________________
મન મલિનતા અને ચંચળતાથી મૂંઝાયેલું રહે છે. એ મૂંઝવણથી દુઃખનો ભાર વહન કરે છે.
ત્રણ યોગમાં દુઃખનું મુખ્ય કારણ મન છે. જો મન નિર્મળ અને સ્થિર હોય તો વચનયોગ અને કાયયોગમાં ઉત્પન્ન થતાં દુઃખ પ્રતિકૂળતાઓ, પીડાઓ વગેરે અનુભવાતા નથી. તે તો મનના સહારે સુખ - દુઃખનું વેદન કરે છે.
મન સ્થિર અને નિર્મળ શુભ અને શુદ્ધ આલંબનથી બને છે. માટે સુખનો માર્ગ સાલંબન ધ્યાન છે. સાલંબન ધ્યાનમાં પણ અનેક પ્રકાર છે. શુભ આલંબનમાં નવપદો લેવાય છે અને શુદ્ધ આલંબનમાં આત્મદેવને રહેવાનું ઘરરૂપ અહંમનું આલંબન લેવાય છે. અર્હમ્ એ પોતે જ આત્માનો શબ્દદેહ છે. અર્થાતું, શબ્દરૂપે આકાર ધારણ કરીને રહેલો આત્મા છે. નિરાકાર, નિરૂપ, અરૂપ આત્માનું સૌંદર્ય નિરૂપમ હોવાથી સમજાવી શકાય તેવું નથી, તેને નિજ સ્વરૂપના ધ્યાનથી અનુભવી શકાય છે. એ સૌંદર્ય એવું મોહક છે કે બીજાં સૌંદર્ય તેની સામે ફિક્કાં છે. મોહક હોવા છતાં મોહનીય કર્મના ઉદયથી મોહજન્ય નથી પરંતુ મોહનીય કર્મના ક્ષયોપશમ અને છેલ્લે ક્ષયથી આત્મા માટે મોહક બને છે જેમાં અનુપમ સુખના વિલાસને પામે છે. તે સુખ અવર્ણનીય છે. જેનો વિલાસ અનંત સિદ્ધના આત્માઓ અનંતકાળ સુધી કરીને તેમાં ડૂબી ગયેલા છે. આવું અનુપમ સુખ આપણને સૌને પ્રાપ્ત થાઓ. ચિદાનંદમય સુખની અનુભૂતિ અવિસ્મરણીય છે.
ચે.સુ. ૬, સં. ૨૦૫૧, ગુરુ મંદિર વિશ્વમાં સહુથી સુખી કોણ ? સુખ કોને નથી ગમતું? છતાં સુખી ને જોઈને તે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કેટલો ઓછો છે?
સહુથી સુખી, જેને કશું જોઈતું નથી તે. સુખ દરેક જીવ માત્રને ગમે છે. કારણ તે તેનો સ્વભાવ છે. આ સુખનો સ્વભાવ અનાદિ કાલીન અનંત છે. તેથી તેના વિના એક ક્ષણ પણ તે તેનાથી વિખૂટો પડતો નથી. દુઃખ એ તો તેની ભૂલનું પરિણામ છે. તે વખતે પણ તેનો સુખી સ્વભાવ પલટાઈ જતો નથી આત્મામાં તો તે સ્વભાવ સ્થિર જ રહેલો છે. જયારે - જયારે સુખના ઉપાયો વિપરીત સેવે ત્યારે - ત્યારે તેના સુખ - સ્વભાવ વચ્ચે અવરોધ ઉત્પન્ન થાય છે તેને જ આપણે દુઃખ કહીએ છીએ. તે અવરોધ દૂર થાય એટલે તે જ ક્ષણે સુખનો અનુભવ તે પોતે કરે છે.
સુખના સ્વભાવથી વેગળા એક ક્ષણ પણ ન જવું હોય તો ઊંધા ઉપાયો સેવીને અવરોધ ઉત્પન્ન ન કરવો.
જીવ ઊંધા ઉપાયોને સેવી દુઃખ ઉપાર્જન પણ સુખની જ આકાંક્ષાથી કરે છે. દુઃખના હેતુ છે તેને સુખના હેતુ સમજે છે.
ઈન્દ્રિયજન્ય સુખ એ ઉત્પન્ન થયેલી ખંજવાળને ખણીને પ્રાપ્ત કરેલા સુખ જેવું છે. ભૂખના દુઃખને શમન કરનારા ભોજન જેવું છે. અર્થાત્, ઈન્દ્રિયજન્ય સુખ એ તો દુઃખનું શમન છે. વાસ્તવિક સુખ નથી, માટે જ અલ્પ કાળે ફરી એ જ ભૂખનું દુઃખ ઉત્પન્ન થતાં ભોજનથી થયેલી તૃપ્તિનું સુખ સાધકનો અંતર્નાદ
161
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org