________________
સાંભળજે અને કરવાની રુચિ નથી તે અનુમોદનીય છે પરંતુ સત્ત ફોરવી પર જીવોના સંબંધમાં સ્વનું ખોવાનું અત્યાર સુધી ચાલુ હતું તે હવે બંધ કરજે. ફલ્યુ વાતોની નીરસતાથી પર વાતનો રસ અટકી જશે.
ચિંતન આત્મ તત્ત્વને અને તેની પર્યાયોને લગતું કરજે. તેનાથી જ્ઞાન પ્રાપ્તિમાં તૃપ્તિનો અનુભવ થશે. હવેનું જીવન આ મહિનાની સાધનાથી, આ રીતે જીવવાનું સામર્થ્ય પ્રાપ્ત થતાં પસાર થશે. તેને સ્થિર ટકાવી રાખવાનું લક્ષ્ય દેઢ બનાવવાનું રહેશે. પૂર્વના અશુભ ઋણાનુબંધનો લગભગ અંત આવ્યો છે, માટે અશુભ પર્યાયો આપણે અનુભવી જ નથી તે રીતે વિસરી જવી. ચિરસ્મરણ તે ભૂતકાળની પર્યાયો વર્તમાનમાં નષ્ટ થવા છતાં સંવેદન કરાવી અશુભ કર્મબંધ ચાલુ રખાવે છે, અશુભ જે હતું તે સત્તામાંથી બહાર આવીને વિદાય થયું હવે તારે તેની સાથે કોઈ સંબંધ નથી તો સંવેદના શા માટે ? તે સંવેદન આ રીતે અટકતાં ચિરકાળના શુભ પર્યાયોનું સ્મરણ અધ્યવસાયની નિર્મળતા કરાવે તેવું થતાં પરોપકાર સર્વત્ર સમાન થશે. એ રીતે નિજના ભાવ સાથે પરોપકાર કરવામાં સમયની શુભ ઉપયોગિતા થશે અને નિજનું ભાન સદા રાખવામાં ઉદ્યમ રહેશે અને મળેલા માનવભવની સફળતા પામશો.
ફા.સુ. ૮, સં. ૨૦૧૧ મુનિ જીવન એ જ મનુષ્યદેહનો સાર છે, કારણ કે મનુષ્યના શરીર સિવાય એ જીવન પામી શકાતું નથી અને પામ્યા પછીનું પાલન એ દેહને જ આભારી છે. માટે આ દેહમાં રહેલા આત્માની કિંમત સૌથી વધારે છે અને તેની સ્થિતિ (આયુષ્ય કર્મે નક્કી કરેલી) પણ ઘણી કિંમતી છે જેની દરેક ક્ષણ આરાધના કે સાધનામાં ગોઠવાયેલી સાર્થક છે. તેનું કારણ એ છે કે આ મુનિ જીવનની સાધના મનુષ્ય દેહે જ ઉત્કૃષ્ટ પ્રકારે થઈ શકે છે. આત્મ તત્ત્વની સમજ મેળવવી એ દેવભવમાં પણ સુલભ છે પણ તેનું આદર, બહુમાન, પ્રીતિપૂર્વક અસંખ્ય પ્રદેશે લીન થવું, તે તત્ત્વ સમજમાં જ ડૂબી જવું અને લય પામવું તેના માટે આ મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે. એ તત્ત્વમાં લયલીનતાથી કર્મ નિર્જરા સુલભ બને છે અને એ રીતે કર્મ નિર્જરા માટે અત્યંતર પરૂપ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ આગળ વધતાં સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ જેવી ઉત્કૃષ્ટ તપની આરાધના જે જરૂરી છે તે આ મનુષ્ય દેહમાં જ થઈ શકે છે આત્મપ્રદેશો તો દરેક જીવના અસંખ્ય જ છે પરંતુ તે અસંખ્ય પ્રદેશોની કાર્યશીલતા સંપૂર્ણ ઉપયોગે મનુષ્ય દેહમાં રહીને આત્મામાં પ્રગટ રહે છે.
મનુષ્ય દેહમાં ફેલાયેલા આત્મ પ્રદેશોની કાર્યશીલતા જુદી અને દેવ ભવમાં, દેહમાં ફેલાયેલા આત્મપ્રદેશોની કાર્યશીલતા ભિન્ન છે.
સંપૂર્ણ ઉપયોગે કાર્ય કરવાનું સામર્થ્ય માનવદેહમાં રહેલા આત્મામાં છે જેમાં આત્મપ્રદેશોની છ ચક્રાકારે રચના હોવાથી સંપૂર્ણ આત્મવીર્ય ફોરવી શકે છે તેમાં કોઈ બાધક બનતું નથી.
આવો આ માનવદેહ પામ્યા પછી તેની કિંમત નહિ સમજાવાથી તે જ આત્માએ તેનો દુરુપયોગ સાધકનો અંતર્નાદ
159
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org