________________
અવાનાર સત્તારૂપ અરિહંત પરમાત્મ દ્રવ્યમાં રહેલ પરાર્થવ્યસનીયતાદિ ચાર ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય, તેનું ધ્યાન તે ગુણથી અરિહંત પરમાત્માનું ધ્યાન.
અવાન્તર સત્તારૂપ અરિહંત પરમાત્મ દ્રવ્યમાં રહેલી પ્રાતિહાર્યાદિથી થતી વિશિષ્ટ પૂજારૂપી પર્યાય. તેને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય તેનું ધ્યાન. તે પર્યાયથી અરિહંત પરમાત્માનું ધ્યાન.
સિદ્ધ પદ-શુદ્ધાત્મ દ્રવ્ય જે ધ્રુવસત્તા છે, તેમાં રહેલી જે અવાન્તર સત્તા તે સિદ્ધાત્માનું આત્મ દ્રવ્ય.
સિદ્ધ ભગવંતનું આત્મ દ્રવ્ય-ભવ્ય જીવ જ સિદ્ધ પર્યાય પ્રગટાવી શકે છે, માટે ભવ્ય જીવમાં તે અવાજર સત્તા રહેલી છે. તેથી શુદ્ધાત્મ દ્રવ્યમાં રહેલી અવાત્તર સત્તા જે ભવ્ય જીવનું આત્મ દ્રવ્ય છે તેનું ધ્યાન તે દ્રવ્યથી સિદ્ધ પદનું ધ્યાન.
આ સત્તા પણ તે ભવ્ય જીવમાં અનાદિ કાળથી પડેલી છે માટે આ દ્રવ્યની સત્તા કહેવાય છે.
ભવ્ય જીવના આત્મ દ્રવ્યમાં રહેલ જે અનંત જ્ઞાન, સુખ, આનંદ, શક્તિ વિગેરે ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય, તે ગુણથી સિદ્ધ પદનું ધ્યાન.
ભવ્ય જીવના આત્મ દ્રવ્યમાં રહેલી જે શુદ્ધ પર્યાય તેને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય તે પર્યાયથી સિદ્ધ પદનું ધ્યાન.
આચાર્યપદ-શુદ્ધાત્મ દ્રવ્ય (ધ્રુવ સત્તા)માં રહેલી અવાત્તર સત્તા, તે સત્તા, તે આત્મ દ્રવ્યની છે અને તે આચાર્ય પદની સત્તા તે તે દ્રવ્યમાં છે.
આચાર્ય પદ પણ તે તે ભવ્ય જીવ જ પ્રગટાવી શકે છે માટે આચાર્ય ભગવંતના આત્મ દ્રવ્યનું ધ્યાન તે દ્રવ્યથી આચાર્ય પદનું ધ્યાન.
આચાર્ય ભગવંતના આત્મ દ્રવ્યમાં રહેલા જ્ઞાનાદિ રૂપે રહેલ ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે ગુણથી આચાર્ય પદનું ધ્યાન.
આચાર્ય ભગવંતના આત્મ દ્રવ્યમાં રહેલ પંચાચારની પાલનરૂપ પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન તે પર્યાયથી આચાર્ય પદનું ધ્યાન. સિદ્ધ પદ - શક્તિ. આ - દ્રવ્ય જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવવા પ્રયત્ન કરતું ઉપદેશ ગુણને ધારણ કરતું. ઉ – પ્રભુની વાણી સાથે અભેદ થતું દ્રવ્ય વિનય ગુણને ધારણ કરતું. સા - આત્મસાધના કરતું આત્મ દ્રવ્ય. દ - રુચિ કરતું, રુચિગુણને ધારણ કરતું ચા - આનંદ કરતું દ્રવ્ય, આનંદગુણને ધારણ કરતું, આનંદ પર્યાયને ભોગવતું ત - સુખ ભોગવતું દ્રવ્ય - તૃપ્તિ સ્થિરતા ગુણને ધારણ કરતું. આ રીતે દર્શનાદિ ગુણની પણ અવાર સત્તા છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org