________________
જાણવો, જોવો અને સ્વભાવમાં રમવું. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મરમણતારૂપ છે, તે જ નિશ્ચયથી રત્નત્રયી છે. જે પ્રગટરૂપે સિદ્ધ પરમાત્માને હોય છે.
તથા અરિહંત પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ, જે ભવ્યત્વ ઘાતિ કર્મના ક્ષયથી જન્ય નિશ્ચયથી રત્નત્રયીને પામેલા સ્વભાવને જાણે છે, જુએ છે અને તેમાં રમે છે. ઉપરાંત વિશિષ્ટ પુણ્ય પ્રગટ થવાની યોગ્યતારૂપ પણ આ અવાન્તર સત્તા તે કેવળ અરિહંત થનારા આત્મામાં જ અનાદિકાલીન છે, જેથી ત્રણે કાલના અરિહંતોમાં તે અવાન્તર સત્તાથી જ (આત્મામાં રહેલા અરિહંતત્વથી જ) તેઓ અરિહંતરૂપે પૂજાય છે, નમસ્કાર કરાય છે અને ભવ્ય જીવોને આલંબન આપીને ઉપકાર કરવાનો શરૂ થઈ જાય છે. જે અનાદિ નિગોદની સ્થિતિમાં રહેલા તેમણે કોઈ એવું પરોપકાર કરી શકે તેવું વિશિષ્ટ પુણ્યકર્મ પણ બાંધ્યું નથી અને પરોપકાર કરી પણ શકતા નથી છતાં એવા અવાન્તર સત્તાવાળા દ્રવ્યની વિશિષ્ટતાથી ત્રિભુવન ઉપર તે દ્રવ્યરૂપે પરોપકાર કરી રહ્યું છે. આ જ તે આત્મદ્રવ્યની વિશિષ્ટતા છે.
દરેક દ્રવ્યમાં વૈકાલિક પર્યાય પડેલી છે પરંતુ જયારે તે પ્રગટ થાય છે ત્યારે સ્વ-રૂપે પરોપકાર આદિ કરી શકે છે. બાકી તો અવાન્તર સત્તા તે દ્રવ્યમાં ત્રૈકાલિક અર્થાત્, નિત્ય છે. તે અરિહંતનું દ્રવ્ય ત્રણે કાળ પરોપકાર કરે છે. જયારે ઘાતિ કર્મનો ક્ષય થાય છે ત્યારે સ્વ-ભાવને જાણે છે, જુએ છે અને તેમાં રમણતા કરે છે તે સાથે જ પ્રકૃષ્ટ (તીર્થંકર નામ કર્મ) પુણ્ય કર્મનો ઉદય થાય છે તે ભોગવવા માટે જગતના જીવો ઉપર ઉપકાર થાય છે. તે ઉપકાર માટે વિશિષ્ટ એવા અતિશયો, લબ્ધિઓ, વિશિષ્ટ એવી ભોગ સામગ્રીઓ પુણ્યના ઉદયથી ભેગી થાય છે જે તેમના શુદ્ધાત્માને સ્પર્શતી નથી કેમકે તે સ્વ-ભાવમાં છે અને તે સામગ્રી દ્વારા પરોપકાર સહજભાવે થાય છે.
એ રીતે સિદ્ધ પરમાત્માની અવાન્તર રસ્તા જે સિદ્ધ પર્યાય પ્રગટ થવાની યોગ્યતા ધરાવે છે. તે પણ ત્રૈકાલિક નિત્ય છે.
ભવ્યજીવો અનાદિકાળથી જે નિગોદમાં છે તે પણ અવાન્તર સત્તાથી જ ત્રણે કાળના સિદ્ધોમાં પૂજાય છે, નમસ્કાર કરાય છે અને ભવ્યજીવોને ત૨વામાં આલંબનરૂપ બને છે.
આચાર્ય પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ, સાથે વિશિષ્ટ મોહનો ક્ષયોપશમ તથા તેમને યોગ્ય વિશિષ્ટ પુણ્ય પ્રગટ થવાની યોગ્યતારૂપ પણ તથાભવ્યત્વથી અવાન્તર સત્તામાં તે તે પર્યાયો પડેલી હોય છે. જે પર્યાય પ્રગટ થતાં સ્વયોગ્ય (આચારનો ઉપદેશ તથા પાલન દ્વારા) પરોપકાર કરે છે. માટે ત્રણે કાળના પર્યાયો જેમાં રહેલા છે એવું દ્રવ્ય (દ્રવ્યમાં રહેલી આચાર્ય પર્યાય જે અપ્રગટ છે તે) અવાન્તર સત્તાથી પૂજાય છે આ રીતે ભવ્ય જીવો પર તે દ્રવ્ય ઉપકાર કરી રહ્યું છે.
ઉપાધ્યાય પર્યાય છે તેમાં પણ અવાન્તર સત્તા ભવ્યત્વની તો છે જ, તે સાથે તેમને યોગ્ય વિશિષ્ટ પુણ્યકર્મ તથા તથાવિધ મોહનો ક્ષયોપશમ થવાની યોગ્યતારૂપ તથાભવ્યત્વથી પણ તે તે પર્યાયો અવાન્તર સત્તામાં પડેલી છે જે પર્યાય પ્રગટ થતાં, વિશિષ્ટ પુણ્યોદય થતાં અને ક્ષયોપશમ થતાં પ્રભુની વાણીનું દાન ભવ્યજીવોને કરવારૂપ પરોપકાર કરે છે. અર્થાત્, ભણાવવા દ્વારા ઉપકાર કરે છે. જે સાધકનો અંતર્નાદ
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org