________________
થાય છે.
અનુકંપા દાન ખરેખર તો તે જીવોના દુઃખથી કંપતા આપણા હૃદયની શાંતિ માટે છે. હૃદય કંપ કઠોર હૃદયવાળાને થતો નથી પણ દરેક જીવ આપણી જેમજ સુખ દુઃખનો અનુભવ કરનાર છે એથી તેના દુઃખથી આપણું હૃદય કંપે છે. અરિહંત પરમાત્માનું વચન છે કે આપણી જેમ જ સર્વ જીવોને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી. અનુકંપાથી ભગવાનની તે વાણીનો સાક્ષાત્કાર થાય છે.
અભયદાન - મરવું કોઈને ગમતું નથી, જીવવું ગમે છે તેને મરવાનું હતું તેમાંથી જીવવા માટે આપણું દ્રવ્ય આપવાથી જીવિતદાન નામે મોટું દાન થાય છે.
સાતક્ષેત્ર - એ આપણા ઉપકારી અરિહંત પરમાત્માએ જીવોના ઉપકારને અર્થે સ્થાપેલા “શાસન' નામની સંસ્થાનાં સાત ક્ષેત્રો છે, તેનું રક્ષણ, પ્રચાર અને સદ્ધર રાખવા માટે તન, મન, ધનનો ઉપયોગ થાય તેટલા પ્રમાણમાં તે ઉપકારીનું યત્કિંચિત્ ઋણ વાળ્યાનો સંતોષ માની શકાય.
કંઈ પણ મૂંઝવણ થાય તો જણાવશો. અરિહંત પરમાત્માનું સ્મરણ અને શરણ એક સેકંડ પણ ન વિસરવું, સમાધિ ત્યાંથી મળશે.
૨૦.
ભા.શુ. ૭ ધર્મલાભ !
રાજુલાના પત્રમાં હતું કે જસુબહેનને દીન પ્રતિદિન પીડા વધતી જાય છે. તો બહેન ! સહન કરવામાં હિંમત હારશો નહિ. સમાધિ જાળવવા માટે આવી પીડામાં ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. આ પુરુષાર્થ મનનો જ કરવાનો છે. કર્મ પરિણામ સાથે એક વખત તો લડી લેવાનો નિર્ણય કર્યો જ છૂટકો છે. કેમકે કર્મ આપણા પોતાના જ કરેલાં છે એમાં તો બે મત નથી, તો કેમ મારે ત્યાં આવ્યા? શું કામ આવ્યા? એમ બોલી શકાય તેમ નથી. તો આવો, મારી પાસે પણ ઘણી સામગ્રી છે તેવા સમયે આવ્યા છો માટે આ સમયે મારી જ જીત છે, દેવાધિદેવ વિતરાગ પરમાત્મા મારી સહાયમાં છે, તેમનું શાસન-ધર્મ મને મળ્યો છે, તેમણે મને શિખવાડયું છે કે સહન કરી લે પછી તેની પાછળ ઘણું સુખ છે એટલે હવે હું નિશ્ચિત છું વગેરે વિચાર ધારા મનને મજબૂત બનાવશો. બહેન તમે વહેલાં ચેત્યા છો સાથે આત્મ જાગૃતિ પણ ઘણી છે, સદ્ગતિ સધાય એ જ લક્ષ્ય રાખી પ્રભુનું નામ સ્મરણરૂપ ઔષધિ છોડશો નહિ. “રોગ જરા મૃત્યુ વખતે નહિ ત્રાણે ધર્મ વિના”
ઘરનાં પણ બધા સમજુ છો સંબંધો બધા વિનશ્વર છે, આપણું કાંઈ જ ચાલે નહિ એવી કર્મસત્તા નીચે દબાયેલું આખું જગત તથા આપણે છીએ.
સાધકનો અંતર્નાદ
223
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org