________________
મે.વ. ૧0
પરમ આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ છે. તે રૂપે સ્વ આત્માને જોવો તે અભેદાનુસંધાન થવાથી અભેદોપાસના થાય છે.
પરમાત્માએ આઠે કર્મનો ક્ષય સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ કર્યો છે. આપણને પ્રગટ નથી પરંતુ તે સ્વરૂપ આત્મામાં હયાત છે, પ્રગટ નથી. તો તેને પ્રગટાવવા માટે જીવ તત્ત્વ, આત્મતત્ત્વ સાથે અભેદ સાધવો જોઈએ. જે મલિન આત્માઓ છે તેની સાથે તેનામાં જીવત્વના દર્શનથી આપણા જીવત્વની સમાનતામાં લાવીને પ્રેમ ધારણ કરવાથી સ્વ-પર આત્માની મલિનતાથી ઉદ્ભવતા પ્રસંગો પ્રેમ થવામાં બાધક બનતા નથી. કારણ કે આ તો સર્વોપરી સત્તા દરેકમાં રહેલી અનુભવાય છે, તે સત્તા અપ્રગટ નથી. જડથી આ કંઈક જુદું છે, સુખ દુઃખાદિનું વેદન તેની ચેષ્ટા દ્વારા ઈન્દ્રિયગોચર થાય છે. તેથી તે સર્વે જીવાત્મા જીવ તરીકે પ્રસિદ્ધ જ છે. જીવત્વની સમાનતા છતાં તેના પ્રત્યે લાગણી, સ્નેહભાવ થવામાં બાધક સ્વાર્થભાવ છે. તે આત્મભાવે દરેક આત્માને જોવાથી તે બાધક રૂપ સ્વાર્થભાવ ટળી જાય છે.
જીવરાશિ પ્રત્યે સમાનતાનો ભાવ આવ્યા પછી તગ્નિમિત્તક યોગ પ્રવૃત્તિ સુધરે છે મન, વચન, કાય યોગથી અશુભ પ્રવૃત્તિ સ્વાર્થ જનક હતી તે હવે પરમાર્થને પ્રગટાવી, જીવોને પીડા ત્રણે યોગથી આપવાની અટકે છે ત્યારે લાગણી પ્રગટ સ્વરૂપે દેખાય છે. જીવો શાતા પામે છે.
તે લાગણી વિશાળ ભાવમાં પ્રગટે ત્યારે મૈચાદિ ચારે ભાવના વિસ્તાર પામતા જાય છે અને એવી જીવો પ્રત્યેની કરુણા ઉભવે છે કે “જીવોને હું સુખી કરું.” એ ભાવ ટોચે પહોંચી જાય છે ત્યારે શાશ્વત સુખનો માર્ગ દેખાડવાની ભાવના રોમે રોમે પ્રગટ થાય છે અને કોઈક જીવો એવું પુણ્ય ઉપાર્જન કરે છે કે તીર્થકરત્વના કર્મના દળિયા બાંધી ત્રીજે ભવે તે ભાવના અમલમાં મૂકે છે.
આપણે અભેદોપાસનામાં પ્રથમ જીવરાશિ સાથે અભેદ ભાવની સાધના કરવી એટલે કે સર્વ જીવોને આત્મ સમાન ભાવે માનવા, સર્વ જીવોને આત્મ સમાન ભાવે જાણવા, સર્વ જીવો સાથે આત્મ સમાન ભાવે વર્તન કરવું. વારંવાર આ રીતે કરવાથી આત્મૌપજ્યભાવ ભાવિત થતાં સ્વાર્થ જન્ય દોષો ટળી જાય છે, પરમાર્થ ઉભવે છે. આ આપણી સ્વ-પર આત્માની મલિન અવસ્થામાં સાધ્ય સિદ્ધિ માટે જરૂરી સાધના છે.
ત્યારબાદ પરમાત્મા સાથે અભેદ થવો તે સરળ બને છે કેમકે એક પણ જીવ પ્રત્યેની ઉપેક્ષાલાગણીનો અભાવ આત્મ તત્ત્વ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થવા દેતો નથી.
ઉપયો: તાપમ” જયાં જયાં ઉપયોગ છે ત્યાં ત્યાં જીવત્વ છે. તે લક્ષણ આપણા એકલાનું નથી માટે ઉપયોગવાન સર્વ સમાન છે તેમાં ભેદ તો સ્વાર્થ જન્ય ભાવથી પડેલો છે તેને મૈથ્યાદિ ભાવથી તોડવો.
બધા મારા જેવા છે, બધાનું હિત થાઓ, સુખી થાઓ, એકલા પોતાના નહિ બધાના સુખમાં આનંદ પામો, બધાના દુઃખમાં દુઃખી થાઓ અને દુઃખ મુક્ત થાઓ તે ભાવ ધારણ કરો. બધાના સાધકનો અંતર્નાદ
152
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org