________________
સ્વભાવ જ્ઞાન દર્શન દ્વારા સક્રિય છે. માટે કેવલ શુદ્ધાત્મદ્રવ્યની ચિંતવનામાં નિષ્ક્રિયતા જોવાની છે.
શુદ્ધ સ્વભાવ-ગુણો જે છે તે દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ દેખાડે છે તેમાં પર્યાય સહિત દ્રવ્યની ચિંતવના હોવાથી સક્રિયતા જોવાની છે.
કેવળ શુદ્ધાત્મ દ્રવ્યની ધૃવસત્તા છે. પરંતુ શુદ્ધાત્મ દ્રવ્યની સક્રિયતા જે સહજ ભાવની નિર્મળ છે અર્થાતુ, આત્મદ્રવ્યની સદા માટે જે નિત્ય સ્વરૂપે વળગેલી પર્યાય છે તે શુદ્ધ પર્યાય છે. તે નિર્મળ પર્યાયને સ્વભાવ કહેવાય છે માટે “જ્ઞાન રન Turn મમ” એમ કહ્યું છે.
આ સ્વભાવ અવાનાર સત્તા બતાવે છે. એ સ્વ-ભાવમાં (જાણવા-જોવામાં) વિકૃતિ ભળે છે, ત્યારે તે વિભાવ, પરભાવ અને શુભભાવ કે જે પરોપકારાદિ ગુણ યુક્ત છે તે બને છે.
વિકૃતિ એટલે કર્મના સંબંધથી જાણવા-જોવામાં થતો ફેરફાર. જે સ્વભાવ છે તે કર્મના ક્ષયથી જન્ય છે. વિભાવ છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ જન્ય છે. પરભાવ મોહનીય કર્મ જન્ય છે. શુભ ભાવ એ શુભ-પુણ્યકર્મ ઉદય જન્ય છે.
પંચ પરમેષ્ઠિમાં ૧. સિદ્ધ પર્યાય કર્મક્ષય જન્ય છે. ૨. અરિહંત પર્યાય-ઉત્કૃષ્ટ પુણ્યકર્મ જન્ય તથા ઘાતિ કર્મના ક્ષય જન્ય છે. ૩. આચાર્ય પર્યાય-મોહનીય કર્મના ક્ષયોપશમ અને પુણ્યકર્મ જન્ય છે. ૪. ઉપાધ્યાય પર્યાય-મોહનીય કર્મના ક્ષયોપશમ અને પુણ્યકર્મ જન્ય છે. ૫. સાધુ પર્યાય-મોહનીય કર્મના ક્ષયોપશમ અને પુણ્યકર્મ જન્ય છે.
આ પંચ પરમેષ્ઠિમાં આત્મદ્રવ્યની અવાર સત્તા છે. દ્રવ્યની ધૃવસત્તા એટલે કદી ચલિત ન થાય, ત્રિકાલાબાધિત દ્રવ્યની અવાત્તર સત્તા એટલે અમુક પર્યાય ઉત્પન્ન કરવાની યોગ્યતા ધરાવતું દ્રવ્ય. આ યોગ્યતા અનાદિકાલીન છે. દ્રવ્યમાં આ બે સત્તા નિત્ય રહેલી છે. અર્થાતુ, અનાદિકાલીન છે. તેમાં ધૃવસત્તા એ કેવળ દ્રવ્યની વિચારણામાં કામ લાગે છે. પર્યાયયુક્ત વિચારણામાં અવાસ્તર સત્તા.
અવાન્તર સત્તા એ સક્રિયતા દેખાડનારી સત્તા. અર્થાત્, દ્રવ્ય સક્રિય છે એવું તેની અવાતર સત્તાથી જ જાણી શકાય છે.
ધ્રુવસત્તાથી તો નિષ્ક્રિય અને શૂન્યવત્ દ્રવ્ય જણાય તે સત્તા પણ નિત્ય છે, સત્ય છે, શાશ્વત છે સનાતન છે.
દ્રવ્યમાં અવાનાર સત્તા ભવ્યત્વની રહેલી છે તે સિદ્ધિની યોગ્યતારૂપ હતી. શુદ્ધાત્મ દ્રવ્યને ઢાંકી દેનાર જે કર્યો છે તેનો મૂળથી ક્ષય થઈ જાય છે ત્યારે શુદ્ધ જ્ઞાન-દર્શન પ્રગટે છે અને ત્યારે તે સિદ્ધ પર્યાયને પામે છે. જે સહજ સ્વભાવરૂપ છે, નિર્મળ છે.
આ પર્યાય જોવા-જાણવાનું કાર્ય પોતે નિર્મળ હોવાથી શુદ્ધ દ્રવ્યને જોવા-જાણવાનું કામ કરે છે. અર્થાતુ, કર્મના ક્ષયથી ઉત્પન્ન (પ્રગટ) થયેલો સ્વભાવ પોતાનું અસ્તિત્વ જેવું છે તેવું જ જુએ છે, જાણે છે, અને આનંદ પામે છે. આ રીતે જ્ઞાન-દર્શન અને આનંદ એટલે કે સ્વભાવને (પોતાના અસ્તિત્વને) સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org