________________
શબ્દો પહોંચાડવા માટે ક્ષેત્ર અંતર નડે છે પણ જેણે ચિત્તમાં દેવગુરુને સ્થાપિત કર્યા છે તેને પીડા કે મરણભય વગેરે ચિત્તને ઘેરી લઈ અસમાધિ બહુ કરાવી શકતા નથી. છતાં દરેકને આલંબન જોઈએ છે. રાજુલા તેનો થોડો સમય તમારા માટે કાઢે અને સમાધિ માટે યોગ્ય વાંચન વગેરે કરે તો ઠીક રહે.
ઘરના માણસો લાગણીવશતાને લીધે તમને ધીરજ ન આપી શકે એવું પણ બને. કારણ કે સંસારના સંબંધો જ એવા છે કે એ પરમાર્થને ભૂલાવી દે, એ તો સહજ જગત સ્વભાવ છે, એમાં નવીનતા નથી. પણ સાચા સ્નેહીજન બનવું હોય તો તેઓ પણ હૃદય મજબૂત બનાવી, સંસારના સંબંધોની નશ્વરતા વિચારી, તમારા આત્માની વધુ ચિંતા કરે. ઘરમાં બધાય બુદ્ધિશાળી, સમજુ, વિચારશીલ છે. દુનિયામાં કેટલાયને એ માર્ગે જતા જોયા છે, આપણે પણ એજ માર્ગ લેવાનો છે એવું સમજે છે. આ તો આપણને ચેતાવી દેનાર રોગ છે, એટલે પહેલેથી આત્મજાગૃતિ માટે ચિંતા કરવાની શક્યતા છે. અધ્યવસાયને સ્વચ્છ અને સ્થિર બનાવવા, કેળવવાનો સમય રહે છે. હાર્ટફેઈલવાળા કહેવા રહી શકતા નથી કે હું જાઉં છું ગમે તે હાલતમાં એકાએક કાળ ઉપાડી જાય છે, મનની ભાવના મનમાં રહી જાય છે. જસુબહેન પુણ્યશાળી છે જેથી આવો રોગ આવતાં પહેલાં દેવ-ગુરુને ઓળખી તેની ભક્તિમાં ચિત્તને જોડી દીધું છે જેથી આ અવસરે આર્તધ્યાનથી બચવાની તક મળી શકે તેમ છે.
બીજું-સન્માર્ગે દ્રવ્ય ખર્ચવાની તમારી ભાવના જાણી આનંદ થયો. હેતુ સમજીને ખર્ચશો તો અનુમોદનાનો અને ઋણમુક્તિનો આનંદ વધશે અને પુણ્યભાતુ પોતાના હાથે જ તૈયાર થશે.
ખરેખર તો આ બધી તમારી તેયારી ઘણીજ અગમચેતી સાથે આત્મજાગૃતિની છે તેની અમે ખૂબજ અનુમોદના કરીએ છીએ.
તમારી નબળા મનની પરિસ્થિતિ અમે નજરે જોયેલી અને અનુભવેલી છે, છતાં જ્યારે દર્દજ એવું આવ્યું છે કે ભાવિ નજર આગળ ખડું થઈ જાય, એવા સમયમાં પણ તમારી સમ્યગુ સમજણના કારણે જીવે પહોળી કરીને પાથરેલી બાજી સમેટી લેતા અને બીજા નવા ઘરમાં રહેવા માટે સારી સામગ્રી ભેગી કરવાની તૈયારીને સૂચવતા વિચારો જાણી અમોને સંતોષ થયો છે.
બહેન ! જરાય મુંઝાશો નહિ. તમારા શરીરની, મનની તથા આત્માની પરિસ્થિતિના સમાચાર તમારાથી લખી શકાય તો જણાવતા રહેશો. ન લખી શકાય તો બેબી અગર રાજુલા પાસે પણ લખાવશો.
દ્રવ્ય ખરચવા વિપે.
અમદાવાદમાં આણંદજી કલ્યાણજી પેઢીમાં તમે નક્કી કરેલા રૂપિયા ભરી દેશો તો પણ સિદ્ધગિરિમાં સદુપયોગ કરવાનું કાર્ય તમારું થઈ જશે.
બાકીના રૂપિયા માટે
ગરીબોને દાન તે અનુકંપા દાન છે તેમાં પણ રૂપિયા વાપરી શકાય. મૂક પ્રાણીઓને કસાઈને ત્યાંથી છોડાવી અભયદાનમાં વાપરી શકાય. સાત ક્ષેત્રમાં વાપરી શકાય. આ ત્રણેમાં હેતુ વિચારી તે આપણે કરેલા કાર્યની અનુમોદના કરવાથી આત્મામાં તેવા શુભ સંસ્કાર સાથે આવે છે અને પુણ્યપ્રાપ્તિ સાધકનો અંતર્નાદ
222
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org