________________
શક્તિનું ધ્યાન કરવાથી થાય છે. તે શક્તિ કેવી છે? સ્ફટિક જેવી નિર્મળ, નિરાકાર તેનો કોઈ આકાર નથી. આકાશ જેમ આકાર વિનાનું છે તેમ નિરંજન પણ છે. તે રીતે શુદ્ધાત્મ દ્રવ્યને કોઈ લેપ લાગતો નથી. વળી નિષ્કલંક છે એટલે કે તેને કોઈ ડાઘ નથી તેમ આ ચૈતન્ય શક્તિ અર્થાતુ, શુદ્ધાત્મ દ્રવ્ય આકાશની જેમ નિરાકાર, નિરંજન નિષ્કલંક, નિર્લેપ છે. સ્થિર સમુદ્રની જેમ નિસ્તરંગ છે તેમ શુદ્ધાત્મ દ્રવ્ય નિતરંગ-સ્થિર છે. મેરુ જેમ નિષ્પકંપ છે તેમ આત્મામાં કંપ નથી.
વિશ્વવ્યાપી આ આત્મ દ્રવ્ય (ચૈતન્ય શક્તિોનું ધ્યાન કરતાં આત્મા સાથે અભેદ થવું અથવા તેમાં આપણે ડુબી જવું. અથવા આપણા આત્મામાં તે ચૈતન્ય શક્તિ જોવી. તેથી શુદ્ધ આત્મ દ્રવ્યનું ભાન થશે. તે શુદ્ધાત્મામાં સ્થિર થતાં આત્માનુભવ-આત્મદર્શન થાય.
શુદ્ધાત્મામાં નવપદ પર્યાયથી નવપદનું ધ્યાન.
તે શુદ્ધાત્મામાં નવપદ સ્વરૂપ નવ પર્યાયો પડેલી છે તે અપ્રગટ છે તેનું ધ્યાન તેમાં તે તે સ્વરૂપ (નવપદ) ચિંતવનથી અભેદ થતાં થાય છે અને નવપદો આત્મામાં અનુભવાય છે. અરિહંત પદ - દ્રવ્યથી-પરાર્થે મન, વચન, કાયાથી શુદ્ધ વીર્યને ફોરવતું આત્મ દ્રવ્ય.
ગુણથી-પરાર્થ વ્યસનીયતા, સ્વાર્થોપસર્જનતા, કૃતજ્ઞતા, પરોપકાર આદિ ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય.
પર્યાય-દ્રવ્ય જે ભોગવે તે પર્યાય. પર્યાયને દ્રવ્ય ભોગવે છે. અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, છત્ર. એ આઠ મહાપ્રાતિહાર્યો અને પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય, અપાયાપરામાતિશય એ ચાર અતિશયોરૂપી બાહ્ય સંપત્તિરૂપ ગુણ-પર્યાયને ભોગવતું આત્મ દ્રવ્ય. સિદ્ધ પદ - દ્રવ્યથી નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન નિષ્કલંકરૂપ શુધ્ધાત્મ દ્રવ્ય.
ગુણથી-અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, આનંદ, વિર્યશક્તિ, આદિ અષ્ટ ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય.
પર્યાયથી-ગુણ સમૃદ્ધિરૂપ પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય. આચાર્યપદ - દ્રવ્યથી-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ પાંચ શક્તિરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય.
ગુણથી-જ્ઞાનાદિ શક્તિને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાયથી જ્ઞાનાદિ પાંચ શક્તિને આત્માની વીર્ય શક્તિ દ્વારા ઉપયોગ કરતું-કાર્યશીલ બનાવતું આત્મ દ્રવ્ય. પર્યાયનો સ્વામી દ્રવ્ય છે. સ્વામી ભોગી છે.
પર્યાય ભોગ્ય છે. ઉપાધ્યાય પદ - દ્રવ્યથી-પ્રભુની વાણી (આગમ) સાથે અભેદતાને પામતું શુદ્ધાત્મ દ્રવ્ય.
ગુણથી-આગમને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org