________________
અજ્ઞાનથી કર્યો છે જે આ ભવ, પરભવ તેનાં કટુ ફળ ભોગવી દુઃખી થાય છે.
આ મનુષ્ય ભવની દુર્લભતા, મનુષ્યના શરીરની આશ્ચર્યકારક શક્તિઓનો ભંડાર તેમાં હોવાથી માનેલી છે. પણ એ શક્તિઓને ઓળખવા બીજા પણ સંયોગોની તાતી જરૂર હોવાથી તે વસ્તુની પણ દુર્લભતા જણાવી છે.
મનુષ્યભવ ઘણાને મળ્યો છે પણ ઘણા આત્માઓને તેને યોગ્ય કુળ, રહેણી-કહેણીના યોગ્ય રિવાજો, સંસ્કારો વગેરે સાથે આર્યત્વને સંબંધ છે માટે આર્યકુળને પણ દુર્લભ કહ્યું છે. વળી આત્મતત્ત્વને સમજવા દવ - ગુરુ - ધર્મનો યોગ મળવો તેમાં વળી ધર્મ પામવા માટે સંયમ ધર્મની રુચિ અને તે મેળવ્યા પછી તેના પાલનની તત્પરતા, તેમાં જ તન્મયતા, તદ્રુપતા એ બધું જ દુર્લભ છે. માટે આત્મનું, આટલે સુધી પહોંચ્યા પછી તારા આયુષ્યની ક્ષણોને સફળ બનાવવા અપ્રમત્ત બન ! ઘણું આયુષ્ય ચાલ્યું ગયું છે, હવે તારો સમય એક ક્ષણ પણ પ્રમાદમાં ન વિતાવીશ.
ફા.વ. ૬
અશુદ્ધ આત્માને રહેવા માટે પાંચ ભૂતથી બનેલો દેહ ગેહ (દેહ રૂપી ઘર) છે તેમ શુદ્ધ આત્માને રહેવા માટે અહં એ દેહ ગેહ છે. તે ઘરને જોવાથી તેમાં રહેલા આત્મ દેવનાં દર્શન થાય, અથવા અહમ્ એ આત્માનો શબ્દ દેહ છે. એટલે કે આત્માએ શબ્દનો આકાર ધારણ કર્યો છે. નિરાકાર આત્માએ શબ્દ દેહ ધારણ કરીને આપણને આલંબન (આત્મદર્શન માટે) પુરું પાડ્યું છે. નિરાકારનું ધ્યાન, અરૂપીનું ધ્યાન કરવા માટે નિરાલંબન છે. અર્થાત્, આલબંન વિના ધ્યાન કરવાનું છે, એટલે કે મનથી આલંબન લીધું હોય છે તે છૂટી જાય છે ત્યારે નિરાલંબન બનવાથી ટકતું નથી. તે ખસી જાય છે. જેને મનોલય કહેવાય છે. પણ એ મનોલય પ્રાપ્ત કરવા માટે પ્રથમ તેને ટેકો, આલંબન આપવાં પડે છે. ચંચળ મન આલંબન વિના ઊભું રહેતું નથી જો તમે શુભ કે શુદ્ધ આલંબન ન આપો તો જયાં ત્યાં ભટકે છે. એકને છોડીને બીજાને પકડે, ગમે તેને પકડે, સારું ખોટું કશુંય ન જુએ. કેમકે તેની પ્રકૃતિ એવી છે કે કોઈકનો ટેકો જોઈએ. - જો તેને ટેકો મજબૂતાઈથી લીધો હોય તો તેને તે જલ્દી છોડતું નથી. પણ મજબૂતાઈથી ટેકો કોનો લે? જે તેને ગમતું હોય તેનો. આ તેની સ્થિતિ છે તો જેનું આલંબન લેવું છે તેને ગમતું કરો, ગમતું કરવા માટે આલંબન ના ગુણ - દોષ વિચારો, દોષ ઉપર અરુચિ કરો ગુણ ઉપર રુચિ ધારણ કરો અને તે ગુણને ધારણ કરનાર વસ્તુ ઉપર પ્રીતિ કરો અને તેમાં મનને જોડો તે સાથે જ તેમાં લીન બનશે પછી તેની અસ્થિરતા-ચંચળતા ઓછી થઈ જશે. આ વાતનો સારાંશ એ નીકળે છે કે ગુણગ્રાહી બનો, ગુણવાન પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરો. દોષ દેષ્ટિ સહેલાઈથી ટળી જશે, દોષ પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારણ કરી ઉપેક્ષા કરો, જેથી દોષવાન પ્રત્યે અરુચિનો અભાવ થશે એટલે મનની મલિનતાનો ભાર ઓછો થવાથી તે હળવું બનશે અને ચંચળ મન ગુણ, ગુણવાન પ્રત્યે સહજતાથી સ્થિર થશે. તે સ્થિર થાય એટલે આંશિક સુખની ઝાંખી થશે. સાધકનો અંતર્નાદ
160
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org