________________
આ.શુ. ૧, ૨૦૪૫, પાલીતાણા અરિહંત પદ અરિહંત રૂપ દ્રવ્ય - પરાર્થ માટે મન, વચન, કાય યોગના શુદ્ધ વિર્યને ફોરવતું આત્મ દ્રવ્ય
અથવા કરુણાવાળું દ્રવ્ય. ગુણ-પરાર્થવ્યસનીયતા આદિ ચાર ગુણોને ધારણ કરતું આત્મ દ્રવ્ય.
પર્યાય-અશોકવૃક્ષાદિ બાહ્યી સંપત્તિરૂપ પર્યાયને ભોગવતું આત્મ દ્રવ્ય. સિદ્ધ પદસિદ્ધ રૂપ દ્રવ્ય - નિતરંગ, નિખૂકંપ, નિરાકાર, નિરંજન, શુદ્ધાત્મ દ્રવ્ય.
ગુણ-અનંત જ્ઞાનાદિ ગુણોને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય.
પર્યાય-ગુણ સમૃદ્ધિરૂપ પર્યાયને ભોગવતું શુદ્ધાત્મ દ્રવ્ય. આચાર્ય પદઆચાર્ય રૂપ દ્રવ્ય - જ્ઞાનાદિ પાંચ શકિતરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય.
ગુણ-જ્ઞાનાદિ શક્તિને ફોરવવા-ઉપયોગ કરવારૂપ ગુણને ધારણ કરતું શુદ્ધાત્મ દ્રવ્ય. પર્યાય-જ્ઞાનાદિ આચારને પ્રગટાવવા ઉપદેશ કરવારૂપ પર્યાય ભોગવતું
શુદ્ધાત્મ દ્રવ્ય. ૪. ચિંતન-ચોગ વીર્ય અને ઉપયોગ વીચ
કા.શુ. ૨, ૨૦૪૬ ક્રિયા બે પ્રકારે-યોગ ક્રિયા, ઉપયોગ ક્રિયા. તેનું કારણ વીર્ય બે પ્રકારે છે. યોગ વીર્ય-ઉપયોગ વીર્ય.
વિર્ય એટલે શક્તિ. વીર્ય હોય તો ક્રિયા હોય છે. યોગ ક્રિયાથી યોગની શુદ્ધિ થાય છે અર્થાતુ, શુદ્ધિ કરવાની છે. યોગ શુદ્ધિથી ઉપયોગ ક્રિયા સમૃદ્ધ બને છે.
યોગ-મન, વચન, કાયા એ ત્રિકરણ (યોગ) કહેવાય છે. કરણ એટલે સાધન. મન, વચન, કાયા એ ત્રણ સાધન છે. સાધન એટલે વ્યાપાર-ક્રિયા કરવા માટે જે છે તે. વ્યાપાર માટે શક્તિ જોઈએ અર્થાતુ, વિર્ય દ્વારા મન વિગેરે સાધન બને છે.
મનોવીર્ય, વચનવીર્ય, કાયવીર્ય
આ ત્રણે (મન વગેરે) વીર્ય શુભનું આલંબન લઈને સાધન બને અર્થાતુ, વ્યાપાર કરે ત્યારે તે શુદ્ધ બને છે.
યોગનો વિષય શુભને બનાવીએ તો શુભ યોગ બને છે. એટલે શુભ સાધનરૂપ બને છે, અને વ્યાપાર કરે છે. વ્યાપાર માત્રમાં વીર્યનું સ્કરણ જોઈએ છે તે સિવાય ક્રિયા-વ્યાપાર થઈ શકતો નથી.
સાધકનો અંતનદ
45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org