ખમાવું છું છતાં મને મારી નાખવાનો પ્રયત્ન કરે છે? જો તે વિચાર આવ્યો હોત તો રૌદ્ર ધ્યાનમાં જાત અને નરકમાં જવું પડત પણ ફકત માથું ફુટી ગયું તે વખતની પીડા સહન ન થઈ શકી. અરરર આ પીડા શું સહન થાય ? હવે સહન નથી થતું. આવા વિચારમાં ને વિચારમાં તેમનું આયુષ્ય પુરું થઈ ગયું અને હાથીના ભવમાં ગયા. મરૂભૂતિએ આખું જીવન ધર્મમય ગાળ્યું હતું, શુદ્ધ શ્રાવક જીવનનાં વતો અને ક્ષમાનું પાલન છેક સુધી કર્યું છતાં પીડાના દુધ્ધને તિર્યંચ ગતિમાં ધકેલી દીધા. આ કર્મસત્તા છે તેનો ભરોસો ન રાખવો, આપણી પરિણતિને તપાસ્યા કરવી. જે જે વિચારો આવે તે તમારે સુશીલાબહેનને કહેવા. તે અમને જણાવશે તો તેના ઉપર અમે બે શબ્દ લખી તમારી અસમાધિ ટાળવામાં નિમિત્ત બની સેવાનો લાભ લઈ શકીએ. બીજું, તેમને વારંવાર સમજાવશો કે મનુષ્ય ભવની એક મિનિટ દેવલોકના એક કરોડ પલ્યોપમના વર્ષો જેટલી કિંમતી છે તે મનુષ્ય ભવનું શરીર આપણને મળી ગયું છે પણ તેની કિંમત આપણને નથી. મનુષ્ય જીવન એ રસાળ ક્ષેત્ર છે તેમાં સારું કે ખોટું જે કાંઈ કરીએ તેનું ફળ કંઈ ગણું મળે. પુણ્ય કરો તો પુણ્ય પણ વધારે ફળ આપનારું બંધાય. પાપ કરો તો પાપ પણ વધારે ફળ આપનારું બંધાય. કારણ કે મનુષ્ય ભવના શરીરમાં જીવનમાં અભુત વસ્તુઓ પડેલી છે તમારો આત્મા મનુષ્ય શરીરના ખોળિયામાં છે એટલે નવકારશી, ચોવિહાર, નમસ્કાર મહામંત્રનો જાપ કરી શકો છો. તિર્યંચના ભવમાં તો તેવી બુદ્ધિ વિવેક જ નથી. દેવલોકનાં સુખમાં આત્મા દબાઈ જાય છે, નરકનાં દુઃખમાં આત્મા સાધકનો અંતર્નાદ 208 Page #229 -------------------------------------------------------------------------- ________________ દબાઈ જાય છે. નરભવ એ સુખ અને દુઃખ બંનેને સહન કરી તેમાં સમભાવ રાખી શકે એવા શરીરવાળો ભવ છે માટે જ આ શરીરથી તમે ઘણું શરીરની પીડાનું દુઃખ સહન કર્યું છે, વળી તમને ધર્મ કરવાની ધૂન લાગી હતી, આ ભવમાં ખૂબ ધર્મ કરી લઉં, ચારિત્ર લઉં અને કર્મ ખપાવું આવા ભાવથી તમે તમારા શરીરની કેટલીયે પીડાઓને અવગણી શકયા છો, તમને એમ લાગતું હશે કે હવે તો કંઈ ધર્મ થઈ શકતો તો નથી ? માટે જલ્દી છુટાય તો સારું પણ એમ નથી તમે જે અરિહંત પરમાત્માના નામ સ્મરણથી સમતા અને સમાધિ રાખી શકયા છો એજ મોટો ધર્મ કરી રહ્યા છો, બીજા ભવમાં (અન્ય ગતિઓમાં) આવી સમાધિ કે સમભાવ પીડા વખતે ન રહી શકે, માટે જેટલા દિવસો જશે એટલી સમતાની સાધના વધુ થશે અને મોક્ષ નજીક થશે. તમને છૂટવાના વિચારો શા કારણથી આવે છે ? એ ખાસ જણાવશો. બહુ લાંબું જીવ્યા ૮૫ વરસ એટલે ઘણું થઈ ગયું માટે હવે અહીંથી જઈએ તો સારું એમ થાય છે ? ધર્મ પામ્યા ત્યારથી આપણો જન્મ થયો ગણાય બાકીનો બધો વખત એળે ગયો છે. માટે સમજણ (ધર્મની) આવ્યા પછી જેટલું વધારે જીવાય એ બધું સફળ છે. હવે નિરંતર અરિહંત-અરિહંતના જાપમાંજ ચિત્ત પરોવશો. એ ખાસ અમારી ભલામણ છે. તમારે ત્યાં પાર્શ્વનાથ ભગવાનનો ફોટો હશે તેનાં દર્શન કરતા હશો, જયારે જયારે છૂટવાનો વિચાર આવે ત્યારે ત્યારે એ ભગવાન પાસે માફી માંગી લેવી. મેં ખોટો વિચાર કર્યો, હે પ્રભુ ! મને આ દુર્ધ્યાનથી બચાવ. એવી માંગણી કરવી. ૧૧ અંતર્દેશીય મળ્યું છે. તેમની સમતા અને સમાધિ જેવા છે તેવા છેક સુધી રહે એજ અભિલાષા અને તે જળવાવવા માટે સતત ઓછામાં ઓછું એક જણ તેમની પાસે રહે અને અરિહંતનું સ્મરણ યાદ કરાવતા રહે. અત્યાર સુધી ઘરના બધાએ ઘણી સેવા કરી, હવે ખાસ સાવધાની રાખવાની છે. એક ક્ષણ પણ અરિહંતના સ્મરણ વગરની ન જાય તેવી કાળજી સેવા કરનારે રાખવાની છે. તેમને અવાજ ખમી શકાય તે રીતે અરિહંત-અરિહંત એવી ધૂન પણ થોડો થોડો સમય કરી શકાય. જેથી એમનું ચિત્ત સહેલાઈથી અરિહંતના ઉપયોગમાં રહી શકે. બધા ખબર કાઢવા આવે એમાં પણ બીજી વાતો ન થાય તે માટે કહેતા રહેવું. યોગેન્દ્રભાઈનું લખાણ વાંચ્યું. તમે તો તેમની બનતી સેવા કરી છે, ભાવ દવા ચાલુ છે તે જ તેમને રાહત આપી રહી છે. સ્પેસીફીક દવાનો નંબર આવી જાય તો ભલે નહિતર અફસોસ ન કરવો. આ ભાવ દવા એવી છે કે કેન્સર જેવા દર્દો પણ મટી જાય છે. પણ લાગુ કોને પડે ? અરિહંત પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર શ્રદ્ધા બળવાન હોય તેને મણીબહેનની શ્રદ્ધા અખૂટ છે. તેમનું આયુષ્ય બળવાન હશે તો સારું થશે નહિતર સમાધિ તો જરૂર આપશે. સમાધિ એ આત્માનું આરોગ્ય સાધકનો અંતર્નાદ 209 જે.વ. ૧૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ છે, એટલે શરીરનો સમય થઈ ગયો હોય તો તેની ઈચ્છા બાકી આત્માનું આરોગ્ય જળવાય છે તેનો જ આનંદ માનવો. ૧૨ ધર્મલાભ ! ધીરુભાઈએ લખેલ અંતર્દેશીય મળ્યું. મણીબહેનને આવી ભયંકર પીડામાં પણ આટલી સુંદર સમાધિ રહે છે તે જાણી ખૂબ આનંદ થાય છે. તે પોતે આવેલ વ્યાધિને સહર્ષ સહન કરી શકે છે તે બધો પ્રભાવ નમસ્કાર મહામંત્રના જાપનો છે, અને ગુરુદેવનો છે. આવી સમાધિપૂર્વક જવાય તો શ્રાવક ધર્મ સંપૂર્ણ પામ્યાની નિશાની છે. મણીબહેનને માલૂમ થાય કે હંમેશા પ્રભુ પાસે પ્રાર્થના કરજો કે ભવોભવ મને વિતરાગ અરિહંત પરમાત્મા મળે, તથા પંચ મહાવ્રતધારી ગુરુ મળે, ભગવાને કહેલો સર્વવિરતિરૂપ ચારિત્ર ધર્મ મળે અને નમસ્કાર મહામંત્ર મળે, તેમનું જ શરણ મળે. બીજું મારે કાંઈ જોઈતું નથી. અને ભાવના કરજો કે સીમંધર સ્વામી પાસે જઈ ચારિત્ર લઉં, તેમના સમવસરણમાં બેસી તેમની દેશના સાંભળું અને કેવળજ્ઞાન પામી મોક્ષે જઉં. તમે દેવલોકમાં જાવ કે મહાવિદેહમાં સીમંધર સ્વામી પાસે જાવ પણ આપણે બધા સીમંધર સ્વામીના સમવસરણમાં ભેગા થઈશું. કારણ કે ધર્મ અને અરિહંત પરમાત્મા પ્રત્યે ભક્તિ આ ભવમાં છે એટલે બીજા ભવમાં અરિહંત પરમાત્માના સમવસરણમાં દેશના સાંભળવા ગયા વિના રહી શકીએ નહિ અને ભવ પણ એવો જ મળે. એટલે અમે અને તમે દેશના સાંભળવા જઈશું અને ત્યાં ભેગા થઈશું. માટે અમે જયારે તમને મળીએ ત્યારે ત્યાં પાછા ઓળખજો. ધર્મનો સંબંધ ભૂલી ન જતા. ધર્મનો સંબંધ તો જયાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી આ જીવને ખૂબ જરૂરી છે ધર્મમાં સહાયક બને માટે. 8.4. oll મહેન્દ્રભાઈ, યોગેન્દ્રભાઈ, ધીરુભાઈને જણાવવાનું કે, તમો બધા મણીબહેનની ખૂબ સેવા કરી તેમને સમાધિ આપી રહ્યા છો તેની ખૂબ અનુમોદના કરીએ છીએ, પણ આ મેં લખેલા પુણ્યમાં લાખ રૂપિયા નહોતા લખ્યા લાખ વખત નમસ્કાર મહામંત્રનો જાપ લખ્યો હતો તો તમારે એમાંથી ઓછું કરવાની કેમ જરૂર પડી ? હંમેશની એક નવકારવાળી (બાંધી) ગણો તો ય ત્રણ વર્ષે તે દેવું પુરું થઈ જશે. તમારા માતુશ્રી જેવી સમાધિ જોઈતી હોય તો ય એ જાપની જ જરૂર પડશે. તો આ નિમિત્તે તે મહામંત્રનો જાપ કરી આત્માને પવિત્ર બનાવવાની તક ગુમાવશો નહિ. આ નિમિત્ત પામીને તમારી જાપ માટેની આળસ છોડી દેજો. સુશીલાબહેનને માલૂમ થાય કે તમે ખરે વખતે ખસી ગયા જેવું કર્યું, સમાધિ રાખીને સમાધિ આપી શકાય છે, સમાધિ બીજાને આપતાં આપતાં પોતાની સમાધિ જાય ખરી ? શરીરનો ધર્મ સડન, સાધકનો અંતર્નાદ 210 Page #231 -------------------------------------------------------------------------- ________________ પડન, વિધ્વંસન છે. એક એક રોમે ૧ill રોગ છે. તે જયાં સુધી બહાર નથી નીકળ્યા ત્યાં સુધી સારા છે. જેટલાં કર્મો ભોગવાઈ જશે તેટલું કર્મનું દેવું ચૂકવાય છે. સારી ગતિમાં જઈ સુખ, શાંતિ અને શાતા ભોગવવા માટે અશાતાનાં કર્મો થોડા સમયમાં વધુ ભોગવી લેવાનાં હોય એટલે રોગની અશાતાનું સ્વરૂપ ઉગ્ર દેખાય પણ તેમાંય શુભ ભાવનામાં તે ટકી શકે છે તે તેમની ભાવિની ઉજ્વલતા સૂચવે છે, અતિ શાતામાં જવાનું છે એ બતાવે છે. માટે જેનું ભાવિ સારું છે તેનો આનંદ હોવો જોઈએ, આપણે તો આત્માની સાથે સંબંધ રાખવાનો છે માટે દુર્થાન ન કરવું. રાજુલાને માલૂમ થાય કે સિદ્ધગિરિની યાત્રાનું અને શંખેશ્વર જઈને અક્રમ કરવાનું પુણ્ય તું કહેજે. એટલે એમના જીવનની બધી આરાધનાનું સુકૃત આવી જાય. આ બધું જયારે અનુકૂળતા હોય ત્યારે કરી શકાય માટે કહેતાં ન થઈ શકવાનો ડર ન રાખવો. તેમની વહુઓને બીજું ન થઈ શકે તો મણીબહેનને ખૂબ વહાલી સામાયિક તો થઈ શકે. તો તેમણે સામાયિક કહીને પણ કૃતાર્થ થવું. ૧૩ અ.શુ. ૩ ધર્મલાભ ! મણીબહેનની જેઠ વદ ૧૪ની આરાધના અને આનંદ તેમની ઉત્તમગતિને સૂચવે છે. આવીને આવી આત્માની પરિણતિ ટકે તે માટે તમારે બધાએ સહાય કરવાની છે. પીડામાં ચિત્ત જાય અને દર્દ સહન ન થાય ત્યારે તેમના વિચારને બદલાવવા માટે બીજી વાત કરવી. “સિદ્ધગિરિની યાત્રા આપણે કેવી સરસ કરી હતી.” તમે તો કેટલા બધા લાખ નવકાર ગણ્યા? અમને પણ આશીર્વાદ આપજો અમે પણ આવી સમાધિ રાખી શકીએ વગેરે વગેરે કહી વિચાર બદલાવી નાંખવો. પરંતુ આમ બોલાય ? એમ ન કહેવું. આમ કહેવાથી તેમને સહન કરવાનો ઉત્સાહ ન જાગે. આ કાર્ડ લખતી વખતે એમ થાય છે કે મણીબહેન હશે કે નહિ હોય? હોય તો અમારા ધર્મલાભ કહેજો અને કહેજો કે ભાવના જેવી છે તેવી જ રાખશો, હવે થોડો સમય જ આ શરીર સાથે લડી લેવાનું છે માટે હિંમત હારશો નહિ. ભગવાન અરિહંત પરમાત્મા તમારી પાસે જ છે, એના નામનો મોટો સહારો છે, એણે જ તમને આવું દર્દ છતાં પ્રસન્નતા રખાવી છે. જગતમાં એના નામનો જ એવો પ્રભાવ છે કે જેથી ગમે તેવા દુઃખમાં આશ્વાસન મળે છે. શાસનદેવ તેમના આત્માને શાંતિ આપે એજ ઈચ્છા. ૧૪ અ.શુ. ૪ ધર્મલાભ ! તમારું કાર્ડ શુ-૩નું અને એની બહેન પ્રભાવતી રાવલનું કવર તા. ૧૦નું લખેલ આજે મળ્યું છે. સાધકનો અંતર્નાદ 211 Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રભા બહેનને માલૂમ થાય કે તમારી સમાધિ સંબંધી વ્યાખ્યા જાણવાની ઈતેજારી છે તે જાણ્યું. પરમાત્માના નામનું સ્મરણ, મનન, નિદિધ્યાસન કરતાં કરતાં મન આત્માની નજીક પહોંચી નિજ દેહનું ભાન ભૂલાય ત્યારે સમાધિ મળે છે, તે માટે તો આપણા જેવા માટે લાંબા સમય સુધી સતત સાધનાની જરૂર છે. મણીબહેને અત્યાર સુધી તપ કરી કાયાની માયા છોડી દીધી છે. કાયાને સ્વેચ્છાએ કષ્ટ આપીને દુઃખ સહન કરવા તૈયાર કરી દીધી છે, અને જપ એટલે પરમાત્માનું નામ સ્મરણ કરી કરીને મનને પુષ્ટ બનાવી દીધું છે. - હવે અત્યારે તેમને શરીરની પીડા મનને બગાડે તેવી અવસ્થાવાળી છે, પણ કેળવેલી કાયા અને મન તેમની પીડિત અવસ્થાને મહત્ત્વ આપવા દે નહિ. તેથી દર્દમાં ચિત્ત ન જતાં પ્રભુના નામને યાદ કરી શકે છે તેનું નામ જ સમાધિ છે. આ પીડિત અવસ્થાની સમાધિ છે તેની કિંમત આરોગ્યની અવસ્થા કરતાં અનેકગણી છે. જયારે પોતાની પાસે પોતાના પૂરતું જ ખાવાનું હોય તેમાંથી પોતે ઊણા રહીને દાન આપે તેનું ફળ વધારે છે, કારણ કે જાત કરતાં દાન બીજાને આપવું (પરોપકાર) તે મહત્ત્વનું લાગે છે તેથી તેની કિંમત વધુ છે. તેવી જ રીતે આ અવસ્થામાં (પીડામાં) ભગવાનનું નામ યાદ આવવું અને પીડા ભૂલી જવી. (જાત ભૂલવી) તેથી તબિયત સારી હતી તે વખતે પ્રભુ નામ સ્મરણથી જે નિર્જરા થતી હતી તેના કરતાં અનેક ગુણી કર્મ નિર્જરા થાય છે. તે નિર્જરા કરવાની તક તેમને સાંપડી છે અને તમે બધા સહાય કરો છો તેથી તમારે બધાને મહાન આરાધના થઈ રહી છે તે જાણી આનંદ થાય છે. પ્રભાવતી બહેનને જણાવવાનું કે મણીબહેન પાસે બેસી પ્રભુ સ્મરણ કરી વાતાવરણને વધુ પવિત્ર અને પ્રભુમય બનાવી તેમના ભાવને વધુ પુષ્ટિ મળે તેમ કરી રહ્યા છો અને સેવા કરી મોટો લાભઆત્મ લાભ ઉઠાવી રહ્યાં છો. સમાધિસ્થ અવસ્થાની વાત હવે પછી. અમે બધા તે માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આ ભવમાં નહિ તો બીજા ભવમાં મળશે જ. સાચી ઝંખના તે વસ્તુની પ્રાપ્તિ કરાવશે જ, એવી આશા છે. ૧૫ અ.શું. ૭ ધર્મલાભ ! તા. ૧૪મી નું કાર્ડ આજે મળ્યું છે. મણીબહેન આવી ભયંકર વેદનામાં પણ પરમાત્મા સાથે મનને જોડી શકે છે. તેમની એવી અપૂર્વ આરાધના જાણી ખૂબજ સંતોષ થાય છે. આવી અવસ્થામાં શરીરની પીડા તરફ કેટલા બેદરકાર બનાય ત્યારે ભગવાન યાદ આવી શકે છે. તેમની ઝંખના ભગવાન પાસે જવાની છે તે જ તેમની ત્યાં જવાની સાધકનો અંતર્નાદ 212 Page #233 -------------------------------------------------------------------------- ________________ નિશાની બતાવે છે. આ મનુષ્ય જીવનની એક એક પળ હવે તમારી સોના કરતાં વધારે કિંમતી જાય છે કેમકે આ પળોમાં ભગવાનનું નામ સ્મરણ એ આત્મામાં ઊંડા સંસ્કાર દૃઢ કરે છે. તો પ્રભુના નામનું સ્મરણ તેવું જ ચાલુ રાખશો. ૧૬ ધર્મલાભ ! તમારું અંતર્દેશીય તથા કાર્ડ મળ્યું છે. મણીબહેનને માલૂમ થાય કે અસમાધિ કરાવે તેવી તમારી દર્દની સ્થિતિ છે પણ તેને સમભાવે સહન કરી રહ્યાં છો તે રીતે જ પરમાત્માના નામનું આલંબન લઈ સહન કરજો. કદાચ સહન ન થાય તો પૂર્વના ભવોમાં આ જીવે તિર્યંચ અને નરક ગતિનાં અસહ્ય દુ:ખો અનેક વખત ભોગવ્યાં છે તે યાદ કરજો. તે વખતે આપણને પરમાત્માના નામનો પણ આશરો નહોતો મળ્યો કે જીવને આશ્વાસન રૂપ બને. અને તે વખતે પીડાને દૂર કરવા માટે કોઈની સહાય પણ ન હતી કે જેથી દુ:ખમાં રાહત મળે. વળી આવો ધર્મ સમજાવનાર પણ કોઈ ન હતાં કે દુઃખ સહન કરવામાં ઉત્સાહ થાય. એ ગતિની પીડાઓ અને દુ:ખો આગળ આ તમારી રોગની પીડા ઓછી છે. વળી આત્મા પણ તપ કરીને ભૂખ અને તરસ વેઠીને તૈયાર થયો છે જેથી આવી ભૂખ - તરસની પીડામાં આટલી સમાધિ રાખી શકે છે. જો એ અભ્યાસ ન હોત તો આવી અશક્તિમાં પ્રભુનું નામ તમને કોઈ યાદ કરાવત તો પણ કદાચ યાદ કરવાનું ન ગમત અને પીડામાં ચિત્ત જતું રહેત. જૈન શાસનની આપણને આ અપૂર્વ ભેટ મળી છે કે જે નમસ્કાર મહામંત્ર જીવતાં શાંતિ આપે, મરતાં સમાધિ આપે અને પરભવમાં સદ્ગતિ આપે. જડ એવા આ શરીરના સંસર્ગથી અનંત શક્તિના ધણી એવા આત્માની અવદશા થઈ રહી છે, સદાને માટે એનો સંસર્ગ છોડવો છે, એવી તૈયારી તમે કરી રહ્યા છો, હવે અનંતકાળ સુધી તેના સંસર્ગે રખડવું નથી. આ દેહ ઉપર કર્મે કરેલાં જે આક્રમણો આવવાં હોય તે ભલે આવે. તું પણ તારું લહેણું લઈ જા. હું તેથી હળવો થઈશ અને જલદી જડના સંગથી છૂટીશ. આ ભાવ રાખશો. સાધકનો અંતર્નાદ અશુ. ૮ અત્યારે જે પીડાઓ આવે છે તે આપણે પોતે જાતે જ કરેલાં કર્મોનું ફળ છે. બાંધેલાં કર્મો ભોગવવાં તો પડે જ છે. તમારી પાસે અત્યારે શુભ ભાવરૂપી-અરિહંત પરમાત્માની ભક્તિરૂપી સંપત્તિ સારી છે, એ અવસરે લેણિયાત લેવા આવે તો શી ચિંતા ? એવા પાવરવાળું મન બનાવશો. 213 Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અ.શુ. ૧૦ ધર્મલાભ ! ધીરુભાઈનું ૧૭મી નું લખેલું કાર્ડ મળ્યું. મણીબહેનને આવી અશક્તિમાં મન અને મગજ બે સ્વસ્થ છે. એ જ મહાન પુણ્યનો ઉદય છે. મનમાં પરમાત્માનું નામ રટણ કરી કર્મ ખપાવવાનું કાર્ય પણ આ શરીર પાસેથી કાઢી રહ્યાં છે. મગજથી પૂર્વે કરેલી આરાધનાનો અભ્યાસ કામ લાગે છે. કાંઈ પ્રવાહી પણ લેવાતું નથી તેમાં પણ સમાધિ જાળવી બે માસક્ષમણ જેવા તપ જેવો આનંદ અનુભવી રહ્યા છે. પૂર્વના મહાપુરુષો અનશન કરતાં, તેમાં સમાધિ રાખવા માટે બીજાની પણ સહાય ખૂબ જરૂરી ગણાતી. તેનું એક જ કારણ કે બધા કરતાં ભૂખ-તરસની વેદનામાં શરીરથી મનને અલગ રાખવાનું અઘરું છે. મણીબહેનને દર્દ એવું આવ્યું છે કે અનશન જેવું કરીને શરીરથી જુદા થવા જેવો અનુભવ મેળવવાનો રહ્યો. આ બધો અભ્યાસ તમારે ભવાંતરમાં ખૂબ કામ લાગશે. જેવી દર્દમાં શાંતિ રાખી છે તેવી જ રાખશો એવા અમારા શુભાશિષ છે. શાસન દેવ તમને તે સહન કરવાની શક્તિ વધુ આપે અને સમભાવથી પીડા સહન કરી લાખો ભવોનાં કર્મો ખપાવવામાં સહાય કરે. જરાય અકળાતા નહિ, ઘણું જીતી ગયા છો, તમારા આત્માને આ માનવ જીવનનું કિંમતી શરીર મળ્યું છે માટે પૂરેપૂરો કસ કાઢી કમાણી કરી લેવી લાગે છે. કેમકે એક માનવ જીવનના શરીરમાં જ આવાં કર્મ ખપાવવાની તાકાત છે. તપ પણ આ શરીરથી જ થાય. તમે આવી છેલ્લી સ્થિતિમાં પણ નવકારશી, ચઉવિહાર કરી રહ્યા છો તે નવકારશી, ચઉવિહારની કિંમત પહેલાં કરતા હતા તેના કરતાં વધી જાય છે. જેટલું જીવાય છે તેટલું લાભમાં છે. મોટી કમાણી થઈ રહી છે તેમ માનજો. બીજાનો વિચાર ન કરતાં, આ બધાને મારી પાછળ સમય કાઢવો પડે છે એવું મનમાં ન લાવતાં, એ તમારા દીકરા, દીકરીઓ પાછળ તેમની સેવામાં તમે જેટલા કલાક કાઢયા છે એટલી મિનિટોયે તેમને તમારી સેવાની મળી નથી, એ તમારી સેવા કરીને કમાવાના છે. સહન કરનાર (દર્દથી) થાકતા નથી તો સેવા કરનારને કંઈ સહન કરવાનું નથી. ખાઈ પી ને સેવા કરવાની છે. આ તો તમારો બીજાની અગવડનો વિચાર કરવાનો સ્વભાવ છે એટલે લખું છું કે તમને એવો વિચાર આવતો હોય તો ન કરતાં, પરિવાર પણ સેવાભાવી છે. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ અચિંત્ય છે, તેથી તમારી માંદગીની આજુ-બાજુનું વાતાવરણ સુંદર ગોઠવાઈ ગયું છે એટલે તમે શુભ ભાવનામાં ઝીલી શકો છો. કંઈ લેવાતું નથી એટલે પરિણામમાં અણાહારીપણાની વાનગી ચાખી રહ્યાં છો એવો ભાવ રાખશો. શરીર છે એટલે ખાવું પીવું પડે છે. આત્માનો સ્વભાવ અણાહારી રહેવાનો છે, તે સ્વભાવ પ્રગટ કરવા ગમે તે ભવમાં મહેનત-પુરુષાર્થ તો કરવાનાં જ છે, અહી તમને રોગ એવો આવ્યો કે ખાવા પીવાનું બંધ થયું. શરીરથી બંધ થયું છે, પણ મનની અંદર પણ શુભભાવ લાવજો, કયારે એવો દિવસ આવશે કે હું સ્વેચ્છાએ ખાવા પીવાનું બંધ કરીને મારા આત્માના અણાહારી પદને પ્રગટ કરીશ? સાધકનો અંતર્નાદ 214 Page #235 -------------------------------------------------------------------------- ________________ ભૂખ, તરસ અને ગાંઠની પીડા જે તમને છે તેના કરતાં અનંત ગુણી પીડા અસંખ્ય નારકીઓ સહન કરી રહ્યા છે. પણ તેમાં જેની સમ્યક્ દૃષ્ટિ ખૂલી છે એવા જીવો પોતે કરેલાં કર્મનાં ફળ છે એવું માની પ્રસન્નતાથી સહન કરે છે. કેટલાંય તિર્યંચો ભૂખ-તરસ અને ભયંકર રોગોની એવી રીતે પીડા સહન કરી રહ્યા છે કે તેની પાસે આપણે ઘણી અનુકૂળ સામગ્રી વચ્ચે સહન કરવાનું છે એટલે ઓછું દુઃખ છે, દુઃખમાં રાહત મળે છે. એ અરિહંત પરમાત્માની કૃપાનું ફળ છે. અરિહંત પરમાત્માનું હૃદયમાં એવી રીતે સ્થાપન કરજો કે ભવોભવ તમારી સાથે રહે. એટલે મોક્ષ માર્ગમાં ચાલતાં નિર્વિદનપણે પહોંચાય. જીવનની છેલ્લી ક્ષણ સુધી જેણે હૃદયમાં અરિહંતને સ્થાપ્યા છે તે જ નિકટભવી (નજીકમાં મોક્ષ જનાર) થઈ શકે છે. ૧૮ ધર્મલાભ ! મણીબહેનની દર્દમાં સહનશીલતા અને આવી પીડામાં પણ મનમાં સતત અરિહંતનું રટણ રાખે છે વગેરે પનુભાઈએ ત્યાંના સમાચાર લખ્યા હતા. ખરેખર ! આખી જિંદગીની મહેનતનું આ ફળ છે. છેલ્લે સમાધિ જોઈતી હોય તેણે અરિહંત પરમાત્માને નિરંતર હૃદયમાં પધરાવી રટણ કરવાની ટેવ પાડવી જોઈએ. આથી જીવન જીવતાં પણ શાંતિનો અનુભવ થાય છે અને છેલ્લે આ દુનિયામાંથી વિદાય લેતાં હસતાં હસતાં જવાય છે. કોઈ પણ વસ્તુનું મમત્વ રહેતું નથી. નમસ્કાર મહામંત્રના જાપનું આ લોકનું ફળ શાસ્ત્રમાં જે બતાવ્યું છે તે આપણને તેમના દૃષ્ટાંત દ્વારા સાક્ષાત્ દેખાય છે, અને પોતે તેનો અનુભવ કરી રહ્યા છે. જેણે અરિહંત પરમાત્માનું શરણું લીધું છે તેને હવે કાંઈ ચિંતા નથી. આપણે પણ એવી ટેવ પાડવી જોઈએ. મણીબહેનને કહેશો કે હવે તમને મહાન અને સમર્થનું શરણું મળી ગયું છે. માટે કર્મને ભોગવતાં ડરશો નહિ અને થાકશો નહિ. ઉદયમાં તો જે આત્માની સાથે બંધાયેલા છે તેમાંથી જ આવવાનાં છે. જેટલા સમભાવે ભોગવાય છે તેટલા આત્માથી છૂટા પડી ઓછાં થતાં જાય છે અને સાથે આત્મામાં સમભાવ કેળવાય છે. તમારી આરાધના તો જે નિકાચિત કર્મ નહિ હોય તે ભોગવાઈ જશે તેની અસર પણ નહિ થવા દે અને નિકાચિત ભોગવતાં સમાધિ રહેવામાં સહાય કરશે. અશુ. ૧૫ ૧૯ ધર્મલાભ ! મણીબહેનના સમાચાર જાણી ખૂબ આનંદ થાય છે. તેમની માંદગી ખરેખર સમાધિ માટે એક આદર્શભૂત બની રહી છે. તેમણે તેમની સાસુની માંદગીમાં સેવા કરીને ખૂબ સંતોષ આપ્યો છે સારા સાધકનો અંતર્નાદ 215 અ.વ. ૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદ મેળવ્યા છે તેના બદલામાં તેમને ચારે બાજુનું સુંદર વાતાવરણ ઊભું કરે તેવો પરિવારવહુ દીકરા મળ્યા છે અને ખડા પગે સેવા કરી રહ્યા છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે તેવું છે. નિષ્કપટ ભાવ, સહુની સાથે મિલનસાર સ્વભાવ, ઓછું તો તેમને કોઈના ઉપર પણ નથી આવ્યું, ઘરની સત્તા મળવા છતાં મોટાઈ રાખી નથી, સાસુ તરીકે મોટાઈ રાખીને વહુ તરફ ઓછું લાવ્યાં નથી. મણીબહેન જતાં જતાં પણ ઘરમાં ધર્મમય વાતાવરણ વધુ બનાવી રહ્યાં છે. તેમને ગરીબો પર બહુ જ કરુણા આવી જતી. મને ખ્યાલ છે કે તેમને ત્યાંથી કોઈ ભિખારી કે કૂતરું એમને એમ પાછું જતું ન હતું, દાનરુચિનો પણ મને ઘણો અનુભવ છે શાસ્ત્રમાં કહ્યા મુજબ સમય થાય એટલે સુપાત્રની રાહ જોતાં હતાં અને આવી જાય તો રાજી રાજી થઈ જતાં. કોઈ સામાન્ય સ્થિતિનું ઘર હશે ત્યાં કપડાંઅનાજ કયારે આપી દે કોઈને ખબર ન પડે. આવી સમાધિ મેળવવા માટે આખી જિંદગીમાં કેળવાયેલા ગુણો, પરોપકાર, દયા, દાન વગેરેની સહાય જોઈએ છે, આત્માની લાયકાત આ એક દિવસની બાહ્ય આરાધનાથી આવી જતી નથી. બીજાના માટે કંઈક મળેલી સંપત્તિનો-શક્તિનો સદુપયોગ કર્યો હોય, બીજાને દુઃખમાં સહાય કરી શાંતિ આપી હોય, ત્યારે આત્મા પોતાની સમાધિ પ્રાપ્ત કરી શકે છે. હું પત્રો લખ્યા કરું છું તેમાં આશય તેમની સમાધિમાં મારો એકાદ શબ્દ કામ લાગી જાય તો મને મહાન પુણ્યાનુબંધી પુણ્યની તથા કર્મ નિર્જરાની પ્રાપ્તિ થાય. ધીરુભાઈને માલૂમ થાય કે તમારે કોઈ કોઈ વખત તમારા કોઈ કારણસર માની પાસે બાળકની જેમ મગજ ગુમાવાઈ ગયું હોય તેની માફી માંગી લેશો. મણીબહેન તો વાત્સલ્યનો ઝરો છે. તેમને તો કાંઈ લાગે તેવું નથી હોતું પણ તમને પાછળથી પસ્તાવો ન થાય અને જીભથી બોલાઈ જવાથી જે કર્મ બંધ થયો હોય તે જીભ વડે ખરા અંતઃકરણપૂર્વક ક્ષમા માંગી લેવાથી કર્મથી મુક્ત થવાય છે. જો કે તમે બધાએ મિચ્છામિ દુક્કડમ્ તો દીધા જ હશે પણ ઓથે (સામાન્યથી) મિચ્છામિ દુક્કડમ્ કામ ન લાગે. જે જે ભૂલો થઈ હોય તે યાદ કરી માફી માંગીએ તો કર્મથી છૂટાય. મન, વચન અને કાયાના જોડાણથી આત્મા નિરંતર કર્મ સાથે બંધાય છે. અનાદિ કાળના અભ્યાસથી જીવ ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાન વશ બની અનેક જાતનાં કર્મ બાંધે છે. એમાંથી કેટલાયની તો આપણને ખબર જ નથી હોતી કે મેં શું ભૂલ કરી અને કેવું ઉગ્ર કે મંદ કર્મ બાંધ્યું, પણ જે જે મોટી મોટી મનથી વચનથી કે કાયાથી ભૂલ થાય તે આપણા ખ્યાલમાં રહે છે. મનથી બાંધેલાં કર્મનું ફળ મનને મોટે ભાગે મળે છે, વચનનું જીભને, અને કાયાથી કરેલું ફળ શરીરને ભોગવવું પડે છે. આ તો આટલું નિમિત્ત પામીને મેં તમને જાગૃતિ આપી છે. જરૂર અંતઃકરણથી ખમાવી દઈ કર્મ મુક્ત બનશો. આ તો એક ભાવ દયા આવવાથી લખાઈ ગયું છે, અમલી બનાવશો. સુશીલાને પણ મણીબહેન પ્રત્યે ઘણી લાગણી છે. છતાં અજ્ઞાનથી કોઈ વખત ઉતાવળથી બોલાઈ ગયું હોય તેની માફી માંગી લેશે તો અંતઃકરણ હળવું બની જશે. આત્મા પણ કર્મથી હળવો થશે. સાધકનો અંતર્નાદ 216 Page #237 -------------------------------------------------------------------------- ________________ 90 અ.વ. ૫ ધર્મલાભ ! મણીબહેનના દેહ ત્યાગના સમાચાર જાણ્યા. તેમની છેલ્લી ઘડી સુધીની સતત જાગૃતિ અને સમાધિ જાણી સંતોષ થયો છે. આવી સમાધિ ! એમ તમને બધાને આશ્ચર્ય થતું હશે. આવી સમતા રાખવાનું શીખવ્યું કોણે ? જે દિવસથી ગુરુ મહારાજે આપેલા નમસ્કાર મહામંત્રે એમના જીવનમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તેમનામાં સમાધિએ પ્રવેશ કર્યો છે. નવકારે જ આ બળ તેમને આપ્યું છે. નમસ્કાર મહામંત્ર શું આપે ? તે તમો સહુએ અનુભવ્યું છે. - હવે આપણે પણ દુઃખમાં સહનશક્તિનું બળ, આપત્તિમાં ધીરતા વગેરે એમના જેવા ગુણો જોઈતા હોય તો આજથી જ એ નમસ્કાર મહામંત્રનો જીવનમાં પ્રવેશ કરાવવાની જરૂર છે. તમે એક વખત એને સમર્પિત થઈ જાવ પછી એનો પ્રભાવ જુઓ. અમે મણીબહેનની પાસે હોઈએ કે દૂર હોઈએ એમાં અમારું કર્તવ્ય એકજ હતું કે તેમની સમાધિ માટે અમારે સહાય કરવી અને તે કાર્ય અમે દૂર રહીને પણ ઘણું સારી રીતે નમસ્કાર મહામંત્રના પ્રભાવે કરી શકયા તેથી સંતોષ થયો છે. પણ તમે બધા લખો છો કે આવી સમાધિ તો હજારમાંલાખમાં કોઈકને જ પ્રાપ્ત થતી હશે. એવું લાગે છે. એટલે અમને પણ એમ થયું કે આવી સમાધિના દર્શનના લાભથી અમે વંચિત રહી ગયા. તમે બધા પુણ્યશાળી છો કે આવી ધન્યમાતાની ત્રણ ત્રણ મહિનાથી સહેજ પણ થાકયા વિના સતત ચઢતા પરિણામે સેવા, ભક્તિ કરી માતાને સદ્ગતિ સાધવામાં સહાય કરી અને તમારા આત્માને પુણ્યાનુબંધી પુણ્યથી ભરી દીધો. માંદા માણસને તેમને અનુકૂળતા-શાતા ઉપજે તેવી રીતે ચાકરી કરવા સાથે ધર્મશ્રવણ-નિર્ધામણા કરાવીએ તે તેમને વધુ ગ્રાહ્ય થઈ શકે છે. તમો બધાએ તે બન્ને વસ્તુ પૂરી પાડી છે તેથી તેમની સમાધિમાં દીન-પ્રતિદિન વિશેષ વિશેષ ચડતી આવતી હતી. ર૧ રાજકોટ ધર્મલાભ ! તમારું તા. ૨૮નું લખેલું કવર મળ્યું મણીબહેનના સમાધિપૂર્વક દેહત્યાગના સમાચાર જાણ્યા. અમારી ઝંખના તેમની સમાધિની હતી તે સફળ થઈ. સર્મનોરથો હંમેશાં સહેલાઈથી ફળે છે. મણીબહેને ઘણું રોગાતક કષ્ટ સહન કર્યું અને ખૂબ સત્ત્વશાળી બની કર્મો સામે ઝઝુમ્યા, અંતે વિજય પ્રાપ્ત કરી ગયાં, કષ્ટ તેમની સમાધિને લૂંટી શકયા નહિ, એ જ આપણે તો આનંદનો વિષય છે. આવી લાંબી માંદગીમાં સમાધિ રહેવી ઘણી દુર્લભ છે અને સમાધિ રખાવનાર મળવા એ તો એનાથી યે સાધકનો અંતર્નાદ 217 Page #238 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ છે. કેવો સુંદર યોગ મળી ગયો ? ઘરના પણ સેવાની ભાવનાવાળા બની ગયા. ચાતુર્માસ નિમિત્તે સુસાધુ મહારાજનો યોગ જે ઘણો દુર્લભ ગણાય તે પણ મળી ગયો. તેમના પ્રત્યે તેમના ધર્મ માટેની લાગણીને જોઈ પ્રેરાઈને ધર્મ શ્રવણ કરાવવા આવતા, દર્શન આપતાં. છેલ્લે સાધુનું દર્શન મળવું ગૃહસ્થને ઘણું દુર્લભ છે તે પણ તેમને મળ્યું. અતિદુર્લભમાં દુર્લભ વસ્તુઓ તે મેળવી ગયા છે. તેનો ખૂબ સંતોષ છે. આવા દુર્લભ યોગ મેળવવાનો પુણ્ય તેમણે અરિહંત પરમાત્માનું નામ લઈ લઈને ભેગું કર્યું છે. ભગવાનની આજ્ઞા શક્તિ અને સમજ પ્રમાણે તેમણે ખૂબ ભાવથી પાળી છે. તેનું ફળ તમે બધાએ નજરે જોયું. તેમનો આદર્શ સામે રાખજો અને મળેલી સામગ્રી, શકિત, સમજનો સદુપયોગ કરી ભગવાનની આજ્ઞાને વફાદાર રહી જીવનને સફળ બનાવજો. ઘણી પુણ્યાઈથી આ માનવનું શરીર મળ્યું છે. જેમ મણીબહેને શરીરનો કસ કાઢી આત્મા માટે કમાણી કરી લીધી તેમ આપણે બધાએ તે કરવાનું છે. બાકી છેવટે બધાને જવાનું તો એ જ માર્ગે છે. તમે બધા પણ આત્મજાગૃતિ નિરંતર રાખજો અને અરિહંત પરમાત્માનું સ્મરણ કરવાની ટેવ પાડજો. અરિહંતના શરણે રહેવું તે જ સાચો સુખનો માર્ગ છે તે ભૂલશો નહિ. મૃત્યુને નજર સામે રાખજો. આયુષ્યનો ભરોસો નથી. માટે કર્મમુક્તિ માટેનો માર્ગ આ જીવનમાં વેગથી લેજો. આળસુ બનશો નહિ. મણીબહેનના આત્માને જયાં ગયા હોય ત્યાં શાસનદેવ શાંતિ અર્પે એ જ અભિલાષા. લિ. પાલત્તાશ્રીના ધર્મલાભ ૨૨ સમાધિપત્ર રાજુલાબેન ઉપર નમસ્કાર મહામંત્ર સ્મારિકા રાજુલા. ધર્મલાભ પૂર્વક લખવાનું કે અમે બધા દેવગુર સાથે સુખશાતામાં છીએ. બીજું સાણંદથી પત્ર હતો મણીબહેન ગયાં. મને તો લાગે છે કે આટલી સુંદર સમાધિ સાથે ગયા, એટલે તેમની નિશ્ચિત સદ્ગતિ સધાઈ છે. એમાં શંકા રહેતી નથી. આટલી વૃદ્ધાવસ્થામાં પણ તેમણે આત્માને કેટલો બળીયો કરી દીધો ! ખરેખર જે ધર્મ સાથે ઓતપ્રોત થઈ જાય છે, તેને ધર્મ કરવાની આડે વૃદ્ધત્વ કે રોગ આવતાં નથી. ઝંખના એ કોઈ અલૌકિક વસ્તુ છે. વસ્તુને પ્રાપ્ત કરવા માટે મરતા માણસને પણ ઊભો કરી દે તેવી તાકાત ધર્મ પ્રત્યેના રસમાં અને સિદ્ધિ માટેની ઝંખનામાં છે. તેમના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. વૃદ્ધત્વ કે રોગ તેમને ધર્મ કરતાં અટકાવી શકયા નથી. એ ધર્મ પ્રત્યેનો રાગ તેમનો કેવો હશે? સહેજ સહેજ શારીરિક અગવડમાં, વ્યવહારિક અગવડમાં આરાધના અનુષ્ઠાનોને મૂકી દેનારા આપણે કયાં? છેલ્લે સમાધિ માટે આ બધી પૂર્વ તૈયારી જોઈએ. નિષ્ઠાવાન બની ધર્મ આરાધનામાં સાધકનો અંતર્નાદ 218 Page #239 -------------------------------------------------------------------------- ________________ મંડી પડવું જોઈએ એવું તેમના દેષ્ટાંતથી સચોટ લાગે છે. ઘણી વખત ધર્મ પ્રત્યે રાગ પણ સંયોગાધીન તેની કરણી ઓછી થતાં થતાં શુષ્ક થઈ જાય છે, માટે ૨૪ કલાકમાં જે નક્કી કરેલાં અનુષ્ઠાનોમાં જોડાયા તે પૂરાં કરવાની નિષ્ઠા રાખવી જોઈએ. જેથી આત્મસાત્ થતાં સ્વયં આંતરિક સમાધિ સહજ પ્રાપ્ત થઈ જાય. કેમકે વધારેમાં વધારે અસમાધિ કરાવનાર આપણું જ શરીર છે. આત્માથી ભિન્ન હોવા છતાં શરીરની અંદર એકમેક થઈને રહેલું છે. માટે જ શરીરને કંઈ પણ થાય કે આત્મા ખળભળી ઊઠે છે, અને બેચેની અનુભવે છે. મણીબહેન પાછલી અવસ્થામાં મોડા મોડા પણ જાગ્યા ત્યારથી જોરદાર આરાધનામાં લાગી ગયાં અને જીવન સફળ કરી ગયાં. શરીર પ્રત્યે બિલકુલ બેદરકાર આજે આઠમ છે ? ચૌદસ છે ? આયંબીલ તો કરવું જ જોઈએ. શરીરમાં તાકાત છે કે નહિ ! એ વિચાર ગૌણ રાખતાં. પર્વ દિવસે તપ તો અવશ્ય કરવું જોઈએ. કેવો તપ પ્રત્યેનો પ્રેમ ! એકેક અનુષ્ઠાન પ્રત્યે તેમની નિષ્ઠા હતી. કર્યા વિના ચાલે જ નહિ એવી માન્યતા શરીર માંદુ હોય તો ચાલે પણ ઓળીના દિવસોમાં તપ કર્યા વિના ન ચાલે. મને તો લાગે છે કે તેમને અનુષ્ઠાનોની નિષ્ઠાએ જ આટલી સમાધિ સુધી પહોંચાડયાં. ન અમુક નવકારવાળી તો ગણવાની જ તે નિષ્ઠાએ તેમને માંદગીમાં પણ બની શક્યું. (બીજાથી તો ન બની શકે) માંદગીમાં પણ ૨૫ બાંધી નવકારવાળી ગણવામાં રસ પૂર્યો. નમસ્કાર મહામંત્રના જાપના ફળ રૂપે લખેલ છે કે આ મહામંત્રના જાપ કરનારને મરતાં સમાધિ અવશ્ય રહે છે, એ આપણને પ્રત્યક્ષ દેખાયું. તેમનો ઘણો ખરો સમય નવકારના સ્મરણમાં જ જતો હતો. લાખોનાં જાપ થઈ ગયા તેના પ્રભાવે સંસારમાં કોઈ ઠેકાણે ચિત્ત લેપાયું નહિ, અને ભયંકર અશાતામાં પણ અરિહંતનું સ્મરણ જ પ્રિય લાગ્યું. કેવો મહિમા છે આ નવકારનો ! વૃદ્ધને પણ તારે, રોગીને પણ તા. બીજું મણીબેન ૮૫ વર્ષે ગયાં તો પણ તેમની ખોટ તો સાલે જ ! કેમકે માનું વાત્સલ્ય કયાં મળે? જગતમાં વાત્સલ્યમાં ‘મા’ નો જોટો ન મળે. પોતાના સંતાનના સહેજ પણ દુ:ખમાં દુઃખી અને સુખમાં સુખી, સહેજ પણ સ્વાર્થ વિના. તેમાં આ માતા તો ધર્મપ્રેમી, શાંતસ્વભાવી, સહનશીલ, અનેક ગુણવાળી, પોતાનાં સંતાનોમાં પણ તે જ સંસ્કારો નાંખી અનેકાનેક ઉપકારોનો વરસાદ વરસાવનારી, એકલા શરીરની નહિ પણ આત્માની ચિંતા કરી સન્માર્ગે વાળનારી, ઘણા પુણ્યે આવી ‘મા’ મળે. પણ તું તો ધર્મને સમજનારી છું. મા કરતાં પણ અધિક વાત્સલ્ય વરસાવનારા અરિહંત પરમાત્માનું શરણ મળ્યું છે. તેમના વાત્સલ્યમાં માનું વાત્સલ્ય સમાઈ જાય છે. અનેકાનેક ભવોથી આપણી ચિંતા તેમણે કરી છે અને અંતના ભવ સુધી કરશે. તે અરિહંત માતાના વાત્સલ્યમાં ઝીલી આત્માના સંતાપને દૂર કરવો. આર્તધ્યાનથી દૂર રહેવું. તે તો જન્મથી માંડીને તે જીવ્યા ત્યાં સુધી સારી સેવા કરી છે. તેમને ધર્મનાં અનુષ્ઠાનોમાં સહાય કરી તેમની આત્માની પણ સેવા કરી છે સેવા મળ્યાનો સંતોષ અનુભવવો. બાકી તો બધાને એ જ માર્ગે જવાનું છે. કોઈને વહેલાં તો કોઈને મોડાં. સાધકનો અંતર્નાદ એજ લિ. પદ્મલતાશ્રીના ધર્મલાભ 219 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જે.વ. ૭, પાલીતાણા. જસુ બહેન, ધર્મલાભ ! નમસ્કાર મહામંત્રનો પ્રભાવ અવર્ણનીય છે. તેનું સામર્થ્ય અદ્ભુત છે, આપણે જેમ કર્મસત્તા નીચે દબાયેલા છીએ, તેની પાસે લાચાર બનીએ છીએ તેમ ધર્મસત્તા પણ આપણી પાસે છે, પૂર્વનાં કર્મો ભોગવવાં પડે છે, ભોગવતાં જયારે હિંમત હારીએ છીએ ત્યારે ધર્મસત્તા આપણને આશ્વાસનરૂપ બને છે. અરિહંત ભગવંતોનું શરણ સ્વીકારવાથી ભયંકર કર્મો સમાધિપૂર્વક ખપાવી શકાય છે. તમે ઘણું સાંભળ્યું છે તેને અમલમાં મૂકવાનો સમય આવ્યો છે તો સહેજ પણ ગભરાયા સિવાય તે જ્ઞાનનું ચિંતન સ્વસ્થતાથી કરવું. શરીર અને આત્મા જુદા છે. તેનો અનુભવ થોડો પણ થાય છે ? શરીરનો સંબંધ પીડાકારક છે. જેટલું શરીરમાં મન તેટલું દુઃખ. પ્રભુનાં વાક્યો ક્ષણે ક્ષણે યાદ કરી ધીમે ધીમે શરીરમાંથી મનને બહાર કાઢવાના અભ્યાસમાં ઉપયોગ કરવો. આંખ સામે ગજસુકુમાલ મુની જેવા મહાપુરુષોને રાખવા. આ કાળના કાન્તિવિજય મ.સા. વગેરે મહારાજને પણ રાખવા. જેથી શુભ આલંબનથી મન નિર્મળ બનશે. ૨૪ કલાક નમો અરિહંતાણં એક પદનું સ્મરણ રાખશો. ચિત્ત બધામાંથી ઊઠાડી તેમાં જ સ્થિર કરવા જેવું છે. ર૪ અ.શુ. ૪, અમરેલી, ધર્મલાભ ! બહેન ! કર્મસત્તાની જપ્તી તમારી ઉપર આવી છે, પણ ખરેખર તો આ જતી નથી. પણ તમને ચેતવણી આપે છે કે આ લોકની સાધનામાં તમને આટલાં વર્ષ આપ્યાં. હવે બાકી જે સમય છે તે તમારે પરલોકની સાધના માટેનો છે. તો તમે પણ હવે તે માટે તૈયારી કરશો. જેથી એવા સ્થાને જવાનું થાય કે ત્યાં જતાંની સાથે જ જિનેશ્વર દેવ, તારક ગુરુ અને નમસ્કાર મહામંત્ર મળે. તે માટે બધેથી મનને ઊઠાડી મહામંત્રમાં જોડવાનું છે. સાચો સ્નેહી તે જ છે. જયારે જગતના તમામ શરણભૂત પદાર્થો શરણ આપવા અસમર્થ બને છે ત્યારે એવી અંતિમ પળે એકાએક શરણ આપવા-સમાધિ આપવા તે જ આવી પહોંચે છે અને સાથે રહે છે માટે સંસારના સર્વ પદાર્થોને અને ધર્મને સત્યરૂપે ઓળખી તેનું વિભાગીકરણ કરી ધર્મને આત્મીય ભાવે સ્વીકારવાની જરૂર છે. પ્રતિપળે દુષ્કતનિંદા, સુકૃત અનુમોદના અને ચારનું શરણ યાદ કરવું. ર૫ અમરેલી. જસુબહેન, ધર્મલાભ! સાધકનો અંતર્નાદ 220 Page #241 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણા ગિરિરાજની સ્પર્શના ભાવપૂર્વક કરી જન્મનો લ્હાવો લીધો હશે. તમારા બધા મનોરથ ઉત્તમ હોવાથી દેવાધિદેવની કૃપાથી જલદી પૂર્ણ થયા. સહાયકોએ પણ પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું. હવે તો ફકત મન દુર્ધ્યાનમાં ન જાય તેવા પ્રસંગો યોજવા. અધ્યવસાય સારા રહે માટે શુભ વાંચન, શુભ ચિંતન, શુભનું રટણ રાખવું. શુભનું રટણ પ્રભુના નામનું રટણ. સદ્વિચારથી શુભ મનોરથો જાગે છે જેટલું સારું થઈ શકે છે તેની અનુમોદના કરવી. આવી માંદગીમાં પણ આત્મા ધર્મને ઝંખે છે, કંઈક કરી લઉં. સાચો સથવારો પુણ્યનો છે તે સાથે આવશે અને ભાવિમાં અનુકૂળતા સાથે ધર્મની સામગ્રી મેળવી આપશે. આ બધા વિચારો ભાવિ શુભના સૂચક છે. સંસાર એટલે ભવ. તેની ઘટમાળ ચાલે છે. તેનો અંત લાવવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. પંચમ કાળમાં તેના અંતની શકયતા નથી પણ એ ઘટમાળ લાંબી ન ચાલે તેવી યોગ્યતા આત્માની કરી શકાય છે. કસોટીના પ્રસંગે ધીરજ ન ખૂટે તો જીત્યા છીએ, યોગ્યતા આવી છે એમ માની શકાય. હવે તો એ ધૈર્યની માંગણી પ્રભુ પાસે કરો. દુઃખ જોઈતું નથી, પણ પૂર્વનાં કર્મજનિત છે તો હવે તેને કાંઈ કરી શકાય તેમ નથી. તે કર્મને ભોગવવાં પડે એટલે કે તે જે વિપાક-ફળ દેખાડે તે અનુભવવું પડે. પણ જો તેવે વખતે ચારનું શરણ, પાપની નિંદા, સત્કાર્યની અનુમોદના (પુણ્યપ્રકાશના સ્તવનમાં આવી જાય છે) સતત ચાલુ રહી શકે તો તીવ્રપણે જે પીડા વગેરે દુઃખરૂપ ફળ મળવાનું હોય તેમાં ફેરફાર થઈ અલ્પ પીડારૂપ ફળ આપનારું બને છે. બાકી તો કોઈ ઉપાય કર્મોદયજનિત દુઃખમાં હાલમાં દેખાતો નથી. બાહ્યોપચારમાં ફેઈલ ગયા એટલે હવે અત્યંતર ઉપચાર તરીકે આ સિવાય વિશેષ તમારાથી બીજું શું થઈ શકે ? ૨૬ અ.વ.પ્રથમ ૬, અમરેલી. ધર્મલાભ ! તમારો ભક્તિપૂર્ણ પત્ર સુદ પૂનમનો મળ્યો. ભાવપૂર્ણાશ્રીજીને તો તમારી ગિરિરાજને ભેટવાની અને ગુરુવંદનની ઝંખના છતાં પૂર્ણ ન થઈ તે વાંચીને આંખો ભીની થઈ ગઈ. અંત સમયે ગુરુનો વિયોગ ? ભલે બાહ્ય દૃષ્ટિથી હોય પણ ખરી રીતે તો નથી, ફકત ક્ષેત્રનું અંતર છે તે ખટકે છે પણ તમે દેવ-ગુરુને હૃદયમાં સ્થાપિત કરેલા છે તેથી જરાય અંતર નથી નજીકમાં નજીક છે. હૃદય જેટલું દૂર છે તેટલા જ દૂર છે. પણ નજીકમાં નજીક તો હૃદય છે માટે જેણે દેવ અને ગુરુનું શરણ સ્વીકાર્યું છે અને હૃદયમાં સ્થાન આપ્યું છે તેને તેનો વિયોગ જ નથી. પણ બાહ્યથી ક્ષેત્રનું અંતર નડે છે તે હાલના સંયોગોમાં ટળે તેમ નથી. જે ટાળવાની તમારી આત્મ જાગૃતિ માટે ખૂબ જ જરૂર છે. જેમાં આત્મા ઘર કરીને રહ્યો છે, પોતાના સઘળા પ્રદેશોને ફેલાવીને ક્ષીરનીરની જેમ એકમેક થઈને રહ્યો છે તે શરીરને પીડા અને તે શરીર છૂટી જવાનો ભય (મરણ ભય) આખા જગતને મહાદુ:ખદાયક છે અને તે પીડા અને ભયમાં જયારે મન ભૂલું પડે, દોડવા માંડે ત્યારે તેને જાગૃતિ આપવા સાધકનો અંતર્નાદ 221 Page #242 -------------------------------------------------------------------------- ________________ શબ્દો પહોંચાડવા માટે ક્ષેત્ર અંતર નડે છે પણ જેણે ચિત્તમાં દેવગુરુને સ્થાપિત કર્યા છે તેને પીડા કે મરણભય વગેરે ચિત્તને ઘેરી લઈ અસમાધિ બહુ કરાવી શકતા નથી. છતાં દરેકને આલંબન જોઈએ છે. રાજુલા તેનો થોડો સમય તમારા માટે કાઢે અને સમાધિ માટે યોગ્ય વાંચન વગેરે કરે તો ઠીક રહે. ઘરના માણસો લાગણીવશતાને લીધે તમને ધીરજ ન આપી શકે એવું પણ બને. કારણ કે સંસારના સંબંધો જ એવા છે કે એ પરમાર્થને ભૂલાવી દે, એ તો સહજ જગત સ્વભાવ છે, એમાં નવીનતા નથી. પણ સાચા સ્નેહીજન બનવું હોય તો તેઓ પણ હૃદય મજબૂત બનાવી, સંસારના સંબંધોની નશ્વરતા વિચારી, તમારા આત્માની વધુ ચિંતા કરે. ઘરમાં બધાય બુદ્ધિશાળી, સમજુ, વિચારશીલ છે. દુનિયામાં કેટલાયને એ માર્ગે જતા જોયા છે, આપણે પણ એજ માર્ગ લેવાનો છે એવું સમજે છે. આ તો આપણને ચેતાવી દેનાર રોગ છે, એટલે પહેલેથી આત્મજાગૃતિ માટે ચિંતા કરવાની શક્યતા છે. અધ્યવસાયને સ્વચ્છ અને સ્થિર બનાવવા, કેળવવાનો સમય રહે છે. હાર્ટફેઈલવાળા કહેવા રહી શકતા નથી કે હું જાઉં છું ગમે તે હાલતમાં એકાએક કાળ ઉપાડી જાય છે, મનની ભાવના મનમાં રહી જાય છે. જસુબહેન પુણ્યશાળી છે જેથી આવો રોગ આવતાં પહેલાં દેવ-ગુરુને ઓળખી તેની ભક્તિમાં ચિત્તને જોડી દીધું છે જેથી આ અવસરે આર્તધ્યાનથી બચવાની તક મળી શકે તેમ છે. બીજું-સન્માર્ગે દ્રવ્ય ખર્ચવાની તમારી ભાવના જાણી આનંદ થયો. હેતુ સમજીને ખર્ચશો તો અનુમોદનાનો અને ઋણમુક્તિનો આનંદ વધશે અને પુણ્યભાતુ પોતાના હાથે જ તૈયાર થશે. ખરેખર તો આ બધી તમારી તેયારી ઘણીજ અગમચેતી સાથે આત્મજાગૃતિની છે તેની અમે ખૂબજ અનુમોદના કરીએ છીએ. તમારી નબળા મનની પરિસ્થિતિ અમે નજરે જોયેલી અને અનુભવેલી છે, છતાં જ્યારે દર્દજ એવું આવ્યું છે કે ભાવિ નજર આગળ ખડું થઈ જાય, એવા સમયમાં પણ તમારી સમ્યગુ સમજણના કારણે જીવે પહોળી કરીને પાથરેલી બાજી સમેટી લેતા અને બીજા નવા ઘરમાં રહેવા માટે સારી સામગ્રી ભેગી કરવાની તૈયારીને સૂચવતા વિચારો જાણી અમોને સંતોષ થયો છે. બહેન ! જરાય મુંઝાશો નહિ. તમારા શરીરની, મનની તથા આત્માની પરિસ્થિતિના સમાચાર તમારાથી લખી શકાય તો જણાવતા રહેશો. ન લખી શકાય તો બેબી અગર રાજુલા પાસે પણ લખાવશો. દ્રવ્ય ખરચવા વિપે. અમદાવાદમાં આણંદજી કલ્યાણજી પેઢીમાં તમે નક્કી કરેલા રૂપિયા ભરી દેશો તો પણ સિદ્ધગિરિમાં સદુપયોગ કરવાનું કાર્ય તમારું થઈ જશે. બાકીના રૂપિયા માટે ગરીબોને દાન તે અનુકંપા દાન છે તેમાં પણ રૂપિયા વાપરી શકાય. મૂક પ્રાણીઓને કસાઈને ત્યાંથી છોડાવી અભયદાનમાં વાપરી શકાય. સાત ક્ષેત્રમાં વાપરી શકાય. આ ત્રણેમાં હેતુ વિચારી તે આપણે કરેલા કાર્યની અનુમોદના કરવાથી આત્મામાં તેવા શુભ સંસ્કાર સાથે આવે છે અને પુણ્યપ્રાપ્તિ સાધકનો અંતર્નાદ 222 Page #243 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અનુકંપા દાન ખરેખર તો તે જીવોના દુઃખથી કંપતા આપણા હૃદયની શાંતિ માટે છે. હૃદય કંપ કઠોર હૃદયવાળાને થતો નથી પણ દરેક જીવ આપણી જેમજ સુખ દુઃખનો અનુભવ કરનાર છે એથી તેના દુઃખથી આપણું હૃદય કંપે છે. અરિહંત પરમાત્માનું વચન છે કે આપણી જેમ જ સર્વ જીવોને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી. અનુકંપાથી ભગવાનની તે વાણીનો સાક્ષાત્કાર થાય છે. અભયદાન - મરવું કોઈને ગમતું નથી, જીવવું ગમે છે તેને મરવાનું હતું તેમાંથી જીવવા માટે આપણું દ્રવ્ય આપવાથી જીવિતદાન નામે મોટું દાન થાય છે. સાતક્ષેત્ર - એ આપણા ઉપકારી અરિહંત પરમાત્માએ જીવોના ઉપકારને અર્થે સ્થાપેલા “શાસન' નામની સંસ્થાનાં સાત ક્ષેત્રો છે, તેનું રક્ષણ, પ્રચાર અને સદ્ધર રાખવા માટે તન, મન, ધનનો ઉપયોગ થાય તેટલા પ્રમાણમાં તે ઉપકારીનું યત્કિંચિત્ ઋણ વાળ્યાનો સંતોષ માની શકાય. કંઈ પણ મૂંઝવણ થાય તો જણાવશો. અરિહંત પરમાત્માનું સ્મરણ અને શરણ એક સેકંડ પણ ન વિસરવું, સમાધિ ત્યાંથી મળશે. ૨૦. ભા.શુ. ૭ ધર્મલાભ ! રાજુલાના પત્રમાં હતું કે જસુબહેનને દીન પ્રતિદિન પીડા વધતી જાય છે. તો બહેન ! સહન કરવામાં હિંમત હારશો નહિ. સમાધિ જાળવવા માટે આવી પીડામાં ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. આ પુરુષાર્થ મનનો જ કરવાનો છે. કર્મ પરિણામ સાથે એક વખત તો લડી લેવાનો નિર્ણય કર્યો જ છૂટકો છે. કેમકે કર્મ આપણા પોતાના જ કરેલાં છે એમાં તો બે મત નથી, તો કેમ મારે ત્યાં આવ્યા? શું કામ આવ્યા? એમ બોલી શકાય તેમ નથી. તો આવો, મારી પાસે પણ ઘણી સામગ્રી છે તેવા સમયે આવ્યા છો માટે આ સમયે મારી જ જીત છે, દેવાધિદેવ વિતરાગ પરમાત્મા મારી સહાયમાં છે, તેમનું શાસન-ધર્મ મને મળ્યો છે, તેમણે મને શિખવાડયું છે કે સહન કરી લે પછી તેની પાછળ ઘણું સુખ છે એટલે હવે હું નિશ્ચિત છું વગેરે વિચાર ધારા મનને મજબૂત બનાવશો. બહેન તમે વહેલાં ચેત્યા છો સાથે આત્મ જાગૃતિ પણ ઘણી છે, સદ્ગતિ સધાય એ જ લક્ષ્ય રાખી પ્રભુનું નામ સ્મરણરૂપ ઔષધિ છોડશો નહિ. “રોગ જરા મૃત્યુ વખતે નહિ ત્રાણે ધર્મ વિના” ઘરનાં પણ બધા સમજુ છો સંબંધો બધા વિનશ્વર છે, આપણું કાંઈ જ ચાલે નહિ એવી કર્મસત્તા નીચે દબાયેલું આખું જગત તથા આપણે છીએ. સાધકનો અંતર્નાદ 223 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અમરેલી. ધર્મલાભ ! હાલ મનની શુદ્ધિ રહે તે માટે પૂર્વના જે કાંઈ મન, વચન, કાયાથી થયેલા પ્રભુની આજ્ઞા વિરુદ્ધના વર્તાવની પ્રભુ પાસે માફી માંગી લેવી, બીજા બધાં સ્વજન વગેરે સર્વની સાથે થયેલી આપણી ભૂલોની માફી માગવી. જેને આપણે ક્ષમાપના કહીએ છીએ તે કરી લેવું. વૈર વિરોધ કોઈનામ પર થઈ ગયો હોય તેને ભૂલી જવો અગર તેની પાસે ક્ષમા માંગી લેવી. આ એક આરાધનાનું અંગ છે. આ એક નાનકડું પુસ્તક છે તે વાંચી તમારા આત્માને યોગ્ય દોરવણી મળશે એ આશયથી મોકલું છું. જે ભાઈનો અનુભવ છે તેને અમે સાંભળેલા છે. પ્રભુના નામ સ્મરણમાં શું ચમત્કાર છે તે એમાં જાણવા મળશે, પણ સાથે જે ચાર વસ્તુ લખેલી છે તેની ખામી આપણને એ અનુભવ થવા દેતી નથી. ઘેર ફોટા આગળ ચૈત્યવંદન વગેરે વિધિ કરી કૃતાર્થતા અનુભવવી. અનુકંપાદાન કોઈ પણ જૈન - જૈનેતર ગમે તે ગરીબ, દુઃખી, દીનને આપી શકાય છે. ૨૯ કા.શુ. ૪ ધર્મલાભ ! માનસિક સ્વસ્થતા કેવી છે ? દર્દ એવું આવ્યું છે એટલે પીડા તો થવાની જ. એમાં આશ્ચર્ય નથી. માત્ર આશ્ચર્ય, પીડા હોવા છતાં ચિત્તને પીડામાંથી ખેંચી ધર્મમાં જોડો તેમાં છે તમારે એવો વિચાર ન કરવો કે એકાગ્રતા થતી નથી. આવી શરીરની વિષમ અવસ્થામાં કર્મ ચિત્તને પીડા બાજુ ખેચે અને ધાર્મિક લાગણી ધર્મ તરફ ભગવાનમાં ખેચે, એમાં આશ્ચર્ય છે. અને એકાગ્રતા તો એમ પ્રયત્ન કરતાં કરતાં ઓચિંતી સહજભાવે આવશે. ગમે તેવી પીડા આવે પણ બીજાને કહી રાખવું અરિહંતનું નામ યાદ કરાવે. પા કલાક ધૂન મચાવવી એમાં ખૂબ લયલીનતા આવશે. 30 મા.શુ. ૬, જુનાગઢ ધર્મલાભ ! તમારી સમાધિના સમાચાર જાણવાની ઈતેજારી છે તો જણાવશો. અનંત ઉપકારી અરિહંત પરમાત્માને એક ક્ષણ પણ ન વિસરશો. દર્દની પીડામાં રાહત હશે. પીડામાં ચિત્ત જવાનું પણ તેને પુરુષાર્થ કરી પરમાત્માના નામ સ્મરણમાં જોડવાનું. આ કાર્ય નિરંતર પ્રયત્નપૂર્વક કરવાની જરૂર છે. નરકનાં દુઃખો કરતાં કંઈ ગુણી ઓછી પીડા આ છે. આ જીવ નારકી સાધકનો અંતર્નાદ 224 Page #245 -------------------------------------------------------------------------- ________________ થયો ત્યારે તે દુઃખોને અનુભવ્યા છે, પણ આજે તે અનુભવ યાદ નથી એટલે આ પીડાઓ અસહ્ય લાગે છે, ઘણી અનુકૂળ સામગ્રી વચ્ચે અશુભ કર્મ ભોગવાય છે, અને આવી પીડામાં આશ્વાસન આપનારું પ્રભુનું શાસન મળ્યું છે. જેથી નવા ગાઢ પાપ કર્મો બાંધતાં આત્મા બચી શકે તેમ છે. કર્મબંધ કોઈ પણ ભૂલથી થયો છે. હવે તેને સમભાવે ભોગવ્યે જ છૂટકો છે. આવા તો અનંત ભવો થઈ ગયા. અનંત કાળમાં પીડાઓ યાતનાઓ દુઃખ ઘણાં સહન કરવાનું બન્યું છે. પણ આ ભવમાં સમજ સાથે પીડાઓ આવી છે એટલે આર્ત્તધ્યાનનું કારણ તો ન જ બનાવું એવો નિશ્ચય કરશો. ખંધક મુનિની ચામડી ઉતરી ત્યારે એ વિચાર કરે છે કે મારાં કર્મો ખપાવવામાં સહાયક મારો ઉપકારી આ ચામડી ઉતારનાર છે. આપણે તો કયાં એવો વિપાક ભોગવવાનો છે ? તો પણ સહન નથી થતું. ૩૧ મા.વ. ૬, જુનાગઢ જશુબહેન, ધર્મલાભ ! ન તમારો જવાબ મને તુરત મળ્યો પણ સંતોષકારક ન મળ્યો. જે મનુષ્ય જીવન દેવો પણ નિરંતર ઝંખે છે. ત્યાંની ઊંચામાં ઊંચી ભોગવિલાસની સામગ્રી તુચ્છ લાગે છે. કારણ આ એક જ જીવન એવું છે કે ધર્મની આરાધના કરવામાં પરતંત્રતા નથી. દેવલોકમાં દેવ જીવન એવું છે કે તન-મન બન્ને પરતંત્ર છે. ધર્મ કરવો હોય તો સુખ સામગ્રી આડે આવે. દેવને પ્રભુ ભક્તિ કરવી હોય તો બીજા રૂપે જવું પડે. તેને વર્તન અને વિચારનું બંધન છે. આપણે વર્તન અને વિચાર માટે સ્વતંત્ર છીએ. પણ માનવ જીવનની કિંમતી પળોને ક્યા માર્ગે લઈ જવી એ નિર્ણય આપણે પોતે જ કરવાનો છે. આ શરીર ઘણું પુણ્ય ખર્ચીને મેળવ્યું છે. તેનું વળતર લેવાનું શું નક્કી કર્યું છે ? આપણી હોશિયારીનો ઉપયોગ તેના હાડકામાંથી પણ કસ કાઢી લેવામાં કરવો ખૂબ જરૂરી છે. મનને જે ગમે તે કરવામાં તો તોટો મળવાનો. મનને આટલી જિંદગીમાં વધુ અભ્યાસ બીજો મળ્યો છે. આ એક નહિ પણ અનેક ભવો બીજા અભ્યાસમાં ગયા છે, જે હાલ વગર પ્રેરણાએ મન રસ લેતું હોય છે. પણ હવે એ કયાં સુધી ? જે ભવમાં અનેક સાધર્મિકો, ગુરુજનો આપણા આત્માની ચિંતા કરનાર મળ્યા, પ્રેરક સામગ્રી મળી, સાથે સાથે આપણા શરીરે જ હાકલ પાડી કે ચેતી લે તને પહેલેથી ખબર આપું છું ને સમય આપું છું. જે કાંઈ સારભૂત સાથે લેવું હોય તો લઈ લે. હવે જે પ્રમાદ થાય તે અમને પણ પાલવે તેમ નથી. અમે અરિહંત પરમાત્માના આદેશથી તમારા ઉદ્ધારનું કામ માથે લીધું છે. હવે તમને સંસારના કાર્યમાં અને વિનશ્વર દેહમાં રસ નહિ લેવા દઈએ. કેમ પરમ પિતા, અનન્ય ઉપકારી, ભવોભવના સથવારા અરિહંત પરમાત્માનું નામ ન ગમે ? ગમે છે તો કેમ ધ્યાન ન રહે ? સંસારની કઈ વસ્તુમાં હવે રસ છે ? ભવભ્રમણનો કંટાળો આવ્યો હોય તો પરમાત્માનું શરણું લેવું જ પડશે. સાધકનો અંતર્નાદ 225 Page #246 -------------------------------------------------------------------------- ________________ આટલી સામગ્રી વચ્ચે પણ આ ભૂલ્યા તો અમૂલ્ય મળેલું જીવન નકામું, ફેરો નકામો ગયો સમજવો. હવે તો તમારે ખૂબ જાગૃતિ રાખવી પડશે. સત્સંગની જરૂર છે માટે જે મળવા આવે તેની પાસે ધર્મની વાતોની માંગણી કર્યા કરવી. સંગને સત્ બનાવવા માટે તમારે પણ પુરુષાર્થ કરવો પડશે. બીજી વાત કરનારને કહી દેવું, ભાઈ ! અત્યાર સુધી એ ચિંતા કરી. હવે એનું કામ એને કરવા દો. મારું કામ આત્મ સમાધિનું બળ મેળવવા માટે છે તેવી વાત કરો. બહારની કોઈ બાબત આત્માને અડે નહિ તેવો અભ્યાસ કરવાથી આત્મામાં સમાધિ પ્રગટ થાય છે. આત્મામાં એક ૨સ થવું, સ્થિર થવું તે સમાધિ, જેને સમરસીભાવ કહેવાય છે. પણ અહીં એ વાત નથી. તે તો લોકોત્તર વસ્તુ છે. પણ આપણે શરીરની પીડામાં કે સંસારનાં બંધનોમાં એક ૨સ થઈ આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં ન પડી જઈએ અને ધર્મધ્યાનમાં ચિત્ત રાખીએ એ રૂપ સમાધિ રાખવી. સમાધિ પ્રભુના નામ સ્મરણથી મળે. ઈચ્છાએ કે અનિચ્છાએ પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યા કરો તેનાથી સમાધિ જરૂર મળશે. મંદવાડનો કંટાળો આવે છે કે જીવવાનો ? બેબી, બાબો શ્રાવક નથી કંટાળ્યા ને તમે શું કરવા કંટાળો છો ? રોગ આવે છે તે પોતાને જ સહન કરવાનો છે, કોઈ લઈ શકતું નથી. શાંતિ પણ એક ધર્મજ આપી શકે છે, માટે તેમાંથી જ શાંતિ મેળવવા પ્રયત્ન કરો. તમારું શરીર હવે કામ આપે તેમ નથી માટે વાણી અને મનને સદા ધર્મમાં જાગતાં રાખો. એક ક્ષણ પણ નકામી ન જાય તેની કાળજી રાખો અને તે માટે તમારે પોતે જ સંકલ્પ દૃઢ કરવો પડશે. તમારી ઈચ્છા, સંકલ્પ આગળ ત્રણ જગતનું પણ ચાલતું નથી. આખા જગત કરતાં પણ પોતાની ઈચ્છાનું બળ વધારે છે. તમારી ઈચ્છા હોય તો આર્તધ્યાન કરો, તમારી ઈચ્છા હોય તો ધર્મધ્યાન કરો. જાપનો પ્રયત્ન કરવા છતાં બાજુએ રહી જાય છે. તેમાં તમારી તેવી મજબૂત ઈચ્છા નથી માટે તેમ બને છે. સદ્ગતિ મેળવવી છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીવવું છે, એવો દૃઢ સંકલ્પ કરો. આ બળ હજુ નથી ખૂટયું ત્યાં સુધી મન પાસેથી કામ કાઢી લો. સમય છે ચૂકશો નહિ. મને વેગવાળી આરાધનાના શુભ સમાચાર અત્રે જ આપશો. ૩૨ ધર્મલાભ ! નાહિંમત થવાની જરૂર નથી. આ શરીર આપણું નથી. એની મુદત પુરી થશે ત્યારે તે જવાનું જ છે. તમે તો અરિહંત ભગવાનને પડખે રાખ્યા હશેને ? છેલ્લી ઘડી સુધી ભગવાનને પડખે રાખવા એનું નામ સમાધિ. અરિહંત ભગવાનનું નામ ન લઈ શકાય તો પણ તેમની શરણાગતિ ન છોડવી. તેમના શરણે રહેનારને ભવનો ભય હોતો નથી અને હોય તો રહેતો નથી. તેમના શરણાગતની નિશ્ચે સદ્ગતિ સાધકનો અંતર્નાદ 226 મા.વ. ૮, જુનાગઢ Page #247 -------------------------------------------------------------------------- ________________ જ થાય છે. તમે તો આજ સુધીમાં ઘણું સમજયા છો, આત્માને તેમાં સ્થિર કર્યો છે તો તમે મનને નિર્બળ શા માટે બનાવો છો? જે તમારા (આત્મા અને પ્રભુ) છે તે તમારી સાથે જ છે અને તે જ રક્ષક છે, તે જ દેવ છે તે જ ગુરુ છે તો ચિંતા શી? તમારે આ ભવમાં પ્રભુના નામ સ્મરણ સિવાય સંસારનું કોઈ કામ બાકી રહ્યું છે ? જે કામ બાકી હોય તે બધું વોસિરાવી દેજો. કોઈની લાગણીઓમાં ખેંચાશો નહિ તો જ તમે સ્વસ્થ રહી શકશો. એવો આત્મવિશ્વાસ જરૂર કેળવવો કે હું જયાં જઈશ ત્યાં અરિહંત ભગવાન જરૂર મળશે. પ્રભુ તેના ભક્તને મળ્યા વિના રહેતા નથી. એવું તેનું અગાધ વાત્સલ્ય છે. તમે ભલે રાજુલાબહેન કે સુશીલાબહેન નથી પણ અરિહંત ભગવાનને માથે રાખનાર પુણ્યાત્મા જરૂર છો. અરિહંત ભગવાનના ખોળામાં જ હું સૂતી છું એવો ભાવ રાખવો. જેથી શાંતિનો અનુભવ થશે અને મન નિર્ભય બનશે. તમારી પીડાનો જયારે વિચાર કરીએ ત્યારે મનને આશ્ચર્ય થાય છે કે આ પીડા તમે કેવી રીતે સહન કરતાં હશો? ખૂબ જ અનુમોદના થાય છે. જરૂર પૂર્વના કોઈ પણ ભવમાં એવું દુષ્કૃત્ય જાણતાં અજાણતાં થઈ ગયું છે. તેનાથી બંધાયેલું કર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે અત્યારે કર્મ જેટલું ઉદયમાં આવે છે તેટલું તમે ભોગવી રહ્યા છો પણ જે બાકી રહ્યું હોય તે માટે તે ભવના કરેલા દુષ્કૃત્યની પ્રભુ પાસે નિંદા કરી ક્ષમા માગો, જેથી બાકી રહેલું કર્મ ખપતું જાય અને અત્યારે પણ કર્મ ભોગવતાં જે કાંઈ આર્ત ધ્યાન થતું હોય તેની પ્રભુ પાસે ક્ષમા માંગવી. ૩૩ જૂનાગઢ. ધર્મલાભ ! જો કે દર્દ એવું છે કે તમે ના જણાવો તો પણ અનુમાન કરી શકાય કે પીડા વધતી હશે. પણ આવું દર્દ આવતાં પહેલાં તમે ધર્મને પામ્યા છો તે તમારો મહાન પુણ્યોદય છે ધર્મ પામ્યા પહેલાં દર્દ આવ્યું હોત તો પ્રભુનું સ્મરણ પણ દુર્લભ બની જાત. શરીર અને આત્મા ક્ષીર - નીરની જેમ છે એટલે શરીરને પીડા થાય કે તરત આત્માને પીડાનો અનુભવ થાય છે. આત્મા તેમાંથી મુક્ત થઈ શકતો નથી. પણ તે વખતે તેમાં રહેલા આપણા ઉપયોગને આપણે બદલીએ તો તેટલો સમય પીડાને ભૂલી પ્રભુમાં ચિત્ત જોડી શકાય. એથી અરતિ કરીને જે નવું અશુભ કર્મ બાંધીએ છીએ તે અટકી નવું પુણ્ય બંધાય છે અને ધર્મમાં ચિત્ત સ્થિર થવાથી તે વખતે શુભ સંસ્કારો પડે છે. તે બીજા ભવમાં ઉદયમાં આવી ધર્મની સામગ્રી પ્રાપ્ત કરાવે છે. સાધકનો અંતર્નાદ 227 Page #248 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ફા.વ. ૧, જૂનાગઢ. ધર્મલાભ! તમારું કાર્ડ ચૌદસનું લખેલું આજે મળ્યું છે અને ટપાલ પાંચ વાગે નીકળી જાય છે એટલે કદાચ મારી ટપાલ તમોને મોડી મળશે એમ લાગે છે પણ અંતરથી આશિષ તો આ ટપાલ મળી કે વાંચીને તુરત જ આપ્યા છે. બહેન ! તમે શંકા ન કરશો. તમારો આત્મા જ તેમાં સાક્ષીભૂત છે. તમારા શબ્દો “હું પંચ પરમેષ્ઠિ ભગવંતને સમર્પિત થઈ ગઈ છું' એ જ કહે છે કે હવે તમે પંચ પરમેષ્ઠિને સમર્પિત થઈ શક્યા છો, અને આ જ મનુષ્ય જીવનનું ફળ છે. તમારાથી જીવનમાં દુઃશકય એવું એક મોટું કામ થઈ ગયું છે. જે અનાદિના સંસાર વાસિત સંસ્કારોથી ભરેલું હૃદય હતું તેની શુદ્ધિ થઈને અરિહંત પરમાત્માને વાસ કરવા યોગ્ય તે બની ગયું. કેમકે હૃદય સ્વચ્છ બન્યા વિના પરમાત્માનો વાસ થતો નથી. સમર્પિત થયા એટલે હવે તમારાં બધાં વિદનો દૂર થવાનાં. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બાકી તો વિહ્વળતા આવી જાય તે કોઈ મોટી વસ્તુ નથી. એ તો મનની ચંચળતા કામ કરી જાય. સમર્પિત થવામાં કચાશ હોય તો હું સમર્પિત થઈ ગઈ છું, એવો વિશ્વાસ જ ન જાગે. ૩૫ વૈ.વ. ૧, રાજકોટ. ધર્મલાભ ! આખો દિવસ આર્તધ્યાન વગર પસાર થતો હશે. ચિત્ત પીડામાં જાય પણ સમતાનો નાશ ન થવો જોઈએ. સમતા કેળવનાર દરેક પરિષહોમાંથી સહેલાઈથી પસાર થઈ શકે છે. તમારા માટે આ અશાતા - પીડા વેદનીય કર્મની ભયંકરતા કેટલી છે તે બતાવે છે. તેમાંથી સમચિત્તે પસાર થવાથી પૂર્વકૃત ઘણાં કર્મોનો નાશ થઈ જશે. સમતાની સાથે ધીરતા આવી જ જાય છે. આ સમયે તેની ખૂબ જરૂર છે. અને તે તમારામાં આવી છે. બાર બાર મહિનાથી એક સરખી પીડિત અવસ્થા ભોગવતાં જે સહનશક્તિ રાખી છે તેવી રાખશો. 3s વિ.વ. ૧૦, રાજકોટ. ધર્મલાભ ! આજ સુધી તમે ઘણી શાંતિ રાખી દર્દ સહન કર્યું છે, હવે કસોટી આવતી જાય છે, હિંમત હારશો નહિ. કેટલા વર્ષ સહન કરવાનું છે? અને એટલું સહન કરવામાં લાભ કેટલો? એ વિચારશો. કોઈ પણ રીતે દર્દ સહન તો કરવું જ પડશે તો પ્રસન્નતાથી શા માટે સહન ન કરવું? જેથી નવું દુઃખ ઊભું સાધકનો અંતર્નાદ 228 Page #249 -------------------------------------------------------------------------- ________________ ન થાય. ચિત્ત પીડામાં જાય ત્યારે ‘અરિહંત’ આ ચાર અક્ષરનું રટણ કરવું. આજ સુધી તમે જાતે સમાધિ રાખી શકયા હવે જાતે ના રહે તો બીજાની સહાય લેવી, પણ ગાફેલ ન બનશો. પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળવું, બીજા સ્તવન, સજઝાય વૈરાગ્ય જનક સાંભળવા. આ અવસર ચૂકશો તો અનંત જન્મ મરણ આંખ સામે ઊભા જ છે. આ એક મરણ સુધરશે તો અનંત જન્મ મરણ અટકશે. એક સમાધિ મરણમાં એટલી તાકાત છે. ૩૦ ધર્મલાભ ! તમોને પીડા અસહ્ય વધી ગઈ છે. તેવા સમાચાર જાણ્યા, એટલે તમારી અસમાધિની ચિંતા થાય છે. જો કે તમારા દર્દો તમારા આત્માને પીડા સહન કરવાનો ઘણો અભ્યાસ કરાવ્યો, પૂર્વ ભવમાં તે અભ્યાસ ઓછો થયો હશે પણ આ ભવમાં તો અરિહંત પરમાત્માએ (તેમના નામે) તમને સહારો આપ્યો, જેથી તમે આવી અસહ્ય પીડા સહન કરી શકયા છો, સહન કરતાં - કરતાં તે પીડાને કયા ધ્યાનનો વિષય બનાવવો એ અચિંત્ય શક્તિના ધણી આત્માના હાથમાં છે. જો શરીરના વિચારમાં પડયા તો આર્તધ્યાનનો વિષય બનશે, અને શરીર એ કર્મકૃત છે, કર્મફલ છે, તે આત્માથી એક જુદી ચીજ છે, તે મારું (આત્માનું) નથી. મે મારું માનીને તેની ઘણી સાર સંભાળ કરી પાળ્યું, પોધ્યું પણ તેણે મને આટલો હેરાન કર્યો અને છેવટે મને દગો દઈ રહ્યું છે તે સાક્ષાત્ અનુભવું છું એ ધ્યાનનો વિષય બનાવશો તો ધર્મધ્યાન થશે, અને પીડાથી કંટાળી તે શરીરથી છૂટી પીડા મુકત થવાનો વિચાર આર્તધ્યાન છે. પ્રશમરેખાશ્રીજીની પીડા તમે જોઈ છે તેવી પીડા આગળ સમજુ અને શાણા માણસનું પણ કંઈ ચાલતું નથી. પણ તેમની ઝંખના હતી સમાધિ મરણની. જો એક મરણ સુધરી જાય તો અનંત જન્મ મરણની પરંપરા અટકી જાય. આ આખા ભવની છેલ્લી પળ હસતે મોઢે જાય પછી તો પછીના ભવોની બહુ ચિંતા નહિ. અહીંથી પૂરેપુરું ચૂકવ્યા વિના ગયા તો કયા ક્ષેત્રમાં, કેવી પરિસ્થિતિમાં, કેવા સંયોગોમાં તે ભરવાનો વખત આવશે, તે કાંઈ નક્કી નથી. માનો કે અહીંથી ગયા પણ જીવે કર્મો બાંધ્યાં છે તે તો છેડો છોડવાના નથી. તો આ સમજણમાં દેવ - ગુરુ મળી ગયા. વળી તેવી પુણ્યાઈ ભોગવી રહ્યા છો અને ચારે બાજુ તમારી સેવા કરતાં કોઈ કંટાળ્યું નથી. તેવા અનુકૂળ વાતાવરણમાં જો કર્મનો હિસાબ (દેવું) જેટલું ભરવાનો વખત આવ્યો તેટલું ભરતી વખતે મન તૈયારી કરે તો આત્મા તો તૈયાર જ છે, એટલે મનને જ સમજાવવાનું રહ્યું કે કર્મે જે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જી છે તેને સહી લેવામાં પ્રસન્ન રહેવા માટે સહાય કર. વૈ.વ. OIL, રાજકોટ. અમે ત્યાં આવી શકયા નહિ તે પણ તે કર્મે જ ભાવ ભજવ્યો છે. શું કરીએ એ કર્મને ? તે જે પરિસ્થિતિમાં મૂકે તેને વધાવી લઈએ તો જ તેનાથી છૂટાય. અરિહંત પરમાત્મા પાસે પ્રાર્થના કરજો કે આ પીડા સહન કરવાની શક્તિ આપ અને સમાધિની માંગણી કરજો. સાધકનો અંતર્નાદ 229 Page #250 -------------------------------------------------------------------------- ________________ ભગવાને પરિષદો અને ઉપસર્ગો કેવા પ્રસન્ન હૈયે સહન કર્યા છે, તેમની પાસે માંગો કે એ શક્તિનો એક અંશ આપો તો હું જીતી જાઉં ! નરક અને તિર્યંચના શરીરો પણ આ આત્માએ ધારણ કર્યા છે ત્યારે તેણે શું શું સહન નથી કર્યું? જો તેનું જ્ઞાન થઈ જાય અને તમારા અનુભવેલા ભવો દેખાય તો આ પીડા તેની પાસે મામુલી લાગે. આ પણ એક ચાન્સ છે દુઃખો - પીડાઓ સહન કરવાનો, અભ્યાસ કરવા દ્વારા આત્માની અંદર દઢ સંસ્કાર પાડવાનો, પછી જયારે જયારે (પરભવમાં) દુઃખ પીડાકારક કર્મો ઉદયમાં આવશે ત્યારે તે ભોગવતાં આત્મા નવો અશુભ કર્મબંધ નહિ કરે, અને નિર્જરા ઘણી થશે. અસહનશીલતા વગેરે વિદનો જે આત્માને કર્મ મુકિતમાં આડે આવે છે તે અટકી જશે. તમને જે જે વિચારો આવે તે ખુશીથી લખશો. ગુરુને બધું જણાવી શકાય. દર્દની પીડાનું ખાસ લખશો. તો અમને પત્ર લખવાની પ્રેરણા થાય. પત્ર વાંચી શુભ ધ્યાનમાં ચિત્ત લાગે એ જ અભિલાષા. ૩૮ જે.વ. વળી, રાજકોટ. ધર્મલાભ ! મણીબહેનની આખર સ્થિતિ જેવું છે એટલે ત્યાં પત્ર લખવામાં સમય પૂરો થઈ જાય છે તેથી તમને લખી શકાતું નથી. નવકાર ગણ્યા, પુણ્યાઈ વધી, બાર મહિના વધુ જીવ્યા. તે કોના માટે જીવ્યા ! બંગલો, બગીચાનું મમત્વ કરવા? તમે બચ્યા છો વધુ નવકારમય થવા માટે તો જે કાંઈ મમત્વ થઈ ગયું તેની નવકાર પાસે માફી માગી લેશો અને વધુ નવકાર ગણી વધુ પુણ્ય ઉપાર્જન કરજો કે જે મોક્ષમાં જલ્દી લઈ જાય. સવારે સીમંધરસ્વામી ભગવાન પાસે જવાની ભાવના કરવી. ભાવના વગર કોઈ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થતી નથી અને ભાવ કર્યા પછી તે વસ્તુ પ્રાપ્ત થયા વગર રહેતી નથી. ૩૯ અ.વ. ૨, રાજકોટ. ધર્મલાભ ! ગઈ કાલના સુશીલાબહેનના પત્રમાં હતું કે તમે બેભાન થઈ ગયા હતા. તમારે હવે સંભળાવનારની ખોટ પડી છે. તમે સ્વસ્થ હો તો નવકારવાળી બાંધી હાથ ઉપર ન ફાવે તો સંખ્યા વિના જયાં સુધી ગણાય ત્યાં સુધી નવકાર આખો ગણ્યા કરવો. આખો ન ગણી શકાય તેવી પરિસ્થિતિમાં નવકારનું પહેલું પદ ગણ્યા કરવું. છેવટે “અરિહંત' એ ચાર અક્ષરની ધૂન લગાવવી. એ ધૂનના અભ્યાસથી અરિહંત અરિહંત કરતાં સમાધિ મરણની તમારી ભાવના પૂરી થશે. આ નવકારના અક્ષરોમાં જ એવી સાધકનો અંતર્નાદ 230 Page #251 -------------------------------------------------------------------------- ________________ જબ્બર શકિત છે કે સર્વ પાપનો, દુઃખનો, વિપત્તિનો નાશ થાય. પણ સમર્પિત ભાવે ગણનારને એની શક્તિનો અનુભવ થઈ શકે. સર્વસ્વ મારું તે જ છે એવું આપણું અંતઃકરણ બોલે ત્યારે આપણા આત્મામાં સમર્પણનો ભાવ જાગી શકે. મૃત્યુથી તો હવે તમે ડરતા નથી એટલું તો તમારું મનોબળ દઢ આ પરમેષ્ઠિ ભગવંતોએ બનાવી દીધું છે. હવે ફકત શરીર કામ ન કરી શકે તેવું છતાં હજુ મન સંસારનાં કાર્યોમાં રસ લે છે તેને ફેરવવાનું છે. ઘર વ્યવસ્થિત તમે રાખી શકો તેમ નથી છતાં મન ફકત વિચારો કરી કર્મ બાંધે છે. હવે કયાં સુધી ઘર અને કમ્પાઉન્ડમાં ચિત્ત રાખવું છે? આંખ બંધ થશે પછી તેમાંની એક પણ વસ્તુ તમારી નથી એ વસ્તુ સારી રીતે સમજયા પછી એની અનિત્યતા ઉપર વૈરાગ્ય નથી આવતો ? વ્યવસ્થિત આપણું રાખેલું કશું ય રહ્યું નથી. તમારું શરીર પણ વ્યવસ્થિત રહ્યું નથી તો બીજી વસ્તુ માટે તો શું કહેવું? ડોકટરે તમને ગઈ સાલમાં જવાનું થશે એવું કહી દીધેલું. પણ અરિહંત પરમાત્માની કૃપાથી તમે બચી ગયા છો તો આ આખું વર્ષ તમને વધુ જીવવાનું મળ્યું. એ વર્ષના દિવસો, કલાકો, મિનિટો, કેટલા કિંમતી છે એમ તમને ન લાગ્યું? એ દિવસોનો ઉપયોગ શેમાં કરવાની ફરજ પડે છે ? એક એક મિનિટને પ્રભુના નામ સ્મરણથી, દર્શનથી, પૂજનથી સફળ બનાવવી એ તમારા હાથમાં છે. દર્શન કરવા જવાય છે? કર્મ તો મહેરબાની ત્યારે કરે કે ધર્મ તરફ તમારું મન ઝૂકે. આપણે ત્યાં તો સૂતાં સૂતાં પણ મહામંત્રના સ્મરણાદિથી તમારા મનને ભરી દો તો પણ ધર્મ થઈ શકે તેવું છે. અશક્ત ન કરી શકે તેમ નહિ. શક્તિશાળીએ યથાશક્તિ શરીરથી અનુષ્ઠાનો દ્વારા મનને ધર્મથી પુષ્ટ બનાવવાનું છે. - શરીરમાં અને સંસારમાં મન વધુ જતું રહે તો પણ બહુ મૂંઝાવાની જરૂર નથી. ગયેલાને પાછું લાવીને પરમાત્મામાં જોડવું. પરમાત્માની સાથે મળવામાં જે આનંદ છે તે અનુભવ્યો? ત્યાં આનંદ આવશે ત્યારે સંસારમાંથી ઓછું થશે. હમણાં તો રાજાલા મણીબહેનમાં છે. તમારી પાસે સાધર્મિક કોણ ? નવકારની સોબત વધુ કરો. સંયોગો ધર્મ માટેના અનુકૂળ બની જશે. સારી ઝંખના છે એટલે ફળશે. સાધકનો અંતનદ 231 Page #252 -------------------------------------------------------------------------- ________________ * મારી નોંધ * સાધકનો અંતર્નાદ Jain Education Page #253 -------------------------------------------------------------------------- ________________ -સર્વનું ભફ ઈચ્છના, સર્વનું કલ્યાણ - ઉમતા , , તવંનું ૧૩ભ ઝંખતા અને સંવંજ | મ માતા, અાત્મ સાધનાના અપમ ના ધર્ડ, થા ન્મ મૂર્તિ, ક્ષમા ધર્મના આ ધ૬ નેજસ્વી નોમને, પ્ર. પાસવર્થ ફી ભથંકર tવજઅ જી મહારાજ આપ અમારા સર્વનું લક ફરનારા જા ! Page #254 -------------------------------------------------------------------------- ________________ noudal Page #255 -------------------------------------------------------------------------- ________________ ગીરનાયના છેલ્લાાઁન શ ંખેશ્વર તરફ્ બિહાર ૨૦૧૭_૨ ૨૩-૭ જા-પ્રખમ નિ સમવાળા જતા રસ્તામાં ૨૨ કોઈ દિખાવો ગિરનાર, હવે મને કોઈ દેખાયા રનર ત્યાં તો બિરાજેનેમ પ્રભુજી, રાજુલનાભરતાર - હવે મન દૃશ્ય શ સમરૂં, પલ પલ સમરૂં, વિસરે નાંય લગ્ન, હવે મને ધ્યાન ધરી હવે કુર્મ ખપાયું, પામું આનંદ અપાર હવે મન તેમ પ્રભુનું સમરણ કરવા, યુ ઉલ્લસે અપાર - હવે મન સહસાવનમેં સંયમ લીધા, કુર્મ ખપાવ્યા ધાતી ચાર હવે મન દેવલજ્ઞાન પામી ર્ભાવ જીવને, દેશના દીય જલધાર, ૫ મને તેષ્ટ ભૂમિનું સ્પર્શન કરતાં, કુર્મ ખપાવ્યા મેં સાર. હવે મને ફુલ જવા છે તા હળવા થઈને ન પારસ દરબાર, હવે માતૃ વિટા જઈન ધ્યાનની પુષ્ટિ, કરી? શુધ્ધાત્મ વિચાર, હવે મને સજાનંદની મીઠી મધુરી, પામીશ લટ અપાર. હવે મન પ્ બી, પાનશ્રી Page #256 -------------------------------------------------------------------------- ________________ એ ગિરિવરને સેવતાં, આતમનિરમલ થાય 0] ]]] છળી ઉ0 સાધકના પૂર્વસર્જન www.lainelibrary.org