________________
૧. સિદ્ધચક્ર સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્યો
આ.વ. ૨, ૨૦૪૫, પાલીતાણા આઈનન્ય સ્વરૂપ તે શુદ્ધાત્મ દ્રવ્ય કેવું છે?
સ્ફટિક જેવું નિર્મળ છે તેથી તે અરૂપી દ્રવ્યમાં કોઈ વસ્તુની કે સ્ફટિક જેવી પણ કલ્પના થઈ શકતી નથી, કેવળ નિર્મળતાનો અનુભવ થાય છે.
સમુદ્ર જેવું નિસ્તરંગ-તરંગ વિનાની જે સમુદ્રની ગંભીરતા-સ્થિરતા છે તેવી કોઈ વસ્તુની કલ્પના નહિ પણ કેવળ નિસ્તરંગ દ્રવ્યનો અનુભવ થાય છે.
મેરુ જેવું નિષ્પકંપ-કંપ રહિત મેરૂની સ્થિતિ જેવી છે તેવી કોઈ કલ્પના હોતી નથી. કેવળ આત્મ દ્રવ્ય અડોલ છે એવું ભાન થાય છે.
આકાશ જેવું નિરંજન-નિરાકાર-આકાર રહિત છે તેવું આત્મદ્રવ્ય આકાર-રહિત એવું દ્રવ્યની શુદ્ધતાનો અનુભવ થાય છે. (તેમાં પર્યાયની વિચારણા નહિ) આકાર એ તો દ્રવ્યનો પર્યાય છે.
શુદ્ધાત્મ દ્રવ્યમાં (અરિહંત પદ)-પરાર્થે જગતને દુઃખથી મુક્ત કરવાના અધ્યવસાયવાળું દ્રવ્ય તે અરિહંત પદ દ્રવ્યથી.
શુદ્ધાત્મ દ્રવ્યમાં (સિદ્ધપદ)-અનંત જ્ઞાનાદિ ગુણોને પ્રગટ રીતે ભોગવતું આત્મદ્રવ્ય તે સિદ્ધપદ દ્રવ્યથી.
શુદ્ધાત્મ દ્રવ્યમાં (આચાર્ય પદ)-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યશક્તિ પડી છે તેનો પોતાના અને બીજા માટે ઉપયોગ કરતું અર્થાતુ, તે શક્તિને કાર્યશીલ બનાવતું આત્મદ્રવ્ય તે આચાર્યપદ દ્રવ્યથી.
શુદ્ધાત્મ દ્રવ્યમાં (ઉપાધ્યાય પદ)-શ્રુતના ક્ષયોપશમથી પ્રભુની વાણીની સહાયથી શુદ્ધ આત્મદ્રવ્યના ગુણ-પર્યાયને પોતે જાણે, ઓળખે અને બીજાને ઓળખાવતું આત્મદ્રવ્ય તે ઉપાધ્યાયપદ દ્રવ્યથી.
શુદ્ધાત્મામાં (સાધુ પદ)-સાધના દ્વારા સ્યાદ્વાદ દષ્ટિથી ભાવિત થયેલું સમભાવથી શુદ્ધાનંદને અનુભવતું આત્મદ્રવ્ય સાધુ પદ દ્રવ્યથી.
શુદ્ધાત્મા પ્રત્યે રુચિ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય તે દર્શન પદ) પોતાના ભાનને પામતું શુદ્ધાત્મ દ્રવ્ય તે જ્ઞાન પદ. પોતાના દ્રવ્યમાં રમતું શુદ્ધાત્મ દ્રવ્ય તે ચારિત્ર પદ. પોતાનામાં તન્મય, સ્થિરતા પામતું શુદ્ધાત્મ દ્રવ્ય તે તપ પદ. શુદ્ધાત્મ દ્રવ્યમાં (સિદ્ધચક્ર)-આવું વિશ્વપૂજિત આત્મતત્વ તે સિદ્ધચક્ર સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય. ૨. શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન
આ.વ. ૫, ૨૦૪૫, પાલીતાણા અહમ્ એ પરમાત્માનો શબ્દ કહે છે. તેમાં આહત્ય શક્તિ રહેલી છે. તે શક્તિનું બીજું નામ ચૈતન્ય-શક્તિ. તે ત્રણ જગતુ-ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી છે. તેનું ચૈતન્યનું ધ્યાન તે વ્યાપ્ય
સાધકનો અંતનદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org