________________
અભવ્યને શુદ્ધ પર્યાય પ્રગટ થવાને અયોગ્ય ઘાતિ કર્મ ક્ષયોપશમ જન્ય છે. ઘાતિ કર્મનો ક્ષયોપશમ-ભવ્ય જીવને શુદ્ધ હોય છે. માટે શુદ્ધ પર્યાયને યોગ્ય અપ્રગટ પર્યાય.
ઘાતિ કર્મનો ક્ષયોપશમ-અભવ્ય જીવને અશુદ્ધ હોય છે. માટે શુદ્ધ પર્યાયને અયોગ્ય અપ્રગટ પર્યાય છે.
ઘાતિ કર્મના ક્ષયોપશમ જન્ય અપ્રગટ પર્યાય અસંખ્ય છે. કેમકે અધ્યવસાય સ્થાનક અસંખ્ય છે માટે જીવને યથાયોગ્ય છે તે પર્યાયો અધ્યવસાય પ્રમાણે ઘાતિ કર્મ ક્ષયોપશમ જન્ય યત્કિંચિત્ સ્વાભાવિક પર્યાય પ્રગટ હોય છે.
સ્વાભાવિક પર્યાય ભવ્ય-અભવ્ય સકલ જીવોને અપ્રગટ પડેલી છે. ભવ્યને તે યથાયોગ્ય કાલે તે પ્રગટે છે અને અભિવ્યને અનંતકાલે પણ તે પ્રગટતી નથી. અર્થાતુ, તે પર્યાય પ્રગટ થવાને અયોગ્ય છે.
આટલું લાંબું ચિંતન પર્યાયમાં છે. દ્રવ્યમાં કોઈ ચિંતા નથી. માટે પર્યાયનું ધ્યાન સવિકલ્પક છે. દ્રવ્યનું ધ્યાન નિર્વિકલ્પક છે.
ભાંજગડ માત્ર પર્યાયમાં છે તેની વિચારણા વૈરાગ્ય અને ગુણાનુરાગ માટે છે, તેથી તે વિચારણાથી સંસારના પદાર્થોમાં વૈરાગ્ય અને ક્ષયોપશમ જન્ય ગુણનો અનુરાગ થાય છે.
દ્રવ્યમાં કોઈ જાતની ભાંજગડ નથી. કારણ તેનું સ્વરૂપ નિષ્ક્રિય છે. તેની વિચારણામાં પ્રશાન્તવાહિતા છે, શાંત સરિતાની જેમ શાંતતાનો પ્રવાહ ચિત્તમાં રેલાય છે.
પર્યાયમાં દીર્ઘ સંસારનો-ભવોનો અનુભવ છે. તેનું દર્શન, સ્મરણ, ચિંતન, ધ્યાન વૈરાગ્ય જનક છે, અઘાતિ કર્મ જન્ય સારી નરસી પર્યાયોના અનુભવમાં સમભાવી બનવાનો અભ્યાસ છે, જ્ઞાતાદ્રષ્ટાભાવે રહેવાનો પુરુષાર્થ છે.
ઘાતિકર્મ ઉદય જન્ય પર્યાયના અનુભવમાં ક્રોધાદિ વિકૃત નિગ્રહ કરી નિષ્ફળ બનાવવાનો પ્રયાસ છે.
ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય શુભ પર્યાયોના ધ્યાનથી તે પર્યાયોની સહાય લઈ શુદ્ધ પર્યાય પ્રગટાવવાનો પ્રયાસ છે. આ બધુંય વિકલ્પરૂપ હોવાથી પર્યાયનું ધ્યાન સવિકલ્પક છે.
શુભ પર્યાયો સ્વ અને પરની બંને આત્મ વિકાસમાં શુદ્ધ પર્યાય પ્રગટાવવામાં આલંબનરૂપ છે. બંનેના આલંબનથી આપણો મોક્ષ થાય છે.
સ્વની-ઘાતિકર્મ ક્ષયોપશમ જન્ય શુભ પર્યાય-ક્ષમા, નમ્રતા આદિ. પરની-શુભ પર્યાય-જેને ક્ષમા. નમ્રતા સંપૂર્ણ પ્રગટ થયા છે તે દેવ.
જેમ ક્ષમા, નમ્રતા અપૂર્ણ છે પણ શુદ્ધ પ્રગટાવવાના અવંધ્યકારણભૂત બની ચૂકેલા છે, જે શુદ્ધની સન્મુખ થઈ નજીક પહોંચી ગયા છે એવા તે ગુરુ.
આ રીતે દેવ-ગુરુની શુભ પર્યાયોના આલંબનથી શુદ્ધ પર્યાય જે સહજ ભાવની છે તે પ્રગટાવવા માટેનો પ્રયાસ પર્યાયના ધ્યાનથી થાય છે તે ધ્યાન સવિકલ્પક ધ્યાન છે.
ભૂત અશુભ પર્યાયનું વિસ્મરણ થઈ શકતું નથી તેથી ધ્યાન પણ ધર્મનું ટકતું નથી તથા દેષ્ટિ પણ વસ્તુને જોવાની બદલાઈ જવાથી મિથ્યા થઈ જાય છે. સાધકનો અંતર્નાદ
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org