________________
અ થી હ સુધીના શબ્દો જે બોલાય છે તે મુખથી બોલાતા હોવાથી વૈખરી વાણી કહેવાય છે. જે બીજા પણ સાંભળી શકે છે.
તે જ શબ્દો કંઠમાંથી બોલાતા હોય જે કેવળ પોતે જ સાંભળે છે તે મધ્યમા વાણી કહેવાય છે, તે વૈખરી વાણી કરતાં સૂક્ષ્મ છે.
તે જ શબ્દોનું મનમાં ઉચ્ચારણ (વિચારરૂપ) થાય છે, જેને મન જ સાંભળે છે પણ કાનથી ન સંભળાય તે પર્યંતી કહેવાય છે.
તે જ શબ્દોનું આત્મામાંથી ઉચ્ચારણ (મનના આધાર વિના) થાય છે, જેનો મનને પણ સ્પર્શ થતો નથી તે પરા વાણી કહેવાય છે.
વૈખરી વાણીથી ભાષ્ય જાપ થાય છે.
મધ્યમા વાણીથી ઉપાંશુ જાપ થાય છે. પશ્યતી વાણીથી માનસ જાપ થાય છે. પરા વાણીથી અજપાજાપ થાય છે.
આ ચારે વાણી ઉત્તરોત્તર અનુક્રમે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બનતી જાય છે અને ક્રમ પ્રમાણે તે બલવત્તર બનતી જાય છે. જેથી પરા વાણી આત્માના ઊંડાણમાં અવગાહીને રહેલી છે, પશ્યતી મનના ઊંડાણમાં અવગાહીને રહેલી છે. માટે પશ્યતી વાણીથી માનસ જાપમાં સ્થિત આત્મા નિર્વિકલ્પ દશાને પામવા યોગ્ય બને છે. પરા વાણીથી આત્મામાં સ્થિત નિર્વિકલ્પ દશાને અનુભવે છે.
૫. સમતા
સમતારસ ભરિયો, ગુણગુણ દરિયો, શિવ સાથ રે યાદવજી.
ભા.શુ. ૯, સં. ૨૦૪૮, દેવકીનંદન દેરાસરમાં
સમતા એટલે સમાનપણું.
તે સમાનપણાનો અંતિમ પરમાત્મ સમાન આત્માને માનીને આત્માનું પરમાત્મપણું પ્રગટ કરવું તે છે અને તેનો પ્રારંભ વ્યવહારિક વર્તનમાં જયાં રાગ, દ્વેષની પરિણતિ ઉદ્ભવે તેવા પ્રસંગોમાં સમતા રાખવી ત્યાંથી થાય છે.
પ્રારંભ વ્યવહારિક સમતાથી કરવાનો છે અને તે અભ્યાસ દ્વારા નિશ્ચય સમતા આત્મામાંથી પ્રગટ કરવાની છે.
નિશ્ચય સમતા પ્રથમ માનવામાં આવે ત્યાર પછી નિજ રૂપનું ભાન થતાં સમજ આવે ત્યાર બાદ આત્મપુરુષાર્થ થતાં પરમાત્માનું સમાનપણું આત્મામાંથી પ્રગટ થતાં આત્મા પરમાત્મા સમાન વર્તે. આ રીતે દર્શન, જ્ઞાન, ચારિત્રના નિશ્ચયથી સાધના ત્યાં પૂર્ણ થાય.
મુખ્ય તો સમાનપણું આત્મ દ્રવ્યનું માનવું, સમજવું, વર્તવું. એ પ્રમાણે અંતિમ સમતા આત્મદ્રવ્યની એકતાથી આવે છે તે નિશ્ચયથી સમતા છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
103
www.jainelibrary.org