________________
આખું જગત (દુ:ખી, સુખી, અજ્ઞ સર્વ) ને આનંદથી ઉલ્લસિત બનાવી દીધાં.
બાળકો સાથે ક્રીડા કરતા પ્રભુની રમત પણ અલૌકિક અને ગંભીર હતી, તેમાં કેવળ વ્યવહારોચિતતાનાં જ દર્શન થતાં હતાં.
જગતના બધા ભાવો પ્રત્યે ઉદાસીનભાવે રહેતા એવા પ્રભુ ઔચિત્યના ભંડાર હતા. વ્યવહાર સમયે ઉચિતતા ટોચની હતી, જેથી સર્વને પ્રિય હતા.
પોતાનું ભોગાવલી કર્મ જાણી માતા-પિતાના ઔચિત્યથી તેમના વચનમાં બદ્ધ થયા. ઉદાસીન ભાવે સંસારમાં રહ્યા. ત્રણ જ્ઞાનના ધણી-સ્વામી સંસારના સ્વરૂપને જાણવા છતાં ઉપેક્ષિતભાવે સર્વ કાર્યો કરતા.
ભોગાવલી કર્મ ક્ષીણ થયું એટલે રાજ્ય રમણીનો ત્યાગ કરી પ્રભુ પ્રવ્રજ્યા લેવા તૈયાર થયા. બધું અલૌકિક જ હતું. લોકાંતિક દેવો પણ પોતાનો આચાર જાણીને વિનંતી કરવા આવ્યા. “શુદ્ધાત્મ દ્રવ્યમેવાડતું, જ્ઞાન દર્શન ગુણો મમ''
ફા.વ. ૯, અજારા હું શુદ્ધાત્મ દ્રવ્ય છું. મારો સ્વભાવ જાણવું-જોવું તે છે. શુદ્ધાત્માના ધ્યાનમાં આત્માનું સ્વરૂપ નિતરંગ, નિપ્રકંપ, નિરાકાર, નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ જોવું.
કેમકે દ્રવ્ય પોતે નિષ્ક્રિય છે. અર્થાતું, દ્રવ્ય એકલું ક્રિયા કરતું નથી. કારણ કે તે અવિચલિત છે, જે વિચલિત નથી તેમાં ક્રિયા કેવી રીતે ઘટે ?
માટે તેના અસ્મલિત વિગેરે સ્વરૂપનું ચિંતન કરતાં ઉપયોગ તદાકાર બને છે, ત્યારે તે વિકલ્પ રહિત બને છે. નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધાત્મ દ્રવ્યનું આલંબન લેવું જેથી નિષ્ક્રિય એવા શુદ્ધાત્મ દ્રવ્યના ધ્યાનથી ચિત્ત પણ નિષ્ક્રિય અર્થાત્, નિર્વિકલ્પ બને.
બીજું સવિકલ્પ ધ્યાન શુદ્ધ “જ્ઞાન સન 1 જા” અહીં ગુણ એટલે સ્વભાવ. દરેક ઠેકાણે વ્યવહારમાં ગુણને સ્વભાવ કહેવાય છે. જલનો ગુણ શીતળતાનો છે, તો કહેવાય છે કે જલનો સ્વભાવ શીતળ છે, ક્ષમા ગુણવાળા આત્માને ક્ષમાશીલ કહેવાય છે. આ રીતે શુદ્ધાત્મ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાન(જાણવું) દર્શન (અને જોવું) છે.
અહીં શુદ્ધ જ્ઞાન-દર્શન મારા ગુણો છે એમ કહીને અશુદ્ધ જ્ઞાન-દર્શન તે શુદ્ધાત્મ દ્રવ્યનો સ્વભાવ નથી. તેમાં મોહ ભળેલો છે માટે અશુદ્ધ જ્ઞાન-દર્શન તે પરભાવ છે. કેમ કે સ્વ-ભાવ સ્વથી આત્મા લેવો અને ભાવ (ભાવ શબ્દ ભૂ સત્તાયામ્ ! ભૂ ધાતુ સત્તા એટલે હોવું-થવું અર્થમાં છે)થી અસ્તિત્વ લેવું એટલે સ્વભાવનો અર્થ થયો પોતાની સત્તા.
દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ (સ્વભાવ) તે જ્ઞાન-દર્શન દ્વારા જણાય છે. અર્થાતુ, જોવા-જાણવારૂપ ક્રિયાથી જણાય છે. જો જોવા-જાણવારૂપ ક્રિયા ન હોત તો દ્રવ્યનું અસ્તિત્વ સમજવા માટે બીજું કોઈ સાધન નથી. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org