________________
૨૩. આત્મ-સ્વરૂપ
આ.વ. ૯, સં. ૨૦૪૮ ગુણ-પર્યાય આત્માના છે, તે વ્યવહાર છે.
નિશ્ચયથી તો એક દ્રવ્ય જ છે. કેમકે “આત્માના (દ્રવ્યના) ગુણ પર્યાય” એમ ષષ્ઠિ વિભક્તિ સંબંધિત વસ્તુને બતાવે છે, અને જે સંબંધિત વસ્તુ છે તે દ્રવ્યથી ભિન્ન છે અને ગુણ-પર્યાય તો આત્માથી (દ્રવ્યથી) ભિન્ન નથી. વળી કયારેય તે છૂટા પડતા નથી.
આ તો આત્માનું પોતાનું જ સ્વરૂપ (ગુણ સ્વરૂપ, પર્યાય સ્વરૂપ) છે તેને સમજવા માટે વ્યવહારથી બતાવ્યું છે કે “સુન પર્યાવત્ ધ્ય” વત્ પ્રત્યયથી ભિન્નતા જે દેખાડે છે તે જ વ્યવહાર છે. નિશ્ચયથી તો ગુણ એ જ આત્મા, શુદ્ધ પર્યાય એ જ આત્મા, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય સહભાવી જ છે, તેને જુદા પાડીને કેમ બતાવાય ?
આત્માનું પોતાનું જ્ઞાન સ્વરૂપ એટલે શાયિક ભાવના પર્યાય સ્વરૂપ જે કર્મના ક્ષયથી પ્રગટ થયેલું છે તે આત્માને જ્ઞાનરૂપે ઓળખવા માટે છે.
ક્ષયોપશમ ઓદયિકમાવની પર્યાય (કર્મના ઉદયે દેખાતી પર્યાય) તે તો ઔપચારિક છે. કેમ કે ઉપચાર હંમેશાં નાશ પામતી વસ્તુ છે, ક્ષણે ક્ષણે ચાલી જતી વસ્તુ છે, તે કેવળ વ્યવહારથી આત્માને ઓળખવા માટે છે.
નિશ્ચયથી આત્માને ઓળખવા માટે કર્મના ક્ષયથી જે પ્રગટેલું પોતાનું સ્વરૂપ છે તે સત્ય છે, શાશ્વત છે, નિશ્ચિત છે, તેમાં ફેરફાર કોઈ (કર્મ) પણ કરી શકે તેમ નથી.
દ્રવ્યનું રૂપાંતર ભલે કર્મના ઢાંકણથી ઓળખાય, દેખાય, પણ તે પોતાના સ્વભાવથી ચૂકતો નથી. માટે નિશ્ચયથી આત્મા એ જ એક વસ્તુ છે. ગુણ અને પર્યાય તે વ્યવહાર છે. વ્યવહાર, વસ્તુને ઓળખવા માટેનો કરેલો આરોપ છે.
ર૪. ચાર (ભાષા) વાણી વાણી ચાર પ્રકારની - ૧, વૈખરી ૨. મધ્યમાં ૩. પશ્યતી ૪. પરા. ૧. વૈખરી - મુખગતા ૨. મધ્યમા - કંઠગતા ૩. પશ્ચંતી - મનોગતા, હૃદયગતા (અત્યંતર મનમાં રહેલી છે.) ૪. પરા - આત્મગતા વૈખરી વાણી મુખમાંથી ઉત્પન્ન થાય છે. મધ્યમા વાણી કંઠમાંથી ઉત્પન્ન થાય છે. પશ્યતી વાણી મનમાંથી ઉત્પન્ન થાય છે. પરા વાણી આત્મામાંથી ઉત્પન્ન થાય છે.
સાધકનો અંતર્નાદ
102
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org