________________
જીવની વિરાધના થઈ હોય, કે સંભાવના હોય તો વારંવાર ઈરિયાવહીયા પ્રતિક્રમીને માફી માગવામાં આવે છે. આ ઈરિયાવહીયાનું અનુષ્ઠાન જ આપણને સંબંધ બતાવે છે કે તમારે જીવો સાથે તદ્ન નજીકનો સંબંધ છે. તેનો અપરાધ થયો છે તો માફી માંગીને પાપને મિથ્યા કરીને પછી આગળ ધર્મ માર્ગે આત્મ સાધનામાં જોડાઓ, જીવ સાથે ભેદભાવ રાખીને આત્મસાધના થતી નથી.
આત્માએ જડનો સંબંધ જ આત્મ તત્ત્વને ભૂલવાથી કર્યો છે. જડ એટલે આઠે પ્રકારનાં કર્મવર્ગણાના બંધનથી ઉત્પન્ન થયેલા વિકારો. ઔદારિક, વૈક્રિય, આહા૨ક વર્ગણાના બંધનથી શરીરમાં આત્મા પૂરાય છે, શરીર છે તેને શ્વાસોશ્વાસ, ભાષા અને મન વર્ગણાના બંધનથી બંધાવું પડે છે, તેજસ, કાર્યણ પણ ઔદારિક શરીરને ટકાવવા જરૂર પડે છે. આ જડના સંબંધને છોડવો મુશ્કેલ છે કારણકે આત્મા ઉપર ચીકાશ (રાગ દ્વેષ રૂપ દોષોની) હોવાના કારણે કાર્મણ વર્ગણા ચોંટે છે અને આત્મા બંધન (કર્મના) થી બંધાયા કરે છે. માટે આત્મ તત્ત્વને ભૂલ્યા છીએ તેને વારંવાર સ્મરવું જોઈએ.
સ્વાત્માને સ્મરણમાં લાવવા માટે જીવ તત્ત્વને સંભારવું જોઈએ. તો સ્વાત્માની પ્રીતિ જાગશે, જીવ તત્ત્વને ભૂલીને સ્વાત્માનું સંભારણું તે સ્વાર્થ છે. કેમ કે રાગ - દ્વેષની ચીકાશે જીવ જીવના સંબંધને તોડયો છે. જડ ઉપર રાગ અને જીવ પર દ્વેષ થવાથી કર્મના બંધનમાં પડયો છે.
કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોય છે તે પણ વ્યક્તિના જીવત્વનો રાગ નથી પણ પુદ્ગલ પર સ્વાર્થભાવે રાગ હોય છે. પરમાર્થ આવે તો જ જીવના જીવત્વ પ્રત્યે રાગ થાય. એ પ્રીતિ જગાવવા માટે સર્વવિરતિની સાધના છે જેને ધર્મ કહેવાય છે. ભગવાને ધર્મ બે પ્રકારે પ્રરૂપ્યો છે. સર્વવરિત અને દેશવિરતિ. આ વિરતિધર્મમાં જીવના સંબંધને જ સુધારવાની વાત છે.
કેવી રીતે ચાલવું, બેસવું, બોલવું, ખાવું, સુવું, ઊભું રહેવું એ જ વાત શીખવાની બતાવી છે તેનું શું કારણ ? શરીર છે ત્યાં ચાલવાનું વગેરે છે તો તે ક્રિયામાં કોઈ જીવનો અપરાધ ન થઈ જાય તે રીતે જીવન જીવવા માટે આદેશ છે. કેમકે જીવનો સંબંધ તૂટે તે જીવત્વની અપ્રીતિ સૂચક છે માટે પ્રીતિ સંબંધ સુધારીને સાંધો અને પછી સાધનાની આગળની દિશામાં ચાલો. તમારે આત્મતત્ત્વ પામવું છે ને? તો આત્મતત્ત્વ પ્રત્યે પ્રીતિ જગાડો. જયાં જયાં આત્મત્વ છે તે બધા આત્મા સમાન જ છે તારામાં ભેદ પાડનારા સ્વાર્થ છે. સમાનભાવે જો, જાણ અને વર્તન કર. પછી તારું આત્મા તરફનું પ્રયાણ આગળ વધશે. પ્રથમ આત્મ તત્ત્વ ઉપર પ્રીતિ જગાડે, તો જડની પ્રીતિ તૂટે અને રાગ દ્વેષ મોહની મંદતા થાય. પછી શુદ્ધસ્વરૂપની પ્રીતિ જગાડવા માટે પરમાત્મ તત્ત્વ કે જેમણે શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમની પ્રીતિ કર તે તારા શુદ્ધ સ્વરૂપની પ્રીતિનું કારણ બનશે. આ પ્રીતિ જાગશે ત્યારે જડની પ્રીતિ જડની સાથે રહેવા છતાં મંદ પડી જશે. કર્મોદયના કારણે થશે તો પણ નહિવત્ થઈને નષ્ટ થશે. તે પ્રીતિ જગાડવાનો ઉપાય હવે પછી બતાવીશું.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
151
www.jainelibrary.org