________________
૧. જગતની પ્રકૃતિ અને પ્રવૃત્તિ જગત બે દ્રવ્યોનું બનેલું છે તે જડ અને ચેતન. જડમાં પાંચે દ્રવ્યો આવી જાય છે. ચેતનમાં જીવદ્રવ્ય આવે છે. પાંચમાં પણ ચારની અસર પરોક્ષ છે. એક પુદ્ગલ દ્રવ્યની અસર પ્રત્યક્ષ છે.
દરેક દ્રવ્યની પ્રકૃતિ (સ્વભાવ) અને પ્રવૃત્તિ (ક્રિયા) હોય છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળનો સ્વભાવ અનુક્રમે ગતિ સહાયક, (જીવ-પુગલને) સ્થિતિ સહાયક, અવગાહના સહાયક અને નવાને જૂનું કરવાનો છે. પુગલનો સ્વભાવ સડણ, પડણ, વિધ્વંસન છે, જીવનો સ્વભાવ ચૈતન્ય છે.
દરેકની પ્રવૃત્તિમાં પણ ભિન્નતા છે. ધર્માદિ ચારની પ્રવૃત્તિ જીવ, પુગલને ગતિ આદિમાં સહાય કરવાની સહજભાવે થતી હોય છે.
પુલની પ્રવૃત્તિમાં જીવ દ્રવ્ય પ્રેરક છે. જીવ દ્રવ્ય પુગલને ગ્રહણ કરી શરીર બનાવવું વગેરે જીવની પ્રેરણાથી અનેકરૂપ પ્રવૃત્તિ પુદ્ગલની થતી હોય છે સંસારી જીવની વિચારણામાં જીવ અને પુલ સાથે રહેતા હોવાથી બંનેનો ભેદ વિચારણામાં જલ્દી પડી શકતો નથી તેથી પુગલની પ્રવૃત્તિમાં જીવ મનાઈ જાય છે અને જીવની પ્રવૃત્તિમાં પુગલ મનાઈ જાય છે.
પુદ્ગલનો સ્વભાવ જીવનો મનાઈ જાય છે અને જીવનો સ્વભાવ પુગલનો મનાઈ જાય છે. માટે જ કર્મથી પ્રેરાયેલા જીવને ક્રોધાદિ થતા હોય ત્યારે તે જીવનો સ્વભાવ મનાઈ જાય છે. પરંતુ તે જીવનો સ્વભાવ નથી, વિભાવ છે અને કોધને આધીન થઈ જે પ્રવૃત્તિ કરે છે તે જીવની મનાઈ જાય છે. આ રીતે કોઈ પણ દોષ કર્મ જન્ય છે તેનાથી પેરાયેલો જીવ પરાધીનપણે પ્રવૃત્તિ કરે છે. આવું સામાન્યજ્ઞાન સંસારી જીવને શ્રુતજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલું હોય છે. તેથી તે જીવ પુલની પ્રકૃતિ કે પ્રવૃત્તિને સમજીને સમાધિમાં-સમભાવમાં રહી શકે છે.
જીવની પ્રકૃતિ અને પ્રવૃત્તિને સહન કરવાની ત્રણ રીત છે. ૧. સામનો ન કરવો. ૨. ઉપેક્ષાભાવ રાખવો. ૩. રાગ કે દ્વેષ ન કરવો.
૧. આપણને પ્રતિકૂળ પ્રકૃતિ અને પ્રવૃત્તિ થતાં તે પ્રકૃતિ-પ્રવૃત્તિ આપણા મન સાથે અથડાય છે અને તરત જ મન બેબાકળુ બની સામનો કરવાની પ્રેરણા વચનને કરે છે. પછી તો જેટલા પ્રમાણમાં મન સાથેની તે પ્રકૃતિ-પ્રવૃત્તિની અથડામણ તેટલા પ્રમાણમાં મોહ પોતાનું કામ કરી લે છે. આત્મા સંકલશ પામે છે, અશાંતિ અનુભવે છે. માટે સરળમાં સરળ ઉપાય ગુરુ ભગવંતે બતાવ્યો કે પ્રકૃતિ અને પ્રવૃત્તિનો સામનો ન કર પણ સહન કર. જો કે સહન કરવામાં માનસિક પુરુષાર્થ ઘણો કરવો પડે છે. સતત સહવાસ જીવ અને પુદ્ગલનો છે. કોઈની પણ પ્રકૃતિ અને પ્રવૃત્તિ મનની સામે આવવાની અને તેને રજા આપવાની અર્થાતુ, મનમાં ઘુસી ન જાય તે માટે જોરદાર પુરુષાર્થ કરવાનો, આત્માને સમજાવવાનો કે તું સહન કરી લે, સામનો ન કરીશ. તારું બગડશે, વળી સહન કરવાથી તને શાંતિ મળશે. આ રીતે સતત પુરુષાર્થ દ્વારા પ્રકૃતિ અને પ્રવૃત્તિને પચાવવાનો અભ્યાસ કરતાં કરતાં બીજી રીતે પ્રકૃતિ-પ્રવૃત્તિની ઉપેક્ષા કરવા મન તૈયાર થઈ જાય છે. જેથી તેને પચાવવી સરળ બને છે અને આત્મામાં એવી સમજ (શુદ્ધ બોધ-મોહથી લેપાયા વિનાનો) પ્રગટે છે કે તારી જવાબદારી છે તો તું સાધકનો અંતર્નાદ
59
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org