________________
પર્યાયથી પ્રભુની વાણી (આગમ)ને ઓળખાવતું શુદ્ધાત્મ દ્રવ્ય. સાધુ પદ - દર્શન પદ - દ્રવ્યથી-શુદ્ધાત્મ તત્ત્વમાં રુચિ ધરાવતું શુદ્ધાત્મ દ્રવ્ય.
ગુણથી-તત્ત્વરુચિને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય.
પર્યાયથી-તત્ત્વ ગમવારૂપ પર્યાયને ભોગવતું દ્રવ્ય. જ્ઞાન પદ - દ્રવ્યથી-શુદ્ધાત્મ તત્ત્વનું જ્ઞાન, સમજ, ભાન કરતું દ્રવ્ય.
ગુણથી-શુદ્ધાત્માના બોધ ગુણને ધારણ કરતું દ્રવ્ય.
પર્યાયથી-તત્ત્વની સમજરૂ૫ પર્યાયને ભોગવતું દ્રવ્ય. ચારિત્ર પદ - દ્રવ્યથી તત્ત્વમાં (શુદ્ધાત્મામાં) રમણતા કરતું દ્રવ્ય.
ગુણથી-આનંદ ગુણને ધારણ કરતું દ્રવ્ય.
પર્યાયથી-આનંદને ભોગવતું દ્રવ્ય. તપ પદ - દ્રવ્યથી-તત્ત્વમાં સ્થિરતા કરતું શુદ્ધાત્મ દ્રવ્ય.
ગુણથી-સ્થિરતા ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય.
પર્યાયથી સ્થિરતાને ભોગવતું-અનુભવતું શુદ્ધાત્મ દ્રવ્ય. ૩. શુદ્ધાત્મ દ્રવ્યમાં નવપદનું ધ્યાન અર્થાત, આત્મામાં નવપદ
આ.વ. ૭, ૨૦૪૫, આરાધનામાં થયેલું ચિંતન, પાલીતાણા શુદ્ધાત્મ દ્રવ્ય તે ધ્રુવસત્તા છે. તેનું ધ્યાન આઈત્યના ધ્યાનમાં થાય છે.
તે સિવાયની અવાર સત્તા આત્મ દ્રવ્યમાં પડી છે જેથી આત્મ દ્રવ્ય જ તે તે પર્યાય પ્રગટાવી શકે દા.ત. અરિહંતાદિ પર્યાયો.
શુદ્ધાત્મ દ્રવ્ય તે ધ્રુવસત્તા છે. તેનું ધ્યાન તે આત્મ દ્રવ્યનું દ્રવ્યથી ધ્યાન.
શુદ્ધાત્મ દ્રવ્યના ગુણની પણ ધ્રુવસત્તા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ગુણને ધારણ કરતાં શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે આત્મ દ્રવ્યનું ગુણથી ધ્યાન.
શુદ્ધાત્મ દ્રવ્યના પર્યાયની પણ ધ્રુવસત્તા-શેયના પરિવર્તનથી થતું જ્ઞાનનું પરિવર્તન-તે પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે શુદ્ધાત્મ દ્રવ્યનું પર્યાયથી ધ્યાન.
હવે અવાર સત્તા-અરિહંતાદિનું આત્મ દ્રવ્ય. અવાનાર સત્તા-એટલે ધ્રુવસત્તામાં પણ બીજી સત્તા રહેલી છે તે. દા.ત. અરિહંતનું આત્મ દ્રવ્ય. અરિહંત પદ પર્યાય અમુક વિશિષ્ટ આત્મ દ્રવ્ય જ પ્રગટાવી શકે. સત્તા દ્રવ્યની છે તેથી અરિહંતનું દ્રવ્ય તે દ્રવ્યની અવાર સત્તા છે.
તેને સત્તા એટલા માટે કહેવામાં આવી છે તે અનાદિ કાળથી આ સત્તા તેમાં છે.
શુદ્ધાત્મ દ્રવ્યમાં રહેલી અવાન્તર સત્તારૂપ અરિહંત પરમાત્માના આત્મ દ્રવ્યનું ધ્યાન તે દ્રવ્યથી અરિહંત પદનું ધ્યાન.
સાધકનો અંતર્નાદ
43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org