________________
જ્ઞાનદાનથી પથ્થર જેવા જડને પણ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તેમના વિશિષ્ટ પુણ્યથી થઈ જાય છે, અને અવાન્તર સત્તામાં પડેલી ઉપાધ્યાય પર્યાય દ્વારા ત્રણે કાળ પૂજનીય નમસ્કરણીય બનવા દ્વારા ભવ્યજીવો ઉપર ઉપકાર કરે છે.
સાધુ પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ તે સાથે તથાવિધ મોહનો ક્ષયોપશમ થવાની યોગ્યતારૂપ તથાભવ્યત્વથી તે સાધુ પર્યાય પ્રગટ થાય છે ત્યારે ત્રણે જગતના જીવોને અભયદાન આપવારૂપ ઉપકાર કરે છે. જીવોને સાધુ બનવામાં આલંબનરૂપ બને છે.
આ રીતે અવાન્તર સત્તામાં પડેલી સાધુ પર્યાય ત્રણે કાળમાં ભવ્ય જીવો ઉપર ઉપકાર કરે છે, કારણ કે સાધુ પર્યાયને પ્રગટ કરવાની યોગ્યતા ધરાવતું અવાન્તર સત્તા દ્રવ્ય ત્રણે કાળ નમસ્કરણીય છે, પૂજનીય છે.
સ્વ-ભાવ TM પોતાનું (શુદ્ધાત્મદ્રવ્યનું) અસ્તિત્વ બતાવે છે. પર-ભાવ ૪ પરનું (જડનું) અસ્તિત્વ પોતાનામાં બતાવે છે. વિ-ભાવ ≈ વિરુદ્ધ (મિથ્યા) અસ્તિત્વ પોતાનામાં બતાવે છે.
શુભ-ભાવ જ શુભનું (પુણ્યનું) અસ્તિત્વ પોતાનામાં (આત્મદ્રવ્યમાં) બતાવે છે.
નવપદમાં પાંચ પરમેષ્ઠિ અને ચાર ગુણો છે. આ નવે પર્યાય છે. પાંચ પરમેષ્ઠિ પર્યાય ઉપર કહ્યા પ્રમાણે જાણવી અને ચાર ગુણો છે તે પણ ક્ષાયિક ભાવની પર્યાય છે જે ઘાતિ કર્મના ક્ષયથી પ્રગટ થાય છે. ૪. દ્રવ્યની ધ્રુવસત્તા તથા અવાન્તર સત્તા
પ.પૂ. હીર સૂ.મ.સા.ની સમાધિએ પૂ. હીર સૂ.મ.સા. આરાધના કરાવી હતી.
દ્રવ્યનું અસ્તિત્વ એ જ શકિત. ધ્રુવસત્તાનું કાર્ય જ અસ્તિત્વ બતાવવાનું છે, તે સિવાયનું સમગ્ર કાર્ય અવાન્તર સત્તા કરે છે.
ધ્રુવસત્તા શક્તિમાં રહેલી છે, અવાન્તર સત્તા વ્યક્તિમાં રહેલી છે. માટે શક્તિનું કાર્ય જુદું છે, વ્યક્તિનું કાર્ય જુદું છે. અર્થાત્, દ્રવ્યનું કાર્ય જુદું છે, પર્યાયનું કાર્ય જુદું છે.
પર્યાય પણ દ્રવ્ય સહિત જ છે માટે પર્યાયયુક્ત દ્રવ્યની વિચારણામાં તે દ્રવ્યની અવાન્તર સત્તા મનાય છે. અભવ્ય જીવ. જેનું પંચ પરમેષ્ઠિમાં સ્થાન નથી, જેમાં ત્રૈકાલિક પાંચે પર્યાયનો સદ્ભાવ નથી તેમાં પણ અવાન્તર સત્તા રહેલી છે માટે જ તેને અભવ્ય કહેવાય છે જે આત્મદ્રવ્ય મગના કોરડા જેવું છે, અર્થાત્, તેના તથાભવ્યત્વનો પરિપાક થતો નથી તેથી તેની અવાન્તર સત્તા અભવ્યની કહેવાય છે. તે સદા અપરિપકવ દશામાં રહેનારું દ્રવ્યની સત્તા ધરાવે છે.
ધ્રુવસત્તાનું કાર્ય જ એ છે કે પોતાનું અસ્તિત્વ બતાવવું. આત્મ દ્રવ્ય એ અસ્તિત્વ ધરાવે છે તેનું નામ જ શક્તિ. અર્થાત્, સત્તા અને શક્તિ, બે એક જ છે. શક્તિ વિના અસ્તિત્વ જ ન હોય અર્થાત્, અસ્તિત્વ પણ તે રૂપ શક્તિથી રહેલું છે. દ્રવ્ય તે એ જાતની શક્તિની હયાતિ ધરાવે છે. જો અસ્તિત્વ
સાધકનો અંતર્નાદ
ફા.વ. ૧૧, ઉના
Jain Education International
For Private & Personal Use Only
12
www.jainelibrary.org